________________
હિમાલયની પદ યાત્રા-૪
ત્યાંથી નીચે ઊતરીને પ્રયાગ પાસે ગયા. જ્યાં ભાગીરથી અને અલકનંદા નદીનો સંગમ થાય છે. અલકનંદા શાંત રીતે વહેતી વહેતી આવે છે. ભાગીરથી ઘોડાપૂરની જેમ દોડતી સમુદ્રની જેમ મોજાં ઉછાળતી અને ઘુઘવાટા કરતી આવે છે. ભલભલો તારુ પણ ડુબી જાય એવી તોફાન કરતી ભાગીરથી આવતી હતી.
જિંદગીમાં યાદ રહી જાય એવું આ સંગમનું દશ્ય હતું. સંગમ પાસે જ બે ગુફા છે. દિવસે હિમાલયમાં સૂર્યના તાપથી બરફ ઓગળે એટલે નદીમાં પૂર આવે. તેથી દિવસે ગુફા પાણીમાં ડૂબી જાય. રાત્રે પૂર ન આવે એટલે પાણી ઓસરી જાય.
અમે સાંજે ગયા હતા. એટલે પાણી તાજું જ ઓસરી ગયું હતું. ગુફાઓ ખુલ્લી થઈ ગઈ હતી. ગુફા પાસે બંને નદીઓના સંગમ પાસે થોડીવાર ઊભા રહીને પાછા ચડવા લાગ્યા. ચડતાં ચડતાં ફેંફે થઈ ગયા. માંડ-માંડ ચડીને પાછા અમારા સ્થાનમાં કન્યાવિદ્યાલયમાં આવી ગયા.
બદરીનાથથી આવતી અલકનંદા અને ગંગોત્રીમાંથી આવતી ભાગીરથીનો સંગમ દેવપ્રયાગમાં જોયો. દેવપ્રયાગથી ગંગોત્રી તરફ એક રસ્તો સીધો જાય છે. એટલે બદરીનાથ જતા વાહનવ્યવહારમાં થોડોક ઘટાડો થયો.
૨૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only