________________
હિમાલયની પદ યાત્રા-૨૫
જ દૂર ચીનની સરહદ છે. તિબેટ અત્યારે ચીનના તાબામાં છે.
વ્યાસગુફા જોયા પછી ભીમપુલ આવ્યા. અહીં સરસ્વતી નદીના પ્રવાહને ઓળંગવા માટે મોટી શિલા ભીમે આડી નાખી હતી. એ જ ભીમપુલ. ભીમપુલ ઓળંગ્યા પછી તરત ભીમનું મંદિર છે. મંદિરની બાજુમાં જ સરસ્વતી નદીનો પ્રવાહ પહાડમાંથી આવી રહ્યો છે. એટલો બધો જોરદાર પ્રવાહ આવે છે કે જાણે નાયગરાનો ધોધ જોઈ લો. આ પ્રવાહનું પુર તથા મોટા મોટા ફેણના ગોટેગોટા જે નજરે જુએ તેને જ ખ્યાલ આવે. અદ્ભુત અને આશ્ચર્યકારક છે.
માનાથી ચાર-પાંચ કિલોમીટર વસુધારા નામે સ્થળ છે. ત્યાં તો ઘણા માણસો પગે ચાલીને જાય છે. જવાય એવો કાચો રસ્તો પણ છે. વસુધારામાં ઘણે ઉંચેથી પાણીનો ધોધ નિરંતર પડે છે. જેના ઉપર છાંટો ઉડીને પડે છે તે સદ્દભાગી ગણાય છે. ત્યાંથી દશ-પંદર કિલોમીટર દૂર સતપંથ છે. ત્યાંથી સ્વર્ગારોહણ પર્વત ઉપર જવાય છે. દ્રૌપદી સહિત પાંડવો સંદેહ સ્વર્ગમાં જવા નીકળ્યા હતા. પરંતુ આપણી ધર્મશાળાની પાછળ એક શિખર ઉપર દ્રૌપદી કા ડોલા' નામે સ્થાન છે, ત્યાં દ્રૌપદીએ દેહ છોડ્યો હતો તે પછી ચાર ધારાઓ પર્વતમાંથી વહેતી આવે છે, આ સ્થાન પણ દૂરથી દેખાય છે ત્યાં સહદેવ તથા નકુલે દેહ છોડ્યો હતો. તે પછી વસુધારા પાસે અર્જુને દેહ છોડ્યો હતો. તે પછી ચક્રતીર્થ પાસે ભીમે દેહ છોડ્યો હતો. સતપંથ પાસે માત્ર યુધિષ્ઠિર સદેહે સ્વર્ગમાં ગયા હતા એમ અહીં લોકવાયકા પ્રચલિત છે.
૧૦૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org