________________
હિમાલયની પદ યાત્રા-૬
બદરીનાથની યાત્રાએ જતા-આવતા સાધુઓ તથા મુસાફરો અહીં મુકામ કરતા હોય છે. પગે ચાલીને બદરીનાથની યાત્રા કરવા ઘણા માણસો જતા હોય છે.
આશ્રમના મુખ્ય મકાનની બહાર વિશાળ જગ્યા છે. તેમાં મુસાફર ખાના જેવા ચાર પાંચ મકાનો છે.
હોસ્પીટલ તથા ભંડારો (જ્યાં બધાને મફત જમાડવામાં આવે તેને ભંડારો કહેવાય છે.) લોકોના દાન ઉપર ચાલે છે. ઘણા લોકો સ્વેચ્છાએ દાન આપે છે-મોકલે છે.
પહેલાં અહીં કંઈ જ નહોતું. લક્ષ્મણે રાવણનો વધ કર્યા પછી અહીં અલકનંદાને કિનારે બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે તપશ્ચર્યા કરી હતી, એમ કહેવાય છે.
અહીં એકમુખી મહાદેવજીનું મંદિર છે. તેમાં મહાદેવજીની સ્થાપના લક્ષ્મણે કરી હતી. તે ઉપરાંત પણ બે નાની દેરી છે. તેમાં એકમાં આદ્યશંકરાચાર્ય મહાદેવજીની તથા બીજીમાં પાર્વતીજીની પ્રતિષ્ઠા કરી છે એમ કહેવાય છે. પહેલાં અહીં મંદિર સિવાય બીજું કંઈ નહોતું.
યોગ્ય સાધકને લાખો મહાદેવજીનાં અહીં દર્શન થતાં હતાં. તેથી એનું લક્ષમૌલિ નામ પડ્યું છે. અપભ્રંશ એનુ લછમૌલિ નામ થઈ ગયું છે.
અહીં જે સંન્યાસી છે તેમનું અદ્વૈતાનંદજી નામ છે. એ ઘણા જ મોટા સાધક છે. લગભગ ૧૯-૨૦ વર્ષ મૌનમાં જ રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org