Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ઉપને ઉગમણી Eવવા
શ્રી ઉગવાઈસ )
ગુરુપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા ઃ તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
2013
સાવધા
nu
on 36)
કળા છે ibhadr નબળા વિનાન
not g
q
Mega
વિનત્વનો બનીના રામ
સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
ાવણા બા સુક્ષ્મા લાવા વ્ય આધ્યા
ચબ
मिलापना, नार्यागथा नेनुंगा ૩મા પુનમનું સ્વ ભાલનારનારન ડી લમાંનાવતા મસસમારના पनस्ट नमनासमजत्नया તખતરવીણસાગરમાં ડુબૂતાન આબમરિન ઉરુન ભાવનાનો થઈયાના જી ઞાનાનાૉકા કેăઆત્મામાં જવની
દમ્બ।પુરાવમŪયવ્યું કે બુમ્બુચમહિને
આમેરીનેઆગળપાછળ ગુજારો નસ્પતિૉજળનો વાઝાના બુલબુલન સમાન કેંઅખાના નવજાઈ
નાના નાલોના શિલા પાસાનમ ના
ષ ૧૯૪૫-૧૪ અવિચલ નું અબડકો ને
ધ
આ પૈસો પછી- ટ લ ડેવાનું તેના વિh 1ાટ લલના
બદલવભાપર્વન૯ બાળલીલા રંધોળે દુકાનમાં
સોના તબ પડ્યુ? ઉનાવા નાનાોતનાર "શાલીસા ડયાર રહેનના જીતના સાથે ફંડ તે ગણવા સોભાવ
今
નાતિ કલ્યા 3જી વિક
એ
PLE નાના લાભ નારવિષ લાક પરસેવાને ૐના સાધામ વિ ગરબા માતાનું વનરાજનગરમ
પ્રીતના નખોખરની
નવલી સાથે આ મારા બા
પટનના
3ઠા ના કાકા ભરીન
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક - પ્રાણ - તિ ગુરુભ્યો નમઃ
શ્રી ગર પ્રાણ આગમ બત્રીસી
સૌરાષ્ટ્ર કેસરી ગુરુદવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ની ચીર સ્મૃતિ તથા તપસમ્રાટ ગુરુદવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ દશાબ્દીવર્ષ ઉપલક્ષ ઉવવાઈ
વિર થિત ઉપાંગ સંજ્ઞક
શ્રી
ગોંડલ ગચ્છ જયવંત હો
(મૂળપાઠ, ભાષાર્થ, વિવેચન, ર્પોરેશષ્ટ)
• પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
: અનુવાદિકા : પૂ. શ્રી કલ્પનાબાઈ મ.
: સંપ્રેરક :
વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. - પ્રકાશન પ્રેરક :
.
ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. શુભાશિષ : મંગલમૂર્તિ પૂજ્યવરા પૂ. શ્રી મુકતાબાઈ મ.
- પરામર્શ પ્રયોજિકા : ઉત્સાહધરા
શ્રી ઉષાબાઈ મ.
: પ્રકાશક :
શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
સૂત્ર
• પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મ.
- સહ સંપાદિકા :
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ.
તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
PARASDHAM
પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
Eી સૌરાષ્ટ્ર કેસરી
બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ સમગ્ર માઠીવ જાતના કલ્યાણની
જેમણે હિત ચિંતા કરી છે, આગમન ચિંતન, સ્વાધ્યાય અને પરિશીલન - કાશ અશાળા અંઘકારણે ઉલેથી
દિવ્ય પ્રકાશ પાથર્યો છે,
જેઓની પરોક્ષ કૃપાળા બળે સંયમ સાઘના પાવન પથ પર આવી,
કર્મ નિર્જશળા છિમિત્ત મેળવી, આભાની ઉત્તમ દશા પામવા
પૂરૂષાર્થ કરી રહી છું. તે સન્માર્ગની દિશા બતાવનાર ગુરૂ ભગવંતલા ,
સ્મૃતિરૂu કમ્ફગલોમાં સમર્પણ. -
- પૂ. મુક્ત - લીલી - ઉષા ગુણીના સુશિષ્યા
સાદળી કલ્પના
Page #8
--------------------------------------------------------------------------
________________
તપ સમ્રાટ તપસ્વી ગુરુદવ પૂ
શીર્વ
રતિલાલજી મ. સા. ના
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે, તેનો મને આનંદ છે,
તમે સહુ સાધ્વીવૃંદ આગમનો અભ્યાસ કરી, તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો, જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાધ્વીવૃંદ ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં
ગૂંજતી કરે તેવા શુભાશિષ.
4
મુનિ રતિલાલ તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ
સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
અનુવાદિકા
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા
આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા.
અકુતૂહલતી
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા
શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો
પવિત્રતા વિશાળતા દયાળુતા
સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
સૌષ્ઠવતા
લાવણ્યતા સમયસતી
પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા
| પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા
ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
વરિષ્ઠતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
5
badgા
JJ AAચ્ OFF OF OPROGE immediatvarangemarissa, aginaamba
S
પૂ. શ્રી ઠુમર દેવ જરા-માણેક-પ્રાણ-તિ-જમ-ગુરુભ્યો નમક બ્રુહી વેલ માત દેવ-ઉજમ ફૂલ મોતી-આમ અમૃત મુણીયો તમ ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણ રતિ પરિવાર મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર ષિકા શ્રમણીવૃંદ
૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૨. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૩. પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૭૪. પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૭૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા.
૦૧. પૂ. ગુલાબબાઈ મ. ૦૨. પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૦૩. પૂ. લલિતાબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૦૫. પૂ. વિમળાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૦૭. પૂ. પુષ્પાબાઈ મ. ૮. પૂ. વિજયાબાઈ મ. ૦૯. પૂ. તરૂલતાબાઈ મ. ૧૦. પૂ. જસવંતીબાઈ મ. ૧૧. પૂ. વસુબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૧૩. પૂ. લતાબાઈ મ. ૧૪. પૂ. ભદ્રાબાઈ મ. ૧૫. પૂ. સુમિત્રાબાઈ મ. ૧૬. પૂ. સાધનાબાઈ મ. ૧૭. પૂ. અરુણાબાઈ મ. ૧૮. પૂ. સરલાબાઈ મ. ૧૯, પૃ. વનિતાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. ૨૧. પૂ. ધીરમતીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. ૩૦. પૂ. વિનોદીનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૩૨. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૩૪. પૂ. મીરાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૩૬. પૂ. જોતિબાઈ મ.
૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમુનિ મ. સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૯. પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ. ૪૫. પૂ. ઉર્વશીબાઈ મ. ૪૬, પૃ. સ્મિતાબાઈ મ. ૪૭, પૂ. ઉર્મિલાબાઈ મ. ૪૮. પૂ. ડોલબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. ૫. પૂ. સંગીતાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ. ૫૨. પૂ. સુનંદાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ. ૫૪. પૂ. અર્ચિતાબાઈ મ. ૫૫. પૂ. અજિતાબાઈ મ. ૫૬. પૂ. અમિતાબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ. ૬૫. પૂ. બિંદુબાઈ મ. ૬૬. પૂ. વિરલબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ.
ACDCIRCOLATOR
૭૩. પૂ. નલિનીબાઈ મ. ૭૪. પૂ. રક્ષિતાબાઈ મ. ૭પ. પૂ. રોશનીબાઈ મ. ૭૬. પૂ. અંજીતાબાઈ મ. ૭૭. પૂ. સંજીતાબાઈ મ. ૭૮. પૂ. સંઘમિત્રાબાઈ મ. ૭૯. પૂ. આરતીબાઈ મ. ૮૦. પૂ. રૂપાબાઈ મ. ૮૧. પૂ. મિતલબાઈ મ. ૮૨. પૂ. શ્રેયાબાઈ મ. ૮૩. પૂ. શ્રીદત્તાબાઈ મ. ૮૪. પૂ. શ્રુતિબાઈ મ. ૮૫. પૂ. ભાવનાબાઈ મ. ૮૬. પૂ. ભવિતાબાઈ મ. ૮૭. પૂ. જીજ્ઞેષાબાઈ મ. ૮૮. પૂ. શ્રેયાંસીબાઈ મ. ૮૯. પૂ. પરિજ્ઞાબાઈ મ. ૯૦. પૂ. શ્વેતાંસીબાઈ મ. ૯૧. પૂ. સુબોધિકાબાઈ મ. ૯૨. પૂ. શીલાબાઈ મ. ૯૩. પૂ. હેમાંશીબાઈ મ. ૯૪. પુ. નાતાબાઈ મ. ૯૫. પૂ. પન્નાબાઈ મ. ૯૬. પૂ. પૂર્વીબાઈ મ. ૯૭. પૂ. જાગૃતિબાઈ મ. ૯૮. પૂ. પ્રબોધિડાબાઈ મ. ૯૯. પૂ. પ્રિયલબાઈ મ. ૧૦. પૂ. સ્વરૂપાબાઈ મ. ૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૧૦૨. પૂ. હૃદયાબાઈ મ. ૧૦૩. પૂ. વૈદેહીબાઈ મ. ૧૦૪. પૂ. ભવ્યાંશીબાઈ મ. ૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૧૦૬. પૂ. સંબોઠીબાઈ મ. ૧૦૭, પૂ. ભવ્યાનીબાઈ મ.
4000
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્વત સેવાનો સત્કાર
મૃતાધાર (મુખ્યદાતા) માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી
શ્રીમતી હીનાબેન રાજેશભાઈ ભીમાણી ગૃહસ્થ ધર્મના મુખ્ય ચાર પાયા છે – દાન, શીલ, તપ અને ભાવ. તેમાં દાન એ ગૃહસ્થ ધર્મની આધારશીલા છે. દાનથી સ્વાર્થવૃત્તિ વિલીન થાય છે અને પરમાર્થવૃત્તિ પ્રગટ થાય છે. દાન ધર્મની આરાધના દ્વારા સુજ્ઞ શ્રાવકો અધ્યાત્મ જગતના એક - એક સોપાન પાર કરતા જાય છે.
માતુશ્રી મધુકાંતાબેન અને પિતાશ્રી નંદલાલ નાગરદાસભાઈના સુસંસ્કાર રાજેશભાઈદાન વગેરે ગૃહસ્થ ધર્મથી સંપન્ન બન્યા...પૂ.ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા. તથા પૂ. વીરમતીબાઈ મ. ના કલકત્તાના ચાતુર્માસમાં પૂ. ગુરુદેવ દ્વારા જીવનના નૂતન તથ્ય - રહસ્યોને પામી જીવનમાં નવો જ વળાંક આવ્યો. સુપુત્ર સિદ્ધાર્થ - પુત્રવધુ સૌ. દર્શિતા અને સુપુત્રી રિદ્ધિ પણ ગુરુદેવના સતત સાંનિધ્ય અને સત્સંગે ધર્મક્ષેત્રે સક્રિય બની, અહ યુવા ગ્રુપના માધ્યમે સેવારત બન્યા છે.
- પૂ. ગુરુદેવે આગમ મહોત્સવ, આગમ શિબિર દ્વારા આગમ જ્ઞાનનું મહત્ત્વ, આગમ જ્ઞાનની ઉપયોગિતા આગમ જ્ઞાન દ્વારા પરમાત્મ પદની પ્રાપ્તિનું જ્ઞાન આપી સહુના હૃદયમાં આગમ પ્રત્યેનો અહોભાવ, પૂજ્યભાવ જાગૃત કર્યો છે. શ્રી રાજેશભાઈ અને હીનાબેનના હૈયામાં પણ આગમ પ્રત્યે ભક્તિભાવ છલકવા લાગ્યો.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના ૩૮ મા જન્મદિને આગમ સેવાની તકને વધાવી લેતા શ્રી રાજેશભાઈ આગમગ્રંથોના પ્રકાશન કાર્ય માટે શ્રુતાધાર બની શ્રુત આરાધક બન્યા છે. ભવોભવ જિનશાસન, જિનાગમ અને જિનભક્તિ પ્રાપ્ત થાય તેવા ભદ્રકર્મને પ્રાપ્ત કર્યું છે. તમારી શ્રુતભક્તિ તમને શ્રુતકેવળી બનાવે તેવા ભાવ સાથે અનેકશઃ ધન્યવાદ.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
| પૃષ્ઠ
11
A
-
વિષય
પૃષ્ઠ| વિષય પૂ.શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવનદર્શન
બાહ્યુતપ: કાયકલેશ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન
બાહ્યતા : પ્રતિસલીનતા પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન
આત્યંતર તપના ભેદ પૂર્વ પ્રકાશનના બે બોલ
આત્યંતર તપ : પ્રાયશ્ચિત પુનઃ પ્રકાશનના બે બોલ
આત્યંતર તપ : વિનય અભિગમ
આવ્યંતર તપ : વૈયાવચ્ચ સંપાદકીય
આત્યંતર તપ: સ્વાધ્યાય સંપાદન અનુભવો
આભ્યતર તપ : ધ્યાન અનુવાદિકાની કલમે
આત્યંતર તપ: વ્યુત્સર્ગ ૩ર અસ્વાધ્યાય
અણગારોની સ્વાધ્યાય સાધના શાસ્ત્ર પ્રારંભ
સંસાર અને સંયમનું સ્વરૂપ પ્રથમ વિભાગ-સમવસરણ
અસુરકુમારદેવો દ્વારા પ્રભુની પથુપાસના શ્રી ઔપપાતિકસૂત્રનો પરિચય
વ્યંતર દેવો દ્વારા પ્રભુની પર્યાપાસના ચંપાનગરી
| જ્યોતિષી દેવો દ્વારા પ્રભુની પર્યાપાસના પૂર્ણભદ્ર ચૈત્ય
વૈમાનિક દેવો દ્વારા પ્રભુની પર્યાપાસના વનખંડ
પ્રજાજનો દ્વારા ભગવાનને વંદન વનખંડના વૃક્ષો
સંદેશવાહક દ્વારા કોણિક રાજાને નિવેદન અશોક વૃક્ષ
| પ્રભુદર્શન માટે કોણિક રાજાની તૈયારી પૃથ્વી શિલા પટ્ટક
કોણિક રાજાની દર્શનયાત્રા કોણિક રાજા
કોણિક રાજા દ્વારા પ્રભુની પર્યાપાસના ધારણી રાણી
રાણીઓ દ્વારા પ્રભુની પર્યાપાસના ભગવાનના સમાચાર માટે કોણિક રાજાની વ્યવસ્થા ભગવાનની ધર્મદેશના ભ. મહાવીરનો દેહવૈભવ અને ગુણવૈભવ
ધર્મસભાનું વિસર્જન ભગવાન મહાવીરના પદાર્પણના વધામણા
વિભાગ-ર ઉપપાત કોણિક રાજા દ્વારા ભગવાનને ભાવવંદન
ગણધર ગૌતમની જિજ્ઞાસા ભગવાન મહાવીરનું ચંપામાં આગમન
કર્મબંધ ભગવાન મહાવીરનો શિષ્ય પરિવાર
નરકગતિમાં ઉત્પત્તિ ભગવાન મહાવીરના સ્થવિરો
વાણવ્યંતર દેવોમાં ઉત્પત્તિ ભગવાન મહાવીરના અણગારો
વાનપ્રસ્થ તાપસોની દેવોમાં ઉત્પત્તિ તપના ભેદ
કાંદર્ષિક શ્રમણોની દેવોમાં ઉત્પત્તિ બાહ્ય તપ
પારિવ્રાજકોની જીવનચર્યા અને દેવોમાં ઉત્પત્તિ બાહ્યતપ : અનશન
અંબડ પરિવ્રાજકોના શિષ્યો બાહ્યતા : ઊણોદરી
અંબડ પરિવ્રાજક બાહ્યતા : ભિક્ષાચર્યા
| અંબડ પરિવ્રાજકની દેવ ગતિ | બાહ્યતપ : રસપરિત્યાગ
૪૯ દઢ પ્રતિજ્ઞ(અંબડ પરિવ્રાજકનો ત્રીજો ભવ)
૧૪
૧00
૧૧૨
છે
જ
જ
૧૧૯
૧૨૦
૧૨૧
૧૨૬ ૧૩૦
|૧૩૫
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ઠ | વિષય ગુઢ પ્રત્યેનીક શ્રમણોની ઉત્પત્તિ
૧૪૧| યોગનિરોધ અને સિદ્ધાવસ્થા આજીવિક ગોશાલક મતાવલંબી શ્રમણોની ઉત્પત્તિ ૧૪૨|સિદ્ધોનું સ્વરૂપ મંત્ર પ્રાયોગિક શ્રમણોની ઉત્પત્તિ
૧૪૩|સિદ્ધ થનારા જીવોની યોગ્યતા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્પત્તિ
૧૪૪|સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર નિદ્વવોની દેવોમાં ઉત્પત્તિ
૧૪૫|સિદ્ધોની ગતિ શ્રાવકોની ઉત્પત્તિ
૧૪૫|સિદ્ધોનું સંસ્થાન અને અવગાહના શ્રમણોની ઉત્પત્તિ
૧૪૮|સિદ્ધોની સ્પર્શના | સર્વકામાદિથી વિરત મનુષ્યોની ઉત્પત્તિ
સિદ્ધાવસ્થા–લક્ષણ ગુણ કેવળી સમુદ્યાત વિષયક પ્રશ્નો કેવળી સમુઘાત
૧૫૫
૧૫૧/૨,
૧૫૩સિદ્ધોનું સુખ
કોષ્ટક સૂચિ
વિભાગ | સૂત્રક | પૃષ્ટ
કોષ્ટક રત્નાવલી તપની ચાર પરિપાટી કનકાવલી તપની ચાર પરિપાટી લઘુસિંહ નિષ્ક્રીડિત તપની ચાર પરિપાટી મહાસિંહ નિષ્ક્રીડિત તપની ચાર પરિપાટી બાહ્યતપના ભેદ–પ્રભેદ આત્યંતર તપના ભેદ–પ્રભેદ ભવનપતિ અને વ્યંતર દેવોના ચિહ્નો વૈમાનિક દેવોના ઇન્દ્રો, વિમાનો અને ચિહ્નો વિવિધ જીવોની ઉત્પત્તિ તથા આરાધક વિરાધકપણું સિદ્ધશિલાના નામોની તુલના આકૃતિ વિવિધ આસનો ત્રણ પ્રકારની આતાપના કેવળી સમુઘાત સિદ્ધશિલા સિદ્ધશિલા, સિદ્ધક્ષેત્ર, સિદ્ધાત્માઓ
૧૫ર
૧૬૯
૫૩
૧૫૯ ૧૬૭
૧૬૮
10
Page #17
--------------------------------------------------------------------------
________________
మ్మిరి.
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. જીવન દર્શન
નામ
જન્મ
જન્મભૂમિ
પિતાશ્રી
માતુશ્રી
જન્મસંકેત
ભાતૃભગિની
વૈરાગ્યનિમિત્ત
સંચમ સ્વીકાર
સદ્ગુરુદેવ સહદીક્ષિત પરિવાર
સંયમ સાધના
તપઆરાધના ནས་
*
ગોંડલ ગચ્છ સ્થાપના તથા આચાર્ય પદ પ્રદાન જવલંત ગુણો
• શ્રી ડુંગરસિંહભાઇ.
ૐ વિ.સં. ૧૭૯૨.
માંગરોળ.
ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી.
સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ.
માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
:
•
૧
:
પોતાની સમીપે આવતો જોયો.
ચાર બેન – બે ભાઇ.
પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ.
ૐ
વિ. સં. ૧૮૧૫ કારતક વદ – ૧૦ દિવબંદર.
•
ૐ
પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.
સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી – માનકુંવરબેન અને ભાણેજ – હીરાચંદભાઇ. : અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ.
ઃ રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ આત્યંતર તપ.
• વિ. સં. ૧૮૪૫ મહાસુદ – ૫ ગોંડલ.
: વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા, સમયસૂચકતા વગેરે...
11
Page #18
--------------------------------------------------------------------------
________________
డి.
પ્રમુખ શિષ્ય
પ્રમુખ શિષ્યા
સાધુસંમેલન
વિહાર ક્ષેત્ર
પ્રતિબોધિત શ્રાવકવર્ય
સ્થિરવાસ
અનશન આરાધના
આયુષ્ય
ઉત્તરાધિકારી
ઉપનામ
પાટપરંપરા
*
૩ આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
ૐ
પૂ. શ્રી હીરબાઇ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી માનકુંવરબાઇ મ.
ૐ વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુસાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ માટે ૧૩ નિયમો બનાવ્યાં.
- કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ.
: શ્રી શોભેચંદ્ર કરસનજી શાહ – વેરાવળ.
વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ – ૧૫ થી ગોંડલમાં.
: વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ – ૧૫ સમાધિમરણ.
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય – ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ.
આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી.
:
:
:
વિદ્યમાન વિચરતોપરિવાર :
ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.
દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
12
Page #19
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.
જીવન દર્શન
શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ
વેરાવળ. પિતા
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ
વિસા ઓસવાળ. જન્મદિન
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની
ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર.
તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ
બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા
ગોંડલ ગચ્છ. સંયમદાતા
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય,
વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ
અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા.
ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧
Page #20
--------------------------------------------------------------------------
________________
మ్మిరి.
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આત્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર
ગોંડલ ગચ્છ સંમેલન
ઉપનામ
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
တာ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) અ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન–જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિધાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા, વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના.
વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુરુચરણ સેવા, દીર્ઘ દષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત.
વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત 'સૌરાષ્ટ્ર કેસરી'
ચાર સંત– તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી,
બગસરા.
વિ. સં. ૨૦૧૩ માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯–૧૨–૧૯૫૬.
સાતલડી નદીના કિનારે (બગસરા)
વર્તમાને ૧૧૮ સંત–સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
14
Page #21
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું
- જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા ગુરુદેવ
રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ.
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ તપયોગ
|
15T
Page #22
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
16
Page #23
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Page #24
--------------------------------------------------------------------------
________________
પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
- પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
Page #25
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #26
--------------------------------------------------------------------------
________________
10
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા., તથા આગમ દિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વશ્રુત આરાધક પૂ. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાં નિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્પ્યુટરાઈઝડ્ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાં ય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – ટ્રસ્ટી મંડળ
શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
(
20
શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #27
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
ઉવવાઈ નિદર્શન
શ્રી ઉવવાઈ સૂત્ર એક અલૌકિક શાસ્ત્ર છે. આગમકારે આ નાના શાસ્ત્રમાં આટલા વિરાટ વિષયનો સમાવેશ કર્યો છે, તે ખરેખર ! આશ્ચર્યજનક છે.
ઉવવાઈ સૂત્રના અધ્યયન વખતે આપણું મન જરાપણ અટકતું નથી. જાણે રસના ઘૂંટડા પીતા હોઈએ, તેવો આનંદ આવે છે. જોકે આપણા શાસ્ત્રો જે રીતે જે સમયમાં રચાયા છે, તેમાં રચનાકારનું, લેખકનું કે શાસ્ત્રકારનું નામ હોતું નથી. શાસ્ત્રકાર તરીકે ભગવાનની વાણી છે અને ગણધરોએ ગૂંથી છે, તે પારંપરિક માન્યતા છે. આ માન્યતા મૌલિક રીતે સત્ય છે પરંતુ ભગવાન ની વાણીને શબ્દોમાં ગૂંથવામાં અલગ–અલગ અભિવ્યંજનાવાળા મસ્તિષ્કયુક્ત શારદાપુત્રોનું કલાયુક્ત નિબંધ થયું છે અને અલૌકિક રીતે નિરૂપણ થયું છે.
હવે આપણે આ દષ્ટિએ ઉવવાઈ સૂત્ર ઉપર વિચાર કરીશું અને તેનું મૂલ્યાંકન કરવા યથાસંભવ પ્રયાસ કરીશું. જોકે શાસ્ત્રના મૂલ્યાંકન કરવા દુર્ગમ છે પરંતુ વર્તમાન યુગને અનુસરીને વિદ્વાનોને કંઈક ખોરાક આપી શકાય, તે દૃષ્ટિએ પ્રયાસ કરવામાં આવે છે.
આ શાસ્ત્રમાં જેટલો આધ્યાત્મિક વિષય છે અને ઉત્કૃષ્ટ ત્યાગ માર્ગ ઉપર જેટલો પ્રકાશ પાથર્યો છે તે તો અવર્ણનીય છે જ પરંતુ તેની સાથે સાહિત્યિક ભાવો અને લચ્છાદાર ભાષામાં પ્રસંગોનું વર્ણન અને નિરૂપણ થયું છે, તે કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ અજોડ છે.
અહીં આપણે શ્રીઉવવઈ સૂત્રના તત્ત્વજ્ઞાનના ભાવોનું વર્ણન સંક્ષેપમાં કરીશું પરંતુ તે પૂર્વ સાહિત્યિક ભાવોની સમીક્ષા કરીશું.
21
Page #28
--------------------------------------------------------------------------
________________
હું લાંબા લાંબા સમાસબદ્ધ કાવ્યમય વાક્યોનો જે પ્રયોગ થયો છે. તે જેનાગમ વખતની સાહિત્યિક ભાષાના વિકાસની અનુપમ સાક્ષી આપે છે. કાદંબરી જેવા એકેક બબ્બે પાનાના સમાચબદ્ધ વાક્યો જેમાં છે, તેવા ગ્રંથને પણ પાછળ મૂકી દે, તેવી કડીબદ્ધ કાવ્યમય પંક્તિની રચનાઓ ઉવવાઈ સૂત્રમાં જોવા મળે છે. પ્રશ્ન એ થાય છે કે– આ જાતની લચ્છાદાર, સુગઠિત, સમાસબદ્ધ, વર્ણનાત્મક પંક્તિઓ લખવાની પ્રથાનો કયારે ઉદય થયો હશે? વેદકાળની આર્ષ સંસ્કૃતમાં ઘણા મંત્રો રચાયેલા છે પરંતુ તે વાક્યો ટૂંકા હોય છે. વેદકાળ પછીના વ્યાકરણબદ્ધ સંસ્કૃત સાહિત્યના ઉદયકાળ લગભગ શ્લોક અને શેય પદોમાં રચના થઈ છે. બીજા નૈતિક કથાવાર્તાના ગ્રંથો પણ સરળ સંસ્કૃતમાં ઉદિત થયા છે. કાવ્યમય લચ્છાદાર ભાષા લખવાનો સમય કે તેવા પ્રકારની રચનાઓ ચોથી શતાબ્દી પછીની હોય તેવું જણાય છે. જ્યારે જૈનગમો ઘણા જ પ્રાચીન સમયમાં લખાયેલા છે. છતાં પણ ઉપાંગ સૂત્રોનો કાલ પાછળનો પણ હોય શકે. ખાસ કરીને શ્વેતાંબર શાસ્ત્રો પુરાણી પ્રાકૃત ભાષામાં રચના પામ્યા છે. દિગંબર સાહિત્ય પણ અર્વાચીન સંસ્કૃતિનું અવલંબન લઈને આગળ વધ્યું છે. શ્વેતાંબર પરંપરાનું પણ સંસ્કૃત સાહિત્ય પાછળની શતાબ્દીનું છે. જ્યારે જૈન આગમો ઘણા જ પ્રાચીન અને માગધી ભાષામાં લખાયા છે. જેમાં આ જાતના કડીબદ્ધ (સમાચબદ્ધ) વિશાળ સમાસ યુક્ત સુદીર્ઘ વાક્યો, તે વખતના જૈન શાસ્ત્રકારોની ઉત્કૃષ્ટ સાહિત્ય સાધનાનો નમૂનો છે. લાગે છે કે આ જાતની કડીબદ્ધ, સમાસબદ્ધ, કાવ્યમય સુશ્તીષ્ટ વર્ણનાત્મક ભાષાશૈલીનો આ શાસ્ત્રકારોએ ઉદય કર્યો હોય ! અને મૂળમાં ભારતવર્ષીય સાહિત્યસાધનામાં જૈન શાસ્ત્રકારો પ્રથમ હોય ! અને ત્યારબાદ આ શૈલીનો પ્રભાવ પાછળની શતાબ્દીઓની કાવ્યમય રચનાઓ ઉપર પડ્યો હોય, તો તે માનવા યોગ્ય છે. અસ્તુ...
- અહીં આપણે એક નમૂનો મૂકીને આ વાતને ઉજાગર કરીશું. તેમાં જોઈ तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे अणगारा भगवंतो इरियासमिया भासासमिया एसणासमिया आयाणभंडमत्तणिक्खेवणासमिया उच्चारपासवणखेलसिंघाणजल्लपारिठावणियासमिया मणगुत्ता वयगुत्ता कायगुत्ता गुत्ता गुतिंदिया गुत्तबंभयारी अममा अकिंचणा छिण्णग्गंधा छिण-सोया निरुवलेवा कंसपाईव मुक्कतोया, संख इव निरंगणा, जीवो विव अप्पडिहयगई, जच्चकणगंपिव जायरूवा, आदरिसफलगााविव पागड़भावा, कुम्मो इव गुतिंदिया, पुक्खरपत्तं इव निरुवलेवा, गगण मिव निरालंबणा, अणिलो इव
22 05
Page #29
--------------------------------------------------------------------------
________________
निरालया, चंदो सोमलेसा, सूरो इव दित्ततेया, सागरो इव सव्वओ विप्पमुक्का, मदरो इव अंकपया, सारयसलिलं व सुद्धहियया, खग्गिविसाणं व एगजाया, भारंडपक्खी व अप्पमत्ता, कुंजरो इव सोंडीरा, वषभो इव जायत्थामा, सीहो इव दुद्धरिसा, वसुंधरा इव सव्वफासविसहा, सुहुयहुयासणे इव तेयसा जलंता, नत्थि णं तेसिं भगवंताणं कत्थइ पडिबंधे चउव्विहे पण्णत्ते तं जहा- दव्वओ खित्तओ कालओ भावओ। दव्वओ ण सचित्ताचित्तमीसिएसु, दव्वेसु, खेत्तओगामे वा णयरे वा रणे वा खेत्ते वा घरे वा अगणे वा, कालओ- समए वा आवलियाए वा जाव अयणे वा दीहकालसंजोगे, भावओ- कोहे वा माणे वा लोहे वा भए वा हासे वा, एवं तेसि ण भवइ। भगवतो वासावासवज्ज अट्ठ गिम्ह हेमतियाणि मासाणि गामे एगराइया णयरे पंचराईया वासीचंदणसमाणकप्पा समलेट्ठकंचणा समसुहदुक्खा इहलोगपरलोग सपडिबद्धा संसारपारगामी कम्मणिग्घायणट्ठाए अब्भुट्ठिया विहरइ ।।१६।।
તે કાળ અને તે સમયને વિષે ભગવાન મહાવીરના અંતેવાસી અનેક અણગાર ભગવંતો ઇરિયા સમિતિવાળા, ભાષા સમિતિયુક્ત, એષણા સમિતિને ભજનારા, પાત્ર વગેરે ઉપકરણો લેવા મૂકવાની સમિતિથી અવગત અને તેજ રીતે લઘુશંકા આદિ પરિક્ષેપણ સમિતિના જાણકાર, મનગુપ્તિયુક્ત, કાયગુપ્તિથી ગોપિત, ગુપ્ત બ્રહ્મચારી, જેણે પોતાની ઈન્દ્રિયોને ગોપાવી છે અર્થાત કાબુમાં રાખી છે, તેવા મમતા રહિત, અકિંચનગ્રંથીઓને છેદી, આશ્રવના દ્વાર બંધ કરી, જરા પણ લેપાયમાન નહિ થનારા; કાંસાના પાત્ર જેવા, પાણીના બિંદુથી પણ લેપાયમાન ન થાય, શંખ જેવા ઉજ્જવળ, પોતાના અંગોને સંકોચનારા, જીવ જેવી અપ્રતિહત ગતિવાળા અર્થાત લક્ષ રહિત ગતિ કરનારા, ઉચ્ચકોટિના ચમકતા સોના જેવા ઉત્કૃષ્ટ સ્વરૂપવાળા, આર્દશ ફલકરૂપ પ્રગટ ભાવવાળા અર્થાત્ કપટ રહિત, કાચબાની જેમ ઈન્દ્રિયોને સંકેલીને ચાલનારા, કમલપત્ર જેવા નિરૂપલેપ, ગગન જેવા કોઈનો આશ્રય ન લેનારા, વાયુ જેવા અમર્યાદિત, ચંદ્રની જેવા સૌમ્ય લેશ્યાવાળા, સૂર્ય જેવા ઉગ્ર તેજ વાળા, સાગર જેવા ગંભીર, પક્ષીની જેમ સર્વથા વિપ્રમુક્ત, પર્વતની જેમ અકંપ, શરદઋતુના પાણીની જેમ શુદ્ધ હૃદયવાળા, એકલસીંગ જેવા એકલક્ષી, ભારંડપક્ષી જેવા અપ્રમાદી, હાથી જેવા સહનશક્તિવાળા, બળદની જેમ ભારને વહન કરવામાં સમર્થ, સિંહની જેમ દુર્ઘર્ષ (ગાંજ્યા જાય નહીં તેવા) પૃથ્વીની જેમ બધા પરિષહોને સહન કરનારા, સારી રીતે હોમ કરેલા જાજ્વલ્યમાન અગ્નિ
(
23 ,
Page #30
--------------------------------------------------------------------------
________________
જેવા; આવા આ અણગાર ભગવંતોને કોઈ જાતનો પ્રતિબંધ નથી અથત રુકાવટ નથી.
આ પ્રતિબંધ પણ ચાર પ્રકારનો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. દ્રવ્યમાં– સચેત, અચેત અને મિશ્ર દ્રવ્યોમાં આસકિત રહિત; ક્ષેત્રમાં– ગામ, નગર, અરણ્ય, ખુલ્લા મેદાન,(ખલિહાન) ખળા, ઘર, આંગણા, કયાંય પણ આસકિત નથી; સમયમાંલાંબા, ટૂંકા કે બીજા કોઈ પ્રકારના કાળનું બંધન સ્વીકારતા નથી (સિવાય શાસ્ત્રની આજ્ઞા). એ જ રીતે ભાવથી ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય કોઈ પ્રકારના વિભાવ નથી, તેવા શ્રમણ ભગવંતો વર્ષાવાસ માટે ચાર મહિના રહી, આઠ મહિના ગ્રામાનુગ્રામનો વિહાર કરી, નાના ગામડામાં એક રાત્રિ અને મોટા નગરમાં પાંચ રાત્રિ નિવાસ કરી, ચંદનની જેમ સુવાસ ફેલાવી, માટી અને સુર્વણને સમાન સમાજનારા, સુખ દુઃખને એક સમાન માનનારા, આ લોક કે પરલોક માટે જરાપણ બંધન નહીં સ્વીકારનારા, સંસારથી પાર થનારા, કર્મરૂપ શત્રુઓને હણવા માટે જેમણે અભિયાન કર્યું છે, તેવા સંતો ભગવાન મહાવીરના ચરણોમાં વિચરણ કરતા હતા.
આટલી સાહિત્યિક સમીક્ષા કર્યા પછી વિવાઈ સૂત્રમાં જે અનુપમ ત્યાગ માર્ગનું નિરૂપણ થયું છે અને જૈન શ્રમણોના ત્યાગમય નિર્લિપ્ત, મુક્ત જીવનનું વર્ણન છે, તે ખરેખર ! ભગવાન મહાવીરે, આવા લોભ રહિત, કષાય રહિત સ્થાનનું કે બીજા કોઈ પરિગ્રહોથી અબદ્ધ વિપ્રમુક્ત સંતોનું જે ચિત્રણ આપ્યું છે અને તે વખતેની મહતી પ્રથાને જેને સંતોએ ચેલેંજ આપી ધર્મની વિકૃતિઓને દૂર કરવા જે ક્રાંતિ સર્જી હતી, તેવા ક્રાંતિકાર, સંતવીરો વીરપ્રભુના શિષ્યોનું અણીશુદ્ધ ભાવાત્મક શિલ્પ શબ્દમાં ઉતાર્યું છે. તે વાંચતા મન નતમસ્તક થઈ જાય છે. એટલું જ નહી પરંતુ તે વર્ણન રોમ રોમમાં પ્રભુ મહાવીરની સૂક્ષ્મ અહિંસામય જગ જન હિતકારી પ્રવૃત્તિનો પૂર્ણ આભાસ આપે છે અને ઉંડું સન્માન ઉદ્ભૂત થાય છે. લાગે છે કે– આ જ કારણે શ્રી ઉવવાઈ સૂત્રને ઉપાંગ શાસ્ત્રોમાં પ્રથમ સ્થાન મળ્યું છે.
આ શાસ્ત્રમાં જે વિષયો આવરી લેવામાં આવ્યા છે તેમાં મુખ્યત્વે સંતોના ગુણો અને કેટલાક દેવ, નારકી સંબંધી સૂક્ષ્મ વિવરણ આપવામાં આવ્યું છે.
આ શાસ્ત્રની એક ખાસ વાતનો આપણે અહીં ઉલ્લેખ કરીશું. શાસ્ત્રના કેટલાંક પ્રકરણોમાં સમગ્ર ત્યાગ માર્ગને ભિન્ન ભિન્ન દષ્ટિએ તપાસી જૈનના તથા જૈન સિવાયના બીજા સંપ્રદાયોમાં પ્રવર્તમાન ત્યાગના જે કાંઈ ઓછા વત્તા આચારકાંડ છે, તેની ક્રમશઃ
24
Page #31
--------------------------------------------------------------------------
________________
**
ગણના કરી તેને ન્યાય આપવામાં આવ્યો છે. ઉદાહરણરૂપે ગૌતમ સ્વામી પૂછે છે અને પ્રભુ જવાબ આપે છે તેવી પ્રશ્નોત્તર શૈલીમાં જે જીવો જ્ઞાન પામ્યા નથી, સંયમ રહિત છે, છતાં તેમાં જે કાંઈ ગુણાત્મક મૂલ્ય છે, ત્યાંથી લઈને ક્રમશઃ ગૌતમ સ્વામી આગળ વધતા જાય અને એક પછી એક અલગ અલગ રીતે ત્યાગ ધરાવતા તે વખતના સંન્યાસીઓ કે ધર્મ ઉપાસકો કેવી કવી જાતનો ત્યાગ પાળે છે ? અને તેનું કેવું ફળ મળે છે ? એવા પ્રશ્નો પૂછે છે. ઉત્તરમાં ભગવાન જે જવાબ આપે છે તે ન્યાયોચિત છે. કોઈ પણ ત્યાગી વૃંદને ઉતારી પાડવામાં આવ્યું નથી. તેમજ તેમનું કોઈ નિંદાત્મક વર્ણન નથી. પરંતુ આ બધા ઉપાસકો સ્વર્ગમાં જન્મ લઈ ઓછે વત્તે અંશે દેવગતિ પામે છે. ત્યાગી ન હોય તેવા ગૃહસ્થ સાધકોને પણ ન્યાય આપવામાં આવ્યો છે ત્યારબાદ ઉચ્ચકોટિના ત્યાગી શ્રમણ અને ધર્મમય જીવન ગાળતા ગૃહસ્થો માટે પણ પ્રશ્નોત્તર ચાલુ રહે છે. સૌને ન્યાયોચિત યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ચરમ સ્થિતિવાળા ત્યાગી ભગવંતોને જીવન પૂર્ણ થયા પછી મોક્ષગતિ મળે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
આ વર્ણનથી એવું લાગે છે કે– 'મુક્તિ' તે સાધ્ય નથી પરંતુ સાધનાનું સહજ ફળ મુક્તિ છે. મુક્તિ માટે કોઈ જીવો તપ કરતાં નથી, પરંતુ વિશુદ્ધિકરણ અને આત્મસ્વરૂપની સાધનામાં સાધક લીન રહે છે ત્યારેજ 'મુક્તિ' થઈ જાય છે. 'મુક્તિ' ના લક્ષે કરેલી સાધના ફલાકાંક્ષીણી હોવાથી 'પરમ સાધના' બનતી નથી, પરંતુ સાધક નિષ્કામભાવે સાધનાના આનંદમાં મગ્ન બની સ્વરૂપનો ઉપભોગ કરે છે. ત્યારે અનાદિ કાળથી મૂળિયા નાંખીને પાંગરતી કર્મલતાઓ નિર્મૂળ બની જાય છે અને સહજ 'મુક્તિ' નો આનંદ પ્રાપ્ત થાય છે. અનંતકાળમાં તે સિદ્ધ સ્વરૂપે સ્થિર થઈ જાય છે.
ઉવવાઈ સૂત્રનો આ આધ્યાત્મિક વિષય ઘણોજ રસમય છે અને બધા સંપ્રદાયો સાથે સ્યાદ્વાદ શૈલીથી જે સમવાય સ્થાપિત કર્યો છે, તે જૈનદર્શનની મહાનતાને અનુરૂપ છે. એટલું જ નહી પરંતુ 'દર્શન' ની આ શૈલી ક્રિયાત્મક બની વ્યવહારમાં પરિણત થઈ ધાર્મિક સમાજને સુસ્વર બનાવે છે. પરસ્પરના વિષાક્ત વિખવાદ અને પરસ્પરના લાંછન ભરેલા આક્ષેપાત્મક વિવાદોને શાંત કરી દે છે. સ્યાદ્વાદ દર્શનના ઉત્તમ ફળો ચખાડે છે.
અહીં વિશેષ રૂપે અંબડ સંન્યાસીનું જે હૃદયગ્રાહી દષ્ટાંત ઉપસ્થિત કર્યું છે અને અંબડ સંન્યાસીના મમત્વ રહિત જીવનને જે શબ્દ દેહ આપવામાં આવ્યો છે તે
ઘણો જ શ્લાધ્ય છે. તે બાબત આપણે થોડો વિચાર કરી આ પ્રકરણ પુરું કરીશું.
AB
25
Page #32
--------------------------------------------------------------------------
________________
હું જૈન શાસ્ત્રમાં અંબડ એક મહાપુરુષ તો છે જ પરંતુ તેને ઉચ્ચકોટિના પરિવ્રાજક રૂપે પ્રદર્શિત કરી, અંતરંગમાં જૈન અરિહંતોના તેઓ સંપૂર્ણ ઉપાસક હતા, તેવી ઘોષણા કરી છે. જોકે તેમનું પૂર્ણ ચરિત્રઆ શાસ્ત્રના અનુવાદમાં પાઠકને જોવા મળશે, પરંતુ અહીં આપણે ફક્ત અંબદપરિવ્રાજક પ્રત્યે દેવાધિદેવના શ્રીમુખે શાસ્ત્રકારે જે શ્રદ્ધા અભિવ્યક્ત કરી છે અને પરિવ્રાજક તથા જૈનશ્રમણ બંનેનો ભાવાત્મક સુમેળ કેટલો સુંદર હોઈ શકે, પરિવ્રાજક રૂપે પણ તેઓ મોક્ષના અધિકારી છે અને જૈનશાસ્ત્ર તેના ઉદ્ભટ ત્યાગ અને પરમ ચારિત્ર ઉપર વારી ગયા છે; તે વાંચીને સાંપ્રદાયિક સૌહાર્દનો એક અલૌકિક ભાવ અને એક વિશિષ્ટ ઉદાહરણ પુરું પાડે છે અને તેઓ પરિવ્રાજક રૂપે પણ આરાધક બન્યા છે અને વિધિવત્ સંલેખના કરી મનોમન બધા પચ્ચખ્ખાણ ગ્રહી, દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે, ફક્ત દિવ્ય ગતિ આપીને શાસ્ત્રકાર અટક્યા નથી પરંતુ તેના આગામિક જન્મનું અતિ ઉત્તમ વર્ણન કર્યું છે અને આ વર્ણન પણ સાહિત્યનો એક ઉત્તમ નમૂનો છે. અંબાની આ જન્મની બધી સાધનાઓ આગામિક જન્મમાં ઝળહળી ઉઠી છે. શુદ્ધ સોનારૂપે તેમનું ચરિત્ર ચળકે છે. 'દઢપ્રતિજ્ઞ કુમાર' નવનિધિ અને ઉત્તમ ભોગોની વચ્ચે જન્મ પામીને તેનાથી સર્વથા નિર્લિપ્ત રહી. આધ્યાત્મિક ક્ષેત્રના કષાયો ઝઝુમી (જીવન કાળનું) જન્મ મરણનું મહા યુદ્ધ સમાપ્ત કરી સમાધિપૂર્વક અનંત શાંતિને વરી જાય છે. સોળે કળાએ જ્ઞાન ખીલી જવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શનના અતિ વિશુદ્ધ ભાવોમાં આત્મા સમાવિષ્ટ થઈ સિદ્ધપદ ને પ્રાપ્ત કરી લે છે. ખરી રીતે અંબડ પરિવ્રાજકના બંને જન્મોનું ચરિત્ર ચિત્રણ આ ઉવવાઈ શાસ્ત્રનો એક અતિ ઉત્તમ જેમ તરબુચમાં લાલ ડાગળી હોય તેમ મધુર ભાવોથી ભરેલો વૃતાંત છે. કેમ જાણે પ્રભુએ અંબડ ઉપર અનંત કૃપાની વૃષ્ટિ કરી હોય, તેમ હાલામાં વ્હાલા એક સક્ષાત્ર રૂપે તેમને શાસ્ત્રમાં અજર અમર કરી દીધા છે.....
'ઉવવાઈ શબ્દનો અર્થ 'ઉપપાત થાય છે. જૈન દર્શનમાં ત્રણ પ્રકારના જન્મ છે તેમાં એક 'ઉપપાત' પણ વિશિષ્ટ જન્મ છે. માતા–પિતાના સંયોગ વિના અથવા રાસાયણિક સંમૂઠ્ઠિમ ભાવોના અભાવમાં સહજ ભાવે જીવ કર્મ પ્રભાવે જોત જોતામાં જન્મ પામી દેહનો વિકાસ કરે, તેને 'ઉપપાત' 'જન્મ' કહેવામાં આવ્યો છે. આવા ઉપપાત જન્મનું વિશદ વર્ણન અને 'ઉપપાત જન્મધારીઓ' નું ગણિત મોટા પ્રમાણમાં ઠેર ઠેર અંકિત કરવામાં આવ્યું છે. 'ઉવવાઈ શાસ્ત્રમાં આ ભાવોની વિશેષતા છે. આ સિવાયના બીજા પણ ઘણા ભાવોનો સમાવેશ આ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.
26 |
Page #33
--------------------------------------------------------------------------
________________
**
અર્ધમાગધી ભાષાનો વિશેષ ઉલ્લેખ કરીને ઐતિહાસિક ખ્યાલ આપવામાં આવ્યો છે. એ જ રીતે રૂસ્થિયાઓ અર્થાત 'સ્ત્રી પ્રકરણ' પણ મૂકવામાં આવ્યું છે. 'મુક્તિશિલા' અને સિદ્ધોનું સ્થાન તથા સિદ્ધાત્માઓનું વિશુદ્ધ સ્વરૂપ નિશ્ચિત અને સચોટ શબ્દમાં અંકિત કરવામાં આવ્યું છે, જે નોંધપાત્ર છે. આ ઉપરાંત વિરોધી તત્ત્વો 'નિદ્ભવ' કે પ્રત્યેનીક વ્યક્તિઓના સ્વભાવ અને આચરણનો ઉલ્લેખ કરીને તેને પણ ક્ષમાના ભાજન તરીકે અપનાવી લેવામાં આવ્યા છે. ખરેખર ! 'ઉવવાઈ' 'શાસ્ત્ર' અષ્ટ નિધાન' જેને કહી શકાય, તેવી 'સિદ્ધિ' અને 'લબ્ધિ' ના ભાવોને પ્રગટ કરી બાહ્ય તથા આત્યંતર વ્યવહાર તથા પરમાર્થ, બંને જગતનું નિરૂપણ કરી, માનવીય બુદ્ધિને સમતોલ બનાવે છે આટલું કહી આપણે 'ઉવવાઈ' ઉપદેષ્ટા સાક્ષાત્ દેવાધિદેવ તથા શાસ્ત્રને ઝીલનારા ગણધર મહિર્ષઓને તથા શાસ્ત્રનું સંકલન કરનાર મહાન સંત–સતીજીઓને પુનઃ પુનઃ વંદન કરી વિરમશું...
AB
27
જયંતિમુનિ પેટરબાર
Page #34
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. અરિહંત શ્રુતદેવતાને ભાવભર્યો વંદન કરું, જેના પ્રસાદથી જ્ઞાન-શિક્ષા યોગ પામી વર્તન કરું, પ્રવચન માતાના ઉસંગે જ્ઞાન–ધ્યાનમાં કેલી કરું,
જેથી પરમ પ્રાણ પ્રગટે તેવી ભાવના ભાવ્યા કરું.
દેવાધિદેવની ‘અત્યાગમ' રૂપે નીકળેલી દેશના સહારે દ્વાદશાંગી સૂત્રની રચના કરનાર ગણધર ભગવંતો અને ત્યાર પછી ક્રમશઃ આગમભાવોને વ્યક્ત કરનારા નિર્યુક્તિકારો, ભાષ્યકારો, ટીકાકારો, વિવેચનકારો, યુગની સાથે સમયાનુસાર તાલ મિલાવતા ભાષાવિદો, જન જનતાની પોષક વૃત્તિ જ્ઞાનામૃત સંસ્કારનું સંવર્ધન કરવા કાળ પ્રમાણે અર્ધમાગધીમાંથી પ્રાકૃત સંસ્કૃત-હિન્દી- ગુજરાતીના અનુવાદ કરનારા સમયજ્ઞો, જ્ઞાની આચાર્યાદિ ભગવંતરૂપ મુનિ પુંગવોને શત કોટિ પ્રણામ કરું છું. ત્યાર પછી જેઓએ અમોને આ શાસનમાં લાવી દિવ્યચક્ષુ ખોલ્યા છે તેવા શ્રી સૌરાષ્ટ્ર કેસરી ૫. ગુફ્ટવ પ્રાણલાલજી મહારાજ સાહેબશ્રીની જન્મ શતાબ્દીનું નિમિત્ત પામી તેમના જ પ્રસાદ પ્રતાપે, પૂ. રતિગુરુદેવના આશીષ અનુગ્રહે, પરમદાર્શનિક પૂ.જયંત ગુરુદેવના નેશ્રા બળે, પ.પૂ.વા.ભૂ. ગિરીશ ગુરુવર્યોના માર્ગ દર્શન બળ, પૂ. ત્રિલોકગુરુદેવના સિદ્ધાંતના શુદ્ધ પાઠના અવલોકન સહયોગે, આજે અમે, સતીવૃંદ ગુજરાતી અનુવાદ કરી તેનું સંપાદન કરી રહ્યા છીએ. અમ પામર પર પરમેષ્ઠી પરમાત્માઓનું કુપાબળ નિરંતર પાંગરતું પ્રસરતું અને પ્રવતતું રહે તેવી પ્રવૃષ્ટ ભાવનાના પ્રભાવથી જ આગમ અનુવાદ પૂર્ણ થવા પામે અને સર્વ જીવોને કલ્યાણકારક બની રહે, તેવા ઉત્સાહ સાથે શ્રી ઔપપાતિક સૂત્ર સમાજ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ સૂત્રમાં સારા-નરસા કર્મ કરનાર તથા આરાધક વિરાધક વ્યક્તિના કયાં, ક્યારે, કેટલા કાળની સ્થિતિએ જન્મ-મરણનો ઉપપાત(ઉત્પત્તિ) થાય છે. તેનું વિધાન છે. જેમ કે– નરસા કાર્યનું ફળ નરસું મળે, સારા કાર્યનું ફળ સારું મળે, તે વાત તો બરાબર છે પરંતુ ત્રીજો ભંગ આપ્યો છે કે ક્યારેક નરસા કાર્યનું સારું ફળ મળે, ચોથો ભંગ બતાવે છે કે ક્યારેક સારા કાર્યનું નરસું ફળ પણ મળે.
28
Page #35
--------------------------------------------------------------------------
________________
Th( 5.
આ બધી વાતો જીવના નરસા અધ્યવસાયમાં કોઈક ક્ષણે સારા અધ્યવસાયનો કર્મબંધ પડીને સારો થર બંધાઈ ગયો હોય તો તે તેવી રીતે ઉદય પામી સારું ફળ આપે તથા સારા અધ્યવસાયમાં કોઈ ક્ષણે નરસા અધ્યવસાયથી નરસા કર્મનો થર પડી ગયો હોય, તો તે રીતે પાકીને સારામાં નરસું ફળ આપે છે. પ્રિય પાઠક ગણ !
જૈન શ્વેતાંબર આગમ પરંપરામાં અગિયાર અંગ અને બાર ઉપાંગ પ્રસિદ્ધ છે. શરીરમાં જેમ અંગની શોભા ઉપાંગથી વૃદ્ધિ પામે છે તેમ આચાર્ય ભગવંતોએ નિસ્પૃહણ કરેલા આ ઉપાંગસૂત્રો અંગશાસ્ત્રના જ્ઞાનને સમૃદ્ધ બનાવે છે. જેમ મકાનની વ્યાખ્યા કરીએ ત્યારે બારી-બારણા, ઝરૂખા, રસોઈ ઘર, બેઠકરૂમ, બાથરૂમ, શય્યારૂમ વગેરેનું વર્ણન તેની સાથે આવી જ જાય છે કારણ કે તે બધાનું મકાનમાં જ યથાસ્થાને ગોઠવાયેલા હોય છે. તે બધા મકાનના અવયવોથી જ મકાનનું અસ્તિત્વ છે. તેમ આપણે ત્યાં દ્વાદશાંગી ગણિપિટક અંગ શાસ્ત્ર છે. તેના બારમા દષ્ટિવાદ અંગના વર્ણનમાંજ ઉપાંગ વગેરે વિવિધ વિષય વર્ણક શાસ્ત્રો આવી જ જાય છે. શરીરના બધા ઉપાંગ અંગના વિભાગ રૂપ હોય છે તેમ ઉપાંગ શાસ્ત્રો પણ અંગ શાસ્ત્રોમાંથી જ નિષ્પાદિત-નિષ્પન્ન થયા હોય છે.
પ્રસ્તુત ઔપપાતિક સૂત્ર પ્રાધાન્ય પણે ઉત્પત્તિના વિષયને જ પ્રગટ કરે છે. જીવના “અધ્યવસાય” પ્રમાણે તેનાં જન્મ-મરણ થાય છે. તે જન્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાય. વનસ્પતિ અને ત્રસાદિમાં ધારણ કરવા પડે છે. કર્મ પ્રમાણે ઉત્પન્ન કરેલા શરીરના સમુદાયને રાખવા માટે જે જે સ્થાન હોય છે, તે સ્થાન નગર કહેવાય છે. મહર્ષિ પુરુષોએ નગરીનું વર્ણન કર્યું કે જ્યાં આજુ-બાજુમાં બાગ-બગીચા, નદી, સાગર હોય અને અસંખ્યાતા જીવોએ ધારણ કરેલ પૃથ્વીની જગ્યા ઉપર ભવન, મહેલ, હવેલી, બજાર વગેરેની રચના કરી લોકો નિવાસ કરતા હોય તેને નગરી કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં તે સમયની એક ચંપાનગરીનું ભવ્ય વર્ણન કર્યું છે. તેની બાજુમાં પૂર્ણભદ્ર ચૈત્યમાં પૂર્ણભદ્રદેવની પ્રતિમાનું વર્ણન કર્યા પછી સામે અશોક વૃક્ષને દેખાડી તેની નીચે પૃથ્વીશિલા વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ ગુણોથી સુશોભિત દર્શાવી છે અને ત્યાર પછી પૃથ્વીશિલા પટ્ટકરૂપે મધ્યલોકથી લઈને છેક સિદ્ધશિલા પૃથ્વી સુધીનું વર્ણન કર્યું છે.
આ સૂત્રમાં નવ નવ રસની વાતો અભિવ્યક્ત થાય છે. નવરસમાં આઠ રસ પ્રશસ્ત-અપ્રશસ્ત બંને રૂપમાં હોય છે અને બાહ્ય જગતમાં તેની બોલબાલા છે. બાહ્ય જગતમાં આઠે આઠ રસ મોહ, રાગ-દ્વેષજનિત હોવાથી લોકો જાણે-અજાણે પણ આ રસમાં પૂર્ણતયા રસ ધરાવતા હોય છે. તેથી પૌગલિક ચીજને પ્રથમ કહીને છેક
29
Page #36
--------------------------------------------------------------------------
________________
Th( 5.
અનુપમ આધ્યાત્મિક એકાંત પ્રશસ્ત શાંતરસ તરફ લઈ જવા માટે “શમ” માંથી વાત ઉપાડી છે. જેથી નગરી અર્થાત્ પૃથ્વી તત્ત્વને પ્રથમ બતાવ્યું છે. તેમાં સહિષ્ણુતાનો ગુણ ભર્યો છે, તે વાત બતાવતાં એક બાજુશિલાપટ્ટકનું વર્ણન કર્યું અને બીજી બાજુ વનરાયયુક્ત પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન કર્યું. આ બે વાતો બહુજ મનનીય છે.
રચયિતા સ્થવિર ભગવંતોએ ઉત્પત્તિની મર્મભરી વાતો બતાવી છે. દરેક વસ્તુ ઉત્પન્નશીલ જરૂર છે પણ પ્રયત્નપૂર્વક ધ્રુવમાંથી ઉત્પન્ન થાય છે. ધ્રુવની ધરતી જીવની પણ છે અને અજીવની પણ છે. એક બાજુ શૃંગારાદિ આઠ રસ રાખ્યા છે, બીજી બાજુ મહાન સમર્થ શાંતરસ રાખ્યો છે. આઠ રસના ભોક્તામાંથી પસાર થઈને શાંત રસમાં જવાય છે તેમ આ બાજુ ચૈત્ય-મંદિરમાં દેવની પ્રતિમા પૂર્ણ ભોગમય છે, બીજી બાજુ શિલાપટ્ટક ઉપર શાંત રસના વારસદાર, હાલતા ચાલતા માનવ મંદિર દ્વારા જગતની ધરતીને પવિત્ર ધૂલીથી ધૂસરિત કરતા બિરાજમાન થનારા ભગવાન તીર્થકર વીતરાગ પરમાત્મા પ્રભુ મહાવીર છે. બંને આમને-સામને શોભે છે. એક છે કુત્રિમ આડંબર. જગત પાસે અનાદિ કાળથી ભીખ માંગીને ભેગો કરેલો ભોગ અને તેમાંથી કર્મ દ્વારા ઉત્પન્ન કરેલું જડ જગતનું શરીરરૂપી ભોગાયતન, તો બીજી બાજુ જડને(કમે રજને) ખંખેરીને તૈયાર કરેલું યોગાયતન.
સહુ પ્રથમ ભોગાયતન કેવું હોય? તેને સમજવા કોણિક રાજાનું આબેહૂબ વર્ણન કર્યું. રાજા તરીકે રાજ્ય ભોગવે છે. તેને શરીર પ્રત્યેનો રાગ છે તેથી શણગાર સજાવટ કરવાનું મન થાય છે. સાહિત્યકારો કહે છે કે “શૃંગારરસનું મૂળ કારણ રતિ છે” જ્યાં જ્યાં રતિ કે પ્રીતિ હોય ત્યાં નવા નવા શૃંગાર લાવીને કાયાને શોભાવવાનું મન થાય, તો આ રીતે પ્રથમ શ્રૃંગારરસ પ્રગટ કર્યો છે. શરીર શોભાયમાન થતાં આનંદ થાય અર્થાત્ હાસ્યરસ તેનું કારણ છે. હાસ્ય મોહનીયમાંથી તે કાર્યરૂપે પ્રગટ છે. મન માન્ય કાર્ય જ્યારે અધૂરું રહે ત્યારે તેને પૂરું કરવા શોક ગમગીની ઉત્પન્ન થાય તેમાંથી ત્રીજો કરુણારસ ઉત્પન્ન થાય છે. રાજા રાણીઓ વગેરે જાગતિક જનતા આ રસથી ગ્રસિત હોય તેવી કરુણાજનક સ્થિતિમાંથી પસાર થતાં ક્યારેક જીવ ક્રોધી બને તેમાંથી રૌદ્રરસ પ્રગટે અને માનવ રૌદ્ર ચહેરાવાળો બની જાય, આ છે ચોથો રૌદ્રરસ. તેની મુરાદ પુરી કરવા ક્યારેક ઉત્સાહિત બની કાર્ય કરવા કટિબદ્ધ થાય ત્યારે વીરરસ પ્રગટ થઈ જાય, આ છે પાંચમો વીરરસ. વીરતા દાખવતા તેને થઈ જાય કે મને કોઈક મારશે તેવો ભય ઉત્પન્ન થાય તે ભયમાંથી માનવ ભયાનક બને માટે છઠ્ઠો રસ છે ભયાનકરસ. ત્યારપછી માનવ ધૃણાજનક કાર્ય કરવા તત્પર બને ત્યારે તેમાંથી સાતમો બીભત્સ રસ ઉત્પન્ન થાય છે. તે જ વ્યક્તિ ક્યારેક વિસ્મયતાવાળી બને ત્યારે આઠમાં
30
Page #37
--------------------------------------------------------------------------
________________
Th( 5.
અદ્ભુતરસમાં પરિણત થાય છે. આવા આઠ રસમય કોણિક રાજાનું પૂર્ણ વર્ણન આ સૂત્રમાં દેખાડી, તે રાજાની ઉણપતા કયાં હતી, તે બતાવવા પ્રસ્તુત સૂત્ર પ્રગટ કરે છે કે આવા રાજાને પણ પરલોકનો ભય હોય છે. આ શરીરરૂપી ભોગાયતન દગો દે તે પહેલાં મારે કંઈક કરી લેવું જોઈએ તેવા વિચારથી તે શાંત રસના પરમાણુથી બનેલા તીર્થકરની કાયાવાળા યોગીને ભજવા તત્પર થયા હતા. તેને ખ્યાલ હતો કે મને આત્મશાંતિનો માર્ગ અહીંજ મળશે જેથી તેમણે યમ-નિયમ ધાર્યા હતા. પ્રભુ ક્યાં બિરાજે છે તેની રોજ ખબર લેતા. ખબર પડતાં પ્રથમ વંદન કર્યા પછી રાજ ભોગવતા હતા અને વારંવાર પ્રભુ મહાવીરને ચંપાનગરીમાં પધારવા વિનંતી કરતા હતા. પ્રભુ પધારતા ત્યારે તેમના દર્શન કરવા કેવા ઠાઠમાઠથી જતાં અને આ નગરની ઋદ્ધિ-સમૃદ્ધિના નાયક રાજા કોણિક નગરજનોને જાણપણું કરાવીને દેખાડતા હતા કે આ ભોગ, શાંતરસના યોગ આગળ તુચ્છ છે, વામણા છે, માત્ર નિગ્રંથ પ્રવચન જ સત્ય છે, તે જ આદરણીય છે, એવો પ્રભુનો ઉપદેશ સાંભળી નગરજનો શ્રમણોપાસક શ્રમણ બની જતાં. અપ્રશસ્ત રસમાંથી નીકળી લોકો પ્રશસ્ત રસવાળા બની સંયમ તપથી આત્માનો શણગાર સજતા. તેથી આ સૂત્રમાં વિવિધ તપના પ્રકારો બતાવ્યા. આસનોના ભેદ-પ્રભેદ, આર્ત-રૌદ્ર ધ્યાનને છોડવાની રીતો અને ધર્મધ્યાન શુક્લધ્યાનની સાધના પદ્ધતિ વિસ્તારપૂર્વક દેખાડી. સાધકની સાધના કયા સ્ટેજ પર પહોંચે, તો તે ક્યાં ઉત્પન્ન થાય? તેના દરેકે દરેક સ્થળ બતાવી અંબડ પરિવ્રાજકોના ૭૦૦ શિષ્યોની શ્રમણોપાસક વૃત્તિ, નિયમની અડગતા, ઉપાસના બહુ સુંદર રીતે વર્ણવી છે. ગૌતમની જિજ્ઞાસાના પ્રશ્ન-ઉત્તર, મિથ્યાત્વયુક્ત અશુદ્ધ પરિણામથી ક્યાં જવાય તે બતાવી, તાપસોના ભેદ-પ્રભેદ, અંબડ પરિવ્રાજક શ્રમણોપાસકની વૈક્રિય લબ્ધિ, આખરમાં તેઓ ભવિષ્યમાં મોક્ષે જશે તેવું ભાવિ સંપૂર્ણ જીવન વૃત્તાંત, અલ્પારંભી, આરંભી, અણારંભી, મહારંભી જીવોની વાતો, મોહક્ષય જેટલાં અંશે થાય તેટલા અંશે નિર્જરા થતા આખર સંપૂર્ણ મોહક્ષયથી કેવળજ્ઞાન અને કેવળ દર્શન થયા પછી અઘાતિ કર્મક્ષય કરવા કેવળી સમુદ્યાત અને આખરમાં સિદ્ધ દશા પ્રાપ્ત કોણ કરી શકે તેનું હૂબહૂ વર્ણન કરી શાંતરસવાળા મોક્ષે જાય તેની પદ લાલિત્ય ભરેલી બાવીસ ગાથાથી શિલાપટ્ટકતી વાત ઉપાડીને સિદ્ધ શિલા ઉપર સિદ્ધલયમાં આત્મા સિદ્ધપણે કેમ પ્રતિષ્ઠિત થાય છે, તે સંપૂર્ણ વર્ણન આ સૂત્રમાં બતાવેલ છે.
- પ્રિય વાચક ગણ ! બધા શાસ્ત્રના વર્ણનનો ખજાનો આ ઉવવાઈ સૂત્રમાં છે. તમે નગરાદિનું વર્ણન જે શાસ્ત્રમાં પણ વાંચશો ત્યાં પાઠ આવશે કે નહીં ૩વવાફા, માટે આ ઉપાંગસૂત્ર અંગસૂત્રનું જ્ઞાન પૂર્ણ કરાવે છે. આગમના વાંચનથી આત્મા શુદ્ધ,
Page #38
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ, મુક્ત બને છે. આભાર-ધન્યવાદ-સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલો અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુદૈવ પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી અનુવાદ સંસ્કરણના ઉભવિકા, ઉત્સાહધરા,નિપુણા, કાર્યનિષ્ઠા, કતજ્ઞા, ઉગ્રતપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને ધન્યવાદ આપું છું.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરત્ના પુષ્પાબાઈ મ., પ્રભાબાઈ મ. એવં વીરમતી બાઈ મહસુમતી બાઈ મ., વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકા-રૂપા બાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
આ શાસ્ત્રના અનુવાદિકા છે અમારા પ્રશિષ્યા ઉત્સાહધરા સ્વ.બા.બ્ર. ઉષાબાઈ મ.ના સુશિષ્યા- ઉગ્રનિત્ય તપસ્વિની સાધ્વી રત્ના કલ્પનાશ્રી. તેઓના ઉત્સાહને અભિનંદુ છે. તેનો પ્રયત્ન પ્રશંસનીય છે જેઓ જીવનમાં જન્મ-મરણ કરાવનાર ઉત્પત્તિના સ્થાનને છોડી સિદ્ધગતિમાં ઉત્પન્ન–થવા સંયમ અને તપમાં પુરુષાર્થ જાગતો રાખે તેવી શુભેચ્છા પાઠવું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહ સંપાદિકા મમ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વી રત્ના ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.
આગમનિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં જયવંતભાઈ શાહ, કુમારી ભાનુબહેન પારેખને ધન્યવાદ.
Page #39
--------------------------------------------------------------------------
________________
Th( 5.
પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુપ્રાણ ફાઉન્ડેશનના માનસભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિ સભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી મહેન્દ્રભાઈ આદિ સર્વ સભ્યગણ; ધીરુભાઈ, વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના કૃતાધાર અને અન્ય દાનદાતા મહાનુભાવો વગેરેને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધે-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
પ્રિય પાઠકો ! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તે ખ્યાલ આવે તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ શ્વ जिणाणं-खमामि सव्वजीवाणं ।
વિતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માગુ પુનઃ પુનઃ ક્ષમાપના,
મંગલમૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના
સુશિષ્યા - આર્યા લીલમ.
Page #40
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા ઉપાંગસૂત્રોમાં પ્રથમ સ્થાન ધરાવતું શ્રી ઔપપાતિક સૂત્ર આગમ સાહિત્યમાં એક સંદર્ભ સૂત્ર સમાન છે. અંગસૂત્રો અને ઉપાંગસૂત્રોમાં વર્ણનાત્મક વિષયોમાં અનેક સ્થાને શ્રી ઔપપાતિકસૂત્રના સંદર્ભો જોવા મળે છે. શ્રી ઔપપાતિકસૂત્ર કદમાં નાનું હોવા છતાં મહત્તમ સામગ્રીઓથી ભરેલું છે. આ આગમના અમુક વિષયો એવા છે કે જેનો ઉલ્લેખ અન્યત્ર કયાંય પ્રાપ્ત થતો નથી. જેમ કે તીર્થકરના દેહનું નખશીખ વર્ણન આદિ.
પ્રસ્તુત સૂત્રમાં અનેક વર્ણનાત્મક પાઠો છે તેમાં પ્રત્યેક શબ્દોનો અર્થ યથાર્થ રીતે જળવાઈ રહે તે માટે ભાવાર્થમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જે વિષયોનું વર્ણન અન્ય આગમોમાં પ્રાપ્ત થતું હોય, તેવા વિષયોનું તુલનાત્મક અધ્યયન કરીને તેના તફાવતો રજૂ કરવામાં આવ્યા છે જેથી વાચકોને આ આગમના અધ્યયન સાથે અન્ય આગમોના વિષયો પણ સહજ રીતે સ્પષ્ટ થઈ જાય છે. જેમ કે- તપનું વિસ્તૃત વિવેચન શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અધ્ય.-૩૦માં અને ભગવતીસૂત્ર શતક-રપમાં પણ છે. કનકાવલી, રત્નાવલી આદિ તપનું વર્ણન શ્રી અંતગડ સૂત્રમાં પણ છે. તે વિષયને કોષ્ટકો દ્વારા સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. તેજ રીતે કાયક્લેશ તપમાં વિવિધ પ્રકારના આસનો આકૃતિ દ્વારા સમજાવ્યા છે.
કયારેક સૂત્રકારે અલ્પ શબ્દોમાં ગંભીર ભાવોનું કથન કર્યું હોય છે. તે સૂત્રોના ભાવોને શોધપૂર્વક પ્રગટ કરવા આવશ્યક થઈ જાય છે. જેમ કે- સાધુઓના ગુણોને પ્રગટ કરતા સૂત્રકારે સૂ. ૨૫ માં જણાવ્યું છે કે સાધુઓ ગામે ISI TIR પત્તરફથ... નાના ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહે છે. આ રીતે આ સૂત્રનો શબ્દાર્થ થાય છે પરંતુ સાધુ સાધ્વીની કલ્પમર્યાદાને પ્રગટ કરતા શ્રી બૃહકલ્પ સૂત્રમાં પ્રત્યેક ગ્રામાદિકમાં સાધુ-સાધ્વીના માસકલ્પ એટલે ૨૯ દિવસ રહેવાનું કથન છે. તેમ છતાં અન્ય સંપાદકોના સંપાદનોનું અન્વેષણ અને વિચારણા કરીને પારડ્યા = એક અઠવાડિયું અને પવરથા = ૨૯ દિવસ તેમ અર્થ અને વિવેચન કર્યું છે.
સૂત્ર રપમાં સાધુને અપ્રતિબંધ વિહારી કહીને ચાર પ્રકારના પ્રતિબંધનું વિસ્તૃત વર્ણન છે. સામાન્ય રીતે કોઈ પણ વિષયનું વર્ણન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કરવું તે આગમ પદ્ધતિ છે. તે જ રીતે અહીં પણ તથા પ્રકારનો પાઠ જોવા મળે છે. કાળના એકમ સમય, આવલિકા વગેરેમાં પ્રતિબંધ(આસક્તિ)ની સંભાવના નથી. વૃત્તિકાર શ્રી
(9)
Page #41
--------------------------------------------------------------------------
________________
અભયદેવસૂરિએ પણ તે પાઠને ‘વર્તતે’ અર્થાત્ અમુક પ્રતમાં આ પાઠ પ્રાપ્ત થાય છે તેમ કહ્યું છે. તેથી તે પાઠને કૌંસમાં આપ્યો છે.
ચાર પ્રકારના દેવના આગમનના વર્ણન પછી કેટલીક પ્રતોમાં દેવીનો વર્ણનત્માક પાઠ છે. ટીકાકારે પણ તે પાઠને મૂળપાઠની સાથે સ્વીકાર્યો નથી, તેથી તે પાઠને વિવેચનમાં રાખ્યો છે.
શાસ્ત્રમાં અનેક સ્થાને સ્નાનવિધિના વર્ણન સાથે યલમ્મા (સૂત્ર–૧૫) શબ્દનો પ્રયોગ જોવા મળે છે. વૃત્તિકા૨ે તેનો અર્થ 'કુળદેવતા માટે લિકર્મ કરવું' તે પ્રમાણે કર્યો છે પરંતુ સ્નાનવિધિના વિસ્તૃત વર્ણનમાં આ શબ્દનો પ્રયોગ કયાંય પણ જોવા મળતો નથી. તવિષયક વિચારણા કરતાં જણાયું કે કૃતબલિકર્મ તે સ્નાનવિધિ પછીનું કોઈ સ્વતંત્ર કૃત્ય નથી પરંતુ સમગ્ર સ્નાનવિધિને સૂચિત કરવા માટેનો સંક્ષિપ્ત શબ્દ પ્રયોગ છે. વિવેચનમાં તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
સૂત્રકારે સૂત્ર–૭૯માં સિદ્ધ થનારા જીવોની મનુષ્યભવની અવગાહનાનું કથન કર્યું છે. તેમાં જઘન્ય સાત હાથની અવગાહનાવાળા સિદ્ધ થાય તે પ્રમાણે કથન છે. સૂત્ર-૯૦ ગાથા-૭માં સિદ્ધોની જઘન્ય અવગાહના એક હાથ આઠ અંગુલની કહી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે જઘન્ય બે હાથની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. આ રીતે એક જ આગમના બંને કથનો પરસ્પર ભિન્ન જણાય છે. પરંતુ વિચાર કરતા જણાયું કે જઘન્ય સત્ત રયળીદ્... સૂત્રકારનું કથન સામાન્ય અપેક્ષાએ છે. ચોથા આરાના જન્મેલા મનુષ્યો પાંચમા આરામાં મોક્ષે જાય છે. જંબુઢીપપ્રજ્ઞાપ્તિ સૂત્રાનુસાર ચોથા આરાના અંતે મનુષ્યોની અવગાહના સામાન્ય રીતે સાત હાથની હોય છે તેથી સૂત્રકારે જઘન્ય સાત હાથની અવગાહનાવાળા સિદ્ધ થાય છે તેવું સામાન્ય કથન કર્યું છે. પરંતુ કયારેક કોઈક નવ વર્ષના આયુષ્યવાળા, વામન સંસ્થાનવાળા મનુષ્યોની અવગાહના બે હાથની હોય અને તે મનુષ્યો સિદ્ધ થાય તો સિદ્ધની એક હાથ આઠ અંગુલની જઘન્ય અવગાહના ઘટિત થાય છે. આ રીતે સૂત્રકારના બંને કથનોની સાપેક્ષતા સમજી શકાય છે. આ જ રીતે એક આગમના સંપાદનમાં અન્ય આગમોના સંદર્ભથી વિષયોની સ્પષ્ટતા થઈ શકે છે.
અનંત ઉપકારી અમ શ્રદ્ધાભાજન તપોધની ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના આશીર્વાદ અને પરોક્ષ પ્રેરણાએ જ અમોને આ શ્રુતસેવાનો મહત્તમ લાભ મળ્યો છે. તેવી ક્ષણે ક્ષણે પ્રતીતિ થઈ રહી છે. આગમકાર્યમાં અપ્રમત્તપણે કાર્યનિષ્ઠ આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.નું વિશાળ જ્ઞાન અને તીવ્ર ક્ષયોપશમ અમોને સચોટ રીતે માર્ગદર્શક બને છે. મુખ્ય સંપાદિકા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈમ.ની તીવ્ર
35
Page #42
--------------------------------------------------------------------------
________________
લગન અને સ્વાધ્યાય સાધનાની પવિત્રતાના પ્રભાવે જ અમારી શક્તિ ઉદ્ઘાટિત થઈ રહી છે. ગુજ્જીમૈયા પૂ. વીરમતિબાઈ મ.ની સંપૂર્ણ સાનુકૂળતાએ કાર્ય અવિરતપણે આગળ વધી રહ્યું છે. ગુરુકુલવાસી સર્વ ગુરુ ભગિનીઓની સદ્ભાવના સદાને માટે અમારી સાથે છે. તે જ રીતે માવિત્રો તરફથી મળેલા સંસ્કારો અમારી સ્વાધ્યાય સાધનાનું પાથેય બની રહ્યા છે.
આ રીતે સહુના સહિયારા પુરુષાર્થે એક-એક આગમ પુષ્પ ખીલીને જિનવાણીની સુવાસ પ્રસરાવી રહ્યા છે. અંતે સહુના ઋણનો સહૃદયતાપૂર્વક સ્વીકાર કરીને સકલ જગત હિતકારિણી જિનવાણીને અમ સુધી પહોંચાડનારા ઉપકારી શ્રુતધરોને ફરી ફરી ભાવવંદન કરીને વિરામ પામું છું.
સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહું પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
1
36 I
ST
Page #43
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
તપસ્વી સાધ્વી શ્રી કલ્પનાબાઈ મ.
તીર્થંકર અર્થરૂપ ઉપદેશના આધારે ગણધર ભગવંતો દ્વારા રચિત આગમો અંગસૂત્રો કહેવાય છે. તીર્થંકરો અને ગણધરોના નિર્વાણ પછી કાલાંતરે પ્રસંગોપાત બહુશ્રુત પૂર્વધર આચાર્ય ભગવંતો વિવિધ શાસ્ત્રોની રચના કરે છે. વીર નિર્વાણ પછી એક હજાર વર્ષે આચાર્ય શ્રી દેવર્દ્રિગણિ ક્ષમા શ્રમણે આગમો લિપિબદ્ધ કરાવ્યા ત્યારે બાર અંગસૂત્રો સિવાય અનેક આગમગ્રંથોની રચના થઈ ગઈ હતી. નંદીસૂત્રમાં બાર અંગસૂત્રો સિવાય અનેક આગમગ્રંથો 'અંગબાહ્ય' તરીકે નિર્દિષ્ટ છે. ત્યાર પછી આસરે વીર સંવત ચૌદમી-પંદરમી શતાશ્રદીમાં આચાર્યોએ ઉપલબ્ધ આગમગ્રંથોનું અન્ય પ્રકારે વિભાજન કર્યું. તેમાં અંગબાહ્ય સૂત્રોમાંથી કેટલાક સૂત્રોને ઉપાંગસૂત્રો રૂપે સ્વીકાર્યા.
અંગસૂત્રોની સંખ્યા બાર નિશ્ચિત જ છે અને ઉપાંગસૂત્રોની સંખ્યા પણ બાર નિશ્ચિત કરવામાં આવી છે. કાલાંતરે વ્યાખ્યાગ્રંથોમાં બાર અંગસૂત્રોને ક્રમશઃ બાર ઉપાંગસૂત્રો સાથે સંબંધિત કર્યા છે.
પ્રસ્તુત ઔપપાતિકસૂત્ર પરંપરાથી સ્વીકૃત બાર ઉપાંગ શાસ્ત્રના ક્રમમાં પ્રથમ ઉપાંગસૂત્ર છે. આ બાર ઉપાંગસૂત્રોના ક્રમના વિષયમાં કોઈપણ પ્રકારે સ્પષ્ટીકરણ પ્રાપ્ત થતું નથી. તેમછતાં પ્રસ્તુત ઔપપાતિક સૂત્ર પોતાની કેટલીક વિશેષતાઓને કારણે પ્રથમ ઉપાંગસૂત્ર રૂપે પ્રસિદ્ધ થયું છે.
ઔપપાતિકસૂત્ર- નામ કરણ :- ૩પપતનં ૩૫૫ાતો દેવ-નર નન્મસિદ્ધિામાં ૬ । અતસ્તનધિત્વ તમધ્યયનમાંપતિમ્ વૃત્તિ. દેવ અને નૈરયિકોના જન્મને ઉપપાત કહે છે, પ્રસ્તુત આગમમાં મુખ્ય રીતે દેવ અને નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય ભિન્ન-ભિન્ન પ્રકારના જીવોનું વિસ્તૃત વર્ણન છે. તેથી આ આગમનું ‘ઔપપાતિક સૂત્ર' તે નામ સાર્થક છે.
વિષયવસ્તુ :- આ આગમના કોઈ અધ્યયન કે ઉદ્દેશકરૂપ વિભાગ નથી પરંતુ
37
Page #44
--------------------------------------------------------------------------
________________
વિષયવસ્તુની અપેક્ષાએ તેના બે વિભાગ છે– (૧) સમવસરણ (૨) ઉપપાત. (૧) સમવસરણ– પ્રથમ વિભાગમાં ચંપાનગરી, પૂર્વભદ્ર ચૈત્ય, વનખંડ, પૃથ્વીશિલા પટ્ટક, કોણિકરાજા, ધારિણી રાણી, ભગવાન મહાવીર સ્વામીનું દેહસ્વરૂપ અને ગુણસ્વરૂપ, ભગવાનના અંતેવાસી શ્રમણો, ભગવાનના દર્શન માટે ભવનપતિ, વ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિક જાતિના દેવોનું આગમન, કોણિકરાજા અને ધારિણીરાણીનું રાજપરિવાર સહિત દર્શનાર્થે ગમન અને સમવસરણમાં વિશાળ પરિષદ મધ્યે ભગવાને આપેલા ધર્મોપદેશનું વિસ્તૃત વર્ણન છે. શ્રી ઔપપાતિક સૂત્રમાં દરેક વર્ણનો અત્યંત વિસ્તારપૂર્વક છે તેથી જ તેનો અતિદેશ વાળો નહીં ૩વવા આ શબ્દો સાથે ભગવતીસૂત્ર આદિ અનેક આગમોમાં જોવા મળે છે.
આ સૂત્રમાં અનેક સ્થળે અલંકાર અને તાદશ્ય ઉપમા આપીને સાહિત્યિક ભાષામાં વર્ણન કરેલું છે. નગરી આદિના વર્ણનથી તત્કાલીન સમાજવ્યવસ્થા અને નગરજનોનો જીવન વ્યવહાર સ્પષ્ટ થાય છે.
કોણિકરાજાના વર્ણનથી તત્કાલીન રાજ્યવ્યવસ્થા જણાય છે. તે ઉપરાંત ભગવાનના સમાચાર મેળવવા માટે સંદેશવાહકની કરેલી નિમણુક, પ્રતિદિન ભગવાનના સમાચાર જાણીને તે દિશામાં સાત-આઠ કદમ ચાલીને ભગવાનની સન્મુખ બની ભાવવંદન કરવા અને ભગવાન જ્યારે પોતાની નગરીમાં પધાર્યા હોય, ત્યારે રાજસી ઠાઠ-માઠ સહિત ચતુરંગી સેના સાથે પ્રત્યક્ષદર્શનનો લાભ લેવો વગેરે પ્રસંગો કોણિકરાજાની ભગવાન પ્રતિ અનુપમ ભક્તિને પ્રગટ કરે છે અને ભગવાનના પદાર્પણ સમયે લોકોને અવર જવર માટે નગરીની સાફસફાઈ, મહોત્સવ જેવો આનંદ અને ઉત્સાહપૂર્વક પ્રજાજનોનું પણ ગમન વગેરે વિષયો તત્કાલીન લોકોની ધાર્મિક ભાવનાનો બોધ કરાવે છે. તે ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીના દૈહિક સ્વરૂપનું સાંગોપાંગ વર્ણન, આ આગમમાં જ પ્રાપ્ત થાય છે. તેના પરથી દરેક તીર્થકરોનું બાહ્ય વ્યક્તિત્વ કેવું આકર્ષક અને પ્રભાવક હોય છે, તેનો ખ્યાલ આવે છે નમોત્થણના પાઠથી કરેલા ભગવાનના ગુણોના વર્ણનથી તીર્થકરોના અનંત ગુણોમાંથી કેટલાક ગુણોની ઝાંખી થઈ જાય છે.
ભગવાનના શિષ્ય પરિવારના વિસ્તૃત વર્ણનના માધ્યમથી જૈન શ્રમણોની જીવનચર્યા, તેમની ઉત્કૃષ્ટ તપ સાધના, તેનાથી પ્રગટ થતી અનેકવિધ લબ્ધિઓનો બોધ થાય છે અને વિવિધ પ્રકારની તપસાધના, બાહ્ય-આત્યંતર તપ અને તેના ભેદ-પ્રભેદથી જૈન પરંપરામાં તપસાધનાનું મહત્ત્વ અને તપનો વિશાળ અર્થ પ્રગટ
387
Page #45
--------------------------------------------------------------------------
________________
થાય છે.
ભગવાનના દર્શનાર્થે આવેલા ચારે જાતિના દેવોના વર્ણનના માધ્યમથી દેવોનું શરીર, તેની રૂપસંપદા, વેશભૂષા, પ્રત્યેક જાતિના દેવોના વિવિધ ચિહ્નો, દેવોની દિવ્ય ઋદ્ધિ, ધૃતિ, બલ, પ્રભાવ, વૈક્રિયલબ્ધિ, દિવ્યયાન વગેરે વિષયોની જાણકારી પ્રાપ્ત થાય છે.
કોણિકરાજા અને ધારિણીરાણીનું પાંચ અભિગમપૂર્વક તીર્થંકરોના સાંનિધ્યમાં ગયા, ત્યાં જઈને વિધિપૂર્વક ભગવાનને ત્રણ વંદન કરી પર્યુપાસના—સેવા કરવી વગેરે વર્ણન વાચકોને ધર્મસભાનો શિષ્ટાચાર અને વંદનવિધિનો સ્પષ્ટ બોધ કરાવે છે.
સમવસરણમાં વિશાળ પરિષદની મધ્યમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના આપેલી ધર્મદેશના ભગવાનના વીતરાગભાવને પ્રગટ કરે છે. તેમજ છ દ્રવ્ય, નવતત્ત્વ, ૧૮ પાપસ્થાન, ૧૮ પાપસ્થાનની વિરતિ, આગારધર્મ અને અણગારધર્મના માધ્યમથી શ્રુત અને ચારિત્રના સ્વરૂપનો અને સંપૂર્ણ જૈનદર્શનનો બોધ થાય છે.
આ રીતે પ્રથમ સમવસરણ વિભાગ બીજા ઉપપાત વિભાગની પૂર્વભૂમિકારૂપ
છે.
(૨) ઉપપાત– બીજા વિભાગમાં ગણધર ગૌતમની જિજ્ઞાસા અનુસાર ભગવાને ભિન્ન—ભિન્ન પ્રકારના જીવોના ઉપપાતનું વર્ણન કર્યું છે. ઉપપાતવર્ણન જ પ્રસ્તુત આગમનું હાર્દ છે અને તેના આધારે જ આ આગમનું નામકરણ થયું છે. આ વર્ણન જ્ઞાનવર્ધક છે. તેમજ તે વૈદિક અને શ્રમણ પરંપરાના અનેક પરિવ્રાજકો, તાપસો અને શ્રમણો તથા તેઓની આચારસંહિતા પર પ્રકાશ પાડે છે.
તે ઉપરાંત અંબડ પરિવ્રાજક અને તેના ૭૦૦ શિષ્યોના કથાનકથી આ આગમ વાચકોને માટે રોચક બની ગયું છે.
અંબડ પરિવ્રાજકે પરિવ્રાજક પરંપરાનો સ્વીકાર કર્યો હોવા છતાં તેને શ્રમણ પરંપરા અને ભગવાન મહાવીર સ્વામીમાં દૃઢ શ્રદ્ધા થવી, શ્રાવકવ્રતનો સ્વીકાર કરવો, અંત સમયે અનશન સહિત આલોચનાપૂર્વક સમાધિમરણને પ્રાપ્ત થવું, આરાધકપણે મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી ત્યાં સાધના કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરવી, તે વિષય જૈનદર્શનની વિશાળતાને પ્રગટ કરે છે.
જૈનધર્મ કોઈ જાતિવાદ નથી પરંતુ રાગ-દ્વેષ રૂપ આંતરશત્રુઓને જીતવા
39
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રયત્નશીલ હોય તે જૈન છે. અન્ય દાર્શનિકોની આચારસંહિતાનો સ્વીકાર કર્યો હોય તેવી વ્યક્તિઓ પણ જો જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવે તો તે જૈન પરંપરાના વ્રત–નિયમો ધારણ કરીને આરાધક બની શકે છે. જેમ કે અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યો અદત્તવ્રતને ટકાવી રાખવા સમભાવપૂર્વક ભગવાનની સાક્ષીએ અનશનનો સ્વીકાર કરીને આરાધક બની ગયા છે.
અન્ય દાર્શનિકો, તાપસો, સંન્યાસીઓ, પરિવ્રાજકો આદિ કઠિન નિયમોનું પાલન કરે, દેહદમન કરે પરંતુ સમ્યક્ સમજણના અભાવે અજ્ઞાનતપ અને અકામનિર્જરા કરીને દેવગતિને પ્રાપ્ત કરે છે પરંતુ શ્રદ્ધાના અભાવે આરાધક થતા નથી. આ રીતે કેવળ દેવગતિની પ્રાપ્તિમાં જ સાધનાની સફળતા નથી પરંતુ શ્રદ્ધા સહિતની આરાધનાથી આરાધક થવું તે જ સાધનાની સફળતા છે. આ વિષય સાધકો માટે અત્યંત સમજવા યોગ્ય છે. સાધકોની સાધના અનુસાર તેની ગતિ થાય છે અને જ્યારે સંપૂર્ણ કર્મોનો ક્ષય થાય ત્યારે જીવનો મોક્ષ થાય છે.
કર્મક્ષય માટે કેવળી સમુાતની વિશિષ્ટ પ્રક્રિયા, સંપૂર્ણ કર્મક્ષય પછી મુક્તિ, મુક્ત થયેલા જીવોનું ૠજુગતિથી એક સમયમાત્રમાં લોકાગ્રે સિદ્ધક્ષેત્રમાં ગમન, ત્યાં અનંત કાલ પર્યંત સ્થિતિ, સિદ્ધશિલા, સિદ્ધક્ષેત્ર અને સિદ્ધોનું સુખ વગેરે વિષયોનું વર્ણન અંતિમ બાવીસ ગાથામાં કર્યું છે. સિદ્ધોના સુખને અનુપમ અને અતુલ કહીને પણ મ્લેચ્છ પુરુષના દષ્ટાંતથી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તે દષ્ટાંત પણ અત્યંત તાદૃશ છે.
આ રીતે આ નાનકડું આગમ પણ મહત્ત્વપૂર્ણ સામગ્રીથી ભરેલું છે. તેમાં સૂત્રકારની વર્ણનાત્મક શૈલીમાં વિષયસંકલનાનું કૌશલ્ય ઉપસી આવે છે. તત્કાલીન સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા તેમજ પ્રચલિત વિભિન્ન સાધના પદ્ધતિઓને સમજવાની દષ્ટિથી પણ આ આગમ અનોખુ સ્થાન ધરાવે છે.
રચનાકાલ :– બારે ઉપાંગ સૂત્રોમાંથી એક પ્રજ્ઞાપના સૂત્રને બાદ કરીને સમસ્ત ઉપાંગ સૂત્રોની રચના ક્યારે થઈ અને કયા આચાર્યે તેની રચના કરી, તે સંબંધમાં કોઈ પણ જાણકારી ઉપલબ્ધ નથી અને આ વિષયમાં પ્રાચીન કે અર્વાચીન આચાર્યોએ કોઈ પણ પ્રકારની વિચારણા કે ચર્ચા વાર્તા કરી હોય તેમ પણ જણાતું નથી. તેમ છતાં અખંડશ્રદ્ધા સાથે બારે ઉપાંગસૂત્રો આજ સુધી નિર્વિવાદપણે સ્વીકાર્ય છે. તે જ ઉપાંગસૂત્રોની મહત્તાને પ્રદર્શિત કરે છે.
