________________
હિમાલયની પદ યાત્રા-૭
આ દશવૈકાલિકની ગાથા અમને યાદ આવી.
પાંચેક કલાક સાધના કરીને ઉપર આવીને એક વખત એ આહાર લઈ લે છે. પછી તે ફલાહાર હોય કે અન્નાહાર હોય.
શિલા ઉપરની ગુફા જેવી ઓરડીમાં એકવીસ એકવીસ દિવસ સુધી બેસીને ઉપવાસ કરીને પણ સાધના કરે છે.
આ સંન્યાસી થોડા સમય પૂર્વે મુજફરનગર ગયા ત્યારે નવરાત્રિમાં નવ દિવસ સુધી ઉપવાસ કરીને, હરવાનું નહિ, ફરવાનું નહિ, સૂવાનું નહિ, એક જ આસને બેસીને તેમણે સાધના કરી હતી,
આ વાત સાંભળીને અમને આપણા પૂર્વના મહાપુરુષો પાદપોપગમન અનશન કરતા હતા એ વાતનું સ્મરણ થઈ આવ્યું.
બપોર પછી સંન્યાસી સત્યાનંદજીને મળવા અમે ગયા હતા. તેમની સાથે ઘણી વાતો થઈ. અત્યંત નમ્ર છે.
હું કંઈ જ જાણતો નથી. સહજભાવે બધું થાય છે, દેહભાન જ ભૂલાઈ જાય છે' વગેરે વાતો કરી.
પોતે સંચાલક તથા જબરજસ્ત સાધક હોવા છતાં આખા રસ્તામાં અને ચોકમાં મોટું ઝાડુ લઈને બધું જાતે જ સાફ કરે છે. ઝાડુ કાઢવાનું કામ અત્યંત તુચ્છ છે એવો ભાવ જ એમના મનમાં નથી. કામ એટલે કામ. ગમે તે કામ કરાય.
२८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org