________________
હિમાલયની પદ યાત્રા-૨૬
બદરીનાથ મોક્ષધામ કહેવાય છે. એક યુગમાં જગતથી વિરકત બનીને હિમાલયના એકાંત સ્થાનમાં આવીને એમની રીતે ધ્યાન-તપ-જપની કઠોર સાધના કરનારા યોગીપુરૂષો ત્યાં ખાસ વિચરતા હશે-રહેતા હશે એટલે મોક્ષધામ તરીકે તેની પ્રસિદ્ધિ વૈદિક પુરાણો તથા લોકોમાં હશે. પણ અત્યારે તો બદરીમાં પણ છૂટથી દારૂ પીવાય છે. સામાન્ય લોકો તો માંસાહારી છે, પણ અમને કહેવામાં આવ્યું કે પંડાઓમાં પણ આ દૂષણ પ્રવેશ્યું છે. દારૂની સુગ રહી નથી. યેન કેન રૂપેણ યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવવાનું જ એમનું મુખ્ય લક્ષ્ય હોય છે. જાતજાતના સંકલ્પો કરાવીને વિધિવિધાનો કરાવનારા અને મોક્ષમાં પહોંચાડવાની વાતો કરનારા પંડાઓ-પૂજારીઓ-શંકરાચાર્યો તમને અહીં છૂટથી જોવા મળશે.
બ્રહ્મ સત્યં નામિથ્યા ની મોટી મોટી વાતો કરનારાઓ જ જગતના પ્રપંચમાં ગળા સુધી ડૂબેલા હોય છે. હશે કોઈક વિરલા સત્પુરૂષો કે સાધકો કે જે આ પ્રપંચથી દૂર રહીને ખરેખર પરમાત્માની ઉપાસનામાં લીન હોય.
ધર્મનું મુખ્ય સ્વરૂપ અને મુખ્ય ફળ - જીવનશુદ્ધિ, પવિત્ર જીવન, નીતિમત્તા, આધ્યાત્મિકતા, પ્રભુપરાયણતા, અહિંસા કરૂણા આદિ છે. પરંતુ આ બધાં પવિત્ર મૂલ્યો ભૂલાઈ ગયાં છે. યાત્રાળુઓ પણ આ મૂલ્યો પ્રાપ્ત કરવાને બદલે ‘આ તીર્થમાં જઈ આવ્યા, ઘણું પુણ્ય કમાઈ આવ્યા, ગંગા નાહ્યા, બધાં પાપો ધોવાઈ
Jain Education International
For Private & Personal Use Only
૧૧૫
www.jainelibrary.org