40
Page #47
--------------------------------------------------------------------------
________________
ભાષાશૈલી - આ આગમ પ્રાયઃ ગધાત્મક છે. તેમ છતાં થોડોક ભાગ પધાત્મક પણ છે. ભાષાની દષ્ટિએ પ્રસ્તુત આગમમાં ઉપમાની બહુલતા, સમાસની બહુલતા અને વિશેષણોની બહુલતા છે. તેમાં પ્રથમ સમવસરણ વિભાગની ભાષા કઠિન છે. તેની અપેક્ષાએ બીજા ઉપપાત વિભાગની ભાષા સરળ છે. વ્યાખ્યા સાહિત્ય :- શ્રી ઔપપાતિકસુત્રનો વિષય અત્યંત સરળ હોવાથી તેના પર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ સાહિત્યની રચના થઈ નથી. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ તેના પર સર્વ પ્રથમ સંસ્કૃત ભાષામાં ટીકાની રચના કરી છે. તે ટીકા પ્રાય: શબ્દાર્થ પ્રધાન છે. તેમાં અનેક મતાન્તરો અને પાઠાન્તરોનો સંકેત છે. ઉપલબ્ધસંસ્કરણ :- પ્રસ્તુત આગમનું સર્વ પ્રથમ પ્રકાશન ઈ.સ. ૧૮૭૫માં રાયબહાદુર ધનપતસિંહે કલકત્તાથી કર્યું. ત્યાર પછી ઈ.સ. ૧૮૮૦માં આગમસંગ્રહ કલકત્તાથી અને ઈ.સ. ૧૯૧માં આગમોદય સમિતિ મુંબઈ તરફથી વૃત્તિ સાથે પ્રકાશન થયું.
ત્યાર પછી આચાર્ય શ્રી અમોલક ઋષિજી મ.સા.એ હિન્દી અનુવાદ સહિત, ઈ.સ. ૧૯૫૯માં જૈન શાસ્ત્રોદ્વાર સમિતિ રાજકોટથી સંસ્કૃત વ્યાખ્યા, હિન્દી સાથે ગુજરાતી અનુવાદ સહિત આચાર્ય શ્રી ઘાસલાલજી મ.સા. દ્વારા, ઈ.સ. ૧૯૩માં મૂળ પાઠ અને હિન્દી સહિત, સંસ્કૃતિ રક્ષકસંઘ સૈલાના દ્વારા, ૧૯૩૬માં પુષ્ફભિષ્ણુએ સુત્તાગમે” સ્વરૂપે કેવળ મૂળપાઠનું અને યુવાચાર્ય શ્રી મધુકરમુનિ મ.સા.ના નામે આગમપ્રકાશન સમિતિ બાવરથી હિન્દી અનુવાદ વિવેચન સહિત તેનું પ્રકાશન થયું છે. આ રીતે યુગેયુગે પૂર્વાચાર્યોએ આગમ પરંપરાને અખંડિત રાખવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમના પુણ્ય પુરુષાર્થે જ આ કૃતગંગાનો પાવન પ્રવાહ આપણા સુધી પહોંચ્યો છે. પ્રસ્તુત સંસ્કરણ :- શ્રી અભયદેવસૂરિ કૃત ટીકાને આધારભૂત બનાવીને અન્ય પૂર્વાચાર્યોના હિન્દી, ગુજરાતી અનુવાદને લક્ષમાં રાખીને ગુજરાતી લોકો સરળતાપૂર્વક આગમના રહસ્યો સમજી શકે તે એક માત્ર ઉદ્દેશથી મૂળપાઠ, ભાવાર્થ, આવશ્યકતા અનુસાર સંક્ષિપ્ત વિવેચન સહિત આ સંસ્કરણ તૈયાર કરીને અમે શ્રુતસેવા માટેનો યત્કિંચિત્ પુરુષાર્થ કર્યો છે. આભાર દર્શન - સૌ. કે. ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.ના નામથી પ્રારંભ થયેલા આ મહત્તમ કાર્યમાં ગુરુકુલવાસી અનેક સતીજીઓએ યત્કિંચિત્ લાભ લીધો, આગમ
41
Page #48
--------------------------------------------------------------------------
________________
અનુવાદકાર્યની ફાળવણી સમયે દાદી ગુરુણી પૂ. લીલમબાઈ મ.એ મને શ્રી ઉવવાઈ સૂત્રનું અનુવાદકાર્ય સોંપીને મારા વીર્યાચારની ફોરવણીની અમૂલ્ય તક આપી. મારા કાર્યનો પ્રારંભ વડિયા મુકામે તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના પાવન સાંનિધ્યમાં તેમના કૃપાપૂર્ણ દષ્ટિપાતપૂર્વક થયો અને તેની પૂર્ણતા રાજકોટ મુકામે થઈ.
કાર્ય સફળતાની સોનેરી ક્ષણે સહુ પ્રથમ અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવને સ્મૃતિપટ પર લાવીને તેમને ભાવ વંદન કરું છું. વિંડલ સંતો પૂ. જયંત–ગિરિ—જનક ગુરુદેવને વંદન કરું છું.
આગમ અવગાહનમાં સતત કાર્યરત પૂ. તિલોકમુનિ મ.સા.એ અપ્રમત્તપણે કાર્ય કરીને સૈદ્ધાંતિક દષ્ટિકોણથી આગમનું શુદ્ધિકરણ કર્યું છે. તેમનો હું હાર્દિક આભાર માનું છું.
અમારા મુગટમણિ સમ પૂજ્યવરા પૂ. મુક્તાબાઈ મ.ના આશીર્વાદે મારું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થયું છે. આગમ સંપાદનમાં જ જેઓએ પોતાના જીવનને સમર્પિત કર્યું છે તેવા મુખ્ય સંપાદિકા દાદી ગુરુણી પૂ. લીલમબાઈ મ.એ પોતાના વિશાળજ્ઞાનથી મારા લેખનને નવો ઓપ આપ્યો છે.
મારા જીવનૈયાના સુકાની અનંત ઉપકારી ગુરુણીમૈયા સ્વ. પૂ. ઉષાબાઈ મ.ની સતત પ્રાપ્ત થતી પ્રેરણાથી મારું કાર્ય પૂર્ણતા સુધી પહોંચ્યું છે. પરંતુ અફસોસ ! આજે તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિ નથી. પૂ. ગુરુણીદેવા! આપના ઉપકારોને કયા શબ્દોમાં વર્ણવું ? હું આપને અંતઃકરણપૂર્વક વંદન કરું છું.
ડૉ. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકાએ પોતાની આગવી સૂઝ–બુઝથી મારા અનુવાદને લોકભોગ્ય બનાવવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો છે. તેમના પુરુષાર્થની હું કદર કરું છું.
મમ લઘુભગિની સાધ્વી હેમાંશીની સદ્ભાવના તથા ગુરુકુલવાસી સર્વ ગુરુભગિનીઓનો સાથ– સહકાર મારું પાથેય બન્યું છે.
સાવરકુંડલા નિવાસી શ્રી ચંદુભાઈ શાહે પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી લેખનના શુદ્ધિકરણમાં સહયોગ આપી શ્રુતજ્ઞાનની સેવાનો મહાન લાભ લીધો છે.
42
Page #49
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, આગમના શ્રુતાધાર, મુદ્રક શ્રી નેહલભાઈ વગેરેના ખંતપૂર્વકના ઉત્સાહને હું બિરદાવું છું.
સહુના સહિયારા પ્રયત્ન કાર્ય પૂર્ણ થયું છે. સર્વ નામી-અનામી ઉપકારીઓ પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું.
બસ ! અંતે જિનાજ્ઞાથી વિપરીત પ્રરૂપણા થઈ હોય, તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્.
- ગુરુકૃપાકાંક્ષી સાધ્વી કલ્પના
|
43
Page #50
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧
૨
૩
૪
૫
૭
८
2
૧૦
૧૧ ૧૨–૧૩
× ૨ ૦
૧૫
૧૬
૧૭
૧૮
૨૧–૨૮
૨૯-૩૨
૩૨ અસ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
વિષય
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય] અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય] આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય કરા પડે
ધુમ્મસ
આકાશ ધૂળ–રજથી આચ્છાદિત થાય ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ [ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ–મૂત્રની દુર્ગંધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય] ચંદ્રગ્રહણ—ખંડ/પૂર્ણ સૂર્યગ્રહણ-ખંડ/પૂર્ણ
રાજાનું અવસાન થાય તે નગરીમાં યુદ્ધસ્થાનની નિકટ
ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર ચાર મહોત્સવ–ચાર પ્રતિપદા
અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને ત્યાર પછીની એકમ
સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
અસ્વાધ્યાય કાલ
44
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી બે પ્રહર એક પ્રહર
આઠ પ્રહર
એક પ્રહર
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર
નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી
જ્યાં સુધી હોય ત્યાં સુધી
સંપૂર્ણ દિવસ–રાત્રિ એક મુહૂર્ત
[નોંધ :– પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી ઉ श्री ७ववा सूत्र O
મૂત્ર શ્રી ઉવેવાઈ રહી ઉ Gववासूत्र श्री Gad श्री
મૂત્ર શ્રી ઉવવાઈસૂત્ર " सूत्र
N
શ્રી ઉવવાઈ'સાગ
ત્રિી ઉવવાઈ મુત્ર શ્રી ઉવવાઈસત્ર શ્રી ઉવવાઈસૂત્ર શ્રી ઉવવાઈ'મુત્ર શ્રી ઉalોત્ર શ્રી ઉવવાઈ O. 2થી 3 ઇસૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર
કે શ્રી Gda - મૂત્ર
श्री ख्ववाछ सूत्र
લાખો
ણી નવવારી સૂટ
અતિ ઉપ
ડાંગ રાડાર
શ્રી ઉવવાઈસૂત્ર શ્રી ઉગવાઈ મુત્ર શ્રી ઉર
વિર 6
મૂળપાઠ,
શ્રી ઉવવાઈ મુત્ર શ્રી ઉગવાઈસત્ર શ્રી ૯
ભાવાર્થ,
વિવેચન,
પરિશિષ્ટ
TO 8 અ
અનાદિકા Sત્પના
આ ઉત્કાલિક સૂત્ર છે. તેના મૂળ પાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાયકાલને છોડીને ગમે ત્યારે થઈ શકે છે.
Page #52
--------------------------------------------------------------------------
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉવવાઈ સૂત્રઃ પરિચય
પરિચય
શ્રી ઉવવાઈ (ઔપપાતિક) સૂત્ર
૧
વિષયની દષ્ટિએ આ આગમના બે વિભાગ છે. (૧) સમવસરણ અને (૨) ઉપપાત. (૧) સમવસરણ :
આ વિભાગમાં મુખ્યતયા અંતિમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પોતાના વિશાળ પરિવાર સાથે પધાર્યા તેનું વિસ્તૃત વર્ણન છે.
ચંપાનગરીના કોણિકરાજા ભગવાન મહાવીર સ્વામીના અનન્ય ભક્ત હતા. પ્રતિદિન ભગવાનના વિહારના સમાચાર મેળવવા માટે તેમણે એક સંદેશવાહકની નિમણૂક કરી હતી. તે સંદેશવાહક દ્વારા ભગવાનના સમાચાર જાણીને કોણિક રાજા તે દિશામાં સાત-આઠ કદમ ચાલી પરમાત્માને ભાવપૂર્વક
વંદન કરતા હતા.
ભગવાન જ્યારે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા ત્યારે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક જાતિના ઘણા દેવ-દેવીઓ પોતાની દિવ્યઋદ્ધિ સહિત ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. તે જ રીતે રાજા કોણિક પોતાની પટ્ટરાણી ધારિણી, પારિવારિક જનો સહિત સંપૂર્ણ રાજસી ઠાઠ-માઠથી ભગવાનના દર્શન કરવા ગયા. સૂત્રકારે આ પ્રસંગની પાર્શ્વભૂમિકામાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, વનખંડ, પૃથ્વી શિલાપટ્ટક, કોણિક રાજા, ધારિણી રાણી, તીર્થંકર, તીર્થંકરનો શિષ્યપરિવાર અને કોણિક રાજાની દર્શન યાત્રા તથા ભગવાનની દેશનાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તે ઉપરાંત બાર પ્રકારના તપના ભેદ-પ્રભેદનું વિશ્લેષણ કર્યું છે.
નગરી :– જ્યાં કોઈ પણ પ્રકારનો રાજ્યકર લેવાતો ન હોય તેને નગરી કહે છે. નગરીની સુરક્ષા માટે કાંગરા સહિતનો સુશોભિત કિલ્લો, તેમાં મુખ્ય પ્રવેશ દ્વાર, નાના-નાના અન્ય દરવાજાઓ, મોટા મોટા રાજમાર્ગો, કયાંક ત્રણ રસ્તા ભેગા થતાં હોય તેવા ત્રિક માર્ગો, તે રીતે ચતુષ્ક માર્ગો, ચત્વરો, લોકોની અવર-જવર માટે સુવિધાજનક રસ્તાઓ, મોટી બજારો, વિવિધ દુકાનો અને દરેક પ્રકારના વાહનોની વ્યવસ્થા હોય તે નગરીનું બાહ્ય સ્વરૂપ છે.
પ્રજાજનોને સર્વ પ્રકારની જરૂરિયાતો સહજતાથી પ્રાપ્ત થઈ શકે તે માટે અનુકૂળ આવાસો, ધન-ધાન્ય, ઘી, દહીં, દૂધ આદિ ગોરસની પ્રચુરતા, કૂવા, નદી, તળાવ આદિ જલાશયો તેમજ દરેક વ્યક્તિ પોતાની યોગ્યતા પ્રમાણે આજીવિકા પ્રાપ્ત કરી શકે તે માટે ખેતી-વાડી, વણાટ કાર્ય, કુંભારી કાર્ય, સુથારી કાર્ય, લુહારી કાર્ય અને વિવિધ વ્યાપારો હોય, તે નગરીનું આંતરિક સ્વરૂપ છે.
પ્રજાજનોના આનંદ પ્રમોદ માટે ઉદ્યાનો, દર્શનીય સ્થાનો, વિવિધ કલાકારો હોય, પ્રજાજનોની સુરક્ષા માટે સુવ્યવસ્થિત સુરક્ષાદળ હોય તે નગરીનું એક મહત્ત્વનું અંગ છે.
ચંપાનગરીમાં આ સર્વ પ્રકારની વ્યવસ્થા હતી. તેથી પ્રજાજનો પરસ્પર પ્રેમ અને મૈત્રીભાવપૂર્વક શાંતિ-સમાધિથી જીવન વ્યતીત કરી રહ્યા હતા.
Page #54
--------------------------------------------------------------------------
________________
૨
|
શ્રી વિવાઈસૂત્ર
ચૈત્ય – દરેક નગરીની બહાર ઈશાનખૂણામાં એક ચૈત્ય-ચક્ષાયતન યુક્ત ઉદ્યાન હોય છે. નગરજનો માટે તે લૌકિક રીતે શ્રદ્ધાનું સ્થાન હોય છે. કુલપરંપરા અનુસાર લોકો ત્યાં જાય છે, ભક્તિભાવથી યક્ષની સેવા પૂજા કરી પોતાના લૌકિક ઈષ્ટ ફળની સિદ્ધિ કરે છે.
તે ચૈત્ય રંગ-રોગાનથી સુરમ્ય, શિખર કળશ, ધ્વજા, પતાકા અને ઘંટાઓથી સુશોભિત, ધૂપ-દીપ આદિથી મઘમઘાયમાન હોય છે. તેમાં બિરાજમાન યક્ષ લોકો માટે વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય હોય છે. પૂર્ણભદ્ર ચૈત્ય પણ ચંપાનગરીના લોકો માટે શ્રદ્ધાના સ્થાનભૂત હતું. વનખંડ -ચૈત્યની ચારે બાજુ વિશાળ વનખંડ હોય છે. તેમાં અશોક, તિલક, તાલ, તમાલ, પ્રિયંગુ આદિ વિવિધ પ્રકારના ઘટાદાર વૃક્ષો હોય છે. તેમાં પદ્મલતા, નાગલતા, ચંપકલતા, અતિમુક્તક લતાઓ વગેરે વિવિધ પ્રકારની લતાઓ હોય છે. તે વૃક્ષોના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા-પ્રશાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ, આ દશ અવસ્થાઓ સર્વશ્રેષ્ઠ હોય છે. ત્યાંની ફળદ્રુપ જમીન, પર્યાપ્ત પાણી અને અનુકૂળ વાતાવરણના કારણે વૃક્ષો, લતાઓ હંમેશાં લીલાછમ રહે છે. પુષિત થયેલા વૃક્ષોની આસપાસ પુષ્પરસ પીવા માટે ભ્રમરો, મધમાખીઓ વગેરે અને ફળોથી લચી પડેલા વૃક્ષોની આસપાસ પોપટ, મેના, કોયલ આદિ પક્ષીઓનો મોટો સમૂહ ઉતરી આવે છે. તેના મધુર કલરવથી વાતાવરણ મનોહર બની જાય છે.
વૃક્ષો અત્યંત ગીચ હોવાથી તે વનખંડ નીલો અને નીલી કાંતિવાળો, કયાંક શ્યામ અને શ્યામ કાંતિવાળો, શીતળ અને શીતળ છાયાવાળો લાગે છે. પૃથ્વી શિલાપાક:- વનખંડના અશોકવૃક્ષના થડથી થોડે દૂર એક મોટો પૃથ્વી શિલાપટ્ટક(પાટ જેવી સપાટ પહોળી શિલા) હોય છે. તે શિલા એક મોટા ઓટલા જેવી પૃથ્વીમય હોય છે. તે અષ્ટકોણ આકારની કાળી, કાંતિમાન, સુરમ્ય અને મનોહર લાગે છે. રાજ- રાજા મહાહિમવાન પર્વત અથવા મેરુપર્વતની જેમ શ્રેષ્ઠ હોય છે. તે ઉજ્જવળ કુળ અને વંશમાં ઉત્પન્ન થયેલા, પરિપૂર્ણ નિર્દોષ અને ઉત્તમ અંગોપાંગયુક્ત, રાજલક્ષણોથી શોભિત હોય છે.
પિત પરંપરા મુજબ અને અન્ય રાજાઓ દ્વારા બહુમાનપૂર્વક તેનો રાજ્યાભિષેક થયો હોય, પ્રજાજનો માટે આદરણીય અને સન્માનનીય હોય, રાજ્ય વ્યવસ્થાનું સમુચિત રીતે સંચાલન કરતા હોય, પ્રજાજનોનો સર્વાગી વિકાસ થાય અને રાજ્યમાં શાંતિનું વાતાવરણ હંમેશાં જળવાઈ રહે તે માટે સતત પુરુષાર્થશીલ હોય, ઉગતા શત્રુઓને ડામી દેતા હોય અને પૂર્વના શત્રુઓને પોતાના શૌર્ય અને પરાક્રમથી પરાજિત કરીને રાજ્યને શત્રુરહિત બનાવી દેતા હોય, તે શ્રેષ્ઠ રાજા કહેવાય છે.
કોણિકરાજા ઉપરોક્ત સર્વગુણ સંપન્ન હતા. તેમનો પ્રજા સાથેનો સમગ્ર વ્યવહાર પ્રેમાળ અને કરુણાશીલ હતો. તેના રાજ્યમાં નગરજનો પોતાની યોગ્યતા પ્રમાણે આજીવિકા પ્રાપ્ત કરી શકે તે પ્રકારની સર્વ વ્યવસ્થાઓ હતી. કોણિક રાજા નગરજનોના પાલક, પોષક અને પિતૃતુલ્ય હતા. રાણી - રાણીનું શરીર સ્ત્રીના ઉત્તમ લક્ષણોથીયુક્ત હોય છે. હાથ-પગ સુકોમળ, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, વિષયોને ગ્રહણ કરવાની સક્ષમતા, સૌભાગ્ય સૂચક હાથની રેખાઓ આદિ ઉત્તમ લક્ષણો, તલ, મસા આદિ વ્યંજનયુક્ત દેહ, તે તેનો બાહ્ય વૈભવ અને ઉત્તમ સદાચાર, શીલસંપન્નતા, પતિમાં અનુરક્તા અને લાલિત્ય, તે તેનો અંતર ગુણ વૈભવ હોય છે.
રાણી સુંદર વેશભૂષા, મધુર આલાપ-સંલાપ અને મનોહર ચેષ્ટાઓ દ્વારા રાજાને સદા પ્રસન્ન
Page #55
--------------------------------------------------------------------------
________________
ઉવવાઈસત્ર:પરિચય
:
કરતી હોય છે. ધારિણીરાણી ઉપરોકત સર્વ ગુણોથી સંપન્ન હતી. તીર્થકર ભગવાન મહાવીર સ્વામી - ભગવાન સાત હાથની ઊંચાઈ, વજઋષભનારાચસંઘયણ, સમચતુરસસંસ્થાન, કંચન જેવો વર્ણ, સર્વ શ્રેષ્ઠ પરિપૂર્ણ અંગોપાંગ અને ૧૦૦૮ ઉત્તમ લક્ષણો સંપન્ન દેહના ધારક હતા. તેઓ સ્વયં બોધને પામી આત્મિક પુરુષાર્થ દ્વારા રાગ-દ્વેષ જનિત ચાર ઘાતકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ અને અનંત આત્મિક શક્તિ, તે ચાર મુખ્ય ગુણોને પ્રગટ કરી, પોતાના શાસનમાં શ્રત અને ચારિત્રધર્મનો પ્રારંભ કરનારા, સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર તીર્થની સ્થાપના કરનારા હતા. તેઓ સ્વયં રાગ-દ્વેષને જીતનારા, સંસાર સાગરને તરનારા, કર્મબંધનથી મુક્ત અને અન્યને તે માર્ગ બતાવનારા હતા; દેવો, દાનવો, માનવો દ્વારા પૂજનીય, અરિહંત પદને પ્રાપ્ત અને સિદ્ધપદને પ્રાપ્ત કરવાની ભાવનાવાળા ભગવાન મહાવીર સ્વામી હતા. ભગવાન મહાવીર સ્વામીનો શિષ્ય પરિવાર :- ૧૪,૦૦૦ સાધુઓ અને ૩૬,૦૦૦ સાધ્વીજીઓ તેમના પાવન સાંનિધ્યમાં સંયમ અને તપની આરાધના કરી રહ્યા હતા. તેઓ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સત્તર પ્રકારના સંયમ અને બાર પ્રકારના તપના આરાધક હતા. કર્મક્ષય માટે સતત પુરુષાર્થશીલ તે શ્રમણો પોતાની શક્તિ અનુસાર રત્નાવલી, કનકાવલી, એકાવલી આદિ વિવિધ પ્રકારની કઠિન તપસ્યા કરી રહ્યા હતા. ઘોર તપ, સંયમ અને બ્રહ્મચર્યના પ્રભાવે તે શ્રમણોને આમર્ષોષધિ, જલ્લૌષધિ, ખેલૌષધિ, કોષ્ઠબુદ્ધિ આદિ અનેક પ્રકારની લબ્ધિ પ્રગટ થયેલી હતી.
કેટલાક શિષ્યો કેવળજ્ઞાની, કેટલાક ચાર, ત્રણ અને બે જ્ઞાનના ધારક, કેટલાક ચૌદપૂર્વના ધારક હતા. કેટલાક શ્રમણો સંયમ પર્યાયથી, કેટલાક શ્રતથી અને કેટલાક વયથી સ્થવિર હતા. તેઓ ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, ઉપશાંત કષાયી, ગુપ્ત બ્રહ્મચારી હતા.
તે શ્રમણોમાં જાતિ, દીક્ષા પર્યાય વગેરે અપેક્ષાએ અનેક પ્રકારની વિવિધતા હતી. અનેક ગુણોના સ્વામી તે શ્રમણો પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં તેમ જ ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં તલ્લીન રહેતા હતા. કોપિક રાજાની દર્શનયાત્રા – ભગવાનના આગમનના સમાચાર જાણીને રાજા હર્ષ વિભોર બની ગયા. સમસ્ત પ્રજાજનોને તે આનંદમાં સામેલ કરવા માટે સમસ્ત નગરી સાફ-સૂફ કરાવી, પાણીનો છંટકાવ કરાવીને નગરીને શણગારી, વિવિધ તોરણો બંધાવ્યા, મોતીની માળાઓ, કળશો, ધ્વજા, પતાકા, પ્રેક્ષાગૃહ આદિની રચના કરાવી.
રાજાએ પોતાના માટે અભિષિક્ત હસ્તિરત્ન, ચાર ઘંટાવાળો રથ, ચતુરંગિણી સેનાને સુસજ્જ કરાવ્યા, રાણીઓ માટે વિવિધ વાહનો તૈયાર કરાવ્યા.
રાજાએ શ્રેષ્ઠ વિધિથી સ્નાન કર્યું, ધર્મસભાને યોગ્ય વસ્ત્રો અને આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું. આ રીતે પોતાની સંપૂર્ણ ઋદ્ધિ સહિત કોણિક રાજા ભગવાનના દર્શન માટે નીકળ્યા.
કોણિક રાજા પોતાના હસ્તિરત્ન પર આરુઢ થયા ત્યારે સર્વ પ્રથમ અષ્ટમંગલ ચાલ્યા, ત્યાર પછી કળશ, ઝારી, દિવ્ય છત્ર, પતાકા, ચામર, વૈજયંતિ ધ્વજા ચાલી. ત્યાર પછી ઉજ્જવલ દંડયુક્ત કોરંટ પુષ્પોની માળાથી સુશોભિત નિર્મળ છત્ર, પાદપીઠ સહિત સિંહાસન અને પદાતિઓ ચાલ્યા. ત્યાર પછી લાઠીધારી, ભાલાધારી, ધનુર્ધારી, ચામરધારી, ચાબુકધારી, પુસ્તક(ગ્રંથ)ધારી, ફલકધારી, વીણાધારી આદિ લોકો ચાલ્યા. ત્યાર પછી દંડી, મુંડી, શિખંડી, જટાધારી, મયૂરપીંછધારી, હાસ્યકાર, વિદૂષક, ખુશામતિયા, કાંદર્ષિકો, કૌસ્કુચિકો, મૌખરિકો, વાધવાદકો ચાલ્યા, તેમાંથી કેટલાક નાચતા, કૂદતા, જયનાદ
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સત્ર
ભા.
કરતા હતા. ત્યાર પછી ૧૦૮ જાતિવાન અશ્વો, મહાવત સહિત ૧૦૮ મદોન્મત્ત હાથીઓ, ધ્વજા-પતાકાથી સુશોભિત ૧૦૮ રથો ચાલ્યા. ત્યાર પછી હાથમાં તલવાર, ત્રિશુલ, ભાલા, લાઠી તથા ધનુષ્ય આદિ ધારણ કરેલા અનેક લોકો ચાલ્યા.
આ રીતે ચતુરંગી સેનાથી સુસજ્જ થયેલા કોણિક રાજાએ પોતાના રાજમહેલથી પ્રસ્થાન કર્યું અને ચંપાનગરીના મધ્યભાગમાંથી પસાર થતાં, અનેક સ્તુતિ ગાયકોના આશીર્વાદ, શુભેચ્છા તેમજ વંદન વગેરે સ્વીકારતાં ક્રમશઃ આગળ વધતા રાજા પૂર્ણભદ્ર ચૈત્યમાં પહોંચ્યા.
ભગવાનના અતિશયાદિને દૂરથી જ જોતાં રાજા પોતાના હાથી પરથી નીચે ઉતર્યા. વાહનોને ઊભા રખાવીને પગપાળા ચાલતા પાંચ અભિગમપૂર્વક– વિશિષ્ટ નિયમપૂર્વક, સાંસારિક ભાવો છોડી, પ્રભુમાં જ ચિત્તને એકાગ્ર બનાવીને પ્રભુ સમીપે ગયા. ધારિણી આદિ રાણીઓ પણ પાંચ અભિગમપૂર્વક, ભક્તિ સભર હૈયે, પ્રભુના સાંનિધ્યમાં ગઈ. ત્યાં જઈને પરમાત્માને વિધિવત્ વંદન-નમસ્કાર કરીને મન, વચન, કાયાથી પરમાત્માની પપાસના કરવા લાગી. પ્રભુ મહાવીર સ્વામીની દેશના :- ભગવાને વિશાળ પરિષદની મધ્યમાં શ્રત અને ચારિત્ર ધર્મનો ઉપદેશ આપ્યો. તેમાં છ દ્રવ્ય, નવ તત્ત્વ, કર્મબંધના કારણભૂત અઢાર પાપસ્થાનક, સંવરના કારણભૂત અઢાર પાપસ્થાનથી વિરક્તિ, નરકાદિ ચારે ગતિમાં ઉત્પન્ન થવાના ચાર-ચાર કારણો સમજાવ્યા.
તે ઉપરાંત આગારધર્મ-શ્રાવકધર્મ અને અણગાર-શ્રમણધર્મનું સ્વરૂપ સમજાવતાં શ્રાવકોના બાર વ્રત અને સાધુના પાંચ મહાવ્રતનો ઉપદેશ આપ્યો. ભગવાનનો ઉપદેશ સાંભળીને કેટલાક ભવ્ય જીવોએ શ્રમણ ધર્મ અને કેટલાકે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. કેટલાકે પોતાની ધર્મશ્રદ્ધાને દઢ કરી. કોણિકરાજા પણ ધર્મ શ્રવણ કરીને પ્રસન્ન થયા અને તેમણે પણ પોતાના શ્રદ્ધા-ભક્તિના ભાવો પ્રભુ સમક્ષ પ્રગટ કર્યા કે હે ભગવન્! આ ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે, અનુત્તર છે, પ્રતિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, શલ્યને કાપનારો છે, મુક્તિનો માર્ગ છે. આ ધર્મ જ સાર્થક–પ્રયોજનભૂત છે, શેષ સર્વ ભાવો નિરર્થક છે.
ધારિણી આદિ રાણીઓએ પણ પૂર્વવત્ શ્રદ્ધાના ભાવો પ્રગટ કર્યા. ધર્મ સાંભળીને પરિષદ સ્વસ્થાને પાછી ગઈ. (૨) ઉપપાત:
બીજા વિભાગમાં ગૌતમ ગણધરની જિજ્ઞાસાથી પૂછાયેલા પ્રશ્નોનું સમાધાન કરતા ભગવાને વિવિધ પ્રકારના જીવોની ઉત્પત્તિનું નિરૂપણ કર્યું છે તથા જીવો પરલોકમાં ઉત્પન્ન થઈને આરાધક થશે કે નહીં? તે મહત્ત્વના વિષયનું સ્પષ્ટીકરણ છે અને અંતે સિદ્ધ થવાની પ્રક્રિયા, સિદ્ધશિલા, સિદ્ધક્ષેત્ર અને સિદ્ધોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે.
જે જીવો સમ્યગુદર્શન સહિત આરાધનાપૂર્વક મૃત્યુ પામે તે જીવો પછીના જન્મોમાં પણ જૈનધર્મ પામી આરાધનાની યોગ્યતા પ્રાપ્ત કરે છે, આરાધના કરીને આરાધક બને છે અને જે જીવોને અકામનિર્જરા અને અજ્ઞાનતપથી દેવલોકની પ્રાપ્તિ થઈ હોય તે જીવો પછીના ભવમાં આરાધનાને યોગ્ય વાતાવરણ પ્રાપ્ત કરતા નથી કે આરાધક બનતા નથી.
તેમાં વારંવાર ત્રસ જીવોની ક્રૂરતાપૂર્વક હિંસા કરનારા જીવો નરકમાં જાય છે. અકામ નિર્જરા કરનારા, અનિચ્છાએ કષ્ટ સહન કરનારા, પરિસ્થિતિવશ બ્રહ્મચર્યનું પાલન કરનારા વિરાધકપણે
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉવવાઈ સૂત્ર : પરિચય
વાવ્યતર જાતિના દેવ થાય છે.
વાનપ્રસ્થ સંન્યાસીઓ વિરાધકપણે જ્યોતિષીદેવમાં, કાંદર્ષિક આદિ શ્રમણો વિરાધકપણે કાંદર્ષિક દેવમાં, કઠિન વ્રત નિયમોનું પાલન કરનારા પરિવ્રાજકો વિરાધકપણે પાંચમા દેવલોકમાં, ગુરુ આદિના પ્રત્યેનીકો વિરાધકપણે કિવિધી જાતિના દેવમાં ઉત્પન્ન થાય છે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય શ્રમણોપાસક આરાધકભાવે આઠમા દેવલોકમાં, મનુષ્ય શ્રાવકો બારમા દેવલોકમાં, શ્રમણો મોક્ષમાં અથવા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે.
૫
નિર્તો વિરાધકપણે નવમી જૈવેયકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે વિવિધ પ્રકારના જીવો પોતાની યોગ્યતા અનુસાર આરાધક કે વિરાધકપણે દેવગતિને પ્રાપ્ત કરે છે.
અંબડ પરિવાજકના ૭૦૦ શિષ્યો :– તેઓએ અંખડ પરિવ્રાજક પાસે પરિવાજક પરંપરાની જીવનચર્યા અને વ્રત-નિયમનો સ્વીકાર કર્યો હતો. તેમાં તેઓ મુખ્યતયા બ્રહ્મચર્યવ્રતનું પૂર્ણપણે પાલન કરતા હતા. ત્યાર પછી જ્યારે અંબડ શ્રમણોપાસક થયા ત્યારે તેના સર્વે ય પરિવ્રાજક શિષ્યો શ્રમણોપાસક બન્યા અને અહિંસા, સત્ય, અદત્તાદાન વિરમણ અને પરિગ્રહ વિરમણ વ્રતનું સ્થૂલપણે પાલન કરતા હતા. તેઓને જિનધર્મ પ્રતિ અતૂટ શ્રદ્ધા હતી. એકદા નિર્જન અટવીમાં જલના દાતા કોઈ ન મળ્યા. તૃષાથી અત્યંત વ્યાકુળ થયેલા તેઓએ અદત્ત વ્રતને દઢતાપૂર્વક ટકાવી રાખવા ગંગા નદીના કિનારે ભગવાન મહાવીરની સાક્ષીએ પાદપગમન અનશનનો સ્વીકાર કરીને આરાધનાપૂર્વક દેહનો ત્યાગ કર્યો પરંતુ અદત્તજલ ગ્રહણ ન કર્યું. તે ૭૦૦ શિષ્યો આરાધના સહિત મૃત્યુ પામ્યા હોવાથી પાંચમા દેવલોકમાં દશ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા અને તે પરલોકના આરાધક થયા.
અંબડ પરિવ્રાજક :– અખંડ પરિવ્રાજકે પરિવ્રાજક પણામાં ભગવાન મહાવીરના સમાગમે શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો હતો. જૈનધર્મમાં તેમને દઢ શ્રદ્ધા હતી. તપ-સંયમના પ્રભાવે તેને વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. લોકોને આશ્ચર્યચકિત કરવા તે વૈક્રિયલબ્ધિના પ્રયોગથી એક સાથે સો રૂપ બનાવી સો ઘરમાં ભોજન કરતા હતા. આધાકર્મ આદિ દોષ રહિત આહાર કરતા હતા.
અંતે તેઓ એક માસનું અનશન કરીને આરાધનાપૂર્વક મૃત્યુ પામીને પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા, દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સંયમ-તપનું પાલન કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
કેવળી સમુદ્દાત :– કેવળી ભગવાન વેદનીય, નામ અને ગોત્રકર્મની સ્થિતિને આયુષ્ય કર્મની સ્થિતિની સમાન બનાવવા માટે વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા આત્મપ્રદેશોને ફેલાવી લોકવ્યાપી બનાવે છે. આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં થતી આઠ સમયની આ સમગ્ર પ્રક્રિયાને કેવળી સમુદ્દાત કહે છે. સમુદ્દાતની ક્રિયા પૂર્ણ થયા પછી કેવળી ભગવાન આવશ્યકતાનુસાર મન, વચન અને કાયયોગની પ્રવૃત્તિ કરે છે. સિદ્ધ થવાની પ્રક્રિયા :– અંતિમ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તમાં કેવળી ભગવાન યોગ નિરોધ કરી અયોગી અવસ્થાને પ્રાપ્ત કરી, પાંચ હ્રસ્વ અાર અ, ઇ, ઉં, ૠ, વૃના ઉચ્ચારણકાલ પ્રમાણે સમયમાં શૈલેશીકરણ કરીને ચાર અધાતિકર્મોનો એક સાથે ક્ષય કરી, ઔદારિક, તેજસ અને કાર્યણ શરીરનો ત્યાગ કરી અશરીરી બની જાય છે. આ રીતે કર્મ અને કર્મજન્ય ભાવોથી સર્વથા મુક્ત થયેલો આત્મા ઋજુ ગતિથી એક સમય માત્રમાં લોકાર્ડો સિદ્ધક્ષેત્રમાં સ્થિત થઈ જાય છે. ત્યાં અનંતકાલ પર્યંત આત્મિક સુખનો અનુભવ કરે છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
[
s
]
શ્રી ઉવવાઈ સત્ર
સિદ્ધશિલા :- ઊર્ધ્વલોકમાં સર્વાર્થસિદ્ધ મહાવિમાનથી બાર યોજન ઊંચે સિદ્ધશિલા છે. તે ૪૫ લાખ યોજન લાંબી, પહોળી, મધ્યે આઠ યોજન જાડી, ત્યાર પછી ક્રમશઃ ઘટતા અંતિમ કિનારે (પરિધિ પાસે) માખીની પાંખથી અધિક પાતળી છે. તે શ્વેતસુવર્ણ, ચાંદી, દૂધ, દહીં આદિ પદાર્થોથી અનંતગુણી અધિક શ્વેત અને કાંતિમાન છે. સિદ્ધક્ષેત્ર :- સિદ્ધશિલાથી એક યોજન ઉપર લોકાંત છે. તે ચાર ગાઉ પ્રમાણ એક યોજનાના અંતિમછેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં ૩૩૩ ધનુષ્ય અને ઉર અંગુલ પ્રમાણ ક્ષેત્ર સિદ્ધક્ષેત્ર છે. ત્યાં અનંત સિદ્ધ ભગવાન બિરાજે છે. સિદ્ધ ભગવાન :- શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અનંતગુણ સંપન્ન કર્મમુક્ત, શુદ્ધ આત્માને સિદ્ધ કહે છે. ધર્માસ્તિકાયની સહાયતાથી તે લોકાગ્રે પહોંચી જાય છે. ત્યાં શાશ્વતકાલ પર્યત આત્મસ્વરૂપમાં નિમગ્ન રહે છે. સિદ્ધાત્માઓ અરૂપી હોવાથી પરસ્પર બાધક બનતા નથી તેથી એક સિદ્ધ હોય, ત્યાં અનંત સિદ્ધો રહી શકે છે. સિદ્ધોનું સુખ આત્મિક સુખ હોવાથી લૌકિક કોઈ પણ ઉપમાથી તેને પૂર્ણરૂપે સમજાવી શકાતું
નથી.
મનુષ્ય જે શરીર છોડીને સિદ્ધ થાય છે, તે શરીરથી ત્રીજો ભાગ ન્યૂન સિદ્ધોની અવગાહના હોય છે. જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તેથી સિદ્ધોની અવગાહના જઘન્ય એક હાથ અને આઠ અંગુલ તથા ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલની હોય છે. સિદ્ધોના આત્મપ્રદેશોનો કોઈ આકાર નથી પરંતુ તેના અંતિમ શરીરના આકારમાં તેના આત્મપ્રદેશો સ્થિત થાય છે.
આ રીતે સર્વ કાર્યો સિદ્ધ કરી, સર્વ પ્રકારના કર્મોથી મુક્ત થયેલા સિદ્ધો પરમ શીતલીભૂત થઈ જાય છે, સર્વ દુઃખોનો સંપૂર્ણ રીતે અંત કરે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
વિભાગ—૧: સમવસરણ
શ્રી ઉવવાઈ સૂત્ર
વિભાગ-૧ : સમવસરણ
यंपा नगरी :
१ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था - रिद्धत्थिमिय- समिद्धा, पमुइयजण-जाणवया, आइण्ण-जणमणूसा, हल-सयसहस्स-संकिट्ठ- विकिट्ठ-लट्ठ-पण्णत्ता सेउसीमा, कुक्कुङ-संडे य गामपउरा, उच्छु-जव-सालि-कलिया, गो-महिस-गवेलगप्पभूया, आयारवंत- चेइय-जुवइ-विविह-सण्णिविट्ठ-बहुला, उक्कोडिय-गाय- गंठिभेयग- भड तक्कर-खंडरक्ख- रहिया, खेमा, णिरुवद्दवा, सुभिक्खा, वीसत्थसुहावासा, अगकोडिकुडुंबियाइण्ण- णिव्वुयसुहा, गड-णट्टग- जल्ल-मल्ल- मुट्ठिय-वे लंबग-कहगपवग-लासग-आइक्खग-मंख - लंख-तूणइल्ल- तुंबवीणिय- अणेग-तालायराणुचरिया, आरामुज्जाण-अगङ- तलाय - दीहिय- वप्पिणि- गुणोववेया, णंदणवण-सण्णिभप्पगासा,
उव्विद्धविउल-गंभीर-खायफलिहा, चक्क-गय-मुंसुंढि - ओरोह-सयग्वि जमलकवाङ घण- दुप्पवेसा, धणु-कुडिल-वंक-पागार-परिक्खित्ता, कविसीसग-वट्ट-रइय-संठियविरायमाणा, अट्टालय-चरिय-दार-गोपुर-तोरण-समुण्णय-सुविभत्त-रायमग्गा, छेयायरिय-रइय-दढफलिह-इंदकीला, विवणि वणिय-छेत्त- सिप्पियाइण्ण- णिव्वय-सुहा, सिंघाडग-तिग-चउक्क- चच्चर-पणियावण-विविह-वत्थु-परिमंडिया, सुरम्मा,
णरवइ-पविइण्ण-महिवइपहा, अणेग-वर-तुरग मत्तकुंजर-रहपहकर-सीय- संदमाणीआइण्ण-जाण-जुग्गा, विमउल - णव - णलिणि-सोभियजला, पंडुरवर-भवण-सण्णिमहिया, उत्ताण-णयण-पेच्छणिज्जा, पासादीया, दरिसणिज्जा, अभिरूवा पडिरूवा ।
ભાવાર્થ:- તે કાલે– વર્તમાન અવસર્પિણીકાલના ચોથા આરામાં, તે સમયે– ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યારે ચંપા નામની નગરી હતી, તે નગરી ભવનાદિ ઋદ્ધિથી સંપન્ન, સ્વચક્ર અને પરચક્રના ભય રહિત, ધન-ધાન્યથી સમૃદ્ધ હતી. ત્યાંના નાગરિકો અને અન્ય દેશમાંથી આવીને વસેલા લોકો ત્યાં આનંદથી રહેતા હતા. તે નગરી હંમેશાં ઘણા મનુષ્યોથી ભરચક રહેતી હતી.
ત્યાંની ભૂમિ લાખો હળોથી વારંવાર ખેડાતી હોવાથી ફળદ્રુપ હતી અને તે ખેતરોની સીમા, સીમાચિહ્ન દ્વારા(કે જળનાલિકાઓ દ્વારા) નિશ્ચિત થયેલી હતી. ત્યાં કૂકડા અને નાના સાંઢ ઘણા હતા. તે ખેતરોમાં શેરડી, જવ, શાલિના ઢગલે-ઢગલા પડયા રહેતા હતા. તે નગરીમાં ગાયો, ભેંસો, ઘેટાઓ આદિ દૂધાળા પ્રાણીઓ ઘણા હતા, તેથી લોકોને ખાદ્યપદાર્થોનો અભાવ કદિ જણાતો નહીં. ત્યાં મોટા સુંદર કલાકૃતિ-વાળા ઉદ્યાનો અને નર્તકીઓ માટે અનેક ભવનો હતા.
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી વિવાઈસૂત્ર
ત્યાં લાંચ લેનારા રિશ્વતી, ખીસ્સાકાતરુઓ, ધાડપાડુઓ, ચોરો, બળજબરીથી કર વસૂલ કરનારાઓ ન હતા. તે નગર આવા સમસ્ત ઉપદ્રવોથી રહિત હતું. ત્યાંની પ્રજા હંમેશાં ક્ષેમકુશળ, નિરુપદ્રવી હતી, ભિક્ષુકોને ભિક્ષા પ્રાપ્તિ સુલભ હતી. લોકો વિશ્વસ્ત બની નિશ્ચિતપણે સુખપૂર્વક નિદ્રા લેતા હતા અર્થાત્ રાત્રે દરવાજા ખુલ્લા રાખીને સૂતા હતા. તે નગરી કરોડો કુટુંબોથી વ્યાપ્ત હોવા છતાં લોકોને કોઈપણ પ્રકારના કષ્ટનો અનુભવ થતો નહીં. તે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ સહજ રીતે પ્રાપ્ત થતી હતી.
ત્યાં નાટક કરનારા નટો, નૃત્યક્રિયા કરનારા નર્તકો, દોરડા પર ચઢીને ખેલ કરનારા જલ્લો, મલક્રીડામાં નિપુણ મલ્લો અર્થાતુ પહેલવાનો, મુષ્ટિથી પ્રહાર કરનારા મૌષ્ટિકો, વિવિધ વેશભૂષા અને ભાષાઓ દ્વારા બીજાને હસાવનારા વિદૂષકો, કથાકારો, કૂદવા અથવા તરવાની ક્રિયામાં નિપુણ પ્લવકો, રાસ રમવામાં નિપુણ લાસકો, શુભાશુભ શકુનનું કથન કરનારા આચક્ષકો(નૈમિત્તજ્ઞો), ચિત્રપટ દેખાડીને આજીવિકા કરનારા મંખો, મોટા-મોટા વાંસડાની ટોચ ઉપર ચઢીને ખેલ બતાવનારા લખો, તૂણા નામનાં વાદ્યવિશેષ વગાડનારાબાજીગરો, વીણાવાદકો, કરતાલ આદિ દ્વારા તાલદઈને લોકોને ખુશ કરનારા તાલચરો વગેરે વિવિધ પ્રકારે મનોરંજન કરાવનારા મનુષ્યો હંમેશાં રહેતા હતા.
તે નગરી માલતીલતા આદિના સમૂહથી, વૃક્ષરાજિથી શોભતા પ્રદેશોયુક્ત આરામોથી, પુષ્પગુચ્છોના ભારથી લચી પડેલા નાના નાના વૃક્ષોથી યુક્ત ઉદ્યાનો અને કૂવા, તળાવ, સરોવર, દીધિકા અને વાવો વગેરે રમ્યતાદિ ગુણોથી સંપન્ન હતી. તે મેરુપર્વતના નંદનવન જેવી શોભાસંપન્ન લાગતી હતી.
તે નગરીની ચારે બાજુ ગોળાકાર ખાઈ હતી. તે ખાઈ અતિ પહોળી અને તળિયું ન દેખાય તેવી ગંભીર-ઊંડી, ઉપરથી પહોળી અને નીચે સાંકડી હતી. તેની ચારે બાજુ કોટ હતો. તે કોટ ચક્ર, ગદા, મુસુંઢી વગેરે શસ્ત્રોથી તથા અવરોધ-શત્રુસૈન્યને રોકવા માટે બીજા નાનાકિલ્લાથી અર્થાત્ બેવડી ભીંતથી યુક્ત હતો તથા સેંકડો શત્રુઓને હણી નાખે તેવી શતની નામની તોપ વિશેષથી અને મજબૂત, છિદ્રરહિત અત્યંત સઘન એક સરખા બે દરવાજાઓથી યુક્ત હતો. તેથી નગરીમાં શત્રુઓનો પ્રવેશ થઈ શકતો ન હતો. તે નગરીની ચારે બાજુનો તે કિલ્લો વાંકા વળેલા ધનુષથી પણ વધારે વાંકો હતો અર્થાત્ તે કિલ્લો ધનુષાકારે હતો. તે કોટના કાંગરાઓ ગોળાકાર ઘાટિલા અને સુશોભિત હતા, કોટ ઉપર અટ્ટાલિકા-અગાસીઓ બનાવેલી હતી. કોટના મધ્યભાગમાં દરવાજા હતા. ત્યાંથી આઠ હાથના પહોળા રસ્તાઓ નીકળતાં હતા, કોટના મુખ્ય દરવાજેથી નગરીમાં પ્રવેશ થઈ શકતો હતો. તે દ્વાર ઉપર સુંદર તોરણો હતા. જુદા-જુદા સ્થાને પહોંચવા માટે જુદા-જુદા રસ્તાઓ નીકળતા હતા. નિપુણ શિલ્પીઓ દ્વારા બનાવેલી અર્ગલાઆગળીયાથી અને કમાડોને સજ્જડ બંધ કરવા લોખંડના ખીલારૂપ ભોગળથી નગરીના દ્વારો બંધ થઈ જતા હતા.
તે નગરીની બજાર, અનેક દુકાનો અને વ્યાપારીઓ તથા કુંભાર, વણકર વગેરે કારીગરોથી ભરચક રહેતી હતી. આ રીતે આવશ્યક પ્રયોજનોની સિદ્ધિ સહજ રીતે થતી હોવાથી લોકોની ચિત્તવૃત્તિ સુખમય રહેતી હતી. નગરીના શૃંગાટક-શીંગોડાના આકારના ત્રિકોણ સ્થાનોમાં, ત્રણ રસ્તા ભેગા થતાં હોય તેવા ત્રિક સ્થાનોમાં, ચાર રસ્તા ભેગા થતાં હોય તેવા ચતુષ્ક સ્થાનોમાં, અનેક રસ્તાઓ ભેગા થતાં હોય તેવા ચત્રોમાં, વસ્તુઓના ક્રય-વિક્રય માટે અનેક દુકાનો બનાવેલી હતી. તે દુકાનો વિવિધ પ્રકારની વેચાણ સામગ્રીઓથી શોભતી હતી અને દુકાનોથી નગરી પણ સુંદર, સુરમ્ય–આલ્હાદકારી લાગતી હતી.
નગરીના રાજમાર્ગો રાજાના ગમનાગમનથી તેમજ અનેક શ્રેષ્ઠ ઘોડાઓ, મદોન્મત્ત હાથીઓ,
Page #61
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
રથ સમૂહો, શિબિકા-પાલખીઓ, ચંદમાનિકા-નાની પાલખીઓ, યાન-વિશિષ્ટ પ્રકારના રથો, ગાડી-ગાડા અને યુગ્ય-હાથી, બળદ, ઘોડા દ્વારા વહન કરવા યોગ્ય અને ચારે બાજુ બે હાથ પ્રમાણ કઠોડો હોય તેવી પાલખીઓથી વ્યાપ્ત રહેતા.
ત્યાં જલાશયોના પાણી તાજા ખીલેલા કમળોથી સુશોભિત હતા. ત્યાંના પ્રત્યેક મકાનો હંમેશાં ચૂનાથી રંગેલા હોવાથી સુંદર દેખાતા હતા. નગરીની શોભા અનિમેષ દૃષ્ટિથી જોવાલાયક હતી. આ રીતે ચંપાનગરી પ્રસન્નતાજનકહોવાથી પ્રાસાદીય, જોવા જેવી હોવાથી દર્શનીય, મનને ગમે તેવી મનોરમ્ય હોવાથી અભિરૂ૫ અને વારંવાર જોવાની ઇચ્છા થાય તેવી, અસાધારણ રૂપવાળી મનોહર હોવાથી પ્રતિરૂપ હતી. પૂર્ણભદ્ર ચૈત્યઃ| २ तीसेणं चंपाए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए पुण्णभद्दे णामंचेइए होत्थाचिराईए, पुव्वपुरिसपण्णत्ते पोराणे, सहिए, वित्तिए, कित्तिए, णाए, सच्छत्ते, सज्झए, सघंटे, सपडागे, पडागाइपडागमंडिए, सलोमहत्थे, कयवेयदिए, लाउल्लोइयमहिए, गोसीस सरस रत्तचंदण-दद्दरदिण्णपंचंगुलितले, उवचिकचंदणकलसे, चंदणघङसुकक्तोरण-पडिदुवार देसभाए, आसत्तोसक्तविउलवट्ट वग्धारियमल्लदाम-कलावे, पंचवण्णसरस-सुरभिमुक्क पुप्फ-पुंजोवयास्कलिए, कालागुरूपवस्कुंदुरुक्क तुरुक्क-धूक्मघमघंत गंधुद्धयाभिरामे, सुगंधवरगंधिए, गंधवट्टिभूए;
| નાટ્ટી-શસ્ત-મસ્તી-મુફિય-વેdવા-વ-વાદન-સાસ-ગરૂ૩-igमंख-तूणइल्लतुंबवीणियभुयग-मागहपरिगए, बहुजणजाणवयस्सविस्सुककित्तिए, बहुजणस्स आहुणिज्जे, पाहुणिज्जे, अच्चणिज्जे, वंदणिज्जे,णमंसणिज्जे पूणिज्जे,सक्कारणिज्जे, सम्माणणिज्जे,कल्लाणं, मंगलं, देवयं, चेइयं,विणएणंपज्जुवासणिज्जे, दिव्वे, सच्चे,सच्चोवाए सण्णिहियपाडिहेरे, जागसहस्स-भागपडिच्छए बहुजणो अच्चेइ आगम्म पुण्णभद्दचेइयंपुण्णभद्दचेइयं । ભાવાર્થ:- તે ચંપાનગરીની બહાર ઈશાનકોણમાં પૂર્ણભદ્ર નામનું ત્ય(યક્ષાયતનથી યુક્ત ઉદ્યાન) હતું. તે ઘણું પ્રાચીન હતું. વૃદ્ધ પુરુષો તેની પ્રશંસા કરતા હોવાથી પૌરાણિક(પુરાણું) હતું, તે વર્ષો જૂનું અને પ્રસિદ્ધ હતું, આશ્રિતવર્ગને તેમાંથી આર્થિક સહાય અપાતી હતી, જાતજાતની દંતકથાઓથી તે કીર્તિત હતું અને સર્વત્ર ખ્યાતિ પામેલું હતું. તે ચૈત્ય છત્ર, ધ્વજા, ઘંટા, પતાકા, પતાકા ઉપર પતાકા અર્થાત્ અતિપતાકાઓથી સુશોભિત હતું. તેની સફાઈ માટે ત્યાં મુલાયમ મોરપીંછો રાખેલા હતા. ત્યાં એક ઓટલો બનાવેલો હતો. તે યક્ષાયતનની ભૂમિ છાણથી લીધેલી હતી, ભીંત સફેદ ચૂનાથી રંગેલી અને ચમકતી હતી. ભીંતમાં ઠેકઠેકાણે ગોરોચન અને સરસ રક્તચંદનના થાપા લગાવેલા હતા. તે યક્ષાયતનમાં મંગલકારી ચંદન ચર્ચિત કળશો સ્થાપિત હતા. તેના પ્રત્યેક દરવાજાઓ ઉપર ચંદન ચર્ચિત નાના કળશોના તોરણોની રચના કરવામાં આવી હતી. ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓથી યક્ષાયતનની ભીંતો સુશોભિત લાગતી હતી, તે ભીંતો ઉપર પાંચ વર્ણના સરસ, સુગંધિત પુષ્પ સમૂહો અનેક આકારોમાં ગોઠવાયેલા હતા. કાલાગુરુ, કુન્દરુષ્ક, લોબાન વગેરે સુગંધિત ધૂપથી ત્યાંનું વાતાવરણ હંમેશાં સુગંધથી
Page #62
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રી વિવાઈસૂત્ર
મઘમઘાયમાન રહેતું, અનેક પ્રકારના સુગંધી પદાર્થોથી સુવાસિત હોવાથી તે સુગંધની ગુટિકા જેવું લાગતું હતું.
- નટો, નર્તકો, જલ્લો, મલ્લો, મૌષ્ટિકો, વિદૂષકો, પ્લવકો, કથાકારો, રાસ રમનારાઓ, નૈમિત્તજ્ઞો, લખો, મંખો, બાજીગરો, વીણાવાદકો, ભોજકો-સેવકો અને સ્તુતિપાઠકોથી તે મંદિર હંમેશાં ભરચક રહેતું હતું. તેની પ્રસિદ્ધિ અનેક નગરજનો અને અન્ય દેશના નિવાસીઓ સુધી પહોંચી ગઈ હતી. ઘણા લોકોને માટે તે આહાનીય- દાન દેવા યોગ્ય હતું અર્થાત્ ઘણા લોકો ત્યાં દાન આપતા હતા. પ્રાહાનીય- વારંવાર દાન આપતા હતા.
લોકો તે યક્ષાયતનને ચંદનાદિથી પૂજા દ્વારા અર્ચનીય, સ્તુતિ આદિ દ્વારા વંદનીય, પંચાંગથી નમસ્કરણીય, પુષ્પથી પૂજનીય, વસ્ત્રાદિથી સત્કારણીય, બહુમાનપૂર્વક સન્માનનીય માનતા હતા. લોકોના ઇષ્ટ અર્થને સિદ્ધ કરતા હોવાથી કલ્યાણ સ્વરૂપ, અનર્થકારી ઘટનાઓના નાશ કરતા હોવાથી મંગલસ્વરૂપ, મનોવાંછિત ફળ આપતા હોવાથી દિવ્ય સ્વરૂપ, લોકોની અભિલાષાને જાણતા હોવાથી ચૈત્યસ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ અને વિનયપૂર્વક ઉપાસના કરવા યોગ્ય માનતા હતા. આ રીતે તે યક્ષાયતન દિવ્ય, સત્ય, આશાપૂરક અને દેવાધિષ્ઠિત હતું. તેનાં અભુત પ્રભાવથી હજારો લોકો યજ્ઞ-યાગાદિ દ્વારા તેમની સેવા-પૂજા કરતા હતા અને સાંસારિક અભિલાષાઓ પૂર્ણ થતાં દાન દેતા હતા. આ રીતે ઘણા લોકો પૂર્ણભદ્ર ચેત્યની
ખ્યાતિ-પ્રખ્યાતિ કરતા હતા. વિવેચન :રેડ્યું - ચૈત્ય શબ્દ અનેક અર્થવાચી છે. હેમીય નામમાલામાં હેમચંદ્રાચાર્યે ૧૦૮ અર્થ કર્યા છે. પ્રસ્તુત સૂત્રમાં આ શબ્દનો બે પ્રકારે પ્રયોગ થયો છે– (૧) રેવા હત્યા (૨) રેવયં વેદ્ય પ્રથમ પ્રયોગમાં આ શબ્દ ઉદ્યાનયુક્ત યક્ષાયતન અર્થમાં પ્રયુક્ત થયો છે. બીજો પ્રયોગ “જ્ઞાનયુક્ત” અર્થમાં પ્રયુક્ત છે, જેનું તાત્પર્ય એ છે કે તે યક્ષાયતનમાં બિરાજમાન યક્ષ અવધિજ્ઞાનાદિ અતિશય જ્ઞાન સંપન્ન હોવાના કારણે લોકોના પ્રશ્નોનું યથાર્થ સમાધાન થતું હતું.
ચૈત્યના પ્રસ્તુત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે નગરજનો માટે તે પૂર્ણભદ્ર યક્ષાયતન લૌકિક અપેક્ષાએ પૂજાનું સ્થાન હતું. લોકો ત્યાં આવીને આનંદ પ્રમોદ કરી શકે તેવી ઉદ્યાનાદિની સર્વ વ્યવસ્થાઓ હતી. બાળ સહસ્ત્ર = હજારો સેવકોના યજ્ઞ-યાગાદિને અને માધાપડિછ = દાનરૂપે તેઓની સંપત્તિના ભાગને પ્રાપ્ત કરનાર, સાહિત્ય પાકોરે = પ્રાતિહાર્ય યુક્ત, અતિશયધારી દેવયુક્ત અર્થાત્ તે યક્ષાયતન દેવાધિષ્ઠિત હતું. વનખંડ:| ३ सेणं पुण्णभद्दे चेइए एक्केणं महया वणसंडेणं सव्वओ समंता सपरिक्खित्ते। सेणं वणसंडे किण्हे, किण्होभासे, णीले, णीलोभासे, हरिए, हरिओभासे, सीए, सीओभासे, गिद्धे, णिद्धोभासे, तिव्वे, तिव्वोभासे, किण्हे, किण्हच्छाए, णीले, णीलच्छाए, हरिए, हरियच्छाए, सीए, सीयच्छाए, णिद्धे, णिद्धच्छाए, तिव्वे, तिव्वच्छाए, घणकडिअकडच्छाए, રમે, મહામેળ મૂE I ભાવાર્થ:- તે પૂર્ણભદ્ર ચેત્ય ચારે બાજુથી એક વિશાળ વનખંડથી(બગીચાથી ઘેરાયેલું હતું. તે વનખંડ અતિશય સઘન હોવાથી અંધકારમય લાગતો હતો. તેથી કૃષ્ણવર્ણવાળો અને કૃષ્ણકાંતિવાળો, નીલ વર્ણ
Page #63
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
વાળું અને નીલી કાંતિવાળો, હરિત– લીલાવર્ણવાળો અને લીલી કાંતિવાળો, શીતળ અને શીતળ કાંતિવાળો, સ્નિગ્ધ અને સ્નિગ્ધ કાંતિવાળો, તીવ્ર અને તીવ્ર કાંતિવાળો, કૃષ્ણ અને કૃષ્ણ છાયાવાળો, નીલ અને નીલ છાયાવાળો, લીલો અને લીલીછાયાવાળો, શીતળ અને શીતળ છાયાવાળો, સ્નિગ્ધ અને સ્નિગ્ધ છાયાવાળો, (તેનો સ્પર્શ કર્કશ ન હતો પરંતુ સ્નિગ્ધ હતો) તીવ્ર અને તીવ્ર છાયાવાળો હતો. તેના વૃક્ષોની શાખાઓ પરસ્પર મળી ગઈ હોવાથી તેની છાયા અત્યંત સઘન રહેતી હતી. તે વનખંડ મહામેઘના સમૂહ જેવો લાગતો હતો. पनडना वृक्षो:| ४ तेणं पायवा मूलमंतो कंदमंतो, खंधमंतो, तयामंतो, सालमंतो, पवालमंतो, पत्तमंतो, पुप्फमतो, फलमतो, बीयमंतो, अणुपुक्सुजाफ्रुइलवट्टभाक्परिणया, एक्कखंधा,अणेगसाला, अणेगसाहप्पसाहविडिमा, अणेगणर-वामसुप्पसारिय-अग्गेज्झघणविउल-वट्टखंधा, अच्छिद्दपत्ता, अविरलपत्ता, अवाईणपत्ता, अणईइपत्ता,णिद्धक्जरढपंडुपत्ता,णवहरियभिसंत पत्तभारंधयास्गंभीस्दरिसणिज्जा, उवणिग्गय-णव-तरुण-पत्त पल्लव-कोमल-उज्जल-चलंतकिसलय-सुकुमाल-पवालसोहियवरंकुरग्गसिहरा,
_ णिच्चं कुसुमिया, णिच्चं मऊरिया, णिच्चं पल्लविया लवइया, णिच्चं थवइया, णिच्चं गुलइया, णिच्चं गोच्छिया, णिच्चं जमलिया, णिच्चं जुवलिया, णिच्चं विणमिया, णिच्चं पणमिया, णिच्चं कुसुमियमाइय-लवइय-थवइय-गुलइय-गोच्छिय-जमलिय-जुवलियविणमियपणमिय-सुविभक्तपिंडमंजस्विडिसयधरा,
सुय बरहिण-मयण-साल-कोइल-कोभंगक-भिंगारग-कोंडलग-जीवंजीवगणंदीमुहकविल-पिंगलक्खग-कारंडग-चक्कवाय-कलहंस-सारस-अणेगसउणगण-मिहुणविरइय, सदुण्णइयमहुर-सरणाइए, सुरम्मे, संपिडियदरियभमरमहुयस्पिहकस्परिलिंतमत्तछप्पयकुसुमासक-लोलमहुस्गुमगुमंतगुंजतदेसभाए, अभिंतस्पुप्फफले, बाहिस्पत्तोच्छण्णे, पत्तेहि य पुप्फेहि य ओच्छण्ण पलिच्छण्णे साउफले, णिरोयए, अकंटए, णाणाविहगुच्छ गुम्म मंडवगसोहिए, विचिक्तसुहकेउभूए, वावी-पुक्खरिणी-दीहियासु य सुणिवेसियरम्मजाल-हरए पिंडिमणीहारिमं सुगंधिं सुह-सुरभिमणहरं च महया गंधद्धणिं मुयंता, णाणाविह-गुच्छगुम्म-मंडवग-घरगसुहसेउकेउबहुला, अणेगरहजाणजुग्गसिवियपविमोयणा, सुरम्मा, पासादीया, दरिसणिज्जा अभिरूवा, पडिरूवा । ભાવાર્થ - તે વનખંડના વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડા ફેલાયેલા હતા. મૂળની ઉપરનો ગાંઠરૂપ કંદ (भाग, थड, छास, -प्रशा , डूंपणो, पहाओ, पुष्पो, जो अने पी४, वृक्षना आशे अवयवो શોભાયમાન હતા. પ્રત્યેક વૃક્ષો ક્રમિક રીતે વિકસિત થયેલા, રમ્ય અને છત્રી જેવા ગોળાકાર હતા. તે વૃક્ષો એક થડ- વાળા અને અનેક શાખા-પ્રશાખાઓ તથા ઉપરની તરફ ગયેલી વિડિમા-મુખ્ય શાખાઓથી યુક્ત હતા. અનેક મનુષ્યો પહોળા કરેલા હાથથી પણ તેના વિશાળ-ગોળાકાર થડને બાથ ભીડી શકતા
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૨ |
શ્રી વિવાઈસૂત્ર
ન હતા અર્થાત્ તે થડ ઘણા વિશાળ હતા. તેના પાંદડાઓ છૂટા-છૂટા નહીં પરંતુ અત્યંત સઘન હતા, તેની વચ્ચે જરા પણ અંતર ન હતું. તે બધા જ પાંદડાઓ અધોમુખી હતા અને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, પક્ષી અને રાજા, તે છ પ્રકારની ઈતિઓ– વિપત્તિઓથી રહિત હતા. તે વૃક્ષો ઉપરથી જીર્ણ, પીળા થયેલા, સડી ગયેલા પાંદડાઓ ખરી જતા અને નવા, લીલાછમ, ચમકદાર પાંદડાઓ આવી જતા હતા. તે વૃક્ષોના સઘન પાંદડાઓના કારણે ત્યાં હંમેશાં અંધકાર જેવું લાગતું હતું. તે વૃક્ષોની શોભાનું સ્પષ્ટપણે કથન કરવું અશક્ય બની જાય તેવા તે ગંભીર અને દર્શનીય હતા. તાજા ઉત્પન્ન થયેલા તરુણ પત્રો; કોમળ, ઉજ્જવળ, મંદ-મંદ પવનની લહેરીથી ચલિત થતી કુંપળો; સુકોમળ પ્રવાલો અને ઉત્તમ અંકુરોથી તે વૃક્ષોના અગ્રભાગ શોભી રહ્યા હતા.
તે વૃક્ષો હંમેશાં સર્વ ઋતુઓના પુષ્પોથી પુષ્પિત, નવી-નવી મંજરીઓથી મંજરિત હોવાથી નવી નવી કૂંપળો ફૂટતી હોવાથી પલ્લવિત, ગુચ્છોથી સભર હોવાથી સ્તબકિત, લતાઓ વીંટળાયેલી હોવાથી ગુલ્પિત, પુષ્પગુચ્છોથી સુશોભિત હોવાથી ગુચ્છિત, સમપંકિતમાં સ્થિત હોવાથી યમલિત, બે-બેની જોડીમાં હોવાથી યુગલિત, ફળોના ભારથી ઝૂકેલા હોવાથી વિનમિત અને જમીન સુધી નીચા ઝૂકેલા હોવાથી પ્રણમિત હતા. આ રીતે તે વૃક્ષો હંમેશાં પુષ્પિત, મંજરિત, પલ્લવિત, સ્તબકિત, ગુલ્પિત, ગુચ્છિત, યમલિત, યુગલિત, વિનમિત, પ્રણમિત થઈને અત્યંત સઘન મંજરીઓ રૂ૫ પોત-પોતાના શિરોભૂષણથી શોભતા હતા.
તે વૃક્ષો ઉપર પોપટ, મોર, મેના, કોયલ, કોગિક નામનું પક્ષીવિશેષ, ભંગારક, કોંડલક, જીવંજીવક (ચકોર), નંદીમુખ, તેતર, બટર, કારંડક, ચક્રવાક, કલહંસ–બતક, સારસ વગેરે અનેક પક્ષી યુગલો મધુર સ્વરથી આનંદપૂર્વક કલરવ કરતા હતા, તેથી તે વૃક્ષો સુરમ્ય લાગતા હતા. મદથી ઉન્મત્ત, પુષ્પરસના આસ્વાદ માટે લોલુપ, સમૂહરૂપે એકત્રિત ભ્રમરો અને ભ્રમરીઓના ગુંજારવથી તે સ્થાન સદાય ગુજિત રહેતું હતું.
તે વૃક્ષોનો અંદરનો ભાગ પુષ્પ અને ફળોથી તેમજ બહારનો ભાગ પાંદડાઓથી આચ્છાદિત હતો. તે વૃક્ષો, પત્રો અને પુષ્પોથી આચ્છાદિત, સ્વાદિષ્ટ ફળ સહિત, કોઈ પણ પ્રકારની આપત્તિ કે રોગ રહિત અને કંટક રહિત હતા. તે વિવિધ પ્રકારના પુષ્પગુચ્છો, લતામંડપોથી રમણીય અને શોભાયમાન હતા. તે વૃક્ષો વિવિધ પ્રકારના સુખોના અર્થાતુ ઇદ્રિયજન્ય અને મનોજન્ય સુખના કેન્દ્રસ્થાનરૂપ હતા. તે વનખંડમાં ચાર ખૂણાવાળી વાવડીઓ, ગોળાકાર પુષ્કરિણીઓ તથા લાંબી વાવડીઓ ઉપર પથરાયેલા તે વૃક્ષો જાલગૃહ- ઝરુખા જેવા લાગતા હતા.
તે વનખંડમાં કેટલાક વૃક્ષોના સુગંધી પુલો દૂર-સુદૂર સુધી ફેલાતા હતા, તે સુવાસ મનને આનંદિત કરતી હતી અને સુગંધની પરંપરાને છોડતી હતી. આ રીતે તે વૃક્ષો, ગુચ્છો અને ગુલ્મોના બનેલા અનેક મંડપો, ઘરો, સુંદર માર્ગો અને પતાકાઓથી સદા સુશોભિત હતા. વનક્રીડા માટે આવેલી વ્યક્તિઓના રથ, યાન, બગી, શિબિકા વગેરે વાહનો તે વૃક્ષોની નીચે રાખવામાં આવતા હતા. આ રીતે તે વૃક્ષો અત્યંત સુરમ્ય, આહાદજનક, દર્શનીય, સુંદર આકારવાળા હોવાથી અભિરૂપ અને મનોહર હોવાથી પ્રતિરૂપ દેખાતા હતા. અશોકવૃક્ષ:| ५ तस्सणं वणसंडस्स बहुमज्झदेसभाए एत्थणं महं एक्के असोगवरपायवे पण्णत्तेकुस-विकुस विसुद्धरुक्खमूले, मूलमंते, कंदमंते जाव सुरम्मे, पासादीए, दरिसणिज्जे મળે, પડવે !
Page #65
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૧૭ ]
ભાવાર્થ :- વનખંડની બરાબર મધ્ય ભાગમાં એક વિશાળ અશોક નામનું શ્રેષ્ઠ વૃક્ષ હતું. તેની નીચેનો મૂળ ભાગ કુશ, તૃણાદિકોથી રહિત અને વિશુદ્ધ હતો. તે અશોકવૃક્ષના મૂળ, કંદ, સ્કંધ આદિ દશે અવયવો શોભનીય હતા.(અશોક વૃક્ષનું સંપૂર્ણ વર્ણન પૂર્વસૂત્ર પ્રમાણે જાણવું) કાવત્ તે અશોકવૃક્ષ સુરમ્ય, આલ્હાદજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતું. | ६ से णं असोगवरपायवे अण्णेहिं बहूहिं तिलएहिं, बउलेहिं लउएहिं, छत्तोवेहि, सिरीसेहि, सत्तवण्णेहिं, दहिवण्णेहिं, लोद्धेहिं, धवेहि, चंदणेहिं, अज्जुणेहिं, णीवेहिं, कुडएहिं, कलंबेहि, सव्वेहिं, फणसेहिं, दालिमेहिं, सालेहिं, तालेहिं, तमालेहिं, पियएहिं, पियंगूहि, पुरोवगेहिं, रायरुक्खेहि, णंदिरुक्खेहिं सव्वओ समंता संपरिक्खित्ते । ભાવાર્થ - તે ઉત્તમ પ્રકારનું અશોકવૃક્ષ બીજા ઘણા તિલક, બકુલ–બોરસલી, છત્રોપ, શિરીષ, સપ્તપર્ણ દધિવર્ણ, લોધ્ર, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબ, સવ્ય, ફણસ, દાડમ, શાલ, તાલ, તમાલ, પ્રિય, પ્રિયંગુ, પુરોપગ, રાજવૃક્ષ, નંદિવૃક્ષ વગેરે વૃક્ષોથી સર્વદિશાઓમાં ચારે તરફથી સારી રીતે ઘેરાયેલું હતું અર્થાત્ અશોકવૃક્ષની ચારેબાજુ તિલકાદિ ઘણા વૃક્ષો હતા. | ७ ते णं तिलया बउला लउया जाव णंदिरुक्खा, कुसविकुसाविसुद्धरुक्खमूला मूलमंता, एवं जावएएसिवण्णओ भाणियव्वो जावसिवियपविमोयणा, सुरम्मा, पासादीया, दरिसणिज्जा, अभिरूवा, पडिरूवा । ભાવાર્થ - તે તિલક, બકુલ, લકુચ યાવતુ નંદિવૃક્ષ આદિ વૃક્ષોનો મૂળભાગ જમીનમાં ઊંડો ફેલાયેલો હતો અને કશ, તણાદિથી રહિત, વિશુદ્ધ હતો. તેનું વર્ણન પણ સુત્ર-વતુ જાણવું યાવત તેની નીચે શિબિકા આદિ વાહનો ઊભા રહેતા હતા. આ રીતે તે સુરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂ૫ અને પ્રતિરૂપ હતા. | ८ ते णं तिलया जाव णंदिरुक्खा अण्णेहिं बहूहिं पउमलयाहिं, णागलयाहिं, असोगलयाहिं, चंपगलयाहिं, चूयलयाहिं, वणलयाहिं, वासंतियलयाहिं, अइमुत्तय-लयाहिं कुंदलयाहिं, सामलयाहिं सव्वओ समंता संपरिक्खित्ता।
ताओ णं पउमलयाओ णिच्चं कुसुमियाओ णिच्चं माइयाओ जाव पासदीयाओ, दरिसणिज्जाओ, अभिरूवाओ, पडिरूवाओ । ભાવાર્થ :- તે તિલકવક્ષથી નદીલક્ષ સધીના સમસ્ત વક્ષો પણ અન્ય અનેક પ્રકારની પઘલતાઓ. નાગલતાઓ, અશોકલતાઓ, ચંપકલતાઓ, આગ્રલતાઓ, વનલતાઓ, વાસંતીલતાઓ, અતિમુક્ત લતાઓ, કંદલતાઓ તથા શ્યામલતાઓથી ચારે તરફથી ઘેરાયેલાં હતાં.
તે પદ્મલતાઓ આદિ હંમેશાં પ્રફુલ્લિત, પુષ્પોથી યુક્ત હોવાથી પુષ્પિત, મંજરીઓથી યુક્ત હોવાથી મંજરિત યાવતું આફ્લાદજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ—અસાધારણ શોભાયુક્ત હતી. પૃથ્વીશિલા પટ્ટક - | ९ तस्सणं असोगवरपायवस्स हेट्ठा ईसिखंधसमल्लीणेएत्थणंमहं एक्के पुढविसिलापट्टए
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
पण्णत्ते - विक्खंभायाम-उस्सेह-सुप्पमाणे, किण्हे, अंजण- घण- किवाण- कुवलय- हलधरकोसेज्जागास-केस-कज्जलंगी - खंजण- सिंगभेद - रिट्ठय- जंबूफल-असणक-सणबंध - णीलुप्पल-पत्तणिकर-अयसि कुसुमप्पगासे, मरगय-मसार-कलित्त-णयणकीय-रासिवण्णे, णिद्धघणे;
૧૪
अट्ठसिरे आयंसय-तलोवमे, सुरम्मे, ईहामिय-उसभ-तुरग-णर-मगर-विहग-वालगकिण्णर- रुरु-सरभ-चमर-कुंजर - वणलय-पउमलय-भत्तिचित्ते, आईणग- रूय-बूर-णवणीयતૂ રિશ્તે- સૌહાસળસંનિ, પાલાવી, ક્ષિગિન્ગે, અભિરૂવે, ડિવા
ભાવાર્થ :- તે ઉત્તમ અશોકવૃક્ષના થડથી થોડે દૂર, અશોકવૃક્ષની નીચે એક વિશાળ પૃથ્વીશિલા પટ્ટક (પૃથ્વીશિલારૂપ પાટ) હતો. તે શિલાપટ્ટક પહોળાઈ, લંબાઈ અને ઊંચાઈમાં ન અતિ મોટો ન અતિ નાનો એવો સપ્રમાણ હતો. તે શ્યામવર્ણવાળો હતો. તે પૃથ્વીશિલાપટ્ટકનો વર્ણ આંજણ, કાળા વાદળાં, તલવાર, નીલકમલ, બલદેવના વસ્ત્રો, આકાશ, યુવાન પુરુષના વાળ, કાજળ રાખવાની ડબ્બી, ખંજન–કીલ, ભેંસના શીંગડા, નીલવર્ણના રત્ન, જાંબુના ફળ, બીયક નામનું વૃક્ષ, શણ પુષ્પના ડીંટિયા, નીલકમલના પાનનો સમૂહ અને અળસી પુષ્પની પ્રભા જેવો હતો. મરકત રત્ન, કસોટીનો પથ્થર અથવા કાળા કંદોરા અને આંખની કીકી સમાન તે ઘણો જ ચમકવાળો અને સજલ મેઘ જેવો શ્યામ હતો.
તે અષ્ટકોણ આકારનો હતો. તેનો તલ ભાગ દર્પણ જેવો ચમકદાર અને દેખાવમાં ઘણો રમણીય લાગતો હતો. તે ઈહામૃગ–વરુ, બળદ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, વ્યતરદેવ, કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમર, હાથી, વનલતા અને પદ્મલતાના ચિત્રો વડે સુશોભિત હતો. તેનો સ્પર્શ રૂવાંટીદાર ચર્મ, રૂ, બૂર નામની વનસ્પતિ, માખણ અને આંકડાના રૂ જેવો અત્યંત સુંવાળો હતો. તેનો આકાર સિંહાસન જેવો હતો. આ પૃથ્વી શિલાપટ્ટક આહ્લાદજનક, દર્શનીય, તેમજ સુંદર આકૃતિ સંપન્ન અને અપૂર્વ શોભાયમાન હતો. વિવેચનઃ
ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે સિંહાસનના આકારની શિલા હતી. તે શ્યામ વર્ણની હતી. પ્રસ્તુતમાં તેના કાળાવર્ણ માટે અંજનાદિ કાળા પદાર્થોની ઉપમા આપવામાં આવી છે. તેમાં નીલકમલ, આકાશ વગેરે નીલા વર્ણના અને બળદેવના વસ્ત્રો ઘેરા લીલા વર્ણના હોય છે. નીલ વર્ણ અને ઘેરો લીલો રંગ દૂરથી કાળા જેવો દેખાય છે, તેથી કાળી શિલા માટે તેની ઉપમા આપી છે.
કોણિક રાજા ઃ
१० तत्थ णं चंपा णयरीए कूणिए णामं राया परिवसइ, महयाहिमवंत-महंतमलयमंदर-महिंदसारे, अच्छंतविसुद्धदी हरायकुलवंससुप्पसूए, णिरंतरं रायलक्खण- विराइयंगमंगे, बहुजणबहुमाणपूइए, सव्वगुणसमिद्धे, खत्तिए, मुदिए, मुद्धाभिसित्ते, मा उपिउसुजाए, दयपत्ते, સીમ, સીમધરે, લેમ, હેમપરે, મધુસ્લિવે, નળવયપિયા, બળવયપાતે, નળવયપુરોહિ, સેવરે, વોડરે નરપવરે, લિવરે, પુલિસીદે, સિવષે, પુરિશ્તાનીવિલે, પુતિનુંકરી, पुरिसवरगंधहत्थी, अड्डे, दित्ते, वित्ते, विच्छण्ण-विडल भवण - सयणासण- जाण- वाहणाइणे,
Page #67
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
बहुधण-बहुजायरूवरयए, आओग-पओग-संपउत्ते, विच्छड्डिय-पउर- भत्तपाणे, बहुदासीदास-गो-महिसगवेलगप्पभूए,
पडिपुण्णजंतकोसकोट्ठागाराउधागारे, बलवं, दुब्बलपच्चामित्ते, ओहयकंटयं, णिहयकंटयं, मलियकंटयं, उद्धियकंटयं, अकंटयं, ओहयसत्तुं, णिहयसत्तुं, मलियसत्तुं, उद्धियसत्तुं, णिज्जियसत्तुं, पराइयसत्तुं, ववगयदुब्भिक्खं, मारिभयविप्पमुक्कं, खेमं, सिवं, सुभिक्खं, पसंत-डिंबडमरं रज्जं पसासेमाणे विहरइ । ભાવાર્થ - ચંપા નગરીમાં કોણિક નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ મહાહિમવંત પર્વત, મહામલય પર્વત, મેરુપર્વત અને મહેન્દ્ર પર્વતની જેમ શ્રેષ્ઠ હતા. તેમનો જન્મ અત્યંત વિશુદ્ધ અને દીર્ઘકાલથી રાજકુલરૂપે પ્રસિદ્ધ વંશમાં થયો હતો. તેમના અંગોપાંગ સ્વસ્તિકાદિ રાજ ચિહ્નોથી શોભતાં હતાં. તેઓ અનેક લોકો દ્વારા સન્માનિત અને પૂજનીય હતા, નીતિમત્તા, દાક્ષિણ્ય આદિ સર્વગુણોથી સમૃદ્ધ હતા, તેઓ શુદ્ધ ક્ષત્રિય વંશમાં જન્મ પામ્યા હતા. અનેક રાજાઓ દ્વારા તેમનો રાજ્યભિષેક કરવામાં આવ્યો હતો. તેઓ માતાપિતાના વિનીત હતા. સ્વભાવે કરુણાશીલ હતા, કુલ મર્યાદાનું પાલન કરનારા હોવાથી સીમંકર અને પાલન કરાવનારા હોવાથી સીમંધર હતા, પ્રજાના હિતાર્થે યોગ્ય વસ્તુઓ પ્રાપ્ત કરતા હોવાથી ક્ષેમકર અને વસ્તુઓની સારસંભાળ રાખતા હોવાથી ક્ષેમંધર હતા, ઉત્તમ ઐશ્વર્યશાળી હોવાથી મનુષ્યોમાં ઈદ્ર સમાન હતા, જનપદ નિવાસીઓને વિનય આદિ સંબંધી શિક્ષણ દેનારા તેમજ પ્રજાનું રક્ષણ તથા સુંદર રીતે પોષણ કરનારા હોવાથી પિતા સમાન હતા, જનપદ નિવાસીઓના પાલક હતા અને પ્રજાજનોના હિત માટે સાવધાન હોવાથી પુરોહિત સમાન હતા; કુમાર્ગે જનારને સન્માર્ગે લાવીને મર્યાદામાં સ્થિર કરતા હોવાથી સેતુકર હતા, અદ્ભુત કાર્ય કરનારા હોવાથી કેતુકર હતા, કોશ, સૈન્યબલ આદિથી સમૃદ્ધ હોવાથી સાધારણ મનુષ્યોમાં શ્રેષ્ઠ હતા. તેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તે ચારે પુરુષાર્થને સિદ્ધ કરનારા, પુરુષોમાં શ્રેષ્ઠ હતા. તેઓ સિંહ જેવા નિર્ભય હોવાથી પુરુષસિંહ, વાઘ જેવા શૂરવીર હોવાથી પુરુષ વ્યાઘ, સર્પની જેમ સફળ કાપવાળા હોવાથી પુરુષાશીવિષ, દીનદુઃખી પ્રત્યે કમળ જેવા કોમળ હૃદયવાળા હોવાથી પુરુષ પુંડરીક, શત્રુઓનું મર્દન કરનારા હોવાથી પુરુષગંધહસ્તિ સમાન હતા.
તે આઢય–અખૂટ ધનના સ્વામી, દખ–શત્રુઓના અભિમાનનો નાશ કરનાર, વિત્ત-સ્વધર્મ અને સ્વદેશના પાલક હોવાથી પ્રખ્યાત હતા; અનેક ભવન, શય્યા, આસન, યાન, વાહનો આદિથી સમૃદ્ધ હતા. તેમનો કોષ્ઠાગાર ધાન્યથી અને ભંડાર સોના, ચાંદી આદિ મૂલ્યવાન પદાર્થોથી ભરેલો હતો. તેઓ ધનલાભના પ્રયોગમાં અર્થાત્ મોટા-મોટા વ્યાપારોમાં હંમેશાં ઉદ્યમશીલ રહેતા હતા. તેમના ભોજનઘરમાં પ્રચુર માત્રામાં ભોજન બનતું હતું. જમી લીધા પછી પણ ઘણું ભોજન વધતું તે ગરીબોને અપાતું હતું. તેમની સેવામાં અનેક દાસ-દાસીઓ રહેતા તથા તેમની પશુશાળામાં ઘણા ગાય, ભેંસ, ઘેટા આદિ પશુધન રહેતું હતું.
તેમના મંત્રાગારો વિવિધ પ્રકારના મંત્રોથી, ખજાના સોનાના સિક્કાઓ અને રત્નો આદિથી, કોઠારો ધાન્યથી અને શસ્ત્રાગારો વિવિધ જાતના અસ્ત્રો-શસ્ત્રોથી યુક્ત રહેતાં હતાં. તેઓ શારીરિક બળ, ધન બળ અને સૈન્ય બળથી સંપન્ન હતા અને તેમણે અન્ય શત્રુ રાજાઓને બળહીન બનાવ્યા હતા. તેમનું રાજ્ય પ્રજાને પીડા કરનારા તસ્કર આદિ રૂપ કંટકથી રહિત હોવાથી ઉપહતકંટક, ચોર આદિને કારાગૃહમાં પૂરી રાખ્યા હોવાથી નિહતકંટક, ચોર,લુંટારા આદિને પ્રહારોથી મથિત કરી નાંખ્યા હોવાથી મથિતકંટક અને ઉપદ્રવકારી મનુષ્યોનો સર્વથા દેશનિકાલ કર્યો હોવાથી ઉદ્ધતકંટક હતું. આ રીતે ચોર આદિ કંટકોને વિવિધ ઉપાયો દ્વારા દૂર
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
કર્યા હોવાથી તેમનું રાજ્ય સર્વ પ્રકારે નિષ્કંટક હતું. તે જ રીતે તેમનું રાજ્ય ઉપહતશત્રુ, નિહતશત્રુ, મથિતશત્રુ, ઉદ્ધૃતશત્રુ, નિર્જિતશત્રુ અને પરાજિત શત્રુ હતું. રાજ્યમાં દુષ્કાળ આદિનો કે માર-મરકી આદિનો ભય ન હતો. આ રીતે ક્ષેમ-કુશળ, કલ્યાણકારી–ઉપદ્રવ રહિત, સુભિક્ષ–લોકોને સર્વ સામગ્રીઓ સુલભ હોય, કોઈ પણ પ્રકારના વિઘ્ન કે કલહ ન હોય, તેવા રાજ્યનું અનુશાસન કરતા કોણિક રાજા વિચરતા હતા. ધારિણી રાણી :
૧૬
११सणं कोणस्स रण्णो धारिणी णामं देवी होत्था - सुकुमालपाणिपाया, अहीण पडिपुण्णपंचिंदियसरीरा, लक्खण- वंजण-गुणोववेया, माणुम्माणप्पमाणपडिपुण्णसुजाय-सव्वंग-सुंदरंगी, ससि सोमाकास्कंतपियदंसणा, सुरूवा, करयल-परिमिय-पसत्थतिवलि- वलिय-मज्झा, कुंडलुल्लिहिय-गंडलेहा, कोमुइय-रयणियस्विमल- पडिपुण्णसोमवयणा, सिंगारागार चारुवेसा, संगयगय- हसिय-भणिय - विहिय- विलास- सललियसंलाव-णिउण-जुत्तोवयास्कुसला, पासादीया, दरिसणिज्जा अभिरूवा पडिरूवा; कोणिएणं रण्णा भंभसारपुत्तेणं सद्धिं अणुरत्ता, अविरत्ता इट्ठे सद्द-फरिस रस रूव-गंधे पंचविहे माणुस्सए कामभोए पच्चणुभवमाणी विहरइ ।
ભાવાર્થ :- તે કોણિક રાજાને ધારિણી નામે રાણી હતી. તેના હાથ, પગ ઘણાં જ સુકોમળ હતાં. તેનું શરીર સર્વ લક્ષણોથી સંપન્ન, સપ્રમાણ અને પાંચે ઇન્દ્રિયોથી પરિપૂર્ણ હતું. તેની શરીર સંપદા ઉત્તમ પ્રકારની હતી. હસ્તરેખા આદિ લક્ષણો, તલ, મસા આદિ ચિહ્નોથી તે સુસંપન્ન હતી. તે માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ અને સમસ્ત અંગોપાંગ સુંદર હોવાથી તે સર્વાંગ સુંદરી હતી. તેની મુખાકૃતિ ચંદ્રમા સમાન સૌમ્ય, મનોહર કાંતિવાળી અને સ્વરૂપવાન હતી. તેના શરીરનો મધ્યભાગ એટલે કટિપ્રદેશ અને ઉદર હસ્તતલ પ્રમાણ અર્થાત્ બે વેંત પ્રમાણ અને ત્રિવલીવાળો હતો. તેના બંને ગાલ પર કરેલી પત્રાવલી–રેખા(પીર) તેના કાનમાં પહેરેલાં કુંડળોથી ઘસાતી હતી.(અથવા તેના ગાલ, કાનમાં પહેરેલા કુંડલો દ્વારા ઘસાવાથી રેખા યુક્ત હતા.) તેમનું મુખ શરદપૂર્ણિમાના ચંદ્ર જેવું સૌમ્ય અને સ્વચ્છ હતું. તેનો પહેરવેશ શૃંગાર રસના નિવાસ સ્થાન જેવો હતો. તેની ચાલવાની રીત ગજ તથા હંસ સમાન મોહક હતી. તેનું સ્મિત-હાસ્ય આકર્ષક હતું, વાણી કોયલ તથા વીણા જેવી મીઠી-મધુરી અને કર્ણપ્રિય હતી, તેની ચેષ્ટાઓ, વિલાસઆંખના કટાક્ષ મનોહર હતા, પરસ્પર સંભાષણની રીત અલંકારયુક્ત હતી. આ રીતે તે રાણી સર્વ ક્રિયાઓમાં ચતુર, વ્યવહારોમાં કુશળ, પ્રાસાદીય, દર્શનીય, સુંદર આકૃતિ સંપન્ન અને અત્યંત શોભાયમાન હતી.
તે રાણી શ્રેણિકરાજાના પુત્ર કોણિક રાજામાં અનુરક્ત અને અનુકૂળ હતી. મનોજ્ઞ, ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધરૂપ પાંચે ઇન્દ્રિયોના મનુષ્ય સંબંધી કામભોગને ભોગવતી રહેતી હતી. વિવેચનઃ
लक्खण वंजणगुणोववेया :– લક્ષણ અને વ્યંજન આદિ ગુણયુક્ત. હાથ-પગ આદિમાં સ્વસ્તિક, ચક્ર આદિ ચિહ્નોને લક્ષણ અને તલ, મસા આદિ ચિહ્નોને વ્યંજન કહે છે. ઉત્તમ પુરુષોના શરીરમાં આવા શુભ લક્ષણો અને વ્યંજનો હોય છે.
माणुम्माणप्पमाणपडिपुण्णःતાઃ– માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ માન-બદ્ગોળપ્રમાળતા । જલથી
Page #69
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
ભરેલા કુંડમાં કોઈ પુરુષને બેસાડે અને તેમાંથી એક દ્રોણ પ્રમાણ પાણી બહાર નીકળે તો તે પુરુષ માનપ્રમાણ કહેવાય. સન્માન-સભાનતા I ત્રાજવાથી તોળવાથી જેનું વજન અદ્ધ ભાર પ્રમાણ થાય, તે પુરુષ ઉન્માન પ્રમાણ કહેવાય. પ્રમાણ નુ સ્વાદુનાષ્ટોત્તરશાતોછૂતયા | શરીરની ઊંચાઈ પોતાના અંગુલથી એકસો આઠ અંગુલ પ્રમાણ હોય તો તે પ્રમાણોપેત ઊંચાઈ કહેવાય છે. આ રીતે શરીરનું વજન, ઊંચાઈ આદિની સપ્રમાણતા સૂચિત કરવા માન, ઉન્માન અને પ્રમાણ તે ત્રણ શબ્દોનો પ્રયોગ થાય છે. ભગવાનના સમાચાર માટે કોશિકરાજાની વ્યવસ્થા - | १२ तस्सणं कोणियस्सरण्णो एक्के पुरिसे विउलकयवित्तिए भगवओ पवित्तिवाउए भगवओ तद्देवसियं पवित्तिं णिवेदेइ ।
तस्सणं पुरिसस्स बहवे अण्णे पुरिसा दिण्णभङ्भत्तवेयणा भगवओ पवित्तिवाउया भगवओ तद्देवसियं पवित्ति णिवेदेति । ભાવાર્થઃ- કોણિક રાજાએ ભગવાનના વિહાર આદિના સમાચાર મેળવવા માટે એક પુરુષની નિમણૂક કરી હતી. તે પુરુષને આજીવિકા માટે વિપુલ પ્રમાણમાં વેતન આપવામાં આવતું હતું. તે પુરુષ પ્રતિદિન ભગવાનના વિહાર, સમવસરણ આદિનું કોણિક રાજાને નિવેદન કરતો હતો.
તે મુખ્ય પુરુષની નીચે અન્ય અનેક પગારદાર માણસોની નિમણૂક કરવામાં આવી હતી. તેમને માટે વેતનરૂપે સુવર્ણમુદ્રા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પુરુષો પ્રતિદિન ભગવાનના વિહારાદિના સમાચાર મેળવીને નિવેદન કરતા હતા.
१३ तेणंकालेणं तेणं समएणं कोणिएराया भंभसारपुत्ते बाहिरियाए उवट्ठाणसालाए अणेग गणणायग-दंडणायग-राईसर-तलवर-माडंबिय-कोडुंबिय-मंति-महामंतिगणग-दोवारियअमच्च चेड-पीढमणगर-णिगम-सेटि-सेणावइ-सत्थवाह-दूय-संधिवाल-सद्धि-संपरिवुडे વિદરા ભાવાર્થ - તે કાલે, તે સમયે ભંભસાર–શ્રેણિક રાજાના પુત્ર કોશિકરાજા બાહ્ય ઉપસ્થાનશાળામાં ગણનું સંચાલન કરનારા ગણના મુખ્ય ગણનાયકો, દંડનું વિધાન કરનારા દંડનાયકો, માંડલિક રાજાઓ, ઐશ્વર્ય સંપન ઈશ્વરો, યુવરાજો, રાજા દ્વારા સુવર્ણપટથી સન્માનિત કરાયેલા તલવરો, પાંચસો ગામના સ્વામી એવા માડંબિકો, ઘણા કુટુંબોનું પાલન કરનારા કૌટુંબિકો, રાજાના સલાહકાર મંત્રીઓ, મંત્રી મંડળના અગ્રણી એવા મહામંત્રીઓ, જ્યોતિષ શાસ્ત્રના જાણકાર ગણકો, દ્વાર પર રક્ષા માટે ઊભા રહેતા દ્વારપાળો, અઢાર જ્ઞાતિઓના મુખી અને રાજ્યના અધિષ્ઠાયક રાજપુરુષ એવા અમાત્યો, સેવકો, સમવયસ્ક મિત્રો અથવા રાજાના હજૂરીયાસેવક એવા પીઠમર્થકો, નગરના રહેવાસી નાગરિકો, રાજ્યના વેપારી નિગમો, નગરના મુખ્ય વ્યાપારીઓ અને લક્ષ્મીકૃપા સૂચક પટથી અલંકૃત શ્રેષ્ઠીઓ, સેનાના નાયક સેનાપતિઓ, દેશાંતરમાં જઈ વ્યાપાર કરનાર સાર્થવાહો, સંદેશવાહક દૂતો, શત્રુરાજાઓ સાથે સંધિ કરવા નિમણુંક કરાયેલા સંધિપાલો વગેરે અનેક પુરુષોથી પરિવૃત્ત થઈને બેઠા હતા. ભગવાન મહાવીરનો દેહવૈભવ અને ગુણવૈભવ:१४ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे, तित्थयरे, सयंसंबुद्धे,
Page #70
--------------------------------------------------------------------------
________________
| १८ ।
શ્રી વિવાઈસૂત્ર
पुरिसुत्तमे, पुरिससीहे, पुरिसवरपुंडरीए, पुरिसवरगंधहत्थी, लोगुत्तमे लोगणाहे लोगहिए लोगप्पइवे लोगपज्जोयगरे अभयदए, चक्खुदए, मग्गदए, सरणदए, जीवदए, बोहिदए धम्मदए धम्मदेसए धम्मणायए धम्मसारही धम्मवरचाउरंतचक्कवट्टी, दीवो, ताणं, सरणं, गई, पइट्ठा, अप्पडिहयवरणाणदसणधरे, वियदृच्छउमे, जिणे, जावए, तिण्णे, तारए, बुद्धे, बोहए, मुत्ते, मोयए, सव्वण्णू, सव्वदरिसी, सिव-मयल-मरुय- मणंत-मक्खय-मव्वाबाहमपुणरावित्तियं सिद्धिगइ-णामधेयं ठाणं संपाविउकामे, अरहा, जिणे, केवली,
सत्तहत्थुस्सेहे, समचउरंस-संठाण-संठिए, वज्जरिसह-णाराय-संघयणे, अणुलोमवाउवेगे कंकग्गहणी कवोय-परिणामे, सउणि-पोस पिटुंतरोरूपरिणए, पउमुप्पल-गंधसरिसणिस्सास-सुरभि-वयणे छवी, णिरायंक-उत्तम-पसत्थ-अइसेय-णिरुवम-पले, जल्ल-मल्लकलंक-सेयरय-दोस-वज्जिय-सरी-णिरुवलेवे, छाया-उज्जोइयंगमंगे, घणणिचिय-सुबद्ध लक्खणुण्णय-कूडागार-णिभ-पिंडियग्ग-सिरए, सामलिबोंड- घणणिचिय- च्छोडियमिउविसय- पसत्थ-सुहुमलक्खण-सुगंधसुंदरे भुयमोयग-भिंग-णील-कज्जल- पहट्ठभमरगण-णिद्ध-णिकुरुंब णिचिय-कुंचिय-पयाहिणावक्त मुद्धसिरए, दालिमपुप्फ-प्पगासतवणिज्ज सरिस-णिम्मल-सुणिद्ध केसंत केसभूमी, छत्तागारुत्तिमंगदेसेणिव्वण-सम-लट्ठ मट्ठ-चंदद्ध समणिडाले, उडुवइ पडिपुण्णसोमवयणे, अल्लीण पमाणजुत्तसवणे, सुस्सवणे, पीणमंसल कवोलदेसभाए, आणामिय- चाव-रुइल-किण्हब्भराइ-तणु-कसिण-णिद्ध-भमुहे, अवदालिय- पुंडरीय-णयणे, कोयासिय- धवल-पत्तलच्छे, गरुलायय- उज्जु-तुंग-णासे, उवचिय- सिलप्पवाल- बिंबफल-सण्णिभाहरोटे, पंडुर-ससिसयल-विमल-णिम्मलसंख-गोक्खीरफेण-कुंद-दगरय-मुणालिया-धवल-दंतसेढी, अखंडदंते, अप्फुडियदंते, अविरलदंते, सुणिद्धदंते, सुजायदंते, एगदंतसेढी विव अणेगदंते, हुयवह-णित-धोयतत्ततवणिज्जरत्त-तल-तालु-जीहे, अवट्ठिय-सुविभत्तचित्तमंसू,
मंसल-संठिय-पसत्थ सदूल-विउल-हणुए, चउरंगुल-सुप्पमाण-कंबुवस्सरिसग्गीवे, वरमहिस-वराह-सीह-सदूल-उसभ-णागवर-पडिपुण्ण-विउल-क्खंधे, जुग- सण्णिभपीण-रइय-पीवर-पउट्ठ-सुसंठिय-सुसिलिट्ठ-विसिठ्ठ-घण-थिर-सुबद्ध-संधि-पुरवर- फलिहवट्टिय-भुए, भुयगीसर-विउलभोग- आयाण-पलिउच्छूढ-दीहबाहू, रक्त तलोवइय- मउयमंसल-सुजाय- लक्खणपसत्य अच्छिद्द-जाल-पाणी, पीवर-कोमल-वरंगुली, आयंब तंब तलिण-सुइरुइल-णिद्ध-णखे, चंद-पाणिलेहे, सूर-पाणिलेहे, संख-पाणिलेहे, चक्कपाणिलेहे, दिसासोत्थिय-पाणिलेहे, चंद-सूर-संख-चक्क-दिसासोत्थिय-पाणिलेहे, कणगसिलाय-लुज्जल-पसत्थ समतल-उवचिय-विच्छिण्ण-पिहुल-वच्छे, सिरि-वच्छंक्किय-वच्छे, अकरंडुय-कणग-रुयय-णिम्मल-सुजाय-णिरुवहय-देहधारी, अट्ठसहस्स-पडिपुण्ण- वरपुरिस लक्खणधरे, सण्णयपासे, संगयपासे, सुंदरपासे, सुजायपासे, मियमाइय पीण रइयपासे,
Page #71
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧: સમવસરણ
૧૯
उज्जुय-समसहिय-जच्च-तणु- कसिणणिद्ध आइज्ज लडह-रमणिज्ज- रोमराई, झस - विहगसुजाय-पीण-कुच्छी, झसोयरे, सुइकरणे पउम वियङ-णाभे, गंगावत्तग- पयाहिणावत्ततरंगभंगुर - रविकिरण-तरुण-बोहिय- अकोसायंत- पउमगंभीर - वियडणाभे, साहय- सोणंदमुसल-दप्पण-णिकरिय-वर- कणग-च्छरु सरिस-वरवइर-वलिय-मज्झे, पमुइय-वर-तुरगसीहवर-वट्ठिय-कडी,
वरतुरग-सुजाय-गुज्झदेसे, आइण्ण- हउव्व - णिरुवलेवे, वर- वारण- तुल्ल- विक्कमविलसियगई,गय-ससण-सुजायसण्णिभोरू, समुग्ग- णिमग्ग- गूढजाणू, एणी-कुरुविंदावतवट्टाणु पुव्वजंघे, संठिय-सुसिलिट्ठ-गूढगुप्फे, सुप्पइट्ठिय-कुम्म- चारु-चलणे, अणुपुव्वसुसंहयंगुलीएउण्णय-तणु- तंब णिद्ध-णक्खे, रत्तुप्पल-पत्त-मउय- सुकुमाल - कोमलतले,
अट्ठसहस्स-वरपुरिस-लक्खणधरे, णग-नगर-मगर सागर- चक्कंक- वरंक- मंगलंकियचलणे, विसिट्ठरूवे, हुयवह- णिद्धूम-जलिय तडितडिय तरुण- रविकिरण- सरिसतेए, अणासवे, अममे, अकिंचणे, छिण्णसोए, णिरुवलेवे, ववगय-पेम-राग-दोस मोहे, णिग्गंथस्स पवयणस्स देसए, सत्थणायगे, पइट्ठावए समणगपई, समणगविंद-परिवड्डिए, चउत्तीस-बुद्ध-वयणाइसेसपत्ते, पणतीस-सच्च-वयणाइसेसे, आगासगएणं चक्केणं, आगासगएणं छत्तेणं, आगासियाहिं चामराहिं, आगास-फलियामएणं सपायपीढेणं सीहासणेणं, धम्मज्झएणं पुरओ पकड्डिज्ज माणेणं, चउद्दसहिं समणसाहस्सीहिं, छत्तीसाए अज्जियासाहस्सीहिं सद्धिं संपरिवुडे पुव्वाणुपुव्वि चरमाणे, गामाणुग्गामं दूइज्जमाणे, सुहंसुहेणं विहरमाणे चंपाए णयरीए बहिया उवणगरग्गामं उवागए चंपं णयरिं पुण्णभद्दं चेइयं समोसरिउकामे ।
ભાવાર્થ :- તે કાલે, તે સમયે શ્રમણ– ઘોર તપ સાધનારૂપ શ્રમમાં અનુરક્ત, ભગવાન- આધ્યાત્મિક ઐશ્વર્ય સંપન્ન, મહાવીર સ્વામી ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા, તે ભગવાન મહાવીર આદિકર– શ્રુત અને ચારિત્રરૂપ ધર્મની આદિ કરનારા, તીર્થંકર– સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તે ચતુર્વિધ સંઘની-તીર્થની સ્થાપના કરનારા, સ્વયંસંબુદ્ધ– અન્યના ઉપદેશ વિના સ્વયં બોધને પ્રાપ્ત થયેલા, પુરુષોત્તમ– જ્ઞાનાદિ અનંત ગુણોથી વિશિષ્ટ અથવા અતિશય સંપન્ન, પુરુષસિંહ– રાગ, દ્વેષાદિ કર્મશત્રુઓનો નાશ કરવામાં શૂરવીર, પુરુષવરપુંડરિક– સર્વ પ્રકારની મલિનતાથી રહિત શ્વેત કમળ જેવા નિર્મળ અને નિર્લેપ, પુરુષવરગંધહસ્તિ– અન્યદાર્શનિકો દ્વારા થતા ઉપદ્રવો તથા માર–મરકી આદિ આપત્તિઓ પર ગંધ હસ્તિની જેમ હંમેશાં વિજય પ્રાપ્ત કરનારા, લોગુત્તમ– ચોત્રીસ અતિશય તથા વાણીના પાંત્રીસ અતિશય સંપન્ન, લોકનાથ– ભવ્ય જીવોના યોગક્ષેમની રક્ષા કરનારા, લોકપ્રદીપ– ભવ્યજીવોના મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરી સમિતરૂપ દીપ પ્રગટાવનારા, લોકપ્રદ્યોતકર– લોકાલોકના પદાર્થોને પ્રકાશિત કરનારા, અભયદાતા– સમસ્ત જીવોને સર્વ પ્રકારના સંકટમાંથી મુક્ત કરી અભયદાન દેનારા, કોઈ પણ જીવોની હિંસા ન કરનારા, ચક્ષુદાતા— જ્ઞાનરૂપ ચક્ષુના દાતા, માર્ગદાતા— સમ્યગ્ દર્શનરૂપ મોક્ષ માર્ગના દાતા, શરણદાતા- કર્માધીન વ્યાકુળ પ્રાણીઓને ઉપદ્રવ રહિત શરણભૂત સ્થાનના દાતા, જીવદાતા- સંયમરૂપ જીવનના દાતા, બોધિદાતા–ધર્મની સંપ્રાપ્તિ
રૂપ
। ધર્મબોધિના દાતા, ધર્મદાતા— દુર્ગતિમાં પડતાં જીવોનો ઉદ્ધાર કરે તેવા શ્રુત અને ચારિત્રરૂપ ધર્મના દાતા,
Page #72
--------------------------------------------------------------------------
________________
૨૦ |
શ્રી ઉવવાઈ સત્ર
ધર્મદેશક- આત્મધર્મના ઉપદેશક, ધર્મનાયક- ધર્મના પ્રભવસ્થાનરૂપ હોવાથી ધર્મના નેતા, ધર્મસારથિભવ્યજીવોને મોક્ષરૂપ ઇષ્ટસ્થાને પહોંચાડનાર ધર્મરૂપ રથના સારથિ, ધર્મવરચાતુરન્ત ચક્રવર્તી– દાન, શીલ, તપ, ભાવ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તે ચાર પ્રકારના ધર્મ વડે ચાર ગતિનો અથવા ચાર કષાયનો અંત કરવામાં શ્રેષ્ઠ ચક્રવર્તી, દ્વીપ– સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને માટે દ્વીપ સમાન, ત્રાણ– સંસારના દુઃખોથી પીડાતા પ્રાણીઓના રક્ષક, શરણગતિ- ભવ્ય જીવોને માટે શરણભૂત, પ્રતિષ્ઠાનરૂપ- આધારભૂત, અપ્રતિહત જ્ઞાનદર્શન ધારક- અપ્રતિહત–નિરાવરણ, શ્રેષ્ઠ કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારક, વ્યાવૃત્ત છદ્મછદ્મસ્થપણાથી રહિત, ઘાતિકર્મોથી રહિત, જિન–જાપક–સ્વયં રાગ-દ્વેષને જીતેલા, અન્યને તે માર્ગની પ્રેરણા આપનારા, તીર્ણ-તારક- સંસાર સાગરને તરી ગયેલા, બીજાને તારનારા, બુદ્ધ-બોધક– સ્વયં બોધ પામેલા, બીજાને બોધ પમાડનારા, મુક્ત-મોચક– સ્વયં કર્મોથી મુક્ત અને બીજાને મુક્ત કરાવનારા, સર્વજ્ઞ– ત્રિલોક અને ત્રિકાલવર્તી સર્વ પદાર્થોને વિશેષરૂપે જાણનારા, સર્વદર્શી-ત્રિલોક અને ત્રિકાલવર્તી સર્વ પદાર્થોને સામાન્યરૂપે જાણનારા, શિવ- સર્વ પ્રકારના ઉપદ્રવોથી રહિત હોવાથી કલ્યાણકારી અચલસ્વાભાવિક અને પ્રાયોગિક ચલનક્રિયાથી શૂન્ય હોવાથી અચલ, અરુજ- આધિ, વ્યાધિ આદિ ઉપદ્રવોથી રહિત, અનંત-અનંત જોયને વિષય કરનાર, અક્ષય-નાશ રહિત અથવા પરિપૂર્ણ, અવ્યાબાધ-દ્રવ્યપીડા અને ભાવપીડા રહિત, અપુનરાવૃત્તિ- જ્યાં પહોંચ્યા પછી પાછું આવવાનું ન હોય તેવા, સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની કામનાવાળા, અહંત- ચારે જાતિના દેવો વડે પૂજનીય, આઠ પ્રાતિહાર્યયુક્ત અથવા જેને કોઈ રહસ્ય છૂપું નથી તેવા સર્વજ્ઞ, જિનેશ્વર, કેવળજ્ઞાન, કેવળદર્શના ધારક કેવળી ભગવાન હતા.
તે પ્રભુ મહાવીર સાત હાથની ઊંચાઈ, સમચતુરસ સંસ્થાન અને વજઋષભનારાચ સંઘયણના ધારક હતા. તેમને શરીરની અંદરનો વાયુ અનુકૂળ હતો અર્થાત્ તેઓ વાયુપ્રકોપથી રહિત દેહવાળા હતા, ગુદાશય કંકપક્ષી જેવું નિર્લેપ હતું; જઠરાગ્નિ કબૂતર જેવી આંત-પ્રાંત આહારને પચાવી શકે તેવી હતી; ગુદાશય અને ગુપ્તાંગની આસપાસનો ભાગ પોષ-પૃષ્ઠત અને જંઘા પક્ષીની જેમ નિર્લેપ રહેતા હતા; મુખ પાકમલ અને પદ્મનાભ નામના સુગંધિત દ્રવ્ય જેવા ઉચ્છવાસ વાયુથી સુગંધિત હતું, ત્વચા કાંતિયુક્ત હતી, માંસ રોગમુક્ત, શરીરગત, સર્વોત્તમ ગુણયુક્ત, પ્રશસ્ત, અત્યંત સફેદ અને અનુપમ હતું, શરીર પરસેવા સાથે જામેલા ભીના મેલરૂપ જલ્લ અને સૂકા, કઠણ થઈ ગયેલા મેલરૂપ મલ્લ, દુષ્ટ મસા, તલ આદિ કલંક, રજ, ધૂળ આદિ દોષથી મુક્ત અને લેપ રહિત હતું; અંગોપાંગ કાંતિયુક્ત સુંદર; મસ્તક અતિ નિબિડ અર્થાત્ તોલદાર, પ્રગટ શુભ લક્ષણ સંપન્ન, પર્વતના શિખરની જેમ ઉન્નત અને નિર્માણનામ કર્મના ઉદયે સુરચિત અને સુંદર હતું, કેશ સેમર વૃક્ષના ફૂલની અંદરના રૂ જેવા કોમળ, નિર્મળ, પ્રશસ્ત, અત્યંત પાતળા, સુલક્ષણા, સુગંધી, સુંદર, ભુજમોચક નામના રત્નવિશેષ, ભ્રમર, નીલગુલિકા અને કાજળ જેવા કાળા, ભ્રમરપંક્તિ જેવા કાંતિયુક્ત, પરસ્પર સંશ્લિષ્ટ, સઘન, વાંકા કુંડલ જેવા ગોળાકારે વળેલા, દક્ષિણાવર્ત ઘુઘરાળા હતા; મસ્તકની ત્વચા દાડમના પુષ્પ જેવી લાલ, તપાવેલા સુવર્ણ જેવી નિર્મળ અને સ્નિગ્ધ હતી; મસ્તક છત્ર જેવું ગોળાકાર હતું, લલાટ ત્રણના ચિહ્નથી રહિત, વિષમતા રહિત સમ, સુંદર, શુદ્ધ અષ્ટમીના ચન્દ્ર જેવું હતું, મુખ પૂર્ણ ચંદ્ર જેવું સૌમ્ય, કાન સમુચિત પ્રમાણોપેત ગાલ માંસલ અને ભરાવદાર હતા, ભ્રમરો નમાવેલા ધનુષ જેવી મનોહર, કાળા વાદળ જેવી કાળી, પાતળી અને સ્નિગ્ધ હતી, નયનો ખીલેલા શ્વેત કમળ જેવા વિકસિત–વિશાળ અને પાંપણો વિકસિત, સ્વચ્છ તેમજ સુંદર હતા, નાક ગરુડ પક્ષીની ચાંચ જેવું લાંબુ, સરળ અને ઉન્નત હતું, અધરોષ્ઠ સંસ્કાર સંપન પરવાળા તથા બિંબફળ -ચણોઠી જેવા લાલ હતા; દંતશ્રેણી શ્વેત ચંદ્રખંડ જેવી વિમલ, નિર્મળ, શંખ, ગાયનું દૂધ, ફીણ, કુંદપુષ્પ,
Page #73
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૨૧]
જલકણ, મૃણાલિકા-કમલતંતુ જેવી ધવલ, અખંડિત, તૂટ્યા વિનાની, અવિરલ– પોલાણરહિત, સ્નિગ્ધ, સુંદર, જુદા-જુદા દાંત હોવા છતાં પરસ્પર સંબંધિત હોવાથી એક પંકિત જેવી દેખાતી હતી; તાલ અને જીહા અગ્નિમાં તપાવેલા અને પાણીમાં ધોયેલા સુવર્ણ જેવા અત્યંત લાલ હતા. દાઢી અને મૂછના વાળ અવસ્થિત–વધે નહીં તેવા, સુવિભક્ત, અતિરમ્ય હતા; દાઢી માંસલ, સુંદર, પ્રશસ્ત સિંહ જેવી સુંદર હતી; ગ્રીવા(ગરદન) ચાર અંગુલ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખની જેમ ત્રિવલીયુક્ત હતી; સ્કંધ શ્રેષ્ઠ મહિષ, વરાહ, સિંહ, શાર્દૂલ-વાઘ, વૃષભ અને શ્રેષ્ઠ હાથીના સ્કંધ જેવા વિશાળ હતા; ભુજાઓ ગાડાના ધૂસર જેવી પુષ્ટ, મનોહર, પીવર–શૂલ, પુષ્ટ કાંડા યુક્ત, સુંદર આકૃતિવાળી, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ભરાવદાર, સ્થિર-મજબૂત સ્નાયુઓથી સુસંબદ્ધ સંધિઓવાળી તથા નગરની ભોગળ જેવી ગોળાકાર હતી; બાહુ ઇચ્છિત વસ્તુ લેવા માટે ફેલાવેલા સર્પરાજના શરીર જેવા દીર્ઘ હતા; હાથ લાલ હથેળીવાળા, પાછળના ભાગમાં ઉન્નત, કોમળ, માંસલ, શુભ અને પ્રશસ્ત લક્ષણયુક્ત, છિદ્ર રહિત હતા; આંગળીઓ પુષ્ટ, કોમળ અને સુંદર હતી, નખો કંઈક લાલ, પાતળા, શુદ્ધ, સુંદર તેમજ સ્નિગ્ધ હતા; હાથ ચંદ્રરેખા, સૂર્યરેખા, શંખરેખા, ચક્રરેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિકરેખા આ રીતે ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર અને સ્વસ્તિકની રેખાઓથી ચિહ્નિત તથા સુશોભિત હતા; વક્ષ:સ્થળ કનક શિલા સમાન દેદિપ્યમાન, શુભ લક્ષણયુક્ત, સમ, પુષ્ટ અત્યંત વિશાળ તેમજ પહોળું, શ્રી વત્સના ચિહ્નયુક્ત હતું; શરીર અદશ્યમાન-કરોડ રજુના મણકાઓ ન દેખાય તેવું, સુવર્ણ જેવું નિર્મળ, રોગાદિની પીડા રહિત હતું. ભગવાન ઉત્તમ પુરુષોને યોગ્ય પરિપૂર્ણ એક હજાર આઠ(૧૦૦૮) ઉત્તમ લક્ષણોના ધારક હતા, તેમનો પાર્થભાગ–પડખાના ભાગ ક્રમથી નમેલા, પ્રમાણોપેત, સુંદર, શોભનીય, મર્યાદિત, પુષ્ટ, રમ્ય હતા; રોમરાજિ એક સમાન, પરસ્પર મળેલી, ઉત્તમ, પાતળી, કાળી, સ્નિગ્ધ, મનભાવની, સુવાળી, રમણીય હતી; કશી મત્સ્ય તથા પક્ષી જેવી સુંદર હતી; પેટ પુષ્ટ, મત્સ્યના જેવું હતું; ઇન્દ્રિયો નિર્લેપ અને પવિત્ર હતી. (સામાન્ય રીતે નાક, કાન આદિ ઇન્દ્રિયોમાંથી અશુચિ પદાર્થો નીકળતા રહે છે. પરંતુ ભગવાનના અતિશયના પ્રભાવે ઇન્દ્રિયો નિર્લેપ અને પવિત્ર હતી.) નાભિ પાકોશ જેવી ગંભીર, ગંગાવર્તના દક્ષિણાવર્ત તરંગની જેમ ચક્રાકાર, ગોળ, પ્રાતઃકાળના સૂર્ય કિરણોથી વિકસિત પાની જેમ ગંભીર અને વિશાળ હતી; કટિપ્રદેશ ત્રિકાષ્ઠિકાત્રિપાઈના મધ્યભાગ, મૂશળનો મધ્યભાગ, દર્પણદંડના મધ્યભાગ જેવો તથા ચળકતા સોનાના ખડગ, મુઠ્ઠીના મધ્યભાગ અને વજના મધ્યભાગ જેવો પાતળો હતો અને રોગાદિથી રહિત હોવાથી પ્રશસ્ત, શ્રેષ્ઠ ઘોડા અને સિંહ જેવો ગોળ હતો. ગુહ્યપ્રદેશ જાતિવાન ઘોડાની જેમ નિરૂપલેપ હતો. ભગવાનનું પરાક્રમ ઉત્તમ હાથી જેવું અને ગતિ હાથી જેવી મનોહર હતી; સાથળ હાથીની સૂંઢ જેવા હતા, ઘૂંટણ ગુપ્ત ઢાંકણવાળા ડબ્બા જેવા તથા ગૂઢ –અંતર રહિત સુંદર હતા; બંને જેઘાઓ હરણીની જંઘા, કુરુવિંદ નામનું સુણ વિશેષ, દોરીના વળ સમાન ગોળ, પાતળી, ઉપરથી જાડી અને નીચેની તરફ ક્રમશઃ પાતળી હતી; ઘંટીઓ શોભાયમાન, માંસલ, પુષ્ટ, ગૂઢ હતી; ચરણો સંકોચાઈને બેઠેલા કાચબા જેવા સુંદર હતા; પગની આંગળીઓ અનુક્રમથી નાની મોટી, ઉચિત આકારની, જુદી-જુદી હોવા છતાં પરસ્પર જોડાયેલી હતી, પગની આંગળીઓના નખ ઉન્નત, પાતળા, લાલ અને સ્નિગ્ધ હતા; ચરણોના તળિયા રક્ત કમળના પાન જેવા અત્યંત કોમળ અને સુંદર હતા; બંને ચરણો પર્વત, નગર, મગર, સાગર, ચક્ર વગેરે શુભ ચિહ્નો,
સ્વસ્તિક વગેરે મંગલ ચિહ્નોથી સુશોભિત હતા. પ્રભુનું તેજ વિશિષ્ટ હતું અને રૂ૫ અસાધારણ હતું તેમજ નિધૂમ પ્રજ્વલિત અગ્નિ, વારંવાર ચમકતી વીજળી તથા મધ્યાહ્નકાલીન સૂર્યના કિરણો જેવું તેજસ્વી હતું; પ્રભુ મહાવીર નવા કર્મોના આશ્રવથી રહિત, મમત્વ રહિત અને નિષ્પરિગ્રહી હતા, તેમણે ભવપરંપરાનો નાશ કર્યો હતો, દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના મલિન લેપથી રહિત હતા. ભગવાન સ્નેહ, રાગ, દ્વેષ અને મોહ
Page #74
--------------------------------------------------------------------------
________________
૨૨ |
શ્રી વિવાઈસૂત્ર
રહિત, નિગ્રંથ પ્રવચનના ઉપદેશક, મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થશીલ ભવ્ય જીવ સમૂહના નાયક, શ્રુત-ચારિત્રધર્મના સંસ્થાપક, કર્મ નિર્જરા માટે શ્રમ કરનાર શ્રમણોના અધિપતિ, શ્રમણઆદિ ચતુર્વિધ સંઘના પરિવર્ધક, ચોત્રીસ અતિશય સંપન્ન, વાણીના પાંત્રીસ ગુણયુક્ત, આકાશગત ચક્ર, છત્ર, ચામરો, સ્ફટિકમય પાદપીઠ સહિત સિંહાસનથી યુક્ત, અતિશય મહિમા પ્રગટ કરવા આગળ ચાલતા ધર્મધ્વજથી યુક્ત, ચૌદ હજાર(૧૪,૦૦૦) શ્રમણો અને છત્રીસ હજાર(૩૬,૦૦૦) શ્રમણીઓના પરિવાર સહિત તીર્થકરોની પરંપરા અનુસાર વિહાર કરતાં, એક ગામથી બીજે ગામ જતાં, સુખપૂર્વક વિચરતાં ચંપાનગરીની બહારના ઉપનગર(પરા)માં પધાર્યા અને ચંપાનગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાં પધારવાની ભાવના સાથે ત્યાં રહ્યા. વિવેચન :ભવં :- ભગ શબ્દના દશ અર્થ થાય છે– (૧) જ્ઞાન- ત્રણેલોક અને ત્રણે કાલના સમસ્ત પદાર્થોને એકી સાથે જાણવાનું સામર્થ્ય હોય તેવું અનુપમ જ્ઞાન (૨) મહિમા- અનુપમ મહિમા (૩) યશ- વિવિધ પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને જીતવાથી ફેલાયેલી અસાધારણ કીર્તિ અને જગજીવોના સંરક્ષણ માટેના બુદ્ધિચાતુર્યથી પ્રાપ્ત થયેલા યશ સંપન્ન (૪) વૈરાગ્ય-કામભોગોની અભિલાષાનો સર્વથા અભાવ અથવા ક્રોધાદિ વૈભાવિક ભાવોનો અભાવ (૫) મુક્તિ- કર્મોના આત્યંતિક ક્ષયરૂપ મોક્ષ () રૂપ– પ્રકૃષ્ટ પુણ્યોદયે સમસ્ત પ્રાણીઓના ચિત્તનું હરણ કરે તેવું અનુપમ રૂ૫, (૭) વીર્ય- અંતરાય કર્મનો નાશ કર્યો હોવાથી પ્રગટ થયેલું અનંત સામર્થ્ય (૮) લક્ષ્મી-અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ આત્મગુણરૂપ લક્ષ્મી (૯) ધર્મ– શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મ (૧૦) ઐશ્વર્ય- ત્રણે લોકનું આધિપત્ય. આ દશે પ્રકારના ‘ભગ’ જેનામાં હોય તેને ભગવાન કહે છે. તીર્થકરો દશે પ્રકારના ‘ભગ’ના સ્વામી હોવાથી તે ભગવાન સ્વરૂપ છે. આS રે - ધર્મની આદિ કરનારા. પ્રત્યેક તીર્થકરો પોત-પોતાના શાસનની અપેક્ષાએ ધર્મની આદિપ્રારંભ કરે છે. ક્યારેક બે તીર્થકરોની વચ્ચેના કાલમાં શાસન પરંપરા અવિચ્છિન્ન હોય તેમ છતાં નવા તીર્થકરને કેવળજ્ઞાન થાય ત્યારે તે ચતુર્વિધ તીર્થની સ્થાપના કરે, સંયમ અંગીકાર કરી ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. આ રીતે પોતાના શાસનની અપેક્ષાએ પ્રત્યેક તીર્થકર શ્રુત-ચારિત્રધર્મનો પ્રારંભ કરે છે. તેથી દરેક તીર્થકરો “આદિકર' કહેવાય છે. રિલવર યહત્ય:- પુરુષોમાં ગંધ હસ્તી સમાન. જેની ગંધથી જ બીજા હાથીઓ ભાગી જાય છે, તે ગંધહસ્તી કહેવાય છે. જે રાજા પાસે ગંધહસ્તી હોય તેનો યુદ્ધમાં અવશ્ય વિજય થાય છે. તે જ રીતે તીર્થકરો
જ્યાં બિરાજમાન હોય ત્યાં માર-મરકી આદિ રોગજન્ય ઉપદ્રવો શાંત થાય, અન્યતીર્થિકો પરાભૂત થઈ જાય છે. તેથી તેઓને ગંધહસ્તીની ઉપમા આપી છે. ધમવરી સંત વવટ્ટી - વીરરંત માં સન્ત શબ્દનો અર્થ અવયવ-વિભાગ થાય છે. દાન, શીલ, તપ અને ભાવ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, તે ચાર જેના અવયવ છે. વર = શ્રેષ્ઠ. જ્ઞાનાદિમાં જેઓ સર્વ શ્રેષ્ઠ છે. રાજચક્ર કરતાં ધર્મચક્ર શ્રેષ્ઠ છે. રાજચક્ર ઈહલૌકિક ફળદાયક છે. જ્યારે ધર્મચક્ર ઇહલૌકિક અને પારલૌકિક ફળદાયક છે. તેવા શ્રેષ્ઠ ધર્મચક્ર વડે જેણે ચાર ગતિનો અથવા ચાર કષાયનો અંત કર્યો છે તે ધર્મવરચાતુરન્તચક્રવર્તી કહેવાય છે. અથવા મન શબ્દનો સીમા-મર્યાદા અર્થ થાય ત્યારે ઉત્તરદિશામાં હિમવાન પર્વત અને શેષ ત્રણ દિશામાં ત્રણ સમુદ્ર સુધી, આ રીતે ચારે દિશાની સીમાઓ પર્યત જેનું આધિપત્ય છે તેવા પખંડના અધિપતિ ચક્રવર્તી છે; તે ચક્રરત્ન વડે વિજય પ્રાપ્ત કરે છે. તે જ રીતે શ્રેષ્ઠ ધર્મરૂપ ચક્રવડે જે અન્યતીર્થિકો પર વિજય પ્રાપ્ત કરે છે, ત્રણે લોકના જીવો, દેવો, દાનવો જેને
Page #75
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧: સમવસરણ
૨૩
પૂજનીય માને છે, તેવા ત્રણે લોકના અધિપતિને ધર્મવર ચાતુરંત ચક્રવર્તી કહે છે.
પ્રસ્તુત પાઠમાં આશરે તિત્યયરે.... આદિ બધા જ વિશેષણો ભગવાન મહાવીર સ્વામીના વર્ણન માટે છે. તેથી તે સર્વ વિશેષણો સમળે મળવું મહાવીની જેમ પ્રથમા વિભક્તિ એક વચનમાં છે. આવશ્યક સૂત્રમાં ‘નમોત્થણ’ના પાઠમાં ત્રિકાલવર્તી અનંત તીર્થંકરોની ગુણસ્તુતિ છે. તેથી ત્યાં નમસ્કારના યોગમાં આફરાળ તિથૅયા...... આદિ વિશેષણો ચતુર્થી વિભક્તિ બહુવચનમાં છે.
જૈનશ્રમણોની વિહારચર્યાના સ્વરૂપને સમજાવવા સૂત્રકાર ત્રણ શબ્દોનો પ્રયોગ કરે છે. અહીં સ્વયં શ્રમણભગવાન મહાવીર સ્વામીના વિહારને દર્શાવતાં આ ત્રણ શબ્દનો પ્રયોગ થયો છે. પુત્રાળુદ્ધિ વરમાળે – પૂર્વના અનંત તીર્થંકરોની પરંપરા અનુસાર વિહાર કરે. પૂર્વના અનંત તીર્થંકરોએ પણ પાદવિહાર જ કરેલો છે અને તેમના શ્રમણોને માટે પણ પાદવિહારની જ તીર્થંકરોની આજ્ઞા છે. તેથી તે આજ્ઞાને અનુસરીને શ્રમણો પાદવિહાર કરે. ગામાણુગામ વુન્ગમાળે – ગ્રામાનુગ્રામ —એક ગામથી બીજા ગામમાં જતાં, અનુક્રમે વિહાર કરે છે. ગ્રામાનુગ્રામ વિહાર કરવાથી શાસનપ્રભાવનાનો મોટો લાભ થાય છે અને શ્રમણોની સ્વસ્થતા પણ જળવાઈ રહે છે.
:
:
સુહૈં સુદેખં વિહરમાળે – સુખપૂર્વક વિચરતા. શ્રમણો ઇર્યાસમિતિનું પાલન કરતાં શાંતિ–સમાધિપૂર્વક વિહાર કરે. તે ઉપરાંત શરીરની શક્તિ અને સામર્થ્યનો વિચાર કરીને વિહાર કરે. વિહાર કર્યા પછી સાધુજીવનની સમાચારીનું પાલન યથાર્થ રીતે થઈ શકે, સ્વાધ્યાય કે ધ્યાનમાં સ્ખલના ન થાય, શરીર અત્યંત થાકી ન જાય અને મનની પ્રસન્નતા જળવાઈ રહે, તે રીતે સુખપૂર્વક વિહાર કરે.
આ રીતે શ્રમણોની વિહારચર્યામાં તીર્થંકરોની આજ્ઞાનું પાલન, શાસન પ્રભાવના અને સંયમી
જીવનની નિર્દોષતા તથા નિર્મળતા જળવાઈ રહે છે.
ભગવાન મહાવીરના પદાર્પણના વધામણા :
१५ तणं से पवित्तिवाउए इमीसे कहाए लट्टे समाणे हतु-चित्त-माणंदिए, पीइमणे, परमसोमणस्सिए, हरिसवस-विसप्पमाण-हियए [ण्हाए कयबलिकम्मे कयकोउयमंगलम्पायच्छित्ते] जावसुहोदएहिं पुणो पुणो कल्लाणग-पवस्मज्जणविहीए मज्जिए, तत्थ कोउयसएहिं बहुविहेहिं कल्लाणग-पवर-मज्जणावसाणे सुद्धप्पावेसाइं मंगलाई वत्थाई पवरपरिहिए, अप्पमहग्घाभरणालंकियसरीरे सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता चंपा णयरीए मज्झमज्झेणं जेणेव कोणियस्स रण्णो गिहे, जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव कूणिए राया भंभसारपुत्ते, तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल-परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु जएणं विजएणं वद्धावेइ, वद्धावित्ता एवं वयासी
ભાવાર્થ:- ભગવાનના સમાચાર જાણવા માટે નિમણૂક કરાયેલા સંદેશાવાહકને ભગવાનના આગમનના સમાચાર મળ્યા ત્યારે તેને ઘણો હર્ષ અને સંતોષ થયો, ચિત્ત આનંદિત થયું, મનમાં પ્રેમ ઉદ્ભવ્યો, અત્યંત અનુરાગથી તેનું મન પ્રસન્ન થઈ ગયું, હર્ષાતિરેકથી હૃદય કમલ ખીલી ઊઠ્યું[તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું તેમજ કોતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત કર્મ કર્યા.] યાવત્ તેણે શુદ્ધ નિર્મળ જળથી કલ્યાણકારી શ્રેષ્ઠ વિધિથી વારંવાર
Page #76
--------------------------------------------------------------------------
________________
| २४ ।
શ્રી ઉવવાઈ સત્ર
સ્નાન કર્યું. અનેક સેંકડો કલ્યાણકારક કૌતુકપૂર્વક શ્રેષ્ઠ સ્નાનવિધિ પૂર્ણ કરી. ત્યાર પછી તેણે રાજસભાને યોગ્ય સુંદર અને ઉત્તમ તથા વજનમાં હળવા બહુમૂલ્યવાળાં વસ્ત્રો અને આભૂષણો શરીર પર ધારણ કર્યા. ઘરેથી નીકળીને ચંપાનગરીની બરાબર મધ્યમાં થઈ કોણિક રાજાના મહેલના બહારના ભાગની રાજસભા ભવનમાં જ્યાં ભંસારના પુત્ર કોશિકરાજા બેઠા હતા ત્યાં આવીને તેણે બંને હાથને અંજલિબદ્ધ જોડીને, મસ્તક પર ચઢાવીને નમસ્કાર કરીને, જય-વિજયના શબ્દોથી રાજાને વધાવ્યા અને આ પ્રમાણે કહ્યું– | १६ जस्स णं देवाणुप्पिया दसणं कंखंति, जस्स णं देवाणुप्पिया सणं पीहंति, जस्स णं देवाणुप्पिया दंसणं पत्थंति, जस्स णं देवाणुप्पिया सणं अभिलसंति, जस्स णं देवाणुप्पिया णामगोयस्सविसवणयाए हद्वतुट्ठ जावहियया भवंति, सेणंसमणेभगवंमहावीरे पुव्वाणुपुट्विं चरमाणे, गामाणुग्गामंदूइज्जमाणे चंपाए णयरीए उवणगरग्गामं उवागए, चंपंणगरि पुण्णभदं इयं समोसरिउकामे । तं एवं देवाणुप्पियाणं पियट्ठयाए पियं णिवेदेमि, पियं भे भवउ । ભાવાર્થ :- હે દેવાનુપ્રિય ! જેમના દર્શનની આપને સતત ઝંખના છે, જેમના દર્શનની આપ સતત સ્પૃહા–ઉત્કંઠા રાખો છો, જેમના દર્શનની આપ વારંવાર પ્રાર્થના કરો છો અને જેમના દર્શન કરવાની આપ હંમેશાં ઇચ્છા રાખો છો, જેનું નામ ગોત્ર સાંભળતા જ આપને આનંદ થાય છે, મનમાં પ્રસન્નતાનો અનુભવ થાય છે યાવત હદય હર્ષથી ખીલી ઉઠે છે. તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી તીર્થકરોની પરંપરા અનુસાર વિહાર કરતાં, ગ્રામાનુગ્રામ વિચરતાં ચંપાનગરીની નજીકમાં પધાર્યા છે. હવે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારશે. આ સમાચાર આપ દેવાનુપ્રિયને માટે પ્રિયકારી છે. હું તે પ્રિય સમાચારનું નિવેદન કરું છું. તે આપને પ્રિયકારી થાઓ. | १७ तए णं से कूणिए राया भंभसारपुत्ते तस्स पवित्तिवाउयस्स अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हियए, वियसिय-वरकमल-णयण-वयणे, पयलिय-वरकडगतुडिय-केयूर-मउङ- कुंडल-हार-विरायंत-रइयवच्छे, पालंबपलंबमाण-घोलंत भूसणधरे ससंभमं तुरियं, चवलं णरिंदे सीहासणाओ अब्भुढेइ, अब्भुट्ठित्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता, वेरुलिय-वरिटुरिटु अंजण-णिउणोवियमिसिमिसंत-मणिरयण-मंडियाओ पाउयाओ ओमुयइ, ओमुइत्ता अवहट्ट पंच रायककुहाई, तं जहा- खग्गं, छत्तं, उप्फेसं, वाहणाओ, वालवीयणं, एगसाडियं उत्तरासंगं करेइ, करेत्ता आयंते, चोक्खे, परमसुइभूए, अंजलि-मउलियग्ग-हत्थे तित्थयराभिमुहे सत्तट्ट पयाई अणुगच्छइ, अणुगच्छित्ता वाम जाणुं अंचेइ, वामं जाणुं अचेत्ता दाहिणं जाणुं धरणितलंसि साहट्ट तिक्खुत्तो मुद्धाणं धरणितलंसि णिवेसेइ, णिवेसित्ता ईसिं पच्चुण्णमइ, पच्चुण्णमित्ता कडगतुडियर्थभियाओ भुयाओ पडिसाहरइ, पडिसाहरित्ता करयल जावकटु एवं वयासीભાવાર્થ :- ભભસારના પુત્ર કોણિક રાજા સંદેશવાહક દ્વારા ભગવાનના આગમનના સમાચાર સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થાવપ્રસન્ન હૃદયવાળા થયા. તેમના નેત્ર અને વદન કમળ ખીલી ઊઠ્યાં. અતિ આનંદના કારણે તેમના શરીર પર ધારણ કરેલા શ્રેષ્ઠ બંને કડાં, બાજુબંધ, બેરખાં અને વક્ષ:સ્થળ પર સુશોભિત અઢારસરો હાર; તે બધા આભૂષણો હલવા લાગ્યા. હર્ષના અતિરેકથી ગળામાં પહેરેલી
Page #77
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
૨૫ ]
લટકતી લાંબી માળાઓ કંપિત થઈને તેની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી હતી. રાજા ખૂબજ આદરપૂર્વક ઉત્સાહિત બનીને સિંહાસન પરથી ઊભા થયા અને બાજોઠ પર પગ રાખીને નીચે ઉતર્યા અને બંને પગમાંથી નિપુણ શિલ્પીઓ દ્વારા વૈર્ય, શ્રેષ્ઠ અરિષ્ટ, અંજન, મણિરત્નોથી જડિત પાદુકાઓ કાઢીને, ખગ, છત્ર, મુકુટ, પાદુકાઓ અને ચામર, આ પાંચ રાજચિહ્નોનો પરિત્યાગ કરીને એક અખંડ વસ્ત્રનું ઉત્તરાસંગ કર્યું અર્થાત્ ઉત્તરીયવસ્ત્ર યતના માટે મુખ ઉપર ધારણ કર્યું. તેઓ પવિત્ર, અતિ સ્વચ્છ અને શદ્ધ થઈ. બંને હાથનો અંજલિપુટ કરીને જે દિશામાં તીર્થકર ભગવાન બિરાજમાન હતા તે દિશામાં સાત આઠ પગલાં આગળ જઈને ડાબો ઢીચણ ઊભો રાખીને, જમણા ઢીંચણને જમીન ઉપર ઢાળીને પોતાના મસ્તકને ત્રણવાર જમીન પર નમાવ્યું પછી મુખને થોડું ઊંચું કરીને કંકણ અને બાજુબંધથી યુક્ત ભુજાઓને ફેલાવતા હાથ ઊંચા કરીને વાવતું મસ્તક પર અંજલીરૂપે સ્થાપીને આ પ્રમાણે બોલ્યા– વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીર સ્વામીનું ચંપાનગરીમાં પદાર્પણ થયું, તે સમાચાર સંદેશવાહકોએ કોણિક રાજાને આપ્યા, ત્યારે કોણિક રાજાને થયેલા હર્ષાતિરેકનું વર્ણન છે. સંદેશવાહકોની સ્નાનવિધિમાં પ્રયુક્ત વયનિવમે આદિ શબ્દ પ્રયોગ વિચારણીય છે.
યોનિને – કુતબલિકર્મ, કૌતુક, મંગલ આદિ કર્યા. આગમોમાં કેટલાક સ્થાને સ્નાન ક્રિયા પછીની ક્રિયા સૂચિત કરવા ઉપરોકત શબ્દોનો પ્રયોગ થયો હોય તેમ જોવા મળે છે. વૃત્તિકારે તેનો અર્થ સૂતં
સ્વગ્રાહતેવતાનાં વેન તથા.... પોતાના કુળ દેવતાને નૈવેદ્ય વગેરે ધરવું તે બલિકર્મ છે. દુઃસ્વપ્નાદિ દોષ નિવારણ માટે, નજર ન લાગે માટે મષીનું તિલક વગેરે કરવા તે કૌતુક કર્મ અને દહીં અક્ષત, કુમકુમ આદિથી મંગલકર્મ કરે છે. ત્યાર પછી યથા યોગ્ય વસ્ત્ર પરિધાન કરે છે.
સાંસારિક વ્યવહારોમાં પણ કેટલાક ગૃહસ્થો સ્નાન કર્યા પછી તુરંત જ ભીના શરીરે પોતાના કુળ દેવતાને વંદન-નમસ્કાર તથા દીવાદિ કરે છે. દાન-પુણ્યની કેટલીક પ્રવૃત્તિ કરે છે અને ત્યાર પછી વસ્ત્ર પરિધાન કરીને સાંસારિક પ્રવૃત્તિઓમાં જોડાય છે. આ પ્રકારનો વ્યવહાર અનેક સ્થળે જોવા મળે છે. તેના અનુસંધાનમાં યવસિને એવોડ પાછિને શબ્દ પ્રયોગ પ્રાયઃ પ્રતોમાં મળે છે.
આગમોમાં જ્યાં જ્યાં સ્નાનવિધિનું વિસ્તૃત વર્ણન છે ત્યાં તેલ માલિશ, ઉબટન, સુખદ જલથી સ્નાનવિધિ અને ત્યારપછી વસ્ત્ર પરિધાનનું વર્ણન આવે છે, ત્યાં બલિકર્મનું વિધાન નથી. જેમ કે સૂત્ર-૯૪માં કોણિક રાજાની સ્નાનવિધિનું વર્ણન છે. તે ઉપરાંત જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર વક્ષ.-૩માં ભરત ચક્રવર્તીની, જ્ઞાતાસૂત્ર અધ્ય.–૯માં મલ્લિ ભગવતીની, અધ્ય.૧માં દ્રૌપદીની સ્નાનવિધિનું વર્ણન છે.
ત્યાં કયાંય બલિકર્મ વગેરે શબ્દોનો પ્રયોગ નથી. જો બલિકર્મ, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત; સ્નાનવિધિ પછીના કૃત્ય હોય, તો સ્નાનના વિસ્તૃત વર્ણનમાં દરેક સ્થાને તે શબ્દોનો પ્રયોગ હોવો જોઈએ, પરંતુ આગમોમાં તે પ્રમાણે પાઠ નથી. માટે સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત યુવનિવમે આદિ શબ્દો સમગ્ર સ્નાનવિધિને સૂચિત કરતો સંક્ષિપ્ત પાઠ છે. જે કયારેક સિગ્નેના સ્થાને યવનિમે થયું હોય તેવી પણ સંભાવના છે. તેમ સમજતાં વિસ્તૃત સ્નાનવિધિની સમાન સંક્ષિપ્ત સ્નાનવિધિ પણ ચર્ચિત બલિકર્મ આદિ ક્રિયાઓ વિના જ પૂર્ણ થઈ જાય છે.
ઉપરોક્ત વિવિધ વિચારણાઓના અનુસંધાને સૂત્રમાં જયહિતવને આદિ શબ્દો કૌંસમાં રાખીને કોણિક રાજાના વિસ્તૃત સ્નાન વિધિવાળા પાઠના આધારે સંક્ષિપ્ત પાઠ સંપાદિત કર્યો છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
| ૨૬ ]
શ્રી વિવાઈસૂત્ર
વિશેષ - યુવતિનેના સ્થાને યવનોને શબ્દ હોય તો પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ-જેણે શરીર માટે બલવર્ધક કર્મ કર્યું છે તેવો થાય છે અને તેમાં સ્નાનવિધિની પૂર્વે થતી માલિશ-ઉબટન વગેરે પ્રક્રિયાનો અને ત્યાર પછીની સમગ્ર સ્નાનવિધિનો સમાવેશ થઈ જાય છે. આ રીતે સમગ્ર સ્નાનવિધિ માટે રાહતને તેવો સંક્ષિપ્ત પાઠ સ્વીકારવો પણ ઉપયુક્ત પ્રતીત થાય છે. કોણિક દ્વારા ભગવાનને પરોક્ષ વંદન - | १८ णमोत्थुणं अरिहंताणं, भगवंताणं जावसिद्धिगइणामधेज्जंठाणं संपत्ताणं । णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स, आइगरस्स, तित्थगरस्स जाव संपाविउकामस्स, मम धम्मायरियस्स धम्मोवदेसगस्स । वंदामि णं भगवंतं तत्थगयं इहगए, पासउ मे भगवं तत्थगए इहगयं ति कटु वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता सीहासणवरगए, पुरत्थाभिमुहे णिसीयइ, णिसीईत्ता तस्स पवित्तिवाउयस्स अठुत्तरं सयसहस्सं पीइदाणं दलयइ, दलइत्ता सक्कारेइ, सम्माणेइ, सक्कारित्ता, सम्माणित्ता एवं वयासी
जया णं देवाणुप्पिया ! समणे भगवं महावीरे इहमागच्छेज्जा, इह समोसरिज्जा, इहेव चंपाए णयरीए बहिया पुणभद्दे चेइए अहापडिरूवं ओग्गहं ओगिणिहत्ता संजमेणं तवसा अप्पाणंभावमाणे विहरेज्जा, तया णंममएयमटुंणिवेदिज्जासित्तिकट्टविसज्जिए। ભાવાર્થ - કર્મશત્રુઓનો નાશ કરનાર યાવતુ સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાનને નમસ્કાર હો.
ધર્મની આદિ કરનાર યાવસિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની કામનાવાળા, મારા ધર્મગુરુ, ધર્મોપદેશક તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો. ત્યાં બિરાજમાન ભગવાનને અહીં બેઠેલો હું નમસ્કાર કરું છું. ત્યાં બિરાજમાન ભગવાન અહીં બેઠેલા મને જુએ. આ પ્રમાણે ભાવપૂર્વક વંદન-નમસ્કાર કરીને કોણિક રાજા સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા. ત્યાં બેસીને ભગવાનના આગમનના સમાચાર આપનાર તે પુરુષને એક લાખ આઠ(૧,૦૦,૦0૮) સોનામહોરો પ્રીતિદાનરૂપે આપી, સત્કાર સન્માનાદિ કરીને તેને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં પધારે, અહીં સમવસૃત થાય અર્થાત્ બિરાજમાન થાય, અહીં ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર નામના ઉધાનમાં સાધુને યોગ્ય સ્થાનની આજ્ઞા ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે, ત્યારે તમે એ સમાચારનું મને નિવેદન કરજો. એમ કહીને સંદેશાવાહકને વિદાય કર્યો. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં કોણિક રાજાએ ભગવાનને કરેલા પરોક્ષ વંદનનું નિરૂપણ છે. તે સૂત્રપાઠ દ્વારા પરોક્ષ વંદન વિધિનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે.
ભગવાન પ્રત્યક્ષ હોય કે પરોક્ષ પરંતુ તેમને વંદન કરતી વખતે સિંહાસન પરથી ઊભા થવું, પાદુકાઓ ઉતારવી, રાજ ચિહ્નોનો ત્યાગ કરવો, યતના માટે મુખ પર ઉત્તરીય વસ્ત્ર ધારણ કરવું વગેરે શિષ્ટાચારનું પાલન અનિવાર્ય છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
ભગવાનને પરોક્ષ વંદન કરતી વખતે ભગવાન જે દિશામાં બિરાજમાન હોય તે દિશામાં સાત-આઠ કદમ આગળ ચાલી, નમોત્થણની મુદ્રામાં બેસીને બહુમાનપૂર્વક નમોત્થર્ણનો પાઠ બોલીને વંદન કરાય છે.
ઉપરોક્ત વિધિમાં દેવાધિદેવ પ્રતિ ભક્તિભાવ અને વિનયભાવ પ્રતીત થાય છે. ભગવાન મહાવીરનું ચંપામાં આગમન - | १९ तए णं समणे भगवं महावीरे कल्लं पाउप्पभायाए रयणीए फुल्लुप्पलकमलकोमलुम्मिलियम्मि अहापंडुरे पभाए, रत्तासोगप्पगास-किंसुय-सुयमुह-गुंजद्धरागसरिसे, कमलागरसंङबोहए उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलंते, जेणेव चंपा णयरी, जेणेव पुण्णभद्दे चेइए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गह ओगिण्हित्ता असोगवर पायवस्स अहे पुढवीसिलापट्टगंसि पुरत्थाभिमुहे पलियंक-णिसण्णे अरहा जिणे केवली समणगणपरिवुडे संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ - ત્યારપછી રાત્રિ પૂર્ણ થઈ અને કમલપત્રો વિકસિત થાય અથવા કોમળ મૃગના નયનો જ્યારે ઉઘડી જાય તેવો શુભ્ર આભાવાળો પ્રાતઃકાળ થયો, લાલ અશોકનો પ્રકાશ, કેસૂડાંના પુષ્પો, પોપટનું મુખ અને ગુજા–ચણોઠીના અર્ધભાગની લાલાશસમાન, કમલના વનોને ખીલવનારા સહસ કિરણોવાળા સૂર્યનો ઉદય થયો અને તે પોતાના તેજ વડે આકાશમાં પ્રકાશિત થયો, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાં પધાર્યા; સાધુ સમાચારી પ્રમાણે સ્થાનની આજ્ઞા ગ્રહણ કરીને અશોકવૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટક પર પૂર્વાભિમુખ પર્યકાસને(પલાંઠીવાળીને) બિરાજમાન થયા. તે અરિહંત, જિન, કેવળી, શ્રમણ સમુદાયની સાથે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ભગવાન મહાવીરનો શિષ્ય પરિવાર:| २० तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे समणा भगवंतो अप्पेगइया उग्गपव्वइया, भोगपव्वइया, राइण्णणायकोरव्वखत्तियपव्वइया, भडाजोहा-सेणावईपसत्थारो-सेट्ठी-इब्भा अण्णे य बहवे एवमाइणो उत्तमजाकुल- रूवविणयविण्णाण-वण्ण-लावण्ण-विक्कम-पहाण-सोभग्ग-कंतिजुत्ता, बहुधण-धण्ण-णिचयपरियालफिडिया, णरवइगुणाइरेगा, इच्छियभोगा, सुहसंपललिया किंपागफलोवमं च मुणिय विसयसोक्खं जलबुब्बुयसमाणं, कुसग्गजलबिंदुचंचलं जीवियं च णाऊण अद्धवमिणं रयमिव पडग्गलग्गं संविधुणित्ताणं चइत्ता हिरण्णं सुवण्णं धणं धण्णं बलं वाहणं कोसं कोट्ठागारंरज्जटुंपुर अंतेउर,चिच्चा विउलधण कणग-रयणमणिमोत्तियसंख-सिलप्पवाल रत्तरयणमाइयं संतसार-सावएज्जं विच्छइत्ता, विगोवइत्ता, दाणं चदाइयाणं परिभायइत्ता, मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइया, अप्पेगइया अद्धमासपरियाया, अप्पेगइया मासपरियाया,एवं दुमास-तिमासचउमास-पंचमास-छमास-सत्तमास-अट्ठमास- णवमासदसमास-एक्कारस-मास परियाया, अप्पेगइया वासपरियाया, दुवासपरियाया तिवास परियाया अप्पेगइया अणेगवासपरियाया संजमेण तवसा अप्पाणं भावमाणा विहरति ।
Page #80
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
શ્રી ઉવવાઈ સત્ર
ભાવાર્થ – તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ઘણા અંતેવાસી શિષ્યો, શ્રમણ ભગવંતોકર્મક્ષયની સાધનામાં શ્રમ કરી રહેલા શ્રમણો, શ્રત ચારિત્રધર્મથી યુક્ત ભગવદ્ સ્વરૂપ હતા. તેમાંથી કેટલાક શ્રમણો નગરોની રક્ષા માટે નિયુક્ત કરેલા ઉગ્રવંશમાંથી દીક્ષિત થયેલા હતા, કેટલાક આદિનાથ પ્રભુએ ગુરુ સ્થાને સ્થાપિત કરેલા ભોગવંશમાંથી પ્રવ્રજિત થયેલા હતા, કેટલાક આદિનાથ પ્રભુએમિત્ર સ્થાને સ્થાપિત કરેલા રાજન્યવંશમાંથી પ્રવ્રજિત થયેલા હતા, કેટલાક શ્રમણો આદિનાથ પ્રભુના વંશજો– ઇક્વાકુવંશમાંથી પ્રવ્રજિત થયેલા હતા, કેટલાક કુરુવંશમાંથી, કેટલાક ક્ષત્રિય વંશમાંથી પ્રવ્રજિત થયેલા હતા. તે જ રીતે કેટલાક શ્રમણો ભટ–સામાન્ય વીર, કેટલાક હજારો શત્રુઓ સાથે એકલા યુદ્ધ કરી શકે તેવા સમર્થ વીર યોદ્ધાઓ, સેનાપતિઓ, ધારાશાસ્ત્રમાં નિપુણ પ્રશાસ્તા, નગરશેઠ, ઈભ્ય-હાથી ઢંકાય જાય તેટલા સુવર્ણના માલિક ઈભ્ય પણ દીક્ષિત થઈ પ્રભુની પાસે શ્રમણ બન્યા હતા. ભગવાનની પાસે બીજા પણ ઘણાએ સંયમ ગ્રહણ કરેલો હતો. તેઓ બધા ઉત્તમ જાતિ સંપન્ન, ઉત્તમકુળ સંપન્ન, સુંદરરૂપવાન, ત્રિયોગની વિશુદ્ધિરૂપવિનયવાન, સંસારને અસાર સમજવાની બુદ્ધિરૂપવિજ્ઞાનયુક્ત, શરીરની કાંતિરૂપ વર્ણ, શરીરના તેજરૂપ લાવણ્ય, શારીરિકબળરૂપવિક્રમ, શ્રેષ્ઠ સૌભાગ્ય સંપન્ન તથા કાંતિયુક્ત હતા. આ શિષ્ય પરિવારમાં કેટલાક દીક્ષિત થયા પહેલા પ્રચુર ધન, ધાન્ય અને નોકર, ચાકર આદિ પરિવારથી પરિવૃત્ત, રાજસી ઠાઠવાળા, પાંચ ઇન્દ્રિયના મનોવાંછિત સુખમાં તલ્લીન, વિલાસી અને પુણ્યના ઉદયે ખૂબ સારી રીતે લાલન પાલન પામેલા હતા. તેઓ સાંસરિક કામભોગને કિપાક ફળની જેમ દુઃખદાયી સમજીને, વિષયસુખને પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર જાણીને, કુશના અગ્રભાગ પર રહેલા જલબિંદુની જેમ આયુષ્યને ચંચલ સમજીને, જીવનને અનિત્ય, અશાશ્વત સમજીને વસ્ત્રમાં લાગેલી રજને જેમ ખંખેરી નાંખે તેમ તેઓએ કામભોગોનો ત્યાગ કર્યો હતો. તેઓ ચાંદી, સુવર્ણ, ધન, ધાન્ય, સૈન્ય, વાહન, ખજાના ભંડાર, રાજ્ય, રાષ્ટ્ર, નગર, અંતઃપુર, પુષ્કળ ધન, સુવર્ણ–સોનાના ઘડેલા આભૂષણો, રત્નો, મણી, મોતી, શંખ, પરવાળાલાલરત્ન, માણેક આદિ ઘણી કીમતી સંપત્તિનો ત્યાગ કરીને તથા સ્વાપતેય- બહુમૂલ્ય સારભૂત મુખ્ય ધનનો પણ ત્યાગ કરીને, ખજાનામાં ગુપ્ત દ્રવ્યરૂપે રહેલા ધનને દાનયોગ્ય વ્યક્તિઓને દાનમાં આપીને, પુત્રાદિમાં તેનું વિભાજન કરીને, દ્રવ્યથી શિરોમુંડન અને ભાવથી કષાયોને ઉપશાંત કરીને ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર જીવનનો સ્વીકાર કરી, દીક્ષિત થયા હતા. તે શ્રમણોમાં કેટલાક શ્રમણો પંદર દિવસની સંયમ પર્યાયવાળા હતા. કેટલાક એક માસ, બે માસ, ત્રણ માસ, ચાર માસ, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર માસની સંયમ પર્યાયવાળા હતા. કેટલાક એકવર્ષ, બે વર્ષ, ત્રણવર્ષ અને કેટલાક અનેક વર્ષની સંયમ પર્યાયવાળા હતા. તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેતા હતા. | २१ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे णिग्गंथा भगवंतो अप्पेगइया आभिणिबोहियणाणी,सुयणाणी, ओहिणाणी,मणपज्जवणाणी, केवलणाणी। अप्पेगइया मणबलिया, वयबलिया कायबलिया । अप्पेगइया णाणबलिया, दंसणबलिया, चारित्तबलिया । अप्पेगइया मणेणं सावाणुग्गहसमत्था एवं वएणं, काएणं ।
अप्पेगइया खेलोसहिपत्ता, एवं जल्लोसहिपत्ता, विप्पोसहिपत्ता, आमोसहिपत्ता, सव्वोसहिपत्ता । अप्पेगइया कोट्ठबुद्धी एवं बीयबुद्धी, पडबुद्धी । अप्पेगइया पयाणुसारी, अप्पेगइया सभिण्णसोया, अप्पेगइया खीरासवा, महुआसवा अप्पेगइया सप्पिआसवा अप्पेगइया अक्खीणमहाणसिया एवं उज्जुमई, विउलमई, विउव्वणिड्डिपत्ता, चारणा, विज्जाहारा,
Page #81
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧: સમવસરણ
૨૯
आगासाइवाईणो ।
अप्पेगइया रयणावलिं तवोकम्मं पडिवण्णा, अप्पेगइया कणगावलि तवोकम्मं पडिवण्णा, अप्पेगइया एगावलिं तवोकम्मं पडिवण्णा; अप्पेगइया खुड्डागसीहणिक्कीलियं तवोकम्मं पडिवण्णा, अप्पेगइया महालयं सीहणिक्कीलियं तवोकम्मं पडिवण्णा, एवं भद्दपडिमं, महाभद्दपडिमं सव्वओभद्दपडिमं, आयंबिलवद्धमाणं तवोकम्मं पडिवण्णा, अप्पेगइया मासियं भिक्खुपडिमं पडिवण्णा एवं जाव अप्पेगइया सत्तमासियं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया पढमं सत्तराइंदियं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया बीयं सत्तराइंदियं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया तच्च सत्तराईदियं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया अहोराइयं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया एक्कराइयं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया सत्तसत्तमियं भिक्खुपडिमं, अट्ठअट्ठमियं भिक्खुपडिमं णवणवमियं भिक्खुपडिमं, दसदसमियं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया खुड्डियं मोयपडिमं, महल्लियं मोयपडिमं, जवमज्झं चंदपडिमं, वइरमज्झं चंदपडिमं पडिवण्णा; अप्पेगइया विवेगपडिमं, विओसग्ग पडिमं, उवहाणपडिमं, पडिसंलीण पडिमं पडिवण्णा; संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरंति ।
ભાવાર્થ [:− તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી ઘણા નિગ્રંથ ભગવંતો હતા. તેમાં કેટલાક મતિજ્ઞાની, કેટલાક શ્રુતજ્ઞાની, કેટલાક અવધિજ્ઞાની, કેટલાક મનઃપર્યવજ્ઞાની અને કેટલાક કેવલજ્ઞાની હતા અર્થાત્ કેટલાક બે, ત્રણ કે ચાર જ્ઞાનના ધારક હતા અને કેટલાક કેવલજ્ઞાનના ધારક હતા. કેટલાક અનુકૂળ, પ્રતિકૂળ પરીષહો સહન કરવાની શક્તિસંપન્ન મનોબલી, કેટલાક કરેલી પ્રતિજ્ઞાના પાલન માટેની ક્ષમતાથી યુક્ત વચનબલી, કેટલાક ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે પ્રતિકૂલ શારીરિક સ્થિતિને અગ્લાનભાવે સહન કરવાની શક્તિ સંપન્ન ક્રાયબલી હતા. કેટલાક નિરતિચાર જ્ઞાનની આરાધના કરનાર જ્ઞાનરૂપ બલ સંપન્ન હતા, કેટલાક સમ્યકત્વથી કદાપિ ચલિત ન થાય તેવા દઢ શ્રદ્ધારૂપ બલ સંપન્ન હતા અને કેટલાક નિર્દોષ ચારિત્રનું પાલન કરનાર ચારિત્રરૂપ બલસંપન્ન હતા. કેટલાક મનથી જ શાપ અને કૃપા વર્ષાવવામાં સમર્થ હતા. તેવી જ રીતે કેટલાક વચનથી અને કાયાથી અપકાર અને ઉપકાર કરવાનું સામર્થ્ય ધરાવતા હતા.
કેટલાકનો શ્લેષ્મ—નાકનો મેલ ઔષધિરૂપ બને તેવા ખેલૌષધિલબ્ધિના ધારક, કેટલાકના મળ, મૂત્ર, શરીરનો મેલ આદિ ઔષધિરૂપ બને તેવા જલૌષધિલબ્ધિના ધારક, કેટલાકનું થૂંક ઔષધિરૂપ બને તેવા વિપ્રુડૌષધિલબ્ધિના ધારક, કેટલાકના હસ્તાદિનો સ્પર્શ ઔષધિરૂપ બને તેવા આમખૈષધિલબ્ધિના ધારક, કેટલાકના મળ, મૂત્ર, મેલ, સ્પર્શ, નખ, કેશ આદિ સર્વ ઔષધિરૂપ બને તેવા સર્વોષધિલબ્ધિના ધારક હતા.
કેટલાક શ્રમણો કોષ્ટક બુદ્ઘિના ધારક હતા, કોષ્ટક એટલે કોઠાર, જેમ કોઠારમાં ધાન્ય સુરક્ષિત રહે છે, તેમ તે શ્રમણ શ્રુત જ્ઞાનને જીવન પર્યંત સુરક્ષિત રાખી શકે તેવી કોષ્ટક બુદ્ઘિના ધારક હતા. કેટલાક શ્રમણો બીજબુદ્ઘિના ધારક હતા, જેમ નાનકડું બીજ વિશાળ વૃક્ષને તૈયાર કરે છે, તેમ અલ્પ શબ્દોથી વિસ્તૃત જ્ઞાન થાય તેવી બીજ બુદ્ઘિના ધારક હતા. કેટલાક શ્રમણો પટબુદ્ધિના ધારક હતા, જેમ પટ–વસ્ત્ર
Page #82
--------------------------------------------------------------------------
________________
૩૦ |
શ્રી વિવાઈસૂત્ર
તંતુઓના સમુદાયરૂપ હોય, તેમ સૂત્રાર્થના વિશિષ્ટ અર્થને પામી શકે તેવી બુદ્ધિના ધારક હતા.
કેટલાક એક પદથી અનેક પદનું જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે તેવી પદાનુસારી લબ્ધિના ધારક હતા, કેટલાક એક ઇન્દ્રિય પાસેથી બીજી ઇન્દ્રિયોનું કામ કરાવી શકે તેવી સંભિન્ન શ્રોત લબ્ધિના ધારક હતા, કેટલાક દૂધની જેમ કાનને પ્રિય અને મનોહર લાગે તેવા વચનો બોલનાર ક્ષીરાશ્રવલબ્ધિના ધારક હતા, કેટલાક મધની જેમ સર્વદોષોપશામક વચનો બોલનાર મધ્વાશ્રવલબ્ધિના ધારક, કેટલાક ઘીની જેમ પરસ્પર સ્નિગ્ધતા-સ્નેહ ઉત્પન્ન કરે તેવા વચનો બોલનાર સર્પિતાશ્રવલબ્ધિના ધારક હતા, કેટલાક પોતે લાવેલી ભિક્ષા સ્વયં વાપરે નહીં અથવા જે ઘેરથી ભિક્ષા લીધી હોય તે દાતા સ્વયં જમે નહીં ત્યાં સુધી લાખો વ્યક્તિઓ ભોજન કરે છતાં ખૂટે નહીં તેવી અફીણમહાનલબ્ધિના ધારક હતા.
કેટલાક સંજ્ઞી જીવોના મનની વાતને જાણનાર ઋજુમતિ તથા કેટલાક વિપુલમતિ મન:પર્યવાનના ધારક હતા. કેટલાક વિવિધરૂપ બનાવવાની શક્તિ સંપન્ન વૈકિયલબ્ધિના ધારક હતા. કેટલાક અતિશયયુક્ત ગમન શક્તિ સંપન્ન ચારણ લબ્ધિના ધારક, કેટલાક પ્રજ્ઞપ્તિ આદિ વિધાઓના ધારક વિદ્યાઘર હતા. કેટલાક આકાશમાંથી હિરણ્ય આદિ ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોની વર્ષા કરવાના સામર્થ્ય સંપન્ન હતા અથવા આકાશમાં ઉડી શકે તેવી આકાશગામિની વિદ્યાના ધારક હતા.
કેટલાક કનકાવલી તપ, એકાવલી તપ, લઘુસિંહ નિષ્ક્રીડિત તપ, મહાસિંહ નિષ્ક્રીડિત તપ,ભદ્ર પડિયા, મહાભદ્ર પડિમા, સર્વતો ભદ્ર પડિમા તથા વર્ધમાન આયંબિલ તપ કરતા હતા. કેટલાક મુનિરાજો એક માસિક ભિક્ષુ પડિમાના ધારક હતા. તેવી રીતે બે માસિક, ત્રણ માસિક, ચાર માસિક, પાંચ માસિક, છ માસિક, સાત માસિક, પ્રથમ સાત રાત-દિનની આઠમી ભિક્ષુ પડિમા, બીજા સાત રાત-દિનની નવમી ભિક્ષુ પડિમા, ત્રીજા સાત-રાત દિનની દશમી ભિક્ષુ પડિમા, કેટલાક એક રાત દિનની અગિયારમી ભિક્ષુ પડિમા, કેટલાક એક રાત્રિની બારમી ભિક્ષુ પડિમાના ધારક હતા. કેટલાક સપ્ત સપ્તમિકા, અષ્ટમ અષ્ટમિકા, નવમ નવમિકા, દસમ દસમિકા ભિક્ષુ પડિમાના ધારક હતા. કેટલાક લઘુમોક પડિમા, મહામોક પડિમા, યવમધ્ય ચંદ્ર પડિમા તથા કેટલાક વજ મધ્ય ચંદ્ર પડિમાના ધારક હતા. કેટલાક અકલ્પનીય ભોજન- પાન અને આચરણ આદિના ત્યાગરૂપ વિવેકપડિમાના ધારક, કેટલાક વ્યુત્સર્ગ– કાયોત્સર્ગ પડિમાના ધારક, કેટલાક ઉપધાન–અનશન આદિ ઉગ્ર તપસ્યાના ધારક અને પ્રતિસલીન પડિમાના ધારક હતા. આ રીતે સર્વ શ્રમણો સત્તર પ્રકારના સંયમ અને બાર પ્રકારના તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના શ્રમણ-શિષ્ય પરિવારની વિવિધ પ્રકારની તપસાધનાનું તેમજ દીક્ષા પર્યાય, જ્ઞાન અને લબ્ધિઓનું નિરૂપણ છે. સંમિનણોયા :- સંભિન્નશ્રોતા. તેના ત્રણ અર્થ થાય છે– (૧) પૃથક પૃથક શબ્દોને એક સાથે પૃથક પૃથકુ સ્વરૂપે ગ્રહણ કરી શકે તેવી લબ્ધિ. (૨) શ્રોતસુ શબ્દ ઇન્દ્રિયનો વાચક છે અર્થાતુ દરેક ઇન્દ્રિય શબ્દને ગ્રહણ કરી શકે, શ્રોતેન્દ્રિયનું કાર્ય બીજી ચાર ઇન્દ્રિયો કરી શકે તેવી લબ્ધિ (૩) સર્વ ઇન્દ્રિયો પરસ્પર એક બીજાનું કાર્ય કરી શકે તેવી લબ્ધિને સંબિનશ્રોતાલબ્ધિ કહે છે. ચારણલબ્ધિઃ - ચારણ એટલે ચાલવું. જેની ગમનક્રિયા અતિશયપૂર્વક થતી હોય તેવી લબ્ધિ. આ લબ્ધિ
દિના ત્યાગ આદિ ઉગ્ર તપ બાર પ્રકાર
Page #83
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
શ્રમણ-નિગ્રંથોને જ થાય છે. તેના બે ભેદ છે– વિદ્યાચરણ– વિદ્યાના પ્રભાવે એક ઉડાનમાં માનુષોત્તર પર્વત પર્યત જઈ શકે અને ત્યાંથી બીજા ઉડાનમાં નંદીશ્વર દ્વીપ સુધી તિરછું ગમન કરી શકે, તે જ રીતે ઊર્ધ્વ દિશામાં જાય, તો પ્રથમ ઉડાનમાં નંદનવન અને બીજા ઉડાનમાં પંડગવન સુધી જઈ શકે છે. ત્યાંથી એક જ ઉડાનમાં સ્વસ્થાને પાછા ફરી શકે તેવી શક્તિને વિદ્યાચરણ લબ્ધિ કહે છે. જેઘાચરણ– જંઘાનાબળે એકજ ઉડાનમાં રૂચકવર દ્વીપ સુધી તિર ગમન કરી શકે અને ત્યાંથી સ્વસ્થાને પાછા ફરતાં એક ઉડાનમાં નંદીશ્વર દ્વીપ સુધી અને બીજા ઉડાનમાં સ્વસ્થાને પહોંચે છે. ઊર્ધ્વદિશામાં જાય, તો એક જ ઉડાનમાં પંડગવન સુધી જઈ શકે, ત્યાંથી પાછા ફરતાં પ્રથમ ઉડાનમાં નંદનવન સુધી અને બીજા ઉડાનમાં સ્વસ્થાને પહોંચે છે. તેવી શક્તિને જંઘાચરણલબ્ધિ કહે છે. વિસ્તૃત વિવેચન માટે જૂઓ શ્રી ભગવતીસૂત્ર ભાગ ૪ શતક ૨૦ ઉ. ૯ પા.નં. ૫૮૩ થી ૫૮૮.
ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસનું તપ થઈ શકે છે. એક, બે, ત્રણ આદિ ઉપવાસના ક્રમે તપના વિવિધ પ્રકાર થઈ શકે છે. રત્નાવલી તપ - જે તપની આરાધના રત્નાવલી નામના આભૂષણની રચનાની જેમ કરવામાં આવે છે, તેને રત્નાવલી તપ કહે છે. રત્નાવલી આભૂષણ બંને તરફથી પ્રારંભમાં પાતળું હોય અને ક્રમશઃ જાડું થતું જાય અને મધ્યમાં પૈડલના સ્થાને વિશેષ મણિઓથી સુશોભિત હોય છે. તેમ રત્નાવલી તપમાં ૧, ૨, ૩ ઉપવાસ, ત્યાર પછી એકી સાથે ૮ છઠ, ત્યાર પછી ક્રમશઃ ચઢતા ક્રમે એક ઉપવાસથી ૧૬ ઉપવાસ, મધ્યમાં ૩૪ છઠ, ત્યાર પછી ઉતરતા ક્રમે ૧૬ ઉપવાસથી એક ઉપવાસ, ૮ છઠ અને પછી ૩, ૨, ૧ ઉપવાસ કરવામાં આવે છે. આ રીતે એક પરિપાટી પૂર્ણ થાય છે. આ જ રીતે ચાર પરિપાટી કરવામાં આવે છે. રત્નાવલી તપની ચાર પરિપાટી :
પરિપાટી
પ્રથમ
બીજી ત્રીજી
પારણાવિગત | તપના દિવસ | પારણાના દિવસ | કુલ સમય સર્વરસ યુક્ત ૩૮૪ ૮૮
૪૭૨ વિગય સહિત
દિવસ દિવસ
દિવસ આહાર | વિગય રહિત આહાર |
અર્થાત્ અર્થાત્
અર્થાત્ લેપ રહિત આહાર ૧ વર્ષ
૨ માસ ૧ વર્ષ, ૩ માસ નીવી તપ ૨૪ દિવસ
૨૮ દિવસ રર દિવસ આયંબિલ
૧૫૩૬ દિવસ | ૩પર દિવસ ૧૮૮૮ દિવસ (૪ વર્ષ, ૩ માસ (૧૧ માસ | (૫ વર્ષ, ૨ માસ
૬ દિવસ). રર દિવસ) | | ૨૮ દિવસ).
ચોથી
કુલ સમય
કનકાવલી તપ - આ તપની આરાધના રત્નાવલી તપની જેમજ કરાય છે પરંતુ રત્નાવલી તપમાં બેવાર
જ્યાં ૮ છઠ કરવામાં આવે છે, ત્યાં કનકાવલી તપમાં ૮ અઠ્ઠમ અને મધ્યમાં ૩૪ છઠના સ્થાને ૩૪ અટ્ટમ કરવાના હોય છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
શ્રી વિવાઈસૂત્ર
૮૮
કનકાવલી તપની ચાર પરિપાટી -
પરિપાટી | પારણા વિગત | તપના દિવસ | પારણાના દિવસ | કુલ સમય પ્રથમ
વિગય સહિત સર્વ રસ યુક્ત ૪૩૪
પરર આહાર દિવસ દિવસ
દિવસ બીજી વિગત રહિત આહાર
અર્થાત્ અર્થાત્
અર્થાત્ ત્રીજી લેપ રહિત આહાર નીવી તપ
૧ વર્ષ, ૨ માસ ૨ માસ ૧ વર્ષ, ૫ માસ ચોથી
આયંબિલ ૧૪ દિવસ ૨૮ દિવસ ૧૨ દિવસ કુલ દિવસો
૧૭૩૬ દિવસ ૩પર દિવસ | ૨૦૮૮ દિવસ | (ચારેય પરિપાટીમાં)
(૪ વર્ષ, ૯ માસ (૧૧ માસ (૫ વર્ષ, ૯ માસ
ર૬ દિવસ) | રર દિવસ) | ૧૮ દિવસ) એકાવલી તપ - 'પવનેવની' નેવવલ્યમાને ત્યર્થ, પાવતી ર નાચત્રોપતિ ન સિાહત વૃત્તિ. એકાવલી તપ પણ કનકાવલી આદિની જેમ થાય છે પરંતુ એકાવલી તપનું સ્વરૂપ આગમોમાં પ્રાપ્ત થતું નથી. એક સરવાળા હારને એકાવલી કહે છે. તેને પ્રતીકરૂપ માનીને જે તપ કરાય તેને એકાવલી તપ કહે છે. લણસિંહ નિખીડિત તપ - સિંહની ગતિ અથવા ક્રીડાના આધારે આ તપ કરવામાં આવે છે. સિંહ
જ્યારે ચાલે છે ત્યારે એક કદમ પાછળ જોતો ચાલે છે. તેનો તે સ્વભાવ છે. તેને પ્રતીક માની આ તપની અંદર સાધક ઉપવાસના ક્રમમાં પાછો ફરતાં ક્રમશઃ આગળ વધે છે.
જેમ કે એક ઉપવાસ, પારણુ, છઠ, પારણુ કરે, ત્યાર પછી સીધો અઠ્ઠમ ન કરતાં, પહેલાં એક ઉપવાસ અને પારણુ કરીને પછી અટ્ટમ કરે, ત્યાર પછી ફરી છઠ્ઠ કરીને ચાર ઉપવાસ કરે, ત્યાર પછી ફરી અક્રમ કરીને પાંચ ઉપવાસ કરે. આ રીતે પાછા ફરતાં ફરતાં ક્રમશઃ નવ ઉપવાસ સુધી આગળ વધે છે અને તે જ ક્રમથી નીચે ઉતરે છે. આ રીતે તપ સાધના કરતાં ૧૫૪ દિવસમાં એક પરિપાટી પૂર્ણ થાય છે. તે જ રીતે તેમાં ચાર પરિપાટી કરવાની હોય છે. લસિંહ નિષ્ક્રીડિત તપની ચાર પરિપાટી :
પરિપાટી | પારણાવિગત | તપના દિવસ | પારણાના દિવસ | કુલ સમય પ્રથમ વિગય સહિત ૧૫૪
૩૩
૧૮૭ આહાર
દિવસ
દિવસ બીજી | વિગય રહિત આહાર અર્થાત્
અર્થાત્
અર્થાત્ ત્રીજી લેપ રહિત, નીવીતપ
૫ માસ ૧ માસ
માસ ચોથી આયંબિલ ૪ દિવસ ૩ દિવસ
૭ દિવસ કુલ દિવસો
૬૧૬ દિવસ ૧૩ર દિવસ | ૭૪૮ દિવસ (૧ વર્ષ, ૮ માસ |(૪ માસ, ૧૨ દિવસ) (૨ વર્ષ ૨૮ દિવસ) ૧૬ દિવસ).
દિવસ
Page #85
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૭૩ ]
ચોથી
મહાસિંહ નિષ્ક્રીડિત - મહાસિંહ નિષ્ક્રીડિત તપક્રમમાં લઘુસિંહ નિષ્ક્રીડિત તપની જેમ પાછળના તપની આવૃત્તિ કરતા સોળ ઉપવાસ સુધી આગળ વધવાનું અને ત્યાર પછી ક્રમશઃ ઉતરવાનું હોય છે. આ તપની ચાર પરિપાટી કરવામાં આવે છે. મહાસિંહ નિખીડિત તપની ચાર પરિપાટી :
પરિપાટી | પારણા વિગત | તપના દિવસ | પારણાના દિવસ | કુલ સમય પ્રથમ વિગય સહિત ૪૯૭
૬૧
૫૫૮ આહાર દિવસ દિવસ
દિવસ બીજી વિગય રહિત આહાર
અર્થાત્ અર્થાત્
અર્થાત્ લેપ રહિત, નીવીત | ૧ વર્ષ, ૪ માસ
૨ માસ ત્રીજી
૧ વર્ષ, ૬ માસ ૧૭ દિવસ ૧દિવસ
૧૮ દિવસ આયંબિલ કુલદિવસો
૧૯૮૮ દિવસ ૨૪૪ દિવસ | રર૩ર દિવસ (૫ વર્ષ, માસ | (૮ માસ, ૪ દિવસ) | (૬ વર્ષ, ૨ માસ ૮ દિવસ)
૧૨ દિવસ) ભદ્ર પડિમા:- આ પડિમા કાયોત્સર્ગ સાથે સંબંધિત છે. કાયોત્સર્ગ નિર્જરાના(તપના) બાર ભેદોમાંથી અંતિમ ભેદરૂપે છે. કાય+ઉત્સર્ગ = બંને શબ્દ મળીને કાયોત્સર્ગ શબ્દ બને છે. કાય = શરીર તથા ઉત્સર્ગ = ત્યાગ. શરીરનો ત્યાગ કરવો શક્ય નથી. પરંતુ આધ્યાત્મિક રીતે દેહને આત્માથી ભિન્ન માનવો, શરીરની પ્રવૃત્તિઓ, હલન ચલન વગેરે ક્રિયાઓ છોડી દેવી. દેહથી ભિન્ન આત્મતત્ત્વની અનુભૂતિ માટે પુરુષાર્થશીલ બનવું, શરીરની મમતાનો ત્યાગ કરવો, તે કાયોત્સર્ગ છે. સાધક કાયોત્સર્ગમાં દેહથી, પોતાના આત્માને એક પ્રકારે અલગ કરી દે છે, આત્મરમણતા માટે પ્રયત્ન કરે છે. આ પડિકામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશામાં મુખ રાખી ક્રમશઃ દરેક દિશામાં ચાર-ચાર પ્રહર સુધી કાયોત્સર્ગ કરવાનું વિધાન છે.
આ પડિમાની સમય મર્યાદા ૧૬ પ્રહર અથવા બે દિન-રાત્રિ છે. મહાભદ્ર પડિમા :- આ પડિકામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશામાં મુખ રાખી ક્રમશઃ દરેક દિશામાં એક-એક અહોરાત્રિ સુધી કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. આ પડિમાની સમય મર્યાદા ચાર અહોરાત્રની છે. સર્વતોભદ્ર પડિયા - આ પડિયામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, અગ્નિ, નૈટ્સત્ય, વાયવ્ય, ઈશાન, ઊર્ધ્વ અને અધો દિશા, આ રીતે ક્રમશઃ દસ દિશા તરફ મુખ રાખી દરેક દિશામાં એક-એક અહોરાત્રિ પર્યત કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. આ પડિમાની સમય મર્યાદા ૧૦ અહોરાત્રિની છે, સર્વતોભદ્રતપની આરાધના તપથી પણ થઈ શકે છે. તેના બે પ્રકાર છે(૧) લઘુ સર્વતોભદ્ર તપ આ તપમાં ક્રમશઃ એક ઉપવાસથી પાંચ ઉપવાસ સુધી આગળ વધવાનું હોય છે. તેવી એક પંક્તિમાં ૧૫ ઉપવાસ અને પાંચ પારણા થાય, તે જ રીતે પાંચ પંક્તિના ૭૫ ઉપવાસ અને ૨૫ પારણા કરતાં ૧૦૦ દિવસે એક પરિપાટી પૂર્ણ થાય છે. તેવી ચાર પરિપાટીમાં ૪૦૦ દિવસ અર્થાત્ એક વર્ષ એક માસ અને દસ દિવસ થાય છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી વિવાઈસૂત્ર
(૨) મહાસર્વતોભદ્ર ત૫– આ તપમાં ક્રમશઃ એક ઉપવાસથી સાત ઉપવાસ સુધી આગળ વધવાનું હોય છે. તેવી એક પંક્તિમાં ૧+૨+૩+૪+૫++૭ = ૨૮ ઉપવાસ અને વચ્ચે સાત પારણા થાય, તેવી સાત પંક્તિમાં ૧૯૬ ઉપવાસ અને ૪૯ દિવસ થાય છે અર્થાત્ ૧૯૬+૪૯ = ૨૪૫ દિવસે એક પરિપાટી પૂર્ણ થાય, તેવી ચાર પરિપાટીમાં ૯૮૦ દિવસ અર્થાત્ બે વર્ષ આઠ માસ અને વીસ દિવસ થાય છે. આયંબિલ વર્ધમાન તપ - આ તપમાં ક્રમશઃ એક આયંબિલથી સો આયંબિલ સુધી આગળ વધવાનું હોય છે. એક, બે, ત્રણ આદિ આયંબિલ પછી એક-એક ઉપવાસ કરવાનો હોય છે. એક આયંબિલ એક ઉપવાસ, બે આયંબિલ એક ઉપવાસ, ત્રણ આયંબિલ એક ઉપવાસ, ચાર આયંબિલ એક ઉપવાસ, આ રીતે ૧૦૦ આયંબિલ સુધી આગળ વધવાનું હોય છે. આ તપમાં કુલ ૫૦૫૦ આયંબિલ + ૧૦૦ ઉપવાસ = ૫૧૫૦ દિવસ અર્થાત્ ૧૪ વર્ષ, ૩ માસ ૨૦ દિવસ લાગે છે. ભિક્ષુ પડિમા - વિશિષ્ટ પ્રકારના તપ અને અભિગ્રહયુક્ત સાધનાને ભિક્ષુ પડિમા કહે છે.
