________________
હિમાલયની પદ યાત્રા-૧૮
| વિશ્વહિંદુ પરિષદના મકાને પહોંચતા પહેલાં રસ્તામાં એક યુવક અને યુવતી લાકડાઓનો મોટો ભારો ઉપાડીને ચડતાં હતાં. અમે ચડતા ચડતા હાંફી જતા હતા અને આ લોકો આટલો બધો જબરજસ્ત ભાર ઉપાડીને ચડતા જોઈને અમે પૂછ્યું કે તમને કેટલું બધું કષ્ટ થતું હશે. વાતો કરતાં ખબર પડી કે યુવક ગ્રેજ્યુએટ (બી.એ.) થયેલો હતો. કોઈ નોકરી મળતી નથી, એટલે આ બધી પરિશ્રમવાળી જિંદગી જીવીએ છીએ. અમને બહુ કષ્ટ લાગતું પણ નથી. ટેવાઈ ગયા છીએ. લાકડાં બળતણ માટે લઈ જઈએ છીએ. વેચવા માટે નહિ. જો ગામમાં ખબર પડે કે કોઈ આ રીતે લાકડા કાપીને વેચે છે તો એનો સમાજ બહિષ્કાર કરી દે છે.
યુવક સાથે હિંસા-અહિંસા સંબંધી વાતો થઈ એને ખૂબ આનંદ થયો કે આજે સાચા બાબાના દર્શન થયાં. અહિંસાની વાત કરીએ તો લોકો ખૂબ પ્રેમથી સ્વીકારે છે - સાંભળે છે.
અહીં સારામાં સારા ભણેલા-ગણેલા યુવક-યુવતીઓ લાકડાં કાપવામાં, પહાડોના કપરા પ્રદેશોમાં જઈને ઘાસ કાપવામાં જરાપણ સંકોચ કે શરમ અનુભવતા નથી, આ ખાસ ધ્યાન ખેંચવા જેવી વાત આપણા લોકો માટે છે.
વિશ્વહિંદુ પરિષદના મકાનથી સાંજે મુકામ ઉપાડીને બે કિલોમીટર પીપલકોટી જવા નીકળ્યા. પીપલકોટી નાનકડું બજાર જેવું ગામ છે. ઊતરવાની કોઈ જગ્યા જ નહિ. અમદાવાદના
૬૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only