________________
હિમાલયની પદ યાત્રા-૮
છે. જેથી ત્યાં રહેતા વિદ્યાર્થીઓ પણ ભણવા આવી શકે. ધીમે ધીમે શિક્ષણનો પ્રસાર પહાડમાં અને પહાડી લોકોમાં પણ વધી રહ્યો છે.
પહાડના ગામડાઓમાં જવા માટે સરકાર લાખોના ખર્ચે રસ્તાઓ પણ બનાવી રહી છે. અમે અત્યારે ટિહરી ગઢવાલના પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા છીએ.
સ્કુલના આંગણામાં ઝાડ નીચે નાના-મોટા પથરા ઉપર આસન નાખીને અમારા વિવિધ સ્વાધ્યાયો-વાચના-સંશોધન આદિ ચાલી રહ્યા છે.
સાંજે મલેથાથી વિહાર કરી પાંચ કીલોમીટર ઉપર એક સ્થાને પહોંચવા નીકળ્યા. મલેથાથી ત્રણ કીલોમીટર દૂર કીર્તિનગર છે. ડાબી બાજુ પહાડ છે. અને જમણી બાજુ અલકનંદા વહે છે. થોડું ચાલ્યા પછી જોયું તો અલકનંદાના સામા કિનારે લાઈનબંધ અદ્યતન ઢબના બંગલા જ બંગલા છે. આખા રસ્તે બંગલાઓ જ બાંધેલા છે. કીર્તિનગર સુધીનો રસ્તો લાઈનબંધ બંગલાઓથી ભરેલો છે.
ચારેક કીલોમીટર ચાલ્યા પછી પુલ આવ્યો. પુલ ઓળંગીને પૌડી ગઢવાલ જિલ્લામાં અમે દાખલ થયા. ઉફડલા ગામે આવ્યા. ત્યાં મેદાનમાં તંબુ નાખેલા હતા તેમાં મુકામ કર્યો. પહાડ હોવા છતાં ચારે બાજુ ઉપર - નીચે વસ્તી તથા મકાનો જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
૩૩
www.jainelibrary.org