________________
મંગળવાર
પત્ર
-
૨૪
બદરીનાથ જેઠ વિદ ૩ તા.૨૦-૬-૨૦૦૦,
વંદના.
આ અમારો છેલ્લો, પણ અત્યંત કસોટીનો વિહાર હતો. ઠેકાણે-ઠેકાણે રસ્તો ધોવાઈ ગયેલો હોય જ. પણ આજનું ચડાણ સૌથી વધારે હતું. ચડે જ જવાનું - ચડે જ જવાનું. ૧૧ કીલોમીટર સુધી આ રીતે ચડ્યા જ કરવાનું. સડક તે તે પહાડોને આંટા મારતી ગોળ ફરતી ફરતી ચડે જ જાય. ધીમે ધીમે ચડવા માંડ્યું. તૂટેલી સડક ઉપર જોરદાર પાણીના પ્રવાહો આવ્યા જ કરે. સાવધાનીથી પગ મૂકીને ચાલવાનું.
Jain Education International
છેવટે ચિરપ્રતીક્ષિત બદરીનાથ ઉપર લગભગ સાડા નવ વાગે પહોંચી ગયા. નાકા ઉપર દેવદર્શની ગેટ છે. પહેલાં જ આપણી શ્રી આદિનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટની ધર્મશાળા આવે
છે.
હમેશાં દેવદર્શન માટે જરૂરી ધાતુનાં પ્રતિમાજી આવી ગયાં હતાં. તેમની પાછળ પાછળ ચાલીને અમે ધર્મશાળામાં પ્રવેશ કર્યો.
થાકી ગયેલા હતા. હવામાન પણ તદ્દન જુદું. જેઠ મહિનાના ઉનાળામાં પણ, પોષ મહિના જેવી ઠંડી. તે દિવસે
For Private & Personal Use Only
www.jainelibrary.org