________________
હિમાલયની પદ યાત્રા-૧૦
છે. ત્યાં તંબુમાં મુકામ કર્યો. ત્યાં રાત રહ્યા. બહુ અનુકૂળતા રહી.
આ આખા રસ્તે સડક ઉપર ગામો ભાગ્યે જ આવે છે. વચમાં વચમાં ગામો આવે છે, પણ સડકથી થોડાં દૂર હોય છે. વળી ખૂબ ખૂબ નીચાણમાં હોય છે. વળી એમાં સ્કુલ પણ કોઈક નીચી જગ્યાએ કે ઊંચા ટેકરા ઉપર હોય, એટલે આપણને ત્યાં જવું ફાવે જ નહિ. એટલે સડક ઉપર જ કોઈક ખૂણે-ખાંચરે જ્યાં જગ્યા મળી ત્યાં હોટલો હોય છે. કોઈક સારી હોય તો કોઈકમાં માત્ર છાપરાં જ હોય. આ હોટલોમાં ઊતરવું આપણને ફાવે જ નહિ. યાત્રાના રસ્તા ઉપરની હોટલો રાત-દિવસ ચાલ્યા જ કરતી હોય. પાસે એકાદ બે-રૂમ હોય તો પણ ભાડું ખૂબ જ ખૂબ માગે. એટલે આવાં સ્થળોએ જગ્યા શોધી કાઢી તંબુ નાખવામાં આવે એ વધારે અનુકૂળ રહે છે. ખુલ્લી જગ્યા વાળાને થોડા પૈસા આપો તોયે રાજી થઈ જાય.
-
-
૩૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only