________________
હિમાલયની પદ યાત્રા-૪
પહાડમાં ઉપર-નીચે સર્વત્ર ઘરો છે. બધે ઈલેક્ટ્રીસીટી પહોંચી ગઈ છે. એટલે ન્યુયોર્કના મકાન કરતાંયે મોટું આ મકાન હોય એવો ભાસ થતો હતો. આખી રાત આ દશ્ય દેખાતું હતું. ખૂબ થાકી ગયા હતા, એટલે આજે અહીં જ રોકાઈ ગયા છીએ. ન્યુયોર્ક કરતાંયે અદ્ભુત દશ્ય અમે અહીં જોઈ લીધું.
સવારમાં અહીંનો ચોકીદાર આવ્યો અને કહેવા લાગ્યો કે તમારો સામાન તરત ઉપાડો. હમણાં સ્કુલ શરૂ થશે. એટલે ઉપાડીને પાસે જ અડીને રહેલા ભુવનેશ્વરી માતાના મંદિરના ખાંચામાં બેઠા.
કન્યાવિદ્યાલયના પ્રિન્સીપાલ અમિતાબહેન નોટિયાર આવ્યાં. એમને સમજાવ્યું કે અમે જૈન સાધુ છીએ. જિંદગીભર પગપાળા પ્રવાસ કરીએ છીએ. બધું સમજ્યા પછી અમને અનેક સ્થાનો ખૂબ સદ્ભાવથી ખોલી આપ્યાં.
અહીં ગંગોત્રીથી ભાગીરથી નદીનો પ્રવાહ આવે છે, બદરીનાથથી અલકનંદાનો પ્રવાહ આવે છે. બંનેનો અહીં સંગમ થાય છે. તે પછી આ નદીને ગંગા કહેવામાં આવે છે.
અનેક નદીઓના સંગમસ્થાનને પ્રયાગ કહેવામાં આવે છે. આ મોટું તીર્થસ્થાન છે. અનેક ધર્મશાળાઓ તથા પ્રાચીન મંદિર છે. આશ્રમો બહુ નીચાણમાં છે. સડકથી ઘણું નીચે ઊતરવું પડે છે. અમે ઉપર વિદ્યાલયમાં રોકાયા છીએ.
૧૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only