________________
હિમાલયની પદ યાત્રા-૧
જ નામના એટલા બધા અતિ અતિ ભૂખ્યા હોય છે કે આપણને અતિ આશ્ચર્ય થાય કે કેટલું કેટલું વિચિત્ર વાણીવિલાસનું નાટક ઉપરથી નીચે સુધી Top to Bottom આપણે ત્યાં ચાલ્યા કરે છે.
જગતમાં તો આ સર્વત્ર ચાલે જ છે. પણ ધર્મના ધામોમાં - ત્યાગીઓના ધામોમાં પણ આ જ ચાલે છે એ જોઈએ ત્યારે આશ્ચર્ય થાય છે.
રામઝૂલાથી બે કીલોમીટર લક્ષ્મણઝૂલા નામે ઝૂલતો પૂલ છે. જ્યાં જુઓ ત્યાં બધે આશ્રમો જ આશ્રમો છે. આશ્રમોમાં સંન્યાસીઓ પણ ઘણા ઘણા હોય છે. યાત્રિકો પણ હજારોલાખોની સંખ્યામાં આવ્યા જ કરતા હોય છે.
ધર્મભાવનાથી લોકો તીર્થોમાં આવતા હોય છે, પણ સાચા સાધકો તો એમાં ઘણા ઓછા હોય છે. યાત્રાધામો પર્યટનનાં ધામો જેવાં થઈ ગયાં છે. આપણે ત્યાં કે બીજે, બધે આવું થતું જાય છે, થઈ રહ્યું છે. સંન્યાસીઓમાં પણ ખરેખર સાચા સાધકો તો ઓછા હોય છે. વેષધારીઓની જમાત મોટી હોય છે. પૈસાનો વ્યવહાર સર્વત્ર વધી ગયો છે.
આજે સવારમાં, વેદપાઠી બટુકોના વેદપાઠના મંત્રોચ્ચારપૂર્વક ચિદાનંદજી (મુનિજી) સરસ્વતીએ અમને ખૂબ ખૂબ સંભાવપૂર્વક વિદાય આપી. ત્યાંથી ચાલીને આજે અહીં શિવપુરીમાં આવ્યા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org