________________
હિમાલયની પદ યાત્રા-૨ ૨
હેમકુંડની યાત્રા કરીને અમને મળવા માટે બદરીનાથમાં ખાસ આવ્યા હતા. તેમણે હેમકુંડ સંબંધી વિશેષ માહિતી આપી હતી.
હેમકુંડમાં ગુરુ ગોવિંદસિંહે પૂર્વજન્મમાં ઘણી તપશ્ચર્યા કરી છે. એટલે શીખો આ સ્થાનને ખૂબ જ માને છે. એટલે શીખોનું એ મોટું તીર્થધામ છે. લાખો શીખો યાત્રાર્થે આવે છે.
ચાલીને-ચડીને હેમકુંડ જવાનું હોય છે. જે શીખો સશક્ત હોય તે ચાલીને, બાકીના ખચ્ચર ઉપર જાય છે. ખચ્ચર ઉપર જવા આવવાના ૧૨૦૦ રૂપિયા લાગે છે. પાલિતાણા જેમ સેંકડો યાત્રાળુ શત્રુંજય ઉપર ચડતા-ઊતરતા હોય છે એમ અહીં પણ અનેક શીખોને દૂર-દૂરથી ચડતો ઊતરતા અમે જોયા.
અહીંથી ૧૯ કિલોમીટર દૂર પગે ચડીને ચાલીને શીખો હેમકુંડ જાય છે. વચમાં ૧૩ કીલોમીટર ગયા પછી મુકામ કરવા માટે ગુરુદ્વારા આવે છે.
ગોવિંદઘાટથી ૧૩ કીલોમીટર ગોવિંદધામ છે. ગોવિંદધામમાં મોટા મોટા હોલ છે. તેમાં હજાર-હજાર પથારીઓ હોય છે તેમાં જ બધાએ ઊતરવાનું. ત્યાં લગભગ ચાલીસ હજાર ધાબળા રાખવામાં આવે છે. તે સરદારજીએ કહ્યું કે હું ગયો ત્યારે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. એટલા બધા શીખ યાત્રાળુઓ આવે છે. બધું જ ખાવા-પીવા-રહેવાનું મફત હોય છે. ઇચ્છા હોય તો કોઈ સવા રૂપિયો જ લખાવે. કોઈ અગિયાર રૂપિયા લખાવે,
૮પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org