________________
પત્ર
Good
વંદના,
શિવપુરીથી વૈશાખ વદ પાંચમે સવારે નીકળ્યા. ત્યાંથી સાત કીલોમીટર દૂર ગંગાકિનારે વસિષ્ઠ ગુફા અને વસિષ્ઠ આશ્રમ છે. પણ સડકથી બહુ નીચે ઊતરવું પડે છે. વળી સામાન્ય રીતે ત્યાંના મહંત કોઈને ઊતરવા દેતા નથી. નીચે ઊતરવાનું કઠિન તથા ચડવાનું પણ કઠિન. વળી ટૂંકો વિહાર કરીને જ બેસી રહેવાનું થાય. એટલે બ્યાસી જવા નીકળ્યા.
Jain Education International
કવડિયાલા વૈશાખ વદ ૬
બ્યાસી શિવપુરીથી ૧૬-૧૭ કીલોમીટર થાય. પહેલાંની જેમ જ પહાડોમાંથી ચાલવાનું. પણ સડક ઘણી સાંકડી, મોટરો - વેકેશન હોવાથી – યાત્રાળુઓની દોડ્યા જ કરે. ગંગાના કિનારે કિનારે ચાલવાનું. બહુ નજીકના પહાડોમાંથી પસાર થતી ગંગામૈયા ક્યારેક સાવ નાની નહેર જેવી બની જાય, વળી થોડી વિશાળ જગ્યા આવે તો નદી જેવી લાગે. એક બાજુ ઊંચા ઊંચા પહાડ, બીજી બાજુ ઊંડી ખીણમાં ગંગા વહે. કાશ્મીરના કારગિલ જેવો અનુભવ થયો. કારગિલમાં બરફ હોય છે, અહીં બરફ નથી એટલો તફાવત. પહાડ તરફની દિશામાં જ ચાલવાનું, સતત સાવધ રહેવાનું. વારંવાર જુદી જુદી જાતનાં બોર્ડો લખેલાં જોવા મળે. ઉદાહરણાર્થ
For Private & Personal Use Only
‘નગર ટી, તુર્ઘટના ઘટી'.
‘નજર જરાક ખસી તો અકસ્માત થયો જ સમજો. ‘Speeding Driver, your family awaits you'
www.jainelibrary.org