________________
પત્ર - ૮
મલેથા
વૈશાખ વદિ ૧૪ વંદના,
સ્વામી સત્યાનંદજી તથા હોસ્પીટલના ડોક્ટર શ્રીરામ રતુડી અમને ખૂબ પ્રેમથી વળાવવા આવ્યા. શ્રીરામ રતુડીએ અમને ઘણી ઘણી સહાય કરી હતી. ઘણાને સ્વસ્થ કરી દીધા હતા.
લછમૌલિથી વિહાર કરી પાંચ કિલોમીટર દૂર મલેથા આવ્યા.
સડકથી નીચે નજીકમાં જ ત્રણ સ્કુલ છે. એમાં મુકામ કર્યો. રસ્તામાં અલકનંદાના કિનારે કિનારે જ વિહાર ચાલે છે. છતાં બહુ મોટી ખીણ નથી. ઋષિકેશથી નીકળ્યા પછી પહેલી જ વાર નદીકિનારે મોટાં મોટાં મેદાનો જોયાં કે જ્યાં ખેતી સારી રીતે થાય છે, અને અનેક ઘરોનો વસવાટ પણ છે. નાનાં નાનાં ગામો છે. ભલે પહાડ હોવાને કારણે ઊંચા-નીચા ઢોળાવ છે. છતાં પર્વતના જુદા ઢોળાવમાં પણ લોકો સારી રીતે ખેતી કરે છે.
ત્રણે સ્કુલો અલકનંદાના કિનારે ઊંચા-નીચા ખડકો ઉપર છે. સરકારે શિક્ષણ આપવા માટે પાંચ પાંચ કીલોમીટરના અંતરે સ્કુલો ખોલી છે. કે જેથી આજુબાજુના નાના-નાના ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ ભણવા આવે. પહાડના શિખર ઉપર પણ સ્કુલ ખોલી
૩૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org