તેના બાર પ્રકાર છે. પ્રથમ સાત પડિમાનો સમય એક-એક માસનો છે. પહેલી પડિકામાં ભિક્ષુ એક દત્તિ ભોજન અને એક દત્તિ પાણી ગ્રહણ કરે છે. આ રીતે ક્રમશઃ વધતા સાતમી પડિકામાં સાત દત્તિ ભોજન અને સાત દત્તિ પાણી ગ્રહણ કરે છે. આઠમી, નવમી અને દશમી પડિમા સાત-સાત અહોરાત્રની છે. તેમાં સાધુ એકાંતર ચૌવિહારા ઉપવાસની તપ સાધના સહિત ગામની બહાર જઈ વિશિષ્ટ આસને સ્થિત થઈને આતાપના લે છે. અગિયારમી પડિમા એક અહોરાત્રની અને બારમી પડિમા એક રાત્રિની છે. તેમાં ક્રમશઃ ચૌવિહારા છઠ અને અટ્ટમની તપસ્યા કરવાની છે. તેનું તપ ક્રમશઃ બે અને ત્રણ દિવસનું હોવા છતાં કાયોત્સર્ગ ક્રમશઃ એક અહોરાત્ર- આઠ પ્રહર અને એક રાત્રિ ચાર પ્રહર પર્યત કરવાનો હોય છે.
આ પડિમાઓને સુદઢ સંઘયણવાળા શક્તિસંપન્ન સાધુ સ્વીકાર કરે છે. તે સાધુઓ શરીર સંસ્કારનો ત્યાગ કરીને, અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિને સમભાવથી સહન કરે છે, અજ્ઞાતકુળમાંથી નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી, વિશેષ પ્રકારે આત્મસાધના કરે છે. બાર ભિક્ષુ પડિમાના વિશેષ વર્ણન માટે જુઓ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર. દત્તિ- એક અખંડ ધારમાં અથવા એક જ વારમાં ગૃહસ્થો જેટલો અને જે આહાર વહોરાવે, તે જ ગ્રહણ કરવો તેને એક દત્તિ ભોજન કહે છે અને તે જ રીતે એક અખંડ ધારમાં ગૃહસ્થો જેટલું પાણી વહોરાવે, તે ગ્રહણ કરવું તેને એક દત્તિ પાણી કહે છે. સખસખમિકા ભિક્ષ-પતિમા :- આ તપની સમય મર્યાદા ૪૯ દિવસની છે. સાત-સાત દિવસના સાત અઠવાડિયામાં તેનું વિભાજન કરવામાં આવે છે.
પહેલા અઠવાડિયામાં હંમેશાં એક દત્તિ આહાર અને એક દત્તિ પાણી હોય છે. બીજા અઠવાડિયામાં હંમેશાં બે દત્તિ આહાર અને બે દક્તિ પાણી હોય છે. ક્રમિક રીતે આગળ વધતાં સાતમા અઠવાડિયામાં સાત દત્તિ આહાર અને સાત દત્તિ પાણી ગ્રહણ કરવાનું વિધાન છે.
સાધુએ જેટલી દત્તિ આહાર-પાણી ગ્રહણ કરવાનો અભિગ્રહ કર્યો હોય, તે પ્રમાણે આહાર-પાણી ગ્રહણ કરે છે. સપ્ત સપ્તમિકા ભિક્ષુપડિમાના ૪૯ દિવસમાં કુલ ૧૯૬ દત્તિ આહાર-પાણી થાય છે. અષ્ટ અષ્ટમિકા પડિમા- આ તપની સમય મર્યાદા ૮ X ૮ = ૬૪ દિવસની છે. તેમાં આઠ-આઠ દિવસના આઠ વર્ગમાં ક્રમશઃ પૂર્વવત્ આહાર-પાણીની દત્તિઓનું પ્રમાણ આઠ સુધી વધતું જાય છે.
તે જ રીતે નવનવમિકા પડિમાની સમય મર્યાદા ૯ X ૯ = ૮૧ દિવસની અને તેમાં આહાર
Page #87
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૩૫ ]
પાણીનું પરિમાણ નવ દત્તિ સુધી વધે છે. દસ દસમિકા પડિમાની સમય મર્યાદા ૧૦ x ૧૦ = ૧૦૦ દિવસની છે અને તેમાં આહાર-પાણીનું પરિમાણ દસ દત્તિસુધી વધે છે. લધુતમ મોક પડિમા:- મોક એટલે પ્રસવણ-મૂત્ર. તેનું આસેવન કરતાં તપસ્યા કરવામાં આવે તેને મોક પડિમા કહે છે. આ પડિમાને શીત અથવા ઉષ્મ ઋતુમાં ગામની બહાર એકાંતસ્થાનમાં જઈને સ્વીકાર કરવાનું વિધાન છે. આ પડિમાને ધારણ કરનાર સાધક દિવસમાં જેટલીવાર પ્રસવણ થાય ત્યારે તેનું પાન કરે છે. પ્રથમ દિવસે ભોજન કરીને પડિમાનો પ્રારંભ કરે તો છ ઉપવાસ કરે અને જો પ્રથમ દિવસે ઉપવાસ કરીને પડિમાનો પ્રારંભ કરે તો સાત ઉપવાસ કરે. મહત્તમ મોક પરિમા - આ પડિમાની વિધિ લઘુમોક પડિમાની સમાન છે. પરંતુ તેની કાલ મર્યાદા આઠ દિવસની હોય છે; પ્રથમ દિવસે ભોજન કરીને તેનો સ્વીકાર કરે તો સાત ઉપવાસ અને ભોજન કર્યા વિના ઉપવાસમાં સ્વીકાર કરે તો આઠ ઉપવાસે તે પડિમાં પૂર્ણ થાય છે.
આ બંને પડિકામાં નિર્જલ ઉપવાસ હોય છે માત્ર દિવસ દરમ્યાન પ્રસવણનું પાન કરવામાં આવે છે, રાત્રિમાં પ્રસવણ પીવાનો નિષેધ છે. શારીરિક દોષ રહિત પ્રસવણ હોય તો પીવાય છે. દોષયુક્ત હોય તો પીવાતું નથી. આ બંને પડિકાઓનું વર્ણન વ્યવહાર સૂત્રના મૂળ પાઠમાં છે. યવમધ્યચંદ્ર પડિમા – જેમ જવનો મધ્યભાગ સ્કૂલ અને બંને બાજુનો ભાગ કૃશ હોય, તેવી રીતે આ પડિમાના મધ્યભાગમાં આહારની દત્તિ વધુ અને આદિ-અંતમાં ઓછી હોય છે. શુક્લપક્ષની એકમથી પ્રારંભ કરીને, ચંદ્રમાની કળાની વધઘટની જેમ દત્તિઓની વધઘટ કરતા તેની આરાધના કરવામાં આવે છે. બંને પક્ષોના ૧૫-૧૫ દિવસો મળીને એક માસમાં આ આરાધના પૂર્ણ થાય છે. શુક્લપક્ષમાં દત્તિઓની સંખ્યા વધે છે અને કૃષ્ણપક્ષમાં દત્તિઓની સંખ્યા ઘટે છે. મધ્યના દિવસોમાં દત્તિ સંખ્યા વધુ હોવાથી તેને જવ મધ્ય પડિમા કહે છે. આ પડિયામાં શુક્લપક્ષની એકમના દિવસે એક દત્તિ આહાર, એક દત્તિ પાણી, બીજના દિવસે બે દત્તિ આહાર, બે દત્તિ પાણી, તેવી જ રીતે ઉતરોત્તર વધતાં, પૂર્ણિમાના દિવસે ૧૫ દત્તિ આહાર અને ૧૫ દત્તિ પાણી, કૃષ્ણ પક્ષની એકમના દિવસે ૧૪ દત્તિ આહાર અને ૧૪ દત્તિ પાણી, ત્યાર પછી ક્રમશઃ ઘટતા-ઘટતા ચોદસના દિવસે એક દત્તિ આહાર અને એક દત્તિ પાણી અને અમાસનો ઉપવાસ કરાય છે. વજ મધ્ય ચંદ્ર પ્રતિમા :- વજનો મધ્ય ભાગ પાતળો હોય છે. તેમ આ સાધનાના મધ્યભાગમાં દત્તિઓની સંખ્યા અલ્પતમ હોય છે માટે તેને વજ મધ્ય પડિમા કહી છે. કૃષ્ણપક્ષની એકમના દિવસે તેનો પ્રારંભ કરાય છે. ચંદ્રમાની ઘટ વધની જેમ દત્તિઓની ઘટ વધ થાય છે. કૃષ્ણપક્ષની એકમે ૧૫ દત્તિ આહાર અને ૧૫ દત્તિ પાણીનું વિધાન છે. ત્યાર પછી ક્રમશઃ એક-એક દત્તિ ઘટતા અમાસને દિવસે એક દત્તિ આહારપાણી રહે છે. શુક્લપક્ષની એકમના દિને બે દત્તિ આહાર અને બે દત્તિ પાણી લેવામાં આવે છે. ત્યાર પછી ઉત્તરોત્તર વધતાં શુક્લપક્ષની ચૌદશના દિવસે ૧૫ દત્તિ થઈ જાય છે. પૂનમના દિવસે ઉપવાસ હોય છે.
આ રીતે યવમધ્ય પડિમાનો પ્રારંભ શુક્લપક્ષની એકમથી થાય, શુક્લપક્ષમાં ચંદ્રની કળાની જેમ દત્તિનું પ્રમાણ પૂનમ સુધી વધે, ત્યાર પછી ક્રમશઃ ઘટે છે અને વજમધ્ય પડિમાનો પ્રારંભ કૃષ્ણપક્ષની એકમથી થાય, કૃષ્ણપક્ષમાં ચંદ્રની કળાની હાનિના આધારે દત્તિનું પ્રમાણ અમાસ સુધી ઘટતું રહે છે. ત્યાર પછી ક્રમશઃ વધે છે.
આ રીતે પૂર્વકૃત કર્મોના ક્ષય માટે તપ એક અમોઘ સાધન છે, તેવું સમજીને ભગવાન મહાવીરના
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
શ્રમણો વિષયોથી પરાઙમુખ બનીને ચિત્તને સંયમભાવમાં સ્થિર રાખીને પોતાના સામર્થ્ય અનુસાર વિવિધ પ્રકારની તપારાધના કરી રહ્યા હતા.
૩
ભગવાન મહાવીરના સ્થવિરો:
२२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे रा भगवंतो जाइसंपण्णा कुलसंपण्णा बलसंपण्णा रूवसंपण्णा विणयसंपण्णा णाणसंपण्णा दंसणसंपण्णा चरित्तसंपण्णा लज्जासंपण्णा लाघवसंपण्णा ओयंसी तेयंसी वच्चंसी जसंसी, जियकोहा जियमाणा जियमाया जियलोभा जिइंदिया जियणिद्दा जियपरीसहा जीवियासमरणभयविप्पमुक्का, वयप्पहाणा गुणप्पहाणा करणप्पहाणा चरणप्पहाणा णिग्गहप्पहाणा णिच्छयप्पहाणा अज्जवप्पहाणा मद्दवप्पहाणा लाघवप्पहाणा खंतिप्पहाणा मुत्तिप्पहाणा विज्जाप्पहाणा मंतप्पहाणा वेयप्पहाणा बंभप्पहाणा णयप्पहाणा णियमप्पहाणा सोयप्पहाणा चारुवण्णा लज्जा तवस्सी जिइंदिया सोही अणियाणा अप्पोसुया अबहिल्लेसा अप्पडिलेस्सा सुसामण्णरया दंता इणमेव णिग्गंथं पावयणं पुरओ काउं विहरंति । ભાવાર્થ :- તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્યો અનેક સ્થવિર ભગવંતો હતા, તેઓ જાતિ સંપન્ન, કુલ સંપન્ન, ઉત્તમ સંઘયણના ધારક હોવાથી વિશિષ્ટ બલ સંપન્ન, સુંદર સંસ્થાન– આકૃતિના ધારક હોવાથી રૂપ સંપન્ન, વિનય સંપન્ન, વિશિષ્ટ જ્ઞાનના ધારક હોવાથી જ્ઞાન સંપન્ન, અખંડ શ્રદ્ધાવાન હોવાથી દર્શન સંપન્ન, નિરતિચાર ચારિત્રનું પાલન કરતા હોવાથી ચારિત્ર સંપન્ન, સંયમ વિરાધક પ્રવૃત્તિઓમાં ક્ષોભ અનુભવતા હોવાથી લજ્જા સંપન્ન, અલ્પ ઉપધિરૂપ દ્રવ્યલાઘવ અને ઋદ્ધિ, રસ તથા શાતારૂપ ત્રણ પ્રકારના ગર્વ રહિત હોવાથી લાઘવ સંપન્ન, પ્રતિભા સંપન્ન હોવાથી ઓજસ્વી, દેદીપ્યમાન અને કાંતિ યુક્ત હોવાથી તેજસ્વી, આદેય વચનના ધારક હોવાથી વર્ચસ્વી, તપ-સંયમની આરાધનાથી પ્રસિદ્ધિ પામેલા હોવાથી યશસ્વી, ક્રોધ, માન, માયા, લોભ; તે ચાર કષાય પર વિજય પ્રાપ્ત કરવાથી કષાયવિજેતા, વિષયોમાં પ્રવૃત્ત થતી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાથી ઇન્દ્રિયવિજેતા, અપ્રમત્ત દશા પ્રગટ કરવા નિદ્રાનો ત્યાગ કરતા હોવાથી નિદ્રાવિજેતા, અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહોને સમભાવે સહન કરતા હોવાથી પરીષહવિજેતા, જીવવાની આશા અને મરણના ભયથી મુક્ત, દઢતાપૂર્વક વ્રતપાલન કરતા હોવાથી વ્રતપ્રધાન, ક્ષમાદિ ગુણવાન હોવાથી ગુણ પ્રધાન, પિંડવિશુદ્ધિ આદિ કરણ સિત્તરીનું પાલન કરતા હોવાથી કરણ પ્રધાન, મહાવ્રતાદિ મૂળ ગુણ વગેરે ચરણ સિત્તરીનું પાલન કરતા હોવાથી ચરણ પ્રધાન, ઇન્દ્રિય અને મનનું દમન કરતા હોવાથી નિગ્રહ પ્રધાન, તત્ત્વ નિર્ણય તથા આવશ્યક સમાચારીનું નિશ્ચયપણે પાલન કરતા હોવાથી નિશ્ચય પ્રધાન, માયા-કપટના ત્યાગી હોવાથી આર્જવપ્રધાન, જાતિ આદિ આઠ પ્રકારના માન કષાયના ઉદયને નિષ્ફળ કરતા હોવાથી માર્દવપ્રધાન, દ્રવ્યથી અલ્પોપધિ અને ભાવથી ગર્વ રહિત હોવાથી લાઘવપ્રધાન, ક્રોધના ઉદયનો નિરોધ કરતા હોવાથી ક્ષમાપ્રધાન, લોભના ઉદયનો નિરોધ કરતા હોવાથી મુક્તિપ્રધાન, રોહિણી, પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓના ધારક હોવાથી વિદ્યાપ્રધાન, મંત્રોના આરાધક હોવાથી મંત્ર પ્રધાન, આચારાંગાદિ શાસ્ત્રોના જ્ઞાતા હોવાથી વેદપ્રધાન, બ્રહ્મસ્વરૂપી આત્મરમણતા માટે પુરુષાર્થશીલ હોવાથી બ્રહ્મચર્ય પ્રધાન, નૈગમાદિ સાત નયથી વસ્તુનું સ્વરૂપ જાણીને તેનું નિરૂપણ કરતા હોવાથી નયપ્રધાન, દ્રવ્ય, ક્ષેત્ર,
Page #89
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
કાલ, ભાવથી વિવિધ પ્રકારના નિયમો-અભિગ્રહનું પાલન કરતા હોવાથી નિયમ પ્રધાન, જીવ-અજીવ આદિ તત્ત્વોનું સ્વરૂપ યથાર્થપણે પ્રગટ કરતા હોવાથી સત્યપ્રધાન, અંતઃકરણને પવિત્ર અને શુદ્ધ રાખતા હોવાથી શૌચપ્રધાન કાંતિ, કીર્તિ અને ઉત્તમ બુદ્ધિના ધારક હોવાથી ચારુવર્ણ, પાપ કાર્યમાં લજ્જાશીલ, તપસ્વી, અને ઇન્દ્રિયવિજયને પ્રાપ્ત થયેલા, પવિત્ર હૃદયવાળા, નિદાન રહિત, ઉત્સુકતા રહિત, ચિત્તવૃત્તિ સંયમારાધનાથી બહાર જતી નથી તેવા અબહિર્લેય, અપ્રતિશ્ય–અશુભ લેશ્યા રહિત એટલે વર્ધમાન પરિણામોથી યુક્ત, ઉચ્ચ સંયમ ભાવોમાં લીન દમિતેન્દ્રિય તે મુનિવરો નિગ્રંથ પ્રવચનને નજર સમક્ષ રાખીને એટલે જિનાજ્ઞા પ્રમાણે વિચરતા હતા. | २३ तेसिणं भगवंताणं आयावाया वि विदित्ता भवंति, परवाया वि विदित्ता भवंति, आयावायं जमइत्ता णलवणमिव मत्तमातंगा, अच्छिद्दपसिणवागरणा, रयण-करंडगसमाणा, कुत्तियावणभूया, परवाइपमद्दणा, आयारधरा, चोद्दसपुव्वी, दुवालसंगिणो,समत्तगणिपिडगधरा, सव्वक्खरसण्णिवाइणो, सव्वभासाणुगामिणो, अजिणा जिणसंकासा, जिणा इव अवितहं वागरमाणा संजमेणं तवसा अप्पाणं भावमाणा विहरंति । ભાવાર્થ:- તે સ્થવિર ભગવંતો આત્મવાદ એટલે સ્વસિદ્ધાંત પ્રતિપાદિત તત્ત્વોના સંપૂર્ણ જ્ઞાતા હતા; અન્ય દાર્શનિકોના સિદ્ધાંતોને પણ સારી રીતે જાણતા હતા; જેવી રીતે કોઈ મદોન્મત હાથી ક્રીડા કરવા માટે વારંવાર કમલવનમાં જતો હોય, તો તે હાથી કમલ વનથી પરિચિત હોય છે. તે જ રીતે જ્ઞાનરૂપી સરોવરમાં વારંવાર ક્રીડા કરવાથી સ્વ-પર સિદ્ધાંતરૂપી કમલ વનથી પૂર્ણ પરિચિત હતા; તેઓ સતત પૂછાતાં પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપતા હતા. સમ્યગુ દર્શન, સમ્યગ્રજ્ઞાન આદિ વિવિધ ગુણરૂપી રત્નોના ભંડાર હતા; ત્રણ લોકના ઇચ્છિત પદાર્થો પ્રાપ્ત કરવાની લબ્ધિના ધારક હોવાથી કુત્રિકા પણ સમાન હતા; આચારાંગ સૂત્રથી લઈને વિપાકસૂત્ર સુધીના આગમોના ધારક; ૧૪ પૂર્વના જ્ઞાતા, તે જ રીતે સંપૂર્ણ દ્વાદશાંગીના જ્ઞાતા; સમસ્ત ગણિપિટકના ધારક; સર્વ પ્રકારના અક્ષરોના સંયોગથી થતાં વિવિધ શબ્દોના તથા વિવિધ અર્થના જ્ઞાતા હોવાથી સર્વાક્ષરસન્નિપાતિ લબ્ધિના ધારક; આર્ય-અનાર્ય સર્વ દેશોની ભાષાના જાણકાર હતા. તેઓ સર્વજ્ઞ ન હતા, પણ સર્વજ્ઞ જેવા હતા. સર્વજ્ઞની જેમ વસ્તુ તત્વની યથાર્થ પ્રરૂપણા કરનારા હતા. તેઓ સત્તર પ્રકારના સંયમ અને બાર પ્રકારના તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ભગવાન મહાવીરના અણગારો:२४ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे अणगारा भगवंतो इरियासमिया, भासासमिया, एसणासमिया, आयाणभंङमत्तणिक्खेवणासमिया, उच्चार-पासवण-खेलसिंघाण-जल्ल-पारिद्धावणियासमिया, मणगुत्ता, वयगुत्ता, कायगुत्ता, ગુત્તા, જિંલિયા, ગુર્જમારી, મન, વિવા, મોહ, અનાપા, મમાયા, ગોમા, संता, पसंता, उवसंता, परिणिव्वुया, अणासवा, अग्गंधा छिण्णग्गंथा, छिण्णसोया, णिरुवलेवा। ___ कंसपाईव मुक्कतोया, संख इव णिरंगणा, जीवो विव अप्पडिहयगई, जच्चकणगं पिव जायरूवा, आदरिसफलगा इव पागडभावा, कुम्मो इव गुतिदिया, पुक्खरपत्तं व णिरुवलेवा, गगणमिव णिरालंबणा, अणिलो इव णिरालया, चंदो इव सोमलेसा, सूरो
Page #90
--------------------------------------------------------------------------
________________
[ ૩૮]
શ્રી વિવાઈસૂત્ર
इव दित्ततेया, सागरो इव गंभीरा, विहग इव सव्वओ विप्पमुक्का, मंदरो इव अप्पकंपा, सारयसलिलं इव सुद्धहियया, खग्गिविसाणं इव एगजाया, भारंडपक्खी व अप्पमत्ता, कुंजरो इव सोंडीरा, वसभो इव जायत्थामा, सीहो इव दुद्धरिसा, वसुंधरा इव सव्वफासविसहा, सुहुयहुयासणो इव तेयसा जलता । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી ઘણા અણગારો ઈર્યાસમિતિ-અન્ય જીવોની વિરાધના ન થાય તે રીતે ઉપયોગપૂર્વક ગમનક્રિયા કરનારા, ભાષા સમિતિનિરવધ વચન બોલનારા, એષણા સમિતિ-નિર્દોષ, શુદ્ધ અને અચેત આહારને ગ્રહણ કરીને અનાસક્તપણે ભોગવનારા, આદાન-ભંડ મત્ત નિક્ષેપ સમિતિ-સાધુ જીવનના આવશ્યક ઉપકરણોને યતનાપૂર્વક ગ્રહણ કરનારા અને મૂકનારા, ઉચ્ચાર પાસવણ ખેલ સિંઘાણ જલ્લ પરિષ્ઠાપનિકા સમિતિ–મળ-મૂત્ર આદિ શરીરના ત્યાજ્ય પદાર્થોનો નિર્દોષભૂમિમાં ત્યાગ કરનારા, મનોગુપ્ત–આર્ત-રૌદ્ર ધ્યાનયુક્ત વિચારધારાનો ત્યાગ કરી ધર્મ-શુક્લ ધ્યાનમાં ચિત્તને એકાગ્ર કરનારા, વચનગુપ્ત-અશુભ વચનોનો ત્યાગ કરી અત્યંત આવશ્યક હોય ત્યારે જ શુભ વચનો બોલનારા, કાયગુપ્ત–પાપકારી શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરી અનિવાર્ય નિર્દોષ કાયિક ચેષ્ટા કરનારા, ગુપ્ત-અશુભ યોગનો નિગ્રહ કરનારા, ગુપ્તેન્દ્રિય-પાપકારી પ્રવૃત્તિમાંથી ઇન્દ્રિયોને સુરક્ષિત રાખનારા, ગુપ્તબ્રહ્મચારી-નવવાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરનારા, મમત્વ રહિત, પરિગ્રહ રહિત, ક્રોધ, માન, માયા, લોભ તે ચારે ય કષાયથી રહિત, બાહ્ય પ્રવૃત્તિથી શાંત, આવ્યંતર પાપકારી પ્રવૃત્તિથી પ્રશાંત, બાહ્ય–આત્યંતર બંને પ્રકારે ઉપશાંત, પરિનિવૃત્ત-કર્મકૃતવિકારથી રહિત, કર્મોના આશ્રવથી રહિત, નિગ્રંથ-રાગદ્વેષરૂ૫ ગ્રંથીથી રહિત, છિન્નગ્રંથ-શરીરજન્ય સંબંધરૂપ દ્રવ્ય ગ્રંથી અને મિથ્યાત્વાદિ રૂપ ભાવગ્રંથીથી રહિત, છિન્નસોત-સંસારના પ્રવાહરૂપ સોતથી રહિત હતા.
તે અણગારો (૧) કાંસ્યપાત્ર-કાંસાના વાસણની જેમ સાંસારિક સંબંધોથી નિર્લેપ, (૨) શંખની જેમ નિરંગણ- રાગાદિ રંજન યોગ્ય ભાવોથી મુક્ત, (૩) જીવની જેમ અપ્રતિહત ગતિવાળા અર્થાતુ. અપ્રતિબંધપણે વિચરનારા, (૪) ઉત્તમ જાતિના શુદ્ધ કરેલા સુવર્ણની જેમ નિર્મળ, (૫) દર્પણની જેમ જીવાદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપે પ્રગટ કરનારા, (૬) કાચબાની જેમ ગુખેન્દ્રિય, (૭) કમળપત્રની જેમ વિષયભોગથી નિર્લેપ, (૮) આકાશની જેમ સ્વજનો આદિના આલંબન રહિત, (૯) પવનની જેમ આલય–ઘર રહિત, (૧૦) ચંદ્રની જેમ સૌમ્યુલેશી, (૧૧) સૂર્યની જેમ શારીરિક કાંતિ અને જ્ઞાનના તેજથી તેજસ્વી, (૧૨) સાગરની જેમ ગંભીર, (૧૩) પક્ષીની જેમ નિશ્ચિત આવાસથી વિપ્રમુક્ત, (૧૪) મેરુપર્વતની જેમ ઉપસર્ગ–પરીષહરૂપ વાયુથી અકંપિત, (૧૫) શરદઋતુના જલની જેમ નિર્મળ અને શુદ્ધ હૃદયી, (૧૬) ખડી– ગેંડાના શિંગની જેમ રાગાદિ દ્વન્દ્રથી રહિત હોવાથી એક સ્વરૂપ, (૧૭) ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત, (૧૮) હાથીની જેમ કષાયરૂપ શત્રુનો નાશ કરવામાં શૂરવીર, (૧૯) વૃષભની જેમ બલિષ્ઠ, (૨૦) સિંહની જેમ દુર્ધર્ષ–અજેય, (૨૧) પૃથ્વીની જેમ સર્વ પરિસ્થિતિઓને સમભાવે સહન કરનારા, (૨૨) હોમની અગ્નિની જેમ તપ-સંયમના તેજથી દેદીપ્યમાન હતા.
२५ णत्थि णं तेसि भगवंताणं कत्थइ पडिबंधे भवइ । [से य पडिबंधे चउविहे पण्णत्ते, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ। दव्वओ णं सचित्ताचित्तमीसएसु दव्वेसु । खेत्तओ-गामे वा णयरे वा रण्णे वा खेत्ते वा खले वा घरे वा अंगणे वा । कालओ-समए वा, आवलियाए वा, आणापाणुए वा थोवे वा लवे वा मुहुत्ते वा अहोरत्ते वा पक्खे वा मासे वा अयणे
Page #91
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
वा, अण्णयरे वा दीहकालसंजोगे। भावओ-कोहे वा माणे वा मायाए वा लोहे वा भए वा हासे વી / પર્વ તેસિUT મવડું I]
ते णं भगवंतो वासावासवज्जं अट्ठ गिम्ह-हेमंतियाणि मासाणि गामे एगराइया, णयरे पंचराइया, वासीचंदणसमाणकप्पा, समलेठु कंचणा, समसुह-दुक्खा, इहलोग-परलोगअप्पडिबद्धा, संसारपारगामी, कम्मणिग्घायणट्ठाए अब्भुट्टिया विहरति । ભાવાર્થ:- તે અણગારો કોઈપણ વિષયમાં પ્રતિબંધ-આસક્તિ રહિત હતા. તેિ પ્રતિબંધના ચાર પ્રકાર છે. યથા- દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ.
તે અણગારોને દ્રવ્યની અપેક્ષાએ- સચિત્ત, અચિત્ત અને મિશ્રદ્રવ્યમાં આસક્તિ નહતી. ક્ષેત્રની અપેક્ષાએ ગામ, નગર, જંગલ, ખેતર, ધાન્યના ખળા, ઘર, આંગણામાં આસક્તિ નહતી. કાળની અપેક્ષાએ – સમય, અસંખ્યાત સમયરૂપ આવલિકા, સંખ્યાત આવલિકારૂપ આનપ્રાણ, સાત આનપ્રાણરૂપ સ્તોક, સાત સ્તોકરૂપ લવ, ૭૭ લવ રૂપ મુહૂર્ત, ૩૦ મુહૂર્તરૂપ અહોરાત્ર, પંદર અહોરાત્ર રૂપ પક્ષ, બે પક્ષરૂપ માસ, છ માસરૂપ અયન, બે અયનરૂપ વર્ષ આદિ દીર્ઘકાલીન સમયમાં આસક્તિ ન હતી અર્થાત્ કાલથી બંધાઈન જતા. ભાવની અપેક્ષાએ ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય વગેરેમાં તે મુનિઓને કોઈપણ પ્રકારનો પ્રતિબંધ ન હતો અર્થાત્ કષાયાદીન બની મુનિધર્મ ભૂલી ન જતા.]
તે અણગારો ઉનાળાના તથા શિયાળાના આઠ માસ સુધી નાના ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ સુધી સ્થિરતા કરતા હતા. વાસીચંદનસમાનકલ્પા- પોતાને કાપનાર કુહાડાને પણ સુવાસિત કરનાર ચંદનની જેમ અપકારીજનો પ્રતિ ઉપકાર કરનારા અથવા અપકારી અને ઉપકારી બંને પ્રત્યે સમાનભાવ રાખનાર હતા. તેઓ માટીનાં ઢેફાને તથા સુવર્ણને સમાન માનતા હતા અને સુખ અને દુઃખમાં સમાન ભાવ રાખતા હતા. આ લોક અને પરલોક સંબંધી સુખોમાં અનાસક્ત અને અપ્રતિબદ્ધ હતા. ભવરૂપી સમુદ્રને પાર કરનારા, સમસ્ત કર્મોની નિર્જરાના લક્ષ્ય તપ અને સંયમથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીર સ્વામીના અણગારોના ગુણોના માધ્યમે શ્રમણોની જીવનચર્યાને સ્પષ્ટતાપૂર્વક સમજાવી છે.
શ્રમણોનો સમગ્ર પુરુષાર્થ રાગદ્વેષાદિ કલુષિત ભાવોથી વિરામ પામી આત્મસ્વરૂપમાં સ્થિર થવા માટે હોય છે. તેઓ સાંસારિક સંબંધોથી, તેની આસક્તિથી સર્વથા મુક્ત થઈને જગતના સર્વ જીવો સાથે મૈત્રીભાવપૂર્વકનો વ્યવહાર કરે છે. તેથી તેની પ્રત્યેક પ્રવૃત્તિમાં કોઈ પણ જીવોની આંશિક પણ વિરાધના ન થાય તે જ તેનું લક્ષ્ય હોય છે. સાધુ જીવનના પ્રત્યેક નિયમોના પાલનનું આ જ પ્રયોજન હોય છે.
બં પડિ - વિશ્વ ભારતી લાડનુંથી પ્રકાશિત શ્રી ઔપપાતિકસૂત્રમાં આ પાઠને કૌંસમાં રાખી તેના વિષયમાં ટિપ્પણમાં કહ્યું છે કે આ પાઠ વ્યાખ્યાંશ હોય તેમ પ્રતીત થાય છે. તેને અનુસરીને પ્રસ્તુતમાં પણ આ પાઠમાં કૌંસમાં રાખ્યો છે. માને પરણ્યા પાયરે પંરાફડ્યા – શ્રમણો માટે ગ્રામાનુગ્રામ વિહારનું વિધાન છે. તેમાં શ્રમણો ચાતુર્માસના ચાર માસ સુધી કોઈ પણ એક સ્થાનમાં સ્થિર રહે છે. તે સિવાયના શેષકાલના આઠ માસમાં
Page #92
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
શ્રી વિવાઈસૂત્ર
શ્રમણો પોતાની અનુકૂળતા પ્રમાણે એક ગામથી બીજા ગામમાં વિહાર કરે છે. વિહાર કરતા શ્રમણો ગામ કે નગરમાં કેટલો કાલ સ્થિરતા કરે? તેની કાલ મર્યાદા બાને વીરડ્યા... સૂત્ર પાઠમાં બતાવી છે. શ્રમણો સામાન્ય રીતે નાના ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહી શકે છે. આ રીતે વિચરણ કરતાં કરતાં શ્રમણો સંયમી જીવનની નિર્માતા અને શાસન પ્રભાવનાનો લાભ લઈ શકે છે.
શ્રી બૃહક્કલ્પ સૂત્રમાં શ્રમણોના વિહારની કલ્પમર્યાદાનું નિરૂપણ છે. તદનુસાર સાધુ શેષનાલમાં કોઈ પણ ક્ષેત્રમાં ૨૯ દિવસ અને સાધ્વીજીઓ ૫૮ દિવસ રહી શકે છે.
આ બંને કથનોની વિચારણા કરતાં સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત સૂત્રોનુસાર સામાન્ય રીતે વિચરણના લક્ષે શ્રમણો ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહે છે અને બૃહત્કલ્પસૂત્ર કથિત કલ્પમર્યાદા વિશેષ પ્રસંગોનુસાર ઉત્કૃષ્ટ કાલમર્યાદા છે.
આચાર્ય પૂ. ઘાસીલાલજી મ.સા. કૃત ઔપપાતિક સૂત્રમાં ના પરફયા.... સૂત્રપાઠનો અર્થ તત્કૃત ટીકામાં આ પ્રમાણે છે–પરાત્રિછા–મિ વિવરે મન IRા પ્રામમાચ્છત્તિ સ વિસ: પુન વાવ ન રાવતે તાત્પર્યન્તઃ વાત છ રાત્ર શબ્દન ઢાતે | અણગાર જે દિવસે ગામમાં આવે તે દિવસ ફરી ન આવે તેટલો કાળ અર્થાત્ અઠવાડિયાનો(સાતદિવસ) સમય “એક રાત્રિ' શબ્દથી ગ્રહણ થાય છે. સાધુ નાના ગામમાં એક રાત્રિ સુધી એટલે કે એક અઠવાડિયા સુધી રહી શકે છે. પંવરાત્રિયશ્મિ વિવરે મનર નરમચ્છન્ન સવિસ: પંરવારમું આવર્તિત: પવર/મુતે અણગાર જે દિવસે નગરમાં આવે તે દિવસ પાંચવાર આવે તેટલો કાળ અર્થાતુ ઓગણત્રીસ(૨૯) દિવસનો કાળ “ પાંચ રાત્રિ' શબ્દથી ગ્રહણ થાય છે. સાધુ માસકલ્પાનુસાર મોટા શહેરમાં પાંચ રાત્રિ સુધી એટલે કે ર૯ દિવસ સુધી રહી શકે છે. શ્રી અ.ભા. સંસ્કૃતિ રક્ષક સંઘ જોઘપુર દ્વારા પ્રકાશિત શ્રી ઔપપાતિક સૂત્રમાં પણ આ જ અર્થ ગ્રહણ કર્યો છે. ટીકાકારશ્રી અભયદેવસૂરીજીએ કરેલા આ શબ્દોના અર્થ અને તેની વિચારણા માટે જુઓ– પ્રશ્નવ્યાકરણ સૂત્ર પૃષ્ટ ૨૪૦. તપના ભેદઃ| २६ तेसिं णं भगवंताणं एएणं विहारेणं विहरमाणाणं इमे एयारूवे अभिंतरबाहिरए तवोवहाणे होत्था, तंजहा- अभितरए छव्विहे, बाहिरए वि छव्विहे । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અણગારો આ પ્રમાણે વિહાર કરતા-કરતા આવા પ્રકારના બાહ્ય અને આત્યંતર તપના આચારનું પાલન કરતા હતા. આત્યંતર તપના છ પ્રકાર છે અને બાહ્ય તપના પણ છ પ્રકાર છે. બાહુતપ:| २७ से किं तं बाहिरए ? बाहिरए छव्विहे पण्णत्ते, तं जहा- अणसणे, ओमोयरिया, भिक्खायरिया, रसपरिच्चाए, कायकिलेसे, पडिसंलीणया । ભાવાર્થ - પ્રશ્ર– હે ભગવન્! બાહ્ય તપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- બાહ્ય તપના છ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) અનશન (૨) ઊણોદરી (૩) ભિક્ષાચર્યા (૪) રસપરિત્યાગ (૫) કાયકલેશ (૬) પ્રતિસલીનતા.
Page #93
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
વિવેચન :(૧) અનશન :- ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો. (૨) ઊણોદરીતપ:-ભૂખથી ઓછું ભોજન કરવું દ્રવ્યથી અને ભાવથી ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો. (૩) ભિક્ષાચર્યા :- સંયમી જીવનોપયોગી આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે વસ્તુઓની યાચના અભિગ્રહપૂર્વક કરવી, તેને વૃત્તિસંક્ષેપ પણ કહે છે. (૪) રસપરિત્યાગ – ઘી, તેલ, દૂધ, દહીં આદિ વિગયયુક્ત આહારનો, રસાસ્વાદનો ત્યાગ કરવો. (૫) કાયકલેશઃ- દેહ દમન કરવું. વિવિધ આસનો, આતાપના આદિ કષ્ટમય અનુષ્ઠાનનો સ્વીકાર કરવો. () પ્રતિસલીનતા - પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં જતી રોકવી. (૧) બાલતપ: અનશન :| २८ से किं तं अणसणे? अणसणे दुविहे पण्णत्ते, तं जहा- इत्तरिए य, आवकहिए य । ભાવાર્થ-પ્રશ્ન-અનશનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- અનશનના બે પ્રકાર છે– (૧) ઇત્વરિક-મર્યાદિત સમય માટે આહારનો ત્યાગ, (૨) કાવત્રુથિક–જીવન પર્યત આહારનો ત્યાગ કરવો.
२९ से किं तं इत्तरिए ? इत्तरिए अणेगविहे पण्णत्ते, तं जहा- चउत्थभत्ते, छट्ठभत्ते, अट्ठमभत्ते, दसमभत्ते, बारसभत्ते, चउद्दसभत्ते, सोलसभत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते, दोमासिए भत्ते, तेमासिए भत्ते, चउमासिए भत्ते, पंचमासिए भत्ते, छम्मासिए भत्ते । से तं રૂત્તરિણા ભાવાર્થ - પ્રશ્ન- ઇત્વરિક અનશનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઇત્વરિક અનશનના અનેક પ્રકાર છે, જેમ કે– (૧) ચતુર્થભક્ત–એક દિવસ રાતને માટે આહારનો ત્યાગ, એક ઉપવાસ, (૨) ષષ્ઠભક્ત–બે દિવસ રાત માટે આહારનો ત્યાગ–નિરંતર બે ઉપવાસ, (૩)અઠ્ઠમભક્ત–નિરંતર ત્રણ ઉપવાસ, (૪) દશમભક્ત-નિરંતર ચાર દિવસના ઉપવાસ, (૫) દ્વાદશ ભક્ત-નિરંતર પાંચ દિવસના ઉપવાસ, (૬) ચતુર્દશભક્ત-નિરંતર છ દિવસના ઉપવાસ, (૭) ષોડશભક્ત–નિરંતર સાત દિવસના ઉપવાસ, (૮) અર્ધમાસિકભક્ત-નિરંતર પંદર દિવસના ઉપવાસ, (૯) માસિકભક્ત-નિરંતર એક માસના ઉપવાસ,(૧૦) દ્વિમાસિક ભક્ત-નિરંતર બે માસના ઉપવાસ, (૧૧) ત્રિમાસિક ભક્ત-નિરંતર ત્રણ માસના ઉપવાસ, (૧૨) ચાતુર્માસિક ભક્ત-નિરંતર ચાર મહિનાના ઉપવાસ (૧૩) પાંચ માસિક ભક્ત-નિરંતર પાંચ મહિનાના ઉપવાસ, (૧૪) છમાસિક ભક્ત-નિરંતર છ મહિનાના ઉપવાસ, આ ઇત્વરિક તપના પ્રકારો જાણવા. | ३० से किं तं आवकहिए? आवकहिए दुविहे पण्णत्ते, तं जहा- पाओवगमणे य, भत्तपच्चक्खाणे य । ભાવાર્થ :- પ્રશ્ન- વાવસ્કથિત અનશનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- વાવસ્કથિત અનશનના બે પ્રકાર છે–પાદોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન.
Page #94
--------------------------------------------------------------------------
________________
[૪૨]
શ્રી વિવાઈ સૂત્ર
|३१ से किं तं पाओवगमणे ? पाओवगमणे दुविहे पण्णत्ते, तं जहा- वाघाइमे य, णिव्वाघाइमे य, णियमा अप्पडिकम्मे । से तं पाओवगमणे । ભાવાર્થ :- પ્રશ્ન પાદપોપગમન યાવત્કથિત અનશનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પાદપોપગમન યાવસ્કથિત અનશનના બે ભેદ છે– (૧) વ્યાઘાતિમ, (૨) નિર્વાઘાતિમ. તે નિયમા અપ્રતિકર્મ–શરીર સેવા, હલનચલનાદિ ક્રિયાથી રહિત હોય છે. આ પાદપોપગમન અનશનનું સ્વરૂપ છે. |३२ से किं तं भत्तपच्चक्खाणे? भत्तपच्चक्खाणे दुविहे पण्णत्ते, तं जहा- वाघाइमे य, णिव्वाघाइमे य, णियमा सपडिकम्मे । से तं भत्तपच्चक्खाणे, से तं अणसणे । ભાવાર્થ -પ્રશ્ન- ભક્તપ્રત્યાખ્યાન યાવત્કથિત અનશનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ભક્તપ્રત્યાખ્યાન અનશનના બે ભેદ છે– (૧) વ્યાઘાતિમ, (૨) નિર્વાઘાતિમ. તે નિયમો સપ્રતિકર્મ- શરીર સંસ્કાર, હલન-ચલનાદિ ક્રિયા સહિત હોય છે. આ ભક્તપ્રત્યાખ્યાન અનશન છે, આ અનશનતપનું સ્વરૂપ છે. વિવેચન :અનશન - અન + અશન = આહારનો ત્યાગ. આહારના ચાર પ્રકાર છે. મા- ભોજનાદિ ખાદ્ય પદાર્થો, પા-પાણી, હાફ- ફળ, મેવા, મીઠાઈ, સાફ- મુખવાસ. આ ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો, તે અનશન છે. તેના બે ભેદ છે.
ત્વરિક અનશન:- અલ્પકાલ માટે આહારનો ત્યાગ કરવો. તેના અનેક ભેદ છે. સૂત્રમાં તેના ચૌદ ભેદનું કથન પ્રમાણે છે– (૧) ઉપવાસ (૨) છઠ (૩) અટ્ટમ (૪) ચોલુ (૫) પંચોલું (૬) છકાય (૭) સાત દિવસના ઉપવાસ (૮) પંદર દિવસના ઉપવાસ (૯) માસખમણ (૧૦) બે માસના ઉપવાસ (૧૧) ત્રણ માસના ઉપવાસ (૧૨) ચાર માસના ઉપવાસ (૧૩) પાંચ માસના ઉપવાસ (૧૪) છ માસના ઉપવાસ. પ્રથમ તીર્થંકરના શાસનમાં ઇવરિક તપ ઉત્કૃષ્ટ એક વર્ષનું, મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં આઠ માસનું અને અંતિમ તીર્થંકરના શાસનમાં છ માસનું હોય છે. ભગવાન મહાવીર સ્વામીના શાસનની અપેક્ષાએ સૂત્રમાં છ માસના ઉપવાસ સુધીના ભેદનું કથન છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.-૩૦ ગાથા–૧૦, ૧૧માં ઇવરિક અનશન તપના છ ભેદનું કથન છે. શ્રેણીતપ, અત્તરતપ, ઘનતપ, વર્ગતપ, વર્ગવર્નતપ અને પ્રકીર્ણક તપ. આ રીતે ઇ–રિક તપના ભેદ-પ્રભેદ ભિન્ન-ભિન્ન પ્રકારે થાય છે. વડન્થમ – સૂત્રકારે એક ઉપવાસ માટે “ચતુર્થભક્ત' શબ્દનો પ્રયોગ કર્યો છે. યથા
उपवासस्य संज्ञा, एवं षष्ठादिकमुपवासद्वयादेरिति ।
__ चतुर्थमेकेनोपवासेन, षष्ठं द्वाभ्यां, अष्टमं त्रिभिः ॥ ચતુર્થ ભક્ત તે એક ઉપવાસની સંજ્ઞા છે. ષષ્ઠભક્ત–વે ઉપવાસની અને અષ્ટમ ભક્ત- ત્રણ ઉપવાસની સંજ્ઞા છે. તે રીતે ક્રમશઃ આગળ સમજવું જોઈએ.
વડલ્યમત્તે શબ્દનો વ્યુત્પત્તિ પરક અર્થ ટીકા આદિમાં આ પ્રમાણે કર્યો છે– ચાર વખતના ભોજનનો ત્યાગ તે ચતુર્થભક્ત અર્થાતુ એક ઉપવાસ. તેમાં ઉપવાસના આગલા દિવસનો એક ભક્ત, ઉપવાસના દિવસના બે ભક્ત અને પારણાના દિવસનો એક ભક્ત, આ રીતે એક ઉપવાસમાં ચાર ભક્ત-ચાર વખતના ભોજનનો ત્યાગ થાય છે. તે જ રીતે છ વખતના ભોજન ત્યાગને ષષ્ઠ ભક્ત, આઠ વખતના ભોજન ત્યાગને અટ્ટમ કહે છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
|
૪ ૩
|
પરંતુ આગમ વર્ણિત નિરંતર છઠ અને નિરંતર અટ્ટમના વર્ણનમાં વિચારણા કરતાં દરેક છઠ અને દરેક અટ્ટમમાં છ, આઠ ભક્તના ત્યાગનો આ વ્યુત્પત્તિપરક અર્થ ઘટિત થતો નથી. ત્રીસ દિવસના અનશન માટે પણ આગમમાં સાઠ ભક્તના ભોજનનો ત્યાગ કહ્યો છે. બાસઠ કે એકસઠ ભક્તના ત્યાગનું કથન નથી. તે જ રીતે પંદર દિવસના અનશન માટે ત્રીસ ભક્ત, બે માસના અનશન માટે સાઠ ભક્તનું કથન પ્રાપ્ત થાય છે. માટે ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત આદિ ઉપવાસ, છઠ વગેરેના સંજ્ઞા વાચક નામ છે, તેમ સમજવું જોઈએ. થાવત્કથિત અનશન :- સમયની મર્યાદા વિના જીવન પર્યત એટલે મૃત્યુ પર્યત આહારનો ત્યાગ કરવો, તેને યાવન્કથિત અનશન કહે છે. તેના બે ભેદ છેપાદપોપગમન- જીવન પર્યંત ચારે પ્રકારના આહારનો તથા પોતાના શરીરના કોઈ પણ અંગોપાંગના હલનચલનનો સર્વથા ત્યાગ કરીને કપાયેલી વૃક્ષની ડાળીની જેમ તે જ સ્થિતિમાં મૃત્યુ પર્યત સ્થિર રહેવું. આત્મભાવમાં તલ્લીન રહેવું તે પાદપોપગમન અનશન છે. તેમાં કાયિક ચેષ્ટા અને બીજાની સેવાનો સંપૂર્ણ ત્યાગ હોય છે. શારીરિક બાધાઓ(મલ-મૂત્રાદિ)ના નિવારણ અર્થે વિધિપૂર્વક ગમન કરી શકે છે. ભક્ત પ્રત્યાખ્યાન- ત્રણ અથવા ચાર પ્રકારના આહારનો જીવન પર્યત ત્યાગ કરવો. તેમાં અંગોપાંગના હલનચલનની અને બીજાની સેવા લેવાની છૂટ હોય છે. શ્રી આચારાંગસૂત્રમાં યાવન્કથિત અનશનના ઇગિતમરણ સહિત ત્રણ ભેદનું કથન છે. ઇગિત મરણ– ચારે પ્રકારના આહારનો જીવન પર્યત ત્યાગ કરવો. ઇગિત એટલે ઇશારો. તેમાં હાથ-પગની ચેષ્ટાઓ દ્વારા અન્યને ઇશારો-સંકેત કરવાની છૂટ હોય છે પરંતુ બીજા પાસે સેવા લેવાનો ત્યાગ હોય છે.
સૂત્રકારે બંને પ્રકારના યાવન્કથિત અનશનના બે પ્રકાર બે-બે ભેદ કર્યા છે– વાયાવ્યાઘાતિમ– ભૂકંપ, અકસ્માત વગેરે કોઈ મારણાંતિક ઉપસર્ગ આવે, આયુષ્ય પૂર્ણ થવાની અણધારી કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આત્મ સાધનાના લક્ષે અનશન સ્વીકારી લેવું તેને વ્યાઘાતિમ અથવા સકારણ અનશન કહે છે. બ્બિાવા- નિર્વાધિતમ- કોઈ પણ વિકટ પરિસ્થિતિ વિના અનુમાનથી આયુષ્યનો અંત જાણીને આત્મ સાધનાના લક્ષે અનશનનો સ્વીકાર કરવો, તે નિર્વાઘાતિમ અથવા અકારણ અનશન છે.
પાદપોપગમન આદિ ત્રણે પ્રકારના અનશનના બે-બે ભેદ થાય છે– સપદિને- સપ્રતિકર્મ. પરિકર્મની અપેક્ષાએ તેના બે ભેદ છે– સપરિકર્મ અને અપરિકર્મ. (૧) જેમાં શરીરની સેવા શ્રુષા સ્વયં અથવા અન્ય પાસે કરાવી શકાય, તેને સપરિકર્મ કહે છે. અનુકૂળતા માટે હાથ-પગ હલાવવા, પડખું ફેરવવું, તેલ માલીશ કરવું કે કરાવવું વગેરે પરિકર્મ છે. ભક્ત પ્રત્યાખ્યાન અને ઇગિતમરણ સપરિકર્મ છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં શરીરની શુશ્રુષા સ્વયં કરી શકે છે અને બીજા પાસે પણ કરાવી શકે છે. ઇગિતમરણમાં શરીરની શુશ્રુષા સ્વયં કરી શકે છે પરંતુ બીજા પાસે કરાવી શકતા નથી. (૨) જેમાં શરીરની સેવા-સુશ્રુષા સ્વયં કરવાનો અને અન્ય પાસે કરાવવાનો સંપૂર્ણપણે ત્યાગ હોય, તેને અપરિકર્મ કહે છે. પાદપોપગમન મરણ અપરિકર્મ હોય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં મૃતદેહની અંતિમવિધિની અપેક્ષાએ પણ યાવત્કથિત અનશનના બે ભેદ કર્યા છે– હારિક- મૃતદેહની અંતિમવિધિની અપેક્ષાએ અનશનના બે ભેદ છે– નિહરિમ અને અનિહરિમ. (૧) જે અનશનમાં મૃત્યુ પછી મૃતદેહનો નિર્ધાર–અન્યત્ર લઈ જઈને અંતિમ સંસ્કાર થાય, તે નિહરિમ છે. ગામ કે ઉપાશ્રયમાં અનશન સ્વીકારનાર સાધુના મૃત્યુ પછી ગામની બહાર તેના દેહની
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી વિવાઈસૂત્ર
અંતિમવિધિ થાય છે. (૨) જે અનશનમાં મૃત્યુ પછી મૃતદેહની અંતિમ સંસ્કાર વિધિ થતી નથી, તેને અનિહરિમ કહે છે. ગામની બહાર, વનમાં, જંગલમાં, પર્વત ઉપર કે તેવા કોઈ નિર્જન સ્થાનમાં અનશન સ્વીકારનાર સાધુના મૃત્યુ પછી તેના મૃતદેહનોનિહર–અન્યત્ર લઈ જઈને અંતિમવિધિ કરવામાં આવતી નથી. તેથી તેને અનિરિમ કહે છે. તે સાધુના મૃતદેહનું ત્યાં જ વ્યુત્સર્જન કરવામાં આવે છે. ભક્ત પ્રત્યાખ્યાન, ઇગિતમરણ અને પાદપોપગમન તે ત્રણે ય પ્રકારના અનશન નિહરિમ અને અનિહરિમ બંને પ્રકારના હોય છે.
આ સર્વ પ્રકારના મરણમાં આહારનો ત્યાગ અવશ્ય હોય છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં ત્રણ કે ચાર આહારનો અને ઈગિતમરણ અને પાદપોપગમન મરણમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે. અનશન ગ્રહણ વિધિઃ- પોતાની આયુ મર્યાદાનો કોઈ સંકેત થઈ જાય અથવા ગુરુ ભગવંતોના અનુભવ દ્વારા જાણવામાં આવે ત્યારે સાધક પોતાની શક્તિ અને સામર્થ્યનો વિચાર કરીને ત્રણમાંથી કોઈપણ એક અનશનનો સ્વીકાર કરે; તેમાં ગુરુ સમીપે જઈને સ્વીકૃત વ્રત-નિયમોમાં લાગેલા દોષોની આલોચના પ્રતિક્રમણ કરીને તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી, વ્રતોની શુદ્ધિ કરે, જગતના સર્વ જીવો સાથે ક્ષમાયાચના તેમજ સર્વ જીવો પ્રતિ પૂર્ણ મૈત્રી ભાવ સ્થાપિત કરે, નજીકના સ્થાનમાં સ્થડિલભૂમિની પ્રતિલેખના કરે, પોતાના આવશ્યક ઉપકરણો અને સ્થાન વગેરેની મર્યાદા નિશ્ચિત કરે; ત્યાર પછી આસન કે ઘાસ વગેરે પાથરીને પ્રતિલેખન પ્રમાર્જન કરી તેના પર સ્થિત થાય, બેસે; ત્યાર પછી વિધિ સહિત ગુરુવંદનપૂર્વક ગુરુમુખે અથવા સ્વતઃ ત્રણ કે ચાર પ્રકારના આહાર, શરીર અને અઢાર પાપોના ત્રણ કરણ ત્રણ યોગે કરી પ્રત્યાખ્યાન કરે.
આ રીતે આત્મ સાધનાના લક્ષે સ્વેચ્છાથી પાપસ્થાનનો, શરીરનો અને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે મરણકાલિક અનશન તપ છે. આ તપ કોઈપણ પ્રકારના આવેશ વિના, ગંભીરતાપૂર્વક ગુરુ-વડીલની આજ્ઞા કે સ્વીકૃતિથી ગ્રહણ કરવામાં આવે છે અને તે મહાન કર્મનિર્જરાનું સાધન બને છે. (ર) બાહ્યુતપ: ઊણોદરી:
३३ से किं तं ओमोयरियाओ? ओमयरियाओ दुविहा पण्णत्ता, तंजहा-दव्योमोयरिया ય, માવોનોરિયા યT ભાવાર્થ - પ્રશ્ર– ઊણોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ઊણોદરીના બે ભેદ છે– દ્રવ્ય ઊણોદરી અને ભાવ ઊણોદરી. | ३४ से किं तं दव्वोमोयरिया ? दव्वोमोयरिया दुविहा पण्णत्ता, तं जहा- उवगरणदव्वोमोयरिया य, भत्तपाणदव्योमोयरिया य । ભાવાર્થ - પ્રશ્ન- દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- દ્રવ્ય ઊણોદરીના બે ભેદ છે– (૧) ઉપકરણ દ્રવ્ય ઊણોદરી અને ભક્તપાન દ્રવ્ય ઊણોદરી. ३५ से किं तं उवगरणदव्योमोयरिया? उवगरणदव्योमोयरिया तिविहा पण्णत्ता, तं जहा- एगे वत्थे, एगे पाए, चियत्तोवगरणसाइज्जणया, से तं उवगरणदव्योमोयरिया । ભાવાર્થ - પ્રશ– ઉપકરણ દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– ઉપકરણ દ્રવ્ય ઊણોદરીના ત્રણ ભેદ છે– (૧) એક પાત્ર રાખવું (૨) એક વસ્ત્ર રાખવું અને (૩) ગૃહસ્થો દ્વારા(ઉપયોગ કરીને) ત્યક્ત
Page #97
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
૪ ૫
|
ઉપકરણને તેના પાસેથી ગ્રહણ કરવા. આ ઉપકરણ દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ છે. | ३६ से किं तं भत्तपाणदव्वोमोयरिया ? भत्तपाणदव्योमोयरिया अणेगविहा पण्णत्ता, तं जहा- अट्ठ कवले आहारं आहारेमाणे अप्पाहारे, दुवालस कवले आहारं आहारेमाणे अवड्डोमोयरिया, सोलस कवले आहारं आहारेमाणे दुभागपत्तोमोयरिया, चउवीसं कवले आहारं आहारेमाणे चउभाग पत्तोमोयरिया, एक्कतीसं कवले आहारं आहारेमाणे किंचूणोमोयरिया, बत्तीसंकवले आहारं आहारेमाणे पमाणपत्ता, एत्तो एगेण वि घासेणं ऊणयं आहारमाहारेमाणे समणे णिग्गंथे णो पकामरसभोइत्ति वत्तव्वं सिया । से तं भत्तपाणदव्वोमोयरिया । से तंदव्वोमोयरिया । ભાવાર્થ - પ્રશ્ન– ભક્તપાન દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભક્તપાન દ્રવ્ય ઊણોદરીના અનેક ભેદ છે. તે આ પ્રમાણે છે- (૧) આઠ કવલ ભોજન કરવું, તે અલ્પાહાર ઊણોદરી છે. (૨) બાર કવલ ભોજન લેવું, તે અપાÁ–અર્ધાથી ઓછી ઊણોદરી છે. (૩) સોળ કવલ ભોજન લેવું, તે અર્ધ ઊણોદરી છે. (૪) ચોવીસ કવલ ભોજન લેવું, તે ચતુર્થાશ–ચોથો ભાગ ઊણોદરી છે. (૫) ૩૧ કવલ ભોજન લેવું, તે કિંચિત જૂન ઊણોદરી છે. ૩ર કવલ આહાર કરનાર પૂર્ણ આહારી છે. તેનાથી એક કવલ પણ ઓછો આહાર કરનાર શ્રમણ નિગ્રંથ પ્રકામભોજી–ભરપેટ ખાનાર કહેવાતો નથી અર્થાતુ તે ઊણોદરી તપ કરનાર છે. આ ભક્તપાન દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ છે અને આ દ્રવ્ય ઊણોદરીનું સ્વરૂપ છે. |३७ से किं तं भावोमोयरिया ? भावोमोयरिया अणेगविहा पण्णत्ता,तं जहा- अप्पकोहे, अप्पमाणे, अप्पमाए, अप्पलोहे, अप्पसद्दे, अप्पझंझे। सेतंभावोमोयरिया, सेतं ओमोयरिया। ભાવાર્થ – પ્રશ્ર– ભાવ ઊણોદરીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ભાવ ઊણોદરીના અનેક પ્રકાર છે. જેમ કે અલ્પ ક્રોધ, અલ્પ માન, અલ્પ માયા, અલ્પ લોભ, અલ્પ શબ્દ = અલ્પ ભાષણ અથવા ક્રોધ આદિના આવેશમાં થતી શબ્દ પ્રવૃત્તિનો ત્યાગ. અલ્પ ઝંઝ–કલહ ઉત્પાદક વચન આદિનો ત્યાગ. આ ભાવ ઊણોદરી છે. આ ઊણોદરી તપનું સ્વરૂપ છે. વિવેચન :ઊણોદરી-અવમોદરિકા – ભોજન આદિનું પરિમાણ અને ક્રોધાદિ આવેશોને ઓછા કરવા, તેને ઊણોદરી તપ કહે છે. તેના બે ભેદ છે– દ્રવ્ય ઊણોદરી અને ભાવ ઊણોદરી. ૧) દ્રવ્ય ઊણોદરી :- દ્રવ્ય અર્થાત ભોજન વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોના પરિમાણને ઘટાડવામાં આવે, તેને દ્રવ્ય ઊણોદરી કહે છે. તેના પણ બે ભેદ છે– (૧) ઉપકરણ ઊણોદરી (૨) ભક્તપાન ઊણોદરી. ઉપકરણ ઊણોદરી :- તેના ત્રણ ભેદ છે. ૧. પાત્ર ઊણોદરી :- શાસ્ત્રમાં સાધુ-સાધ્વીને મર્યાદિત પાત્ર રાખવાનું વિધાન છે, તેમાં ચાર પાત્ર રાખવાની પરંપરા વિશેષ પ્રચલિત છે. તેનાથી ઓછા પાત્ર રાખવા, તે પાત્ર ઊણોદરી છે. સાધુ-સાધ્વીને માટીના, કાષ્ટના અને તુંબીના તે ત્રણ જાતિના પાત્ર રાખવાનું વિધાન છે. તેમાંથી કોઈપણ એક જાતિના પાત્ર રાખવા, તે પણ પાત્ર ઊણોદરી છે. ૨. વસ્ત્ર ઊણોદરી - શાસ્ત્રમાં સાધુ-સાધ્વીને મર્યાદિત વસ્ત્ર રાખવાનું વિધાન છે. તેમાં સાધુને માટે ૭૨
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી વિવાઈસૂત્ર
હાથ અને સાધ્વીને માટે ૯૬ હાથ વસ્ત્ર રાખવાની ધારણા પ્રચલિત છે. તે મર્યાદાને ઘટાડવી તે વસ્ત્ર ઊણોદરી છે.
અહીં સૂત્રકારે વત્યે, જે પાપ શબ્દ પ્રયોગ કર્યો છે. તેમાં જે શબ્દ એક સંખ્યાવાચી નથી પરંતુ પ્રકારવાચી છે, તેવું પ્રતીત થાય છે. એક પાત્ર રાખે તો જ પાત્ર ઊણોદરી થાય તેમ અર્થ કરવો ઉચિત નથી જણાતો. સાધુની કલ્પ મર્યાદા ચાર પાત્ર રાખવાની છે. તેમાં ત્રણ કે બે પાત્ર રાખે તો પણ પાત્ર ઊણોદરી થઈ શકે છે. તે જ રીતે વસ્ત્રમાં સમજવું.
૩) વિયોવIRબાફણયા - ત્યક્તોપકરણ સ્વદનતા - ત્યાગેલા ઉપકરણોનો સ્વીકાર કરવો. તેના બે અર્થ થાય છે– (૧) ગૃહસ્થોએ ઉપયોગ કરી, છોડી દીધેલા ઉપકરણો. (૨) અન્ય શ્રમણોએ ઉપયોગ કરીને છોડી દીધેલા. અહીં પ્રથમ અર્થ પ્રાસંગિક છે કારણ કે દરેક સાધુઓ પોતાની ઉપધિનો પૂર્ણ રીતે ઉપયોગ કરે છે. તેથી સાધુ દ્વારા વ્યક્ત ઉપકરણ તો પરઠવાને યોગ્ય જ હોય, અન્યથા તે ત્યક્ત થતું નથી. ભક્તપાન દ્રવ્ય ઊણોદરી - ૩ર કવલ પ્રમાણ આહારને પ્રમાણોપેત ભોજન કહે છે. તેમાંથી એક કવલ પણ ઓછો લેવો તેને ઊણોદરી કહે છે. તેનાં પાંચ ભેદ છે– (૧) અલ્પાહાર- આઠ કવલ પ્રમાણ આહાર લેવો. (૨) અવઠું-અપાર્ધ ઊણોદરી- બાર કવલ પ્રમાણ આહાર લેવો. (૩) અદ્ધ ઊણોદરી- સોળ કવલ પ્રમાણ આહાર લેવો (૪) ચતુર્થાશ ઊણોદરી– ચોવીસ કવલ પ્રમાણ આહાર લેવો અર્થાત્ ત્રણ ભાગ આહાર લેવો અને એક ભાગનો ત્યાગ કરવો. (૫) કિંચિત્ ઊણોદરી- ૩૧ કવલ પ્રમાણ આહાર લેવો. (૨) ભાવ ઊણોદરી - કષાયોની માત્રાને અલ્પ કરવી, તે ભાવ ઊણોદરી છે. તેના અનેક ભેદ છે– ક્રોધ, માન, માયા, લોભને અલ્પ કરવા, કષાયાદિના આવેશોને ઘટાડવા, અલ્પ શબ્દો બોલવા, કષાયને વશ થઈને ન બોલવું, કષાયને ઉપશાંત કરવા, તે ભાવ ઊણોદરી છે.
શ્રી ઉત્તરાધ્યયન સત્રમાં ઉણોદરી તપના ચાર ભેદ કર્યા છે– (૧) દ્રવ્ય ઉણોદરી- પોતાના ભોજનમાંથી કંઈક ન્યુન આહાર કરવો. (૨) ક્ષેત્ર ઉણોદરી- ક્ષેત્ર સંબંધી મર્યાદા નિશ્ચિત કરવી. સાધુને ગોચરી યોગ્ય ક્ષેત્રના વિભાગ કરી કોઈ પણ એક ક્ષેત્રમાંથી ભિક્ષા લેવાનો અભિગ્રહ કરવો. તે ક્ષેત્રમાંથી જે આહાર મળે તે જ ગ્રહણ કરવો. (૩) કાલ ઉણોદરી– દિવસના ચાર પ્રહરમાંથી અમુક પ્રહર સંબંધી મર્યાદા નિશ્ચિત કરવી. નિશ્ચિત કરેલા સમયે જ ગૌચરી માટે જવું અને તે સમયે જે આહાર મળે તે ગ્રહણ કરવો. (૪) ભાવ ઉણોદરી–ભાવની પ્રધાનતાથી અભિગ્રહ કરવો. જેમકે અમુક પોષાક પહેરેલી, હસતી, રડતી, વિશેષ પ્રકારના હાવભાવ યુક્ત વ્યક્તિ પાસેથી ભિક્ષા લેવી.
સંક્ષેપમાં વિવિધ પ્રકારના અભિગ્રહ અથવા સંકલ્પપૂર્વક આહાર-પાણી, વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોની મર્યાદા ઘટાડવી અને કષાયોને ઉપશાંત કરવા તે ઉણોદરી તપ છે. (૩) બાહાતપઃ ભિક્ષાચર્યા - |३८ से किं तं भिक्खायरिया ? भिक्खायरिया अणेगविहा पण्णत्ता, तं जहादव्वा- भिग्गहचरए, खेत्ताभिग्गहचरए, कालाभिग्गहचरए, भावाभिग्गहचरए, उक्खित्त-चरए, णिक्खित्तचरए, उक्खित्तणिक्खित्तचरए, णिक्खित्तउक्खित्तचरए,वट्टिज्जमाणचरए, साहरिज्जमाण- चरए, उवणीयचरए, अवणीयचरए, उवणीयअवणीयचरए, अवणीयउवणीय- चरए, संसट्ठचरए, असंसट्ठचरए,
Page #99
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૪૭ ]
तज्जायसंसट्टचरए, अण्णायचरए, मोणचरए, दिट्ठलाभिएअदिट्ठलाभिए, पुट्ठलाभिए, अपुट्ठलाभिए, भिक्खलाभिए, अभिक्खलाभिए, अण्णगिलायएओवणिहिए, परिमियपिंडवाइए, सुद्धेसणिए, संखादत्तिए । से तं भिक्खायरिया । ભાવાર્થ - પ્રશ્ન- ભિક્ષાચર્યાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ભિક્ષાચર્યાના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે- (૧) દ્રવ્ય અભિગ્રહચરક (૨) ક્ષેત્રાભિગ્રહચરક (૩) કાલાભિગ્રહચરક (૪) ભાવાભિગ્રહચરક (૫) ઉસ્લિપ્તચરક (૬) નિક્ષિપ્તચરક (૭) ઉસ્લિપ્તનિક્ષિપ્તચરક (૮) નિક્ષિપ્ત ઉસ્લિપ્તચરક (૯) વર્લેમાનચરક (૧૦) સહીયમાણચરક (૧૧) ઉપનીતચરક (૧૨) અપનીતચરક (૧૩) ઉપનીત અપનીતચરક (૧૪) અપનીત ઉપનીતચરક (૧૫) સંસૃષ્ટચરક (૧૬) અસંસૃષ્ટચરક (૧૭) તજાતસંસૃષ્ટચરક (૧૮) અજ્ઞાતચરક (૧૯) મૌનચરક (૨૦) દષ્ટલાભિક (ર૧) અદષ્ટલાભિક (રર) પૃષ્ઠલાભિક (૨૩) અપૃષ્ઠલાભિક (ર૪) ભિક્ષાલાભિક (૨૫) અભિક્ષાલાભિક (ર૬) અન્નગ્લાયક (૨૭) ઔપનિહિત (૨૮) પરિમિતપિંડપાતિક (૨૯) શુદ્ધષણિક (૩૦) સંખ્યાદત્તિક. આ ભિક્ષાચર્યાનું સ્વરૂપ છે. વિવેચન :
વિવિધ પ્રકારના અભિગ્રહપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવાને ભિક્ષાચર્યા તપ કહે છે અને આ તપનું આચરણ કરનારા મુનિ અભિગ્રહચરક કહેવાય છે. સૂત્રકારે આ તપના ભેદની ચોક્કસ સંખ્યાનું કથન કર્યું નથી, તેના અનેક પ્રકાર કહીને ત્રીસ અભિગ્રહધારી મુનિઓનું કથન કર્યું છે. જેમ કે(૧) દ્રવ્યાભિગ્રહ ચરક - દ્રવ્યની સંખ્યા અને તેના નામ સંબંધી અભિગ્રહ ધારણ કરવો અર્થાત્ ખાવાપીવાની અમુક ચોક્કસ વસ્તુઓ ભિક્ષામાં મળશે તો જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૨) ક્ષેત્રાભિગ્રહ ચરક :- ગામ, નગર આદિ ચોક્કસ ક્ષેત્ર વિભાગમાંથી જે ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનાર મુનિ. (૩) કાલાભિગ્રહ ચરક :- પહેલા પ્રહરમાં, બીજા પ્રહરમાં, આ રીતે દિવસના નિશ્ચિત સમયમાં જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૪) ભાવાભિગ્રહ ચરક - ભાવની પ્રધાનતાથી અભિગ્રહ ધારણ કરનાર. જેમ કે અમુક સ્ત્રી, પુરુષ, બાળક વગેરે હસતા, રડતા, ગીતો ગાતા આદિ કોઈ પણ પ્રકારની ક્રિયા કરતા હોય તેના હાથે જ ભિક્ષા ગ્રહણ કરીશ, એવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૫) ઉત્સિત ચરક - વાસણમાંથી આહાર બહાર કાઢી રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. () નિશિત ચરક - વાસણની અંદર આહાર નાખી રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૭) ઉત્સિત નિશિત ચરક - આહારને એક વાસણમાંથી કાઢીને બીજા વાસણમાં નાંખી રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ.
Page #100
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ]
શ્રી વિવાઈસૂત્ર
(૮) નિક્ષિત ઉત્સિત ચરક:- વાસણમાં નાંખી રાખેલા આહારને બહાર કાઢી રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૯) વર્ધમાન ચરક - કોઈ માટે પીરસાયેલા ભોજનને જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૦) સહીયમાન ચરક - ભોજનને અન્યત્ર લઈ જઈ રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૧) ઉપનીત ચરક - આહારની પ્રશંસા કરીને આહાર આપનારી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૨) અપની ચરક :- આહારની નિંદા કરીને આહાર આપનારી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૩) ઉપનીત અપની ચરક - આહારની પહેલાં પ્રશંસા અને પછી નિંદા કરીને આહાર આપનારી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૪) અપનીત–ઉપનીત ચરકઃ- આહારની પહેલા નિંદા અને પછી પ્રશંસા કરીને આહાર આપનારી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૫) સંસ્કૃષ્ટ ચરક:- દાળ, શાકાદિ આહારથી લેપાયેલા હાથ, પાત્ર, ચમચાથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનાર મુનિ. (૧) અસંસ્કૃષ્ટ ચરક :- દાળ, શાકાદિ આહારથી નહીં લેવાયેલા હાથ, પાત્ર, ચમચાથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ.(આ પ્રકારના અભિગ્રહધારી મુનિ પશ્ચાતકર્મદોષ ન લાગે તેના વિવેકી હોય છે.) (૧) તજજાત સંસષ્ટ ચરક :- દેય પદાર્થથી જ લેપાયેલા હાથ, પાત્ર કે ચમચાથી જ તે આહાર ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૮) અજ્ઞાત ચરક - તેના બે અર્થ છે– (૧) ભિક્ષાર્થે સાધુના આગમનની પ્રતિક્ષા કે આશા રખાતી ન હોય તેવા ઘરે(અજ્ઞાત સ્થાને) થી (૨) પોતાના જાતિ, કુળાદિની ઓળખાણ ન હોય તેવા અજ્ઞાત-અપરિચિત વ્યક્તિના ઘેરથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૯) મૌન ચરક - અયાચકભાવે, મૌનભાવે ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૨૦) દષ્ટલાભિક - સામે રાખેલો જ આહાર ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (ર૧) અદwલાભિક - પેટી, કબાટ આદિમાં હોવાથી દેખાતો ન હોય તેવો આહાર ગ્રહણ કરીશ, આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (રર) પૃષ્ઠલાભિક – ‘તમને શું જોઈએ છે? એ પ્રમાણે પૂછીને આહાર આપશે તો જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (ર૩) અપૃષ્ઠલાભિક – કાંઈ પણ પૂછયા વિના આહાર આપશે તો જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ.
Page #101
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
(૨૪) ભિક્ષાલાભિક – ‘મને ભિક્ષા આપો. આ રીતે યાચના કર્યા પછી, ભિક્ષા આપનાર પાસેથી આહાર ગ્રહણ કરનારા મુનિ. (૨૫) અભિક્ષાલાભિક – ભિક્ષા આપો” આદિ કંઈપણ કહ્યા વિના જાતે જ આહાર આપનાર પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (ર) અન્નગ્લાયક:- અમોનજ્ઞ, ઉચ્છિષ્ટ, વાસી પદાર્થો ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહણ ધારણ કરનારા મુનિ. (ર) ઉપનિહિત :- શતાની સમીપે પડેલો આહાર જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહણ ધારણ કરનારા મુનિ. (૨૮) પરિમિતપિંડપાતિકાઃ–પરિમિત દ્રવ્યો જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહણ ધારણ કરનારા મુનિ. (૨૯) શુઢષણિક-એષણામાં કોઈ પણ અપવાદનું સેવન કરીશ નહીં, તેવો અભિગ્રહણ ધારણ કરનારા મુનિ. (૩૦) સંખ્યાદતિક - આહારની અમુક નિશ્ચિત સંખ્યામાં જ દત્તિ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ.
આ વિવિધ પ્રકારના અભિગ્રહોથી સાધુઓને વૃત્તિસંક્ષેપ તપ થાય છે. તેથી શ્રી સમવાયાંગસૂત્રમાં ભિક્ષાચર્યા નામના તપના સ્થાને વૃત્તિસંક્ષેપ નામનો ઉલ્લેખ છે.
| શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભિક્ષાચર્યા તપના ભેદમાં ક્ષેત્ર સંબંધિત આઠ પ્રકારના અભિગ્રહથી યુક્ત આઠ પ્રકારની ગોચરી અને સંસ્કૃણ, અસંસૂ આદિ સાત પ્રકારની પિંડેષણા–પડિમાનો સમાવેશ કર્યો છે. (જૂઓ- શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૨, અધ્ય.-૩૦ ગાથા-૨૪, ૨૫)
સંક્ષેપમાં સંયમી જીવનના નિર્વાહાર્થે કરાતી ગોચરીવિધિમાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી કે ભાવથી કોઈ પણ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને આહારવૃત્તિને સંક્ષિપ્ત કરવી, તે ભિક્ષાચર્યા અથવા વૃત્તિસંક્ષેપ તપ છે. અભિગ્રહ વિના સંયમ નિર્વાહાથે ગોચરી કરવી, તે એષણા સમિતિના પાલનરૂપ સંયમવિધિ છે. (૪) બાહ્યતપ: રસપરિત્યાગ - | ३९ से किं तं रसपरिच्चाए ? रसपरिच्चाए अणेगविहे पण्णत्ते, तं जहा-णिव्वीइए, पणीयरसपरिच्चाए, आयंबिलिए, आयामसित्थभोई, अरसाहारे, विरसाहारे, अंताहारे, पंताहारे, लूहाहारे, तुच्छाहारे । से तं रसपरिच्चाए । ભાવાર્થ:- પ્રશ્ન- રસપરિત્યાગ તપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- રસપરિત્યાગ તપના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) નિર્વિકૃતિક (૨) પ્રણીતરસ પરિત્યાગ (૩) આયંબિલ (૪) આયામસિક્વભોજી (૫) અરસાહાર (૬) વિરસાહાર (૭) અન્નાહાર (૮) પ્રાન્તાહાર (૯) રુક્ષાહાર (૧૦) તુરછાહાર. આ રસપરિત્યાગતપ છે. વિવેચન :
રસવંતા આહારના ત્યાગને રસપરિત્યાગ તપ કહે છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ વગેરે વિગયો, માખણ અને મધ આદિ મહાવિગયોનો તેમજ રસવંતા આહારનો ત્યાગ કરવો, તે રસપરિત્યાગ તપ છે. પ્રસ્તુત સૂત્રમાં તેના અનેક પ્રકાર હોવાનું કથન કરીને જે નામ દર્શાવ્યા છે તેની સંખ્યા દશ છે. તે પ્રમાણે અન્ય પણ અનેક સમજી લેવા.
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
--
(૧) નિર્વિકૃતિક :– ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, સાકર આદિ વિગય રહિત આહાર લેવો. (૨) પ્રણીતરસ પરિત્યાગ ઘી, દૂધ, ચાસણી, વગેરે બલવર્ધક, રસઝરતા ભોજનનો ત્યાગ કરવો. (૩) આયંબિલ :– ભાત, ભુંજેલા ચણા આદિ વિગયરહિત આહારને પાણીથી નીરસ બનાવી દિવસમાં એકવાર ખાવો, તે આયંબિલતપ છે.
૫૦
(૪) આયામસિક્થભોજી :– ભાતના ઓસામણમાં થોડાક અન્નના કણ માત્ર આવેલા હોય તેટલો આહાર કરવો.
(૫) અરસાહાર :– રસ રહિત અર્થાત્ હિંગ, જીરું આદિથી વઘાર્યા વગરનો આહાર લેવો.
(૬) વિરસાહાર :– સ્વાદ વિનાનો જૂના ધાન્યમાંથી બનાવેલો આહાર લેવો.
(૭) અન્નાહાર ઃ– અત્યંત હલકી જાતના અનાજમાંથી બનાવેલો આહાર લેવો.
(૮) પ્રાન્તાહાર :– · ગૃહસ્થોએ ભોજન કર્યા પછી વધેલો આહાર લેવો.
(૯) રુક્ષાહાર :- - લૂખો, સૂકો આહાર લેવો.
(૧૦) તુચ્છાહાર :– જે આહારમાં કાંઈ સાર ન હોય, તેવો ફેંકી દેવા યોગ્ય આહાર લેવો.
આ રીતે વિવિધ પ્રકારે રસનો પરિત્યાગ કરવો, તે રસપરિત્યાગ તપ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં દૂધ આદિ વિગય ત્યાગ, પ્રણીત રસત્યાગ અને સ્વાદિષ્ટ ષટ્રસયુક્ત મેવા, મિષ્ટાન્ન, ખાજા, ફરસાણ વગેરે ભોજનના ત્યાગને રસપરિત્યાગ તપ કહ્યો છે.
(૫) બાહ્યતપ : કાયકલેશઃ
४० से किं तं कायकिलेसे ? कायकिलेसे अणेगविहे पण्णत्ते, तं जहा- ठाणट्ठिइए, નવ ુયાતળિ, પશ્ચિમકાર્ડ, વીરાસબિÇ, ખેતષ્ત્રિ, વંકાયા, જાડડસાર, આયાવ, अवाउडए, अकंडुयए, अणिट्ठूहए, सव्वगायपरिकम्मविभूस- विप्पमुक्के । से तं कायकिलेसे।
ભાવાર્થ :- પ્રશ્ન– કાયકલેશ તપનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– કાયકલેશ તપના અનેક પ્રકાર છે. જેમ કે– (૧) સ્થાનસ્થિતિક (૨) ઉત્કટુકાસનિક (૩) પડિમાસ્થાયી (૪) વીરાસનિક (૫) નૈષધિક (૬) દંડાયતિક (૭) લકુટશાયી (૮) આતાપક (૯) અપ્રાવૃતક (૧૦) અકંડુયક (૧૧) અનિષ્ઠીવક (૧૨) સર્વગાત્ર પરિકર્મ વિભૂષા વિપ્રમુક્ત. આ કાયકલેશ તપનું સ્વરૂપ છે. વિવેચનઃ
દેહના મમત્વને છોડવા માટે, નિર્જરાના લક્ષપૂર્વક શરીરને વિવિધ પ્રકારે કષ્ટ આપવું, તે કાયકલેશ તપ છે. સૂત્રકારે તેના ભેદમાં અનેક પ્રકારના આસનોનું કથન ક્યું છે. તે આસનોમાં સરળ આસન તેમજ કઠિન આસન પણ છે. કઠિન આસનો કાયક્લેશ તપ બને તે સહેજ સમજાય જાય છે અને સરળ આસનો પણ સમયાવધિની લંબાઈથી કાયક્લેશ તપરૂપ થાય છે. જેમ કે સરળથી સરળ આસને રાત્રિભર સ્થિર રહેવું હોય તો પણ કઠિન થઈ જાય છે. આ રીતે સર્વ આસનોની કાયક્લેશતા સમજી લેવી જોઈએ.
Page #103
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૫૧ ]
સ્થાનસ્થિતિક
સ્થાન સ્થિતિક
ન કરવા
ઉલ્લુટુંકાસનિક
વીરાસનિક કોઈ પણ એક આસને સ્થિરતાપૂર્વક ઊભા રહેવું અથવા બેસવું. (૨) ઉત્સુટકાસનિક – ઉકડુ આસનથી બેસવું. આ આસનમાં ભૂમિ ઉપર બંને પગનાં તળિયાને સ્થિત કરીને, પંઠ જમીનથી અદ્ધર રાખીને બંને હાથ અંજલિબદ્ધ જોડીને ઉભડક બેસવાનું હોય છે. (૩) પ્રતિમા સ્થાયી - સાધુની ૧ર પડિમાઓને ગ્રહણ કરનાર, પડિમા સ્થાયી છે. (૪) વીરાસનિક જમીન પર પગ રાખી સિંહાસન કે ખુરશી ઉપર બેઠેલા મનુષ્યની નીચેથી સિંહાસનને કે ખુરશી કાઢી લીધા પછી તે વ્યક્તિની જે સ્થિતિ રહે તેને વીરાસન કહે છે. તે આસનથી તપ કરનારાને વિરાસનિક કહે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૫૨
(૫) નૈષધિક ઃ—
શ્રી ઉવવાઈ સૂત્ર
નિષદ્યા–પદ્માસને અથવા પલાંઠીવાળીને બેસવું. આ આસનથી અભિગ્રહયુક્ત તપ કરનારાને
નૈષધિક કહે છે.
(૬) દંડાયતિક :–
દંડની જેમ પગ લાંબા કરીને સીધા સૂવું તે દંડાયતિક છે. (૭) લકુટશાયી ઃ
Page #105
--------------------------------------------------------------------------
________________
વિભાગ—૧: સમવસરણ
વૃક્ષની લાકડી વાંકી-ચૂકી રહે છે તેમ આ આસનમાં શરીરનો કેટલોક ભાગ જમીનથી અદ્ધર રહે છે અને કેટલોક ભાગ જમીન પર રહે છે; તેનું બે પ્રકારે વર્ણન પ્રાપ્ત થાય છે– (૧) પગની પેની અને મસ્તક જમીનને અડાડીને બાકીનું શરીર ચતું અધર રાખી સૂવું. (૨) એક પડખે સૂઈને હથેળી ઉપર માથું રાખી તે હાથની કોણી જમીન પર રાખવી, એક પગનો પંજો ભૂમિ પર રહે અને એક પડખું ભૂમિ પર રહે, બીજા પગની એડી પહેલાં પગના ઘૂંટણ પર રહે તેમ સૂવું.
(૮) આતાપના :–
અધોમુખશાયિતા
પાર્શ્વ શાયિતા
૫૩
ઉત્તાનશાયિતા
Page #106
--------------------------------------------------------------------------
________________
૫ ૪
શ્રી વિવાઈસત્ર
ગોકુહાસન
ઉકડુઆસન
પરમ + +
પર્યકાસન
હસ્તિશોડિકા
Page #107
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧: સમવસરણ
૫૫
એકપાદિકા
સમપાદિકા
ઠંડી અને ગરમીથી શરીરને તપાવવું તેને આતાપના કહે છે. આતાપના લેવાની વિધિ આગમોમાં દર્શાવવામાં આવી છે તેમાં સાધુને માટે ઉપાશ્રયની બહાર ખુલ્લા સ્થાનમાં, સૂર્યની સામે મુખ કરીને, હાથ-પગને ફેલાવીને, ઊભા રહીને આતાપ લેવાનું નિરૂપણ છે અને સાધ્વી માટે ઉપાશ્રયની અંદર, ચૌતરફ ચાદરથી પડદો કરીને, સમતલ પગે, હાથ સીધા લાંબા રાખીને, ઊભા થઈને તેમજ બેસીને, સૂર્યની સામે મુખ કરીને આતાપના લેવાનું કથન છે. તે જ રીતે ઠંડીની આતાપના સ્વતઃ સમજી લેવી જોઈએ; તેના માટે આગમમાં વિધિનો ઉલ્લેખ મળતો નથી. તે ઉપરાંત અન્ય આસનોનું વિધાન આગમમાં જોવા મળતું નથી. વ્યાખ્યાકારોએ આતાપનાના ત્રણ પ્રકાર કરીને વિભિન્ન આસનોથી આતાપના લેવાનું કચન ક્યું છે. તે અનુસાર તેના ત્રણ ભેદ આ પ્રમાણે છે– (૧) ઉત્કૃષ્ટ– નિષ્પન્ન આતાપના. સૂતા-સૂતા લેવાતી આતાપના. તે ત્રણ પ્રકારે થાય છે. ૧. અધોમુખ શાયિતા— ઊંધા સૂઈને ૨. પાર્શ્વ શાયિતા— પડખાભર સુઇને અને ૩. ઉત્તાન શાયિતા— ચત્તા સૂઈને. (૨) મધ્યમ– અનિષ્પન્ન આતાપના. બેઠા-બેઠા લેવાતી આતાપના. તે પણ ત્રણ પ્રકારે થાય છે. ૧. ગોદુહાસને બેસીને ૨. ઉંકડા આસને બેસીને ૩. પર્યંકાસન– પલાંઠીવાળીને બેસીને લેવાતી આતાપના. (૩) જઘન્ય– ઊર્ધ્વ સ્થિતિ. ઊભા-ઊભા લેવાતી આતાપના. તે પણ ત્રણ પ્રકારે થાય છે. ૧. હસ્તિશડિકા– જમીન પર બેસીને એક પગને હાથીની સૂંઢની જેમ ઊંચો રાખીને ૨. એક પાદિકા- એક પગે ઊભા રહીને ૩. સમયાદિકા- સીધા ઊભા રહીને લેવાતી આતાપના. આ ત્રણે પ્રકારની આતાપના કરનાર સાધક આતાપક કહેવાય છે.
તે
·
(૯) અપ્રાવૃતક :– વસ્ત્રથી શરીરને ઢાંકયા વિના, નિર્વસ્ત્ર બનીને ગરમી, ઠંડીની આતાપના લેનાર. (૧૦) અકચક્ર – ખુજલી આવવા છતાં નહીં ખંજવાળનાર.
:
(૧૧) અનિષ્ઠીવક :– થૂંક આવવા છતાં નહીં થૂંકનાર.
(૧૨) સર્વગાત્ર પરિકર્મ વિભૂષા :– શરીરની શુશ્રુષા અથવા શોભા શણગાર નહીં કરનાર.
કષ્ટસાધ્ય આસનોની કઠિનતમ સાધનાથી પે કુછ્યું મહાતના સિદ્ધાંત કર્મોની નિર્જરા રૂપ મહાન ફળ પ્રાપ્ત થાય છે, તપના સર્વ ભેદોનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મક્ષયનો જ હોય છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
પ્રસ્તુત સૂત્રમાં કાયક્લેશ તપમાં વિવિધ આસનોનું જ કથન કર્યું છે, તેમ છતાં સંયમી જીવનના કઠિનતમ નિયમો જેમ કે– કેશલુંચન, પાદવિહાર, ભૂમિશયન, અસ્નાન વગેરે સાધનાનો સમાવેશ પણ કાયક્લેશ તપમાં જ થાય છે.
૫૬
(9) जात : प्रतिसंलीनता :
तं जहा
४१ से किं तं पडिसंलीणया ? पडिसंलिणया चउव्विहा पण्णत्ता, इंदियपडिसंलीणया, कसायपडिसंलीणया, जोगपडिसंलीणया, विवित्त- सयणासणसेवणया ।
भावार्थ :- प्रश्न - प्रतिसंसीनतानुं स्व३५ देवु छे ?
ઉત્તર– પ્રતિસંલીનતાના ચાર પ્રકાર છે. (૧) ઇંદ્રિય પ્રતિસંલીનતા– ઇંદ્રિયોની ચેષ્ટાઓનો નિરોધ કરવો અથવા ઇન્દ્રિયોને વિષયો તરફ આકર્ષિત થવા ન દેવી (૨) કષાય પ્રતિસંલીનતા– ક્રોધ, માન, માયા, લોભ यार षायोनो निग्रह वो (3) योग प्रतिसंधीनता - मानसिङ, वाथिङ, अयि प्रवृत्तिखोनो निरोध वो, અનાવશ્યક પ્રવૃત્તિઓ ઘટાડવી. (૪) વિવિક્ત શયનાસન સેવનતા– એકાંત સ્થાનમાં નિવાસ કરવો. ४२ से किं तं इंदियपडिसंलीणया ? इंदियपडिसंलीणया पंचविहा पण्णत्ता, तं जहासोइंदियविसयप्पयारणिरोहो वा सोइंदियविसयपत्तेसु अत्थेसु रागदोसणिग्गहो वा चक्खिदियविसयप्पयारणिरोहो वा चक्खिदियविसयपत्तेसु अत्थेसु रागदोसणिग्गहो वा घाणिंदियविसयप्पयारणिरोहो वा घाणिदियविसयपत्तेसु अत्थेसु रागदोसणिग्गहो वा जिब्भिदियविसयप्पयारणिरोहो वा जिब्भिदियविसयपत्तेसु अत्थेसु रागदोसणिग्गहो वा फासिंदियविसयप्पयारणिरोहो वा फासिंदियविसयपत्तेसु अत्थेसु रागदोसणिग्गहो वा । सेतं इंदियपडिलीणया ।
ભાવાર્થ | :- प्रश्न - इन्द्रिय प्रतिसंसीनतानुं स्व३५ देवु छे ?
ઉત્તર– ઇન્દ્રિય પ્રતિસંલીનતાના પાંચ પ્રકાર છે– (૧) શ્રોત્રેન્દ્રિય પ્રતિસંલીનતા–શ્રોત્રેન્દ્રિયના વિષયભૂત પ્રિય-અપ્રિય અનુકૂળ, પ્રતિકૂળ શબ્દો પ્રત્યે રાગ-દ્વેષ ન કરવા. (૨) ચક્ષુરિન્દ્રિય પ્રતિસંલીનતા– ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત રૂપાત્મક વિષયો પ્રત્યે રાગ-દ્વેષ ન કરવા. (૩) ઘ્રાણેન્દ્રિય પ્રતિસંલીનતા– ઘ્રાણેન્દ્રિયના વિષયભૂત સુરભિગંધ, દુરભિગંધ બંનેમાં રાગ-દ્વેષ ન કરવા. (૪) રસેન્દ્રિય પ્રતિસંલીનતા– રસેન્દ્રિયના વિષયભૂત અનુકૂળ અને પ્રતિકૂળ રસમાં રાગ-દ્વેષ ન કરવા. (૫) સ્પર્શેન્દ્રિય પ્રતિસંલીનતાસ્પર્શેન્દ્રિયના વિષયભૂત અનુકૂળ, પ્રતિકૂળ સ્પર્શમાં રાગ-દ્વેષ ન કરવા. આ ઇન્દ્રિય પ્રતિસંલીનતાનું સ્વરૂપ છે. ४३ से किं तं कसायपडिसंलीणया ? कसायपडिसंलीणया चउव्विहा पण्णत्ता, तं जहा- कोहस्सुदयणिरोहो वा, उदयपत्तस्स वा कोहस्स विफलीकरणं, माणस्सुदयणिरोहो वा उदयपत्तस्स वा माणस्स विफलीकरणं, मायाउदयणिरोहो वा, उदयपत्तस्स वा मायाए विफलीकरणं, लोहस्सुदयणिरोहो वा उदयपत्तस्स वा लोहस्स विफलीकरणं । से तं कसायपडिसंलीणया ।
Page #109
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
ભાવાર્થ - પ્રશ્ન- કષાયપ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કષાય પ્રતિસલીનતાના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) ક્રોધના ઉદયને રોકવો, ક્રોધ ન થાય, તે લક્ષ રાખવું અર્થાત્ શાંત અને શીતલ પરિણામોનો અભ્યાસ રાખવો અને જો ક્રોધનો ઉદય થઈ જાય તો તેને જ્ઞાન અને વૈરાગ્યથી નિષ્ફળ બનાવવો અર્થાતુ ક્રોધના પરિણામે કોઈ નિર્ણય લેવા નહીં અને લેવાયા હોય તો તેને બદલાવી નાખવા. (૨) તે જ રીતે અહંકારના ઉદયનો નિગ્રહ કરવો, અહંકારનો ઉદય થઈ જાય, તો તેને નિષ્ફળ બનાવવો. (૩) માયાના ઉદયનો નિગ્રહ કરવો અને માયાના પરિણામ થઈ જાય, તો તેને અટકાવી દેવા. (૪) લોભના ઉદયનો નિગ્રહ કરવો અને જો તેનો ઉદય થઈ જાય, તો તેને નિષ્ફળ બનાવવો. આ કષાય પ્રતિસલીનતા છે. |४४ से किं तं जोगपडिसलीणया ? जोगपडिसंलीणया तिविहा पण्णत्ता, तं जहामणजोगपडिसलीणया, वयजोगपडिसलीणया, कायजोगपडिसलीणया । ભાવાર્થ :- પ્રશ્ન- યોગ પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- યોગ પ્રતિસલીનતાના ત્રણ પ્રકાર છે– (૧) મનયોગ પ્રતિસલીનતા (૨) વચનયોગ પ્રતિસલીનતા, (૩) કાયયોગ પ્રતિસલીનતા.
४५ से किं तं मणजोगपडिसंलीणया? मणजोगपडिसंलीणया अकुसलमणणिरोहो वा, कुसलमणउदीरणं वा, से तं मणजोगपडिसंलीणया । ભાવાર્થ - પ્રશ્ન- મનયોગ પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- અકુશલ(અશુભ વિચારોથી) મનને રોકવું અને મનને શુભ અને સવિચારોમાં પ્રવૃત્ત કરવું. મનમાં સારા વિચારો આવે તેવો અભ્યાસ કરવો, તે મનયોગ પ્રતિસલીનતા છે. |४६ से किं तं वयजोगपडिसंलीणया? वयजोग पडिसंलीणया अकुसलवयणिरोहो वा, कुसलवयउदीरणं वा, से तं वयजोगपडिसंलीणया । ભાવાર્થ - પ્રશ્ન-વચનયોગ પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- અશુભ વચનનો વિરોધ કરવો અર્થાત્ ખરાબ વચન બોલવા નહીં. સારા અને સર્વચન બોલવાનો અભ્યાસ કરવો, તે વચનયોગ પ્રતિસલીનતા છે. |४७ से किं तं कायजोगपडिसंलीणया ? कायजोगपडिसंलीणया जं णं सुसमाहियपाणिपाए कुम्मो इव गुत्तिदिए सव्वगायपडिसंलीणे चिट्ठइ, से तं कायजोगपडिसंलीणया । ભાવાર્થ – પ્રશ્ર– કાયયોગ પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હાથ, પગ આદિ ઇન્દ્રિયોને કાચબાની જેમ સારી રીતે ગોપવી રાખવી. શારીરિક પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ સારી રીતે સ્થિર થવું, તે કાયયોગ પ્રતિસલીનતા છે. આ યોગ પ્રતિસલીનતાનું સ્વરૂપ છે. | ४८ से किं तं विवित्तसयणासणसेवणया? विवित्तसयणासणसेवणया जंणं आरामेसु, उज्जाणेसु, देवकुलेसु, सहासु, पवासु, पणियगिहेसु, पणियसालासु, इत्थीपसुपंडगसंसत्तविरहियासु वसहीसु, फासुएसणिज्जं पीढ-फलग-सेज्जा-संथारगं उवसंपज्जित्ताणं विहरइ। से तं विवित्तसयणासणसेवणया, से तं पडिसंलीणया, से तं बाहिरए तवे । ભાવાર્થ - પ્રશ્ન- વિવિક્ત શયનાસન સેવનતાનું સ્વરૂપ કેવું છે?
Page #110
--------------------------------------------------------------------------
________________
[ ૫૮]
શ્રી વિવાઈસૂત્ર
ઉત્તર- જે સ્ત્રી, પશુ તથા નપુંસક વગેરેના સંસર્ગથી રહિત હોય તે સ્થાનો, જેમ કેપુષ્પવાટિકામાં, મોટા મોટા વૃક્ષોથી યુક્ત ઉદ્યાનમાં, દેવમંદિરોમાં, સભાસ્થળોમાં, પાણીની પરબમાં, વાસણ વગેરે વેચવાની દુકાનમાં, વખાર જેવા સ્થાનોમાં તથા પ્રાસુક-નિર્જીવ, એષણીય- સંયમી પુરુષો દ્વારા ગ્રહણ કરવા યોગ્ય અને નિર્દોષ લાકડાનો બાજોઠ, પગ ફેલાવીને સૂઈ શકાય તેવી પાટ અને શધ્યા-સ્થાન-મકાન, બિછાનું, ઘાસ આદિ સંસ્તારકને પ્રાપ્ત કરીને રહે છે, તેને વિવિક્ત શયનાસન સેવનતા કહે છે. આ પ્રતિસલીનતાનું સ્વરૂપ છે. આ બાહ્ય તપનું કથન છે. વિવેચન :
વિષય કે કષાયમાં સંલીન બનેલા ઇન્દ્રિય અને મનને પાછા વાળી તેનું ગોપન કરવું, દ્રવ્ય અને ભાવથી આત્માને નિયંત્રિત રાખવો તે પ્રતિસલીનતા તપ છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. વિવિકત શયનાસનતા :- સ્ત્રી, પશુ, નપુંસક રહિત એકાંત સ્થાનમાં નિવાસ કરવો. તેનું તાત્પર્ય એ છે કે જનસંપર્કથી મનોરંજન, પરિચય વૃદ્ધિ, પરસ્પર વાર્તા આદિ મનોજ્ઞ વૃત્તિનું પોષણ થાય છે. તેથી તેનો ત્યાગ કરી આત્મ સ્વભાવમાં રમણ કરવા માટે ભિક્ષુ શૂન્ય સ્થાનોનું સેવન કરે છે. તે સ્થાનમાં અનેક પ્રવૃત્તિઓથી સહજ નિવૃત્તિ થઈ જાય અને વિપુલ નિર્જરાની ઉપલબ્ધિ થાય છે. શૂન્યગૃહ, ગિરિગુફા, વૃક્ષમૂલ, વિશ્રામગૃહ, દેવકુલ, કૂટગૃહ અથવા અકૃત્રિમ શિલાગૃહ વગેરે વિવિક્ત શય્યાના પ્રકાર છે. આ તપથી ચિત્તની એકાગ્રતા, આત્મશાંતિ, ધ્યાન-સિદ્ધિ અને નિર્જરા વગેરે લાભ થાય છે.
વિશિષ્ટ આત્મ સાધક મુનિ સ્મશાન ભૂમિમાં, વનમાં, નિર્જન મહાભયાનક સ્થળમાં અથવા કોઈ અન્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, તે વિવિક્ત-શયનાસન તપ છે. બ્રાહતના ભેદ-પ્રભેદ -
અનશન
ઉણોદરી
પ્રતિસવીનતા
દ્રશ્ય ઉગૌદરી
ભાવ ઉણોદરી
અનેક ભેદ. અરક્રિોધાદિ અપશબ્દ . નિqi.
(30 ભેદ) 1. ક્લામિણે ૨. ક્ષેત્રમાહ હ, કે લામિણે ૪. મા મિગ્રન્ટ ૫ ઉક્ષિપ્ત
ઉપકરણ
મેનપાન
રસપરિત્યાગ કાયકર્થક (૯ દ). ૧.નિર્વેિતિક વિવિધ ૨. પ્રતિરસપાન આસનો ૩, માર્યાબિલ દ, આ પામ પિમોજી છે, તે સાડાર - વિરામર છે, એમાહાર ૮, પ્રાના કાર ૯. રૂ.ધાર
એક એક ચકા . વસ્ત્ર પાત્ર ઉપકરણ
છે. કવિત
મકન પામયાન સપ્રતિકર્મ
પાઇપોગામનું અપ્રતિ મેં
ઇન્દ્રિય કષાયથોન વિવિM પ્રતિ લીનતા પ્રતિસંલી તો પ્રતિસલીનતા રાયના૫ મેદ) (૧ મેદ ઉમેદ) માસન
સૈ ન તો
વાવતિમ
તથાઘાતિમ
ઈન્ડરિક
(૧૪) એક ઉપવાસ કેિ ઉપવાસ નક ઉપવાસ વાર ઉપવાસ પાંગ ઉપવાસ
છે ઉપવાસ સાત ઉપવાસ પંદર ઉપવાસ મા સબક ત્રિમાસિક ત્રિમાસિક થામાંસિક પંચમ મિક પ્રમાતિ કે
૩. ઉદ્ધિ -નિસિપ્ત દ, નિક્રિપ્ત ઉન્નિષ્ઠ e, વર્ધમાન ૧૦, સીમાને 11, ઉપનીન ૧૨. સંપજીત ૧૩ઉપીત 3નપત્તીત ૧૪, મનુષની કંપનીન ૧૫. સંપૂર્ણ ૧૬, અસેસન્ટ ૧૩, ત*તે સંતુષ્ટ 1. અક્ષાંતચરક ૧૯, મૌન ચરક ૨૦. દરબામિક ૨૧. અદૃષ્ણલાભિક ૨૨. પૃષ્ઠલામિક ૨૩. અપૃષ્ઠવામિક ૨૪, મિક્ષા યામિક ૨૫. અમિષાલામિક
5. એકાએક ૨૩, ઔપનિર્વિક ૨૮. પરિમિતપિંડ રહ, દ્વેષ 30. સંસ્થાનીક,
Page #111
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[૫૯]
આવ્યંતર તપના ભેદ:|४९ से किं तं अभितरए तवे ? अभितरए छविहे पण्णत्ते, तं जहा- पायच्छित्तं, વિના, વેલાવવું, સલ્ફાગો, ફાઈ, વિવસ | ભાવાર્થ -પ્રશ્ન- આત્યંતર તપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– આત્યંતર તપના છ પ્રકાર છે– (૧) પ્રાયશ્ચિત્ત-વ્રત પાલનમાં લાગેલા દોષ અથવા અતિચારની વિદ્ધિ, (૨) વિનય-વિશેષ પ્રકારે નમ્રતાપૂર્વકનો વ્યવહાર, (૩) વૈયાવૃત્ય-શ્રમણોની આહાર પાણી આદિ દ્વારા સેવા, (૪) સ્વાધ્યાય-આગમ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોનું અપ્રમત્તભાવે પઠન, પાઠન, (૫) ધ્યાન–એકાગ્રતાપૂર્વક ચિંતન, ચિત્ત વૃત્તિઓનો નિરોધ, (૬) વ્યુત્સર્ગ–છોડવા યોગ્ય અથવા ત્યાગવા યોગ્ય પદાર્થોનો ત્યાગ. (૧) આત્યંતર તપઃ પ્રાયશ્ચિત્ત :|५० से किं तं पायच्छित्ते ? पायच्छित्ते दसविहे पण्णत्ते, तं जहा- आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे, विउस्सग्गारिहे, तवारिहे, छेदारिहे, मूलारिहे, अणवठ्ठप्पारिहे, पारंचियारिहे । से तं पायच्छित्ते । ભાવાર્થ – પ્રશ્ર– પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે છે(૧) આલોચનાઈ (૨) પ્રતિક્રમણાઈ (૩) તદુભયાર્ણ (૪) વિવેકાઈ (૫) વ્યુત્સર્ગાઈ (૬) તપાઈ (૭) છેદાઈ (૮) મૂલાહ (૯) અનવસ્થાપ્યાહ (૧૦) પારાંચિતાર્ય. વિવેચનઃપ્રાયશ્ચિતન સ્વરૂ૫ - અતિચારોની શદ્ધિને માટે ગરુ સમક્ષ પાપને પ્રગટ કરી, તેનો પશ્ચાત્તાપ કરવો અને ગુરુના આદેશ અનુસાર તેના દંડ રૂપે તપનો સ્વીકાર કરવો, તેને પ્રાયશ્ચિત્ત કહે છે.
(૧) આલોચનાઈ– ગુરુ સમક્ષ સરળ અને નિર્દોષ ભાવે, સ્પષ્ટ રૂપે પાપોને પ્રગટ કરવા તે આલોચના છે. જે દોષની શુદ્ધિ આલોચના માત્રથી થઈ જાય, તેને “આલોચના' પ્રાયશ્ચિત કહે છે. (૨) પ્રતિક્રમણાઈ–પાપથી પાછા ફરવા, માટે “મિચ્છામિ દુક્કડમ્' કહેવું અને ભવિષ્યમાં તે પાપનું પુનરાવર્તન ન થાય તેવો સંકલ્પ કરવો, તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. જે દોષનીશુદ્ધિ પ્રતિક્રમણથી થાય તેને પ્રતિક્રમણાઈ કહે છે. (૩) તદુર્ભયાહ–જે દોષની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણ બંને દ્વારા થાય તે તદુર્ભયાઈ પ્રાયશ્ચિત્ત છે. (૪) વિવેકાઈ– અશુદ્ધ આહાર-પાણી આદિનો ત્યાગ કરવો. જે દોષની શુદ્ધિ આધાકમદિ આહાર વિવેકથી અર્થાત તેને પરઠવા માત્રથી થઈ જાય, તેને વિવેકાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૫) વ્યુત્સર્ગાર્ડ– જે દોષની શુદ્ધિ શરીરની ચેષ્ટાને રોકીને સમયની મર્યાદા સાથે કાયોત્સર્ગ કરવાથી થાય છે, તેને વ્યુત્સગાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૪) તપાઉ– જે દોષની શુદ્ધિ ઉપવાસ, આયંબિલ વગેરે તપથી થાય તેને તપાઉં પ્રાયશ્ચિત્ત કહે છે. (૭) છેદાઈ– જે દોષની શુદ્ધિ દીક્ષા પર્યાયનો છેદ કરવાથી થાય, તેને છેદાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૮) મૂલાઈ– જે દોષની શુદ્ધિ, એક વાર સ્વીકૃત સંયમનો પૂર્ણતયા છેદ કરીને પુનઃ સંયમ સ્વીકારવાથી થાય, તેને મૂલાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. છેદ પ્રાયશ્ચિત્તમાં પાંચ દિવસથી લઈને ચાર-છ મહિના સુધીની દીક્ષાપર્યાયનો છેદ કરાય છે અર્થાત્ જેટલા સમયની દીક્ષાપર્યાયનો છેદ થયો હોય તે
Page #112
--------------------------------------------------------------------------
________________
[ ૬૦ |
શ્રી વિવાઈસૂત્ર
ન્યુન કરીને જ તેની દીક્ષા પર્યાયની ગણના થાય છે અને તે પ્રમાણે જ રત્નાધિકોને વંદન વ્યવહાર આદિ થાય છે. જ્યારે મૂલાઈ પ્રાયશ્ચિતમાં તેના સંપૂર્ણ સંયમ પર્યાયનો છેદ કરીને પુનઃદીક્ષા આપવામાં આવે છે. ત્યારથી પૂર્વદીક્ષિત સર્વ સાધુઓને વંદન વ્યવહાર કરવો તેને આવશ્યક હોય છે. (૯) અનવસ્થાપ્યાહજે દોષની શુદ્ધિ માટે વિશિષ્ટ તપાચરણ કરાવ્યા પછી એક વાર ગૃહસ્થનો વેશ પરિધાન કરાવીને ફરી વાર દીક્ષા આપવામાં આવે, તેને અનવસ્થાપ્યાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. આ નવમા પ્રાયશ્ચિત્તવાળાને જઘન્ય છે મહિના, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ સુધી સંઘથી અલગ રાખવામાં આવે અર્થાત્ સાથે રહેવા છતાં તેની સાથે આહાર, વંદન આદિ વ્યવહાર હોતો નથી. પ્રાયશ્ચિત્તકાળ પૂર્ણ થયા પછી ઉપસ્થાપના સમયે સંઘ સામે ગૃહસ્થ વેશ પરિધાન કરાવે ત્યાર પછી તે પુનઃ શ્રમણ વેશ ધારણ કરે અને ત્યારે તેને છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રદાન કરવામાં આવે, તેની સંપૂર્ણ દીક્ષાનો છેદ કરી નવી દીક્ષા દેવામાં આવે છે. (૧૦) પારાંચિતાર્ય– દસ પ્રાયશ્ચિત્તમાં આ અંતિમ ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે. આ પ્રાયશ્ચિત્તની વિધિ અને તેનો તપ સમય નવમા પ્રાયશ્ચિત્તની સમાન છે પરંતુ આ દસમા પ્રાયશ્ચિત્તમાં દોષ સેવન કરનાર સાધુ સાથે શય્યા(એક સ્થાન)નો વ્યવહાર પણ રહેતો નથી. તે સાધુને બીજા ગામમાં કે બીજા મકાનમાં એકલા રહેવાનું હોય છે. તે સાધુને પોતાના સંઘાડાના સાધુઓથી ઉત્કૃષ્ટ અઢી ગાઉ દૂર રાખવામાં આવે છે. અંતિમ બંને પ્રાયશ્ચિત્તનું વહન કરનાર સાધુ આચાર્યની સાથે યોગ્ય વિનય વ્યવહાર કરે છે. આચાર્ય પણ યોગ્ય રીતે તેનું ધ્યાન રાખે છે તેમજ તે પ્રાયશ્ચિત્તના વહન-કાળમાં કોઈ બીમારી આદિ આવે તો આચાર્ય તેની સેવા માટે અન્ય શ્રમણની વ્યવસ્થા કરે છે.
આ બંને પ્રાયશ્ચિત્તનું કારણ જો ગુરુની અશાતના હોય તો તેને જઘન્ય છ માસ, ઉત્કૃષ્ટ એક વર્ષની તપસ્યા અને અન્ય મુળગુણની વિરાધના આદિ દોષસેવન કર્યું હોય તો જઘન્ય એક વર્ષ, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની તપસ્યા કરવાની હોય છે. તેમની તપસ્યામાં ઊનાળામાં એક ઉપવાસ, શિયાળામાં છઠ, ચોમાસામાં અટ્ટમ અને પારણામાં આયંબિલ કરવાની હોય છે. અન્ય અનેક નિયમો જિનકલ્પીની સમાન છે.
પ્રાયશ્ચિત્તનો ઉદ્દેશ્ય પાપવિશુદ્ધિનો છે. તેથી દોષનો પ્રકાર, દોષની તીવ્રતા-મંદતા, તેમજ પ્રાયશ્ચિત્ત વહન કરનારની યોગ્યતાના આધારે પ્રાયશ્ચિત્ત અપાય છે; તેથી જ આચાર્યને કે આચાર્ય તુલ્ય પૂર્વધર
સ્થવિર આદિને દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત અને સામાન્ય સાધુને આઠ પ્રકારના પ્રાયશ્ચિત્ત અપાય છે. (ર) આત્યંતર તપ: વિનય:
५१ से किं तं विणए ? विणए सत्तविहे पण्णत्ते, तं जहा- णाणविणए, दंसणविणए, चरित्तविणए, मणविणए, वइविणए, कायविणए, लोगोवयारविणए। ભાવાર્થ - પ્રશ્ન- વિનયનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- વિનયના સાત પ્રકાર છે– (૧) જ્ઞાન વિનય, (૨) દર્શન વિનય, (૩) ચારિત્ર વિનય, (૪) મનોવિનય, (૫) વચન વિનય, () કાય વિનય, (૭) લોકોપચાર વિનય.
५२ से किं तंणाणविणए?णाणविणएपंचविहे पण्णत्ते, तंजहा- आभिणिबोहियणाणविणए, सुयणाणविणए, ओहिणाणविणए, मणपज्जवणाणविणए, केवलणाणविणए । ભાવાર્થ - પ્રશ્ર– જ્ઞાન વિનય એટલે શું? ઉત્તર– જ્ઞાન વિનયના પાંચ ભેદ છે– (૧) આભિનિબોધિક જ્ઞાન- મતિજ્ઞાન વિનય, (૨) શ્રતજ્ઞાન વિનય, (૩) અવધિજ્ઞાન વિનય (૪) મન:પર્યવ જ્ઞાન વિનય (૫) કેવળજ્ઞાન વિનય.
Page #113
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[૬૧] [५३ से किं तं दसणविणए ? दंसणविणए दुविहे पण्णत्ते, तं जहा- सुस्सूसणाविणए, अणच्चासायणाविणए । ભાવાર્થ-પ્રશ્ન- દર્શનવિનય એટલે શું? ઉત્તર- દર્શન વિનયના બે પ્રકાર છે- (૧) શુશ્રુષા વિનય (૨) અનન્યાશાતના વિનય. [५४ से किं तं सुस्सूसणाविणए ? सुस्सूसणाविणए अणेगविहे पण्णत्ते, तं जहाअब्भुट्ठाणे इ वा, आसणाभिग्गहे इ वा, आसणप्पदाणे इ वा, सक्कारे इ वा, सम्माणे इवा, किइकम्मेइवा, अंजलिप्पग्गहे इ वा, एतस्स अणुगच्छणया, ठियस्सपज्जुवासणया, गच्छंतस्स पडिसंसाहणया। से तं सुस्सूसणाविणए । ભાવાર્થ -પ્રશ્ન- શુશ્રુષા વિનય એટલે શું?
ઉત્તર- શુશ્રષા વિનયના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અભ્યત્થાન- ગુર્નાદિકો કે ગુણીજનો પધારે ત્યારે તેનો આદર કરવા ઊભા થવું. (૨) આસનાભિગ્રહ ગુર્નાદિકો જ્યાં બેસવા ઇચ્છે ત્યાં આસન લઈને હાજર રહેવું. (૩) આસનપ્રદાન- ગુરુજનોને આસન અર્પણ કરવું, (૪) સત્કારગુર્નાદિકોનો સત્કાર કરવો (૫) સન્માન- ગુર્નાદિકોનું સન્માન કરવું, (૬) કૃતિકર્મ- તેમને યથાવિધિ વંદન નમસ્કાર કરવા, (૭) અંજલિપ્રગ્રહ– તેમની કોઈપણ વાતનો સ્વીકાર કરતા સમયે બંને હાથ જોડવા. (૮) ગુર્નાદિકો પધારે ત્યારે સામા જવું, (૯) ગુરુજનો બેઠાં હોય ત્યારે તેમની પાસે જઈને બેસવું, તેમની સેવા કરવી. (૧૦) ગુરુ ભગવંતો જાય ત્યારે તેમને મૂકવા જવું. આ શુશ્રુષા વિનય છે. | ५५ से किं तं अणच्चासायणाविणए? अणच्चासायणाविणए पणयालीसविहे पण्णत्ते, तं जहा- अरहंताणं अणच्चासायणया, अरहंतपण्णत्तस्स धम्मस्स अणच्चासायणया, आयरियाणं अणच्चासायणया एवं, उवज्झायणं, थेराणं, कुलस्स, गणस्स, संघस्स, किरियाणं, संभोइयस्स, आभिणिबोहियणाणस्स, सुयणाणस्स, ओहिणाणस्स, मणपज्जवणाणस्स, केवलणाणस्स, एएसिं चेव भत्तिबहुमाणे, एएसिं चेव वण्णसंजलणया । से तं अणच्चासायणाविणए । ભાવાર્થ - પ્રશ્ન- અનન્યાશાતના વિનય એટલે શું?
ઉત્તર- અનત્યાશાતના વિનયના ૪૫ ભેદ છે. તે આ પ્રમાણે છે– (૧) અરિહંત ભગવાનના અવર્ણવાદ બોલી તેની આશાતના ન કરવી, (૨) અરિહંત ભગવંતે પ્રરૂપેલા ધર્મની આશાતના ન કરવી, (૩) આચાર્યોની આશાતના ન કરવી, (૪) ઉપાધ્યાયોની આશાતના ન કરવી, (૫) સ્થવિરો–જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, વયોવૃદ્ધ શ્રમણોની આશાતના ન કરવી, (૬) કુલની આશાતના ન કરવી, (૭) ગણની આશાતના ન કરવી, (૮) સંઘની આશાતના ન કરવી, (૯) ક્રિયાવાનની આશાતના ન કરવી, (૧૦) સાંભોગિક–જેમની સાથે વંદન વ્યવહાર, ગોચરી પાણીનો વ્યવહાર હોય તેવા ગચ્છના શ્રમણોની અથવા સમાન આચારવાળા અન્ય શ્રમણોની આશાતના ન કરવી, (૧૧) મતિજ્ઞાનની આશાતના ન કરવી, (૧૨) શ્રુતજ્ઞાનની આશાતના ન કરવી, (૧૩) અવધિજ્ઞાનની આશાતના ન કરવી, (૧૪) મન:પર્યવજ્ઞાનની આશાતના ન કરવી, (૧૫) કેવલજ્ઞાનની આશાતના ન કરવી. (૧થી ૩૦) ઉપરોકત પંદરની ભક્તિ અને બહુમાન કરવું. (૩૧થી ૪૫) તે પંદરના ગુણકીર્તન કરવા. આ અનન્યાશાતના વિનય છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
५६ से किं तं चरित्तविणए ? चरित्तविणए पंचविहे पण्णत्ते, तं जहा - सामाइयचरित्तविणए, छेदोवट्ठावणियचरित्तविणए, परिहारविसुद्धिचरित्त-विणए, सुहुमसंपरायचरित्तविणए, अहक्खायचरित्तविणए । से तं चरित्तविणए ।
૬૨
ભાવાર્થ :- પ્રશ્ન- ચારિત્ર વિનયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- ચારિત્ર વિનયના પાંચ પ્રકાર છે– (૧) સામાયિક ચારિત્ર વિનય, (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર વિનય, (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિનય, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર વિનય, (૫) યથાખ્યાત ચારિત્ર વિનય. આ ચારિત્ર વિનય છે.
५७ से किं तं मणविणए ? मणविणए दुविहे पण्णत्ते, तं जहा- पसत्थमणविणए, अपसत्थमणविणए ।
ભાવાર્થ :- પ્રશ્ન– મનોવિનયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- મનોવિનયના બે પ્રકાર છે– (૧) પ્રશસ્ત મનોવિનય (૨) અપ્રશસ્ત મનોવિનય.
५८ से किं तं अपसत्थमणविणए ? अपसत्थमणविणए जे य मणे सावज्जे, सकिरिए, સવચ્ચે, ડુ, બિટ્ટુરે, પુછ્યું, બયરે, છેવવરે, મેચવા, પરિતા વવરે, વળવરે, भूओवघाइए, तहप्पगारं मणं णो पहारेज्जा । से तं अपसत्थमणोविणए ।
ભાવાર્થ :- પ્રશ્ન– અપ્રશસ્ત મનોવિનયનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જે મન (૧) સાવધ– પાપકાર્યમાં પ્રવૃત્ત (૨) સક્રિય– આરંભાદિ ક્રિયાયુક્ત (૩) કર્કશ– પ્રેમભાવથી રહિત (૪) કટુક– અન્યને કડવા રસની જેમ ઉપદ્રવકારી (૫) નિષ્ઠુર–દયા રહિત (f) કઠોર (૭) આશ્રવકારી (૮) છેદકારી– સંયમ સમાધિનો નાશ કરનારું (૯) ભેદકારી– આત્મસમાધિનું વિઘાતક (૧૦) પરિતાપકારી– પ્રાણીઓ માટે સંતાપજનક (૧૧) ઉપદ્રવકારી– પ્રાણાન્ત કષ્ટકારી (૧૨) ભૂતોપઘાતકારી– પ્રાણીઓના પ્રાણનો નાશ કરનારી વિચારણામાં પ્રવૃત્ત હોય તે અપ્રશસ્તમન છે. તેવા પ્રકારની વિચારણા ન કરવી તે અપ્રશસ્ત મનોવિનય છે.
५९ से किं तं सत्थमणोविणए ? पसत्थमणोविणए तं चेव पसत्थं णेयव्वं । एवं चेव वइविणओ वि एएहिं पएहिं चेव णेयव्वो । से तं वइविण ।
ભાવાર્થ :- પ્રશ્ન- પ્રશસ્ત મનોવિનયનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જેવી રીતે અપ્રશસ્ત મનોવિનયનું કથન કર્યું, તેવી રીતે પ્રશસ્ત મનોવિનયનું સ્વરૂપ સમજવું. પ્રશસ્ત મન, અપ્રશસ્ત મનથી વિપરીત હોય છે. તેથી (૧) અસાવદ્ય (૨) અક્રિય (૩) અકર્કશ (૪) મધુર (૫) દયાયુક્ત (૬) કોમળ (૭) સંવરકારી (૮) અછેદકારી (૯) અભેદકારી (૧૦) અપરિતાપકારી (૧૧) અનુપદ્રવકારી (૧૨) અભૂતોપઘાતકારી. આ બાર પ્રકારની વિચારણા પ્રશસ્ત મન છે. તથાપ્રકારની વિચારણામાં મનને પ્રવૃત્ત કરવું, તે પ્રશસ્ત મનોવિનય છે. આ મનોવિનયનું સ્વરૂપ છે. આ જ રીતે પ્રશસ્ત વચન વિનય અને અપ્રશસ્ત વચન વિનયનું સ્વરૂપ સમજવું.
६० सेकं तं कायविणए ? कायविणए दुविहे पण्णत्ते, तं जहा- पसत्थकायविणए, अपसत्थ कायविणए ।
Page #115
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૬૩ ]
ભાવાર્થ - પ્રશ્ન- કાયવિનયનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- કાયવિનયના બે પ્રકાર છે– (૧) પ્રશસ્ત કાય વિનય, (૨) અપ્રશસ્ત કાય વિનય.
६१ से किं तं अपसत्थकायविणए ? अपसत्थकायविणए सत्तविहे पण्णत्ते, तं जहाअणाउत्तं गमणे, अणाउत्तं ठाणे, अणाउत्तं णिसीदणे, अणाउत्तं तुयट्टणे, अणाउत्तं उल्लंघणे, अणाउत्तं पलंघणे, अणाउत्तं सव्विदियकायजोगजुंजणया । से तं अपसत्थकायविणए । ભાવાર્થ - પ્રશ્ન- અપ્રશસ્ત કાય વિનયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અપ્રશસ્તકાય વિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) ઉપયોગ વિના અથવા સાવધાની વિના ચાલવું. (૨) ઉપયોગ વિના કોઈપણ સ્થાનમાં ઊભા રહેવું. (૩) ઉપયોગની શુન્યતાએ બેસવું. (૪) ઉપયોગ વિના પડખા ફેરવવા. (૫) ઉપયોગ વિના કાદવ કીચડને ઓળંગવા. (૬) ઉપયોગ વિના વારંવાર ઓળંગવું, કારણ વિના કોઈ સ્થાન પર વારંવાર જવું. (૭) ઉપયોગ વિના ઇન્દ્રિયો અને શરીરને વિવિધ પ્રવૃત્તિમાં જોડવી, તેને અપ્રશસ્ત કાય વિનય કહે છે. |६२ से किं तं पसत्थकायविणए ? पसत्थकायविणए एवं चेव पसत्थं भाणियव्वं । से तं पसत्थकायविणए, से तं कायविणए । ભાવાર્થ -પ્રશ્ન- પ્રશસ્ત કાયવિનયનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પ્રશસ્ત કાયવિનયનું સ્વરૂપ અપ્રશસ્ત કાય વિનયથી વિપરીત સમજવું અર્થાત્ ઉપરોકત પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક કરવી. |६३ से किं तं लोगोवयारविणए ? लोगोवयारविणए सत्तविहे पण्णत्ते, तं जहाअब्भासवत्तियं, परच्छंदाणुवत्तियं, कज्जहेडं, कयपडिकिरिया, अत्तगवेसणया, देसकालण्णुया, सव्वत्थेसु अप्पडिलोमया । से तं लोगोवयारविणए । से तं विणए । ભાવાર્થ – પ્રશ્ન- લોકોપચાર વિનયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- લોકોપચાર વિનયના સાત ભેદ છે. તે આ પ્રમાણે છે– (૧) ગુરુજનો અને વડીલો તેમજ સપુરુષો પાસે બેસવું. (૨) ગુરુજનો અને પૂજનીયજનોની ઇચ્છાને અનુરૂપ પ્રવૃત્તિ કરવી. (૩) વિધા આદિ પ્રાપ્ત કરવાના હેતુથી, ગુરુજનોની સેવા કરવી. (૪) ગુરુજનોના ઉપકારોને યાદ રાખીને કૃતજ્ઞતાના ભાવપૂર્વક તેમની સેવા અને પરિચર્યા કરવી. (૫) રોગથી અને વૃદ્ધાવસ્થાથી પીડિત સંયમી પુરુષોની અને ગુરુજનોની સાર સંભાળ લેવી, તેને ઔષધી અને પથ્ય આદિનું સેવન કરાવી સેવા કરવી. () દેશ તથા કાલને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવહાર કરવો. (૭) સર્વ કાર્યોમાં વિપરીત આચરણ કરવું નહીં. ગુરુજનોને અનુકૂળ આચરણ કરવું. તે લોકોપચારવિનય છે. આ વિનયનું સ્વરૂપ છે. વિવેચન :વિનય - (૧) વિશેષેખ નીચત્તે મોલોનુણ આત્મા યિત્વે ચેન સવિનય ! જે ક્રિયાથી આત્મા વિશેષપણે મોક્ષની નજીક જાય છે તે વિનય છે. (૨) જેના દ્વારા દુઃખના કારણભૂત આઠ કર્મોનું વિનયન-વિનાશ થાય, તેને વિનય કહે છે. (૩) ગુરુજનોની કે રત્નાધિકોની દેશકાલ અનુસાર સેવા-ભક્તિ અને સત્કાર-સન્માન કરવાને વિનય કહે છે. ધનસ વિશે મૂi = ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
શ્રી વિવાઈ સૂત્ર
ધર્મનું મૂળ-મૌલિકગુણ વિનય છે. પરમો રે મોનો- વિનયનું અંતિમફળ સર્વકર્મ ક્ષયરૂપ મોક્ષ છે. (૧) જ્ઞાનવિનય- જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પર શ્રદ્ધા, ભક્તિ અને બહુમાનનો ભાવ રાખવો, તેના દ્વારા પ્રતિપાદિત તત્ત્વોનું સમ્યક પ્રકારે ચિંતન, મનન કરવું.વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, તે જ્ઞાનવિનય છે. જ્ઞાનના પાંચ ભેદ અનુસાર જ્ઞાનવિનયના પાંચ ભેદ છે. (૨) દર્શનવિનય – દેવ, ગુરુ અને ધર્મ પર દઢ શ્રદ્ધા રાખવી, તે દર્શન(સમ્યકત્વ) છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવોની વિનય-ભક્તિ કરવી તે દર્શન વિનય છે. તેના બે ભેદ છે– (૧) શુશ્રુષા– ગુરુ આદિની સેવા કરવારૂપ વિનય. તેના દશ ભેદ છે. (૨) અનાશાતના– ગુરુ આદિની આશાતના ન કરવારૂપ વિનય. તેના પીસ્તાલીસ(૪૫) ભેદ છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. (૩) ચારિત્રવિનય– ચારિત્ર અને ચારિત્રવાનનો વિનય કરવો. તે ચારિત્ર વિનય છે. ચારિત્રના પાંચ ભેદ અનુસાર ચારિત્રવિનયના પાંચ પ્રકાર છે. (૪) મનોવિનય-મનની અશુભ પ્રવૃત્તિને રોકવી અને શુભ પ્રવૃત્તિમાં મનને પ્રવૃત્ત કરવું, આચાર્યાદિનો મનથી વિનય કરવો તે મનોવિનય છે. તેના બે ભેદ છે. અપ્રશસ્ત મનોવિનય- સૂત્રોક્ત બાર પ્રકારની અશુભ વિચારણાઓનો ત્યાગ કરવો તે અપ્રશસ્ત મનોવિનય છે. અપ્રશસ્ત વિચારણાના ત્યાગથી આત્મા મોક્ષની સન્મુખ થાય છે તેથી તેનો સમાવેશ વિનયતપમાં કર્યો છે. પ્રશસ્ત મનોવિનય- સૂત્રોક્ત બાર પ્રકારની શુભ વિચારણામાં મનને પ્રવૃત્ત કરવું તે પ્રશસ્ત મનોવિનય છે. અપ્રશસ્ત અને પ્રશસ્ત મનોવિનયના બાર-બાર ભેદની ગણનાથી મનોવિનયના કુલ મળી ચોવીસ(૨૪) ભેદ થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં પ્રશસ્ત-અપ્રશસ્ત મનોવિનયના સાત-સાત ભેદ કરીને મનોવિનયના કુલ ચૌદ ભેદનું નિરૂપણ છે. (૫) વચનવિનય – આચાર્યાદિનો વચનથી વિનય કરવો. વચનની અશુભ પ્રવૃત્તિને રોકવી તથા શુભ પ્રવૃત્તિમાં વચનને પ્રવૃત્ત કરવા તે વચન વિનય છે. મનોવિનયની જેમ તેના પણ અપ્રશસ્ત વચન વિનય અને પ્રશસ્ત વચન વિનયરૂપ બે ભેદ અને બંનેના બાર-બાર ભેદ કરતાં કુલ ચોવીસ ભેદ થાય છે. () કાયવિનય- કાયાથી આચાર્યાદિની સેવા કરવી, કાયાની અશુભ પ્રવૃત્તિને રોકવી તથા શુભ પ્રવૃત્તિમાં કાયાને પ્રવૃત્ત કરવી તે કાયવિનય છે. તેના પણ બે ભેદ છે– અપ્રશસ્ત કાયવિનય- સૂત્રોક્ત સાત પ્રકારની ઉપયોગશૂન્ય કાયિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો. પ્રશસ્ત કાયવિનય– સાત પ્રકારની કાયિક પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરવી. આ રીતે બંનેના સાત-સાત ભેદ કરતાં કાય વિનયના કુલ ચૌદ ભેદ થાય છે. (૭) લોકોપચાર વિનય- (૧) અન્યને અનુકૂળ પ્રવૃત્તિ કરવી અર્થાત્ અન્યને સુખ પહોંચે તેવી બાહ્ય પ્રવૃત્તિ કરવી તે લોકોપચાર વિનય છે. (૨) જે ક્રિયા કરવાથી અન્યને પ્રતીતિ થાય તે પ્રકારના વિનય વ્યવહારને લોકોપચાર વિનય કહે છે. તેના સાત ભેદ ભાવાર્થથી સ્પષ્ટ છે.
- શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયતાના સ્વરૂપ નિરૂપણમાં વિનય તપના અન્ય ભેદનું કથન નથી. કેવળ લોકોપચાર વિનય યોગ્ય પાંચ ક્રિયાઓનો જ ઉલ્લેખ છે.
આ રીતે ગુર્નાદિકો પ્રતિ ભક્તિ-બહુમાનપૂર્વકનો વ્યવહાર વિનયતપ છે. તે ઉપરાંત જો કોઈ નાના સાધુ પણ આવે તો તેમની સાથે પણ પ્રેમપૂર્વક સમુચિત વ્યવહાર કરવો જોઈએ. સંક્ષેપમાં ગુરુ કે વડિલ પ્રતિ સંપૂર્ણ વિનયવ્યવહાર અને નાના શ્રમણો પ્રતિ આદરભાવપૂર્વકના સમુચિત વ્યવહારનું આચરણ કરવું, તે વિનયવાન મુનિના લક્ષણો છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૬૫ ]
આત્યંતર તપઃ વૈયાવચ્ચ -
६४ से किं तं वेयावच्चे ? वेयावच्चे दसविहे पण्णत्ते, तं जहा- आयरियवेयावच्चे, उवज्झायवेयावच्चे, सेहवेयावच्चे, गिलाणवेयावच्चे, तवस्सिवेयावच्चे, थेरवेयावच्चे, साहम्मियवेयावच्चे, कुलवेयावच्चे, गणवेयावच्चे, संघवेयावच्चे । से तं वेयावच्चे । ભાવાર્થ - પ્રશ્ન-વૈયાવૃત્યનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-વૈયાવૃત્યના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) આચાર્યની વૈયાવૃત્ય, (૨) ઉપાધ્યાયની વૈયાવૃત્ય, (૩) શૈક્ષ-નવદીક્ષિત શ્રમણની વૈયાવૃત્ય, (૪) ગ્લાન-રોગીની વૈયાવૃત્ય, (૫) તપસ્વી-નિરંતર અટ્ટમ આદિ તપ કરનાર તપસ્વીઓની વૈયાવૃત્ય, (૬) સ્થવિર- ૬૦ વર્ષની ઉંમરવાળ વયસ્થવિર, ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા સંયમસ્થવિર અને ઠાણાંગ અને સમવાયાંગ સૂત્રના જ્ઞાતા શ્રુત સ્થવિર, આ ત્રણ પ્રકારના પ્રૌઢ સાધુઓની વૈયાવૃત્ય, (૭) સાધર્મિક- સમાન સમાચારીવાળા શ્રમણોની વૈયાવૃત્ય, (૮) કુલ- એક આચાર્યોના શિષ્ય પરિવારની વૈયાવૃત્ય, (૯) ગણ- અનેક આચાર્યોના સમુદાયની વૈયાવૃત્ય, (૧૦) ચતુર્વિધ સંઘની વૈયાવૃત્ય કરવી. આ વૈયાવૃત્ય તપ છે. વિવેચનઃ
વૈયાવત્ય- એટલે સેવા. સેવા કરવા યોગ્ય પાત્રોના આધારે તેના દસ પ્રકાર છે. આ દસ પ્રકારના સંયમી અથવા ગુણવાન પુરુષોના ગુણાનુરાગથી શરીર દ્વારા અથવા ઉપભોગ, પરિભોગ યોગ્ય પદાર્થો દ્વારા તેમની સેવા-ભક્તિ અને ઉપાસના કરવી, ઔષધ, આહાર-પાણી વગેરે લાવી દેવા, તેઓને પૂર્ણ શાતા પહોંચાડવી તેમજ તેમની સંયમ સાધનામાં સહાયક થવું; તે સર્વ નિઃસ્વાર્થ ભાવથી કરાતી સેવા વૈયાવચ્ચતપ છે.
| શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં વૈયાવચ્ચના માહાભ્યને પ્રદર્શિત કર્યું છે. વૈયાવચ્ચ કરનાર જીવ તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરે છે. સેવાના પરિણામે સાધક અનેક ગુણોને પ્રાપ્ત કરે છે તથા શ્રદ્ધા, ભક્તિ, વાત્સલ્ય, સમાધિ, જિનાજ્ઞા પાલન, સંયમ સહાય, પ્રવચન પ્રભાવના દ્વારા પુણ્યનો સંચય પણ કરે છે.
આ રીતે તૈયાવચ્ચ કરનારી વ્યક્તિ આત્માના અનેક ગુણોને પ્રગટ કરે છે અને અન્યની સાધનામાં સહાયક બને છે; તેથી વૈયાવચ્ચ સ્વ-પર લાભદાયક આવ્યંતર તપ છે. આત્યંતર તપઃ સ્વાધ્યાય -
६५ से किं तं सज्झाए ? सज्झाए पंचविहे पण्णत्ते, तं जहा- वायणा, पडिपुच्छणा, परियट्टणा, अणुप्पेहा, धम्मकहा, से तं सज्झाए । ભાવાર્થ - પ્રશ્ન- સ્વાધ્યાયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) વાચના- યથાવિધિ નિશ્ચિત કરેલા સમયે શ્રુતવાડમયનું અધ્યયન અને અધ્યાપન કરવું. (ભણવું અને ભણાવવું) (૨) પ્રતિપૃચ્છના ભણેલા વિષયમાં વિશેષ સ્પષ્ટીકરણ માટે પૂછવું અને શંકાનું સમાધાન કરવું. (૩) પરિવર્તના– ભણેલા જ્ઞાનનું વારંવાર પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા- આગમ તત્ત્વોનું ચિંતન મનન કરવું. (૫) ધર્મકથા વાંચન
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
ચિંતન-મનન કરેલા તત્ત્વોના આધારે શ્રોતાઓ સમક્ષ વિસ્તારપૂર્વક ધર્મ કથા કરવી, ઉપદેશ દેવો.
વિવેચનઃ
સ્વાધ્યાય શબ્દના અનેક પ્રકારે અર્થ થાય છે. જેમ કે– (૧) પોતાના આત્માને હિતકારી થાય, તે રીતે અધ્યયન કરવું, તે સ્વાધ્યાય છે. (૨) આળસનો ત્યાગ કરી જ્ઞાનારાધના કરવી, તે સ્વાધ્યાય તપ છે. (૩) તત્ત્વજ્ઞાનનું પઠન-પાઠન અને પુનરાવર્તન કરવું વગેરે સ્વાધ્યાય છે. (૪) જિનપ્રણીત શાસ્ત્રોનું ભક્તિભાવથી અધ્યયન- અધ્યાપન કરવું, તે સ્વાઘ્યાય છે. તેના પાંચ પ્રકાર ભાવાર્થથી સ્પષ્ટ છે.
સ્વાધ્યાય કરવાથી જ્ઞાન, વિજ્ઞાન, આચારનિષ્ઠા, શ્રદ્ધા, ભક્તિ, વૈરાગ્ય, શ્રુત સંપન્નતા, ચિત્તની એકાગ્રતા વગેરે અનેકાનેક ગુણો પ્રગટ થાય છે. સ્વાધ્યાય આત્યંતર તપ હોવાથી તે સર્વ કર્મની નિર્જરાનું કારણ બને છે અને વિશેષતઃ તેનાથી જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે.
આત્યંતર તપઃ ધ્યાનઃ
६६ से किं तं झाणे ? झाणे चउव्विहे पण्णत्ते, तं जहाधम्मज्झाणे, सुक्कज्झाणे ।
અન્નાને, રુદ્દન્તાને,
ભાવાર્થ :- પ્રશ્ન—– ધ્યાનનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ધ્યાનના ચાર ભેદ છે. તે આ પ્રમાણે છે– (૧) આર્તધ્યાન– દુઃખ નિમિત્તક એકાગ્રતા અથવા ઐહિક સુખની ઝંખનામાં એકાગ્રતા. (૨) રૌદ્રધ્યાન–હિંસાદિભાવનાઓથી અનુજિત એકાગ્રતા. (૩) ધર્મધ્યાન– ધર્મભાવનાથી ભાવિત એકાગ્રતા. (૪) શુક્લધ્યાન– આત્માની ઉન્નતિના ધ્યેયથી નિર્મળ ચિત્તની એકાગ્રતા.
६७ अट्टज्झाणे चउव्विहे पण्णत्ते । तं जहा- अमणुण्ण-संपओगसंपत्ते तस्स विप्पओगसइसमण्णागए यावि भवइ, मणुण्ण-संपओगसंपत्ते तस्स अविप्पओग सइ-समण्णागए यावि भवइ । आयंक-संपओग-संपत्ते तस्स विप्पओग सइसमण्णागए यावि भवइ, परिजूसिय-कामभोग-संपओगसंपत्ते तस्स अविप्पओग सइसमण्णागए यावि भवइ ।
अट्ठस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता तं जहा- कंदणया, सोयणया, તિપ્પળયા, વિવિળયા ।
ભાવાર્થ :- આર્તધ્યાનના ચાર પ્રકાર છે– (૧) અમનોજ્ઞવિયોગ ચિંતા– અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ થાય ત્યારે તેના વિયોગનું સતત ચિંતન કરવું (૨) મનોજ્ઞ અવિયોગચિંતા– ઇષ્ટ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ થાય ત્યારે તેનો સંયોગ સતત રહે તે માટે ચિંતન કરવું (૩) આતંક–રોગ થાય તે સમયે તેને દૂર કરવા માટે સતત ચિંતન કરવું (૪) ઇચ્છિત સુખ સાધનની પ્રાપ્તિ અને સુરક્ષા માટે સતત વિચારણા કરવી, નિયાણું કરવું.
આર્તધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે છે– (૧) જોરથી મોટા અવાજે રડવું, (૨) માનસિક ગ્લાનિ અને દૈન્યતાનો અનુભવ કરવો, (૩) આંસુ સારવા, (૪) વિલાપ કરવો.
६८ रुद्दज्झाणे चउव्विहे पण्णत्ते, तं जहा- હિંસાનુબંધી, મોસાળુગંધી, તેળાનુવંધી,
Page #119
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૬૭ ]
सारक्खणाणुबंधी । रुद्दस्सणं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहा- उसण्णदोसे, बहुदोसे, अण्णाणदोसे, आमरणंतदोसे । ભાવાર્થ:- રૌદ્ર ધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) હિંસાનુબંધી- હિંસાનો અનુબંધ થાય તેવી હિંસકભાવોની પરંપરા. (૨) મૃષાનુબંધી– અસત્ય ભાવોની પરંપરા અથવા અન્યને ઠગવા માટે માયા-કપટની પરંપરા. (૩) તેયાનુબંધી– ચોરીના ભાવોની પરંપરા. (૪) સંરક્ષણાનુંબંધી- ધન આદિ ભોગ-ઉપભોગના સાધનોનું રક્ષણ કરવા માટેની સતત વિચારણા, તલ્લીનતા. રૌદ્ર ધ્યાનના ચાર લક્ષણો છે તે આ પ્રમાણે છે– (૧) ઓસન્નદોષ- હિંસા આદિ મુખ્ય દોષોમાંથી કોઈ એક દોષમાં અત્યાધિક લીન રહેવું. (૨) બહુદોષ- હિંસા આદિ અનેક દોષોમાં લીન રહેવું. (૩) અજ્ઞાનદોષ કુશાસ્ત્રના સંસ્કારવશ હિંસક આદિ પાપકારી પ્રવૃત્તિમાં ધર્મ માનીને લીન રહેવું (૪) આમરણાંતદોષ- મૃત્યુ પર્યત તે પાપનો પશ્ચાતાપ ન કરવો અને તેમાં જ લીન કે પ્રવૃત્ત રહેવું.
६९ धम्मज्झाणे चउव्विहे चउप्पडोयारे पण्णत्ते, तं जहा- आणाविजए, अवायविजए, विवागविजए, संठाणविजए । धम्मस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहाआणारुई,णिसग्गरुई, उवएसरुई, सुत्तरुई । धम्मस्सणं झाणस्स चत्तारि आलंबणा पण्णत्ता, तं जहा- वायणा, पुच्छणा, परियट्टणा, धम्मकहा । धम्मस्स णं झाणस्स चत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ, तं जहा- अणिच्चाणुप्पेहा, असरणाणुप्पेहा, एगत्ताणुप्पेहा, संसाराणुप्पेहा। ભાવાર્થ - ધર્મધ્યાનના ચાર પ્રકારે ચાર ભેદ છે. તે આ પ્રમાણે છે– (૧) આજ્ઞાવિચય- જિનાજ્ઞાની વિચારણા કરવી. (૨) અપાયરિચય–અપાયનો અર્થ છે દુઃખ. સંસાર પરિભ્રમણના દુઃખોની(દુઃખના કારણોની) વિચારણા કરવી. (૩) વિપાકવિચય-વિપાકનો અર્થ છે ફળ. કર્મફળની વિચારણા કરવી. (૪) સંસ્થાનવિચયજીવના પરિભ્રમણના સ્થાનરૂપ લોક, સ્વર્ગ, નરક, આદિના આકારોનું એકાગ્રપૂર્વક ચિંતન કરવું.
ધર્મધ્યાનના ચાર લક્ષણ છે. તે આ પ્રમાણે છે– (૧) આજ્ઞારુચિ- વીતરાગ પ્રભુની આજ્ઞામાં અને તેમની પ્રરૂપણામાં હંમેશાં અભિરુચિ હોય, (૨) નિસર્ગરુચિ- અન્યના ઉપદેશ વિના સ્વભાવિક રીતે ધર્મમાં રુચિ હોય, (૩) ઉપદેશરુચિ- સાધુ પુરુષો અને જ્ઞાનીઓના ઉપદેશથી ધર્મમાં રુચિ હોય અથવા ધાર્મિક ઉપદેશ સાંભળવામાં રુચિ હોય, (૪) સૂત્રરુચિ– આગમ અધ્યયનમાં રુચિ અને શ્રદ્ધા હોય.
ધર્મધ્યાનના ચાર આલંબન છે. તે આ પ્રમાણે છે– (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરિવર્તના (૪) ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ–ભાવનાઓ છે. તે આ પ્રમાણે છે– (૧) અનિત્યાનુપ્રેક્ષાસંસારના પદાર્થોમાં અનિત્યપણાની વિચારણા. (૨) અશરણાનુપ્રેક્ષા- સંસારના પદાર્થોમાં અશરણપણાની વિચારણા. (૩) એકવાનું પ્રક્ષા- આત્માના એકત્વપણાની વિચારણા. (૪) સંસારાનુપ્રેક્ષા- સંસારના સ્વરૂપની વિચારણા કરવી.
७० सुक्कज्झाणे चउव्विहे चउप्पडोयारे पण्णत्ते । तं जहा- हुत्तवियक्के सवियारी, एगत्तवियक्के अवियारी, सुहुमकिरिए अप्पडिवाई, समुच्छिण्णकिरिए अणियट्ठी ।
सुक्कस्स णं झाणस्स चतारि लक्खणा पण्णत्ता । तं जहा- 'विवेगे, विउस्सग्गे, अव्वहे, असम्मोहे । सुक्कस्सणं झाणस्स चत्तारि आलंबणा पण्णत्ता। तं जहा- खंती, मुत्ती,
Page #120
--------------------------------------------------------------------------
________________
[ ૬૮ ]
શ્રી વિવાઈસૂત્ર
अज्जवे, मद्दवे । सुक्कस्स झाणस्सचत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ । तंजहा- अवायाणुप्पेहा, असुभाणुप्पेहा, अणंतवत्तियाणुप्पेहा, विपरिणामाणुप्पेहा । से तं झाणे।। ભાવાર્થ:- શુક્લધ્યાનના ચાર પ્રકારે ચાર ભેદ છે. (૧) સ્વરૂપની દષ્ટિથી શુક્લધ્યાનના ચાર ભેદ છે, તે આ પ્રમાણે છે- ૧. પૃથક–વિતર્ક સવિચાર ૨. એકત્વ વિતર્ક અવિચાર ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ૪. સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ. (૨) શુક્લધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે છે– ૧. વિવેક ૨. વ્યુત્સર્ગ ૩. અવ્યથા ૪. અસંમોહ. (૩) શુક્લધ્યાનના ચાર આલંબન છે, તે આ પ્રમાણે છે–૧. ક્ષમા ૨. નિર્લોભતા ૩. સરળતા ૪. કોમળતા. (૪) શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, તે આ પ્રમાણે– ૧. અપાયાનુપ્રેક્ષા ૨. અશુભાનુપ્રેક્ષા ૩. અનંતવર્તિતાનુપ્રેક્ષા ૪. વિપરિણામાનુપ્રેક્ષા. આ શુક્લધ્યાન છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં ધ્યાનના ચાર મૂળભેદ અને તેના ઉત્તરભેદોનું વિસ્તૃત વર્ણન છે. ધ્યાન – (૧) ગાયતે વસ્તુ અને રિ ધ્યાન . જેના દ્વારા વસ્તુનું ચિંતન કરાય તે ધ્યાન. (૨) ચંચળ ચેતના તે ચિત્ત અને સ્થિર ચેતના તે ધ્યાન. (૩) અંતર્મુહૂર્ત સુધી ચિત્તને એક વસ્તુના ચિંતનમાં સ્થિર કરવું, તે છદ્મસ્થોનું ધ્યાન છે અને યોગનો નિરોધ કરવો, તે કેવળીનું ધ્યાન છે. (૪) મન, વચન, કાયાની સ્થિરતા તે ધ્યાન. સંક્ષેપમાં મોક્ષની સાધનામાં સહાયક તત્ત્વમાં એકાગ્રતલ્લીન થઈ જવું તે ધ્યાન તપ છે.
ધ્યાનના ચાર પ્રકાર ભાવાર્થથી સ્પષ્ટ છે. પ્રસ્તુત પ્રસંગમાં આવ્યંતરતપનું વર્ણન હોવાથી તેમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાનનો સમાવેશ થતો નથી. ધર્મધ્યાન અને શુક્લધ્યાન નિર્જરાનો હેતુ હોવાથી તે બંને ધ્યાન આત્યંતર તપ છે. આર્તધ્યાન:- તેનો મુખ્ય આધાર આર્ત-દુઃખ, વેદના અથવા પીડા છે. સુખાકાંક્ષા કે કામાશંસાના નિમિત્તથી થતી ચિત્તની એકાગ્રતાને આર્તધ્યાન કહે છે. દુઃખના કારણોની અપેક્ષાએ તેના ચાર પ્રકાર થાય છે. આર્તધ્યાનના ચાર પ્રકાર :(૧) અમનોmવિયોગ ચિંતા - અનિષ્ટ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનો, તેના કારણભૂત વસ્તુઓનો, અપ્રીતિકર વ્યક્તિ કે પરિસ્થિતિનો સંયોગ થાય ત્યારે તેના વિયોગનું સતત ચિંતન કરવું તથા ભવિષ્યમાં પણ તેનો સંયોગ ન થાય, તેવી ઇચ્છા રાખવી, તે આર્તધ્યાનનો પ્રથમ ભેદ છે, તેનું કારણ શ્રેષ છે. (૨) મનોશ અવિયોગ ચિંતા :- પાંચ ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયો અને તેના કારણ રૂ૫ સ્વજન, ધન, સંપત્તિ આદિ સાધન સામગ્રીનો વિયોગ ન થાય તે માટે સતત ચિંતવના કરવી અને ભવિષ્યમાં પણ તેના સંયોગની ઇચ્છા રાખવી તે આર્તધ્યાનનો બીજો ભેદ છે. તેનું કારણ રાગ છે. (૩) રોગ વિયોગ ચિંતા – રોગ આદિ અશાતાના ઉદયમાં વ્યાકુળ થઈને રોગથી છૂટવા માટે સતત ચિંતન કરવું અને ભવિષ્યમાં પણ રોગાદિનો સંયોગ ન થાય તેની ચિંતવના કરવી, તે આર્તધ્યાનનો ત્રીજો ભેદ છે. તેનું કારણ શરીરનો મોહ છે. (૪) નિદાન :- પોતાને પ્રાપ્ત થયેલા ભોગ વિલાસમાં અત્યંત આસક્ત થવું, દેવેન્દ્ર, ચક્રવર્તી અને વાસુદેવ આદિના રૂપ અને ઋદ્ધિ આદિ જોઈને કે સાંભળીને તેમાં આસક્ત થવું અને તપસંયમના ફલસ્વરૂપે તે ઋદ્ધિ પ્રાપ્તિની ઇચ્છા કરવી, તેને નિદાન કહે છે. તેનું કારણ અજ્ઞાન છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૨૯ ]
આર્તધ્યાનના ચાર લક્ષણઃ- જેનાથી આર્તધ્યાન પ્રગટ થાય, તેને આર્તધ્યાનના લક્ષણ કહે છે. તેના ચાર પ્રકાર ક્રન્દનના વગેરે ભાવાર્થથી સ્પષ્ટ છે. આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ અને સંસારવર્ધક છે. રૌદ્રધ્યાન:- અતિશય રૌદ્ર પરિણામ તે રોદ્રધ્યાન છે, હિંસા, જૂઠ, ચોરી, છેદન, ભેદન, વધ, પ્રહાર આદિ ક્રૂર પ્રવૃત્તિઓમાં લીન રહેવું તે રોદ્રધ્યાન છે. તેના ચાર પ્રકાર છે– (૧) હિંસાનુબંધી- કૂર, હિંસક પ્રવૃત્તિ કરવી. પ્રાણીઓને ચાબુક આદિથી મારવા, રસ્સી કે જંજીર આદિથી બાંધવા, અગ્નિમાં નાખવા, ડામ દેવા, ઇત્યાદિ પ્રવૃત્તિઓથી પ્રાણીઓને નિર્દયતાથી પીડા પહોંચાડવી અથવા ક્રોધને વશ થઈને નિર્દયતાપૂર્વક હિંસક પ્રવૃત્તિનું ચિંતન કરવું, તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબંધી– અસત્ય વિચારણા કરવી. અન્યને ઠગવા માટે માયા કપટપૂર્વક અસત્ય બોલવું, તે જ રીતે અનિષ્ટ સૂચક વચન, અસભ્ય વચન, અસત્ અર્થનું પ્રકાશન, સત્ અર્થનો અપલાપ, ઉપઘાતકારક વચનો બોલવા અથવા નિરંતર તે પ્રકારનું ચિંતન કરવું તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. (૩) તેયાનુબંધીચૌર્યાનુબંધી- ચોરી સંબંધી વિચારણા કરવી. બીજાના ધન-દોલત આદિ સાધન સામગ્રીની ચોરીની વિચારણા અને તે કાર્યોમાં ચિત્તવૃત્તિને તલ્લીન બનાવવી તેને તેયાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. (૪) સંરક્ષણાનુબંધી શરીર સંરક્ષણની કે ભોગ-ઉપભોગ યોગ્ય પદાર્થોના સંરક્ષણની વિચારણા કરવી. પોતાની સુરક્ષા માટે “કોણ જાણે કોણ ક્યારે વિશ્વાસઘાત કરશે ?” એવી આશંકાથી અન્યનો ઉપઘાત કરવાની કષાયયુક્ત ચિત્તવૃત્તિ રાખવી, તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાનના ચાર લક્ષણઃ
રૌદ્રધ્યાન કરનારની દુષ્ટપ્રવૃત્તિ ચાર પ્રકારે પ્રગટ થાય છે. તેના ઓસન્ન દોષ વગેરે ચાર પ્રકાર ભાવાર્થથી સ્પષ્ટ છે.
રૌદ્રધ્યાન કરનાર કઠોર અને સંક્લિષ્ટ પરિણામી હોય છે. તે બીજાના દુઃખમાં પ્રસન્ન થાય છે, ઐહિક અને પારલૌકિક ભયથી કે અનુકંપાભાવથી રહિત હોય છે. તે પાપ કરીને પશ્ચાત્તાપ કરવાના બદલે પ્રસન્ન થાય છે. રૌદ્રધ્યાન નરકગતિનું કારણ અને સંસારવર્ધક છે. ધર્મધ્યાન – (૧) જિનેશ્વર કથિત પદાર્થના સ્વરૂપની વિચારણામાં મનને એકાગ્ર કરવું. (૨) શ્રુત અને ચારિત્ર ધર્મની ચિંતવનામાં મનને એકાગ્ર કરવું. (૩) આત્મતત્ત્વના સાક્ષાત્કાર માટે થતી પ્રવૃત્તિમાં ચિત્તને એકાગ્ર કરવું, તે ધર્મધ્યાન છે. વડપ્પલોયારે – ચતુષ્પત્યવતાર, ચાર પ્રકારે ચાર-ચાર ભેદ થાય છે. અહીં ધર્મ ધ્યાનના ભેદ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષા, આ ચારેયના ચાર-ચાર ભેદ કર્યા છે. ધર્મ ધ્યાનના ચાર પ્રકાર :- (૧) આજ્ઞાવિચય:- જિનાજ્ઞાની વિચારણા કરવી. જિનેશ્વરની આજ્ઞાને સર્વસ્વ માનીને, તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખીને, તેમાં પ્રતિપાદિત તત્ત્વોનું ચિંતન-મનન કરવું. તેમાં કોઈ પ્રકારનો સંદેહ ન કરવો અને આજ્ઞાની આરાધનામાં જ મનને એકાગ્ર કરવું, તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. (૨) અપાય વિચય :- અપાય-દુઃખ અને તેના કારણની વિચારણા કરવી. રાગ-દ્વેષ, કષાય, મિથ્યાત્વ, અવિરતિ આદિ આશ્રવો અને ક્રિયાઓ દુઃખનું કારણ છે, તેમ જાણીને તેના દુષ્પરિણામોની વિચારણા કરવી તે “અપાય વિચય” ધર્મધ્યાન છે. (૩) વિપાક વિચય - વિપાક-કર્મફળની વિચારણા કરવી. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવળ જ્ઞાન-દર્શન અને અનંત સુખસ્વરૂપ છે. તેમ છતાં કર્માધીન બનીને તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. જીવ પોતાના કર્માનુસાર સંપત્તિ-વિપત્તિ, સંયોગ-વિયોગ, પાપ-પુણ્યજનિત સુખ દુઃખને ભોગવે છે. તે સુખ-દુઃખ પોતાના
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
કરેલા કર્મોનું જ પરિણામ છે. અન્ય કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સુખ-દુઃખનું મુખ્ય કારણ નથી. આ પ્રકારની વિચાર- ધારામાં મનને તલ્લીન બનાવવું તે વિપાક વિચય ધર્મધ્યાન છે.
७०
(૪) સંસ્થાન વિચય :- સંસ્થાન- લોકના આકારની વિચારણા કરવી. જીવના પરિભ્રમણના સ્થાન સ્વરૂપ ચૌદ રાજલોકનો આકાર, પ્રકાર, તેના વિવિધ સ્થાનો– નરક, સ્વર્ગ, દ્વીપ, સમુદ્ર, દેવલોક આદિની વિચારણા, તેમાં જીવની ગતિ-આગતિ, તે તે સ્થાનમાં પરિભ્રમણના કારણભૂત કર્મબંધ, તેના કારણો વગેરેની વિચારણા કરવી તે, તેમજ લોકમાં રહેલા જીવ, પુદ્ગલ આદિ દ્રવ્યના સ્વરૂપની વિચારણા કરવી તે સર્વ સંસ્થાન વિચય ધર્મધ્યાન છે.
આ ચાર પ્રકારના ધર્મધ્યાન દ્વારા સાધક પરોક્ષ તત્ત્વોને ઊંડાણથી સમજતાં ક્રમશઃ પ્રત્યક્ષની ભૂમિકામાં પહોંચી જાય છે.
ધર્મધ્યાનના ચાર લક્ષણ :– ધર્મધ્યાન ચાર લક્ષણ દ્વારા પ્રગટ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) આશા રુચિ– તેને જિનેશ્વરની આજ્ઞા પર શ્રદ્ધા, ભક્તિ અને આજ્ઞા પાલનની રુચિ હોય. (૨) નિસર્ગ રુચિ— અન્યના ઉપદેશ કે આદેશ વિના, સ્વભાવથી જ જિનકથિત તત્ત્વો પર શ્રદ્ધા હોય. (૩) સૂત્ર રુચિ- સૂત્ર અર્થાત્ આગમના અધ્યયન-અધ્યાપનમાં રુચિ હોય. (૪) અવગાઢ રુચિ-ઉપદેશ રુચિ- આગમનું વાંચન, ચિંતન, મનન કરવાથી, વિસ્તારપૂર્વક જ્ઞાન કરવાથી જિનકથિત તત્ત્વો પર જે શ્રદ્ધા થાય તે અવગાઢ રુચિ છે તેમજ સાધુના ઉપદેશ શ્રવણથી થતી શ્રદ્ધા તે ઉપદેશ રુચિ હોય છે.
તાત્પર્ય એ છે કે તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ જ ધર્મધ્યાનનું મુખ્ય લક્ષણ છે. દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, સ્તુતિ વગેરે કરવા, ગુર્વાદિકનો વિનય કરવો, શ્રુત-ચારિત્રની આરાધના કરવી, વગેરે ધર્મધ્યાનના લક્ષણ છે. તેનાથી ધર્મધ્યાની ઓળખાય છે.
ધર્મધ્યાનના ચાર આલંબન :– વાચના, પુચ્છના, પરિવર્તના અને ધર્મકથા. વાચના, પૃચ્છના આદિ સ્વાધ્યાયના આલંબનથી જ ધર્મધ્યાનમાં પ્રવેશ કરી શકાય છે.
=
ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા :– ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ચિત્તની નિર્મળતા તેમજ અહંકાર અને મમકારનું વિસર્જન આવશ્યક છે. અનુપ્રેક્ષા તથાપ્રકારની સ્થિરતાનું સર્જન કરે છે.
(૧) એકત્વ અનુપ્રેક્ષા– આ સંસારમા હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી. આ રીતે આત્માના એકત્વ ભાવની વિચારણા કરવી તે એકત્વ અનુપ્રેક્ષા છે. એકત્વ અનુપ્રેક્ષા અહંકારનો નાશ કરે છે. (૨) અનિત્ય અનુપ્રેક્ષા- આ સંસારના પ્રત્યેક પદાર્થો, પ્રત્યેક સંયોગો, પ્રત્યેક સંબંધો, પ્રત્યેક પરિસ્થિતિ અનિત્ય છે. જેના પર જીવ રાગ-દ્વેષ કરે છે અને જેમાં મૂઢ થાય છે, તે સર્વ નાશવંત છે. આ રીતે અનિત્યપણાની વિચારણા કરવી તે અનિત્ય અનુપ્રેક્ષા છે. આ અનુપ્રેક્ષા મમકારનો નાશ કરે છે. (૩) અશરણ અનુપ્રેક્ષા– જન્મ, જરા, મૃત્યુના ભયથી ભયભીત; વ્યાધિ અને વેદનાથી પીડિત આ સંસારમાં કોઈ કોઈને ત્રાણ શરણરૂપ નથી, કોઈ કોઈને બચાવી શકતું નથી, આ રીતે અસહાયપણાની વિચારણા કરવી તે અશરણ અનુપ્રેક્ષા છે. (૪) સંસારાનુપ્રેક્ષા– સંસારના સંબંધોની વિચિત્રતાની વિચારણા કરવી, મિત્ર મટીને શત્રુ થાય, શત્રુ મટીને મિત્ર થાય, પિતા મરીને પુત્ર થાય, માતા મરીને પુત્રી થાય. ચાર ગતિના પરિભ્રમણમાં આ પ્રકારની વિચિત્રતા ચાલ્યા જ કરે છે, તેની વિચારણા કરવી તે સંસારાનુપ્રેક્ષા છે.
અશરણ અનુપ્રેક્ષા અને સંસાર અનુપ્રેક્ષા જીવને સંસારના સર્વ સંબંધોનું ભાન કરાવી સ્વાવલંબી બનાવે અને આત્મભાવમાં સ્થિર કરે છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧: સમવસરણ
ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીના જીવોમાં ધર્મધ્યાન હોય છે. સાધક આને રૌદ્રધ્યાનથી ઉપરત થઇ, કષાયોની મંદતાપૂર્વક શુભ અધ્યવસાય સાથે પુણ્યના કાર્યો કરે; વ્રત, શીલ, સંયમનું પાલન કરે; તેના માટે ચિંતન કરે, ઇત્યાદિ વિવિધ અનુષ્ઠાન, પ્રવૃત્તિની અપેક્ષાએ ધર્મધ્યાન છે. તે અનુષ્ઠાનોમાં જેટલો સમય ચિત્ત એકાગ્ર રહે તેટલો સમય ધ્યાન રૂપ થાય છે. શેષ સમય ધર્મધ્યાન માટેની ક્રિયા છે, આલંબન રૂપ છે. શલધ્યાન ઃ–
૭૧
શુક્લધ્યાનના સ્વરૂપની સ્પષ્ટતા માટે તેની ભિન્ન ભિન્ન પ્રકારે વ્યાખ્યા કરવામાં આવે છે– (૧) જે શોકને નષ્ટ કરે તે શુક્લ ઘ્યાન. (૨) પરાવલંબન રહિત શુક્લ અર્થાત્ નિર્મલ આત્મ સ્વરૂપનું તન્મયતાપૂર્વક ચિંતન કરવું, તે શુક્લ ધ્યાન, (૩) જે ધ્યાન કર્મમળને દૂર કરીને આત્માને શુક્લ-ઉજ્જવળ બનાવે, તે શુક્લ ધ્યાન, (૪) જે ધ્યાનમાં આત્માને પદાર્થોનો સંબંધ હોવા છતાં પણ, વૈરાગ્ય બળથી ચિત્ત અંતરમુખી બની જાય, શરીરનું છેદન-ભેદન થવા છતાં પણ ચિત્તની સ્થિરતા અખંડ રહે, તે શુક્લ ધ્યાન, (૫) પૂર્વગત શ્રુતના આધારે મનની અત્યંત સ્થિરતા અથવા યોગનો નિરોધ, તે શુક્લ ધ્યાન. તેના ચાર પ્રકાર છે
ધર્મધ્યાનની એકાગ્રતા અને શુદ્ધિની વૃદ્ધિ થતાં સાધક સાતમા અપ્રમત્ત ગુણસ્થાનની પરિણામ દશાને પાર કરી આઠમા ગુન્નસ્થાનમાં પ્રવેશ કરતાં શુક્લ ધ્યાનને પામે છે અર્થાત્ ધર્મધ્યાનના પરિણામ વૃહિંગત થતાં શુક્લ ધ્યાનરૂપે પરિણત થાય છે.
અપ્રમત સંયત જીવ મોહનીય કર્મનું ઉપશમન અથવા ક્ષય કરવા ઉદ્યત થાય અને પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધિથી પ્રવર્ધમાન પરિણામવાળો બને, ત્યારે તે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. શુક્લ ધ્યાનનું સ્વરૂપ તેના ચાર ભેદોના(ચાર પાયાના) માધ્યમથી સમજી શકાય છે.
(૧) પૃર્ત્ય વિતર્ક સવિચાર શુક્લધ્યાન ઃ– વિતર્ક - ભાવદ્યુતના આધારે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન કરવું. સવિચાર = અર્થ, વ્યંજન અને યોગનું પરિવર્તન.
ધ્યાનસ્થ સાધુ કોઈ એક દ્રવ્યનું ચિંતન કરતાં-કરતાં કોઈ એક ગુણનું ચિંતન કરે અને તે ચિંતન કરતાં કરતાં જ તેની કોઈ એક પર્યાયનું ચિંતન કરવા લાગે; આ રીતે એક દ્રવ્યના પૃથક પૃથક્ ચિંતનને ‘ પૃથવિતર્ક કહે છે. તે સાધક શબ્દથી અર્થમાં અને અર્થથી શબ્દના ચિંતનમાં સંક્રમણ કરે અને મનોયોગથી વચનયોગનું, વચનયોગથી કાયયોગનું આલંબન લે છે, તેથી તે ધ્યાન ‘સવિચાર’ કહેવાય છે. આ રીતે વિતર્ક અને વિચારના પરિવર્તન અને સંક્રમણની વિભિન્નતાના કારણે આ ધ્યાનને પૃથ વિતર્ક સવિચાર કહે છે. આ પ્રકારનું ધ્યાન આઠમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી રહે છે. ઉપશમ શ્રેણી અને ક્ષેપક શ્રેણી બંને શ્રેણીમાં આ પ્રકારનું શુક્લ ધ્યાન રહે છે.
(૨) એકત્વ વિતર્ક અવિચાર શુક્લધ્યાન :- ક્ષેપક શ્રેણીસ્થ સાધક મોહનીયકર્મનો ક્ષય કરી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં સાધકની મનોવૃત્તિ એટલી સ્થિર થઈ જાય છે કે તેના દ્રવ્ય, ગુણ, પર્યાયના ચિંતનમાં પરિવર્તન થતું નથી કે અર્થ, વ્યંજન અને યોગોનું સંક્રમણ પણ થતું નથી. તે સાધક દ્રવ્ય, ગુણ અને પર્યાયમાંથી કોઈ પણ એકના ગંભીર અને સૂક્ષ્મ ચિંતનમાં સંલગ્ન રહે છે. તેનું ચિંતન કોઈ એક અર્થમાં કે શબ્દમાં અથવા એક યોગના આલંબને થતું હોય છે, ત્યારે તે એકાગ્રતાની ચરમ સીમાએ પહોંચી જાય છે અને બારમા ગુણસ્થાનના અંતે શુક્લધ્યાનના બીજા પાયામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય
Page #124
--------------------------------------------------------------------------
________________
૭ ૨ |
શ્રી વિવાઈસૂત્ર
અને અંતરાય કર્મની સર્વ પ્રકૃતિઓનો પૂર્ણતઃ ક્ષય કરી અનંત જ્ઞાન, દર્શન પ્રગટ કરી તેમાં ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકને ધ્યાન તપની આવશ્યકતા રહેતી નથી. સર્વજ્ઞ સર્વદર્શી તે કેવળી ભગવાન ધ્યાનાંતરિત ધ્યાનમુક્ત અવસ્થામાં, અવસ્થિત પરિણામમાં રહે છે. (૩) સૂમક્રિયા અપ્રતિપાત શુક્લધ્યાન - તેરમાં ગુણસ્થાનવર્તી સયોગી કેવળીનું આયુષ્ય અંતર્મુહૂર્તનું શેષ રહે, ત્યારે કેવળી ભગવાન સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનમાં સ્થિત થાય છે. તેમાં યોગ નિરોધની પ્રક્રિયા થાય છે. યોગ નિરોધ પછી શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયાઓ શેષ રહે છે. જે ધ્યાનમાં સૂક્ષ્મક્રિયાઓ જ શેષ રહે અને જ્યાંથી પતન થવાનું નથી, તે ધ્યાનને સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ કહે છે. (૪) સમુચ્છિન્ન કિયા અનિવૃત્તિ શુક્લધ્યાન :- આ શુક્લ ધ્યાનનું ચોથું ચરણ છે. તેમાં ગુણસ્થાને યોગનિરોધ થયા પછી તે સાધક ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. તે અયોગી અવસ્થામાં સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામનું શુક્લ ધ્યાન હોય છે. તે અવસ્થામાં પ્રવેશ કરતાં સાધક અઘાતી કર્મોની શેષ રહેલી ૮૫ પ્રકૃતિઓની પ્રતિસમય અસંખ્યાત ગુણિતક્રમથી નિર્જરા કરે છે અને અંતિમ સમયે કર્મલેપથી સર્વથા વિમુક્ત થઈ સિદ્ધ થઈ સિદ્ધાલયમાં બિરાજે છે. શુક્લધ્યાનના ચોથા ભેદથી યોગક્રિયા સમુચ્છિન્ન = સર્વથા વિનષ્ટ થઈ જાય છે અને ત્યાંથી પાછા ફરતા નથી. તેથી તેનું સાર્થક નામ “સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ છે. શુક્લધ્યાનના ચાર લક્ષણ :- ૧. અવ્યથા- વ્યથાનો અભાવ; ૨. અસમ્મોહ– પદાર્થ વિષયક સૂક્ષ્મ મૂઢતાનો અભાવ; ૩. વિવેક- શરીર અને આત્માના ભેદનું જ્ઞાન અને ૪. વ્યુત્સર્ગ– શરીર અને ઉપધિ પર અનાસક્તિ ભાવ. શુક્લધ્યાનના ચાર આલંબન - ક્ષમા, મુક્તિ (નિર્લોભતા), મૃદુતા અને ઋજુતા. શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષાઃ - (૧) અનંતવૃત્તિતા અનુપ્રેક્ષા– અનંત સંસાર પરંપરાનું ચિંતન (૨) વિપરિણામ અનુપ્રેક્ષા- વસ્તુઓના વિવિધ પરિણામો ઉપર ચિંતન (૩) અશુભ અનુપ્રેક્ષા- પદાર્થોની અશુભતાનું ચિંતન અને (૪) અપાય અનુપ્રેક્ષા– અપાયો-દોષોનું ચિંતન. આ પ્રકારના આત્માનુલક્ષી ચિંતનથી સંવેગભાવ આદિની વૃદ્ધિ થતાં આત્મા ઉચ્ચ, ઉચ્ચતર, ઉચ્ચતમ પરિણામોને પ્રાપ્ત કરે છે.
આ રીતે ચારે ધ્યાનનું સ્વરૂપ યથાર્થ રીતે જાણીને, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો સર્વથા ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં સ્થિત થવું તે જ આત્યંતર ધ્યાન તપ છે.
ધર્મધ્યાનથી આત્માની બહિર્મુખી ચિત્તવૃત્તિ અંતર્મુખી બની જાય છે અને શુક્લધ્યાનથી આત્મા આત્મભાવોમાં સ્થિત થતો જાય છે. તેથી કર્મબંધ અટકી જાય અને પૂર્વકૃત કર્મોની નિર્જરા થાય છે. આ રીતે ધ્યાન તપ દ્વારા આત્મા કર્મક્ષયની સાધનામાં સફળ થઈ મુક્તિ પ્રાપ્ત કરે છે. આવ્યંતર તપઃ વ્યુત્સર્ગ -
७१ से किं तं विउस्सग्गे ? विउस्सग्गे दुविहे पण्णत्ते, तं जहा- दव्वविउस्सग्गे, भावविउस्सग्गे य । ભાવાર્થ -પ્રશ્ન- વ્યુત્સર્ગતપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-વ્યત્સર્ગતપના બે ભેદ છે. (૧) દ્રવ્યવ્યત્સર્ગ, (૨) ભાવ-બુત્સર્ગ. ७२ से किं तंदव्वविउस्सग्गे?दव्वविउस्सग्गे चठविहे पण्णत्ते, तंजहा- सरीरविउस्सग्गे,
Page #125
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧: સમવસરણ
૭૩
गणविउस्सग्गे, उवहिविउस्सग्गे, भत्तपाणविउस्सग्गे । से तं दव्वविउस्सग्गे । ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્ય વ્યુત્સર્ગનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દ્રવ્ય વ્યુત્સર્ગના ચાર ભેદ છે. તે આ પ્રમાણે છે– (૧) શરી૨ વ્યુત્સર્ગ– દેહ તથા દેહ સંબંધની મમતા અથવા આસક્તિનો ત્યાગ કરવો. (૨) ગણ વ્યુત્સર્ગ– ગણ અને ગણના મમત્વનો ત્યાગ કરી જિનકલ્પનો સ્વીકાર કરવો અથવા એકાકીપણે આત્મસાધના કરવી. (૩) ઉપધિ વ્યુત્સર્ગ– સંયમ જીવનના ઉપયોગી ઉપકરણોનો અને તેની મમતાનો ત્યાગ કરવો અને તેને મોહક તથા આકર્ષક બનાવવાના હેતુથી પ્રયુક્ત થતાં સાધનોનો ત્યાગ કરવો. (૪) ભક્ત-પાન-વ્યુત્સર્ગ– આહાર-પાણી તથા તેની આસક્તિ, લોલુપતા વગેરેનો ત્યાગ.
७३ से किं तं भावविउस्सग्गे ? भावविउस्सग्गे तिविहे पण्णत्ते, तं जहाकसायविउस्सग्गे, संसारविउस्सग्गे, कम्मविउस्सग्गे ।
ભાવાર્થ:- પ્રશ્ન– ભાવ વ્યુત્સર્ગનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– ભાવ વ્યુત્સર્ગના ત્રણ ભેદ છે– (૧) કષાય વ્યુત્સર્ગ, (૨) સંસાર વ્યુત્સર્ગ, (૩) કર્મ વ્યુત્સર્ગ.
७४ से किं तं कसायविउस्सग्गे ? कसायविउस्सग्गे चउव्विहे पण्णत्ते, तं जहाकोहकसायविउस्सग्गे, माणकसायविउस्सग्गे, मायाकसायविउस्सग्गे, लोहकसायविउस्सग्गे । तं सायविसग्गे ।
ભાવાર્થ :- પ્રશ્ન- કષાય વ્યુત્સર્ગનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– કષાય વ્યુત્સર્ગના ચાર ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ વ્યુત્સર્ગ–ક્રોધનો ત્યાગ. (૨) માન વ્યુત્સર્ગ–અહંકારનો ત્યાગ. (૩) માયા વ્યુત્સર્ગ-છળકપટનો ત્યાગ. (૪) લોભ વ્યુત્સર્ગ–લાલચનો ત્યાગ. આ કષાય વ્યુત્સર્ગનું સ્વરૂપ છે.
७५ से किं तं संसारविउस्सग्गे ? संसारविउस्सग्गे चउव्विहे पण्णत्ते, तं जहाખેરય- સંસાર-વિસ્સળે, તિથિ-સંસાર-વિસ્સળે, મનુવ-સંસાર-વિસ્સો, દેવसंसार - विउस्सग्गे । से तं संसारविउस्सग्गे ।
ભાવાર્થ :- પ્રશ્ન- સંસાર વ્યુત્સર્ગનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સંસાર વ્યુત્સર્ગના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) નૈરયિક સંસાર વ્યુત્સર્ગનરક ગતિને યોગ્ય કર્મબંધનો ત્યાગ. (૨) તિર્યંચ સંસાર વ્યુત્સર્ગ– તિર્યંચ ગતિને યોગ્ય કર્મબંધનો ત્યાગ. (૩) મનુષ્ય સંસાર વ્યુત્સર્ગ– મનુષ્યગતિને યોગ્ય કર્મબંધનો ત્યાગ. (૪) દેવ સંસારવ્યુત્સર્ગ– દેવગતિને યોગ્ય કર્મબંધનો ત્યાગ. આ સંસાર વ્યુત્સર્ગનું સ્વરૂપ છે.
७६ से किं तं कम्मविउस्सग्गे ? कम्मविउस्सग्गे अट्ठविहे पण्णत्ते, तं जहा - णाणावर णिज्ज - कम्म - विउस्सग्गे दरिसणावरणिज्ज-कम्म-विउस्सग्गे वेयणिज्जकम्मविउस्सग्गे मोहणिज्जकम्म-विउस्सग्गे आउयकम्म-विउस्सग्गे णामकम्म- विउस्सग्गे गोयकम्मविउस्सग्गे अंतरायकम्म - विउस्सग्गे । से तं कम्मविउस्सग्गे, से तं भावविउस्सग्गे ।
Page #126
--------------------------------------------------------------------------
________________
૭૪
ભાવાર્થ :- પ્રશ્ન- કર્મ વ્યુત્સર્ગનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- કર્મ વ્યુત્સર્ગના આઠ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનાવરણીય કર્મ વ્યુત્સર્ગઆત્માના જ્ઞાન ગુણને આવરણ કરનારા કર્મબંધના કારણોનો ત્યાગ. (૨) દર્શનાવરણીય કર્મ વ્યુત્સર્ગ– આત્માના દર્શન ગુણને આવરણ કરનારા કર્મબંધના કારણોનો ત્યાગ. (૩) વેદનીય કર્મ વ્યુત્સર્ગ–શાતા, અશાતા, સુખ-દુખરૂપ વેદનાના હેતુભૂત કર્મબંધના કારણોનો ત્યાગ. (૪) મોહનીય કર્મ વ્યુત્સર્ગ–આત્માની અનુભૂતિ સ્વભાવરમરૂપ ગુણને આવરણ કરનારા કર્મ બંધના કારણોનો ત્યાગ.
(૫) આયુષ્ય કર્મ વ્યુત્સર્ગ– આત્માને ચાર ગતિમાંથી કોઈ પણ ભવમાં રોકી રાખનારા આયુષ્ય કર્મના કારણોનો ત્યાગ. (૬) નામ કર્મ વ્યુત્સર્ગ-આત્માના અમૂર્તત્વ ગુણાના આવરણરૂપ કર્મ બંધના કારણોનો ત્યાગ. (૭) ગોત્ર કર્મ વ્યુત્સર્ગ–આત્માના અગુરુલઘુત્વ(ભારે નહીં હલકો નહીં) રૂપ ગુણના આવરણ રૂપ કર્મબંધના કારણોનો ત્યાગ. (૮) અંતરાય કર્મ વ્યુત્સર્ગ-આત્માની અનંત શક્તિના આવરણભૂત કર્મબંધના કારણોનો ત્યાગ. આ કર્મ વ્યુત્સર્ગ છે. આ ભાવ વ્યુત્સર્ગ તપનું સ્વરૂપ છે. વિવેચન :
ક્ષેત્ર, વસ્તુ, શરીર, ઉપધિ, ગણ, ભક્તપાન વગેરે બાહ્ય પદાર્થો તથા કષાય આદિ અંતરંગ વૈભાવિક પરિણામોનો ત્યાગ કરી આત્મસ્વરૂપમાં લીન થવું તે વ્યુત્સર્ગ તપ છે.
સમસ્ત કર્મ અને કર્મજન્ય ભાવોનો સંપૂર્ણ ત્યાગ કરી શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે જ સર્વ સાધકોનું એકમાત્ર લક્ષ્ય હોય છે. આ લક્ષ્યની સિદ્ધિ માટે સાધક વિવિધ પ્રકારે ત્યાગવૃત્તિને દઢતમ બનાવે છે. પહેલાં બાહ્ય પદાર્થોનો અને સ્થૂલ રાગદ્વેષાદિ ભાવોનો ત્યાગ કરે, ત્યાર પછી ક્રમશઃ રાગ-દ્વેષાદિ આંતરિક સૂક્ષ્મ, સૂક્ષ્મતમ ભાવોનો ત્યાગ કરે છે. વ્યુત્સર્ગના દ્રવ્ય અને ભાવરૂપ બે ભેદ અને તેના પ્રભેદો ભાવાર્થથી સ્પષ્ટ છે.
આત્યંતર તપના ભેદ-પ્રભેદ :
પ્રાયશ્ચિત્ત
૧ આલોચનાર્હ
૨ પ્રતિક્રમણાર્હ
ૐ તપાસે.
૪ વિવેકાર્ડ
૫ વ્યુત્સર્ગાહ
5 તપાઈ
૭ છેદાહ
૮ મુલા
૯ અનવસ્થાપ્યાર્હ ૧૦ પારચિતાર્હ પ્રાયશ્ચિત્ત દેનારના
વિનય
૧ શાન વિન[૫]
૨ દર્શન વિનાય [૨]
| રાધા વિનય (૧૦)
વૈયાવૃત્ય | સ્વાધ્યાય
૧ આચાર્ય
૨ ઉપાધ્યાય
૩ સ્થવિર
૪ તપસ્વી
અનાશાતના વિનય–૪૫
ૐ ચારિત્ર વિનય [૫]
૪, મન વિનય [૨]
પ્રશસ્ત મન વિનય(૧૦) અપ્રશસ્ત મન વિનય(૧૦) ૫ વચન વિનય [૨] પ્રશસ્ત વચનવિનય(૧૦)
૧૦સાધર્મિક અપ્રશસ્ત વચન વિનય(૧૦) ની વૈયાવૃત્ય
૫ ગ્લાન
શૈક્ષ
૭ કુલ
| ૮ ગણ
૯ સંઘ
શ્રી ઉવવાઈ સૂત્ર
ધ્યાન આર્તધ્યાન-ટ મા.
૧ વાચના
૧ પૃચ્છના
૩ પરિવર્તના | ૪ લક્ષણ
૪ અનુપૈયા | રૌદ્રધ્યાન-ટ
૫ ધર્મકથા
મો.
૪ લક્ષણ
ધર્મધ્યાન=૧૪
૪ ભેદ
૪ લક્ષણ
૪ આલંબન
૪ અનુપ્રેક્ષા
વ્યુત્સર્ગ
૧ વ્યવ્યુાર્ગ(૪)
ગણવ્યુત્સર્ગ શરીર ટ્યુન્સર્ગ વિ ાન્તર્ગ ભક્તપાનવ્યુત્સર્ગ ભાવ વ્યુત્સર્ગ(૩)
કપાય ગુગ(૪)
સંસાર હ્યુગ(૪) કર્મ વ્યુત્સર્ગ (૮)
Page #127
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧: સમવસરણ
પ્રાયશ્ચિત્ત
૧૦ ગુણ, પ્રાયશ્ચિત્ત લેનારના
૧૦ ગુણ, આલોચનાના—
૧૦દોષ,
દોષસેવનના
૧૦ કારણ
કુલ ૫૦ ભેદ
વિનય
|૬ કાય વિનય [૨]
પ્રશસ્ત કાય વિનય (૭) અપ્રશસ્તકાય વિનય (૭)
૭ લોકોપચાર વિનય[૧]
વૈયાવૃત્ય સ્વાધ્યાય
કરવી
મુળભેદ-૭, ઉત્તરભેદ-૧૯, ૧૦ ભેદ
પ્રભેદ-૧૦૯
૫ ભેદ
ધ્યાન
શુક્લધ્યાન–૧૬
૪ ભેદ
૪ લક્ષણ
૪ આલંબન
૪ અનુપ્રેક્ષા
૪ ભેદ
૪૮ પ્રભેદ
૭૫
વ્યુત્સર્ગ
મુળભેદ-૨ |ઉત્તરભેદ-૭ પ્રભેદ-૨૦
નોંધ : વિનયના ભેદમાં ડાર્ક સંખ્યા(૭-૧૯)ભેદ- ઉત્તરભેદ રૂપ છે, લાઈટ સંખ્યા(૧૦૯)પ્રભેદરૂપ છે.
