SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર - ૩ સકની ધાર વૈશાખ વદિ ૭ વંદના ગંગાકિનારે મંદિર પાસેના મકાનની અગાસીમાં રાત રહી, સવારમાં પ્રયાણ કર્યું. રાત્રે ખળખળ વહેતાં ગંગા માતાનાં દર્શન અને વહેણના શ્રવણ સતત થયા જ કરતાં હતાં. અમને કહેવામાં આવ્યું હતું જ કે આજનો ૧૨ કિલોમીટરનો વિહાર સતત ચડાણવાળો ગિરનારની યાત્રા જેવો છે, એટલે માનસિક રીતે સજ્જ થઈને રહ્યા હતા. ખરેખર ઊંચે ને ઊંચે અમે ચડતા જ ગયા. નીચે ખીણ ઊંડી ને ઊંડી થતી જ ગઈ. હજારો ફુટ ઊંડી ખીણમાં વહેતી ગંગા નદી ક્યારેક તો એક પાણીના વહેળા કે વોકળા જેવી જ લાગતી હતી. સાત-આઠ કિલોમીટર પહોંચતાં પહોંચતાં તો બધા હાંફી ગયા. કલાકે માંડ બે-ત્રણ કીલોમીટર ચલાય. એક બાજુ પહાડો, બીજી બાજુ ખણ. વચમાં નાની સડક. તેના ઉપર સતત દોડ્યા કરતી યાત્રિકોની મોટરો. એક સ્થળે થોડીક જગ્યા મળી, ત્યાં થોડીવાર વિશ્રામ કરીને નવકારશી કરીને પાછા ચાલ્યા. ઉપર સૂર્યનારાયણ આવી ગયા. એમણે તીખાં કિરણોની વૃષ્ટિ કરવા માંડી. લગભગ ૧૧ વાગે અહીં આવ્યા. એક દુકાનદારની જગ્યા છે, પાછળ કુલ છે. ત્યાં સાધ્વીજી પહોંચી ગયાં. અમે દુકાનદારની જગ્યામાં રોકાયા છીએ. આખા રસ્તે કુદરતના નવાં નવાં દશ્યો જોતાં જોતાં ચાલીએ છીએ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy