________________
હિમાલયની પદ યાત્રા-૧૧
પર્વતોની હારમાળા છે. કાશ્મીરથી આસામ સુધી ચાર-પાંચ હજાર કિલોમીટર સુધી આ પર્વતોની હારમાળા છે. ઉત્તરમાં પણ હજારો કિલોમીટર આ પર્વતો પથરાયેલા છે. અમુક ભાગમાં જ વસ્તી છે. બાકી આ પર્વતો બધાને માટે સદા અગમ્ય રહ્યા છે. ઊંચાણના ભાગોમાં બરફ છવાયેલો રહે છે. એટલે હિમાલય કહેવાય છે.
પહાડોની વચમાં ખીણ અને નદી છે. ગાઢ વનસ્પતિ ચારે બાજુ છે. પૃથિવી દેવતા, સાપ વેવતા, વનસ્પતિર્લૅવતા જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ આ જ છે.
મહર્ષિ નારદજીની તપશ્ચર્યાની ભૂમિ જોયા પછી મને વિચાર આવ્યો કે જ્યાં કોઈ ભાગ્યે જ જઈ શકે અને જેમને ભાગ્યે જ લોકસંપર્ક છે એવી વ્યક્તિ પછી તે મહર્ષિ નારદજી હોય કે મહર્ષિ વ્યાસ હોય કે બીજા કોઈ મહર્ષિ હોય આખા વિશ્વને એક મહાન અજરામર સંસ્કૃતિ આપી શકે છે. આ વિશ્વની એક અજબગજબની વાત છે.
એક ભગવાન મહાવીર કે જેમણે એકાંતમાં જ વર્ષો સુધી સાધના કરી છે તે સમગ્ર વિશ્વને એક મહાનમાં મહાન સંસ્કૃતિ આપી શકે છે કે જે સંસ્કૃતિને કરોડો લોકોએ વર્ષોથી સ્વીકારી છે અને કરોડો લોકો ભવિષ્યમાં પણ જેનો સ્વીકાર કરવાના છે. આ એક વિશ્વની અજબ-ગજબની ઘટના છે. શું એમની સાધના છે ! શું એમની સાધનામાં તાકાત છે !
કલિયાસોડમાં પૂજા-પાઠ કરનારા પંડિતે અમને કહ્યું કે
૪૨. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org