અણગારોની સ્વાધ્યાય સાધના :
७७ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे अणगारा भगवंतो अप्पेगइया आयारधरा, सूयगडधरा, ठाणधरा, समवायधरा, वियाहपण्णत्तिधरा, णायधम्म कहाधरा, उवासगदसाधरा, अंतगडदसाधरा, अणुत्तरोववाइयदसाधरा, पण्हवागरणधरा, विवागसुयधरा । तत्थ तत्थ तहिं तहिं देसे देसे गच्छागच्छ गुम्मागुम्मि फड्डाफड्डि; अप्पेगइया वायंति, अप्पेगइया पडिपुच्छंति, अप्पेगइया परियट्टंति, अप्पेगइया अणुप्पेहंति, अप्पेगइया अक्खेवणीओ, विक्खेवणीओ, संवेयणीओ, णिव्वेयणीओ बहुविहाओ कहाओ कहंति, अप्पेगइया उडुंजाणू अहोसिरा, झाणकोट्ठोवगया संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरंति ।
ભાવાર્થ :- તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીમાં પધાર્યા ત્યારે તેમની સાથે તેમના અનેક અંતેવાસી શ્રમણો હતા. તેમાંથી કેટલાક શ્રમણો આચારાંગસૂત્ર, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતગડ, અનુત્તરૌપપાતિક, પ્રશ્નવ્યાકરણ તથા વિપાક સૂત્રના ધારક હતા.
તે શ્રમણો તે તે ઉદ્યાનના જુદા જુદા વિભાગમાં બેઠા હતા. કેટલાક સાધુઓ એક એક ગચ્છમાં– વિશાળ સમૂહમાં વિભક્ત થઈને, કેટલાક સાધુઓ નાના-નાના ઝુંડમાં વિભક્ત થઈને, કેટલાક છૂટા છવાયા– બે-ત્રણ સાધુઓના સમૂહમાં વિભક્ત થઈને બિરાજમાન હતા. તેમાંથી કેટલાક આગમોની વાચના આપતા હતા. તો કેટલાક શંકાનું સમાધાન કરવા પ્રશ્ન પૂછતા હતા. કેટલાક પોતે ભણેલા પાઠોનું પુનરાવર્તન કરતા હતા. કેટલાક અનુપ્રેક્ષા—ચિંતન, મનન કરતા હતા. કેટલાક શ્રમણો જીવને મોક્ષમાર્ગની સન્મુખ કરે તેવી આક્ષેપણી કથા, કેટલાક સંસારમાર્ગથી વિમુખ કરે તેવી વિક્ષેપણી કથા, કેટલાક મોક્ષ માટે તીવ્ર અભિલાષા જાગૃત કરે તેવી સંવેદની કથા, કેટલાક વિષયોથી વિરક્ત કરે તેવી નિર્વેદની કથા કરતા હતા. આ રીતે તે શ્રમણો વિવિધ પ્રકારની ધર્મકથાઓ કરતા હતા. તેમાંથી કેટલાક પોતાના બંને ઘૂંટણોને ઊંચા રાખીને, મસ્તક
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
નીચે રાખીને વિશેષ આસનમાં અવસ્થિત બનીને ધ્યાનરૂપી કોઠામાં પ્રવેશ કરતા હતા. અર્થાત્ તે નિરંતર ધ્યાન રત રહેતા હતા. આ રીતે તે અણગારો સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા હતા. સંસાર અને સંયમનું સ્વરૂપ ઃ
७८ संसारभउव्विग्गा, भीया, जम्मण-जर-मरण-करण- गम्भीर- दुक्ख- पक्खुब्भिय- पउरसलिलं, संजोग-विओग-वीचिचिंतापसंगपसरिय-वह- बंध-महल्लविउल- कल्लोल-कलुणविलविय-लोभकलकलंतम्बोलबहुलं अवमाणण फेण-तिव्व- खिंसणपुलंपुलप्पभूय रोग-वेयणपरिभव-विणिवाय- फरुसधरिसणा-समावडिय - कढिणकम्म-पत्थर-तरंग- रंगत- णिच्च-मच्चु भयतोयपटुं । कसाय-पायालसंकुलं, भवसयसहस्सकलुसं-जल-संचयं, पइभयं, अपरिमिय महिच्छ कलुसमझ- वाउवेग- उद्धम्ममाण-दगरय-रयंधयार- वरफेण- पउर-आसापिवास-धवलं, मोहमहावत्त- भोग-भममाण गुप्पमाणुच्छलंत पच्चोणिवयंत्त- पाणिय- पमाय चंडबहुदुट्ठ-सावय समाहयुद्धायमाणपब्भार- घोरकंदिय महारवरवंत भेरवरवं ।
95
अण्णाण-भमंतमच्छपरिहत्थ- अणिहुतिंदिय-महामगर- तुरिय-चरिय- खोखुब्भमाणणच्चंत-चवल-चंचल-चलंत-धुम्मंत-जलसमूहं, अरइ-भय-विसाय- सोग-मिच्छत्त सेल- संकडं, अणाइसंताणकम्मबंधण- किलेस चिक्खिल्ल- सुदुत्तारं, अमर-णर- तिरिय- णरय- गइगमणकुडिलपरियत्तविउलवेलं, चउरंत, महंतमणवयग्गं, रुद्द संसारसागरं भीमं दरिसणिज्जं तरंति ।
धिइ धणिय णिप्पकंपेण तुरियचवलं संवर-वेरग्ग-तुंगकूवय सुसंपउत्तेणं, णाण-सिय विमलमूसिएणं सम्मत्तविसुद्ध लद्धणिज्जामरणं धीरा संजम पोएण सीलकलिया पसत्थज्झाणतववाय-पणोल्लिय-पहाविएणं उज्जम ववसाय-ग्गहिय- णिज्जरण-जयण-उवओग-णाणदंसण[चरित्त] विसुद्धवय [वर] भंडभरियसारा, जिणवर वयणोवदिट्ठ मग्गेण अकुडिलेण सिद्धिमहापट्टणाभिमुहा समणवर सत्थवाहा सुसुइ-सुसंभास सुपण्ह- सासा गामे गामे एगरायं,
गरे गरे पंचरायं दूइज्जता, जिइंदिया, णिब्भया, गयभया सचिताचित्त मीसिएस दव्वेसु विरागयं गया, संचयाओ विरया, मुत्ता, लहुया, णिरवकंखा साहू । णिहुया चरंति धम्मं । ભાવાર્થ :- તે અણગારો સંસારના ભયથી ઉદ્વિગ્ન અને સંસારભીરુ હતા.
સંસાર એક સમુદ્ર છે. તે સંસાર સમુદ્ર જન્મ, જરા અને મરણના ઘોર દુઃખરૂપી જળથી ભરપૂર ભરેલો છે. તેમાં સંયોગ અને વિયોગની લહેરો ઉત્પન્ન થાય છે, ચિંતિત પ્રસંગોની લહેરો દૂર સુદૂર સુધી ફેલાતી રહે છે, વધ બંધનના મોટા મોજાઓ ઊછળી રહ્યા છે, કરુણ વિલાપથી અને લોભથી ઉત્પન્ન થયેલા આક્રોશ વચનોના ઘૂઘવાટા સંભળાય છે, અપમાન રૂપ ફીણનો પુંજ છે; તીવ્ર નિંદા, નિરંતર થતી રોગની વેદના, અનાદર, વિનિપાત-વિનાશ, નિષ્ઠુર વચનોથી થતી નિર્ભત્સના અને ઉદયમાં આવેલા જ્ઞાનાવરણીય આદિ કઠોર કર્મોરૂપી ખડકો છે; તેની સાથે જલતરંગો અથડાવાથી આધિ-વ્યાધિ રૂપ મોજાઓ ઉત્પન્ન થતા રહે છે. અવથંભાવી એવા મૃત્યુનો ભય જલની ઉપરી સપાટી છે.
તે સંસાર સમુદ્રમાં કષાયરૂપ પાતાળ કળશો છે, તેમાં લાખો ભવોની પરંપરારૂપી કલુષિત-મલિન
Page #129
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
જળ ભરેલું છે, તે મહાભયાનક છે. અપરિમિત ઇચ્છાઓથી કલુષિત થયેલી મનુષ્યોની જે બુદ્ધિ છે, તે જાણે વાયુના વેગથી ઉડતા જલકણો છે અને તેનાથી તે સાગર અંધકારમય બની ગયો છે, અપ્રાપ્ત પદાર્થોને પ્રાપ્ત કરવાની આશા અને ધનાદિની તીવ્ર લાલસા રૂપ પ્રચુર ફીણથી તે ધવલ લાગે છે, મોહરૂપ મહા આવર્તમાં ભોગરૂપી વમળો ઊઠે છે. તેનું જલ વેગપૂર્વક ઉછળે છે, ઉછળીને નીચે પડે છે, તેમાં પ્રમાદરૂપી અત્યંત ક્રોધી અને દુષ્ટ સ્વભાવવાળા હિંસક જીવો છે. તે હિંસકજીવો દ્વારા આઘાત પામીને સંસારી જીવોનો સમૂહ ચારેબાજુ નાસભાગ કરે છે અને તેના ભયંકર આક્રંદના મહાભીષણ પડઘાઓ ચારે બાજુ સંભળાય છે.
- તેમાં અજ્ઞાનરૂપી મત્સ્ય અને પરિહસ્ત-જલજંતુ વિશેષ, ચારે બાજુ ફરી રહ્યા છે; અનુપશાંત ઇન્દ્રિયોરૂપી વિકરાળ મગરોની ચંચળ ચેષ્ટાઓથી તે જલસમૂહ ખળભળી રહ્યો છે; અત્યંત ઉછળતો તે જળ સમૂહ જાણે નૃત્ય કરતો હોય, વીજળી વેગે ચક્રની જેમ ફરી રહ્યો હોય તેવું લાગે છે. અરતિ, ભય, વિષાદ, શોક, મિથ્યાત્વ રૂપ પર્વતોથી આ સંસાર સમુદ્ર અત્યંત વિકટ બની ગયો છે. અનાદિકાલીન પરંપરાથી બંધાઈ રહેલા કર્મબંધનો અને તજ્જન્ય રાગાદિ પરિણામ રૂપ ચીકણા કાદવથી તે દુસ્તર બની ગયો છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિ, તે ચાર ગતિમાં જીવનું જે પરિભ્રમણ છે, તે તેના વક્ર અને પરિવર્ધિત, વિશાળ વેલા-કિનારા છે. તે ચાર ગતિ રૂપ ચાર દિશાઓના ચાર વિભાગમાં વિભક્ત છે. તે સંસાર સાગર વિશાળ, પાર પામી ન શકાય તેવો અને વિકરાળ છે. જેને જોતાં જ ભય ઉત્પન્ન થાય તેવો છે. તે સંસાર સમુદ્રને સંયમરૂપ નાવથી જ પાર પામી શકાય છે, તરી શકાય છે.
તે નાવ ધૈર્યરૂપ દોરડાના બંધનથી સુદઢપણે બાંધેલી હોવાથી નિપ્રકંપ છે, તેની ગતિ અત્યંત વેગવાળી છે. તેની મધ્યમાં સંવર અને વૈરાગ્ય ભાવરૂપ એક ઊંચો કૂપકતંભ રાખેલો છે. તે સ્તંભ ઉપર જ્ઞાનરૂપી શ્વેત, નિર્મળ સઢ તાણેલો છે. વિશુદ્ધ સમ્યકત્વ રૂપ તેના નિર્ધામક–સુકાની છે.
અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનાર ધીર સાધકો પ્રશસ્ત ધ્યાન અને તપ રૂ૫ વાયુથી પ્રેરિત થતી તે સંયમ રૂપ નાવને આગળ વધારે છે. તેમાં પ્રમાદના પરિત્યાગ રૂપ ઉધમ અને મોક્ષપ્રાપ્તિના દઢ નિશ્ચય રૂપ વ્યવસાયનું મૂલ્ય ચૂકવીને ખરીદેલી નિર્જરાના ઉપાયભૂત યતના, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિશુદ્ધ મહાવ્રતો રૂપ ભાંડ વગેરે વસ્તુઓ ભરેલી છે. તે નાવ જિનેશ્વરોના ઉપદિષ્ટ માર્ગે– સંયમ માર્ગે સરળતાપૂર્વક આગળ વધતી સિદ્ધગતિરૂપ મહાન બંદરની સન્મુખ જઈ રહી છે, શ્રેષ્ઠ શ્રમણો રૂપ સાર્થવાહો છે.
ભગવાન મહાવીરના તે શ્રમણો વિશિષ્ટ શુદ્ધિસંપન્ન, સુમધુભાષી, કોઈ પણ પ્રશ્નોના યથોચિત શ્રેષ્ઠ ઉત્તર આપનારા, એક માત્ર મોક્ષની જ આશા-ઇચ્છા રાખનારા હતા. તેઓ ગામમાં એક રાત્રિ એટલે એક અઠવાડિયા સુધી અને નગરમાં પાંચ રાત્રિ એટલે ૨૯ દિવસ પર્યત નિવાસ કરતા હતા. તેઓ જિતેન્દ્રિય હતા, તેઓ ભય મોહનીય કર્મના ઉદયનો નિરોધ કરતા હોવાથી નિર્ભય અને ઉદયમાં આવેલા ભય મોહનીયને નિષ્ફળ બનાવતા હોવાથી ભયરહિત હતા; સચેત, અચેત અને મિશ્ર દ્રવ્યોમાં વૈરાગ્યવાન હતા, તે સંચય- સંગ્રહ વૃત્તિથી નિવૃત્ત હતા. લોભ રહિત હોવાથી મુક્ત, સ્વલ્પ ઉપધિના ધારક હોવાથી લાઘવ સંપન્ન, ઈહલોક અને પરલોકના સુખની અભિલાષાથી રહિત, મોક્ષ સાધક, જાતિ આદિ મદથી રહિત હોવાથી નિભૂત-વિનીત, શ્રુત અને ચારિત્રધર્મની આરાધના કરી રહ્યા હતા. અસુરકુમાર દેવો દ્વારા ભગવાનની પર્થપાસના :७९ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे असुरकुमारा देवा अंतियं पाउब्भवित्था-कालमहाणील-सरिसणीलगुलियगवल- अयसि कुसुमप्पगासा,
આપનારા, એક મારમાં પાંચરાત્રિ એટલે કે કોવાથી નિર્ભય અને
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી વિવાઈસૂત્ર
वियसिक्सयपत्तमिव पत्तलणिम्मलईसीसिय रक्ततंब णयणा, गरुलायय उज्जुतुंगणासा, ओयविकसिलप्पवालबिंबफलसण्णिभाहरोहा, पंडुस्ससिसयल विमलणिम्मलसंखगोखीर फेण-दगरय मुणालिया- धवलदंतसेढी, हुयवहणितधोक्तक्ततवणिज्जरत्ततलतालुजीहा, अंजणघण कसिणरुयगरमणिज्जणिद्धकेसा, वामेगकुंडलधरा, अद्दचंदणाणुलित्तगत्ता ।
ईसीसिलिंधपुप्फप्पगासाई असंकिलिट्ठाई सुहुमाई वत्थाई पवरपरिहिया, वयं च पढमं समइक्कंता, बिइयं च असंपत्ता, भद्दे जोव्वणे वट्टमाणा, तलभंग तुडिय पवरभूसण णिम्मलमणिरयणमंडियभुया, दसमुद्दामंडियग्गहत्था, चुलामणिचिंधगया, सुरूवा, महिड्डिया, महज्जुइया, महब्बला, महायसा, महासोक्खा, महाणुभागा,
हारविराइयवच्छा, कडगतुडियर्थभियभुया, अंगयकुंडलमट्ठगंडतल कण्णपीढधारी, विचित्तहत्थाभरणा, विचित्तमालामउलिमउडा, कल्लाणग-पवर वत्थ परिहिया, कल्लाणगपवस्मल्लाणुलेवणा, भासुरबोदी, पलंबवणमालधरा,
दिव्वेणं वण्णेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं रूवेणं, दिव्वेणंफासेणं, दिव्वेणं संघाएणं, दिव्वेणं संठाणेणं, दिव्वाए इड्डीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चीए. दिव्वेणं तेएणं, दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणा, पभासेमाणा समणस्स भगवओ महावीरस्स अंतियं आगम्मागम्म रत्ता, समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेंति, करेत्ता वदति णमसंति, वंदित्ता णमंसित्ता साइं साइं णामगोयाई साविंति णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणा णमंसमाणा अभिमुहा विणएणं पंजलिउडा पज्जुवासंति। ભાવાર્થ :- કાલે. તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઘણા અસુરકુમાર દેવો પ્રગટ થયા. તેમના શરીરનો વર્ણ– કૃષ્ણ મહાનીલમણિ, નીલમણિ, નીલગુટિકા, ભેંસના શીંગડા, અળસીના ફૂલ જેવો કાળો અને દેદીપ્યમાન હતો; નેત્રો— વિકસેલા શતપત્રની જેમ વિકસિત હતા; પમલ- પાંપણો પાતળી, નિર્મળ, કિંચિત્ લાલ અને કિંચિત્ સફેદ હતી; નાસિકા- ગરુડ જેવી લાંબી, સરળ અને ઊંચી હતી; બંને હોઠ– પુષ્ટ શિલાપ્રવાલ, પરવાળા અને બિંબફળ- ચણોઠી જેવા લાલ હતા; દંતશ્રેણી– સફેદ ચંદ્રખંડ, નિર્મળ, ઉજ્જવલ શંખ, ગોક્ષીર-દૂધ, ફીણ, જલકણ અને મૃણાલિકા-કમલ તંતુ સમાન ધવલ હતી; તાલ અને જીભ અગ્નિમાં તપાવેલા અને પછી ધોયેલા અર્થાતુ શુદ્ધ કરેલા સુવર્ણ જેવા લાલ હતા; કેશ કાજલ તથા કાળા વાદળ જેવા કાળા અને ચકમણિ જેવા રમણીય અને સ્નિગ્ધ હતા. તેમણે ડાબા કાનમાં એક કુંડલ પહેર્યું હતું.(દેવો ડાબા કાનમાં એક કુંડળ પહેરે અને જમણા કાનમાં બીજું આભૂષણ પહેરે છે) તેમના આખા શરીરે ભીના ચંદનનો લેપ કરેલો હતો.
તેમણે આછા સફેદ રંગના સિલીન્દ્ર પુષ્પ જેવા પ્રકાશિત, બારીક, દોષરહિત શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા હતા.(મતાન્તરે અસુરકુમારના વસ્ત્રો લાલ રંગના હોય છે.) તેઓ પ્રથમ અવસ્થાનું(બાલ્ય કાલનું) ઉલ્લંઘન કરી ગયા હોય અને બીજી અવસ્થા(પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા)ને પ્રાપ્ત કરી ન હોય, તેવા અભિનવ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેલા હોય, તેવા દેખાતા હતા. તેમની બંને ભુજાઓ તલભંગક નામના આભરણ અને બાજુબંધ રૂ૫ શ્રેષ્ઠ આભૂષણોથી તથા નિર્મળ મણિરત્નોથી શોભતી હતી. હાથનો અગ્રભાગ એટલે
Page #131
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
આંગળીઓ દશ વીંટીઓથી શોભાયમાન હતી, તેઓ ચૂડામણિ ચિહના ધારક, સ્વરૂપવાન, વિમાન અને પરિવાર રૂપ મહાદ્ધિ સંપન્ન, વિશિષ્ટ શરીર અને આભૂષણોની પ્રભા રૂપ મહાદ્યુતિ સંપન્ન, વિશિષ્ટ શક્તિરૂપ બલ સંપન્ન, ચોતરફ ફેલાયેલી કીર્તિથી મહાયશ સંપન્ન, વિશિષ્ટ સુખના સ્વામી હોવાથી મહાસૌખ્ય સંપન્ન અને અચિંત્ય પ્રભાવશાળી હોવાથી મહાભાગ્યવાન હતા.
તેમનું વક્ષ:સ્થળ હારથી શોભાયમાન હતું, ભૂજાઓ કટક–વલય અને બાજુબંધથી શોભિત હતી. તેમણે ગાલ ઉપર ઘસાતા અર્થાત્ ગાલ સુધી પહોંચે તેટલા લાંબા અંગદ, કુંડળને અને વિશિષ્ટ કોટિના અન્ય કર્ણ આભૂષણોને ધારણ કર્યા હતા. તેઓએ વિવિધ પ્રકારના વસ્ત્રો તથા આભરણોને, વિવિધ પ્રકારના પુષ્પોથી ગૂંથેલી માળાઓને ધારણ કરી હતી. તેઓના મસ્તક પર મુગટ શોભી રહ્યા હતા.
તેમનું શરીર કલ્યાણકારી અને કિંમતી વિશિષ્ટ વસ્ત્રો, માળા અને વિલેપનોથી સુસજ્જિત અને વિશિષ્ટ આભાયુક્ત હતું, તેમણે ઘૂંટણ સુધી લટકતી લાંબી વનમાળા કંઠમાં ધારણ કરી હતી.
તે દેવો દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય રૂ૫, દિવ્ય સ્પર્શ, દિવ્ય શરીર, દિવ્ય સંસ્થાન (આકૃતિ), દિવ્ય ઋદ્ધિ, ધૃતિ, શરીરની દીપ્તિ રૂપ પ્રભા, શોભા, રત્નાદિના તેજ, તેજલબ્ધિજન્ય પ્રભાવ અને દિવ્ય વેશ્યા શરીરની દિવ્ય કાંતિ વડે દશે દિશાઓને પ્રકાશિત કરતાં(શોભાવતાં) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવીને, આનંદિત થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર જમણી તરફથી પ્રારંભ કરીને પ્રદક્ષિણાપૂર્વક, બંને હાથને અંજલિબદ્ધ કરીને ભક્તિપૂર્વક વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને પોત-પોતાના નામ-ગોત્રનું કથન કર્યું. ત્યાર પછી ન અતિ નજીક ના અતિ દૂર, સેવા શુશ્રુષા કરતાં, નમસ્કાર કરતાં, ભગવાનની સન્મુખ વિનયપૂર્વક બંને હાથ જોડીને ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા.
८० तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे असुरिंद-वज्जिया भवणवासी देवा अंतियं पाउब्भवित्था-णागपइणो, सुवण्णा, विज्जू, अग्गी दीक्उदही, दिसाकुमारा, पवण, थणिया, भवणवासी; णागफडा-गरुङवइस् पुण्णकलस सीहहय गय मगस्मउङवद्धमाणणिज्जुत्त विचित्तचिंधगया, सुरूवा, महिड्डिया जावपज्जुवासंति। ભાવાર્થ:- તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે અસુરેન્દ્ર તથા અસુરકુમાર દેવોને છોડીને ઘણા(શેષ નવનિકાય) ભવનપતિ દેવો (૧) નાગકુમાર, (૨) સુવર્ણકુમાર, (૩) વિધુતકુમાર, (૪) અગ્નિકુમાર, (૫) દ્વીપકુમાર, (૬) ઉદધિકુમાર, (૭) દિશાકુમાર, (૮) પવનકુમાર તથા (૯) સ્વનિતકુમાર જાતિના (નવનિકાયના) દેવો પ્રગટ થયા. તેઓના મુગટ અનુક્રમે (૧) નાગફેણ, (૨) ગરુડ, (૩) વજ, (૪) પૂર્ણ કળશ, (૫) સિંહ, (૬) અશ્વ, (૭) હાથી, (૮) મગર, (૯) વર્ધમાનક સરાવલાના ચિહ્નોથી ચિતિત હતા. તે દેવો સ્વરૂપવાન, મહાદ્ધિવાન હતા યાવતું ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ભગવાન મહાવીર સ્વામીના સાંનિધ્યમાં પ્રગટ થયેલા ભવનપતિ દેવોની ઋદ્ધિ, ધૃતિ આદિનું નિરૂપણ છે.
સં સિન્નિધપુbપસારું :- તેમના વસ્ત્રો શિલીન્દ્ર પુષ્પ જેવા વર્ણવાળા તથા ધુતિયુક્ત હતા. વૃત્તિકાર શ્રી અભયદેવ સૂરિએ ક્ષત્મિતાનીત્યર્થ તેના વસ્ત્રો કંઈક સફેદ હતા તે પ્રમાણે અર્થ કર્યો છે. વૃત્તિકારે મતાન્તરનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે સુસુ હૈંતિ રd tત મતાન્તરમુમતાન્તરે અસુરકુમારના
Page #132
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
શ્રી વિવાઈસૂત્ર
વસ્ત્રો લાલ હોય છે. પરંપરા અનુસાર અસુરકુમારના વસ્ત્રો લાલ હોય છે. જો તેમના વસ્ત્રો લાલ હોય તો શિલીન્દ્ર પુષ્પની ઉપમા ઘટિત થતી નથી. કેટલાક વિદ્વાનો તેનું સમાધાન આ રીતે કરે છે કે તેમના વસ્ત્રો શિલીન્દ્ર પુષ્પની સમાન કંઈક લાલિમાયુક્ત સફેદ હતા. વમળ :- વર્ધમાનક એટલે કોડીયાનું સંપુટ. સ્વનિતકુમાર જાતિના દેવનું ચિહ્ન વર્ધમાનક છે. દેવોના સૂત્રોક્ત તે ચિન્હો તેઓના મુગુટમાં હોય છે. સૂત્ર ૮રમાં અસુરકુમારનું અને સૂત્ર ૮૩માં શેષ નવનિકાય જાતિના ભવનપતિ દેવોના ચિહ્નોનું કથન છે. નિબે સંયાણM:- દિવ્ય સંઘાત–શરીર રચના. નારકી અને દેવો અસંઘયણી હોય છે અર્થાત્ તેઓને હાડકાની મજબૂતાઈ રૂપ સંઘયણ હોતું નથી. પ્રસ્તુતમાં સંઘાત શબ્દનો અર્થ શરીરની રચના, થાય છે. દેવો દિવ્યશરીર રચનાથી યુક્ત હોય છે. વ્યંતર દેવો દ્વારા પર્યપાસના:८१ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे वाणमंतरा देवा अंतियं પાડmવિસ્થ- પિલાયમૂયા, નરહલા, વિંછાનિંગુલિ મુપફળો, મહાયા, गंधव्वणिकायगणा णिउणगंधव्वगीयरइणो, अणवण्णिय पणवण्णिय इसिवाइयभूयवाइय कंदियमहाकंदियकुहंङपयंगदेवा;
चंचलचवलचित्तकीलणदवप्पिया, गंभीरहसियभणियपीयगीयणच्चणरई, वणमाला मेलमउकुंडलसच्छंदविउव्वियाहरण चारुविभूसणधरा सव्वोउयसुरभिकुसुमसुरइयपलंब सोभंतकंतवियसंतचित्त वणमालरइयवच्छा;
कामगमा, कामरूवधारी, णाणाविह-वण्णराग-वरवत्थचित्तचिल्लय-णियंसणा विविहदेसीणेवच्छगहियवेसा, पमुइयकंदप्पकलहकेली-कोलाहलप्पिया, हासबोलबहुला, अणेगमणिरयण विविहणिज्जुत्तविचित्तचिंधगया, सुरुवा, महिड्डिया जावपज्जुवासंति। ભાવાર્થ:- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે ઘણા વ્યંતર દેવો પ્રગટ થયા. યથા– (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિંન્નર, (૬) ડિંપુરુષ, (૭) ભુજગપતિ અને મહાકાય, આ બે મહોરગ જાતિના દેવોના પર્યાય નામ છે (૮) ગંધર્વ-નિપુણતાપૂર્વક ગાન(નાટક સહિતના ગીત) અને અન્ય ગીતોમાં અનુરક્ત દેવો. (૯) અણપત્રિક, (૧૦) પાણપત્રિક, (૧૧) ઋષિવાદિત, (૧૨) ભૂતવાદિત, (૧૩) કંદિત, (૧૪) મહાજંદિત, (૧૫) કુષ્માંડ અને (૧૬) પયંગદેવ.(અહીં ૧૬ વ્યતર જાતિના દેવોના નામ છે. નામ અનુસાર અર્થ ઘટિત થાય તેવું એકાંતે નથી.)
તે વ્યંતર દેવો અત્યંત ચંચળ ચિત્તવાળા, ક્રિીડાશીલ અને હાસ્ય પ્રિય, અન્ય લોકો તેના હાસ્યનું કારણ જાણી ન શકે તેવા ગંભીર હાસ્ય અને ગંભીર ભાષા બોલનારા હતા, તેમને ગીત અને નૃત્યમાં વિશેષ પ્રીતિ હતી. વૈક્રિયલબ્ધિથી ઇચ્છાનુસાર બનાવેલી વનમાળા-રત્નાદિમય આભરણ વિશેષ, આમેલ- પુષ્પોથી બનાવેલું આભૂષણ, મુગટ, કુંડલ તેમજ અન્ય સોહામણા આભૂષણો ધારણ કરેલા હતા. તેઓના વક્ષઃસ્થલ સર્વ ઋતુઓના સુંદર, સુગંધી પુષ્પોથી બનાવેલી લાંબી, સુંદર, વિવિધ પ્રકારની વનમાળાઓથી શોભિત હતા.
તે દેવો ઇચ્છાનુસાર ગમનાગમન કરતા, ઇચ્છાનુસાર વિવિધ રૂપો ધારણ કરતા, વિવિધ રંગના,
Page #133
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
ચિત્ર-વિચિત્ર પ્રભાવાળા ચમકતા વસ્ત્રોને ધારણ કરતા, વિવિધ દેશના પોષાક પહેરતા હતા. તે દેવોને આમોદ-પ્રમોદ, હાસ્ય-મજાક, ક્લેશ-કલહ અને ક્રીડા-મનોરંજન અને કોલાહલ પ્રિય હતા. તેઓ મજાકમશ્કરીમાં ચતુર હતા.
તે દેવો અનેક મણિરત્નો તથા વિવિધ અને વિચિત્ર ચિહ્નોને ધારણ કરનાર હતા. આ રીતે તે વ્યંતર દેવો સુંદરરૂપવાન અને મહાઋદ્ધિયુક્ત હતા યાવત્ તેવા તે વ્યંતર દેવો ભગવાનની સેવામાં આવ્યા અને પકુંપાસના કરવા લાગ્યા. વિવેચન : - મહાશાય :- વ્યંતર દેવોની અવગાહના ઉત્કૃષ્ટ સાત હાથની જ હોય છે પરંતુ ટીકાકારે– રૂ ૨ વિશેષમવસ્થા વિશેષાશ્રય” “મહાન' વિશેષણ વિશેષ અવસ્થાની અપેક્ષાએ કહેલ છે અર્થાત્ ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ તેમ જણાવ્યું છે. “મહાકાય” તે એક સંજ્ઞાવાચક નામ છે પરંતુ ગુણ નિષ્પન્ન, અર્થસૂચક નામ નથી. જેમ પયંગદેવ આ સંજ્ઞા વાચક નામનો કોઈ અર્થ ઘટિત થતો નથી તેમ મહાકાય નામ જાણવું.
વ્યંતરદેવોના ચિત– વૃત્તિકારે આઠ જાતિના વ્યંતર દેવોના ચિહ્નોને દર્શાવતી એક ગાથા આપી છે. યથા
चिंधाइ कलंबझए सुलस वडे तह य होइ खटुंगे ।
असोए चंपए वा नागे तह तुंबुरी चेव ॥
ભવનપતિ દેવોની ઓળખ માટે તેના મુગટ ઉપર ભિન્ન-ભિન્ન ચિહ્નો હોય છે તે જ રીતે વ્યંતર દેવોની ઓળખ માટે તેઓની પોત-પોતાના વિમાનોની ધ્વજા ઉપર ભિન્ન-ભિન્ન ચિહ્નો હોય છે. જેમ કેકદંબવૃક્ષ, સુલસ નામનું વૃક્ષ વિશેષ, વટવૃક્ષ, ખટ્વાંગ–તાપસનું ઉપકરણ વિશેષ, અશોકવૃક્ષ, ચંપકવૃક્ષ, નાગવૃક્ષ, તુંબરું- ટીમરું વૃક્ષ. ભવનપતિ અને વ્યતરજાતિના દેવોના ચિહ્નો : - ભવનપતિ ચિહ
વ્યંતર
ચિહ અસુરકુમાર
ચૂડામણિ
૧. પિશાચ કદંબવૃક્ષ નાગકુમાર નાગફણ || ૨.
ભૂત
સુલસવૃક્ષ ૩. સુવર્ણકુમાર ગરુડ || ૩. યક્ષ
વટવૃક્ષ વિધુતકુમાર વજ
રાક્ષસ
ખટ્વાંગ અગ્નિકુમાર પૂર્ણકળશ || ૫. કિન્નર
અશોકવૃક્ષ દ્વીપકુમાર
સિંહ | ૬. કિંપુરુષ ચંપકવૃક્ષ ૭. ઉદધિકુમાર અશ્વ || ૭. મહોરગ
નાગવૃક્ષ ૮. દિશાકુમાર | હાથી || ૮. ગંધર્વ
તુબરું વૃક્ષ ૯. પવનકુમાર મગર ૧૦. સ્વનિતકુમાર વર્ધમાનક નોંધઃ- ભવનપતિ દેવોના ચિન્હ આગમમાં મળે છે અને વ્યંતર દેવોના ચિન્હ ઉપરોકત ઉદ્ધત ગાથામાં પ્રાપ્ત થાય છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ |
શ્રી વિવાઈસૂત્ર
જ્યોતિષી દેવો દ્વારા પર્યપાસના:८२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे जोइसिय देवा अंतियं पाउन्भवित्था-विहस्सइचंद-सूर-सुक्क-सणिच्छरा, राहू, धूमकेतु, बुहा, अंगारका, तत्ततवणिज्जकणगवण्णा, जे य गहा जोइसंमिचारं चरंति, केऊ य गइरइया; अट्ठावीसइविहा य णक्खत्तदेवगणा, णाणासंठाणसंठियाओ य पंचवण्णाओ ताराओ ठियलेसा, चारिणो य अविस्साममंडलगई, पत्तेयं णामंकपागडियचिंधमउडा महिड्डिया जावपज्जुवासंति। ભાવાર્થ:- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સાંનિધ્યમાં ઘણા જ્યોતિષી દેવોબૃહસ્પતિ, ચંદ્ર-સૂર્ય, શુક્ર, શનિશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ, મંગળ વગેરે દેવો પ્રગટ થયા. તેમનો વર્ણ તપ્ત તપનીય સુવર્ણ સમાન લાલ હતો. અન્ય પણ જ્યોતિમંડલમાં પરિભ્રમણ કરનારા કેતુ-જલકેતુ આદિ ગ્રહો, અઠ્ઠાવીસ પ્રકારના નક્ષત્ર દેવો તથા વિવિધ આકૃતિવાળા તથા પાંચ વર્ણવાળા અને સ્થિત લેશ્યાવાળા તારા જાતિના દેવો પ્રગટ થયા. તે દેવો નિરંતર ગતિ કરવાના સ્વભાવવાળા હતા. તે પ્રત્યેક દેવોએ પોત-પોતાના નામથી અંકિત પોતાના વિશેષ ચિહ્નથી ચિહ્નિત મુગટ ધારણ કર્યો હતો.(ચન્દ્રદેવના મુગટમાં ચન્દ્રનું ચિહ્ન, સુર્યદેવના મુગટમાં સૂર્યનું ચિહ્ન- તે રીતે સમજવું.) તે દેવો મહાઋદ્ધિવાન હતા યાવત તેઓ આવીને ભગવાનની પર્યુપાસના કરવા લાગ્યા. વૈમાનિક દેવો દ્વારા પર્યપાસના:| ८३ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे वेमाणिया देवा अंतियं पाउब्भवित्था-सोहम्मीसाण-सणंकुमार-माहिद-बंभलंतग- महासुक्क- सहस्साराणयपाणयाराण-अच्चुयवई पहिट्ठा देवा जिणदसणुस्सुया गमणजणियहासा, पालगपुप्फगसोमणस्ससिरिवच्छणंदियावतकामगम पीइगम्मणोगमविमलसव्वओभद्दणामधेज्जेहिं विमाणेहिं ओइण्णा वंदगा जिणिदं मिगमहिसवराहछगलददुस्हयगयवझ्भुयगखग्गउसभंकविडिम पागडियचिंधमउडा पसिढिल वरमउङतिरीडधारी,कुंडलउज्जोवियाणणा,मउड दिक्तसिरया, रत्ताभा, परमपम्हगोरा, सेया, सुभवण्णगंधफासा, उत्तमवेउव्विणो, विविहवत्थगंधमल्लधारी, महिड्डिया महज्जुइया जावपंजलिउडा पज्जुवासंति । ભાવાર્થ - તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમક્ષ ઘણા વૈમાનિક દેવો–સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અય્યત દેવલોકોના અધિપતિ ઇન્દ્રો, અત્યંત પ્રસન્નતાપૂર્વક પ્રગટ થયા. જિનેન્દ્ર પ્રભુના દર્શનની ઉત્કંઠાથી આવેલા, આનંદિત તે બાર દેવલોકના દશ અધિપતિ દેવો, ક્રમશઃ પાલક, પુષ્પક, સોમનસ, શ્રીવત્સ, નંદાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોગમ, વિમલ, તથા સર્વતોભદ્ર નામના પોતપોતાના વિમાનોમાંથી જિનેન્દ્ર ભગવાનને વંદન કરવા માટે ભૂમિ પર ઉતર્યા. તેમના મુગટના વિસ્તીર્ણ ભાગોમાં ક્રમશઃ હરણ, ભેંસ, વરાહ, બકરો, દેડકો, ઘોડો, ઉત્તમ હાથી, સર્પ, ગેંડા, વૃષભના ચિહ્નો હતા. ભગવાનના દર્શનની ઉતાવળથી તેમના પ્રશસ્ત કેશ-વિન્યાસ અને મુગટ શિથિલ-ઢીલા થઈ ગયા હતા. કુંડળોની વિશિષ્ટ આભાથી તેમના મુખ પ્રકાશિત દેખાતા હતા. મસ્તક પરની કેશપંક્તિઓ મુગટની કાંતિથી દેદીપ્યમાન લાગતી હતી અને તેની કાંતિ
Page #135
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
લાલ હતી. તેમના શરીર કમલ તંત જેવા ગૌર વર્ણના અને કાંતિમય હતા. તેઓ શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત ઉત્તમ પ્રકારના ઉત્તરવૈક્રિય શરીરના ધારક હતા. તેમણે વિવિધ પ્રકારના શ્રેષ્ઠ વસ્ત્રો અને સુગંધિત પુષ્પમાળાઓ ધારણ કરેલી હતી. તે દેવો મહદ્ધિક હતા યાવતુ આવીને ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં વૈમાનિક દેવોનું વર્ણન છે.
બાર દેવલોક, નવ લોકાંતિક, ત્રણ કિલ્વીષી, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવોનો સમાવેશ વૈમાનિક જાતિના દેવોમાં થાય છે. તેમાંથી નવ શૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો ઉત્તરકિય શરીર બનાવતા નથી અને પોતાનું સ્થાન છોડી અન્યત્ર જતાં નથી. તેથી સૂત્રોમાં દેવોના આગમન પ્રસંગે બાર દેવલોકના દેવોનું કથન કર્યું છે. નવ લોકાંતિક અને ત્રણ કિલ્વીષી દેવોનો સમાવેશ અપેક્ષાએ બાર દેવલોકના દેવોમાં જ થઈ જાય છે. પાણી પુખ :- બાર દેવલોકના દેવોમાં દશ ઇન્દ્રો હોય છે. આઠ દેવલોક સુધી પ્રત્યેક દેવલોકના એક-એક ઇન્દ્ર અને નવમા-દશમા દેવલોકના એક પ્રાણતેન્દ્ર, તે જ રીતે અગિયારમા-બારમા દેવલોકના એક અચ્યતેન્દ્ર છે. આ રીતે બાર દેવલોકના ૮+૧+ ૧ = ૧૦ ઇન્દ્રો થાય છે. તે દશે ઇન્દ્રો પોત-પોતાના યાન-મુસાફરી માટેના વિમાનો લઈને આવે છે. સૌધર્મેન્દ્રનું પાલક વિમાન, ઇશાનેન્દ્રનું પુષ્પક વિમાન, તે જ રીતે ક્રમશઃ દશ ઇન્દ્રના દશ વિમાન સમજવા.
તે દશે ઇન્દ્રોના મુગટના ક્રમશઃ હરણ, મહિષ આદિ દશ ચિહ્નો હોય છે. વૈમાનિક દેવોના ઈન્દ્ર, વિમાનો અને ચિહ્નો :કમ - દેવલોક | ઇન્દ્ર ઇન્દ્ર | વિમાન
ચિહ સૌધર્મ શક્રેન્દ્ર પાલક
હરણ ઈશાન ઈશાનેન્દ્ર | | પુષ્પક
ભેંસ સનકુમાર સનકુમારે
સોમનસ
વરાહ માહેન્દ્ર
શ્રી વત્સ
બકરો બ્રહ્મ બ્રહ્મલોકેન્દ્ર નંદાવર્ત
દેડકો લાંતક લાંતકેન્દ્ર કામગમ
ઘોડો મહાશુક્ર મહાશુક્રેન્દ્ર
પ્રીતિગમ | | ઉત્તમ હાથી સહસાર, સહસારેન્દ્ર મનોગમ
સર્પ ૯,૧0 | આણત, પ્રાણત પ્રાણતેન્દ્ર
વિમલ
ગેંડો ૧૧,૧૨ | આરણ, અશ્રુત | અય્યતેન્દ્ર સર્વતોભદ્ર | વૃષભ
ભગવાન મહાવીર સ્વામીના દર્શનાર્થે ઇદ્રો સાથે ઇદ્રાણીઓ, દેવો સાથે દેવીઓ પણ આવી હતી. વૃત્તિકારની સામે પુસ્તકાંતરમાં તે પાઠ ઉપલબ્ધ હતો, તે પાઠને તેઓએ પ્રસંગાનુસાર વૃત્તિમાં દર્શાવ્યો
|
|
|
| જ |
માહેન્દ્ર
ન |
|
Page #136
--------------------------------------------------------------------------
________________
| ८४ ।
શ્રી વિવાઈસૂત્ર
छ. वृत्यानुसार हेवीभोर्नु पनि सा प्रमाणो छ
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे अच्छरगणसंघाया अंतियं पाउब्भवित्था। ताओ णं अच्छराओ धंतधोक्कणगरुयगसरिसप्पभाओ समइक्कंता य बालभावं अणइवस्सोम्म चारुरूवा णिरुवहयसरसजोव्वणकक्कसतरुण वय भावमुवगयाओ हारद्धहास पाउत्तरयणकुंडल वामुत्तगहेमजालमणिजालकणगजाल सुत्तमउरितिरियातिय) कडगखड्डुग एगावलि कंग्सुक्त मगहगधरच्छ गेवेज्जसोणिसुत्तगतिलग फुल्लगसिद्धत्थियकण्णवालियससिसूस्उसभ चक्कयतलभंगक्तुडिय हत्थमालयहरिसकेऊस्वलक्पालंबपलंबअंगुलिज्जगवलक्ख-दीणार मालिया-चंद सूरमालिया-कंचिमेहलकलाक्पयरगपरिहेरगपायजालघंटिया-खिखिणिरयणोरु जालखडियावर णेउस्चलणमालिया कणमणिगलजालगमगरमुह विरायमाण णेऊर पचलिक्सहाल भूसणधारणीओ दसद्धवण्णरागरइयरक्तमणहरे(महार्घाणी णासानिःक्तास वायुवाह्याणि चक्षुर्हराणि वर्णस्पर्शयुक्तानि) हयलाला-पेलवाइरेगे धवले कणगखचियंतकम्मे आगासफालियसरिसप्पहे अंसुयणियत्थाओ आयरेणं तुसास्गोखीस्हास्दगरयपंडुस् दुगुल्लसुकुमालसुकयरमणिज्जउत्तरिजाई पाउयाओ वरचंदण चच्चियाओ वराभरणभूसियाओ सव्वोउयसुरभिकुसुमसुरइयविचित्त वरमल्ल धारिणीओ सुगंधिचुण्णंगरागवस्वासुपुप्फपूरगविराइया अहिक्सस्सिरीया उत्तमवस्धूवधूविया सिरी-सम्मणवेसा दिव्वकुसुममल्लदामपन्भंजलिपुडाओ(उच्चत्वेन) चंदाणणाओ चंदविलासिणीओ चंदद्धसमललाडाओ चंदाहियसोमदसणाओ उक्काओ विव उज्जोयमाणाओ विज्जुघणमिरी सूरदिपंततेय अहियतस्सण्णिगासाओ सिंगारागारचारुवेसाओ संगक्गयहसियमणियचेट्ठियविलास सललियसंलाकणिउण जुत्तोवयास् कुसलाओ सुंदरथण जघण वयण कस्चरण नयण लावण्ण रूवजोव्वण विलासकलियाओ सुरवधूओ सिरीसनवणीयमउयसकृमालतुल्लफासाओ ववगयकील कलसाओ धोयणिद्वंतरयमलाओ सोमाओ कंताओ पियदसणाओ सुरूवाओ जिणभत्ति दंसणाणुरागेणं हरिसियाओ ओवइयाओ यावि जिणसगासं दिव्वेणं सेसं तं चेव णवरं ठियाओ चेव । - તે સમયે ભગવાન મહાવીર સ્વામીની પાસે અનેક સમૂહોમાં અપ્સરાઓ- દેવીઓ પ્રગટ થઈ. તેના શરીરની કાંતિ અગ્નિમાં તપાવેલા પછી સ્વચ્છ જળમાં ધોયેલા શુદ્ધ સુવર્ણ જેવી હતી. તેઓ બાલ્યવસ્થા વ્યતીત કરીને યૌવનાવસ્થામાં પ્રવેશ કરી ચૂકેલી હતી અર્થાતુ બધી દેવીઓ નવયૌવનાઓ હતી. તેનું રૂપ અનુપમ સુંદર અને સૌમ્ય હતું. તે દેવીઓ નિરુપહત-રોગરહિત, અબાધિત અને સુંદર-શૃંગાર રસથી તારુણ્ય અવસ્થાથી શોભી રહી હતી. તેઓનું રૂપ સૌંદર્ય અને યૌવન સુસ્થિત હતું અને જરા અવસ્થાથી તદ્ન વિમુક્ત હતું. તે દેવીઓ સુરમ્ય વેશભૂષા, વસ્ત્ર, આભરણ આદિથી સુસજ્જ હતી, તેના લલાટ ઉપર પુષ્પ જેવી આકૃતિના આભૂષણ હતા. તેના કંઠમાં સરસવના દાણા જેવા વર્ણવાળી મણિઓથી બનેલી કંઠીઓ-કંઠસુત્ર અને ૧૮ સેરવાળા હાર, નવ સેરવાળા અર્પહાર, અનેક પ્રકારની મણિઓથી બનાવેલી માળાઓ, ચંદ્ર, સૂર્ય આદિ અનેક આકારવાળી માળાઓ હતી.કાનમાં રત્નોના કંડલ, બાહુઓમાં બાજુબંધ, કાંડાઓમાં માણેક જડેલા કંકણ, આંગળીઓમાં વીંટીઓ, કમર પર સોનાના કંદોરા અને પગમાં સુંદર ઘૂઘરીઓથી યુક્ત નુપૂર પહેરેલા હતા. તે દેવીઓના અંગ ઉપર સોનાના કડા આદિ અનેક પ્રકારના ઘરેણાઓ શોભી રહેલા હતા.
તે દેવીઓએ પંચરંગી, બહુમૂલ્યવાન, ઘોડાની લાળ જેવા પાતળા અને નિઃશ્વાસની હવાથી ઊડી જાય તેવા અત્યંત હળવા, મનોહર સુકોમલ અને સુવર્ણમય તારોથી ભરેલી કિનારીવાળા, સ્ફટિક તુલ્ય
Page #137
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
પ્રકાશ યુક્ત, વસ્ત્રો ધારણ કરેલા હતા અને બરફ જેવા સફેદ, ગાયના દૂધ, મોતીના હાર તેમજ જલકણ જેવા સ્વચ્છ, ઉજ્જવળ, સુકુમાર, મુલાયમ, રમણીય, સુંદર રીતે ગુંથાયેલા રેશમી ઉતરીય વસ્ત્ર ધારણ કર્યા હતા. તેઓએ સર્વ ઋતુઓમાં ખીલતા સુગંધી પુષ્પોની ઉત્તમમાળાઓ ધારણ કરી હતી. ચંદન, કેસર, આદિ સુગંધી પદાર્થોના લેપથી તેમનું શરીર સુવાસિત અને શ્રેષ્ઠ ધૂપથી સુગંધિત હતું. તેના મુખની કાંતિ ચંદ્ર જેવી, ધુતિ વીજળી જેવી અને તેજ સૂર્ય જેવું હતું. તેની ગતિ(ચાલવાની ક્રિયા) તેનું હસવું, બોલવું, નયનોના કટાક્ષ, હાવભાવ, પરસ્પર થતાં આલાપ-સંલાપ વગેરે બધાં કાર્ય કુશળતા અને લાલિત્યથી યુક્ત હતા. તેમના સુંદર સ્તનો, કમરથી નીચેનો ભાગ, મુખ, હાથ, પગ, નયન વગેરે લાવણ્યયુક્ત, સુંદર, અને યૌવન સંપન્ન હતા. તેની નેત્ર ચેષ્ટાઓ કટાક્ષ યુક્ત હતી. તેણીનો સ્પર્શ શિરીષ ફૂલ અને માખણ જેવો મૃદુ અને કોમલ હતો. તેઓ કલંકરહિત, સ્વચ્છ, સૌમ્ય, કમનીય, (સુંદર)પ્રિયદર્શનીય સુંદર અને સ્વરૂપવાન હતી. તે પ્રત્યેક દેવીઓ ભગવાનના દર્શનની ઉત્કંઠાથી હર્ષ પામતી હતી, તેના રોમાંચ ખડા થઈ ગયેલા હતા. તે દેવીઓ સર્વ વિશિષ્ટ ગુણોથી અલંકૃત હતી. શેષ વર્ણન પૂર્વવતુ યાવતુ વિમાનમાંથી નીચે ઉતરીને પોતપોતાના દેવોના સાંનિધ્યમાં જ સ્થિત થઈને ભગવાનની પુર્યપાસના કરવા લાગી. પ્રજાજનો દ્વારા ભગવાનને વંદન -
८४ तेण कालेणं तेणं समएणं चंपाए णयरीए सिंघाडगतिगचठक्क चच्चर चउम्मुह महापह-पहेस महया जणसद्दे इ वा. बहजणसद्दे इ वा, जणवाइ इवा, जणुल्लावे इवा, जणवूहे इ वा, जणबोले इवा, जणकलकले इ वा, जणुम्मीइ वा, जणुक्कलिया इवा, जणसण्णिवाए इवा, बहुजणो अण्णमण्णस्स एवामाइक्खइ, एवं भासइ, एवं पण्णवेइ, ए वं परूवेइ- एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे आइगरे, तित्थगरे जाव संपाविउकामे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे इहमागए इहसंपत्ते इह समोसढे इहेव चंपाए णयरीए, बाहिं पुण्णभद्दे चेइए अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ:- તે કાલે, તે સમયે ચંપાનગરીના શૃંગાટકના આકારના સ્થાનો, ત્રણ રસ્તા ભેગા થતાં હોય તેવા ત્રિકસ્થાનો, ચાર રસ્તા ભેગા થતા હોય તેવા ચતુષ્ક, અનેક રસ્તા ભેગા થતાં હોય તેવા ચત્રો, ચારે દિશામાંથી આવેલા લોકો ભેગા થતાં હોય તેવા ચતુર્મુખ–ચોરો, રાજમાર્ગો, જ્યાંથી બીજી શેરીઓ નીકળતી હોય તેવા પથ ઉપર લોકો ભેગા થઈને વાતચીત કરવા લાગ્યા, ઘણા લોકો ભેગા થઈને વાતચીત કરવા લાગ્યા, એકબીજાને પૂછવા લાગ્યા, એકબીજાને બોલાવવા લાગ્યા, માણસોનું ટોળું એકત્ર થવા લાગ્યું, લોકોનો અવ્યક્ત ધ્વનિ થવા લાગ્યો, ક્યાંક કલકલ-સ્પષ્ટ ધ્વનિ થવા લાગ્યો, સમુદ્રના મોજાની જેમ લોકોના ઉપરાઉપરી ટોળા આવવા લાગ્યા, નાના જન સમુદાયરૂપે લોકો એકત્રિત થવા લાગ્યા, કોઈક સ્થાને લોકોની ભીડ જામવા લાગી. અનેક મનુષ્યો પરસ્પર આ પ્રમાણે સામાન્યરૂપે કહેવા લાગ્યા, વિશેષરૂપે કહેવા લાગ્યા, ક્યાંક કોઈના પૂછ્યા વિના, ક્યાંક કોઈના પૂછવા પર એક બીજાને કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો! ધર્મની આદિના કરનારા, ચાર તીર્થની સ્થાપના કરનારા યાવત્ સિદ્ધગતિને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિશીલ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, પૂર્વના તીર્થકરોની પરંપરા અનુસાર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અહીં ચંપાનગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાં પધાર્યા છે, સાધુ સમાચારી અનુસાર અહીં સમોસર્યા
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
છે, આ ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ઉદ્યાનમાં યથાયોગ્ય સ્થાનની આજ્ઞા લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે.
८७
८५ हप्फलं खलु भो देवाणुप्पिया ! तहारूवाणं अरहंताणं भगवंताणं णामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमण-वंदणणमंसणपडिपुच्छण पज्जुवासणयाए ? एगस्स वि आरियस्स धम्मियस्स सुवयणस्स सवणयाए, किमंग पुण विउलस्स अट्ठस्स गहणयाए ? तं गच्छामो णं देवाणुप्पिया ! समणं भगवं महावीरं वंदामो णमंसामो सक्कारेमो सम्माणेमो कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामो । एयं णे पेच्चभवे इहभवे य हियाए, सुहाए, खमाए, णिस्सेयसाए, आणुगामियत्ताए भविस्सइ ।
त्ति कट्टु बहवे उग्गा, उग्गपुत्ता, भोगा, भोगपुत्ता एवं दुपडोयारेणं राइण्णा, खत्तिया, माहणा, भडा, जोहा, पसत्थारो, मल्लई, लेच्छई, लेच्छईपुत्ता, अण्णे य बहवे राईसरतलवर-माडंबियकोडुंबिय-इब्भ-सेट्ठि- सेणावइ-सत्थवाहप्पभिइयो अप्पेगइया वंदणवत्तियं, अप्पेगइया पूयणवत्तियं, एवं सक्कारवत्तियं, सम्माणवत्तियं, दंसणवत्तियं, कोऊहलवत्तियं, अप्पेगइया अट्ठविणिच्छयहेडं - अस्सुयाइं सुणेस्सामो, सुयाइं णिस्संकियाइं करिस्सामो, अप्पेगइया अट्ठाइं हेऊई कारणाइं वागरणाई पुच्छिस्सामो, अप्पेगइया सव्वओ समंता मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइस्सामो, अप्पेगइया पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्मं पडिवज्जिस्सामो, अप्पेगइया जिणभक्तिरागेणं, अप्पेगइया जीयमेयंति कट्टु ।
व्हाया जाव सिरसा कंठे मालकडा, आविद्धमणिसुवण्णा, कप्पिय-हारद्धहार-तिसर-पालंबपलंबमाण-कडिसुत्त-सुकयसोहा भरणा, पवरवत्थपरिहिया, चंदणोलित्तगायसरीरा, अप्पेगइया हयगया, अप्पेगइया गयगया, अप्पेगइया रहगया, अप्पेगइया सिवियागया, अप्पेगइया संदमाणियागया, अप्पेगइया पायविहारचारेणं पुरिसवग्गुरापरिक्खित्ता महया उक्किट्ठ सीहणाय बोल कलकलरवेणं पक्खुब्भियमहासमुद्दरवभूयं पिव करेमाणा चंपाए णयरीए मज्झंमज्झेणंणिग्गच्छंति, णिगच्छित्ता जेणेव पुण्णभद्दे चेइए, तेणेव उवागच्छंति, उवागच्छित्ता;
समणस्स भगवओ महावीरस्स अदूरसामंते छत्ताईए तित्थयराइसेसे पासंति, पासित्ता जाणवाहणाइं ठर्वेति, ठवेत्ता जाणवाहणेहिंतो पच्चोरुहंति, पच्चोरुहित्ता जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पाहणं करेति, करिता वंदंति, णमस्संति, वंदित्ता, णमंस्सित्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणा, णमंसमाणा, अभिमुहा विणणं पंजलिउडा पज्जुवासंति ।
ભાવાર્થ :– હે દેવાનુપ્રિયો ! તથારૂપના સર્વ અતિશય સંપન્ન તીર્થંકર ભગવાનના નામ અને ગોત્રનું શ્રવણ પણ મહાફળદાયક છે. તો તેમની સન્મુખ જવું, વંદન-નમસ્કાર કરવા, પ્રશ્ન પૂછવા, તેમની પર્યુપાસના
Page #139
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
કરવી, વગેરે ક્રિયાથી વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય, તેમાં તો કહેવું જ શું? અર્થાત્ તેનાથી સર્વ ફળની પ્રાપ્તિ થાય છે. તથારૂપના અરિહંત ભગવાનના એક પણ ધાર્મિક વચનનું શ્રવણ પણ મહાફળદાયક છે, તો તેમના દ્વારા કહેવાતા વિપુલ અર્થને ગ્રહણ કરવાથી વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય તેમાં તો કહેવું જ શું? તેથી હે દેવાનુપ્રિયો! આપણે જઈએ, ત્યાં જઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ગુણગાન કરતાં, પંચાંગ નમનપૂર્વક નમસ્કાર, અભ્યત્થાન આદિ ક્રિયાઓ દ્વારા સત્કાર, ભક્તિ-બહુમાનપૂર્વક સન્માન કરીએ; કલ્યાણ પ્રાપ્તિના કારણભૂત હોવાથી કલ્યાણ સ્વરૂપી, પાપોનો નાશ કરવામાં નિમિત્તભૂત હોવાથી મંગલ
સ્વરૂપી, અતિશય સંપન્ન હોવાથી દેવાધિદેવ સ્વરૂપી, કેવળજ્ઞાની હોવાથી ચૈત્ય સ્વરૂપી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પર્યાપાસના કરીએ. ભગવાનને કરેલા વંદન-નમસ્કારાદિ આ ભવમાં તથા પરભવમાં જીવન નિર્વાહ માટે હિતકારી, ભોગજન્ય આનંદ માટે સુખકારી, સમુચ્ચય સુખ સામર્થ્યકારી, નિઃશ્રેયસકારી, ભાગ્યોદયકારી, જન્મ-જન્માંતરમાં સુખકારી થશે.
આ પ્રમાણે વિચાર કરીને ઘણા ઉગ્રવંશીય લોકો, ઉગ્રવંશીય પુત્રો, ભોગવંશી લોકો, ભોગવંશીપુત્રો, આ જ રીતે પાછળના પદોમાં દરેકનું બે વાર ઉચ્ચારણ કરવું(યથા- રાજ્યવંશીય લોકો અને રાજન્ય પુત્રો,) રાજન્યો, ક્ષત્રિયો, બ્રાહ્મણો, ભટ-શૂરવીરો, યોદ્ધાઓ, ધર્મશાસ્ત્ર પાઠકો, મલ્લ જાતિના ક્ષત્રિયો, લેચ્છકી જાતિના લોકો, તેમજ બીજા ઘણા રાજા-માંડલિક રાજા, ઈશ્વર-ઐશ્વર્ય સંપન્ન યુવરાજ, તલવરરાજા દ્વારા પ્રદત્ત પટ્ટબંધથી પરિભૂષિત વિશિષ્ટ લોકો, માંડબિક- પાંચસો ગામના અધિપતિ, કૌટુંબિકઘણા કુટુંબોનું ભરણ-પોષણ કરનારા, ઇભ્ય- હસ્તિ પ્રમાણ ધન સંપત્તિના માલિક શ્રેષ્ઠી નગરના મુખ્ય વ્યાપારી અથવા સંપત્તિવાન, સેનાપતિ- ચતુરંગી સેનાના નાયક સાર્થવાહ- દેશાંતરમાં વ્યાપાર માટે જતા લોકો; તેમાંથી કેટલાક ભગવાનને વંદન કરવા માટે, કેટલાક સેવા માટે, કેટલાક સત્કાર કરવા માટે, કેટલાક સન્માન કરવા માટે, કેટલાક દર્શન કરવા માટે, કેટલાક કુતૂહલથી (ભગવાનને જોવા માટે), કેટલાક જીવ-અજીવ આદિ પદાર્થોના સ્વરૂપને જાણવા,નિશ્ચય કરવા માટે, કેટલાકન સાંભળેલા આગમોના રહસ્યો સાંભળવા માટે, કેટલાક સાંભળેલા તત્ત્વોમાં શંકા રહિત થવા માટે, કેટલાક પદાર્થોનું સ્વરૂપ, તેના હેતુ, કારણ, પ્રશ્નોત્તર વગેરે પૂછવા માટે, કેટલાક સર્વ સાવધ વ્યાપારથી વિરત થઈને ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરીને અણગાર બનવા માટે, કેટલાક પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરવા માટે, કેટલાક જિનભક્તિના અનુરાગથી, કેટલાક પોતાનો કુલાચાર જાળવી રાખવા માટે તૈયાર થયા.
તે લોકોએ સ્નાન કર્યું યાવતું મસ્તક અને કંઠમાં મણિ જડિત સુવર્ણની માળાઓ અને આભૂષણો ધારણ કર્યા. શરીરની શોભા માટે અઢારસરો હાર, નવસરો અર્ધહાર, ત્રણસરો હાર, નીચેની તરફ લટકતા ઝૂમખાવાળા કટિસૂત્રો-કંદોરા ધારણ કર્યા; સુંદર, બહુમૂલ્યવાન વસ્ત્રો પહેર્યા; આખા શરીરે ચંદનનો લેપ કર્યો. આ રીતે તૈયાર થઈને કેટલાક ઘોડા પર સવાર થયા, કેટલાક હાથી ઉપર, કેટલાક રથમાં, કેટલાક પાલખીમાં, કેટલાક પડદાવાળી પાલખીમાં બેઠા અને કેટલાક મનુષ્યોના ટોળે ટોળા સાથે મળી પગપાળા ચાલવા લાગ્યા. તે લોકોના મહાન, અતિશય આનંદજનિત ધ્વનિથી, સિંહનાદથી, પ્રગટ અવાજથી, અવ્યક્ત ધ્વનિથી, મહાસમુદ્રના ધ્વનિની જેમ ચંપાનગરીને ક્ષભિત કરતાં ચારે બાજુ ખળ ભળાટ કરતાં, ચંપાનગરીના મધ્યભાગમાંથી નીકળ્યા અને પૂર્ણભદ્ર ઉધાનમાં પહોંચ્યા.
ત્યાં પહોંચતા ભગવાન મહાવીર સ્વામીથી થોડે દૂર કે જ્યાંથી તીર્થકરોના અતિશય સ્વરૂપ છત્રાદિ દેખાવા લાગ્યા ત્યાં જ પોત-પોતાના વાહનો ઊભા રાખ્યા. વાહનમાંથી નીચે ઉતરીને, શ્રમણ
Page #140
--------------------------------------------------------------------------
________________
| ८८ ।
શ્રી વિવાઈસૂત્ર
ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં જઈને, હાથ જોડીને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને ન અતિ નજીક ન અતિ દૂર ભગવાનની સન્મુખ યથોચિત સ્થાને બેસીને સેવા કરતાં, નમસ્કાર કરતાં, વિનયપૂર્વક પર્યાપાસના કરવા લાગ્યા. સંદેશવાહક દ્વારા કોણિક રાજાને નિવેદન - ८६ तए णं से पवित्तिवाउए इमीसे कहाए लढे समाणे हद्वतुट्ठ जाव हियए हाए जाव अप्पमहग्घाभरणालंकियसरीरे सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता चंपाणयरिं मज्झमज्झेणं जेणेव बाहिरिया उवदाणसाला एवं सा चेव हेदिला वत्तव्वया जाव णिसीयइ. णिसीइत्ता तस्स पवित्तिवाउयस्स अद्धत्तेरससयसहस्साइंपीइदाणंदलयइ, दलयित्ता सक्कारेइ, सम्माणेइ, सक्कारिता, सम्माणेत्ता पडिविसज्जेइ। ભાવાર્થ :- સંદેશવાહકે ભગવાન મહાવીર સ્વામીના પદાર્પણની વાત જાણી ત્યારે તે હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું યાવત વજનમાં હળવા છતાં મહામૂલ્યવાન આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું. આ રીતે સજ્જ થઈને તે પોતાના ઘરેથી નીકળ્યો અને ચંપાનગરીના મધ્યભાગમાં થઈને કોણિકરાજાના મહેલમાં બહારના રાજસભા-ભવનમાં આવ્યો. શેષ વર્ણન સૂત્ર ૧૫ થી ૧૮ સુધીના વર્ણન અનુસાર જાણવું અર્થાત્ કોણિક રાજાને ભગવાનના આગમનનું નિવેદન કર્યું. રાજાએ પ્રસન્ન ચિત્તે વિનયભાવે પરોક્ષ વંદન કર્યું. ત્યારપછી સિંહાસન પર આસીન થઈને રાજાએ સંદેશવાહકને સાડા બાર લાખ રજત મુદ્રાઓ પ્રીતિદાનરૂપે ભેટ આપી અને ઉત્તમ વસ્ત્ર આદિથી તેનો સત્કાર કર્યો, આદરપૂર્ણ વચનોથી તેનું સન્માન કર્યું; આ પ્રમાણે સત્કાર-સન્માન કરીને તેને વિદાય આપી. प्रभु-शन भाटे भोलि रानी तैयारी :
८७ तए णं से कूणिए राया भंभसारपुत्ते बलवाउयं आमंतेइ, आमंतेत्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेहि, हयगयरह पवरजोहकलियं च चाउरंगिणिं सेणं सण्णाहेहि, सुभद्दापमुहाण य देवीणं बाहिरियाए उवट्ठाणसालाए पाडियक्कपाडियक्काई जत्ताभिमुहाई जुत्ताई जाणाई उवट्ठवेहि; ।
__पं च णयरिं सब्भितरबाहिरियं आसियसम्मज्जिओवलितं, सिंघाडगतियचउक्क चच्चस्चउम्मुहमहापहपहेसु आसित्तसित्तसुइसम्मट्टरत्यंतरावणवीहियं, मंचाइमंचकलियं, णाणाविहरागऊसियज्झय पडागाइपडाग मंडियं, लाउल्लोइयमहियं, गोसीससरसरत्तचंदण दद्दरदिण्णपंचंगुलितलं उवचिय चंदणकलसं, चंदणघडसुकयतोरणं पडिदुवारदेसभायं, आसत्तोसत्तविउल वट्टवग्घारियमल्लदामकलावं, पंचवण्णसरससुरहिमुक्कपुप्फ पुंजोवयार कलियं, कालागुरुपवरकुंदुरुक्क तुरुक्कधूक्मघमघतगंधुद्धयाभिरामं सुगंधवरगंधियं गंधवट्टिभूयं करेह य, कारवेह य, करेत्ता य कारवेत्ता य एयमाणत्तियं पच्चप्पिणाहि । णिज्जाहिस्सामि समणं भगवं महावीर अभिवंदए । ભાવાર્થ:- ત્યાર પછી ભભસાર(શ્રેણિક રાજા)ના પુત્ર કોણિકરાજા એ પોતાના સેનાપતિને બોલાવીને
Page #141
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે શીધ્ર અભિષિક ઉત્તમ હસ્તિરત્ન સુસજ્જિત કરો. તેની સાથે ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને સુસજ્જિત કરો. સુભદ્રા વગેરે રાણીઓને માટે પણ યાત્રાભિમુખ– સરળતાથી ચાલી શકે તેવા શ્રેષ્ઠ બળદો જોડેલા પ્રત્યેકને માટે અલગ અલગ ધાર્મિક રથો પણ બાહ્ય સભાભવનમાં ઉપસ્થિત કરો.
ચંપાનગરીની અંદર અને બહાર, તેના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ તથા સામાન્ય માર્ગ, તે દરેક સ્થાનની સફાઈ કરાવો. ત્યાં થોડા અને વિશેષ પાણીનો છંટકાવ કરાવો; છાણ આદિથી લીંપાવો; નગરની શેરીઓ, મધ્યભાગો, બજારના રસ્તાઓની સફાઈ કરી તેને સ્વચ્છ અને સુંદર બનાવો; તેની આજુબાજુ લોકોને બેસવા માટે મંચાતિમંચ-સીડીઓ સહિતના પ્રેક્ષાગૃહની રચના કરાવો; વિવિધ રંગની ઊંચી-ઊંચી ધ્વજાઓ, પતાકાઓ, અતિપતાકાઓ ફરકાવો; નગરને અત્યંત ઉલ્લોકનીય–જોવા યોગ્ય બનાવો, તેના પર ગોશીર્ષ ચંદન તથા સરસ(ભીના) રક્ત ચંદનના પાંચ આંગળી અને હથેળી સહિતના છાપા મારેલા અને ચંદન ચર્ચિત(ચંદન છાંટેલા) મંગલ કળશો સજાવો; નગરના પ્રત્યેક દ્વારભાગ ઉપર ચંદન કળશોના તોરણો બંધાવો; ભૂમિભાગથી કંઈક ઉપર સુધીની મોટી, ગોળ અને લાંબી અનેક પુષ્પ-માળાઓ લટકાવો; પાંચ રંગના સરસ તાજા પુષ્પગુંજથી નગરને સજાવો; કાલાગુરુ ઉત્તમ કુંદરુષ્ક, લોબાન, ધૂપની સુગંધથી વાતાવરણને મઘમઘાયમાન કરાવો; સમગ્ર નગરને સુગંધની ગુટિકા જેવું કરો અને કરાવો. આ કાર્ય સંપન્નતાની મને જાણ કરો. ત્યાર પછી હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે નીકળીશ.
८८ तए णं से बलवाउए कूणिएणं रण्णा एवं वुत्ते समाणे हद्वतु? जाव हियए करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं सामि त्ति आणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणित्ता एवं हत्थिवाउयं आमंतेइ, आमंतेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! कूणियस्सरण्णो भंभसारपुत्तस्स आभिसेक्कं हत्थिरयणंपडिकप्पेहि, हयगयरह पवरजोहकलियं चाउरंगिणिं सेणं सण्णाहेहि, सण्णाहेत्ता एयमाणत्तियं पच्चपिणाहि। ભાવાર્થ - કોણિક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે સેનાપતિ હર્ષિત અને સંતુષ્ટ થયા. તેણે પ્રસન્નતાપૂર્વક હાથ જોડીને પોતાના મસ્તકને નમાવ્યું. બંને હાથ જોડી વિનયપૂર્વક રાજાનો આદેશ સ્વીકારીને કહ્યું, હે સ્વામી ! જેવી આપની આજ્ઞા. આ રીતે રાજ આજ્ઞાનો સ્વીકાર કરીને, મહાવતને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય ! ભંભસાર(શ્રેણિક રાજા)ના પુત્ર કોણિક મહારાજાને માટે, અભિષિકત ઉત્તમ હાથીને શીધ્ર તૈયાર કરો. ઘોડા, હાથી, રથ તથા શ્રેષ્ઠ યોદ્ધાઓથી ચતુરંગિણી સેનાને સજ્જ કરીને મને આજ્ઞા પાલનના સમાચાર આપો. | ८९ तए णं से हत्थिवाउए बलवाउयस्स एयमढे आणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणित्ता आभिसेक्कं हत्थिरयणं छेयायरियउवएसम्मकप्पणा-विकप्पेहिं सुणिउणेहि उज्जलणेवत्थहत्थपरिवत्थियं, सुसज्जं धम्मियसण्णद्ध बद्ध कवइय उप्पीलियकच्छवच्छ गेवेज्जबद्ध गलवर-भूसणविरायंतं, अहियतेयजुत्तं, सललिय-वरकण्णपूरविराइयं, पलंबओचूल महुयस्कयंधयारं, चित्तपरिच्छेय पच्छयं, पहरणावरण-भरियजुद्धसज्ज, सच्छत्तं, सज्झयं, सघंट, सपडागं, पंचामेलय परिमंडियाभिरामं, ओसारियजमलजुयलघंट,
Page #142
--------------------------------------------------------------------------
________________
| ૯૦ ]
શ્રી વિવાઈ સૂત્ર
विज्जुपिणद्ध व कालमेहं, उप्पाइयपव्वयं व चंकमंतं, मत्तं, महामेहमिव गुलगुलंतं, मणपवणजइणवेगं, भीम, संगामियाओज्ज आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेइ, पडिकप्पेत्ता हयगयरह- पवरजोहकलियं चाउरंगिणिं सेणं सण्णाहेइ, सण्णाहेत्ता जेणेव बलवाउए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता एयमाणत्तियं पच्चप्पिणइ। ભાવાર્થ - ત્યાર પછી મહાવતે સેનાપતિના આદેશ વચન સાંભળીને વિનયપૂર્વક તેનો સ્વીકાર કર્યો અને વિશિષ્ટ કલાચાર્યોના ઉપદેશથી ઉદ્ભવેલી બુદ્ધિથી વિવિધ પ્રકારે હાથીઓના શૃંગાર કરનાર નિપુણ વ્યક્તિ દ્વારા હાથીના શણગાર કરાવ્યા. તે શણગારોમાં કુશળ પુરુષોએ સર્વ પ્રથમ તેને સુંદર વસ્ત્રોથી સજાવ્યો. તેના ઉપર ઝૂલ વગેરે સારી રીતે રાખીને ધાર્મિક પ્રસંગને યોગ્ય શણગાર સજાવ્યા. વક્ષ:સ્થળ પર મજબૂત કવચ કસીને બાંધ્યું, ગળામાં આભૂષણો પહેરાવ્યા, બીજા અંગોપાંગમાં સુંદર યોગ્ય આભૂષણો પહેરાવ્યા, તેથી તે હાથી તેજના પંજ સમાન અત્યધિક તેજસ્વી લાગતો હતો. લાલિત્યપૂર્ણ શ્રેષ્ઠ કર્ણપૂર–કાનના આભૂષણોથી તે શોભાયમાન લાગતો હતો, લટકતી લાંબી કૂલ અને તેના ગંડસ્થલમાંથી ઝરતા મદની સુગંધથી એકત્રિત થયેલા ભમરાઓના કારણે ત્યાં અંધકાર જેવું પ્રતીત થતું હતું. તેની પીઠ પર ઢાંકેલી ઝૂલ ઉપરનું નાનું વસ્ત્ર વેલ-બુટ્ટીઓના સુંદર ચિત્રોથી ચિત્રિત હતું. શસ્ત્ર અને કવચયુક્ત આ હાથી યુદ્ધને માટે સજ્જિત થયો હોય તેવું લાગતું હતું.
છત્ર,ધ્વજા, ઘંટા અને પતાકા આદિ તેના યથાસ્થાને રાખેલા હતા, તેના મસ્તકને પાંચ કલગીઓથી વિભૂષિત કરવાથી તે સુંદર લાગતો હતો, નીચે સુધી લટકતી બે ઘંટાઓથી તે શોભતો હતો, તે હાથી વિજળી સહિત કાળા મેઘ-વાદળ જેવો, ચાલતો હોય ત્યારે અકસ્માત ઉત્પન્ન થયેલા ડોલતા પર્વત જેવો લાગતો હતો. તે મદોન્મત્ત હતો. ચિંઘાડતો હોય ત્યારે પોતાના ગુલગુલ શબ્દથી ગર્જના કરતો હોય, તેવું પ્રતીત થતું હતું.
તેની ગતિ મન તથા વાયુના વેગથી અધિક હતી. વિશાળ શરીર અને પ્રચંડ શક્તિથી તે ભયંકર લાગતો હતો. આ રીતે સંગ્રામ યોગ્ય સર્વ સામગ્રીઓથી યુક્ત તે પટ્ટહસ્તિને સજ્જ કર્યો. ત્યાર પછી તે મહાવતે નિપુણ પુરુષો દ્વારા ઘોડા, હાથી, રથ, શ્રેષ્ઠ સુભટોથી યુક્ત ચતુરગિણી સેના તૈયાર કરાવી અને સેનાપતિને કાર્યસંપન્નતાનું નિવેદન કર્યું. |९० तए णं से बलवाउए जाणसालियं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! सुभद्दापमुहाणं देवीणं बाहिरियाए उवट्ठाणसालाए पाडियक्कपाडियक्काई जत्ताभिमुहाई जुत्ताई जाणाइं उवटुवेहि, उवट्ठवेत्ता एयमाणत्तियं पच्चप्पिणाहि । ભાવાર્થ:- ત્યારપછી તે સેનાપતિએ યાનશાળાના અધિકારી પુરુષને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! સુભદ્રા આદિ રાણીઓ માટે યાત્રાના સામૈયામાં જવા માટે શ્રેષ્ઠ બળદો જોડેલા અલગ અલગ રથ બાહ્ય સભાભવનની પાસે હાજર કરો અને હાજર થયા પછી કાર્યસંપન્નતાની સૂચના આપો. |९१ तए णं से जाणसालिए बलवाउयस्स एयमढे आणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणेत्ता जेणेव जाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाणाई पच्चुवेक्खेइ, पच्चुवेक्खेत्ता जाणाई संपमज्जेइ, संपमज्जेता जाणाई संवट्टेइ, संवदे॒त्ता जाणाई णीणेइ, णीणेत्ता जाणाणंदूसे
Page #143
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
पवीणेइ, पवीणेत्ता, जाणाई समलंकरेइ, समलंकरेत्ता जाणाई वरभंडगमंडियाई करेइ, करेत्ता जेणेव वाहणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता वाहणसालं अणुपविसइ, अणुपविसित्ता वाहणाई पच्चुवेक्खेइ पच्चुवेक्खित्ता वाहणाई संपमज्जइ, संपमज्जित्ता वाहणाई णीणेइ, णीणेत्ता वाहणाई अप्फालेइ, अप्फालेत्ता दूसे पवीणेइ, पवीणेत्ता वाहणाई समलंकरेइ, समलंकरेत्ता वाहणाई वरभंडगमंडियाइं करेइ, करेत्ता वाहणाई जाणाई जोएइ, जोएत्ता पओयलट्ठि पओयधरए य समं आडहइ, आडहित्ता वट्टमग्गं गाहेइ, गाहेत्ता जेणेव बलवाउए तेणेव उवागच्छइ, उवागच्छित्ता बलवाउयस्स एयमाणत्तियं पच्चप्पिणइ । ભાવાર્થ :- યાનશાળાનો અધિપતિ, સેનાપતિના આદેશ વચનનો વિનયપૂર્વક સ્વીકાર કરીને યાન શાળામાં ગયો. ત્યાં જઈને તેણે બધા રથોનું નિરીક્ષણ કર્યું, તે રથોની સારી રીતે સફાઈ કરી અને જેટલા રથો જોઈતા હતાં તેને એક જગ્યાએ ભેગા કરીને બહાર કાઢયા, તેના પરનાં આચ્છાદિક વસ્ત્રો દૂર કર્યા, ત્યાર પછી રથોને શણગાર્યા, ગાદી-તકિયા આદિ શ્રેષ્ઠ સાધનોથી તેને સુશોભિત બનાવ્યા. રથોને શણગારી
જ્યાં વાહનશાળા હતી ત્યાં આવ્યો અને વાહનશાળામાં પ્રવેશ કર્યો. ત્યાં આવીને બળદોનું નિરીક્ષણ કરીને તેનું પ્રમાર્જન કર્યું. તેના પર લાગેલી ધૂળ વગેરે દૂર કરી અને વાહનશાળામાંથી તેને બહાર કાઢયા. તે બળદોને બહાર કાઢી તેની પીઠ થાબડીને તેને ચાલવા માટે પ્રોત્સાહિત કર્યા. તેના પર ઢાંકેલી ઝૂલ વગેરે દૂર કરીને, સુંદર આભરણોથી વિભૂષિત કરી રથોમાં તેને જોડ્યા. ત્યાર પછી હાંકવા માટે ચાબૂકવાળી લાકડીઓને ધારણ કરેલા ચાલક પુરુષોને તેના સ્થાન પર બેસાડ્યા અને તેને વાહન ચલાવવાનું કામ સોંપવામાં આવ્યું. ચાલક પુરુષો આજ્ઞા પ્રમાણે જોડેલા યાન-વાહનોને રાજમાર્ગ પર લાવ્યા. આ પ્રમાણે વાહનો તૈયાર કરાવીને તે યાનશાલિકે સેનાપતિ પાસે જઈને આજ્ઞાપાલન થઈ ગયું છે તે પ્રમાણે સૂચન કર્યું. | ९२ तए णं से बलवाउए णगरगुत्तियं आमंतेइ, आमंतेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! चंपं णयरिं सब्भितरबाहिरियं आसिय-समज्जियं कारवेत्ता एयमाणत्तियं पच्चप्पिणाहि । तए णं से णयरगुत्तिए बलवाउयस्स एयमढे आणाए विणएणं पडिसुणेइ, पडिसुणित्ता चप णयरिं सब्भितरबाहिरियं आसियसमज्जियं जाव कारवेत्ता, जेणेव बलवाउए तेणेव उवागच्छइ, उवागच्छित्ता एयमाणत्तियं पच्चप्पिणइ । ભાવાર્થ - ત્યારપછી સેનાપતિએ નગરરક્ષક-કોટવાલને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! ચંપાનગરીની બહાર અને અંદર પાણીનો છંટકાવ કરી સાફ કરાવો યાવતુ આ બધું કરીને મને ખબર આપો. નગર રક્ષકે સેનાપતિના આદેશનો વિનયપૂર્વક સ્વીકાર કરીને ચંપાનગરીની બહાર અને અંદરની સફાઈ કરીને પાણીનો છંટકાવ ઇત્યાદિ કાર્ય કરાવીને સેનાપતિ પાસે જઈને કાર્ય પૂર્ણ થયું છે', તે પ્રમાણે નિવેદન કર્યું. |९३ तएणंसे बलवाउएकोणियस्सरण्णो भंभसारपुत्तस्स आभिसेक्कं हत्थिरयणंपडिकप्पियं पासइ, हयगय रहपवरजोहकलियं च चाउरंगिणिं सेणं सण्णाहियंपासइ,सुभद्दापमुहाणं देवीणं पडिजाणाई उवट्ठवियाई पासइ, चंपंणयरिं सब्भितरं बाहिरियं जाव गंधवट्टिभूयं कयं पासइ,
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી વિવાઈસૂત્ર
पासित्ता हतचित्तमाणदिए, पीइमणे जाव हियए जेणेव कूणिए राया भंभसारपुत्ते, तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटुजएणं विजएणं वद्धावेइ, वद्धावेत्ता एवं वयासी- कप्पिए णं देवाणुप्पियाणं आभिसेक्के हत्थिरयणे, हयगयरहपवरजोहकलिया यचाउरंगिणी सेणा सण्णाहिया, सुभद्दापमुहाण यदेवीणंबाहिरियाए उवट्ठाणसालाए पाडिएक्कपाडिएक्काइंजत्ताभिमुहाई जुत्ताई जाणाई उवट्ठावियाई, चंपा णयरी सब्भितरबाहिरिया आसित्त जावगंधवट्टिभूया कया,तंणिज्जंतुणंदेवाणुप्पिया !समणं भगवं महावीरं अभिवंदिउं। ભાવાર્થ:- ત્યાર પછી સેનાપતિએ ભંભસારના પુત્ર કોણિક રાજાના મુખ્ય હાથીને શણગારેલો જોયો. ઘોડા, હાથી, રથ, ઉત્તમ યોદ્ધાઓ સહિત સુસજ્જ થયેલી ચતુરંગિણી સેનાને જોઈ. સુભદ્રા આદિ રાણીઓ માટે તૈયાર કરવામાં આવેલા યાન-વાહનો જોયા. ચંપાનગરીની અંદર અને બહાર સંપૂર્ણ રીતે સફાઈ થઈ ગઈ છે, ચંપાનગરી સુગંધથી મહેકી રહી છે; આ બધું જોઈને તે મનમાં હર્ષિત, પરિતુષ્ટ, આનંદિત અને પ્રસન્ન થયા. આ સર્વ કાર્યની પૂર્ણતા જોઈને તેણે ભંસારના પુત્ર કોણિક રાજા પાસે આવીને હાથ જોડી મસ્તક નમાવી જય-વિજયના શબ્દોથી રાજાને વધાવીને વાવત રાજાને નિવેદન કર્યું કે- હે દેવાનુપ્રિય ! અભિષિક્ત હસ્તિરત્ન તથા ઘોડા, હાથી, રથ, ઉત્તમ યોદ્ધાઓથી ગોઠવાયેલી ચતુરંગિણી સેના તૈયાર થઈ ગઈ છે. સુભદ્રા આદિ રાણીઓ માટે શ્રેષ્ઠ બળદો જોડેલા, યાત્રા માટેના જુદા જુદા વાહનો સભાભવનના બહારના ભાગમાં હાજર રાખવામાં આવ્યા છે. ચંપાનગરીની અંદર અને બહાર સફાઈ, પાણીનો છંટકાવ ઇત્યાદિ કાર્યો થઈ ગયા છે યાવત નગરી સુગંધથી મહેકી રહી છે.
હે દેવાનુપ્રિય! હવે આપ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને અભિવંદન કરવા માટે પધારો. |९४ तए णं से कूणिए राया भंभसारपुत्ते बलवाउयस्स अंतिए एयमटुं सोच्चा, णिसम्म हत जाव हियर, जेणेव अट्रणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता अट्टणसालं अणुपविसए, अणुपविसित्ता अणेगवायामजोग्गवग्गणवामद्दणमल्लजुद्धकरणेहिं संते, परिस्संते, सयपाग-सहस्सपागेहिं सुगंधतेल्लमाइएहिं पीणणिज्जेहिंदप्पणिज्जेहिं मयणिज्जेहिं विहणिज्जेहिं सविदियगायपल्हायणिज्जेहिं अब्भंगेहिं अब्भंगिए समाणे;
तेल्लचम्मंसि पडिपुण्णपाणिपायसुउमालकोमलतलेहिं पुरिसेहिं छेएहिं, दक्खेहि पत्त हिंकुसलेहिं मेहावीहिं णिउणसिप्पोवगएहिं अभिगणपरिमद्दणुव्वलणकरणगुणणिम्माए हिं, अट्ठिसुहाए, मंससुहाए, तयासुहाए, रोमसुहाए चउव्विहाए संबाहणाए संबाहिए समाणे, अवगयखेयपरिस्समे अट्टणसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ ।
__ अणुपविसित्ता समत्तजालाउलाभिरामे विचित्तमणिरयणकुट्टिमतलेरमणिज्जेण्हाणमंडवंसि, णाणामणिरयणभत्तिचित्तंसिण्हाणपीढंसिसुहणिसण्णेसुद्धोदएहि, गंधोदएहि,पुप्फोदएहि,सुहोदए हिं पुणो पुणो कल्लाणगपवरमज्जणविहीए मज्जिए, तत्थ कोउय सएहिं बहुविहेहिं
Page #145
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
कल्लाणग-पवस्मज्जणावसाणे;
पम्हलसुकुमालगंधकासाइयलूहियंगे, सरससुरहिगोसीस चंदणाणुलित्तगत्ते, अहय सुमहग्घदूसरयणसुसंवुए, सुइमाला-वण्णगविलेवणे य आविद्धमणिसुवण्णे, कप्पियहारद्ध हासतिसरयपालंबपलब माण कडिसुत्तसुणयसोभे, पिणद्धगेवेज्जगअंगुलिज्जगललियंगय ललियकयाभरणे, वरकडग-तुडियर्थभियभुए, अहियरूवसस्सिरीए, मुद्दियपिंगलंगुलीए कुंडलउज्जोवियाणणे मउडदित्तसिरए, हारोत्थयसुकवरइयवच्छे, पालबपलबमाणपङसुकय उत्तरिज्जे, णाणा-मणिकणगरयणविमल महरिह णिउणोविय मिसिमिसंतविरइयसुसिलिट्ठ विसिट्ठलट्ठ-आविद्धवीरवलए किं बहुणा, कप्परुक्खए चेव अलंकियविभूसिए परवई सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं, चउचामरवालवीइयगे, मंगलजयसद्द कयालोए, मज्जण घराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता अणेगगणणायग-दंडणायगराईसस्तलवरमाडंबियकोडुबियइब्भसेट्ठिसेणावइसत्थवाहदूरसंधिवालसद्धिंसंपरिखुडेधवलमहामेहणिग्गए इव गहगणदिपंतरिक्ख-तारागणाण मज्झे ससिव्व पियदसणे णरवई जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव आभिसेक्के हत्थिरयणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अंजणगिरिकूडसण्णिभं गयवई णरवई दुरुढे । ભાવાર્થ:- ત્યાર પછી ભંભસારના પુત્ર કોણિક રાજાએ સેનાપતિ પાસેથી આ પ્રમાણે સાંભળ્યું ત્યારે તે પ્રસન્ન અને સંતોષ પામ્યા. તેમણે વ્યાયામશાળામાં જઈને અનેક પ્રકારનો વ્યાયામ કર્યો. જેમ કે કૂદવું, અંગોને મરડવાં, કુસ્તી કરવી, વ્યાયામના ઉપકરણ–મુદગર આદિ સાધનો ફેરવવા ઇત્યાદિ ક્રિયાઓથી પોતે ખૂબ થાકી ગયા, વિશેષરૂપે થાકી ગયા. ત્યાર પછી તેમણે રસવર્ધક, રુધિરવર્ધક, બળવર્ધક, કામવર્ધક, માંસવર્ધક, સમસ્ત ઇન્દ્રિયો અને શરીરને આનંદપ્રદાયક શતપાક અને સહસંપાક તેલથી તથા અન્ય માલિશ યોગ્ય દ્રવ્યોથી શરીરને માલિશ કરાવ્યું.
તેલચર્મ જેના ઉપર બેસીને મર્દન કરાય તેવા ચામડાના આસન વિશેષ પર સ્થિત થયેલા, સુકોમળ હાથ-પગવાળા, મર્દનકળામાં નિપુણ, દક્ષ, પોતાના વ્યવસાયમાં સુશિક્ષિત, કુશળ, બુદ્ધિમાન-મર્દન-કળામાં નવા-નવા આવિષ્કાર કરવામાં સમર્થ, મર્દનવિધિની સૂક્ષ્માતિસૂક્ષ્મ ક્રિયાઓમાં નિપુણ, તેલ આદિથી કરાતું મર્દન, તેલ આદિને અંદર સુધી પહોંચાડવા માટે કરાતું પરિમર્દન-વિશેષ મર્દન અને શરીર સ્વાથ્ય, કાંતિ, પુષ્ટિ, ર્તિ આદિ ગુણોને પ્રગટ કરતું નીચેથી ઉપરની તરફ કરાતું મર્દન, તે સર્વ પ્રકારે માલિશ કરવામાં કુશળ પુરુષો દ્વારા રાજાએ હાડકાને, માંસને, ત્વચાને અને રોમરાજિને સુખદાયક એવું ચારે પ્રકારનું માલિશ કરાવ્યું. આ રીતે વ્યાયામજનિત પરિશ્રમ દૂર કરીને રાજા વ્યાયામશાળામાંથી બહાર નીકળ્યા, નીકળીને સ્નાનઘરમાં પ્રવેશ કર્યો.
