SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૧૫ આવવાનું. સામાન્ય નાના પથરાઓ તો પહાડમાંથી પડ્યા જ કરતા હોય. માથા કે પગ ઉપર પડે તો શરીરના અંગને ભાંગી નાખે, એટલે રસ્તા ઉપર બોર્ડ લગાવેલું હોય છે સાવધાન, પત્થર શરને જ મય.' કેટલાક અહીંના અનુભવી કહે છે કે પહાડ પાસેથી ન ચાલવું, કારણ કે પત્થર કે શિલા પડવાનો ભય રહે છે. બીજી બાજુ ઊંડી ખીણ હોવાથી મોટર હાંકનારા પણ પહાડ પાસે ચલાવતા હોય છે. ખીણથી એ પણ ગભરાતા હોય છે. એટલે પહાડ-ભેખડ પાસે ચાલનારા માણસોને મોટર અને પહાડ વચ્ચે ભીંસમાં આવી જવાનો ઘણો ભય રહે છે. તેમાં જ્યારે જતી-આવતી બે મોટરો ભેગી થાય ત્યારે ખૂબ જ જોખમ રહે છે. અમારે તો આવા ઘણા ઘણા પ્રસંગોમાંથી અહીં પસાર થવાનું આવે છે. ખીણ બાજુ ચાલવામાં પણ, અમુક જોખમ તો રહે છે જ. ઊંડી ખીણ જોઈને જેને ચક્કર કે તમ્મર આવે તેને ખીણમાં પડી જવાનો મોટો ભય રહે છે. સ્યાદ્વાદ છે. ખીણ બાજુ ચાલવું કે પહાડની ભેખડ બાજુ ચાલવું એ માણસે પોતે પસંદ કરી લેવાનું રહે છે. જતી-આવતી બે મોટર ભેગી થાય અથવા એક મોટર બીજી મોટરને ઓવરટેક કરીને ઓળંગવા જાય ત્યારે પગે ચાલનારે બહુ જ સાવધાન રહેવાનું હોય છે. Jain Education International For Private & Personal Use Only ૫૫ www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy