________________
હિમાલયની પદ યાત્રા-૨૪
બીજી બાજુ એક નેપાળી બાઈ રહે છે. તેમનું ભગવતી માતા નામ છે. આ માતાજી બાવન વર્ષથી ત્યાં જ રહે છે. જ્યારે અહીં જંગલ જ હતું, આવવા માટેની સડક જ નહોતી, મકાનો તો કોઈ હતાં જ નહિ, બકરી ઉપર પોઠ નાખીને જરૂરી સામાન લાવવામાં આવતો હતો, ત્યારથી આ માતાજી બારે માસ અહીં રહે છે.
ચારે બાજુ બરફ જ બરફ હોય ત્યારે પણ આ માતાજી અહીં પ્રભુસ્મરણ ધ્યાન આદિ કરતાં હતાં. હમણાં બે-ચાર વર્ષથી જ મંદિર બંધ થાય ત્યારે પાંચ-છ મહિના માટે નીચે ઊતરીને પાંડુકેશ્વર ચાલ્યા જાય છે.
એકાંતમાં બરફ વચ્ચે આ માતાજી એકલાં કેવી રીતે રહેતાં વગેરે હકીકતો જાણવા જેવી છે. એ વાત તથા બીજી વાતો હવે પછીના પત્રમાં.
૯૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only