________________
હિમાલયની પદ યાત્રા-૨૫
આ પ્રદેશમાં ઘંટાકર્ણના મંદિરો અનેક સ્થળ છે. અહીં એમ કહેવાય છે કે ઘંટાકર્ણ પિશાચ છે. અઘોરી છે. રાક્ષસ છે. શિવજીના પરમ ભક્ત હતા. કાનમાં મહાદેવજી સિવાય બીજા કોઈનું નામ ન પડી જાય એટલા માટે એ બંને કાનમાં ઘંટ લટકાવી રાખતા હતા. શિવજીએ કહ્યું કે તારો ઉદ્ધાર વિષ્ણુ ભગવાનથી જ થવાનો છે. એટલે વિષ્ણુ ભગવાન પાસે મડદાની ભેટ લઈને ગયા. કારણ કે ઘંટાકર્ણ પશુબલિ લેનાર પિશાચ છે-રાક્ષસ છે. વિષ્ણુ ભગવાને એમને સમજાવ્યા અને કહ્યું કે આ બદરીકાશ્રમના પ્રદેશમાં તમારે ક્ષેત્રપાળ થઈને રહેવાનું. મારી પાસે જ તમારું સ્થાન રહેશે. એટલે આજે પણ બદરીનાથના મંદિરના પરિસરમાં જ ઘંટાકર્ણની દેરી છે. પહેલાં ઘંટાકર્ણની પૂજા કરીને જ પછી પાંચ-છ મહિના બંધ રહેલાં બદરીનાથનાં કમાડ (દરવાજા) ઉઘાડવામાં આવે છે.
માના-પાંડુકેશ્વર વગેરે સ્થાનોમાં ઘંટાકર્ણનાં મંદિર છે. ત્યાં પશુ બલિદાન આજે પણ દેવાય છે. માત્ર બદરીનાથનાં મંદિરમાં જે ઘંટાકર્ણની દેરી છે ત્યાં પશુબલિદાન દેવાતું નથી. કેટલાંક કુટુંબો પોતાને ઘંટાકર્ણના ઉપાસક કહેવરાવે છે. તેમની ઘણી જમીન પણ આ પ્રદેશમાં છે. પોતાની જમીન બીજાને વેચે પણ છે. આવાં લગભગ બત્રીસ જેટલાં ઠાકોરોનાં કુટુંબો છે. એક કુટુંબનો વારો એક વર્ષ સુધી ચાલે છે. જે વર્ષે જે કુટુંબનો વારો હોય તે આ ઘંટાકર્ણના મંદિરમાં આવતી બધી આવક લે છે.
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org