________________
હિમાલયની પદ યાત્રા-૨૪
નારદકુંડમાં આ મૂર્તિ ફેંકી દીધેલી હતી.
શંકરાચાર્યે તેમાંથી કાઢીને મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી.
અને આ મૂર્તિપૂજાનો અધિકાર તેમણે જ ઉત્તર-દક્ષિણ ભારતની એકતા સ્થાપિત કરવા દક્ષિણના કેરલના વતની તેમના સંબંધી નાંબુદ્રીપાદ બ્રાહ્મણોને આપેલો છે.
એટલે આ પૂજાનો અધિકાર કેરલના નાંબુદ્રીપાદ બ્રાહ્મણોનો જ છે. આ પૂજારી બ્રહ્મચારી જ હોવા જોઈએ. પૂજારીની નિમણુંક આ પ્રદેશના ટિહરીના રાજા તથા પંડાઓ વગેરે મળીને કરે છે. આ પૂજારી રાવલ કહેવાય છે. એમને પણ મળીને ઘણા સમય સુધી વાતો અમે કરી હતી.
મહાપૂજા થઈ ગયા પછી ભક્તોને મંદિરમાં રહેલા પ્રતિમાજીઓનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. (લાઉડ સ્પીકરથી). - ભગવાન વિષ્ણુ પદ્માસનમાં વિરાજમાન છે. તેમનાં ભિન્ન ભિન્ન અંગોમાં શું શું છે તે જણાવાય છે.
મધ્યમાં કૌસ્તુભ છે તેનું વર્ણન કરવામાં આવે છે. બે કાન પાસે-ખભા પાસે વાળની લટ છે એ તેમની જટાના વિખરાયેલા વાળ છે એમ વર્ણવવામાં આવે છે.
પ્રતિમાજીને ખરેખર બે જ ભુજા છે. ભગવાન વિષ્ણુની આવી મૂર્તિ જગતમાં આ એક જ છે.
८६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org