________________
હિમાલયની પદ યાત્રા-૩
માટે જ પરસ્પરોપગ્રદ નીવાનામ્ . આ વાત તત્ત્વાર્થસૂત્રમાં ભગવાન ઉમાસ્વાતિજીએ ખાસ જણાવી છે.
નીચે ગંગાજી પાસે ખીણમાં સકની ગામ છે. આ સ્થાન ખીણથી અત્યંત ઊંચે ધાર ઉપર હોવાથી સકનીધાર નામથી ઓળખાય છે. દુકાનદારે જે સ્થાન અમને ઊતરવા માટે આપ્યું હતું એ રોડવેના ઓફિસરની જ જગ્યા હતી. રોડવેનો (રસ્તાની સડકનો) કારભાર સંભાળતા ઓફીસર પાછળથી મળ્યા. ખૂબ ખૂબ સભાવથી પોતાની આખી ઓફીસ ખાલી કરીને અમને અનુકૂળતા કરી આપવાની એમણે તૈયારી દર્શાવી. પરંતુ થોડો રસ્તો કપાઈ જાય તો સારું, એટલે સાંજે ત્યાંથી વિહાર કરી બકેલીખાલ આવ્યા.
ત્યાં એક સ્કુલ ચાલે છે. આજુબાજુ ડુંગર ઉપર, ડુંગરની મધ્યમાં, તથા ડુંગરની ખીણમાં નાનાં-નાનાં ગામો છે. ત્યાંના દોઢસો જેટલા છોકરાઓ આ સ્કુલમાં ભણવા આવે છે. સ્કુલના પ્રિન્સીપાલે પહેલાં તો ઊતરવા માટે જગ્યા આપવાની ના જ પાડી. સાધુસંતોને જગ્યા આપીએ છીએ, પછી એ લોકો અશુચિ કરીને અમારા કંપાઉન્ડને બગાડી નાખે છે.
અમે ગુજરાતમાંથી જેસલમેર ગયા અને જેસલમેરથી પોખરણ-રામદેવપીર-ફલોદી-ઓસિયા-નાગોર-બિકાનેર-દિલ્હીહસ્તિનાપુર થઈ હરિદ્વાર આવ્યા ત્યાં રસ્તામાં મોટા ભાગે સ્કુલમાં જ ઊતરવાનું થાય. ત્યાં સ્કુલવાળાઓની આ જ ફરિયાદ હોય છે. તેથી ઊતરવાની જગ્યા મેળવતાં બહુ મુશીબત પડે છે. સાધુ
૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org