તે સ્નાનઘર મોતીઓની સરોથી સજાવેલા ઝરુખાઓથી યુક્ત, અતિ સુંદર હતું; તેનું ભૂમિતલ વિવિધ પ્રકારના મણિરત્નોથી જડિત હતું. તેમાં રમણીય સ્નાનમંડપમાં કલાત્મક રીતે જડેલા મણિરત્નોથી સુશોભિત સ્નાનપીઠ–બાજોઠ ઉપર સુખપૂર્વક બેસીને ન અતિ ગરમ, ન અતિ ઠંડા તેવા સુખપ્રદ જલથી, ચંદનમિશ્રિત સુગંધી જળથી, પુષ્પમિશ્રિત જલથી અને શુદ્ધ નિર્મળ જળથી કલ્યાણકારી શ્રેષ્ઠ વિધિથી
Page #146
--------------------------------------------------------------------------
________________
[ ૯૪ ]
શ્રી વિવાઈસૂત્ર
વારંવાર સ્નાન કર્યું. અનેક સેંકડો કલ્યાણકારક(આરોગ્યપ્રદ) કૌતુકપૂર્વક શ્રેષ્ઠ સ્નાનવિધિ પૂર્ણ કરી.
- ત્યાર પછી રૂંછડાંવાળા, સુકોમળ, સુગંધિત લાલ રંગના વસ્ત્ર વડે શરીર લૂછીને; સરસ, સુગંધિત ગોશીર્ષ ચંદનનો લેપ કરીને અખંડિત, મૂલ્યવાન, શ્રેષ્ઠ, ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા; શુદ્ધ પુષ્પોની માળા ધારણ કરી અને સુગંધિત દ્રવ્યો(પરફયુમ) છાંટયાં; મણિ જડિત સુવર્ણના આભૂષણો પહેર્યા; યથાસ્થાને અઢારસરો હાર, અર્ધહાર-નવસરો હાર, ત્રણસરો હાર, તથા લાંબો લટકતો કંદોરો(કટિસૂત્ર) કમર પર બાંધ્યો; ગળામાં સુંદર આભૂષણો, આંગળીઓમાં વીંટીઓ તથા અન્ય સુંદર આભૂષણો ધારણ કર્યા; બંને હાથમાં સુંદર કડા તથા બાહુ પર બાજુબંધ ધારણ કર્યા. આ રીતે તેમનું શરીર અત્યંત શોભાયમાન થઈ ગયું
આંગળીમાં પહેરેલી મુદ્રિકાઓથી તેમની બધી આંગળીઓ પીળી ઝાંઈથી ચમકવા લાગી; કુંડળોથી મુખ ચમકવા લાગ્યું, મુગટથી મસ્તક શોભવા લાગ્યું; અનેક પ્રકારના હારથી ઢંકાયેલું વક્ષ:સ્થળ મનોહર પ્રતીત થતું હતું. તેમણે લાંબા લહેરાતા ઉત્તરીય વસ્ત્રને ધારણ કર્યું સુયોગ્ય કારીગરો દ્વારા અનેક પ્રકારના મણિ-સુવર્ણથી બનાવાયેલા. વિમલ, ઉજ્જવળ, મૂલ્યવાન, અત્યંત સુંદર, વિશિષ્ટ સંધિયુક્ત, પ્રશસ્ત આકારવાળા(ઘાટીલા) સુંદર વીરવલય- વિજયકંકણને ધારણ કર્યું.(આ વલય ધારણ કરનાર વ્યક્તિ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે છે.)
વિશેષ શું કહેવું? આ પ્રકારે અલંકારોથી અલંકૃત અને વિશિષ્ટ વેશભૂષાથી સજ્જ થયેલા તે રાજા કલ્પવૃક્ષની સમાન શોભવા લાગ્યા. કોરંટના પુષ્પોની માળાઓથી યુક્ત છત્ર અને બંને બાજુથી ચાર ચામર ઢોળાતા, જય-વિજયના માંગલિક શબ્દોથી વધાવાતા રાજા સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા. અનેક ગણનાયકો, દંડનાયકો, રાજાઓ, ઐશ્વર્યશાળી યુવરાજો, તલવરો–રાજ સન્માનિત વિશિષ્ટ નાગરિકો, માંડલિકો-જાગીરદારો, કૌટુંબિકો, ઇભ્ય–વૈભવશાળી પુરુષો, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, સાર્થવાહો, દૂતો, સંધિપાલકો વગેરે પુરુષોથી વીંટળાયેલા, ધવલ મહામેઘમાંથી બહાર નીકળતા, ગ્રહગણોની મધ્યમાં સુશોભિત ચંદ્ર જેવા પ્રિયદર્શનીય રાજા બહારના સભા ભવનમાં રહેલા શણગારાયેલા મુખ્ય હાથી સમીપે આવીને અંજનગિરિના શિખર જેવા તે હાથી ઉપર બિરાજમાન થયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કોણિક રાજાની સ્નાનવિધિનું વિસ્તૃત વર્ણન છે. શતપાક-સહાપાક - વૃત્તિકાર આચાર્ય અભયદેવ સૂરિએ વૃત્તિમાં તેની ત્રણ પ્રકારે વ્યાખ્યા કરી છે. (૧) જે તેલ જુદી જુદી ઔષધિઓની સાથે સો વાર પકવવામાં આવે તો તેને શતપાક અને હજારવાર પકવવામાં આવે તો તેને સહસ પાક તેલ કહે છે. (૨) જે તેલમાં સો તથા હજાર પ્રકારની ઔષધિઓ હોય, તેને શતપક તથા સહસંપાક તેલ કહે છે. (૩) જેને બનાવવામાં સૌ કાર્દાપણ તથા હજાર કાર્દાપણ ખર્ચ થાય છે તે શતપાક તથા સહસ પાક કહેવાય છે.(કાર્દાપણ એ પ્રાચીન સુવર્ણ સિક્કાનું નામ છે.) કોણિક રાજાની દર્શન શોભાયાત્રા :
९५ तएणंतस्सकूणियस्सरण्णो भंभसारपुत्तस्स आभिसेक्कं हत्थिरयणंदुरुढस्स समाणस्स तप्पढमयाए इमे अट्ठ मंगलया पुरओ अहाणुपुच्चीए संपट्ठिया । तं जहा- सोवत्थियसिरिवच्छ णदियावत्तवद्धमाणग-भद्दासणकलसमच्छदप्पणा ।
Page #147
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
ભાવાર્થ:- ત્યાર પછી ભભસારના પુત્ર કોણિકરાજા અભિષિકત હાથી ઉપર સવાર થયા ત્યારે સહુથી આગળ સ્વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય, તથા દર્પણ, આ આઠ મંગલો લઈને રાજપુરુષો ગોઠવાઈ ગયા. ९६ तयाणंतरं च णं पुण्णकलसभिंगारं, दिव्वा य छत्तपडागा सचामरा, सण रइय आलोयदरिसणिज्जा वाउद्भूयविजयवेजयंती य, ऊसिया गगणतलमणुलिहती पुरओअहाणुपुव्वीए संपट्ठिया । ભાવાર્થ - ત્યાર પછી જળથી ભરેલા કળશો, ઝારીઓ, દિવ્ય છત્રો, પતાકા, ચામર તથા રાજાની દષ્ટિ પડે તે રીતે ગોઠવેલી, સુંદર, ઊંચી લહેરાતી, આકાશને સ્પર્શ કરતી, વિજયન્તી–વિજય ધ્વજાઓ લઈને રાજપુરુષો ગોઠવાઈ ગયા. | ९७ तयाणंतरचणंवेलियभिसंतविमलदंड,पलबकोरंटमल्लदामोवसोभियं, चंदमण्डलणिभं, समूसियं, विमलं आयवत्तं, पवरं सीहासणं वरमणिरयणपादपीढं, सपाउया- जोयसमाउत्तं, बहुकिंकस्कम्मकस्पुरिसपायत्तपरिक्खित्तं पुरओ अहाणुपुव्वीए संपट्ठियं । ભાવાર્થ - ત્યાર પછી વૈર્ય–નીલમણિની પ્રભાથી દેદીપ્યમાન, ઉજ્જવળ દંડયુક્ત, લાંબી લટકતી કોરંટ પુષ્પમાળાઓથી સુશોભિત, ચંદ્રમંડળ સમાન આભામય, ઊંચુ ખુલેલું નિર્મળ છત્ર જેની ઉપર છે તેવા મણિરત્નોથી વિભૂષિત, પાદુકા રાખવા માટેના પાદપીઠ સહિતના શ્રેષ્ઠ સિંહાસનને ગ્રહણ કરીને (અમે શું કરીએ? તેમ રાજાને હંમેશાં પૂછનારા) કિંકરો, (આજ્ઞાપાલનમાં તત્પર) સેવકો અને વિભિન્ન કાર્યોમાં નિયુક્ત પગે ચાલનારા) પદાતિઓ ગોઠવાઈ ગયા. |९८ तयाणंतरंचणंबहवेलढिग्गाहा कुंतग्गाहा चावग्गाहा चामरग्गाहा पासग्गाहा पोत्थयग्गाहा फलगग्गाहा पीढग्गाहा वीणग्गाहा कूवग्गाहा हडप्पयग्गाहा पुरओ अहाणुपुत्वीए संपट्ठिया । ભાવાર્થ:- ત્યાર પછી લાઠીધારી, ભાલાધારી, ધનુર્ધારી, ચામરધારી, ઉદ્ધત થયેલા હાથી, ઘોડા આદિને નિયંત્રિત રાખતા પાશ–ચાબુકધારી, પુસ્તકધારી, કાષ્ટફલક-પાટિયાધારી (ઢાલધારી) પીઢ નામના આસન વિશેષધારી, વીણાધારી, ચોરાઈને પાછી મળેલી વસ્તુને ધારણ કરનારા અથવા ચામડાના તૈલ પાત્રધારી અને આભૂષણ મંજૂસા ધારણ કરનારાઓ ગોઠવાઈ ગયા. | ९९ तयाणंतरं च णं बहवे दंडिणो मुंडिणो सिहंडिणो जडिणो पिच्छिणो हासकरा डमरकरा दवकरा चाडुकरा वादकरा कंदप्पकरा कोक्कुइया किडक्करा य, वायंता य गायंता य हसंता य णच्चंता य भासंता य सार्वता य रक्खंता य रावेता य आलोयं च करेमाणा, जयजयसदं पउंजमाणा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया । ભાવાર્થ :- ત્યાર પછી દંડ ધારણ કરનારા દંડીઓ, શિરોમુંડન કરનારા મુંડીઓ, ચોટી રાખનારા શિખંડીઓ, જટા ધારણ કરનારા જટીઓ, મોરપીંછ ધારણ કરનારા પિંછીકો, હાસ્ય કરાવનારા વિદૂષકો, ડમરું વગાડનારા, મશ્કરી કરનારા, પ્રિયવચન બોલી ખુશામત કરનારા ખુશામતિયાઓ, વાદવિવાદ કરનારા, શૃંગારી ચેષ્ટા કરનારા કાંદપિંકો; કુતૂહલ કરનારા, ખેલ-તમાશા બતાવનારા ક્રિીડાકારો, વાજિંત્રો
Page #148
--------------------------------------------------------------------------
________________
[ ૯૬ ]
શ્રી વિવાઈસૂત્ર
વગાડતા, ગીતો ગાતા, હસતા, નૃત્ય કરતા, બોલતા, બીજાને ગીત વગેરે સંભળાવતા, રાજાના શરીરનું રક્ષણ કરતા, અવાજ કરતા, વારંવાર રાજાનું દર્શન કરતા, જય-વિજયના શુભ શબ્દોનું ઉચ્ચારણ કરતા અનુક્રમે ગોઠવાયા. १०० तयाणंतरं च णं जच्चाणं तरमल्लिहायणाणं हरिमेलामउलमल्लियच्छाणं चंचुच्चिय ललिय-पुलियचलचवलचंचलगईणं, लंघण-वग्गणधावण-तिवई जइणसिक्खियगईणं, ललंत-लाभगलगलायवरभूसणाणं, मुहभंडग-ओचूलग-थासग-अहिलाणचामरगण्ड परिमण्डियकडीणं, किंकरवरतरुणपरिग्गहियाणं अट्ठसयंवरतुरगाणंपुरओ अहाणुपुच्चीएसंपट्ठिया। ભાવાર્થઃ- ત્યાર પછી ઉત્તમ જાતિના, વેગવાન, નવયુવાન એકસો આઠઘોડાઓ ગોઠવાયા. તે ઘોડાઓની આંખો હરિમેલા નામના વૃક્ષ વિશેષની કળી તથા મલ્લિકા–ચમેલીના પુષ્પ જેવી હતી. તેના પગ પોપટની ચાંચની જેમ વાંકા, કુશળતાપૂર્વક પડતા હોવાથી અત્યંત સુંદર લાગતા હતા. તેની ગતિ વિજળીની જેમ ચંચળ હતી. તે ઘોડાઓ લંઘન–ખાડા આદિટપવા, વલ્સન-ઊંચે કૂદવું, ધાવન-ઝડપથી દોડવું, ધોરણ-ચતુરાઈપૂર્વક દોડવું ત્રણ પગે ઊભા રહેવું અતિ ઝડપથી ચાલવું વગેરે દરેક ક્રિયાઓમાં અભ્યસ્ત(નિપુણ) હતા.
તે ઘોડાઓના ગળામાં ઝૂલતા સુંદર આભૂષણો હતા. મુખનું આભૂષણ, અવચૂલક– મસ્તક પરની કલગી, સ્થાસક- દર્પણના આકારનું આભૂષણ વિશેષ, અહિલાન–મુખ્યબંધન વિશેષ વગેરે આભૂષણો શોભી રહ્યા હતા. તેનો કટિભાગ ચામર દંડથી સુશોભિત હતો. સુંદર શ્રેષ્ઠ તરુણ પુરુષો તેને દોરી રહ્યા હતા.
१०१ तयाणंतरं च णं ईसीदंताणं ईसीमत्ताणं ईसीतुंगाणं ईसीउच्छंगविसालधवल दंताणं कंचणकोसी-पविट्ठदंताणं कंचणमणिरयणभूसियाणं, वरपुरिसारोहगसंपउत्ताणं अट्ठसयं गयाणं पुरओ अहाणुपुव्वीए संपट्ठियं । ભાવાર્થ :- ત્યાર પછી એકસો આઠ ઉત્તમ હાથીઓ ગોઠવાયા. તે હાથીઓ ઈષ–દાંતવાળા હતા અર્થાત તેના દાંત પૂરા બહાર નીકળેલા ન હતા, તે કિંચિત્ મદોન્મતુ, કિંચિત્ ઊંચા હતા. તેના પીઠનો ભાગ વધારે પહોળો ન હતો, તેના દાંત ઉજ્જવળ અને શ્વેત હતા. તેના દાંત પર સોનાની ખોળો પહેરાવેલી હતી. સુવર્ણ અને મણિરત્નોના આભૂષણોથી તે શોભિત હતા. શ્રેષ્ઠ મહાવતો તેને ચલાવી રહ્યા હતા. १०२ तयाणंतरं चणं सच्छत्ताणंसज्झयाणंसघंटाणंसपडागाणंसतोरणवराणंसणंदिघोसाणं संखिखिणीजालपरिक्खित्ताणं हेमवयचित्ततिणिसकणगणिज्जुत्तदारुयाणं,कालायससुकयणेमि जंतकम्माणं, सुसिलिट्ठवत्तमंडलधुराणं, आइण्णवर तुरगसंपउत्ताणं, कुसलणरच्छेयसारहि सुसंपग्गहियाणं बत्तीसतोण परिमंडियाणं सकंकडवडेंसगाणं सचाक्सस्पहरणावरण भरियजुद्धसज्जाणं अट्ठसयं रहाणं पुरओ अहाणुपुव्वीए संप्पट्ठियं । ભાવાર્થ - ત્યાર પછી એકસો આઠ ઉત્તમ રથો યથાક્રમથી ગોઠવાયા. તે રથો છત્ર, ગરુડ આદિના ચિહ્નવાળી ધ્વજાઓ, ઘંટાઓ, ગરુડ આદિના ચિહ્ન રહિતની પતાકાઓ, તોરણો, બાર પ્રકારના વાજિંત્રોના સૂર સહિતના નંદીઘોષથી યુક્ત હતા. તેમાં નાની નાની ઘંટડીઓની બનાવેલી જાળીઓ હતી.
તે રથો હિમવત ગિરિમાં ઉત્પન્ન થયેલા, તિનિશ નામના વૃક્ષ વિશેષના લાકડાથી–સીસમના લાકડાથી બનાવેલા, સુવર્ણ જડિત કોતરણીવાળા, લોખંડના પટ્ટા ચઢાવેલા પૈડાં યુક્ત, અત્યંત મજબૂત
Page #149
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧: સમવસરણ
५७
અને ગોળ ઘોંસર સહિત, આકીર્ણ જાતિના જાતિવાન અશ્વો જોડેલા, નિપુણ અને દક્ષ સારથિઓ દ્વારા यसावाता, पत्रीस जाए। राजवाना लाथा, अवथ शिरोरक्षड, धनुष, जारा, हथियारो, ढास आहि અસ્ત્ર-શસ્ત્રો સહિત યુદ્ધના મેદાનમાં જવા માટે સજ્જ થયેલા હોય તેવા લાગતા હતા.
१०३ तयाणंतरं च णं असि-सत्ति-कुंत-तोमर-सूल-लउङ-भिंडिमाल- धणुपाणिसज्जं पायत्ताणीयं पुरओ अहाणुपुव्वी संपट्ठियं ।
भावार्थ :- त्यारपछी हाथमां तसवार, त्रिशूसो, भासाओ, सोडदंड, जरछी, साठीओ, गोइए। तथा ધનુષ્ય ધારણ કરનારા સૈનિકો ક્રમપૂર્વક આગળ ગોઠવાયા.
| १०४ तणं से कूणि राया हारोत्थयसुकयरइयवच्छे कुंडलउज्जोवियाणणे मउङदित्तसिरए णरसीहे नरवई णरिंदे णरवसहे मणुयरायवसभकप्पे अब्भहियं रायतेयलच्छीए दिप्पमाणे, हत्थिक्खंधवरगए, सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं, सेयवर-चामराहिं उद्धव्वमाणीहिं-उद्घुव्वमाणीहिं वेसमणे चेव णरवई अमरवइसण्णिभाए इड्डी पहियकित्ती हयगयरहपवरजोहकलियाए चाउरंगिणीए सेणाए समणुगम्ममाणमग्गे जेणेव पुण्णभद्दे चेइए, तेणेव पहारेत्थ गमणाए ।
भावार्थ::- ત્યાર પછી હારોથી સુશોભિત અને પ્રીતિકર વક્ષઃસ્થળવાળા, કુંડળોની આભાથી દીપ્તિસંપન્ન મુખવાળા, મુગટ ધારણ કરવાથી સુશોભિત મસ્તકવાળા, મનુષ્યમાં સિંહ સમાન શૂરવીર, પ્રજાનું પાલનપોષણ કરતા હોવાથી નરપતિ, મનુષ્યોમાં ઇન્દ્ર સમાન હોવાથી નરેન્દ્ર, પોતાનું કાર્ય પૂર્ણપણે પાર કરતા હોવાથી નરવૃષભ, રાજાઓના પણ રાજા સમાન હોવાથી ચક્રવર્તી, રાજતેજથી અને રાજલક્ષ્મીથી અધિક દેદીપ્યમાન કોણિકરાજા હાથી ઉપર બેઠા ત્યારે તેણે મસ્તક ઉપર કોરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્ર ધારણ કર્યું હતું, તેની બંને બાજુ શ્વેત ચામરો વીંજાવા લાગ્યા, ત્યારે તે રાજા વૈશ્રમણ-કૂબેર જેવા દેખાવા લાગ્યા. આ રીતે ઇન્દ્ર સમાન ઋદ્ધિ અને વિખ્યાત કીર્તિ સંપન્ન રાજાએ ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેનાની સાથે પૂર્ણભદ્ર ઉદ્યાન તરફ પ્રયાણ કર્યું.
१०५ तए णं तस्स कूणियस्स रण्णो भंभसारपुत्तस्स पुरओ महं आसा, आसवरा उभओ पासिं णागा, णागवरा, पिट्ठओ रहसंगेल्लि ।
भावार्थ :· ભંભસારના પુત્ર કોણિકરાજાની આગળ અનેક સામાન્ય શ્રેષ્ઠ અશ્વો અને ઘોડેસ્વારો હતા. બંને બાજુ અનેક શ્રેષ્ઠ હાથીઓ અને મહાવતો હતા અને પાછળ રથનો . સમુદાય हतो. | १०६ तए णं से कूणिए राया भंभसारपुत्ते अब्भुग्गयभिंगारे, पग्गहियतालयंटे, ऊसवियसेयच्छत्ते, पवीइयबालवीयणीए, सव्विड्डीए, सव्वजुईए सव्वबलेणं, सव्व समुदएणं, सव्वादरेणं, सव्वविभूईए, सव्वविभूसाए सव्वसंभमेणं, सव्वपुप्फगंध मल्लालंकारेणं, सव्वतुडियसद्दसण्णिणाएणं, महया इड्डीए, महया जुईए, महया बलेणं, महया समुदएणं, महयावरतुडिय-जमगसमग-प्पवाइएणं संख-पणव-पडह- भेरि झल्लरि-खरमुहि-हुडुक्कमुरय-मुअंग-दुंदुहि-णिग्घोसणाइयरवेणं चंपाए णयरीए मज्झमज्झेणं णिग्गच्छइ ।
Page #150
--------------------------------------------------------------------------
________________
૯૮ ]
શ્રી ઉવવાઈ સત્ર
ભાવાર્થ - ત્યાર પછી તે ભંભસારના પુત્ર કોણિકરાજા ચંપાનગરીની મધ્યમાં થઈને આગળ વધ્યા. તેની આગળ જળ ભરેલી ઝારીઓ ગ્રહણ કરેલા પુરુષો ચાલી રહ્યા હતા. (તે ઝારીથી સુગધી પાણીનો છંટકાવ કરતા હતા.) બંને બાજુ સેવકો પંખાથી હવા નાંખી રહ્યા હતા, ઉપર શ્વેત છત્ર ધારણ કરેલું હતું, બંને બાજુ ચામર ઢોળાઈ રહ્યા હતા. તે રાજા સમસ્ત રાજ્યઋદ્ધિ, વસ્ત્ર-આભૂષણોના પ્રભાવરૂપ ધુતિ, સમસ્ત સૈન્ય, સમસ્ત પારિવારિકજનો સહિત, પૂર્ણ આદરપૂર્વક, સમસ્ત ઐશ્વર્યરૂ૫ વિભૂતિ અને વસ્ત્રાભરણની વિભૂષા સહિત, ભક્તિભાવજન્ય અત્યંત ઉત્સુકતાપૂર્વક, સર્વ પ્રકારના પુષ્પો, ગંધદ્રવ્યો, માળા અને અલંકારોથીયુક્ત, સર્વ પ્રકારના વાજિંત્રોના મધુર ધ્વનિ સહિત, પોતાની વિશિષ્ટ ઋદ્ધિ, ધુતિ, સૈન્ય, પારિવારિકજનો અને એક સાથે વગાડવામાં આવતા વાજિંત્રોના મનોહર ધ્વનિપૂર્વક, શંખ, ઢોલ, મોટા ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, ડુકક, મુરજ, ઢોલક તેમજ દુંદુભિના વિશેષ પ્રકારના મહાનાદ સહિત નીકળ્યા. १०७ तए णं तस्स कूणियस्स रण्णो चंपाए णयरीए मज्झमज्झणं णिग्गच्छमाणस्स बहवे अत्थत्थिया, कामत्थिया, भोगत्थिया लाभत्थिया किदिवसिया, कारोडिया, कारवाहिया, संखिया, चक्किया, णंगलिया, मुहमंगलिया, वद्धमाणा, पूसमाणया, खंडियगणा ताहिं इट्ठाहिं कंताहिं पियाहि मणुण्णाहि मणामाहि मणाभिरामाहिं हिययगमणिज्जाहिं वग्गूहि जयविजयमंगलसएहिं अणवरयं अभिणंदता य अभित्थुणता य अभित्थुणता य एवं वयासी
जय जय णंदा! जय जय भद्दा! भई ते अजियं जिणाहि, जियं च पालेहि, जियमज्झे वसाहि । इंदो इव देवाणं, चमरो इव असुराणं, धरणो इवणागाणं, चंदो इव ताराणं, भरहो इव मणुयाणं बहूहिँ वासाई बहूई वाससयाई, बहूई वाससहस्साई अणहसमग्गो, हद्वतह्रो परमाउं पालयाहि, इट्ठजणसंपरिखुडो चपाए णयरीए अण्णेसिं च बहूणं गामागरणयस्खेडकब्बङ दोणमुहमडंब -पट्टण आसमणिगमसंवाहसंणिवेसाणं आहेवच्चं, पोरेवच्चं, सामित्तं, भट्टित्तं, महत्तरगत्तं, आणाईसस्सेणावच्चं कारेमाणे, पालेमाणे महयाहयणट्टगीय वाइक तंती-तल तालतुडियघणमुइंग-पडुप्पवाइयरवेणं विउलाई भोगभोगाई भुंजमाणे विहराहि त्ति कटु जय जय सदं पउंजंति। ભાવાર્થ :- જ્યારે કોણિક રાજા ચંપાનગરીની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઘણા ધનાર્થીધનના અભિલાષી, કામાર્થી- મનોજ્ઞ શબ્દ અને રૂપને ઇચ્છનારા, ભોગાર્થી-મનોજ્ઞ રસ, ગંધ અને સ્પર્શને ઇચ્છનારા, લાભાર્થી- મનોજ્ઞ ભોજનાદિના લાભને ઇચ્છનારા, કિલ્વીષકો- માંડ ચેષ્ટા કરનારા, કાપાલિકો- ખપ્પર ધારણ કરનારા ભિક્ષુઓ, રાજકર બાધિત–રાજ્યના કરથી પીડિત થનારા, શાંખિકશંખ વગાડનારા ચાક્રિક– ચક્રધારીઓ, લાંગલિક– હળ ચલાવનારા ખેડૂતો, મુખ માંગલિકો– આશીર્વાદ દેનારા, વર્ધમાન- અન્યના સ્કંધ પર બેસનારા, પુષ્યમાનવ-ભાટ ચારણ આદિ સ્તુતિગાયકો, ખંડિકગણવિદ્યાર્થીઓ વગેરે ઇષ્ટ, કમનીય, પ્રીતિકર, મનોજ્ઞ, મનામ- ચિત્તને પ્રસન્ન કરનારી, મનોભિરામમનને ગમે તેવી, હદયમાં આનંદ ઉત્પન્ન કરનારી વાણીથી જય-વિજય આદિ સેંકડો માંગલિક શબ્દોથી રાજાને લગાતાર અભિનંદન આપતા હતા તેમજ તેમની પ્રશસ્તિ કરતા હતા.
જનજનને આનંદ આપનારા હે રાજન ! આપનો જય હો. આપનો વિજય હો. જનજનને માટે
Page #151
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
કલ્યાણ સ્વરૂપ હે રાજનું! આપનો સદા વિજયી હો, આપનું કલ્યાણ હો. આપે જેને જીત્યા નથી તે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરો, જેઓને જીતી લીધા છે તેનું પાલન કરો, તેમની વચ્ચે નિવાસ કરો અર્થાત્ જીતેલાઓને સાથે રાખો. દેવોમાં ઇન્દ્ર, અસુરોમાં ચમરેન્દ્ર, નાગોમાં ધરણેન્દ્ર, તારાઓમાં ચંદ્ર અને મનુષ્યોમાં ચક્રવર્તી ભરતની જેમ અનેક વર્ષો સુધી, સેંકડો, હજારો, લાખો વર્ષો સુધી સર્વપ્રકારના દોષ કે વિહ્નો રહિત, સંપત્તિ-પરિવાર આદિ સહિત હર્ષિત અને સંતુષ્ટ રહો અને દીર્ધાયુષ્યને પ્રાપ્ત કરો. આપ પોતાના ઇષ્ટ–પ્રિયજનો સહિત ચંપાનગરીના અન્ય ઘણા ગામો-જનપદો; આકર- લવણાદિના ઉત્પત્તિ સ્થાનો, ખાણ આદિ નગરો- જેમાં રાજ્ય તરફથી કરવેરા ન લેવાતા હોય તેવા સ્થાનો, ખેટો- ધૂળના પ્રાકારયુક્ત ગામો, કબૂટો- અત્યંત સાધારણ કસબાઓ, દ્રોણમુખોજલમાર્ગ અને સ્થલમાર્ગથી જઈ શકાય તેવા સ્થાનો, મંડબ– જેની આસપાસ અન્ય ગામો ન હોય તેવા સ્થાનો, પત્તનો- બંદરો અથવા સમસ્ત વસ્તુની પ્રાપ્તિ થાય તેવા મોટા નગરો; આશ્રમો– તાપસ આદિ સંન્યાસીઓના આવાસો, નિગમો- વ્યાપાર યોગ્ય ક્ષેત્રો, સંબાહ– પર્વતની તળેટીમાં વસેલા ગામો, સંન્નિવેશો- સાર્થવાહ અને સૈન્યને ઉતરવાના સ્થાનોનું આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામીત્વ, ભર્તૃત્વ- પોષકત્વ, મહત્તર–– મહા નાયકપણું પ્રાપ્ત કરો. તે લોકો પર આક્ષેશ્વર્યત્વ- સર્વ પ્રકારની આજ્ઞાના સંપૂર્ણ અધિકારને, સેનાપત્ય- સર્વનું સર્વાધિકૃત રૂપે પાલન કરો અને કરાવો. - નિરંતર અવિચ્છિન્ન રૂપે નૃત્ય, ગીત, વાધ, વિણા, કરતાલ-તાળીઓ, મૃદંગો આદિ વાજિંત્રોનો નિપુણતાપૂર્વક પ્રયોગ કરવાથી ઉત્પન્ન થતા સુંદર ધ્વનિઓથી આનંદિત થતાં, વિપુલ ભોગોપભોગને ભોગવતા સમય વ્યતીત કરો. આ પ્રમાણે જય-જય શબ્દો બોલતા હતા. વિવેચન : -
- પ્રસ્તુત સૂત્રમાં ભગવાનના દર્શન માટેની કોણિકરાજાની પૂર્વ તૈયારી તથા દર્શનયાત્રાનું વિસ્તૃત વર્ણન છે.
રાજા ચતરંગિણી સેનાથી સુસજિત થઈને, સમગ્ર સમૃદ્ધિ સહિત સંપૂર્ણ ઠાઠમાઠથી પારિવારિકજનો સહિત પ્રભુના દર્શન માટે ગયા. પ્રભુના આગમનના શુભ સમાચાર સાંભળીને નગરીને સુશોભિત કરાવી.
- ભગવાન મહાવીર સ્વામી સંપૂર્ણ નિષ્પરિગ્રહી, સર્વ પાપથી સર્વથા મુક્ત, વીતરાગી, આત્મ સ્વરૂપમાં સ્થિત હતા. તેમની સમક્ષ ભૌતિક સામગ્રીનું કોઈ મૂલ્ય ન હતું. આવા ત્યાગી, વૈરાગી, વીતરાગી મહાન પુરુષોના દર્શન માટે આવો ઠાઠ માઠ શા માટે? જગજજીવો જે ભૌતિક સામગ્રીને સર્વશ્રેષ્ઠ સમજે છે, ભૌતિક સામગ્રી મેળવવા જ પોતાના મહામૂલા જીવનને વેડફી નાખે છે. તેવા લોકોને માટે આ પ્રસંગ બોધ રૂપ બની જાય છે. ભૌતિક જગતમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન ચક્રવર્તીઓ, રાજા, મહારાજાઓ પણ વીતરાગીઓના ચરણોમાં ઝૂકી જાય છે. તેથી એક સનાતન સિદ્ધાંત સ્પષ્ટ થઈ જાય છે કે ભોગ કરતા ત્યાગ મહત્તા છે.
તે ઉપરાંત રાજાની સાથે આવેલા રાજાના પારિવારિકજનો, ચતુરંગી સેનાના સૈનિકો, સેનાપતિઓ, નગરજનો વગેરે સમસ્ત લોકો પણ પ્રભુના દર્શન અને ઉપદેશશ્રવણનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે તેવી ઉમદા ભાવનાથી કોણિક રાજા બધાને સાથે લઈને ગયા હતા. નન્દીઘોષ- (૧) ભેરી (૨) મુકુંદ નામનું વાદ્ય (૩) મૃદંગ (૪) કડબ નામનું વાદ્ય (૫) ઝાલર (૬) હૂહૂકક વાધ વિશેષ (૭) કંસાલ નામનું વાધ (૮) કાહલ નામનું વાધ (૯) તલિમા નામનું વાધ (૧૦)
Page #152
--------------------------------------------------------------------------
________________
| १००
શ્રી વિવાઈસૂત્ર
qiस नामनुं वाध (११) शंग (१२) ढोस. मा पार प्रा२ना वात्रिोना माने हिघोष ४३ ७. કોણિક રાજા દ્વારા પ્રભુની પથુપાસના - १०८ तएणंसेकूणिएराया भंभसारपुत्तेणयण-माला-सहस्सेहिं पेच्छिज्जमाणे-पेच्छिज्जमाणे, हियय-मालासहस्सेहिं अभिणंदिज्जमाणे-अभिणंदिज्जमाणे, मणोरह-मालासहस्सेहिं विच्छिप्पमाणे-विच्छिप्पमाणे, वयण-मालासहस्सेहिं अभिथुव्वमाणे-अभिथुव्वमाणे, कांति-सोहग्गगुणेहिं पत्थिज्जमाणे-पत्थिज्जमाणे, बहूणं णरणारिसहस्साणं दाहिणहत्थेणं अंजलिमालासहस्साइंपडिच्छमाणेपडिच्छमाणे, मंजुमंजुणा घोसेणंपडिबुज्झमाणेपडिबुज्झमाणे, भवण-पंति-सहस्साई समइच्छमाणे समइच्छमाणे, चंपाए णयरीए मज्झमज्झेणं णिग्गच्छइ,
णिग्गच्छइत्ता जेणेव पुण्णभद्दे चेइए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते छत्ताईए तित्थयराइसेसे पासइ, पासित्ता आभिसेक्कं हत्थिरयणं ठवेइ, ठवेत्ता आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता अवहट्ट पंच रायककुहाई, तं जहा-खग्गंछत्तं उप्फेसं वाहणाओ वालवीयणिं, जेणेव समणे भगवंमहावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छइ । तं जहा- सचित्ताणं दव्वाणं विओसरणयाए, अचित्ताणं दव्वाणं विओसरणयाए, एगसाडियं उत्तरासंगकरणेणं, चक्खुप्फासे अंजलिपग्गहेणं, मणसो एगत्तीभावकरणेणं ।।
समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता तिविहाए पज्जुवासणयाए पज्जुवासइ, तं जहा- काइयाए, वाइयाए, माणसियाए । काइयाए ताव संकुइयग्गहत्थपाए सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासइ । वाइयाए- जं जं भगवं वागरेइ एवमेयं भंते ! तहमेय भंते ! अवितहमेयं भंते ! असंदिद्धमेयं भंते! इच्छियमेयंभंते !पडिच्छियमेयंभंते ! इच्छियपडिच्छियमेयं भंते! से जहेय तुब्भे वदह, अपडिकूलमाणे पज्जुवासइ । माणसियाएमहयासंवेगं जणइत्ता तिव्वधम्माणुरागरत्ते पज्जुवासइ। ભાવાર્થ :- ત્યાર પછી ભભસાર પુત્ર કોણિકરાજા હજારો નયન પંક્તિઓથી જોવાતાં હજારો વચન પંક્તિઓથી સ્તુતિ કરાતાં; હજારો હૃદયપંક્તિઓમાં સ્થાન મેળવતાં, હજારો મનોરથ પંક્તિઓ પૂર્ણ કરતાં, કાંતિ, રૂપ અને સૌભાગ્ય ગુણોના કારણે અભિલાષા કરાતાં હજારો અંગુલી પંક્તિઓથી કરાતા; જમણા હાથે નિર્દિષ્ટ હજારો નર-નારીઓની હજારો પ્રણામાંજલિને સ્વીકારતાં, અત્યંત કોમળ વાણીથી તેમના કુશળ સમાચાર પૂછતાં, હજારો ભવન પંક્તિઓને પસાર કરતાં, ચંપાનગરીના મધ્યભાગમાં થઈને નીકળ્યા.
ત્યાંથી નીકળીને પૂર્ણભદ્ર ચૈત્યમાં આવીને ભગવાન મહાવીર સ્વામીથી ન અતિ દૂર,ન અતિ નજીક, તેવા યોગ્ય સ્થાન પર પહોંચ્યા અને તીર્થકરના છત્ર વગેરે અતિશયો દેખાતાં જ પોતાની સવારીના મુખ્ય હાથીને ઊભો રાખીને સ્વયં હાથી પરથી નીચે ઉતર્યા. તલવાર, છત્ર, મુગટ, પગરખા અને ચામર વગેરે રાજચિહ્નોનો ત્યાગ કરીને ભગવાન મહાવીર સ્વામીની સમીપે પાંચ પ્રકારના અભિગમ (સન્માનદર્શક
Page #153
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૧૦૧ ]
શ્રાવકના શિષ્ટાચાર)પૂર્વક ગયા (૧) સચેત પદાર્થોનો ત્યાગ કરવો (૨) શસ્ત્રાદિ અચેત પદાર્થોનો ત્યાગ કરવો (૩) ખભા ઉપર રહેલ એકશાટિક– અખંડ ઉત્તરીય વસ્ત્રને મુખ ઉપર ધારણ કરવું, (૪) ધર્મનાયક પર દષ્ટિ પડતાં જ હાથ જોડવા (૫) મનને એકાગ્ર કરવું. આ રીતે પાંચ પ્રકારના નિયમોનું અનુપાલન કરીને કોણિકરાજા ભગવાનની સન્મુખ ગયા.
ભગવાન મહાવીર સ્વામીને જમણી બાજુથી પ્રારંભ કરીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને; કાયિક, વાચિક અને માનસિક, તે ત્રણ પ્રકારે પપાસના કરી. કાયિક પર્સપાસના રૂપે હાથ-પગને સંકુચિત કરીને, સાંભળવાની ઇચ્છાથી વારંવાર નમસ્કાર કરતાં, વિનયપૂર્વક બંને હાથ જોડીને પ્રભુની સન્મુખ સ્થિત થયા. વાચિક પર્યાપાસના રૂપે ભગવાન જે જે કહેતા હતા, તેના માટે હે ભગવન્! આપ જેમ કહો છો તેમ જ છે, હે ભગવન્! તેમ જ છે, હે ભગવન! આપે કહ્યું, તે સત્ય છે. હે ભગવન્! આપનું વચન અસંદિગ્ધ છે. હે ભગવન્! આપના વચનો મારા માટે ઇચ્છનીય છે, વારંવાર ઇચ્છનીય છે, ઇચ્છનીયપ્રતીતિચ્છનીય છે. આ રીતે અનુકૂળ વચનો બોલીને ઉપાસના કરવા લાગ્યા. માનસિક પર્કપાસના રૂપે તીવ્ર સંવેગભાવ-મુમુક્ષભાવ સાથે તીવ્ર ધર્માનુરાગથી અનુરક્ત બન્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કોણિકરાજા દ્વારા થયેલી દર્શનવિધિનું નિરૂપણ છે.
રાજાઓ હંમેશાં પાંચ પ્રકારના રાજચિહ્નો સહિત જ સર્વત્ર ગમન કરે છે પરંતુ તીર્થકરો કે સાધુ મહાત્માના દર્શન માટે જાય, ત્યારે તલવાર, છત્ર, મુગટ, પગરખાં અને ચામર, તે પાંચ રાજચિહ્નોનો ત્યાગ કરીને જાય છે. મહાન પુરુષો સમક્ષ પોતાના પદ-પ્રતિષ્ઠાજન્ય અભિમાનનો ત્યાગ કરી નમ્રતાપૂર્વક કંઈક પ્રાપ્ત કરવાની તમન્નાથી રાજચિહ્નોનો ત્યાગ કરવાનો રાજાઓનો વ્યવહાર હોય છે. પાંચ અભિગમ:- દર્શન માટે જતાં શ્રાવકોની આવશ્યક વિધિ અથવા શિષ્ટાચારને અભિગમ કહે છે. વ્યક્તિ જે સ્થાનમાં જાય છે, તે સ્થાનને યોગ્ય વેશ પરિધાન, ભાવશુદ્ધિ, ચિત્તની એકાગ્રતા વગેરે વ્યવહારનું પાલન કરવું, તે તેના માટે અનિવાર્ય છે. તે ભાવો જળવાય તે માટે શાસ્ત્રમાં પાંચ પ્રકારના અભિગમનું વિધાન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
રિવાજ તબ્બા વિડસરળ બીજા અભિગમના પાઠમાં વિકલ્લાક્ની જગ્યાએ કોઈક સ્થાને વિકસરખા પાઠ જોવા મળે છે. ભગવતી વૃત્તિમાં તેનો ‘વસ્ત્ર, અંગૂઠી વગેરેનો ત્યાગ ન કરવો’ તેવો અર્થ જોવા મળે છે. અન્ય સૂત્રોમાં વિસ્તરણા શબ્દ દ્વારા છત્ર, ચામર, પગરખા, શસ્ત્ર વગેરે અચેત પદાર્થોનો ત્યાગ કરવો તે શ્રાવકનો બીજો અભિગમ કહ્યો છે.
પાંચે અભિગમમાં શ્રાવકે કંઈક ક્રિયા કરવાની હોય છે, તેથી અચેત પદાર્થનો ત્યાગ ન કરવો તે અર્થ યથોચિત જણાતો નથી. પરંતુ વિતા રબા વિડસરળ- શસ્ત્ર આદિ અચેત પદાર્થોનો ત્યાગ કરવો. તે પાઠ અને અર્થ યથોચિત જણાય છે. તેથી તે પાઠને જ મૂળપાઠમાં સ્વીકાર કર્યો છે. રાણીઓ દ્વારા પ્રભુની પથુપાસના - १०९ तए णं ताओ सुभद्दप्पमुहाओ देवीओ अंतोअंतेउरंसि पहायाओ जाव सव्वालंकारविभूसियाओ बहूहिं खुज्जाहिं चिलाईहिं वामणीहिं वडभीहि, बब्बरीहिं बउसियाहिं
Page #154
--------------------------------------------------------------------------
________________
| १०२ ।
શ્રી વિવાઈસૂત્ર
जोणियाहिं पल्हवियाहिं ईसीणियाहिं चारुणियाहिंलासियाहिं लउसियाहिं सिंहलीहिंदमिलीहिं आरबीहिं पुलिंदीहिं पक्कणीहिं बहलीहिं मरुंडीहिं सबरीहिं पारसीहिं णाणादेसीहिं विदेसपरिमंडियाहिं इंगियचिंतियपत्थियवियाणियाहिं, सदेसणेवत्थगहियवेसाहिं चेडियाचक्कवालवरिसधर कंचुइज्जमहत्तरवंद-परिक्खित्ताओ अंतेउराओ णिग्गच्छंति,
___णिगच्छित्ता जेणेव पाडियक्कजाणाई, तेणेव उवागच्छंति, उवागच्छित्ता पाडियक्कपाडियक्काई जत्ताभिमुहाई जुत्ताई जाणाई दुरुहंति, दुरुहित्ता णियगपरियालसद्धि संपरिवडाओ चंपाए णयरीए मझमज्झेणं णिग्गच्छति, णिग्गच्छित्ता जेणेव पुण्णभद्दे चेइए, तेणेव उवागच्छंति उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते छत्तादीए तित्थयराइसेसे पासंति, पासित्ता पाडियक्कपाडियक्काइं जाणाई ठवेति, ठवित्ता जाणेहितो पच्चोरुहंति, पच्चोरुहित्ता बहूहिं खुज्जाहिं जावचेडियाचक्कवाल वरिसधस्कंचुइज्जमहत्तरवंद परिक्खित्ताओ जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छंति। तं जहा-सचित्ताणं दव्वाणं विसरणयाए, अचित्ताणंदव्वाणं विउसरएयाए, विणओवणयाएगायलट्ठीए, चक्खुफासे अंजलिपग्गहेणं, मणसो एगत्तीभावकरणेणं समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेति, करेत्ता वदति, णमंसंति, वंदित्ता, णमंसित्ता कूणियरायं पुरओकटु ठिइयाओ चेव सपरिवाराओ अभिमुहाओ विणएणं पंजलिउडाओ पज्जुवासंति । ભાવાર્થ - ત્યાર પછી સુભદ્રા આદિ રાણીઓએ અંતઃપુરમાં સ્નાન કર્યું યાવત સુંદર અલંકારોથી सुशोभित बनी. त्यार पछी (१) १०४ (बी) (२) सिसात-शत नाम अनार्य हेशनी (3) वामन (हगए।) (४) वऽमी (भोटा पेटवाणी) (५) परी-१२ शिनी () पशि-पश शिनी (७) योनि-योन शनी (८) विदेशनी (8) निदेशनी (१०) धोडिन शनी (११) दास शिनी (१२) ईश शिनी (१3) द्रविड हेशनी (१४) सिंडस शनी (१५) अ२५ शिनी (१७) ५सिंह शनी (१७) ५58हेशनी (१८) पास शनी (१९) भुरुन्हे शनी (२०) श५२ शनी (२१) પારસ દેશની. તે પોત પોતાના દેશની વેશભૂષા પ્રમાણે સજ્જ થયેલી, વ્યક્તિના ભાવને સંકેત અને ચેષ્ટા માત્રથી થોડામાં ઘણું સમજનારી, પોતપોતાના દેશના રીત-રીવાજ અનુરૂપ વસ્ત્ર આદિ ધારણ કરેલી, ઘણા દેશ, વિદેશની દાસીઓના સમૂહથી વીંટળાયેલી તથા વર્ષધરો-નપુંસકો, કંચુકીઓ–અંતઃપુરની રક્ષા કરનારા, પહેરદારો તથા અંતઃપુરના પ્રામાણિક રક્ષા અધિકારીઓથી ઘેરાયેલી બધી જ રાણીઓ અંતઃપુરમાંથી બહાર નીકળી.
અંતઃપુરમાંથી નીકળીને સુભદ્રા આદિ રાણીઓ પોતાના માટે અલગ અલગ ઊભા રાખેલા વાહનો પાસે આવી અને યાત્રાને યોગ્ય, શ્રેષ્ઠ બળદો જોડેલા વાહનોમાં બેઠી. પોતપોતાના દાસ, દાસીઓથી ઘેરાયેલી તે બધી રાણીઓએ ચંપાનગરીની મધ્યમાંથી નીકળીને પૂર્ણભદ્ર ચૈત્ય સમીપે આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની નજીક પહોંચી અને તીર્થકરોના છત્ર આદિ અતિશયોને દેખાતાં જ તેઓએ પોત પોતાના રથોને રોક્યા. રથોમાંથી નીચે ઊતરીને કુબ્બા આદિ દેશ-વિદેશની દાસીઓ, વર્ષધર-નપુંસકો તથા કંકી પુરુષો તથા અંતઃપુરના રક્ષક પુરુષો સાથે તે રાણીઓ પાંચ પ્રકારના અભિગમપૂર્વક શ્રમણ ભગવાન મહાવીર
Page #155
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
૧૦૩
સ્વામી પાસે ગઈ. (૧) સચેત પદાર્થોનો ત્યાગ કરવો. (૨) મુગટ, છત્ર આદિ અચેત પદાર્થોનો ત્યાગ કરવો. (૩) વિનયપૂર્વક શરીર નમાવવું. (૪) ભગવાન ઉપર દષ્ટિ પડતાં જ હાથ જોડવા (૫) મનને એકાગ્ર કરવું, આ પાંચ અભિગમપૂર્વક ભગવાન મહાવીર સ્વામી પાસે પહોંચીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કર્યા. ભગવાનને નમસ્કાર કરીને કોણિકરાજાને આગળ કરીને અર્થાત્ કોણિક રાજાની પાછળ પોતાના કુટુંબ પરિવાર સાથે ભગવાનની સન્મુખ જઈ વિનયપૂર્વક હાથ જોડી ઉપાસના કરતી બેઠી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સુભદ્રા વગેરે રાણીઓએ કરેલી ભગવાનની પર્યાપાસનાનું નિરૂપણ છે.
રાણીઓ પણ ભગવાન પાસે પાંચ અભિગમપૂર્વક જાય છે. શ્રાવકોના પાંચ અભિગમની જેમ શ્રાવિકાના પણ પાંચ અભિગમ હોય છે પરંતુ તેમાં ત્રીજા અભિગમમાં તફાવત છે. શ્રાવકો ખભા પર અખંડ ઉત્તરીય વસ્ત્ર ધારણ કરે છે. તેના દ્વારા તેઓને ઉત્તરાસંગ ધારણ કરવાનું કથન છે. જ્યારે સ્ત્રીઓ માટે ઉત્તરાસંગનું કથન નથી પરંતુ શ્રાવિકાઓ ત્રીજા અભિગમમાં વિનયપૂર્વક શરીરને નમાવે છે. ભગવાનની ધર્મ દેશના :११० तए णं समणे भगवं महावीरे कूणियस्स रण्णो भंभसारपुत्तस्स सुभद्दापमुहाणं देवीणं तीसे य महतिमहालियाए परिसाए इसिपरिसाए, मुणिपरिसाए, जइपरिसाए, देवपरिसाए, अणेगसयाए, अणेगसयवंदाए, अणेगसयवंदपरिवाराए, ओहबले, अइबले, महब्बले, अपरिमिय-बल-वीरिय-तेय-माहप्प-कंतिजुत्त, सारय-णवत्थणियमहुस्गंभीस्कोंचणिग्घोस दुंदुभिस्सरे, उरे वित्थडाए कंठे वट्टियाए सिरे समाइण्णाए अगरलाए अमम्मणाए सुव्वत्तक्खर सण्णिवाइयाए पुण्णरत्ताए सव्वभासाणुगामिणीए सरस्सईए जोयणणीहारिणा सरेणं अद्धमागहाए, भासाए भासइ, अरिहा धम्म परिकहेइ। तेसिं सव्वेसिं आरियमणारियाणं अगिलाए धम्म आइक्खइ, सावि य णं अद्धमागहा भासा तेर्सि सव्वेर्सि आरियमणारियाणं अप्पणो सभासाए परिणामेण परिणमइ ।
તં નહીં- અસ્થિ નો અત્યિ મનો, વંત્યિ નીવા, અનીવા, વધે, મોપે, પુણે, પાવે, આવે, સવારે, યા, ગજ્જર,રિતા, વવવવટ્ટી, નવા, વાસુદેવા, , રિફયા, તિરિવહનોળિયા, તિવિનોળિો , માયા, પિયા, રિલીમો, તેવા, વત્તીયા, સિદ્ધિ સિદ્ધા, परिणिव्वाणे परिणिव्वुया । ભાવાર્થ - ત્યારપછી ભગવાન મહાવીર સ્વામીએ ભંભસારપુત્ર કોશિકરાજાને, સુભદ્રા આદિ રાણીઓને તથા વિશાળ પરિષદમાં અતિશય જ્ઞાન સંપન્ન ઋષિઓની પરિષદ, મૌનપૂર્વક આત્મ સાધના કરનારી મુનિઓની પરિષદ, દશ પ્રકારના યતિધર્મના પાલનમાં પુરુષાર્થશીલ યતિઓની પરિષદ, ભવનપતિ આદિ ચારે જાતિના દેવોની પરિષદ, અનેક સેંકડો લોકોને, સેંકડો લોકોના અનેક સમૂહને, સેંકડો લોકોના પરિવાર રૂપ અનેક પરિવારોની પરિષદને ધર્મનો ઉપદેશ આપ્યો.
તે પ્રભુ ઓઘબલી- અવ્યવચ્છિન્ન-અખંડ બળના ધારક, અતિબલિ-અતિશય બળ સંપન્ન,
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી વિવાઈસૂત્ર
મહાબલી-પ્રશસ્ત બલ સંપન્ન, અપરિમિતબલ, વીર્ય, તેજ, માહાભ્ય તથા કાંતિયુક્ત હતા.
તેઓએ શરદકાલીન નવીન મેઘની ગર્જનાની જેમ મધુર અને ગંભીર, ક્રૌંચ પક્ષીના મંજુલ સ્વરની જેમ મધુર અને દુંદુભિના નાદની જેમ દૂરગામી; વક્ષ:સ્થળમાં વિસ્તારને પ્રાપ્ત થયેલી; કંઠમાં ગોળ-ગોળ ઘુમરાતી; મસ્તકમાં વ્યાપ્ત; સ્પષ્ટ ઉચ્ચારણવાળી; અસ્મલિતઅટકયા વિનાની સ્પષ્ટ, વર્ણ અને પદની વિકલતા રહિત; સમસ્ત અક્ષરોના સંયોગયુક્ત; સ્વરકળાથી પૂર્ણ અને ગેયરાગ યુક્ત; સર્વ ભાષામાં પરિણમન પામતી એક યોજન પરિમાણમાં ફેલાતી સરસ્વતી વાણી એવી અર્ધમાગધી ભાષામાં, કોઈ પણ પ્રકારના ભેદ-ભાવ વિના આર્ય અને અનાર્ય પુરુષોને અગ્લાનભાવે, શ્રુત-ચારિત્રરૂપ ધર્મનો ઉપદેશ આપ્યો. ભગવાને અર્ધમાગધી ભાષામાં જે ધર્મોપદેશ આપ્યો, તે આર્ય-અનાર્ય લોકોને પોત-પોતાની ભાષામાં પરિણમન પામ્યો.તે ધર્મોપદેશ આ પ્રમાણે છે–
પંચાસ્તિકાય સ્વરૂપી લોક અસ્તિ સ્વરૂપ છે. કેવળ આકાશ સ્વરૂપી અલોક પણ અસ્તિસ્વરૂપ છે. ઉપયોગ સ્વરૂપી જીવ છે, જડ લક્ષણ સ્વરૂપી અજીવ દ્રવ્ય પણ છે. દૂધ અને પાણીની જેમ એકમેક થતાં જીવ અને કર્મ પરમાણુઓના સંબંધ રૂપ બંધ છે, સમસ્ત કર્મોના નાશરૂપ મોક્ષ છે, સંસાર સાગરને તરવા માટે નૌકા સમાન અનુકૂળતા પ્રાપ્ત કરાવનારું પુણ્યકર્મ છે, સંસાર સાગરમાં ડૂબાડનારું તથા પ્રતિકુળતા પ્રાપ્ત કરાવનારું પાપ કર્મ છે. કર્મબંધના કારણરૂપ આશ્રવ છે, કર્મબંધના નિરોધ રૂપ સંવર છે. શુભાશુભ કર્મોના વેદનરૂપ વેદના છે કર્મક્ષયના કારણ રૂપ નિર્જરા છે.
અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, નરક સ્થાન, નૈરયિકજીવો, તિર્યંચ યોનિક જીવો, તિર્યંચાણી, માતા, પિતા, ઋષિ, દેવ, દેવલોક–દેવોને રહેવાના સ્થાન, સિદ્ધિ, સિદ્ધ, પરિનિર્વાણ મુક્તિ છે અને પરિનિર્વાણ પામેલા જીવોનું અસ્તિત્વ છે. १११ अत्थि पाणाइवाए, अत्थि मुसावाए, अत्थि अदिण्णादाणे, अत्थि मेहुणे, अत्थि પરિયાદે; ત્નિ વદે, માને, માયા, તમે, પેખે, લોરે, તેનદે, અશ્વસ્થાને, पेसुण्णे, परपरिवाए, अरइरई, मायामोसे, मिच्छादसणसल्ले । ભાવાર્થ :- અઢાર પાપસ્થાનરૂપ પરિણામો છે– (૧) પ્રાણાતિપાત-હિંસા, (૨) મૃષાવાદ–અસત્ય, (૩) અદત્તાદાન–ચોરી (૪) મૈથુન અને (૫) પરિગ્રહ છે, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ (૧૦) રાગ, (૧૧) દ્વેષ (૧૨) કલહ-લડાઈ-ઝઘડા, (૧૩) અભ્યાખ્યાન-મિથ્યા દોષારોપણ, (૧૪) પૈશુન્ય-ચાડીચૂગલી. (૧૫) પરપરિવાદ–નિંદા (૧૬) રતિઅરતિ– રતિ એટલે મોહનીય કર્મના ઉદયથી અસંયમમાં રુચિ થવી, અરતિ એટલે મોહનીય કર્મના ઉદયથી સંયમમાં અરુચિ, (૧૭) કપટ સહિત જૂઠ (૧૮) મિથ્યાદર્શન શલ્ય-કુદેવ, કુગુરુ, કુધર્મમાં શ્રદ્ધા અર્થાત્ કુશ્રદ્ધા કરવી. ११२ अत्थि पाणाइवायवेरमणे, अत्थि मुसावायवेरमणे, अत्थि अदिण्णादाणवेरमणे, अत्थि मेहुणवेरमणे, अत्थिपरिग्गहवेरमणे एवं अत्थिकोहविवेगे,माणविवेगे, मायाविवेगे, लोभविवेगे, पेज्जविवेगे, दोसविवेगे, कलहविवेगे, अब्भक्खाणविवेगे, पेसुण्णविवेगे, परपरिवायविवेगे, अरइरइविवेगे, मायामोसविवेगे मिच्छादसणसल्लविवेगे। ભાવાર્થ – પ્રાણાતિપાત વિરમણ–હિંસાથી વિરત થવું, મૃષાવાદ– ખોટું બોલવાથી વિરત થવું, અદત્તાદાન- ચોરીથી વિરત થવું, મૈથુનથી વિરત થવું, પરિગ્રહથી વિરત થવું. ક્રોધવિવેક, માનવિવેક,
Page #157
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧: સમવસરણ
૧૦૫
भायाविवेड, सोलविवेड, रागविवेड, द्वेषविवेड, सहविवेड, जम्याण्यानविवेड, पैशुन्यविवे, પરપરિવાદિવવેક, અરિત-રતિવિવેક, માયામૃષાવાદવિવેક અને મિથ્યાદર્શન શલ્યવિવેક છે અર્થાત્ તેના ત્યાગ સ્વરૂપ વિવિધ પરિણામો છે.
| ११३ सव्वं अत्थिभावं अत्थित्ति वयइ, सव्वं णत्थिभावं णत्थित्ति वयइ, सुचिण्णा कम्मा सुचिण्णफला भवंति, दुचिण्णा कम्मा दुचिण्णाफला भवंति, फुसइ पुण्णपावे, पच्चायंति जीवा, सफले कल्लाणपावए ।
ભાવાર્થ : પોતપોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અપેક્ષાએ સર્વ અસ્તિભાવોનું અસ્તિત્વ છે. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ સર્વ નાસ્તિભાવોનું અસ્તિત્વ નથી.
સુચીર્ણ–પ્રશસ્તભાવે કરેલા દાન, શીલ, તપ ભાવ આદિ શુભ કર્મો ઉત્તમ ફળ આપનારા છે તથા દુશ્મીર્ણ–અપ્રશસ્ત ભાવે આચરેલા અશુભકર્મો દુઃખરૂપી ફળ આપનારા છે. જીવ પુણ્ય તથા પાપનો સ્પર્શ કરે છે અર્થાત્ તેનું આચરણ કરે છે ત્યારે તે શુભાશુભ કર્મ બંધથી બંધાય છે અને પુણ્ય-પાપકર્મથી બંધાયેલા સંસારી જીવો જન્મ મરણ કરે છે, કલ્યાણરૂપ શુભકર્મ અને પાપરૂપ અશુભ કર્મ અવશ્ય इनहायी छे, ते निष्ण ४ता नथी.
|११४ धम्ममाइक्खइ- इणमेव णिग्गंथे पावयणे सच्चे, अणुत्तरे, केवलिए, पडिपुण्णे, संसुद्धे, णेयाउए, सल्लकत्तणे, सिद्धिमग्गे, मुत्तिमग्गे, णिज्जाणमग्गे, णिव्वाणमग्गे, अवितहमविसंधी, सव्वदुक्खप्पहीणमग्गे । इत्थं ट्ठिया जीवा सिज्झति, बुज्झंति, मुच्चंति, परिणिव्वायंति, सव्वदुक्खाणमंत करेंति ।
एगच्चा पुण एगे भयंतारो पुव्वकम्मावसेसेणं अण्णयरेसु देवलोएस देवत्ताए उववत्तारो भवंति, महड्डिएस महज्जुइएसु, महब्बलेसु, महायसेसु, महासोक्खेसु महाणुभागेसु दूरंगइएसु चिरट्ठिएसु । ते णं तत्थ देवा भवंति महिड्डिया महज्जुइया, महब्बला, महायसा, महासोक्खा महाणुभागा दूरंगइया, चिरट्ठिड्या, हारविराइयवच्छा कडयतुडियथंभियभुया, अंगयकुंडलगंडयल कण्णपीढधारी, विचित्तहत्था भरणा विचित्तमाला - मउलि-मउडा कल्लाणग-पवरवत्थपरिहिया कल्लाणगपवस्मल्लाणुलेवणा भासुरबोंदी पलंबणमालधरा दिव्वेणं वण्णेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं रूवेणं, दिव्वेणं फासेणं दिव्वेणं संघाएणं, दिव्वेणं संठाणेणं, दिव्वाए इड्डीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चीए, दिव्वेणं तेएणं, दिव्वा सा दिसाओ उज्जोवेमाणा, पभासेमाणा, कप्पोवगा, गतिकल्लाणा, ठिईकल्लाणा, आगमेसिभद्दा चित्तमाणंदिया, पीइमणा, परमसोमणस्सिया, हरिसवसविसप्पमाण हियया पासाईया दरिसणिज्जा अभिरूवा पडिवा ।
भावार्थ: :- ભગવાન જે ધર્મ ઉપદેશ આપે છે તે આ નિગ્રંથ પ્રવચન સત્ય છે અર્થાત્ ભવ્ય જીવોને માટે डितद्वार छे. अनुत्तर- सर्वोत्तम छे. डेवलीयं- अद्वितीय छे, डेवली (सर्वज्ञ) द्वारा उडेवायेसुं छे ते પ્રતિપૂર્ણ–સૂત્ર અને અર્થની અપેક્ષાએ પરિપૂર્ણ છે. સંશુદ્ર– અત્યંત શુદ્ધ સર્વથા નિર્દોષ છે. ન્યાયયુક્તન્યાયસંગત છે. પ્રમાણથી અબાધિત છે, શલ્યકર્તન− માયા, નિદાન અને મિથ્યાત્વ રૂપ શલ્ય-કંટકને
Page #158
--------------------------------------------------------------------------
________________
| ૧૦૬]
શ્રી ઉવવાઈ સત્ર
કાપનારું છે. સિદ્ધિમાર્ગ- સિદ્ધિનો-કૃતકૃત્યતાનો માર્ગ છે, મુક્તિમાર્ગ– નિર્માણમાર્ગ– અપુનરાગમન રૂપ સ્થાન પ્રાપ્તિનો માર્ગ છે. નિર્વાણમાર્ગ– સમસ્ત કર્મક્ષયથી ઉત્પન્ન થતાં પારમાર્થિક સુખ રૂપ નિર્વાણનો માર્ગ છે. અવિતથ– વાસ્તવિક અર્થનું પ્રતિપાદન કરનાર અને કુતર્કો દ્વારા અબાધિત છે. અવિસંધિ– મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ તેનો વિચ્છેદ થતો નથી. પરંપરાથી તે અક્ષણ છે, સમસ્ત દુઃખોનો આત્યંતિક નાશ કરવાનો માર્ગ છે.
નિગ્રંથ પ્રવચનની આરાધના કરનારા જીવો સિદ્ધ-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે બુદ્ધ-કેવલ જ્ઞાન પ્રાપ્ત થવાથી સર્વ પદાર્થોને જાણે છે. મુક્ત-જન્મ મરણ કરાવનાર ભવોપગ્રાહી-કર્માશથી મુક્ત થાય છે. પરિનિવૃત્ત-કર્મજન્ય દુઃખથી રહિત, પરમ શાંત બની જાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે.
અથવા નિગ્રંથ પ્રવચનની આરાધનામાં સ્થિત થયેલા જીવો વર્તમાન શરીર છુટી ગયા પછી માત્ર એકવાર મનુષ્ય શરીરને ધારણ કરે છે અર્થાતુ તે એકાવતારી થાય છે અથવા પૂર્વકર્મો શેષ રહ્યા હોય, તો તે જીવ કોઈ પણ દેવલોકમાં મહદ્ધિક યાવતુ અત્યંત સુખમય, દૂરંગતિક– ઉપરના દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ- વાળા દેવરૂપે ઉત્પન્ન થાય છે.
ત્યાં દેવરૂપમાં ઉત્પન્ન થયેલા તે જીવ મહાઋદ્ધિસંપન્ન, મહાધુતિસંપન્ન, મહાબલસંપન્ન, મહાયશસ્વી, મહાસુખી, મહાભાગ્યશાળી, ઊર્ધ્વદેવલોક સ્થિત તથા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા હોય છે. તેનું વક્ષ:સ્થળ હારોથી સુશોભિત હોય છે. ભુજાઓ કટક–વલયથી સુશોભિત હોય છે. તેઓ અંગદ–બાજુબંધ, ગાલ ઉપર ઘસાતા અર્થાતુ ગાલ સુધી પહોંચે તેવા લાંબા લટકતા કુંડળોને અને વિશિષ્ટ કોટિના અન્ય કર્ણ આભુષણોને, વિવિધ પ્રકારના વસ્ત્રોને, આભરણોને અને વિવિધ પ્રકારના પુષ્પોથી ગુંથેલી માળાઓને ધારણ કરે છે. તેમના મસ્તક પર મુગટ શોભે છે. કલ્યાણકારી અને કીમતી વિશિષ્ટ વસ્ત્રો, માળા અને વિલેપનથી તેમના શરીર શોભાયમાન અને તેજસ્વી લાગે છે. તેઓ ઘૂંટણ સુધી લટકતી લાંબી માળાઓ ધારણ કરે છે. તે દેવો પોતાના દિવ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી, દિવ્ય સંઘાત, દિવ્ય સંસ્થાન, દિવ્ય ઋદ્ધિ, દિવ્ય ધુતિ, દિવ્યપ્રભા, દિવ્ય કાન્તિ, દિવ્ય આભા, દિવ્ય તેજ, દિવ્ય લેશ્યા દ્વારા દશે દિશાઓને ઉદ્યોતિત કરે છે, પ્રકાશિત કરે છે. તેઓ કલ્પોપપત્ર દેવલોકમાં દેવશય્યામાં ઉત્પન્ન થાય છે. વર્તમાનમાં ઉત્તમ દેવગતિના ધારક હોવાથી તેની ગતિકલ્યાણરૂપ છે, સાગરોપમ જેટલા દીર્ઘકાલ પર્યત રહેવાનું હોવાથી સ્થિતિકલ્યાણરૂપ છે અને ભવિષ્યમાં કલ્યાણકારી નિર્વાણને પ્રાપ્ત કરનારા છે. તેમનું રૂપ પ્રસન્નતાજનક હોવાથી પ્રાસાદીય, જોવા જેવું હોવાથી દર્શનીય, સુંદરતા પ્રતિક્ષણ વધતી જતી હોય તેવું પ્રતીત થતું હોવાથી અભિરૂપ અને અનુપમ સૌંદર્યના ધારક હોવાથી પ્રતિરૂપ છે. ११५ तमाइक्खइ-एवं खलु चउहिं ठाणेहिं जीवा णेरइयत्ताए कम्मं पकरेंति, णेरइयत्ताए कम्मंपकरेत्ता णेरइएसु उववज्जति,तंजहा-महारंभयाए, महापरिग्गहयाए, पंचिंदियवहेणं, कुणिमाहारेणं। एवं एएणं अभिलावणं तिरिक्खजोणिएसु- माइल्लयाए(णियडिल्लयाए), अलियवयणेणं, उक्कंचणयाए, वंचणयाए । मणुस्सेसु- पगइभद्दयाए, पगइविणीययाए, साणुक्कोसयाए, अमच्छरिययाए । देवेसु- सरागसंजमेणं, संजमासंजमेणं, अकामणिज्जराए, बालतवोकम्मेणं । ભાવાર્થ:- ત્યાર પછી ભગવાને કહ્યું– જીવ ચાર કારણોથી નૈરયિકકર્મનો અર્થાતુ નરક ગતિમાં ઉત્પન્ન
Page #159
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૧૦૭ ]
પ્રમાણે છે “ભવ કરે છે.
સહિત
થવા યોગ્ય નરકાયુષ્યનો બંધ કરે છે; નરકાયુષ્યનો બંધ કરીને તે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. તે ચાર કારણો આ પ્રમાણે છે– (૧) મહાઆરંભ- ઘોર હિંસાના ભાવ (૨) મહાપરિગ્રહ–અત્યંત મૂર્છાભાવ સહિત અધિક સંગ્રહનો ભાવ (૩) પંચેન્દ્રિય વધ મનુષ્ય-તિર્યંચ, પશુ-પક્ષી આદિ પાંચ ઇન્દ્રિયવાળા પ્રાણીઓને મારવા, (૪) માંસભક્ષણ.
ચાર કારણોથી જીવતિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) માયાચારનું સેવન કરવું તથા માયાચારને છુપાવવા ગાઢમાયાનું સેવન કરવું, (૨) અલિક વચન–અસત્ય ભાષણ, (૩) ઉત્કચનતા-મુગ્ધ કે સરળ વ્યક્તિને છેતરવા છલ-કપટ કરવું. (૪) વંચનતા–છેતરપીંડી કે ઠગાઈ કરવી.
ચાર કારણોથી જીવ મનુષ્યયોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) પ્રકૃતિની ભદ્રતા-સ્વાભાવિક ભદ્રતાભલાપણું, (૨) પ્રકૃતિની વિનીતતા-સ્વાભાવિકવિનમ્રતા, (૩) સાનુક્રોશતા–દયાપૂર્ણહૃદય, કરુણાશીલતા, તથા (૪) અમત્સરતા-અભિમાનનો અભાવ, ઇર્ષ્યા રહિત સ્વભાવ.
ચાર કારણોથી જીવ દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. (૧) સરાગસંયમ-રાગ એટલે સંજ્વલન કષાય યુક્ત ચારિત્ર, (૨) સંયમસંયમ–દેશવિરતિ ચારિત્ર, શ્રાવકધર્મ, (૩) અકામ નિર્જરા-મોક્ષના લક્ષ્ય વિના પરવશપણે કષ્ટ સહન કરવું, (૪) બાલતપ-મિથ્યાત્વ(અજ્ઞાનયુક્ત) અવસ્થામાં તપસ્યા કરવી. ११६ तमाइक्खइ
जह णरगा गम्मंती, जे णरगा, जा य वेयणा णरए । सारीरमाणुसाई, दुक्खाई तिरिक्खजोणीए ॥१॥ माणुस्सं च अणिच्चं, वाहि-जरा-मरण-वेयणापउरं । देवे य देवलोए, देविड्डिं देवसोक्खाइं ॥२॥ णरगं तिरिक्खजोणिं, माणुसभावं च देवलोगं च । सिद्धे य सिद्धवसहि, छज्जीवणियं परिकहेइ ॥३॥ जह जीवा बज्झंति, मुच्चंति जह य संकिलिस्संति । जह दुक्खाणं अंतं, करेंति केई अपडिबद्धा ॥४॥ अट्टा अट्टियचित्ता, जह जीवा दुक्खसागरमुर्वेति । जह वेरग्गमुवगया, कम्मसमुग्गं विहार्डेति ॥५॥ जह रागेण कडाणं, कम्माणं पावगो फलविवागो ।
जह य परिहीणकम्मा, सिद्धा सिद्धालयमुर्वेति ॥६॥ ભાવાર્થ - ત્યારપછી ભગવાને કહ્યું કે
ગાથાર્થ– જે જીવો જે જે નરકમાં જાય છે ત્યાં તે નૈરયિકો નરકની વેદના પામે છે. તિર્યંચ યોનિમાં જીવ શારીરિક અને માનસિક દુઃખ પ્રાપ્ત કરે છે [૧] મનુષ્ય જીવન અનિત્ય છે. તેમાં વ્યાધિ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને વેદના આદિ ઘણું જ દુઃખ છે. દેવલોકમાં દેવ-દેવી ઐશ્વર્યજનક દૈવી સુખ પ્રાપ્ત કરે છે પારા આ
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
રીતે નરક, તિર્યંચયોનિ, મનુષ્ય અને દેવ તે ચાર ગતિ, સિદ્ધ, સિદ્ધસ્થાન અને છ જીવનિકાયનું કથન કર્યું IIII જેવી રીતે જીવ કર્મ બંધ કરે છે, મુક્ત થાય છે, દુઃખ પામે છે, તેનું સ્વરૂપ બતાવ્યું. કેટલાક અનાસક્ત જીવો દુ:ખોનો અંત કરે છે ।।૪। દુઃખથી પીડિત પ્રાણી આકુળતાપૂર્ણ ચિત્તથી દુઃખરૂપી સાગરને પ્રાપ્ત કરે છે. વૈરાગ્યભાવને પ્રાપ્ત થયેલા જીવો કર્મદલનો નાશ કરે છે ।।૫।। રાગપૂર્વક કરેલા કર્મોનો ફલ વિપાક પાપપૂર્ણ હોય છે. જ્યારે જીવો સર્વકર્મથી રહિત થાય છે ત્યારે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ઘાલયમાં સ્થિત થાય છે ISI
૧૦૮
| ११७ तमेव धम्मं दुविहं आइक्खड़, तं जहा- अगारधम्मं, अणगारधम्मं च । अणगारधम्मो ताव- इह खलु सव्वओ सव्वत्ताए मुंडे भवित्ता अगाराओ अणगारिय पव्वइयस्स सव्वाओ पाणाइवायाओ वेरमणं, एवं मुसावाय- अदिण्णादाण मेहुण-परिग्गहराईभोयणाओ वेरमणं ।
अयमाउसो ! अणगारसामाइए धम्मे पण्णत्ते, एयस्स धम्मस्स सिक्खाए उवट्ठिए णिग्गंथे वा णिग्गंथी वा विहरमाणे आणाए आराहए भवइ ।
ભાવાર્થ:- ત્યાર પછી ભગવાને કહ્યું કે ધર્મના બે પ્રકાર છે– (૧) આગારધર્મ અને (૨) અણગાર ધર્મ. અણગારધર્મ– આ જિનશાસનમાં સર્વ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી સંપૂર્ણ રીતે પાપકારી પ્રવૃતિનો ત્યાગ કરી, મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી અણગાર દશા–મુનિ અવસ્થામાં પ્રવ્રુજિત થવું. તેમાં સાધક સંપૂર્ણ પ્રાણાતિપાતથી, સંપૂર્ણ મૃષાવાદથી, સંપૂર્ણ અદત્તાદાનથી, સંપૂર્ણ મૈથુનથી, સંપૂર્ણ પરિગ્રહથી તથા સંપૂર્ણ રાત્રિ ભોજનથી વિરત બને છે.
હે આયુષ્યમંતો ! આ અણગાર સામાયિક ધર્મ એટલે સર્વ વિરતિ ધર્મ કહ્યો છે. આ સર્વ વિરતિ– સંયમ ધર્મના આચરણમાં પ્રયત્નશીલ સાધુ-સાધ્વી અરિહંત ભગવાનની આજ્ઞાનું પાલન કરીને આરાધક
બને છે.
| ११८ अगारधम्मं दुवालसविहं आइक्खइ, तं जहा - पंच अणुव्वयाइं, तिण्णि गुणव्वयाई, चत्तारि सिक्खावयाइं । पंच अणुव्वयाई तं जहा - थूलाओ पाणाइवायाओ वेरमणं, थूलाओ मुसावायाओ वेरमणं, थूलाओ अदिण्णादाणाओ वेरमणं, सदारसंतोसे, इच्छापरिमाणे । तिण्णि गुणव्वयाई, तं जहा - दिसिव्वयं, उवभोगपरिभोगपरिमाणं અગત્થવંડવેરમાં । વત્તારિસિવવાવયાડું, તેં નહીં- સામાય, વેસાવાલિ, પોસહોવવાસે, अतिहिसंविभागे। अपच्छिमा मारणंतिया संलेहणासणाराहणा । अयमाउसो ! अगारसामाइए धम्मे पण्णत्ते । एयस्स धम्मस्स सिक्खाए उवट्ठिए समणोवासए वा समणोवासिया वा विहरमाणे आणाए आराहए भवइ ।
ભાવાર્થ :- આગારધર્મના બાર પ્રકાર છે– પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત. પાંચ અણુવ્રત આ પ્રમાણે છે– (૧) સ્થૂલ પ્રાણાતિપાત–ત્રસ જીવની સંકલ્પપૂર્વકની હિંસાથી નિવૃત્ત થવું, (૨) સ્થૂલ મૃષાવાદ– પરપીડાકારી અને રાજ્યાપરાધ યોગ્ય અસત્યથી નિવૃત્ત થવું, (૩) સ્થૂલ અદત્તાદાનપરપીડાકારી અને રાજ્યાપરાધ યોગ્ય ચોરીથી નિવૃત્ત થવું, (૪) સ્વદારાસંતોષ– પોતાની પરણેતર પત્નીની સાથે મૈથુન સેવનની મર્યાદા, તેમજ સ્ત્રીઓને માટે સ્વભર્તાર સંતોષ– પોતાના પરણેતર પતિ
Page #161
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧: સમવસરણ
૧૦૯
સાથે મૈથુન સેવનની મર્યાદા, અન્ય સ્ત્રી-પુરુષ સાથે સંપૂર્ણ પણે મૈથુનનો ત્યાગ. (૫) ઇચ્છા પરિમાણ—પરિગ્રહ– જમીન, જાયદાદ, ધનસંપત્તિ અને ઘરવખરી સામાનની મર્યાદા.
ત્રણ ગુણવ્રત આ પ્રમાણે છે– (૧) દિવ્રત–જુદી જુદી છએ દિશાઓમાં ગમનાગમન સંબંધી અને વ્યાપાર સંબંધી મર્યાદા કરવી. (૨) ઉવભોગપરિભોગપરિમાણ. એકવાર ભોગવી શકાય તેવી ભોજન, પાણી વગેરે ઉપભોગ્ય વસ્તુઓ અને વારંવાર ભોગવી શકાય તેવી વસ્ત્રાદિ પરિભોગ્ય વસ્તુઓની મર્યાદા કરવી. (૩) અનર્થદંડ વિરમણ– આત્મગુણનો ઘાત કરનારી નિરર્થક પ્રવૃત્તિનો ત્યાગ કરવો.
ચાર શિક્ષાવ્રત આ પ્રમાણે છે– (૧) સામાયિક– સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી સમત્વ ભાવની સાધના માટે(ઓછામાં ઓછું ૧ મુહૂર્ત-૪૮ મિનિટ સુધી) અભ્યાસ કરવો, (૨) દેશાવકાશિક– પ્રતિદિન પોતાની પ્રવૃત્તિમાં નિવૃત્તિ ભાવોની વૃદ્ધિ કરતા દિશા અને ઉપભોગ-પરિભોગની વસ્તુઓની મર્યાદા ઘટાડવી, દ્રવ્યાદિ ચૌદ નિયમ ધારણ કરવા (૩) પૌષધોપવાસ– ચારે પ્રકારના આહાર અને પાપ પ્રવૃત્તિનો અહોરાત્ર પર્યંત ત્યાગ કરી આત્મગુણોના વિકાસમાં પ્રયત્નશીલ રહેવું. (૪) અતિથિ સંવિભાગ–જેના આગમનની કોઈ તિથિ આદિ નિશ્ચિત નથી તેવા સંયમી સાધકોને સંયમ ઉપયોગી અને જીવનોપયોગી પોતાને સ્વાધીન સામગ્રીનો યથાયોગ્ય ભાગ આદરપૂર્વક આપવો.
અપશ્ચિમ મારણાંતિક સંલેખના– દેહ અને કષાયોને કૃશ કરવા માટે મૃત્યુ સમયે વિશિષ્ટ આરાધનાનો(સંલેખના-સંઘારાનો) સ્વીકાર કરવો અને તેનું સમ્યક આરાધન કરવું.
હે આયુષ્યમંતો ! આ ગૃહસ્થ સાધકોનો દેશ વિરતિ ધર્મ છે. આ ધર્મના અનુસરણમાં પ્રયત્નશીલ શ્રાવક-શ્રાવિકાઓ આજ્ઞાના આરાધક થાય છે.
ધર્મ સભાનું વિસર્જન :
११९ तणं सा महतिमहालिया मणूसपरिसा समणस्स भगवओ महावीरस्स अंति धम्मं सोच्चा णिसम्म, हट्टतुट्ठ जाव हियया उट्ठाए उट्ठेइ, उट्ठित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता अत्थेगइया मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइया, अत्थेगइया पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्मं पडिवण्णा ।
ભાવાર્થઃ– ત્યારે તે વિશાળ મનુષ્ય પરિષદે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, સંતોષ પામીને, અત્યંત પ્રસન્ન થઈને ચિત્તમાં આનંદ અને પ્રીતિનો અનુભવ કર્યો. ત્યારપછી તે બધાએ ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જમણી તરફથી પ્રારંભ કરીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને કેટલાક ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી મુંડિત થઈ અણગાર થયા અને કેટલાકે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો ગૃહસ્થ । ધર્મ સ્વીકાર્યો. १२० अवसेसा णं परिसा समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीસુખવવા તે તે ! ખિળથે પાવયળે, સુવળત્તે તે ભંતે ! નિાથ પાવયો, મુમાસિ તે ભંતે! ાિથે પાવયળે, સુવિળી તે ભંતે ! ાિથે પાવયળે, સુમાવિ તે અંતે ! બિમાથે પાવયળે, अणुत्तरे ते भंते ! णिग्गंथे पावयणे, धम्मं णं आइक्खमाणा तुब्भे उवसमं आइक्खह, उवसमं
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
आइक्खमाणा विवेगं आइक्खह, विवेगं आइक्खमाणा वेरमणं आइक्खह, वेरमणं आइक्खमाणा अकरणं पावाणं कम्माणं आइक्खह, णत्थि णं अण्णे केइ समणे वा माहणे वा, जे एरिसं धम्ममाइक्खित्तए, किमंग पुण एत्तो उत्तरतरं ! एवं वदित्ता जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया ।
૧૧૦
ભાવાર્થ :- શેષ પરીષદે ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને કહ્યું– હે ભગવન્ ! આપશ્રીએ નિગ્રંથ પ્રવચનનો સુંદર રીતે ઉપદેશ કર્યો. આપે નિગ્રંથ પ્રવચનની સુંદર પ્રરૂપણા કરી, સુંદર વચનોથી સમજાવ્યું, વિનીત શિષ્યોને નિગ્રંથ પ્રવચનના ભાવો દઢ કરાવ્યા, તત્ત્વના ભાવોને શ્રેષ્ઠ પ્રકારે સમજાવ્યા, ખરેખર ! નિગ્રંથ પ્રવચન અનુત્તર–સર્વોત્કૃષ્ટ છે. ધર્મનો ઉપદેશ કરતાં આપે કષાયના ઉપશમનનો ઉપદેશ કર્યો, કષાયના ઉપશમનો ઉપદેશ કરતા આપે હેય–ઉપાદેયના વિવેકનો ઉપદેશ કર્યો, વિવેકનો ઉપદેશ કરતાં આપે પાપ પ્રવૃત્તિથી વિરક્ત થવાનો ઉપદેશ આપ્યો, વિરક્તિનો ઉપદેશ કરતાં આપે નવા પાપકર્મ ન કરવાનો ઉપદેશ આપ્યો. હે પ્રભો ! આ લોકમાં અન્ય કોઈ પણ શ્રમણ કે બ્રાહ્મણ આ પ્રકારના ધર્મનું કથન કરી શકે તેમ નથી, તો આનાથી શ્રેષ્ઠ ધર્મનું કથન તો ક્યાંથી કરી શકે ! આ પ્રમાણે કહીને પરિષદ જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ફરી ગઈ.
| १२१ तए णं से कूणिए राया भंभसारपुत्ते समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मं सोच्चा, णिसम्म हटुतुट्ठ जाव हियए उट्ठाए उट्ठेइ, उट्ठित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सुयक्खाए ते भंते ! णिग्गंथे पावयणे जाव किमंग पुण एत्तो उत्तरतरं ? एवं वदित्ता जामेव दिसं पाउब्भूए, तामेव दिसं पडिगए ।
ભાવાર્થ:- ત્યારપછી ભંભસારના પુત્ર કોણિકરાજા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મોપદેશ સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા અને સંતોષ પામ્યા. તેણે પોતાના સ્થાનથી ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીરને જમણી તરફથી પ્રારંભીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! આપશ્રીએ નિગ્રંથ પ્રવચનનો સુંદર રીતે ઉપદેશ આપ્યો યાવત્ આનાથી શ્રેષ્ઠ ધર્મના કથનની તો વાત જ ક્યાં ! આ પ્રમાણે કહી રાજા જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
| १२२ तएणंताओ सुभद्दापमुहाओ देवीओ समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मं सोच्चा, णिसम्म हट्टतुट्ठ जाव हिययाओ उट्ठाए उट्ठेति, उद्वित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेंति, करेत्ता वंदंति णमसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- सुयक्खाए णं भंते ! णिग्गंथे पावयणे जाव किमंग पुण एत्तो उत्तरतरं ? एवं वदित्ता जामेव दिसिं पाउब्भूयाओ, तामेव दिसिं पडिगयाओ ।
ભાવાર્થ :- ત્યાર પછી સુભદ્રા આદિ રાણીઓ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ધર્મશ્રવણ કરી ખૂબ જ પ્રસન્ન થઈ અને સંતોષ પામી, મનમાં આનંદિત થઈ. તેણે પોતાના સ્થાન પરથી ઊઠીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જમણી તરફથી પ્રારંભીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! આપે નિગ્રંથ પ્રવચન બહુ સુંદર રીતે સમજાવ્યું યાવત્ આનાથી શ્રેષ્ઠ ધર્મના
Page #163
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૧૧૧]
કથનની તો વાત જ ક્યાં! એમ કહી તેઓ પણ જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ચાલી ગઈ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાનના ઉપદેશ શ્રવણ પછી થયેલા પરિષદના પ્રતિભાવોનું નિરૂપણ છે.
ઉપદેશ શ્રવણનું ફળ વિરક્તિભાવ અને આચારશુદ્ધિ છે. તે ફળને પ્રાપ્ત કરવા માટે પરિષદમાં આવેલા જીવો પુરુષાર્થશીલ બન્યા. કેટલાક સમર્થ પુરુષોએ સર્વસ્વનો ત્યાગ કરી શ્રદ્ધાપૂર્વક શ્રમણધર્મનો, કેટલાકે તેવા સામર્થ્યના અભાવે શ્રદ્ધાપૂર્વક શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો અને કેટલાક વ્રત સ્વીકાર કરવા સમર્થ નહતા તે દેવ-દેવીઓએ અને મનુષ્યોએ પોતાની ધર્મશ્રદ્ધાદઢ કરીને, નિગ્રંથ પ્રવચન પ્રતિ અહોભાવ પ્રગટ કર્યો. કોણિક રાજા અને સુભદ્રા આદિ રાણીઓએ પોતાની ધર્મશ્રદ્ધા પ્રગટ કરી.
તે પ્રથમ વિભાગ સંપૂર્ણ
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૧૨
વિભાગ-ર
ઉપપાત(પરલોકમાં ઉત્પત્તિ)
શ્રી ઉવવાઈ સૂત્ર
ગણધર ગૌતમની જિજ્ઞાસા ઃ
१ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी इंदभूई णामं अणगारे गोयमगोत्तेणं सत्तुस्सेहे, समचउरंससंठाणसंठिए, वइररिसहणारायसंघयणे, कणપુખિયલપમ્હોરે, ૩ખ્યતવે, વિત્તતવે, તત્તતવે, મહાતવે, ઘોરતવે, રાતે, થોરે, કોનુ, घोरतवस्सी, घोरबंभचेरवासी, उच्छूढसरीरे, संखित्तविउलतेउलेस्से चोदसपुव्वी, चउणाणोवगए, सव्वक्खरसण्णिवाइ समणस्स भगवओ महावीरस्स अदूरसामंते उडुंजाणू, अहोसिरे, झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणं विहरइ ।
ભાવાર્થ :- તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમગોત્રીય ઇન્દ્રભૂતિ નામના અણગાર હતા. તેમની ઊંચાઈ સાત હાથની હતી. તે સમચતુરસ સંસ્થાન અને વજૠષભ નારાચ સંઘયણના ધારક હતા. તેમના શરીરનો વર્ણ કસોટીના પથ્થર પર ઘસેલી સુવર્ણ રેખા જેવો કાંતિમાન અને પદ્મપરાગ જેવો ગૌર હતો. તેઓ જીવન પર્યંત અસાધારણ તપનું આચરણ કરતા હોવાથી ઉગ્રતપસ્વી, દીર્ઘકાલીન તપ કરવા છતાં શારીરિક અને માનસિક બળ તથા તેજ વધી રહ્યું હોવાથી દીપ્ત તપસ્વી, તેમનું તપ કર્મોને સંતપ્ત કરનાર હોવાથી તપ્ત તપસ્વી, આશંસા રહિતપણે મહાન તપ કરતા હોવાથી મહાતપસ્વી, અલ્પ સામર્થ્યવાન માટે અશક્ય હોય તેવા ઉરાલ–પ્રધાન તપ કરતા હોવાથી ઉદાર, પરીષહ વિજેતા અને ઇન્દ્રિય વિજેતા હોવાથી ઘોર, અસાધારણ મૌલિક ગુણોનો વિકાસ કર્યો હોવાથી ઘોરગુણ, ગમે તેવા ઉપદ્રવમાં પણ ઘોર તપ કરતા હોવાથી ઘોર તપસ્વી, અખંડપણે પૂર્ણ નિષ્ઠાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરતા હોવાથી ઘોર બ્રહ્મચર્યવાસી, શરી૨ સેવા-સંસ્કાર અને દેહાસક્તિથી રહિત હોવાથી ઉછૂઢ શરીર, વિપુલ તેજોલેશ્યાને શરીરમાં અન્તર્હિત કરેલી હોવાથી સંક્ષિપ્તવિપુલ તેજોલેશી, ચૌદ પૂર્વ અને ચાર જ્ઞાનના ધારક તથા સર્વાક્ષર સંન્નિપાતિલબ્ધિ સંપન્ન તેવા ગૌતમ ગણધર, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીથી ન અતિ દૂર, ન અતિ નજીક યોગ્ય સ્થાન પર ઘૂંટણ ઊંચા રાખી મસ્તક નમાવી ધ્યાનની મુદ્રામાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા બેઠા હતા.
