SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૧૩ નજરે પડે છે. જ્યાં જુઓ ત્યાં પૃથ્વી ટેવતા, માપો રેવતા, વનં રેવતા છે. You are on Himalaya આવાં અનેક જાતનાં બોર્ડ રસ્તા ઉપર જોવા મળે છે. ગોચર પહોંચતા પહેલાં ગોચરની નજીકમાં મોટો ભારત-તિબેટ પુલીસ થાણાનો વિશાળ કેમ્પ છે. અમે ગોચરમાં સડકની નજીકમાં જ વિદ્યાલયમાં ઊતર્યા છીએ. અહીંના અધ્યક્ષે સારી વ્યવસ્થા કરી આપી છે. સ્કુલનું નામ શિશુ સરસ્વતી મંદિર છે. હવે અમે ખરેખર હિમાલયમાં જ ફરી રહ્યા છીએ. રોજે-રોજ નવાં નવાં કુદરતી દશ્યો જોવા મળે છે. વિચાર આવે છે કે માણસો ક્યાં ક્યાં રહે છે, ક્યાં ક્યાં કેવી રીતે જીવે છે, અને જીવનનિર્વાહ માટે આજીવિકા ચલાવવા માટે કેવો કેવો ઘોર-ઘોર કષ્ટમય પરિશ્રમ કરે છે, આવા સંજોગોમાં મનુષ્યજીવન મળ્યા પછી પણ આર્યદેશ-ઉત્તમ શ્રાવક કુલ-દેવગુરુ-ધર્મની પ્રાપ્તિ કેટલી કેટલી દુર્લભ છે. ખરેખર આપણે તો સંસારમાં હિમાલયના શિખર ઉપર એવરેસ્ટ ઉપર પહોંચી ગયા છીએ. સાધન-સામગ્રીના શિખર ઉપર પહોંચ્યા છીએ. સાધના કરી લઈએ અને જીવન સાર્થક કરી લઈએ. જિનેશ્વર પરમાત્માના શાસનમાં, એ જ મોટું આપણું કર્તવ્ય છે. ४८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy