SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૨૪ એટલે શંકરાચાર્યે નારદકુંડમાંથી કાઢીને આ મૂર્તિને પ્રતિષ્ઠિત કરી છે. અને ચાર ધામમાં સૌથી શ્રેષ્ઠ ધામ આ કહેવાય છે. અહીં સાક્ષાત્ વિષ્ણુ ભગવાન વસે છે, એટલે આ મુક્તિનું ધામ છે એવી બદરીનાથના ભક્તોની પરમ શ્રદ્ધા છે. અલકનંદામાં સ્નાન અને વિષ્ણુભગવાન - ભગવાન બદરીનાથનાં દર્શન અહીંની યાત્રાનાં મુખ્ય અંગો છે. હજારો લાખો ભક્તો અહીં આવે છે, નમસ્કાર કરે છે, ભેટ ચડાવે છે. આ મંદિરનો વહીવટ પહેલાં ટિહરીના રાજા કરતા હતા. પછી હવે સરકારે નીમેલી બદરી-કેદાર મંદિર સમિતિ આનો વહીવટ કરે છે. મુખ્ય મંદિરની નીચે તપ્તકુંડ છે, જ્યાં ગરમ પાણી આવ્યા જ કરે છે. લોકો તેમાં સ્નાન કરે છે. તેનાથી થોડે નીચે ઊતર્યા પછી અત્યંત ગરમ પાણીનો પ્રવાહ આવે છે. તેની બાજુમાં નારકંડ છે, તેની બાજુમાં વરાહ શિલા, નારદ શિલા વગેરે અલકનંદાના કિનારા ઉપર જ છે. ભૂતકાળમાં આ સ્થળે યોગી પુરુષો ધ્યાન કરતા હતા. મંદિરની નજીકમાં જ નીચે રાવળને (મુખ્ય પૂજારીને) રહેવાનું સ્થાન છે. ८८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy