________________
પત્ર - ૫
વૈશાખ વદિ ૧૦ વંદના,
આજે સવારે દેવપ્રયાગના કન્યાવિદ્યાલયમાંથી ચાલ્યા. એક બાજુ પહાડની ઊંચી ભેખડ, બીજી બાજુ ખીણમાં વહેતી અલકનંદા. વચમાં સડક. લગભગ ૧૧ કીલોમીટર ચાલ્યા પછી મૂલ્યાગાંવ આવ્યું. આખા રસ્તે તંબુ નાખવા જેવી એક પણ જગ્યા ન મળે. મૂલ્યાગાંવમાં ટેકરા ઉપર સ્કુલ છે. ટેકરો ઊંચો છે. અમને કહેવામાં આવ્યું કે આગળ ૧ કિલોમીટર ચાલો, ત્યાં તમને સારી જગ્યા મળશે. હોટલ છે.
અમે અહીં આવ્યા. હોટલના છાપરાની બાજુમાં એક તંબુ નાખવા જેટલી માંડ જગ્યા છે. અમે છાપરા નીચે મુકામ કર્યો. સાધ્વીજી તંબુમાં બેઠાં. ચારે બાજુ પથરા અને કાંકરામાં અમારો મુકામ છે. નજરોનજર જોનારને જ ખ્યાલ આવે. તંબુમાં સખત ગરમી લાગવાથી ખીણના કિનારે એક ઝાડની છાયામાં જઈને સાધ્વીજી બેઠાં. આ હોટલના છાપરાની નજીકમાં જે ગામ છે તેનું પંડાલા નામ છે.
અહીંથી પાંચેક કિલોમીટર ચાલીને ગયા પછી બાગવાન ગામ આવે છે. તેનાથી એકાદ કિલોમીટર પૂર્વે જ શાશ્વતધામ તરફથી ચાલતી સ્કુલ આવે છે. નીચે થોડું ઊતરીને સાંજે અમે સ્કુલમાં પહોંચ્યા.
૨ ૨. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org