________________
પત્ર
૮૨
Jain Education International
.
વંદના.
જોશીમઠથી સવારે પાંડુકેશ્વર જવા નીકળ્યા. ૨૩ કીલોમીટરનો સડકથી રસ્તો હતો.
૨૨
C/o. પ્રાથમિક વિદ્યાલય, પાંડુકેશ્વર જેઠવિંદ ૧/૨
પહાડનો એક ટૂંકો રસ્તો લેવાય તો ચાર-પાંચ કીલોમીટર ઘટી જાય એમ ઘણાના કહેવાથી રસ્તો ટૂંકો થાય એ લોભથી અમે પણ ચાલ્યા. પરંતુ ચાલ્યા પછી રસ્તાના અણીદાર આડેધડ ગોઠવેલા ઊંચા-નીચા પથરા જ પથરા રસ્તામાં હતા. દાંડાની સહાયથી એકબીજાનો ટેકો લઈને, કોઈક કોઈક જગ્યાએ બેસી જઈને ઊતરવા માંડયું. છેવટે રસ્તો પણ તદન દોઢ બે ફૂટ જેટલો સાંકડો. જો જરાક ચૂક્યા, સમતુલા ગઈ, ઠેસ વાગીને પડયા તો હાડકાં જ ભાગી જાય. માથું જ ફૂટી જાય. એક સ્થળે તો એકદોઢ ફૂટ જેટલો રસ્તો. માટીનો રસ્તો. માટી ચીકણી. વરસાદ પડી ચૂકેલો. ખૂબ જ સાવધાનીથી પુંડરીકરત્નનો ટેકો લઈને રસ્તો ઓળંગ્યો. જરાક પગ લપસે તો જાન જ જાય કે હાડકાં જ ભાગે. મોટી ખીણ હતી. માંડ માંડ ઊતર્યા. સાથે રહેલા બીજા સાધુસાધ્વી આદિની સતત ચિંતા. છેવટે જ્યારે નીચે બધા ઊતર્યા ત્યારે નિરાંતનો શ્વાસ મેં લીધો.
આપણી ગુજરાતી ભાષામાં કહું તો ખોડ ભૂલી ગયા કે
For Private & Personal Use Only
www.jainelibrary.org