________________
હિમાલયની પદ યાત્રા-૩
સાધ્વીઓએ આ બાબત ખૂબ જ ઉપયોગ રાખવાની જરૂર છે. લોકોને અશુચિ તરફ ખૂબ નફરત હોય છે. એકની ભૂલને કારણે બધાને ભોગવવું પડે છે. માટે સાધુ-સાધ્વીઓએ જ્યાં ઊતર્યા હોય ત્યાં કંપાઉન્ડમાં ક્યાંયે અશુચિ કરવામાં ન આવે તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. અમે ખૂબ ખૂબ ખાતરી આપી પછી બછેલીખાલની સ્કુલના પ્રિન્સીપાલે અમને ઊતરવાની મંજૂરી આપી. વિશાળ પરસાળમાં રહ્યાં.
પ્રિન્સીપાલે ઘણી વાતો કરી. સામે ગંગાજી જે સ્થાનની પ્રદક્ષિણા કરીને વહે છે ત્યાં મહાભારતકાર મહર્ષિ વ્યાસ રહેતા હતા. વ્યાસચટ્ટીના નામથી આ સ્થાન પ્રસિદ્ધ છે. હિમાલયના આ પ્રદેશમાં સિદ્ધ પુરુષોનો વાસ છે. સૂક્ષ્મ શરીરે રહે છે. યોગ્ય આત્માઓને એમનાં દર્શન થાય છે. શ્રીનગર સુધી હિમાલયનો પહેલો તબક્કો છે. તે પછી છેલ્લા તબક્કાના મધ્યભાગમાં બદરીનાથ છે.
અમને કહેવામાં આવ્યું કે અહીં વાઘ આવે છે, પણ તમારે સાધુ-સંતોએ ડરવાની જરૂર નથી, તમે ભગવાનના માણસો છો. રાત્રે વીજળીના જોરદાર કડાકા સાથે વરસાદ પડ્યો. પણ અમે પરસાળમાં સહીસલામત હતા.
આજુબાજુ તદન ઉભડક મોટા ઊંચા પહાડો ઉપર માણસ જઈ શકે એવો રસ્તો જ ન દેખાતો હોય ત્યાં ટોચ ઉપર તથા મધ્યમાં રાત્રે દીવાઓના પ્રકાશ જોઈ ઘણી નવાઈ થઈ. પછી જાણવા મળ્યું કે ત્યાં પણ ઘરો છે, માણસો છે, નાનાં નાનાં પાંચ-દશ પચીસ ઘરોનાં ગામો પણ છે, ખેતી પણ ત્યાં થાય છે, ત્યાં દેવીનો મેળો
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org