SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૧૧ કાલી માતા પાસે ઘણી હિંસા ચાલતી હતી. એક દિવસ એક બાવાજી (સાધુ) આવ્યા. તેમણે જોયું અને તેમને બહુ દુ:ખ થયું કે આ તમે શું કરી રહ્યા છો. માતા જીવોને અભયદાન આપે કે જીવોનો ભોગ લે ? આ શબ્દોની એવી અસર પડી કે ત્યારથી હિંસા બંધ થઈ ગઈ છે. સાથે શ્રી ભરતભાઈ નાથાલાલ શંખલપુરવાળા વિહારમાં છે. M.Com. થયેલા છે. બેન્કીંગની A..B. લંડનની પરીક્ષા પાસ કરેલી છે. બધાથી નિવૃત્ત થઈને આરાધના-સાધના કરી રહ્યા છે. વિહારમાં ચાલે છે, સાથે જ આયંબિલની ઓળી પણ કરે છે. બહુ ચોક્કસ માણસ છે. પહેલાં આગળ જઈને ક્યાં ઊતરવા જેવું છે. વગેરે વગેરે ચોકસાઈ કરી લાવે છે. પછી અમે આગળ પગ ઉપાડીએ છીએ. હરિદ્વારથી અર્ધાથી ઉપરાંત આવી ગયા છીએ. અહીંથી બદરીનાથ હવે લગભગ ૧૫૫ કીલોમીટર છે. ચીનની સરહદ પણ અહીંથી બસો-અઢીસો કીલોમીટરના અંતરે છે. અમે જ્યાં રહ્યા છીએ તે ગુરુરામરાય પબ્લીક સ્કુલ છે. એકડિયાથી માંડીને બારમી સુધી અહીં ભણાવવામાં આવે છે. ત્રણસો છોકરાઓ છે. ૧૬ શિક્ષક છે. આ મહંત દહેરાદૂનમાં રહે છે. જે કોઈ સાધુ-બાવા આવે તે બધા અહીં છૂટથી ઊતરે છે. અનુભવથી અમને આ સાધુ-સંન્યાસીઓના ત્રણ જાતના વર્ગ લાગ્યા. Jain Education International For Private & Personal Use Only ૪૩ www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy