________________
ક્ષા વિહારની થથાને માણીએ
વિશિષ્ટજ્ઞાની પુરુષોએ સંયમજીવનની નિર્મળતાના એક કારણરૂપે વાયુના જેવો અપ્રતિબદ્ધવિહારને ગણાવ્યો છે અને અનુભવે પણ એ સમજાયું છે કે વિહાર અને તે પણ સુંદર સુરેન વિહાર કરવાથી સંયમ જીવનમાં દૂષણોદોષોને પ્રવેશવાનું મુશ્કેલ બને છે તેવું વર્તમાનકાળમાં પણ જોવા મળે છે છતાં એ કબૂલ કરવું જ પડે તેમ છે મોટાભાગના સાધુ સાધ્વીજીમહારાજનું વિહારક્ષેત્ર સીમિત રહ્યું છે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ-રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી રહ્યુ આગળના પ્રદેશોમાંનું વિચરણ ઘણું અલ્પ જોવા મળે છે એ સંજોગોમાં આજકાલ પૂજ્ય મુનિગણશણગાર દર્શનશાસ્ત્રના પ્રબુદ્ધ વિદ્વાન શ્રી જંબૂવિજયજી મહારાજનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે તેમને પરિભ્રમણ સૌભાગ્ય સારુ સાંપડ્યું છે તેમ નિઃશંક કહી શકાય તેમ છે.
પિતા મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની હયાતીમાં જ કેટકેટલાંક પ્રદેશોમાં વિચરણ કર્યું છે. પિતા-પુત્ર બે પણ સાવ અજાણ્યા પ્રદેશમાં તેઓ અકુતોભય વિર્યા છે. અરે! એવા સ્થાનમાં જ્ઞાન ઉપાસના અર્થે ચાતુર્માસ પણ રહ્યા છે. પછી માતાજીની સેવાનો પિરીયડ આવ્યો એટલે શંખેશ્વરજી અને સિદ્ધાચલજી એ બે દાદાના નિશ્રામાં તેમના પરિસરમાં જ રહ્યા. વળી સાનુકૂળ સંયોગ આવતા નિમિત્ત સામે આવ્યું તો ગુજરાતથી ભરઉનાળે જેસલમેરનો વિહાર લંબાવ્યો. અને તે પણ અત્યારે જે પ્રચલિત છે તે સાધન સગવડનો સહારો લીધા વિના જ બધો વિહાર કર્યો. જેસલમેર પહોંચીને જ્ઞાનભંડારનો ઉદ્ધાર કર્યો. વળી ત્યાંથી દિલ્હી વગેરે પ્રદેશોમાં વિચરીને હરિદ્વાર ગંગા નદીના કિનારે ચાતુર્માસ રહ્યા. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાની શીતળસુખદ છાયામાં બેઠાં બેઠાં બદરી જવાના મનોરથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org