SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૨૫ પ્રસિદ્ધ કવિ કાલિદાસ આ પ્રદેશમાં જન્મ્યા હતા. જોશીમઠ પાસે કાલીમઠ છે એની નજીકમાં કવિઠા (કવિનું સ્થાન) નામે ગામ છે ત્યાં એ જન્મ્યા હતા. કુમારસંભવ તથા મેઘદૂતમાં જે પ્રદેશનુંનદીઓનું-અલકાપુરી વગેરેનું વર્ણન આવે છે તે આ પ્રદેશનું વર્ણન છે. શાકુંતલ નાટકમાં જે કણ્વ ઋષિના આશ્રમની વાત આવે છે તે પણ આ પ્રદેશમાં છે. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ આ ચારે ધામો મોટા મોટા પહાડો ઉપર ચડીને ઉતરીને જવામાં આવે તો તદ્દન નજીક નજીક છે. અત્યારે તો સડક માર્ગે એક-બીજા સ્થાને જવા માટે સેંકડો કીલોમીટરનું અંતર કાપવું પડે છે. એમ કહે છે કે વર્ષો પહેલાં એક જ પૂજારી સવારે કેદારનાથની પૂજા કરીને સાંજે બદરીનાથની પૂજા કરતો હતો. વચમાં ખાવા-પીવાનું પણ નહિ. બંને પર્વતો ઉપર એક જ પૂજારી પૂજાનું કામ કરતો હતો. આજે તો કેદારનાથથી બદરીનાથ આવતાં સેંકડો કીલોમીટર સડકના રસ્તે થાય છે. આ પ્રદેશમાં નવેંબરના મધ્યભાગથી બરફ છવાઈ જતો હોવાથી માના-બદરી વગેરેના બધા જ બે અઢી હજાર માણસો નીચે ઉતરી જાય છે. બદરીનાથ મંદિરના કમાડ વિધિપૂર્વક બંધ કરી દેવામાં આવે છે. બરફના ઢગલાઓમાં આ આખો પ્રદેશ પાંચ-છ મહિના સુધી ઢંકાઈ જાય છે. ધર્મશાળાઓ-આશ્રમો-ઘરોહોટલો-મંદિરો-રસ્તાઓ બધું જ બરફમાં ઢંકાઈ જાય છે. રક્ષણ ૧૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy