________________
પત્ર - ૧૯
પૂર્વ માધ્યમિક વિધાલય, ટંગણી
જેઠ સુદિ ૧૪
વંદના,
પીપલકોટીથી બારેક કીલોમીટર દૂર દંગણી જવા નીકળ્યા. છ કિલોમીટર ગયા પછી, ગરૂડગંગા સ્થાન આવે છે. અહીં ગરૂડગંગા નદી આવીને અલકનંદામાં ભળે છે. પ્રયાગ છે. ગરૂડનું મંદિર છે.
અહીં ચડાવ-ઉતાર આવ્યા જ કરે. ગરૂડ-ગંગાનો પૂલ ઓળંગીને ચડતાં-ચડતાં ઢંગણી તરફ જવા નીકળ્યા.
રસ્તામાં એક સ્થળે બેઠા, ત્યાં રણજિતસિંહ નામે રજપૂત મળ્યા. એ પોતે પહેલાં ચીનમાં પણ કેટલોક વખત રહ્યા હતા. ભારત-ચીનની સરહદે નીતિ નામનું ગામ છે. ત્યાંના એ વતની છે. ચીનમાં એનો ધંધો હતો. હવે તો લડાઈ પછી ચીનની સરહદ બંધ થઈ ગઈ છે. એમનો એક ભાઈ અમદાવાદ રહે છે. એમણે માહિતી આપી કે નીતિ પાસેથી ચારેક પડાવ કર્યા પછી કૈલાસ આવે છે. કૈલાસની પરિક્રમા (પ્રદક્ષિણા) કરવા માટે આજે પણ ઘણા જાય છે. માનસ સરોવર પણ એટલામાં આવે છે.
ત્યાંથી પછી અમે દંગણી આવ્યા. સડકની તદન નજીકમાં જ આવું વિશાળ સ્થાન હરિદ્વારથી નીકળ્યા પછી પહેલી જ વાર મળ્યું. પૂર્વ પ્રાથમિક વિદ્યાલય છે. આ પ્રદેશમાં બીજા ધોરણથી
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org