________________
હિમાલયની પદ યાત્રા-૨૬
મોટો વર્ગ પણ આમાં છે. તદન ભિક્ષુક જેવું જીવન ગુજારનારો, આમ-તેમ ઘુમનારો-રખડનારો મોટો વર્ગ પણ આમાં છે. કંચન આવે ત્યાં બીજાં પણ અનેક દૂષણો સહજભાવે આવે જ. કંચનની (પૈસાની), જમીન-જાગીરીની, મઠોની અને એ માટે સંપત્તિ ભેગી કરવાની – વૈભવ બનાવવાની અહીં ધર્મના નામે હોડ લાગી છે. આ બધાની અહીં બોલબાલા છે. ન મળે તપ કે ન મળે ત્યાગ.
આ તથાકથિત હિંદુ સન્યાસીઓની નાની-મોટી અનેક અનેક સ્થાવર-જંગમ મિલકતો પણ હોય છે, એ પોતે મોટર ચલાવે છે, સ્કુટરો ચલાવે છે, સાઈકલ ઉપર ફરે છે, રસોડાઓનો, આશ્રમોનો, મઠોનો વહીવટ પણ ચલાવે છે. વિમાનોમાં ફરે છે, હોટલોમાં પણ ઉતરે છે. આ બાબતોમાં, તેમને કે તેમના અનુયાયીઓને જરાપણ સંકોચ હોતો નથી.
બૌદ્ધ સાધુઓ પણ આ બધી પ્રવૃત્તિ કરતા હોય છે. ઉપરાંત બૌદ્ધ સાધુઓ માંસાહાર તથા મત્સાહાર પણ કરતા હોય છે. અમને કુશીનગરમાં બૌદ્ધ સાધુ મળ્યા હતા, બૌદ્ધ સાધુઓને ભંતે કહે છે. તેમની સાથે ઘણી ઘણી વાતો થઈ હતી. ભારતમાંથી જે બૌદ્ધ સાધુઓ થાય છે, તેમને હજુ માંસાહારનો થોડો સંકોચ હોય છે. પણ શ્રીલંકા-બર્મા-ચીન-જાપાન આદિના બૌદ્ધ સાધુઓ તો માંસાહારી મત્સાહારી હોય છે. એ સાધુઓ માંસ આદિ તદન છૂટથી વિના સંકોચે વાપરે છે. આ દષ્ટિએ સરખામણી કરીએ તો આપણને તદન વિચિત્ર જ લાગે કે શું આ ધર્મ છે ? માત્ર
૧૧૩ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only