________________
હિમાલયની પદ યાત્રા-૨૬
શબ્દોમાં જ- બોલવામાં જ અહિંસાની વાતો બૌદ્ધ ધર્મમાં છે. વસ્તુસ્થિતિ સાવ જુદી છે.
પોતાની સંપત્તિમાંથી, સ્કુલ-કોલેજ-દવાખાના-દાનશાળા વગેરે ચલાવીને લોકકલ્યાણની પ્રવૃત્તિ કરનારા પણ કેટલાક આમાં છે. અને સમાજમાં એમનું માન-સન્માન પણ છે. પણ એકંદર ઉપર જણાવેલું ચિત્ર છે. વાતે વાતે મોટા મોટા યજ્ઞો થાય છે. તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય એવા પણ યજ્ઞો હોય છે. આવા યજ્ઞોનું ફળ શું એમ પૂછવામાં આવે તો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. વાતાવરણ શુદ્ધ થાય છે, અને એનાથી જ આ દેશ બચ્યો છે-બચવાનો છે એવા ઉટપટાંગ જવાબો મળે છે.
જેમ આપણે ત્યાં છેલ્લા ત્રીસ-ચાલીસ વર્ષથી વિવિધ પૂજાઓના બદલે વિવિધ પૂજનોનું જ મહત્ત્વ વધી ગયું છે તેમ આ લોકોમાં વિવિધ યજ્ઞો તથા હોમ-હવનનું મહત્ત્વ ખૂબ જ ખૂબ વધી ગયું છે. એ નામે લાખો-કરોડો રૂપિયા ખર્ચાય છે. યજ્ઞોમાં હોમ-હવનના ધૂમાડા વગેરેથી ખરેખર કેટલું ફળ મળે છે તે તો ભગવાન જાણે. વૈજ્ઞાનિક રીતે એના ફળની મોટી મોટી વાતો તેના આયોજકો કરતા હોય છે, આ યજ્ઞો જોવા માટે હજારોલાખો માણસો ભેગા પણ થતા હોય છે. છતાં આના ફળની બાબતમાં વાસ્તવિકતા કેટલી છે તે માટે તો ભગવાનને જ પૂછવું પડે. ધાર્મિક પરંપરા સામાજિક પરંપરા રૂપે જાત-જાતનાં વિધિઅનુષ્ઠાનો આ ઉત્તરાખંડમાં ચાલે છે.
૧૧૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org