________________
હિમાલયની પદ યાત્રા-૨
ઉતાવળ કરતા ડ્રાઈવર ! ધ્યાનમાં રાખો કે તમારું કુટુંબ ઘેર તમારી રાહ જુએ છે.”
'In the service of Nation Drive slowly: ધીમે હાંકો, એ દેશની સેવા ગણાશે.'
વગેરે વગેરે જાત-જાતનાં સૂત્રો ઠેર ઠેર લખેલાં હોય છે. અવાર-નવાર અકસ્માતો થતા હોય છે. અકસ્માત થાય ત્યારે બસોના યાત્રીઓ મોટા ભાગે કરુણ રીતે મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. માટે “પયા શરવ વવર વાદન ન થતા.” એવા આશયના પાટિયાં રસ્તા ઉપર લગાડેલાં હોય છે.
ઘણે સ્થળે ચડાણવાળો રસ્તો. રસ્તામાં તંબુ ઊભો કરવા જેટલી પણ જગ્યા ખાસ ન મળે. એટલે ચાલ્યા તો ખરા પણ હાંફી જઈએ એટલે વળી થોડી વાર ઊભા રહીએ. અમે બધા લગભગ થાકીને લોથ-પોથ થઈ ગયા. પગે ગોટલા બાઝી ગયા. છેવટે વાસી આવ્યા. ત્યાં વન વેતના વેજ (ફોરેસ્ટ હાઉસ) છે. ઉપરથી રજા ન મળે ત્યાં સુધી ઊતરવાની જગ્યા ન આપું, એમ એના સંરક્ષકે કહ્યું. મકાનની બહાર ઝૂંપડીમાં મુકામ કર્યો. કોઈક વળી થાક્યા હતા તેથી ચાલવાના રસ્તા ઉપર જ સૂતા.
થોડીવાર પછી જોરદાર વરસાદ ઓચિંતો શરૂ થયો. બધા ઊઠીને એકદમ ભાગ્યા. અને તંબુમાં-ઝૂંપડીમાં ગમે ત્યાં ગોઠવાઈ ગયા. સવારે લગભગ બાર વાગ્યાના સુમારે આ રીતે થયું. પછી સાંજે વનસંરક્ષકે મોટા રૂમો ખોલી આપ્યા. એટલે રાત ત્યાં પસાર કરી, વ્યાસીથી સાત કીલોમીટર કવડીયાલા ગામે આજે આવ્યા છીએ.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org