________________
હિમાલયની પદ યાત્રા-૨
ગંગામાતાના કિનારે જ એક મંદિર છે. બાજુમાં રૂમ છે. રૂમ ખોલી આપ્યો નહિ એટલે રૂમના ધાબામાં અમે બેઠા છીએ. સાધ્વીજીઓએ મંદિરના ઘુમ્મટ નીચે આગળ-પાછળ મુકામ કર્યો છે. તડકાથી બચવા માટે માથા ઉપર એક જાડું તંબુનું કાપડ જોકે બાંધ્યું છે, તોયે તાપ તો લાગે જ છે. આ ધાબા ઉપરથી જ આ પત્ર તમને લખી રહ્યો છું.
આવા પ્રદેશમાં વિચરનારને કેવા કેવા અનુભવમાંથી પસાર થવું પડે છે, તેનો તમને ખ્યાલ આવે એટલા પૂરતું જ જણાવ્યું છે.
સામે જ ગંગાનો વિશાળ પટ છે. માની લો કે ગંગા નદીમાંથી જ આ પત્ર તમને લખી રહ્યો છું. આ એક પ્રકારનું અમારું ભગવાનની કૃપાથી થયેલું સાહસ છે. છતાં સાહસમાં અને જાત-જાતની અગવડોમાં પણ બધાને ખૂબ આનંદ છે. મુશ્કેલીઓમાં ભગવાનની-ગુરુદેવની કૃપાથી અણધાર્યા રસ્તા નીકળી જાય છે ત્યારે વધારે આનંદ આવે છે. જૈનેતર બાવાઓ-સંન્યાસીઓ પોતાના બિસ્તરા ઉપાડીને થોકબંધ બદરીનાથ તરફ જતા જોવા મળે છે. પચીસ-પચીસ, ત્રીસ-ત્રીસ કીલોમીટરના અંતરે ભોજનની વ્યવસ્થાવાળાં તેમના માટે સ્થાનો હોય છે. આ ભોજનને પંગત કહેવામાં આવે છે. પંગતના સમયે બાવાજીઓએ પહોંચવું જ પડે. માટે તો અહીં કહેવાય છે કે
'पंगत चूक्या साधु और डाली चूक्या बंदर, कहीं का રહતા નહિ.' પંગત ચૂકેલો સાધુ તથા ડાળ ચૂકેલો વાંદરો કોઈ ઠેકાણાનો રહેતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
૧૧
www.jainelibrary.org