________________
હિમાલયની પદ યાત્રા-૧૪
ગમે તેટલી હોય તો પણ ઊતરવા માટે જગ્યાની ઋષિકેશથી બદરીનાથ સુધીના આખા રસ્તા ઉપર ખૂબ મુશ્કેલી પડે છે.
હોટલ-ધર્મશાળા-સ્કુલ આદિ જે હોય તે ક્યાં તો પહાડમાં ઊંચે ઊંચે હોય અથવા તો પહાડમાં નીચે નીચે હોય. ઊતરવાચડવાના રસ્તા ઘણા અગવડ વાળા હોય. તંબુ નાખવા માટે મેદાન ભાગ્યે જ મળે. હોટલવાળા ખૂબ પૈસા પડાવે, ઉપરાંત આપણા સાધુજીવન માટે સ્પંડિલ-માનું આદિની સગવડ હોટલમાં ન હોય. આશ્રમો બહુ થોડી જગ્યાએ છે. એ પણ અવસર જોઈને ખૂબ પૈસા પડાવે. - કર્ણપ્રયાગમાં રસ્તા ઉપર એક સામાન્ય સ્થાનમાં તપાસ કરી તો દિવસે રહેવાના પાંચસો રૂપિયા, અને રાત્રે રહેવું હોય તો તે ઉપરાંત બીજા હજાર રૂપિયા એક દિવસનો ચાર્જ. જતાઆવતાં યાત્રિકો મુસાફરો અહીં રાત્રે પ્રવાસની હિંમત ઓછી કરતા હોય છે. ભયંકર ખીણ અને આંટીઘૂંટીવાળા પહાડો ઉપર મોટર ચલાવવી અંધારામાં એ બહુ જોખમી હોય છે. એટલે આવા યાત્રિકો પાસેથી એમને સારી આવક મળે છે.
ધર્મશાળાઓમાં પરસાળમાં જતા-આવતા બાવાઓ સાથે રહેવાનું. આ બાવાઓ ચલમો ફૂંકતા હોય, એમની રીતે વાતો કરતા હોય. એમની રીતે ખાતા-પીતા હોય. એમની સાથે રહેવાનું આપણને ફાવે જ નહિ. વળી આપણી અંડિલ-માનું આદિની આહાર-પાણી કરવા આદિની મર્યાદા હોય. એટલે ધર્મશાળાઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org