२ त णं से भगवं गोयमे जायसड्ढे जायसंसए जायकोऊहल्ले, उप्पण्णसड्ढे उप्पण्णसंस उप्पण्णकोऊहल्ले, संजायसड्डे संजायसंसए संजायकोऊहल्ले, समुप्पण्णसड्ढे समुप्पणसंसए समुप्पण्णको ऊहल्ले उट्ठाए उट्ठेइ, उट्ठित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छर, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे, णमंसमाणे अभिमुहे विणणं पंजलिउडे पज्जुवासमाणे एवं वयासी -
Page #165
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૨: ઉપપાત
[ ૧૧૩ |
ભાવાર્થ :- ત્યારે તે ભગવાન ગૌતમસ્વામીના મનમાં શ્રદ્ધાપૂર્વક ઇચ્છા ઉત્પન્ન થઈ સંશયને દૂર કરવા પ્રભુને પૂછવાની જિજ્ઞાસા અને કુતૂહલ ઉત્પન્ન થયા; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ વધ્યું; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ પ્રબળતમ થયું. ત્યારે તે પોતાના સ્થાનેથી ઊઠીને ભગવાન મહાવીર પાસે આવ્યા, ત્યાં આવીને ભગવાન મહાવીરને જમણી તરફથી આરંભીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કર્યા. ત્યાર પછી બહુ દૂર નહીં તેમજ બહુ નજીક નહીં તેવા યોગ્ય સ્થાને સાંભળવાની ઇચ્છાપૂર્વક નમસ્કાર કરતાં, ભગવાનની સન્મુખ વિનયપૂર્વક બંને હાથ જોડી, પર્યાપાસના કરતા તેમણે આ પ્રમાણે કહ્યું– કર્મબંધ:| ३ जीवेणं भंते ! असंजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए, असंवुडे एगंतदंडे एगंतबाले एगंतसुत्ते पावकम्म अण्हाइ? हंता अण्हाइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે અસંયત– સર્વ સાવધ અનુષ્ઠાનમાં તત્પર છે, અવિરત– હિંસા આદિ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો નથી, અપ્રતિહત-અપ્રત્યાખ્યાત પાપકર્મા– ભૂતકાળના પાપની નિંદા અને ભવિષ્યના પ્રત્યાખ્યાન દ્વારા પાપકર્મોનો ત્યાગ કર્યો નથી, સક્રિય-કાયિકી આદિ ક્રિયાઓ સહિત છે, અસંવૃત્ત- ઇન્દ્રિયોનો નિરોધ કર્યો નથી, એકાંત દંડિત–પોતાને તથા બીજાને પાપદંડથી દંડિત કરે છે, એકાંતબાલ- એકાંત મિથ્યાત્વી અથવા અજ્ઞાની, એકાંત સુખ- અજ્ઞાનરૂપી ગાઢ નિદ્રામાં સૂતેલા છે, તેવા જીવો શું પાપકર્મનો બંધ કરે છે? ઉત્તર- હા ગૌતમ! કરે છે. | ४ जीवे णं भंते ! असंजए जाव एगंतसुत्ते मोहणिज्जं पावकम्मं अण्हाइ? हंता અઠ્ઠા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવ અસંયત છે યાવત્ મિથ્યાત્વરૂપી ગાઢ નિદ્રામાં સૂતેલા છે તે શું મોહનીયકર્મનો બંધ કરે છે? ઉત્તર- હા, ગૌતમ કરે છે. | ५ जीवेणं भंते ! मोहणिज्जं कम्मं वेदेमाणे किं मोहणिज्ज कम्मं बंधइ ? वेयणिज्ज कम्मं बंधइ? गोयमा ! मोहणिज्ज पि कम्मं बंधइ, वेयणिज्ज पि कम्मं बंधइ, णण्णत्थ चरिममोहणिज्ज कम्मं वेदेमाणे वेयणिज्ज कम्मं बंधइ, णो मोहणिज्ज कम्मं बंधइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જીવ મોહનીય કર્મનું વેદન કરતો, મોહનીયકર્મનો બંધ કરે છે? શું વેદનીય કર્મનો બંધ કરે છે? ઉત્તર- હા, ગૌતમ! તે મોહનીય કર્મનો પણ બંધ કરે છે અને વેદનીય કર્મનો બંધ પણ કરે છે પરંતુ (સૂક્ષ્મ સંપરાય નામના દશમા ગુણસ્થાનમાં) ચરમ મોહનીય કર્મનું વેદન કરતો જીવ વેદનીય કર્મનો જ બંધ કરે છે, મોહનીયકર્મનો બંધ કરતો નથી. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રમાં અસંયત જીવોમાં અને સમુચ્ચય જીવોમાં પાપકર્મ, મોહનીયકર્મ અને વેદનીય કર્મબંધનું નિરૂપણ છે.
અસંયત, અવિરત, મિથ્યાત્વી જીવોને પ્રથમ ગુણસ્થાન હોય છે. તેથી તે જીવો પાપકર્મ, મોહનીય કર્મ અને વેદનીય કર્મનો બંધ કરે છે. સમુચ્ચય જીવમાં ચૌદ ગુણસ્થાન હોય છે. મોહનીય કર્મનું વદન દશ ગુણસ્થાન સુધી અને મોહનીય કર્મનો બંધ નવ ગુણસ્થાનક સુધી થાય છે. સામાન્ય રીતે મોહનીય કર્મના
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
ઉદયમાં મોહનીયકર્મનો બંધ થાય છે પરંતુ ચરમ મોહનીય કર્મના ઉદયમાં એટલે દસમા ગુણસ્થાનમાં મોહનીય કર્મનો બંધ થતો નથી.
૧૧૪
चरिम मोहणिज्जं :- मोहनीय दुर्मना उध्यनी अंतिम अवस्थाने यरभ मोहनीय दुर्भ हे छे. दृशभा સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને સૂક્ષ્મ લોભનું માત્ર વેદન હોય છે. ત્યારે મોહનીય કર્મનું ચરમ વેદન હોય છે. તે સમયે નવા મોહનીય કર્મનો બંધ થતો નથી કારણ કે દશમા ગુણસ્થાને આયુષ્ય અને મોહનીયકર્મને છોડીને છ કર્મોનો જ બંધ થાય છે.
વેદનીયકર્મનો બંધ તેરમા સયોગી કેવળી ગુણસ્થાન સુધી હોય છે, તેથી ચરમ મોહનીય કર્મના ઉદયમાં વેદનીયકર્મનો બંધ થાય છે.
नरगतिमा उत्पत्ति :
६ जीवे णं भंते ! असंजए जाव एगंतसुत्ते, उसण्णं तसपाणघाई कालमासे कालं किच्चा णेरइएसु उववज्जइ ? हंता उववज्जइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ સંયમરહિત છે યાવત્ મિથ્યાત્વરૂપી ગાઢ નિદ્રામાં સૂતેલો છે. ત્રસ પ્રાણીઓની હિંસામાં જ રત રહે છે, તે જીવ મૃત્યુના સમયે મૃત્યુ પામીને શું નરક ગતિમાં જાય છે ? उत्तर - हा, गौतम ! ते नरगतिने पामे छे.
વાણવ્યંતર દેવોમાં ઉત્પત્તિ ઃ
७ जीवे णं भंते ! असंजए अविरए अप्पडिहय-पच्चक्खाय-पावकम्मे इओ चुए पेच्चा देवे सिया ? गोयमा ! अत्थेगइया देवे सिया, अत्थेगइया णो देवे सिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ અસંયત છે, અવિરત છે, પ્રત્યાખ્યાન દ્વારા પાપકર્મોનો ત્યાગ કર્યો નથી, તેવા જીવો મૃત્યુના સમયે મૃત્યુ પામીને પરલોકમાં શું દેવગતિમાં જન્મ ધારણ કરે છે ? ઉત્તરહે ગૌતમ ! કેટલાક દેવ થાય છે, કેટલાક દેવ થતાં નથી.
८ सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ - अत्थेगइया देवे सिया, अत्थेगइया णो देवे सिया ?
गोयमा ! जे इमे जीवा गामागस्णयस्णिगमरायहाणिखेङकब्बङ- मडंब दोणमुहपट्टणासम-संबाह-सण्णिवेसेसु अकामतण्हाए, अकामछुहाए, अकामबंभचेरवासेणं, अकामअण्हाणग-सीतातक्दंसमसग सेयजल्लमल्ल पंकपरितावेणं अप्पतरो वा भुज्जतरो वा कालं अप्पाणं परिकिलेसंति, परिकिलेसित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु वाणमंतरेसु देवलोएसु देवत्ताए उवक्त्तारो भवति । तहिं तेसिं गई, तहिं तेसिं ठिई, तहिं तेसिं उववाए पण्णत्ते ।
तेसिं णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! दसवाससहस्साइं ठिई पण्णत्ता । अत्थि णं भंते ! तेसिं देवाणं इड्डी इ वा, जुई इ वा, जसे इ वा, बले इवा, वीरिए इ वा, पुरिसक्कारपरक्कमे इ वा ? हंता अत्थि । ते णं भंते ! देवा परलोगस्स आराहगा ? इसम
Page #167
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૨: ઉપપાત
.
भावार्थ:-प्रश्र- भगवन् ! तेनु शुं ॥२५॥ छ । 24 व थाय छे भने 24॥ हेव थतां नथी ?
१२- गौतम! ग्राम, आ3२, नगर निगम, २४धानी, पेड, 32, मउंब, द्रोभुष, पत्तन, આશ્રમ, સબાહ, સંન્નિવેશમાં રહેલા જે જીવો કર્મ ક્ષયના લક્ષ્ય વિના તરસ, ભૂખ, અસ્નાન–સ્નાન નહીં ४२, ब्रह्मयर्थ,631, गरभी, इंश-भ७२, ५सीनो, समस-शरीफ्नो भेद तथा ते भेल दूर न ४२वाथी થતાં પરિતાપ વગેરે કષ્ટોને અલ્પ સમય અથવા દીર્ઘકાલ સુધી સહન કરીને પોતાના આત્માને અનેક પ્રકારના દુઃખોથી અધિક દુઃખી કરે છે અર્થાત્ અકામ નિર્જરાના કારણે તે જીવો મૃત્યુના સમયે મૃત્યુ પામીને પોતાના દેહનો ત્યાગ કરીને વાણવ્યંતર દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની વિશેષ ગતિ, સ્થિતિ અને ઉપપાત થાય છે.
- भगवन !तहेवनी स्थिति, 24 समयनी डोय छ? 612- गौतम! त्यां हेवलोभतेनी स्थिति १०,००० वर्षनी छ. श्र- भगवन् ! शुत हेवाने त्यांनी द्वि, धुति, यश, पण, वीर्य, पुरुषार-पुरुषाभिमान तथा पराभडोय छ ? 612-1, गौतम! होय छे. प्रश्र- ભગવન્! તે દેવ પરલોકના આરાધક હોય છે? ઉત્તર– હે ગૌતમ! તેમ શક્ય નથી. | ९ से जे इमे गामागरणयरणिगमरायहाणि खेडकब्बङमडंबदोणमुह पट्टणासम संबाह- सण्णिवेसेसु मणुया भवंति, तं जहा- अंडुबद्धगा, णियलबद्धगा, हडिबद्धगा, चारगबद्धगा, हत्थछिण्णगा, पायछिण्णगा, कण्णछिण्णगा,णक्कछिण्णगा, ओट्ठछिण्णगा, जिब्भछिण्णगा, सीसछिण्णगा, मुखछिण्णगा, मज्झछिण्णगा, वइकच्छछिण्णगा, हिययउप्पाडियगा, णयणुप्पाडियगा, दसणुप्पाडियगा, वसणुप्पाडियगा, गेवच्छिण्णगा, तंडुलच्छिण्णगा, कागणिमंसक्खावियगा, ओलंबियगा, लंबियगा, घंसियगा, घोलियगा, फालियगा, पीलियगा, सूलाइयगा, सूलभिण्णगा, खारवत्तिया, वज्झवत्तिया, सीहपुच्छियगा, दवग्गिदड्डगा, पंकोसण्णगा, पंके खुत्तगा, वलयमयगा, वसट्टमयगा, णियाणमयगा, अंतोसल्लमयगा, गिरिपडियगा, तरुपडियगा, मरुपडियगा, गिरिपक्खंदोलगा, तरुपक्खंदोलगा, मरुपक्खंदोलगा, जलपवेसिगा, जलणपवेसिगा, विसभक्खियगा, सत्थोवाडियगा, वेहाणसिया, गिद्धपिटुगा, कतारमयगा, दुब्भिक्खमयगा, असंकिलिट्ठपरिणामा ते कालमासे कालं किच्चा अण्णयरेसु वाणमंतरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति । तहिं तेसिं गई, तहिं तेसिं ठिई, तहिं तेसिं उववाए पण्णत्ते ।
तेसिंणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! बारसवाससहस्साई ठिई पण्णत्ता । अत्थि णं भंते ! तेसिं देवाणं इड्डी इ वा, जुई इ वा, जसे इ वा, बले इ वा, वीरिए इ वा, पुरिसक्कारपरिक्कमे इ वा ? हंता अत्थि ।
ते णं भंते ! देवा परलोगस्स आराहगा ? णो इणढे समढे । भावार्थ :- ॥म, ॥४२, न॥२, निगम, २४धानी, पेट, 342, मउंब, द्रोभुम, पत्तन, माश्रम, સંબાહ, સન્નિવેશમાં જે મનુષ્યો હોય છે, તેમાંથી જે મનુષ્યોને અપરાધના કારણે કોઈના હાથપગ લાકડાંના
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
કે લોઢાના બંધનથી બાંધી દેવામાં આવે, બેડીમાં જકડી દેવામાં આવે, પગ લાકડાના હેડમાં બાંધવામાં આવે, જેલમાં પૂરવામાં આવે, હાથ, પગ, કાન, નાક, હોઠ, જીભ, મસ્તક, મોઢું, મધ્યભાગ–પેટના ભાગને છેદવામાં આવે; ઉત્તરાસંગના આકારે ડાબા ખભાથી લઈ જમણી બગલ સુધીના દેહને વિદારિત કરવામાં આવે; હૃદય, આંખ, દાંત, અંડકોષનો નાશ કરવામાં આવે, ગર્દન મરડી નાંખે, ચોખાના કણોની જેમ શરીરના ટુકડે ટૂકડા કરવામાં આવે, તેના શરીરનું કોમળ માંસ કાપી કાપી કાગડાને ખવડાવવામાં આવે, દોરડાથી બાંધી કૂવામાં લટકાવવામાં આવે, વૃક્ષની ડાળીએ બાંધી લટકાવવામાં આવે, ચંદનની જેમ પથ્થર સાથે ઘસવામાં આવે, દહીંની જેમ શરીર વલોવવામાં આવે, સૂકા લાકડાની જેમ શરીરને ચીરવામાં આવે, શેરડીની જેમ પીલવામાં આવે, શૂળીમાં પરોવી વીંધવામાં આવે, શૂળથી ભેદવામાં આવે, તેના પર મીઠું છાંટવામાં આવે, ભીનાં ચામડાથી બાંધવામાં આવે, સિંહના પૂંછડા સાથે બાંધવામાં આવે, દાવાગ્નિમાં બાળવામાં આવે, કીચડમાં ઉતારી દેવામાં આવે, કીચડમાં ખૂંચાડી દેવામાં આવે, વલયમરણ– ભૂખ આદિની પીડાથી મરે, નિદાનમરણ– વિષયભોગની ઇચ્છાથી નિદાનપૂર્વક મરે, અંતઃશલ્યમરણ– હૃદયમાં વાગેલા શસ્ત્રના ઘાથી મરે, ગિરિપતન–પર્વત પરથી પડીને મરે, વૃક્ષ ઉપરથી પડીને મરે, મરુભૂમિ- રણપ્રદેશની રેતીમાં પડીને મરે, પર્વત ઉપરથી ઝંપાપાત કરીને, કૂદીને મરે, વૃક્ષ પરથી કૂદીને મરે, રણપ્રદેશમાં કૂદીને મરે, જળમાં ડૂબીને મરે, અગ્નિમાં પ્રવેશ કરીને મરે, ઝેર ખાઈને મરે, શસ્ત્રોથી પોતાના હાથે જ મરે, ગળા ફાંસો ખાઈને મરે, મરેલા હાથી આદિના શરીરમાં પ્રવેશ પામીને ગીધડાઓની ચાંચોથી વિદારણ પામીને મરે, જંગલમાં મરે, દુષ્કાળની ભૂખથી મરે, ઉપરોક્ત સર્વ પરિસ્થિતિઓમાં પણ આર્ત-રૌદ્ર ધ્યાન વિનાના અસંક્લિષ્ટ પરિણામોમાં મૃત્યુના સમયે મૃત્યુ પામે, તો તે કોઈ પણ વ્યંતરજાતિના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે દેવલોકને અનુરૂપ તેની ગતિ, સ્થિતિ અને ઉત્પત્તિ થાય છે.
૧૧૬
પ્રશ્ન- હે ભગવન્ ! તે દેવોની ત્યાં કેટલી સ્થિતિ હોય છે. ઉત્તર– હે ગૌતમ ! ત્યાં તેની સ્થિતિ ૧૨,૦૦૦ વર્ષની હોય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! શું તે દેવોને ત્યાંની ઋદ્ધિ, યશ, બળ, વીર્ય તથા પરાક્રમ હોય છે ? ઉત્તર– હા, ગૌતમ ! હોય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! શું તે દેવો પરલોકના આરાધક થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. તે દેવો પરલોકના આરાધક થતા નથી.
१० से जे इमे गामागर जाव सण्णिवेसेसु मणुया भवंति, तं जहा - पगइभद्दगा, પાડવલંતા, પાપતળુ-શેહમાગમાયાતોહા, મિમસંપળા, અલ્હીમા, વિળીયા, अम्मापिउसुस्सूसगा, अम्मापिऊणं अणइक्कमणिज्जवयणा, अप्पिच्छा, अप्पारंभा, अप्परिग्गहा, अप्पेणं आरंभेणं, अप्पेणं समारंभेणं, अप्पेणं आरंभसमारंभेणं वित्तिं कप्पेमाणा बहूई वासाई आउयं पार्लेति, पालित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु वाणमंतरेसु देवलोएस देवत्ताए उववत्तारो भवंति । सेसं तं चैव सव्वं णवरं ठिई चउद्दसवासहस्साइं ।
ભાવાર્થ :- જે જીવો ગામ, આકર યાવત્ સન્નિવેશમાં મનુષ્યો હોય છે, તેમાંથી જે મનુષ્યો સ્વભાવથી જ સૌમ્ય વ્યવહારવાળા, સ્વભાવથી જ શાંત, સ્વભાવથી જ અલ્પ ક્રોધ-માન-માયા-લોભવાળા, અત્યંત કોમળ સ્વભાવવાળા અને અભિમાન રહિત, ગુરુજનોના આશ્રયે રહેનારા, સ્વભાવથી વિનીત,
Page #169
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
[૧૧૭]
માતા-પિતાની સેવા કરનારા, માતા-પિતાના વચનોનું ઉલ્લંઘન નહીં કરનારા, અલ્પ ઇચ્છાવાળા, અલ્પારંભી, અલ્પપરિગ્રહી, અલ્પારંભથી, અલ્પપરિગ્રહથી, અલ્પારંભ પરિગ્રહથી પોતાની આજીવિકા ચલાવતા હોય, તે ઘણા વર્ષોનું આયુષ્ય ભોગવીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને વાણવ્યતર જાતિના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. શેષ કથન પૂર્વ સૂત્રવત્ જાણવું, વિશેષતા એ છે કે તેની સ્થિતિ ચૌદ હજાર(૧૪,૦૦૦) વર્ષની હોય છે. | ११ से जाओ इमाओ गामागर जाव संणिवेसेसु इत्थियाओ भवंति, तं जहा- अंतो अंतेउरियाओ, गयपइयाओ, मयपइयाओ, बालविहवाओ, छड्डियल्लियाओ, माइरक्खयाओ, पियरक्खियाओ, भायरक्खियाओ, पइरक्खियाओ कुलघररक्खियाओ,ससुर-कुलरक्खियाओ, मित्तणाइणियगसंबंधिरक्खियाओ, परूढणह केसकक्खरोमाओ, ववगयधूवपुप्फगंधमल्लालंकाराओ, अण्हाणगसेयजल्लमल्लपंक परितावियाओ, ववगयखीस्दहिणवणीयसप्पि तेल्ल-गुल-लोण-महु-मज्ज-मस-परिचत्तकयाहाराओ, अप्पिच्छाओ, अप्पारंभाओ, अप्पपरिगहाओ, अप्पेणंआरंभेणं, अप्पेणंसमारंभेणं, अप्पेणं आरंभसमारंभेणं वित्तिकप्पेमाणीओ अकामबंभचेरवासेणं तामेव पइसेज्जं णाइक्कमंति, ताओ णं इत्थियाओ एयारूवेणं विहारेणं विहरमाणीओ बहूई वासाई आउयं पालेति, पालित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु वाणमंतरेसु देवलोएसु देवत्ताए उववत्ताराओ भवंति। सेसं तं चेव सव्वं णवरं चउसर्टि वाससहस्साई ठिई पण्णत्ता । ભાવાર્થ:- ગામ યાવત સન્નિવેશ આદિમાં જે સ્ત્રીઓ હોય છે તેમાંથી જે રાણીવાસમાં નિવાસ કરતી હોય, જેનો પતિ પરદેશ ગયો હોય, પતિ મૃત્યુ પામ્યો હોય, બાલ્યાવસ્થામાં વિધવા થઈ હોય, પોતાના પતિ દ્વારા પરિત્યક્તા હોય, પોતાના માતા, પિતા, ભાઈ, પતિ, પિતાના વંશજો અથવા પિતાના મિત્રો, શ્વસુર પક્ષના સસરા, જેઠ આદિ દ્વારા સુરક્ષિત હોય; મિત્ર જ્ઞાતિજનો, નિજક, સંબંધીઓથી સુરક્ષિત હોય; જેના નખ, કેશ, બંગલના વાળ વધી ગયા હોય; જે સુગંધિત તેલ આદિના લેપથી તથા પુષ્પ, સુગંધીમાળા અને અલંકારોથી રહિત હોય; સ્નાન ન કરવાથી પસીનાથી નીતરતી હોય, રજ, ધૂળ વગેરે ઊડવાથી મેલ જામી ગયો હોય, મેલ કઠણ થઈ જવાથી મલિનતાથી પરિતાપિત થતી હોય; દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મીઠું, મધ, મધ, માંસ રહિત આહાર કરતી હોય, જેની ઇચ્છાઓ અલ્પ હોય, જેને ધન, ધાન્ય આદિનો અલ્પ પરિગ્રહ હોય, જે અલ્પારંભ, અલ્પપરિગ્રહ અને અલ્પારંભ-પરિગ્રહથી આજીવિકા ચલાવતી હોય; તેઓ જીવન પર્યત ઇચ્છા વિના બ્રહ્મચર્યનું પાલન કરતી હોય, પતિ શય્યાનું અતિક્રમણ કરતી ન હોય અર્થાત્ બીજા પતિનો સ્વીકાર કરતી ન હોય; જે સ્ત્રીઓ આ પ્રકારનું આચરણ કરી પોતાનું જીવન વ્યતીત કરતી હોય, તે ઘણા વર્ષો સુધી લાંબુ આયુષ્ય ભોગવી મૃત્યુના સમયે મૃત્યુ પામીને વાણવ્યંતર દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. તેની સ્થિતિ ૪,000 હજાર વર્ષની છે. |१२ से जे इमे गामागर जावसंणिवेसेसुमणुया भवंति, तं जहा- दगबिइया, दगतइया, दगसत्तमा, दगएक्कारसमा, गोयमगोव्वइयगिहिधम्म-धम्मचिंतग- अविरुद्धविरुद्ध वुड्ड सावगप्पभिइयो, तेसि णं मणुयाणं णो कप्पंति इमाओ णवरसविगइओ आहारेत्तए, तं ના- હીર, ઉં, જવ, સપ, તેજું, પોળ, માં, મન્ન, માં, પત્થ દવા
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
सरिसवविगइए । ते णं मणुया अप्पिच्छाओ तं चैव सव्वं णवरं चउरासीइं वाससहस्साई ठिई पण्णत्ता ।
૧૧૮
ભાવાર્થ:- ગામ યાવત્ સન્નિવેશ આદિ સ્થાનોમાં જે મનુષ્ય હોય છે, તેમાંથી જે એક ખાદ્ય પદાર્થ તથા બીજું પાણી, આ રીતે બે પદાર્થો જ આહારરૂપે સેવન કરનારા હોય; બે ખાદ્ય પદાર્થ અને ત્રીજું પાણી, આ રીતે ત્રણ દ્રવ્યનું સેવન કરનારા હોય; આ જ રીતે સાત દ્રવ્યોનું સેવન કરનારા, અગિયાર દ્રવ્યોનું સેવન કરનારા, ગૌ—વૃષભને આગળ રાખીને, લોકોને તેની ક્રીડા બતાવીને આજીવિકા ચલાવનારા; ગોત્રતીકોગાયના ભોજન-પાણીના સમયે ભોજન કરવાનું વ્રત ધારણ કરનારા, ગૃહસ્થ ધર્મને કલ્યાણકારી માનીને ગૃહસ્થ ધર્મનું જ પાલન કરનારા; ધર્મશાસ્ત્રોનું ચિંતન કરનારા; અવિરુદ્ધ−દેવાદિની ભક્તિ કરનારા, વિનયવાદી અને આત્માના અસ્તિત્વને ન સ્વીકારનારા અક્રિયાવાદી; વૃદ્ઘ શ્રાવકો વગેરે મનુષ્યોને દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ અને માંસ; આ નવ રસ વિકૃતિઓ− વિગઈનો આહાર કરવો કલ્પતો નથી અર્થાત્ તેનો ત્યાગ કરે છે. તેવો આહાર પોતાને માટે અગ્રાહ્ય માને છે; જેઓ એક સરસવના તેલ સિવાય બીજા કોઈ પણ વિગયનું સેવન કરતા નથી, જેની આંકાક્ષાઓ બહુ અલ્પ હોય, તેવા મનુષ્યો મૃત્યુના સમયે મૃત્યુ પામીને વાણવ્યંતર દેવપણાને પામે છે. ત્યાં તેનું આયુષ્ય ૮૪૦૦૦ વર્ષનું કહ્યું છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થનારા જીવોનું પાંચ સૂત્રાલાપક દ્વારા નિરૂપણ કર્યું છે. ગામતા,.. :- અનિચ્છાએ ભૂખ, તરસ, આદિ સહન કરનારા.
સંકુલ ī... :- અન્ય દ્વારા અપાતા વધ, બંધનાદિના ઘોર કષ્ટોને અક્લિષ્ટ ભાવે સહન કરનારા અને રૌદ્રધ્યાન વિના વલયમરણ આદિ કોઈપણ પ્રકારના બાલમરણથી મરનારા.
પદ્મના... :- પ્રકૃતિથી જ ભદ્ર અને શાંત મનુષ્યો. અંતેરિયાઓ... - પરિસ્થિતિવશ અનિચ્છાએ બ્રહ્મચર્યનું પાલન કરનારી સ્ત્રીઓ. વાવિયા... :- ઉદક દ્વિતીય આદિ અજ્ઞાન તપનું આચરણ કરનારા.
દેવગતિમાં ઉત્પન્ન થવાના મુખ્યતયા ચાર કારણો છે– (૧) સરાગસંયમ- સંજવલન કષાય યુક્ત સાધુપણાના પાલનથી અર્થાત્ છઠ્ઠાથી દશમા ગુણસ્થાનવર્તી સાધુઓના સંયમ પાલનથી (૨) સંઘમાસંયમ- શ્રાવકપણાના પાલનથી (૩) અકામનિર્જરા મોક્ષના લક્ષ્ય વિના કષ્ટ સહન કરવાથી થતી નિર્જરાથી (૪) અજ્ઞાનતપ- સમજણ વિના અથવા ગેરસમજણથી કરેલી તપસ્યાથી.
સૂત્રોક્ત સર્વ પ્રકારના જીવો અકામનિર્જરા અને અજ્ઞાનતપના આચરણથી વ્યંતર દેવપણે જન્મ
ધારણ કરે છે.
કોઈ પણ જીવ અસંકલિષ્ટ પરિણામમાં મૃત્યુ પામે, તો જ દેવગતિમાં જાય છે, સંક્લિષ્ટ પરિણામમાં મૃત્યુ પામે તો દેવગતિ પ્રાપ્ત થતી નથી. તેથી જ સૂત્રકારે અસિંિલક પરિણામ શબ્દનો પ્રયોગ કર્યો છે.
તે જીવોના પરિણામોમાં મંદતા, તીવ્રતા આદિ તરતમતા હોવાથી તેમના આયુષ્યમાં તરતમતા છે. આરાધક-વિરાધક ઃ- મોક્ષના લક્ષ્ય સમ્યક સાધના-આરાધના કરનારા પરલોકના આરાધક થાય છે અને મોક્ષના લક્ષ્ય વિના પ્રસ્તુત સૂત્રોમાં કથિત કષ્ટાનુભૂતિથી દેવગતિ પામનારા પરલોકના આરાધક
Page #171
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
[ ૧૧૯ ]
થઈ શકતા નથી. તે જીવો વિરાધક થાય છે. આ વિષયમાં ટીકાકારે કહ્યું છે કે
यहि सम्यग्दर्शनज्ञानपूर्वकानुष्ठानतो देवास्युस्त एवावश्यंतया आनन्तर्येण पारम्पर्येण वा निर्वाणानुकूलं भवान्तरमावर्जयन्ति, तदन्ये तु भाज्या ।
જે જીવોને સમ્યગુદર્શન અવસ્થામાં સંયમ તપનું પાલન કરીને દેવગતિ પ્રાપ્ત થઈ હોય, તેઓ જન્માંતરમાં અવશ્ય આરાધક થાય છે અને તે સિવાયના જીવોમાં ભજના હોય છે.
સુત્રોક્ત છ એ પ્રકારના જીવો મિથ્યાત્વી છે અને તે જીવોને અકામનિર્જરાના પ્રભાવે દેવગતિ પ્રાપ્ત થાય છે તેથી તે જીવો પરલોકના આરાધક નથી. ગોબશ્વઃ- વૈદિક પરંપરામાં ગાયને પૂજ્ય માનવામાં આવી છે અને ગાયને દેવ સ્વરૂપ કહી છે. તેથી ગો–ઉપાસનારૂપ એક વિશેષ વ્રત લોકો કરતાં હોય છે. મહાકવિ કાલીદાસે રઘુવંશના બીજા સર્ગમાં આ સંબંધમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. અયોધ્યાપતિ, મહારાજા દિલીપને કંઈ સંતાન ન હતું. તેથી ગુરુ મહર્ષિ વશિષ્ઠ કહ્યું કે કામધેનુ ગાયની દિકરી નંદિનીની સેવા કરવાથી તેને પુત્રની પ્રાપ્તિ થશે. આદેશ અનુસાર દિલીપ રાજાએ ગાયની સેવા કરી હતી.
વૃત્તિકાર આચાર્ય અભયદેવ સૂરિએ પ્રસ્તુત સુત્રની વ્યાખ્યામાં ગો–વ્રતની વિધિ પ્રગટ કરી છે કે ગાય વનમાં ચરવા નીકળે છે ત્યારે ગોવતી પણ બહાર નીકળે છે. ગાય ચાલે છે ત્યારે તે ચાલે છે. ગાય ચરે છે ત્યારે ગોવ્રતિક ભોજન કરે છે. ગાય પાણી પીવે છે ત્યારે તે પાણી પીવે છે અને વનમાંથી જ્યારે પાછી ફરે છે ત્યારે તે પણ પાછા ફરે છે, ગાય સૂવે છે ત્યારે તે સૂઈ જાય છે. વાનપ્રસ્થ તાપસીની દેવોમાં ઉત્પત્તિ - |१३ सेजेइमे गंगाकूलगा वाणपत्था तावसा भवंति, तंजहा- होत्तिया, पोत्तिया, कोत्तिया, जण्णई, सड्डई, थालई, हुंबउट्ठा,दंतुक्खलिया, उम्मज्जगा, सम्मज्जगा,णिमज्जगा,संपक्खालगा, दक्षिणकूलगा, उत्तरकूलगा, संखधमगा, कूलधमगा, मिगलुद्धगा, हत्थितावसा, उदंडगा, दिसापोक्खिणो, वक्कलवासिणो, बिलवासिणो, जलवासिणो, रुक्खमूलिया, अंबुभक्खिणो, वाउभक्खिणो, सेवालभक्खिणो, मूलाहारा, कंदाहारा, तयाहारा, पत्ताहारा, पुप्फाहारा, फलाहारा, बीयाहारा, परिसडिक्कंदमूलतयपत्त पुष्फफलाहारा, जलाभिसेयकढिणगाया, आयावणाहि,पंचग्गितावेहि, इंगालसोल्लियं, कंदुसोल्लियं, कट्ठसोल्लियंपिव अप्पाणंकरेमाणा बहूई वासाई परियागं पाउणंति, पाउणित्ता कालमासे कालं किच्चा उक्कोसेणं जोइसिएसु देवेसुदेवत्ताए उववत्तारो भवंति । सेसंतंचेव णवरं पलिओवमं वाससयसहस्समब्भहियं ठिई। ભાવાર્થ:- ગંગા નદીના કિનારે જે વાનપ્રસ્થ તપસ્વીઓ છે, તે અગ્નિહોત્ર યજ્ઞ કરનારા અગ્નિહોત્રી, વસ્ત્ર ધારણ કરનારા પોતિક, ભૂમિ પર શયન કરનારા કૌત્રિક, યજ્ઞ કરનારા યાજિક, શ્રાદ્ધ કરનારા શ્રાદ્ધિક, ભોજનપાત્ર ધારણ કરનારા સ્થાલક, કમંડળ ધારણ કરનારા, ફળાદિને સુધાર્યા વિના, આખા ફળ ખાનારા ફલોજી, પાણીની ઉપર તરીને સ્નાન કરનાર ઉમજક, વારંવાર પાણીની ઉપર સ્નાન કરનાર સમજજક, પાણીમાં ડૂબકી મારીને સ્નાન કરનાર નિમજ્જક, શરીર પર માટી આદિ ચોળીને સ્નાન કરનાર સંપ્રક્ષાલક, ગંગા નદીના દક્ષિણ કિનારે રહેનારા દક્ષિણક્લક, ગંગા નદીના ઉત્તર કિનારે રહેનારા
Page #172
--------------------------------------------------------------------------
________________
| ૧૨૦]
શ્રી વિવાઈસૂત્ર
ઉત્તરકલક, શંખ વગાડીને ભોજન કરનારા શંખધમક, નદીના કિનારે શબ્દો બોલીને ભોજન કરનાર કુલધમક, મૃગના માંસનું ભોજન કરનાર મૃગલબ્ધક, હાથીના માંસનું ભોજન કરનાર હસ્તિતાપસ, ઊંચો દંડ રાખીને ચાલનારા ઉદંડક, દિશાનું પૂજન કરનારા દિશાપ્રોક્ષી, વલ્કલને ધારણ કરનાર વલ્કલવાસી, બિલમાં–ભૂમિગૃહમાં કે ગુફામાં રહેનારા બિલવાસી, જલમાં ઊભા રહેનારા જલવાસી, વૃક્ષના મૂળમાં રહેનારા વૃક્ષમૂલક, જલભક્ષક, વાયુભક્ષક, શેવાલભક્ષક, મૂલાહારક, કંદાહારક, વર્ક-વૃક્ષની છાલનો આહાર કરનારા, પન્નાહારક, પુષ્પાહારક, ફલાહારક, બીજાહારક, નીચે પડેલા વૃક્ષના કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ અને ફળનો આહાર કરનારા, આતાપના આદિ પંચાગ્નિ તપ કરનાર, પોતાના શરીરને અંગારાથી તપાવનાર, ભાડભંજાના પાત્રમાં શેકાતા ચણાની જેમ તથા કાષ્ઠની અગ્નિમાં પકાવવામાં આવતી વસ્તુની જેમ શરીરને તપાવનારા વગેરે સંન્યાસીઓ આ રીતે વિવિધ પ્રકારની તપસ્યાપૂર્વક ઘણા વર્ષો સુધી વાનપ્રસ્થ પર્યાયનું(વ્રતનું) પાલન કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્તમ પ્રકારના જ્યોતિષ્ક દેવતાઓમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. શેષ વર્ણન પૂર્વવત્ સમજવું. વિશેષતા એ છે કે ત્યાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ પ્રમાણ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થનારા વાનપ્રસ્થ સંન્યાસીઓનું નિરૂપણ કર્યું છે. તે સંન્યાસીઓ સાંસારિક સંબંધોનો ત્યાગ કરી વિવિધ પ્રકારના વ્રત-નિયમનો સ્વીકાર કરીને વિચરણ કરે છે પરંતુ તેઓ મિથ્યાત્વી હોવાથી તેમનો સમગ્ર જીવન વ્યવહાર અકામ નિર્જરા અને અજ્ઞાન તપનું કારણ બને છે. તેમ છતાં તેમના જીવનમાં લક્ષ્યપૂર્વક ત્યાગ તપની પ્રધાનતા હોવાથી વાણવ્યંતર દેવોથી ઉપરની જાતિના એટલે જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ તેઓનો તે બાલતપ હોવાથી તે દેવો પરલોકના આરાધક થતા નથી. કાંદર્ષિક શ્રમણોની દેવોમાં ઉત્પત્તિ - १४ से जे इमे गामागर जावसण्णिवेसेसु पव्वइया समणा भवंति, तं जहा- कंदप्पिया, कुक्कुइया, मोहरिया, गीयरइप्पिया, णच्चणसीला, ते णं एएणं विहारेणं विहरमाणा बहूई वासाइं सामण्णपरियागं पाउणंति, पाउणित्ता तस्स ठाणस्स अणालोइय अप्पडिक्कंता कालमासे कालं किच्चा उक्कोसेणं सोहम्मे कप्पे कंदप्पिएसु देवेसु देवत्ताए उववत्तारो भवंति । सेसं तं चेव णवरं पलिओवमं वाससयसहस्समब्भहियं ठिई। ભાવાર્થ :- ગામ, સન્નિવેશ આદિમાં જે પ્રવ્રજિત શાક્યાદિ પાંચ પ્રકારના શ્રમણો હોય છે, તેમાં જે હાસ્ય-મશ્કરી કરનારા કાંદપિંકો, ભાંડની જેમ કુત્સિત ચેષ્ટાઓ કરી બીજાને હસાવનારા કૌભુચિકો, અસંબદ્ધ-ઉટપટાંગ વચનો બોલનારા મૌખરિકો, ગાયનયુક્ત ક્રિીડામાં વિશેષ અભિરુચિ રાખનારા ગીતરતિપ્રિયો, નૃત્યપ્રિયો વગેરે શ્રમણો પોત-પોતાની જીવનચર્યા અનુસાર આચરણ કરીને, વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને અંત સમયે પોતાના તે દૂષિત આચારોની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના જ મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ પહેલા સૌધર્મ દેવલોકમાં કાંદર્ષિક દેવ રૂપે ઉત્પન્ન થાય છે. શેષ વર્ણન પૂર્વવતુ જાણવું. વિશેષતા એ છે કે ત્યાં તેની સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૨ઃ ઉપપાત
[ ૧૨૧ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કાંદર્ષિક દેવોમાં ઉત્પન્ન થનારા વિવિધ શ્રમણોનું નિરૂપણ છે.
જે જીવો શ્રમણ પર્યાયનો સ્વીકાર કરીને, શ્રમણપણાના ભાવથી પતિત થઈને હાંસી, મજાક આદિ ભાટ જેવી સૂત્રોક્ત કાંદર્પિક પ્રવૃત્તિઓ કરે છે, તે જીવો શ્રમણપર્યાયનું પાલન કર્યું હોવાથી વૈમાનિક જાતિના દેવ થાય છે પરંતુ શ્રમણપણાના ભાવોની વિરાધના કરી હોવાથી ત્યાં કાંદર્ષિક દેવપણે ઉત્પન્ન થાય છે. તે જીવ વિરાધકપણે મૃત્યુ પામ્યા હોવાથી પરલોકના આરાધક થતા નથી. કાંકર્ષિક દેવો :- જે દેવોનું કાર્ય પોતાના હાવભાવ, ગીત, વાદ્ય, નૃત્ય આદિ વિવિધ ચેષ્ટાઓ દ્વારા પોતાના અધિપતિ દેવોને અથવા ઇન્દ્રોને ખુશ કરવાનું હોય છે અથવા અધિપતિ દેવોની ઇચ્છાઓ પૂરી કરવા જ વિવિધ પ્રવૃત્તિ કરતા હોય તેને કાંદર્ષિક દેવ કહે છે.
શ્રમણ પર્યાયમાં કાંદર્ષિક પ્રવૃત્તિ કરનારા દેવલોકમાં પણ કાંદર્ષિક દેવ થાય છે. પરિવ્રાજકોની જીવનચર્યા અને દેવોમાં ઉત્પત્તિ:| १५ से जे इमे गामागर जावसण्णिवेसेसु परिव्वायगा भवंति, तं जहा- संखा, जोगी, काविला, भिउव्वा, हंसा, परमहंसा, बहुउदगा, कुलिव्वया, कण्हपरिव्वायगा । तत्थ खलु इमे अट्ठ माहणपरिव्वायगा भवंति । तं जहा
कंडू य करकंडे य, अंबडे य परासरे । कण्हे दीवायणे चेव, देवगुत्ते य णारए ॥१॥ तत्थ खलु इमे अट्ठ खत्तियपरिव्वायगा भवंति, तं जहा
सीलई ससिहारे य, णग्गई भग्गई ति य । विदेहे रायराया, राया रामे बले ति य ॥२॥ ભાવાર્થ:- ગામ યાવતું સન્નિવેશ આદિમાં જે પરિવ્રાજકો હોય છે. તે સાંખ્ય, યોગી કાપિલ–મહર્ષિ કપિલની પરંપરાને માનનારા, ભાર્ગવ-ગુઋષિની પરંપરાને અનુસરનારા; હંસ, પરમહંસ, બહૂદક, તથા કુટીચર, કૃષ્ણ પરિવ્રાજક-નારાયણના ભક્ત પરિવ્રાજકો આદિ.
તેમાં આઠ બ્રાહ્મણ પરિવ્રાજક સંન્યાસીઓ એટલે કે બ્રાહ્મણ જાતિમાં દિક્ષા લઈને સંન્યાસી થયેલા હોય છે, તે આ પ્રમાણે છે– (૧) કર્ણ, (૨) કરકન્ટ, (૩) અબડ, (૪) પારાશર (૫) કૃષ્ણ, (૬) દ્વૈપાયન, (૭) દેવગુપ્ત, (૮) નારદ.
તેમાં આઠ ક્ષત્રિય પરિવ્રાજક સંન્યાસીઓ ક્ષત્રિય જાતિમાંથી દીક્ષા લઈને સંન્યાસી બનેલા હોય છે. (૧) શીલધી, (૨) શશિધર, (૩) નગ્નક, (૪) ભગ્નક, (૫) વિદેહ, (૬) રાજરાજ, (૭) રાજરામ, (૮) બલ; આ આઠ પ્રકારના ક્ષત્રિય સંન્યાસીઓ હોય છે. | १६ ते णं परिव्वायगा रिउव्वेद-यजुव्वेद-सामवेद-अहव्वणवेद-इतिहासपंचमाणं, णिघंटु छट्ठाणं, संगोवंगाणं सरहस्साणं चउण्हं वेदाणं सारगा पारगा धारगा, सडंगवी, सट्ठितंत्तविसारया, संखाणे, सिक्खाकप्पे, वागरणे, छंदे, णिरुत्ते, जोइसामयणे, अण्णेसु य बहूसु बंभण्णएसु य णएसु परिव्वायएसु य सत्थेसु सुपरिणिट्ठिया यावि होत्था ।
Page #174
--------------------------------------------------------------------------
________________
| १२२ ।
શ્રી વિવાઈસૂત્ર
ભાવાર્થ – તે પરિવ્રાજકો ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ ચાર વેદો, પાંચમો ઇતિહાસ અને છઠ્ઠા નિઘંટુના અભ્યાસી હોય છે. તેઓને વેદોનું સાંગોપાંગ તલસ્પર્શી જ્ઞાન હોય છે, તેઓ ચારેય વેદોના સારક- કંઠસ્થ કરનાર, પારગ- વેદોના અર્થ પરમાર્થના પારગામી, ધારક-માનસપટ ઉપર ધારણ કરી રાખનારા અને વેદોના છએ અંગોના જાણકાર હોય છે, તે ષષ્ઠિતંત્રમાં વિશારદ અને કુશળ, સંખ્યાન-ગણિત વિદ્યામાં કુશળ; શિક્ષા, કલ્પ, વ્યાકરણ–શબ્દ શાસ્ત્ર, છંદ–પિંગલ શાસ્ત્ર, નિરુક્ત–વૈદિક શબ્દોના વ્યુત્પતિમૂલક અર્થ કરનારા વ્યાખ્યાગ્રંથો, જ્યોતિષશાસ્ત્ર તથા અન્ય ઘણા બ્રાહ્મણ ગ્રંથોમાં સુપરિનિષ્ઠિતપારંગત હોય છે. | १७ ते णं परिव्वायगा दाणधम्मं च सोयधम्मं च तित्थाभिसेयं च आघवेमाणा, पण्णवेमाणा, परूवेमाणा विहरति । जंणं अम्हं किंचि असुई भवइ, तं णं उदएण य मट्टियाए य पक्खालियं समाणं सुई भवइ । एवं खलु अम्हे चोक्खा चोक्खायारा सुई, सुइसमायारा भवित्ता अभिसेयजलपूयप्पाणो अविग्घेणं सग्गं गमिस्सामो । ભાવાર્થ – તે પરિવ્રાજકો દાનધર્મ, શૌચધર્મ(દહશુદ્ધિ તથા સ્વચ્છતા મૂલક આચાર) તથા તીર્ષાભિષેકનું કથન કરતાં, વિશેષરૂપમાં સમજાવતાં, પ્રરૂપણા કરતાં–યુક્તિ પૂર્વક ધર્મ સિદ્ધાંતને સ્થિર કરાવતાં વિચરણ કરે છે. તેમનું કથન છે કે અમારા મતાનુસાર કોઈ પણ પદાર્થો અપવિત્ર થાય, તો તેને માટીથી સાફ કરી પાણીથી ધોઈ લેવાથી તે વસ્તુ પવિત્ર થઈ જાય છે. આ રીતે અમે પવિત્ર શરીર અને પવિત્ર વસ્ત્રાદિથી યુક્ત તથા નિર્મલ આચારવાળા છીએ. અમે પવિત્ર આચાર તથા અભિષેક(સ્નાન) આદિ ક્રિયાઓથી પોતાને પવિત્ર બનાવી નિર્વિષ્ણપણે સ્વર્ગને પ્રાપ્ત કરશે. | १८ तेसिणं परिव्वायगाणं णो कप्पइ अगडं वा तलायं वा णई वा वाविं वा पुक्खरिणिं वा दीहियं वा गुंजालियं वा सरं वा सागरं वा ओगाहित्तए, णण्णत्थ अद्धाणगमणेणं ।
तेसिणं परिव्वायगाणं णो कप्पइ सगडं वा रहं वा जाणं वा जुग्गं वा गिल्लि वा थिल्लि वा पवहणं वा सीयं वा संदमाणियं वा दुरुहित्ता णं गच्छित्तए । तेसि णं परिव्वायगाणं णो कप्पइ आसं वा हत्थि वा उर्ल्ड वा गोणं वा महिसं वा खरं वा दुरुहित्ता णं गमित्तए, णण्णत्थ बलाभिओगेणं।
तेसिं णं परिव्वायगाणं णो कप्पइ णडपेच्छा इ वा णट्टगपेच्छा इ वा जल्लपेच्छा इ वा मल्लपेच्छा इ वा, मुट्ठियपेच्छा इ वा वेलंबगपेच्छा इ वा पवगपेच्छा इ वा कहगपेच्छा इ वा लासगपेच्छा इ वा आइक्खगपेच्छा इ वा लंखपेच्छा इ वा मंखपेच्छा इ वा तूणइल्लपेच्छा इ वा तुंबवीणिपेच्छा इ वा भुयगपेच्छा इ वा मागहफेच्छा इ वा पेच्छित्तए ।
तेसि परिव्वायगाणं णो कप्पइ हरियाणं लेसणया वा, घट्टणया वा थंभणया वा लूसणया वा उप्पाडणया वा करित्तए ।
तेसिं परिव्वायगाणं णो कप्पइ इत्थिकहा इ वा भत्तकहा इ वा देसकहा इ वा रायकहा इ वा चोरकहा इ वा जणवयकहा इ वा अणत्थदंडे करित्तए ।
Page #175
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
૧૨૩]
तेसिणं परिव्वायगाणं णो कप्पइ अयपायाणि वा, तउयपायाणि वा तंबपायाणि वा, जसदपायाणि वा सीसगपायाणि वा रुप्पपायाणि वा सुवण्णपायाणि वा अण्णयराणि वा बहुमुल्लाणि धारित्तए, णण्णत्थ अलाउपाएण वा दारुपाएण वा मट्टियापारण वा । तेसि णं परिव्वायगाणंणो कप्पइ अयबंधणाणिवा जावसुवण्णबंधणाणिवा अण्णयराणि वा बहुमुल्लाणि धारित्तए । तेसिं णं परिव्वायगाणं णो कप्पइ णाणाविह वण्णराग रत्ताई वत्थाई धारित्तए, णण्णत्थ एगाए धाउरत्ताए।
तेसिणं परिव्वायगाणं णो कप्पइ हारं वा अद्धहारं वा एगावलि वा मुत्तावलि वा कणगावलिं वा रयणावलिं वा मुरविं वा कंठमुरविं वा पालंबं वा, तिसरयं वा कडिसुत्तं वा दसमुद्दिआणतंग वा कडयाणि वा तुडियाणि वा अंगयाणि वा केऊराणि वा कुंडलाणि वा मउडं वा चूलामणिं वा पिणद्धित्तए, णण्णत्थ एगेणं तंबिएणं पवित्तएणं । तेसिणं परिव्वायगाणं णो कप्पइ गंथिमवेढिमपूरिमसंघाइमे चउव्विहे मल्ले धारित्तए, णण्णत्थ एगेणं कण्णपूरेणं । तेसिं णं परिव्वायगाणं णो कप्पइ अगलुएण वा, चंदणेण वा, कुंकुमेण वा गायं अणुलिंपित्तए, णणत्थ एक्काए गंगामट्टियाए । ભાવાર્થ :- પરિવ્રાજકોને કૂવા, તળાવ, નદી, વાવડી, ચતુષ્કોણ જલાશય, પુષ્કરિણી–ગોળાકાર તળાવ, દીધિંકા-કમળ થતાં હોય તેવું વિસ્તૃત જલાશય, ગુંજાલિકા-વાંકુંચૂકું જલાશય વગેરે કોઈ પણ મોટા જળાશયો કે સાગરમાં પ્રવેશ કરવો કલ્પતો નથી. પરંતુ વિહાર કરતાં વચ્ચે કોઈ જળાશય આવે અને અન્ય માર્ગ ન હોય, તો તેમાં ચાલી શકે છે.
તે પરિવ્રાજકોને શકટ–ગાડુ, રથ, યાન, ડોળી, થિલ્લી– યાનવિશેષ, પ્રવહણ-પાલખી, શિબિકા, ચંદમાનિકા વગેરે કોઈ પણ વાહનમાં જવું કલ્પતું નથી. તે પરિવ્રાજકોને ઘોડા, હાથી, ઊંટ, બળદ, પાડા અને ગધેડા પર સવારી કરવાનું વર્યુ છે. તેમાં બલાભિયોગ-કોઈ પરાણે બેસાડી દે તો તેની પ્રતિજ્ઞા ખંડિત થતી નથી.
તે પરિવ્રાજકોને નટ, નર્તકો, દોરડા પર ચડી ખેલ કરનારાઓના ખેલ, પહેલવાનોની કુસ્તી, મુક્કાબાજી, બીભત્સ મશ્કરીરૂપ કથા પ્રસંગો, કૂદવું, પાણી ઉપર તરવાના ખેલ, તમાશો, કથા-વાર્તાઓ, વીરરસના ગીતો, શુભ-અશુભ વાતો કરનારા, વાંસ ઉપર ચડીને રમત બતાવનારા નટો, ચિત્રપટ દેખાડીને આજીવિકા ચલાવનારાઓ, તૂણ નામનું વાજિંત્ર વગાડી ભિક્ષા લેનારા, તુંબડાની વીણા વગાડીને આજીવિકા ચલાવનારા, તાળીઓ વગાડીને વિનોદ કરનારા તથા પ્રશસ્તિમૂલક પોતાના વખાણ કરનાર, સ્તુતિ ગાયકોથી કરાતી આત્મશ્લાઘા, માગધ આદિના ખેલ વગેરે તમામ ખેલ, તમાશા જોવાનો કે સાંભળવાનો ત્યાગ હોય છે.
તે પરિવ્રાજકોને લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, તેને મસળવી, ડાળીઓ પાંદડાઓને ઊંચા કરવા, વાંકા વાળવા, ઉખેડી નાંખવા વગેરે પ્રવૃત્તિઓ કલ્પતી નથી.
તે પરિવ્રાજકો માટે સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા, ચોરકથા, જનપદકથા જે બીજાને માટે તેમજ પોતાને માટે હાનિકારક છે, તેવી નિરર્થક વાતો અને ચર્ચાઓનો ત્યાગ હોય છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
| ૧૨૪]
શ્રી ઉવવાઈ સત્ર
તે પરિવ્રાજકોને તુંબડાનું પાત્ર, લાકડાનું પાત્ર તથા માટીના પાત્ર સિવાય લોઢાના, કાંસાના, ત્રાંબાના, જસતના, સીસાના, ચાંદીના કે સોનાના બહુમૂલ્ય કીમતી ધાતુના પાત્રો રાખવા કલ્પતા નથી.તેવી જ રીતે ઉપર બતાવેલી કોઈપણ કીમતી ધાતુના બંધનયુક્ત પાત્રો સંન્યાસીઓને માટે વર્યુ છે. તે પરિવ્રાજકોને ગેરુરંગથી રંગેલા ભગવા વસ્ત્રો સિવાય, જાત જાતના રંગોના વસ્ત્રો વર્યુ છે.
તે પરિવ્રાજકોને ત્રાંબાના વાળાની અંગૂઠી પહેરવા સિવાય હાર, અર્ધહાર, એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, મુરવી અને કંઠ મુરવી(આ બંને કંઠના આભરણો છે), લાંબી માળાઓ, ત્રણસરની માળાઓ, કંદોરો, દશ અંગૂઠીઓ, કડાં, તોડા, બાજુબંધ, અંગદ, કેયુર, કુંડલ, મુકુટ, ચૂડામણી– મસ્તકે ધારણ કરવાનો મણિ વગેરે ધારણ કરવું કલ્પતું નથી.
તે પરિવ્રાજકોને કણેર પુષ્પ સિવાય ફૂલોની ગૂંથેલી માળાઓ, વીંટેલી માળાઓ, વાંસની સળીમાં પરોવીને બનાવેલી માળાઓ અને એક બીજા ફૂલોને જોડી ગુચ્છા જેવી બનાવેલી ફૂલમાળાઓ; આ ચાર પ્રકારની ફૂલમાળાઓ ધારણ કરવી કલ્પતી નથી. તે પરિવ્રાજકોને ગંગા કિનારાની માટી સિવાય અગર, ચંદન, કેસર વગેરે સુગંધી પદાર્થોનું શરીરે લેપન કરવું કલ્પતું નથી. | १९ तेसि णं परिव्वायगाणं कप्पइ मागहए पत्थए जलस्स पडिग्गाहित्तए, से वि य वहमाणे णो चेव णं अवहमाणे, से वि य थिमिओदए णो चेव णं कद्दमोदए, से वि य बहुप्पसण्णे णो चेव णं अबहुप्पसण्णे, से वि य परिपूए णो चेव अपरिपूए, से वि यणं दिण्णे णो चेव णं अदिण्णे, से वि य पिबित्तए णो चेव णं हत्थपायचरु चमस पक्खालणट्ठाए, सिणाइत्तए वा ।।
तेसि णं परिव्वायगाणं कप्पइ मागहए आढए जलस्स पडिग्गाहित्तए, से वि य वहमाणे, णो चेवणं अवहमाणे जावणो चेवणं अदिण्णं, से वि य हत्थपायचरु-चमस पक्खालणट्ठयाए, णो चेव णं पिबित्तए सिणाइत्तए वा ।। ભાવાર્થ:- તે પરિવ્રાજકોને મગધદેશમાં તોલમાપ માટે પ્રચલિત પ્રસ્થ પ્રમાણ જલ લેવું કહ્યું છે અને તે પાણી વહેતી નદી આદિનું હોય, તે જ કહ્યું છે, કૂવાદિનું બંધિયાર પાણી કલ્પતું નથી. વહેતું પાણી પણ સ્વચ્છ હોય, તે જ કહ્યું છે, કીચડ આદિથી મિશ્રિત હોય, તે કલ્પતું નથી. વહેતું સ્વચ્છ પાણી પણ અત્યંત નિર્મળ હોય, તે જ કહ્યું છે, અલ્પ નિર્મળ હોય, તે કલ્પતું નથી. વહેતું, સ્વચ્છ, અત્યંત નિર્મળ પાણી પણ ગાળેલું હોય, તે જ કહ્યું છે, ગાળ્યા વિનાનું કલ્પતું નથી. તે પાણી પણ દાતા દ્વારા અપાયેલું હોય, તે જ કલ્પ છે. દાતા દ્વારા અપાયેલું ન હોય, તે કલ્પતું નથી. તે પાણી પણ પીવા માટે જ કહ્યું છે, હાથ, પગ, ભોજનપાત્ર, કડછી આદિ ધોવા કે સ્નાન કરવા માટે કલ્પતું નથી.
તે પરિવ્રાજકોને મગધદેશમાં પ્રચલિત એક આઢક પ્રમાણ પાણી ગ્રહણ કરવું કહ્યું છે. તે પાણી વહેતું હોય, તો જ કહ્યું છે, વહેતું ન હોય તે કલ્પતું નથી લાવતું દાતા દ્વારા અપાયેલું ન હોય તે પણ કલ્પતું નથી. તે પણ હાથ, પગ, ભોજનના વાસણો, કડછી વગેરે ધોવા માટે કહ્યું છે. પીવા માટે કે સ્નાન કરવા માટે તે પાણી કલ્પતું નથી.
२० ते णं परिव्वायगा एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाई परियायं पाउणंति, बहूई वासाइं परियायं पाउणित्ता कालमासे कालं किच्चा उक्कोसेणं बंभलोए कप्पे
Page #177
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૨: ઉપપાત
[ ૧૨૫ ]
देवत्ताए उववत्तारो भवंति । सेसंतं चेव । णवरं तहिं तेसिं दस सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- પરિવ્રાજકો આ પ્રકારના આચારનું પાલન કરતાં કરતાં ઘણાં વર્ષો સુધી પરિવ્રાજક પર્યાયનું પાલન કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ પાંચમા બ્રહ્મલોક કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ હોય છે. તેની સ્થિતિ ૧૦ સાગરોપમ છે. શેષ પૂર્વવત્ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરિવ્રાજકોની જીવનચર્યાનું વિસ્તૃત વર્ણન છે.
સૂત્રકારે અનેક પ્રકારના પરિવ્રાજકોનું કથન કર્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તે સમયે વિવિધ પ્રકારના સંપ્રદાયો, સંન્યાસ, પરંપરાઓ અને વિવિધ સાધના પદ્ધતિઓ પ્રચલિત હતી.
તે પરિવ્રાજકો વૈદિક પરંપરામાં થયા હોવાથી ચાર વેદ આદિ વૈદિક ગ્રંથોના જ્ઞાતા હતા, ભગવા વસ્ત્રો, લાકડાના, માટીના કે તુંબડાના મર્યાદિત પાત્રો રાખતા અને યાચક વૃત્તિથી જીવન વ્યવહાર ચલાવતા હતા. તેમના વિવિધનિયમો ભાવાર્થથી સ્પષ્ટ છે. સૂત્રોક્ત સર્વ પરિવ્રાજકોમિથ્યાત્વાવસ્થામાં જ દેવલોકની પ્રાપ્તિ કરતા હોવાથી તે પરલોકના આરાધક થતા નથી. આ સૂત્રના વ્યાખ્યાકારે કેટલાક પરિવ્રાજકોનો પરિચય આપ્યો છે. જેમ કે
સાંખ્ય બુદ્ધિ, અહંકાર, પાંચ તન્માત્રા, પાંચ મહાભૂત રૂપ પ્રકૃતિને જગતનું કારણ માને છે અને પુરુષ–આત્માને અકર્તા, નિર્ગુણ ભોક્તા સ્વરૂપ માને તેને સાંખ્ય કહે છે.
હંસ- જે પર્વતોની ખીણમાં, આશ્રમોમાં, દેવસ્થાનોમાં આદિ નિર્જન સ્થાનોમાં જ રહે અને ભિક્ષા લેવા માટે જ ગામમાં આવે છે તેને હંસ પરિવ્રાજક કહે છે.
પરમહંસ- નદી કિનારે એક કૌપીન પહેરીને રહે છે અને પ્રાણ ત્યાગ સમયે કૌપીનનો ત્યાગ કરે છે, તે પરમહંસ કહેવાય.
બદક ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રહે અને જે મળે તેનો આહાર કરે; આ પ્રકારના નિયમોનું પાલન કરે, તેને બહૂદક કહે છે.
કુટીચર- ક્રોધ, માન, માયા, લોભથી રહિત થઈને પર્ણકૂટિરમાં રહેનારાને કુટીચર કહે છે. હંસ, પરમહંસ, બહૂદક અને કુટીચર આ સર્વે પરિવ્રાજકોના ભિન્ન ભિન્ન પ્રકાર છે. પત્થા વનસઃ ગણસ:- પ્રસ્થ અને આઢક પ્રમાણ જલ. “પ્રસ્થ” અને આઢક માપ તે માગધ દેશમાં પ્રચલિત હતા. પરિવ્રાજકો પીવા માટે પ્રસ્થ પ્રમાણ અને પાત્રાદિ ધોવા માટે આઢક પ્રમાણ પાણીનો ઉપયોગ કરે છે.
અનુયોગદ્વાર સૂત્રના દ્રવ્ય પ્રમાણમાં પ્રસ્થ અને આઢકના માપનો નિર્દેશ કર્યો છે. આ માપનું પ્રથમ એકમ અસ્કૃતિ છે. અમૃતિ એટલે હથેળી પ્રમાણ અને બે હથેળી એટલે ખોબા પ્રમાણ માપને પ્રસૂતિ કહે છે.
અનુયોગદ્વાર સૂત્ર ૨ અમૃતિ = ૧ પ્રકૃતિ ૨ પ્રસૂતિ = ૧ સેતિકા ૪ સેતિકા = ૧ કડવ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૨૬
૪ કુંડવ
૪ પ્રસ્થ ૪ આઢક
=
=
૧ પ્રસ્થ
૧ આક
૧ દ્રોણ
શ્રી ઉવવાઈ સૂત્ર
પરિવ્રાજકોની જલ મર્યાદા – પ્રસ્તુત સૂત્રોમાં પરિવ્રાજક સંન્યાસીઓની જીવન ચર્યાનું વર્ણન છે. તેમાં સૂત્ર ૧૯ ગત પ્બર્ માહિ આપ્...ળો રે વ ં પિવિત્તણ્ સિમાન્તણ્ વા...। આ સૂત્ર પાઠ વિચારણીય જણાય છે. આ સૂત્ર પ્રમાણે પરિવ્રાજકોને એક પ્રસ્થ પ્રમાણ પાણી પીવા માટે કલ્પે છે, તે પાણી હાથ-પગ વગેરે ધોવા માટે સ્નાન માટે કલ્પતું નથી અને એક આઢક પ્રમાણ પાણી હાથ-પગ ભોજનના પાત્ર, કડછી વગેરે ધોવા માટે કલ્પે છે, તે પાણી પીવા માટે કે સ્નાન માટે કલ્પતું નથી. આરીતે તેઓની જલમર્યાદામાં સ્નાન માટેના પાણીનું વિધાન નથી પરંતુ નિષેધ છે. પરિવ્રાજકો માટે સ્નાન ન કરવું તે શક્ય લાગતું નથી. કારણ કે તેઓએ શૂચિમૂલ ધર્મનો સ્વીકાર કર્યો છે. સૂત્ર ૧૭માં સ્પષ્ટ કથન છે ओ एवं खलु अम्हे चोक्खा चोक्खायारा सुई, सुइसमायारा भवित्ता अभिसेयजलपूयप्पाणो अविघेणं સમાં ગમિસ્લામો । અર્થાત્ અમે પવિત્ર શરીર અને પવિત્ર વસ્ત્રાદિથી યુક્ત તથા નિર્મલ આચારવાળા છીએ. અમે પવિત્ર આચાર તથા અભિષેક(સ્નાન) આદિ ક્રિયાઓથી પોતાને પવિત્ર બનાવી નિર્વિદનપણે સ્વર્ગને પ્રાપ્ત કરશું. વળી સૂત્ર ૩રમાં અંબડ સંન્યાસી દ્વારા કરેલી પાણીની મર્યાદામાં તેણે એક આઢક પ્રમાણ પાણી સ્નાન માટે રાખ્યું હતું. તેથી વિચારણા કરતાં જણાય છે કે પરિવ્રાજકો માટેના પાઠમાં પણ સ્નાનનું વિધાન કરતા શબ્દો હોવા જોઈએ. તેથી સૂત્ર ૧૯માં... છે વિય હત્ય પાય પરુ સમક્ષ વાતઃથાત્ ખો चेवणं पिबित्तए वा सिणाइत्तए वा सूत्रना स्थाने से वि य हत्थ - पाय - चरु - चमस पक्खालणट्ट्याए, સિગાર્ત્તણ્ વા નો ચેવ ખં પિવિત્તણ્ વા આ રીતે સૂત્ર પાઠ સ્વીકારવામાં આવે તો અર્થ થાય છે કે તે પરિવ્રાજકોને એક આઢક પાણી હાથ-પગ-ભોજનના વાસણો, કડછી વગેરે ધોવા માટે અને સ્નાન માટે કલ્પે છે, તે પાણી પીવા માટે કલ્પતું નથી અને પીવા માટે એક પ્રસ્થ પ્રમાણ પાણી કલ્પે છે તે હાથપગ-પાત્રાદિ ધોવા માટે અને સ્નાન માટે કલ્પતું નથી; આ રીતે પાઠ અને અર્થની સંગતિ થઈ શકે છે. અંબડ પરિવ્રાજકના શિષ્યોઃ
२१ तेणं कालेणं तेणं समएणं अम्मडस्स परिव्वायगस्स सत्त अंतेवासिसयाई गिम्हकालसमयंसि जेट्ठामूलमासंमि गंगाए महाणईए उभओकूलेणं कंपिल्लपुराओ णयराओ पुरिमतालं णयरं संपट्ठिया विहाराए ।
ભાવાર્થ :- તે કાળે− અવસર્પિણી કાલના ચોથા આરાના અંતભાગમાં, તે સમયે– ભગવાન મહાવીર સ્વામી સદેહે બિરાજતા હતા તે સમયે એકવાર ગ્રીષ્મૠતુના જેઠ માસમાં અંબડ પરિવ્રાજકના ૭૦૦ અંતેવાસી શિષ્યો ગંગા મહાનદીના બંને કિનારાઓથી કાંપિલ્યપુર નામના નગરથી પુરીમતાલ નામના નગર તરફ જવા નીકળ્યા.
२२ त णं तेसिं परिव्वायगाणं तीसे अगामियाए, छिण्णावायाए, दीहमद्धाए अडवीए कंचि देतरमणुपत्ताणं से पुव्वगहिए उदए अणुपुव्वेणं परिभुंजमाणे झीणे ।
ભાવાર્થ :- તે પરિવ્રાજકો ચાલતાં ચાલતાં ગામ રહિત, મનુષ્યોના આવાગમનથી રહિત, નિર્જન, લાંબા અને વિકટ માર્ગવાળા એક જંગલમાં પહોંચી ગયા. તે જંગલમાં થોડુંક ચાલ્યા, ત્યાં જ પોતાની સાથે લીધેલું
Page #179
--------------------------------------------------------------------------
________________
વિભાગ—૨ : ઉપપાત
૧૨૭
પાણી ક્રમપૂર્વક પીતા-પીતા સમાપ્ત થઈ ગયું.
२३ तए णं से परिव्वायगा झीणोदगा समाणा तण्हाए पारब्भमाणा उदगदातारम पस्समाणा अण्णमण्णं सद्दार्वेति, सद्दावित्ता एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! अम्हे इमीसे अगामियाए छिण्णावायाए, दीहमद्धाए अडवीए कंचि देसंतरमणुपत्ताणं से पुव्वग्गहिए उदए अणुपुव्वेणं परिभुंजमाणे झीणे । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं इमीसे अगामियाए जाव अडवीए उदगदातारस्स सव्वओ समंता मग्गणगवेसणं करित्तए त्ति कट्टु अण्णमण्णस्स अंतिए एयमट्टं पडिसुर्णेति, पडिणित्ता तीसे अगामियाए जाव अडवीए उदगदातारस्स सव्वओ समंता मग्गणगवेसणं करेंति, करित्ता उदगदातारमलभमाणा दोच्चंपि अण्णमण्णं सद्दार्वेति, सद्दावेत्ता एवं वयासीભાવાર્થ :- પોતાની પાસેનું પાણી સમાપ્ત થઈ ગયું ત્યારે તે સંન્યાસીઓ તૃષાથી વ્યાકુળ બની ગયા. ત્યાં કોઈ પાણી આપનારા દેખાયા નહીં તેથી પરસ્પર એકબીજાને સંબોધન કરીને કહેવા લાગ્યા
હે દેવાનુપ્રિયો ! આપણે ગામ રહિત, મનુષ્યોના આવાગમન રહિત નિર્જન, લાંબા અને વિકટ માર્ગવાળા જંગલમાં પહોંચી ગયા છીએ. આપણે હજુ થોડું જંગલ જ પસાર કર્યું છે, ત્યાં જ આપણી પાસે જે પાણી હતું તે ક્રમશઃ પીતા-પીતા સમાપ્ત થઈ ગયું છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણા માટે તે જ કલ્યાણ કારક છે કે આપણે ગ્રામ રહિત નિર્જન, આ જંગલમાં ચારે બાજુ જલના દાતાની શોધ કરીએ. તેઓએ પરસ્પર ચર્ચા કરીને આ નિર્ણય કર્યો અને ગામરહિત નિર્જન જંગલમાં ચારે બાજુ જલ આપનાર જલદાતાને શોધવા લાગ્યા. શોધવા છતાં કોઈ જલદાતા મળ્યો નહીં. ત્યારે બીજીવાર એકબીજાને સંબોધન કરીને કહ્યું– २४ इह णं देवाप्पिया ! उदगदातारो णत्थि, तं णो खलु कप्पइ अम्हं अदिण्णं गिण्हित्तए, अदिण्णं साइज्जित्तए, तं मा णं अम्हे इयाणि आवइकालं पि अदिण्णं गिण्हामो, अदिण्णं साइज्जामो, मा णं अम्हं तवलोवे भविस्सइ । तं सेयं खलु अम्हं देवाणुप्पिया ! तिदंडए य, कुंडियाओ य, कंचणियाओ य, करोडियाओ य, भिसियाओ य, छण्णालए य, अंकुस य, केसरियाओ य, पवित्तए य, गणेत्तियाओ य, छत्तए य, वाहणाओ य, पाउयाओ य, धाउरत्ताओ य एगंते एडित्ता गंगं महाणई ओगाहित्ता वालुयासंथारए संथरित्ता संलेहणाझूसियाणं, भत्तपाणपडियाइक्खियाणं, पाओवगयाणं कालं अणवकंखमाणाणं विहरित्तए त्ति कट्टु अण्णमण्णस्स अंतिए एयमठ्ठे पडिसुर्णेति, पडिसुणित्ता तिदंडए य जाव एगंते एडेति, एडित्ता गंग महाणइं ओगार्हेति, ओगाहित्ता वालुयासंथारए संथरंति, संथरित्ता वालुयासंथारयं दुरुहंति, दुरुहित्ता पुरत्थाभिमुहा सपलियंकणिसण्णा करयल जाव कट्टु एवं वयासी –
ભાવાર્થ :- હે દેવાનુપ્રિયો ! આ નિર્જન અટવીમાં કોઈ જલ આપનારા નથી અને આપણને અદત્તઆપ્યા વિના લેવું કે તેનું સેવન કરવું કલ્પનીય નથી. તો આ આપત્તિકાળમાં પણ આપણે અદત્ત જલને ગ્રહણ ન કરીએ, તેનું સેવન ન કરીએ અને આપણા તપનો એટલે સ્વીકાર કરેલી પ્રતિજ્ઞાનો નાશ ન થાય તે માટે હે દેવાનુપ્રિયો ! આપણા માટે એ જ કલ્યાણકારક છે કે આપણે ત્રિદંડ, કમંડલ, કાંચનિકા–રૂદ્રાક્ષ
Page #180
--------------------------------------------------------------------------
________________
| १२८ ।
શ્રી વિવાઈસૂત્ર
દઈને, ગંગા મહાનદીસરી રંગેલી ગેરુ ગની શારણ કરવાની રૂદ્રાક્ષની
માળાઓ, કરોટિકા-માટીના વિશેષ પ્રકારના પાત્ર, ભૂષિકા-બેસવાની પાટલીઓ, ષણનાલિકા-ત્રણ કાષ્ટથી બનાવવામાં આવેલી ત્રિપાઈ, અંકુશ- દેવપૂજા માટે પત્ર, પુષ્પ આદિને તોડવા માટે અથવા ભેગા કરવા માટે વપરાતું સાધન, કેશરિકાઓ પ્રમાર્જન કરવા ઉપયોગમાં લેવાતું વસ્ત્ર(ઝાપટિયું), પવિત્રિકા- ત્રાંબાની અંગુઠીઓ, ગણેત્રિકા-હાથમાં ધારણ કરવાની રૂદ્રાક્ષની માળાઓ, છત્ર, પગમાં પહેરવાની ચાખડીઓ, ગેરુથી રંગેલી ગેરુ રંગની શાટિકા-ધોતીઓ વગેરે ઉપકરણોને એકાંતમાં છોડી દઈને, ગંગા મહાનદીમાં (જલ રહિત સ્થાનમાં) રેતીનું બિછાનું બનાવીને, સંલેખનાપૂર્વક–દેહને અને મનને તપોમય સ્થિતિમાં લીન કરીને, શરીર અને કષાયના સંસ્કારો ક્ષીણ કરતાં, આહાર-પાણીનો ત્યાગ કરીને, પાદપોપગમ અનશનનો સ્વીકાર કરીને, મૃત્યુની આકાંક્ષા ન કરતા આપણે સ્થિત થઈએ. આ પ્રમાણે પરસ્પર કહીને તેઓએ નિશ્ચય કર્યો અને પોતાના ત્રિદંડ વગેરે ઉપકરણો એકાંતમાં છોડી દીધા. ગંગા મહાનદીમાં ઉતરીને જળ રહિત સ્થાનમાં રેતીનું સંસ્તારક તૈયાર કરીને, અને તેના પર આરૂઢ થયા. પૂર્વાભિમુખ પદ્માસને બેસીને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું| २५ णमोत्थुणं अरहताणं भगवंताणं जावसिद्धिगइणामधेयं ठाणं संपत्ताणं । णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स जावसंपाविउकामस्स, णमोत्थुणं अम्मडस्स परिव्वायगस्स अम्हं धम्मायरियस्स धम्मोवदेसगस्स ।
पुदि णं अम्हेहिं अम्मडस्स परिव्वायगस्स अंतिए थूलए पाणाइवाए पच्चक्खाए जावज्जीवाए, थूलए मुसावाए पच्चक्खाए जावज्जीवाए, थूलए अदिण्णादाणे पच्चक्खाए जावज्जीवाए, सव्वे मेहुणे पच्चक्खाए जावज्जीवाए, थूलए परिग्गहे पच्चक्खाए जावज्जीवाए, इयाणिं अम्हे समणस्स भगवओ महावीरस्स अंतिए सव्वं पाणाइवायं पच्चक्खामो जावज्जीवाए, सव्वं मुसावायं पच्चक्खामो जावज्जीवाए, सव्वं अदिण्णादाणं पच्चक्खामो जावज्जीवाए, सव्वं मेहुणं पच्चक्खामो जावज्जीवाए, सव्वं परिग्गहंपच्चक्खामो जावज्जीवाए, सव्वं कोहं, माणं,मायं, लोह, पेज, दोसं, कलहं, अब्भक्खाणं, पेसुण्णं, परपरिवायं, अरइरई, मायामोसं, मिच्छादसणसल्लं, सव्वं अकरणिज्जं जोगं पच्चक्खामो जावज्जीवाए, सव्वं असणं, पाणं, खाइम, साइमं चउव्विहं पि आहारं पच्चक्खामो जावज्जीवाए।
जंपि य इमं सरीरं इटुं, कंतं, पियं, मणुण्णं, मणाम, थेज्जं, वेसासियं, सम्मयं, अणमयं. बहमयं. भंडकरंडगसमाणं. रयणकरंडगभयं: मा णं सीयं. मा णं उण्हं.मा णं खुहा, मा णं पिवासा, मा णं वाला, मा णं चोरा, मा णं दंसा, मा णं मसगा, मा णं वाइयं पित्तियं सिंभियं सण्णिवाइयं विविहा रोगायंका, परीसहोवसग्गा फुसंतु त्ति कटु एयं पि यणं चरमेहिं ऊसासणीसासेहिं वोसिरामो त्ति कटु संलेहणा-झूसणा-झूसिया भत्तपाणपडियाइक्खिया पाओवगया कालं अणवकखमाणा विहरति । ભાવાર્થ- સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા અરિહંત (સિદ્ધ) ભગવાનને નમસ્કાર હો, સિદ્ધગતિને પ્રાપ્ત કરવાની કામનાવાળા અરિહંત-શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો, આપણા ધર્માચાર્ય અને ધર્મોપદેશક અંબડ પરિવ્રાજકને નમસ્કાર હો.
Page #181
--------------------------------------------------------------------------
________________
વિભાગ—૨ : ઉપપાત
૧૨૯
પહેલાં આપણે અંબડ પરિવ્રાજકની પાસે સ્થૂલ હિંસા, અસત્ય, ચોરી તથા સર્વ પ્રકારના અબ્રહ્મચર્ય અને સ્થૂલ પરિગ્રહનો જીવન પર્યંત ત્યાગ કર્યો હતો. વર્તમાન સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સાક્ષીએ આપણે સર્વપ્રકારની હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહનો જીવનપર્યંત ત્યાગ કરીએ છીએ. સર્વપ્રકારના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરપરિવાદ, રિતઅતિ– ગમા-અણગમાના ભાવો, કપટ સહિત જૂઠું બોલવું, ખોટી શ્રદ્ધા, તે અઢારે અકરણીય–ન કરવા યોગ્ય પાપસ્થાનનો જીવનભર ત્યાગ કરીએ છીએ. અશન—આહારના પદાર્થો, પાન–પાણી, ખાદિમ–મેવો વગેરે, સ્વાદિમ–પાન, સોપારી, એલચી આદિ મુખવાસ; આ ચારે ય પ્રકારના
આહારનો જીવન પર્યંત ત્યાગ કરીએ છીએ.
જે આ મારું શરીર છે, તે મને ઇષ્ટ–ઇચ્છિત, કાંત–કમનીય, પ્રિય, મનોજ્ઞ—મનને ગમે તેવું સુંદર, મનામ– મનમાં વસી જાય તેવું મનોહર, સ્વૈર્ય-સ્થિરતાયુક્ત, (શરીર અસ્થિર હોવા છતાં સામાન્ય જનો તેમાં સ્થિરતાનું આરોપણ કરે છે તેથી) વિશ્વસનીય, બહુમત—ઘણું જ માનનીય, અનુમત– શરીરને સડન પડનના સ્વભાવવાળું જાણ્યા પછી પણ માનનીય, વસ્ત્રાદિના કરંડિયા સમાન અને ઘરેણાની પેટી સમાન પ્રીતિકર છે. તેવા આ શરીરને શરદી કે ગરમી ન લાગી જાય, ભૂખ ન લાગે, તરસ ન લાગે, સર્પ વગેરે ડંશ ન દે, ચોર વગેરે લોકો ઉપદ્રવ ન કરે, ડાંસ-મચ્છર વગેરે કરડે નહીં; વાત, પિત, કફ આદિ વિવિધ રોગો, આતંક— જીવલેણ બીમારીઓ, વિવિધ પરીષહો અને ઉપસર્ગોનો સ્પર્શ ન થાય; આ પ્રકારની વિચારધારાનો જીવનના છેલ્લા શ્વાસ સુધી ત્યાગ કરું છું.
આ પ્રમાણે વિચાર કરીને કષાય અને શરીરને કૃશ કરવા માટે સંલેખનાની આરાધનામાં પ્રીતિયુક્ત તે પારિવ્રાજકો આહાર અને પાણીનો પરિત્યાગ કરીને પાદપોપગમન અનશનનો સ્વીકાર કરીને મૃત્યુની
પ્રતીક્ષા ન કરતાં શાંત ભાવથી સ્થિર બની ગયા.
२६ तए णं ते परिव्वायगा बहूई भत्ताइं अणसणाए छेदेति छेदित्ता आलोइय-पडिक्कंता समाहिपत्ता, कालमासे कालं किच्चा बंभलोए कप्पे देवत्ताए उववण्णा । तेहिं तेसिं गई जाव दससागरोवमाइं ठिई पण्णत्ता, ,परलोगस्स आराहगा, , सेसं तं चेव ।
ભાવાર્થ :- ત્યાર પછી તે પરિવ્રાજકોએ ઘણા ભક્ત આહારનો અનશન વ્રત દ્વારા છેદ કરીને, પોતાના દોષોની અલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને, બ્રહ્મલોક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. તે સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ છે યાવત્ દશ સાગરોપમની સ્થિતિ છે; તેઓ પરલોકના આરાધક છે. શેષ વર્ણન પૂર્વવત્ છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોના જીવનની અંતિમ આરાધનાનું નિરૂપણ છે.
તે પરિવ્રાજકોએ વૈદિક પરંપરાનો સ્વીકાર કર્યો હતો. તેથી તેઓની વેશભૂષા, ઉપકરણો, ભિક્ષાચર્યાના નિયમો વગેરે વૈદિક પરંપરા અનુસાર હતા. તેમ છતાં તેણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નિગ્રંથ ધર્મનો અને શ્રાવકના વ્રતોનો સ્વીકાર અંબડ પરિવ્રાજક પાસેથી કર્યો હતો.
તે પરિવ્રાજકોએ જીવનના અંતિમ સમયે પરિવ્રાજક ચર્યાના સ્વીકારેલા અદત્ત વિરમણ વ્રતને દઢતાપૂર્વક ટકાવી રાખવા અનશનનો સ્વીકાર કર્યો. પાદપોપગમન અનશન ગ્રહણ કરતા તેઓએ ભગવાન
Page #182
--------------------------------------------------------------------------
________________
| १३०
શ્રી વિવાઈસૂત્ર
મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા અને પરોક્ષરૂપે તેઓની સમીપે અઢાર પાપસ્થાન, ચાર આહાર અને પોતાનું શરીર, તે ત્રેવીસ(૨૩) બોલના પચ્ચકખાણ કર્યા.
આ રીતે અંબઇ પરિવ્રાજકના શિષ્યોના આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે તેઓ વૈદિક પરંપરાની પરિવ્રાજક પર્યાય અને નિગ્રંથ પરંપરાના શ્રાવક વ્રતોનો સમન્વય કરીને સાધના કરી રહ્યા હતા. પ્રભુ મહાવીર સ્વામીના વિચરણકાલમાં અન્ય મતાવલંબીઓ દ્વારા પોતાની ચર્યાનો ત્યાગ કરી શ્રમણચર્યાનો સ્વીકાર કરવાનું વર્ણન તો ઘણાં શાસ્ત્રોમાં છે પરંતુ પોતાની પરિવ્રાજક ચર્યાને કાયમ રાખીને જિનમતનો સ્વીકાર કરી, બાર વ્રતધારી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી, આરાધકપણે સમાધિમરણને પ્રાપ્ત થવાનું આ અજોડ અને અનુપમ દષ્ટાંત છે. તેમજ આ દૃષ્ટાંતથી જિનશાસનની મહાનતા અને ઉદારતા પ્રફુટ थाय छे. સાતસો શિષ્યોની ગતિ- તેઓએ જીવનપર્યત પરિવ્રાજક ચર્યાનું પાલન કર્યું તેના પરિણામે વૈમાનિક જાતિના દેવોમાં પાંચમા બ્રહ્મલોક દેવલોકમાં ઉત્પન્ન થયા અને નિગ્રંથ પ્રવચનના દેશવિરતિ ધર્મની આરાધનાપૂર્વક મૃત્યુ પામ્યા તેના પરિણામે તે સર્વે પરલોકના આરાધક થયા. અંબડ પરિવ્રાજક - | २७ बहुजणे णं भंते ! अण्णमण्णमस्स एवमाइक्खइ, एवं भासइ, एवं पण्णवेइ, एवं परूवेइ- एवं खलु अम्मडे परिव्वायए कंपिल्लपुरे णयरे घरसए आहारमाहरेइ, घरसए वसहि उवेइ, से कहमेयं भंते ! एवं?
गोयमा ! जंणं से बहुजणे अण्णमण्णस्स एवमाइक्खइ जाव एवं परूवेइ- एवं खलु अम्मडे परिव्वायए कंपिल्लपुरे घरसए आहारमाहरेइ, घरसए वसहि उवेइ, सच्चे णं एसमढें । अहं पिणं गोयमा ! एवमाइक्खामि जावएवं परूवेमि- एवं खलु अम्मडे परिव्वायए कंपिल्लपुरे णयरे घरसए आहारमाहरेइ, घरसए वसहिं उवेइ ।
से केणटेणं णं भंते ! एवं वुच्चइ- अम्मडे परिव्वायए जाव वसहि उवेइ ?
गोयमा ! अम्मडस्स णं परिव्वायगस्स पगइभद्दयाए, पगइउवसंतयाए, पगइपयणु कोहमाणमायालोहयाए, मिउमद्दवसंपण्णयाए, अल्लीणयाए, विणीययाए छटुंछडेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उर्ल्ड बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स सुभेणं परिणामेणं, पसत्थेहिं अज्झवसाणेहि, विसुज्झमाणीहिं लेसाहिं अण्णया कयाइ तदावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहापोहमग्गणगवेसणं करेमाणस्स वीरियलद्धीए वेउव्वियलद्धीए, ओहिणाणलद्धीए समुप्पण्णाए जणविम्हावणहे कंपिल्लपुरे णयरे घरसए जाव वसहि उवेइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- अम्मडे परिव्वायए कंपिल्लपुरे णयरे घरसए जाव वसहिं उवेइ । ભાવાર્થ - હે ભગવન! ઘણા લોકો એક બીજાને આ પ્રમાણે કહે છે, ભાષણ કરે છે, વિશેષરૂપે સમજાવે છે, પ્રરૂપણા કરે છે કે અંબડ પરિવ્રાજક કમ્પિલપુર નગરમાં સો ઘરોમાં આહાર કરે છે, સો ઘરોમાં નિવાસ
Page #183
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
[ ૧૩૧]
કરે છે, એટલે કે એક જ સમયમાં સો ઘરોમાં આહાર કરતા, સો ઘરોમાં નિવાસ કરતા દેખાય છે. હે ભગવન્! શું એ સત્ય છે?
હે ગૌતમ! ઘણા લોકો એક બીજાને આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે અંબડ પરિવ્રાજક કામ્પિત્યપુર નગરમાં સો ઘરોમાં આહાર કરે છે, તો ઘરમાં નિવાસ કરે છે. હે ગૌતમ! તે સત્ય છે. હે ગૌતમ! હું પણ એમ જ કહું છું, પ્રરૂપણા કરું છું કે અંબડ પરિવ્રાજક કામ્પિત્યપુર નગરમાં એક સાથે સો ઘરોમાં આહાર કરે છે અને સો ઘરોમાં નિવાસ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અંબડ પરિવ્રાજક સો ઘરોમાં આહાર કરે છે તથા સો ઘરોમાં નિવાસ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! અંબડ પરિવ્રાજક પ્રકૃતિથી ભદ્ર–સૌમ્ય, વ્યવહારશીલ, પરોપકાર પરાયણ અને પ્રકૃતિથી જ શાંત છે. તે સ્વભાવથી જ અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા, મંદ કષાયી છે. તે કોમળ સ્વભાવથી યુક્ત અને અહંકાર રહિત, ગુરુજનોની આજ્ઞાનું પાલન કરનારા તથા વિનયશીલ છે. નિરંતર છઠ-છઠની તપસ્યા કરતા પોતાની ભુજાઓ ઊંચી કરીને સૂર્યની સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેતા, શુભ આત્મપરિણામોથી, પ્રશસ્ત અધ્યવસાય- મનોવિચારથી અને વિશુદ્ધ લેશ્યાથી અર્થાત્ મનના શુદ્ધ પરિણામથી તદાવરણીયકર્મનો ક્ષયોપશમ થતાં; સત્ય અર્થને જાણવા માટેની વિચારણા રૂપ ઈહા, નિશ્ચયાત્મક બુદ્ધિરૂપ અવાય, અન્વય ધર્મોન્મુખ ચિંતનરૂપ માર્ગણા અને વ્યતિરેક ધર્મોન્મુખ ચિંતનરૂપ ગવેષણા કરતા તેને વીર્ય લબ્ધિ-વિશેષ શક્તિ, વૈક્રિય લબ્ધિ- વિવિધરૂપ બનાવવાનું સામર્થ્ય તથા અવધિજ્ઞાન- ઇન્દ્રિયોની સહાયતા વિના આત્માથી જ રૂપી પદાર્થોને જાણનારું જ્ઞાન પ્રગટ થયું છે. તેથી લોકોને આશ્ચર્ય ચકિત કરવા માટે તે કામ્પિત્યપુર નગરમાં એક જ સમયે એક સાથે સો ઘરોમાં આહાર કરે છે અને સો ઘરોમાં નિવાસ કરે છે. હે ગૌતમ! તેથી હું કહું છું કે તે વાત સત્ય છે કે અંબડ પરિવ્રાજક કાપ્પિલ્યપુર નગરના સો ઘરોમાં એક જ સમયે આહાર કરે છે અને સો ઘરમાં નિવાસ કરે છે. | २८ पहू णं भंते ! अम्मडे परिव्वायए देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए?
णो इणटेसमटे । गोयमा ! अम्मडेणं परिवायए समणोवासए अभिगयजीवाजीवे जाव उवलद्धपुण्णपावे, आसक्संवरणिज्जर किरिया-अहिगरणबंधमोक्खकुसले, असहेज्जे, देवासुरणाग-सुवण्णाजक्खरक्खसकिण्णरकिंपुरिसगरुलगंधव्वमहोरगाइएहिं देवगणेहि णिग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जे, णिग्गंथे पावयणे हिस्संकिए, णिक्कंखिए, णिव्वितिगिच्छे, लट्टे, गहियटे, पुच्छियटे, अभिगयटे, विणिच्छियटे, अट्ठिमिंजपेमाणुरागरते, अयमाउसो ! णिग्गंथे पावयणे अडे, अयं परमट्टे, सेसे अणढे, चाउद्दसट्टमुद्धिपुण्णमासीणीसु पडिपुण्णं पोसह सम्मं अणुपालेमाणेसमणे णिग्गंथे फासुएसणिज्जेणं असणपाणखाइमसाइमेणं, वत्थपडिग्गहकंबलपायपुंछणेणं, ओसहभेसज्जेणं पाडिहारिएणं य पीढफलग-सेज्जासंथारएणं पडिलाभेमाणे अप्पाणं भावेमाणे विहरइ, णवरं- "ऊसियफलिहे, अवंगुयदुवारे, चियत्तंतेउरघरदारपवेसी", एयण वुच्चइ ।
Page #184
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૨ ]
શ્રી વિવાઈસૂત્ર
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું સંબડ પરિવ્રાજક આપની પાસે મુંડિત થઈને ગૃહસ્થપણાનો ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ શકશે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. અંબડ પરિવ્રાજક શ્રમણોપાસક છે. તે જીવ, અજીવ આદિ પદાર્થોના સ્વરૂપને સારી રીતે જાણે છે. પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ–ક્રિયા કરવાનું સાધન, બંધ અને મોક્ષ આદિ તત્ત્વોમાં હેય-ઉપાદેયના વિવેકમાં કુશળ છે. તે બીજાની સહાયતા ઇચ્છતા નથી– આત્મ નિર્ભર છે. તે દેવતાઓ- અસુરો, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગ આદિ દેવતાઓ દ્વારા નિગ્રંથ પ્રવચનથી અનતિક્રમણીય એટલે કોઈથી વિચલિત ન થઈ શકે તેવા દેઢ, નિગ્રંથ પ્રવચનમાં નિઃશંક- શંકા રહિત, નિષ્કાંક્ષા–આત્મોત્થાન સિવાય અન્ય કામના રહિત, નિર્વિચિકિત્સ- ફળ વિષયમાં સંશય રહિત અને લબ્ધાર્થ– ધર્મના યથાર્થ તત્ત્વને પ્રાપ્ત કરેલા, ગૃહીતાર્થ– ગ્રહણ કરેલા, પૃષ્ટાર્થ– જિજ્ઞાસા અને પ્રશ્ન દ્વારા સ્થિર થયેલા, અભિગતાર્થ– નિશ્ચય કરેલા, વિનિશ્ચિતાર્થ-નિશ્ચિતરૂપે આત્મસાત્ કરેલા તેમજ અસ્થિમજ્જા પર્યત ધર્મ પ્રેમાનુરાગથી ભરેલા છે. તેનો ધર્મ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ છે કે આ નિગ્રંથ પ્રવચન જ કલ્યાણરૂપ છે, તે સિવાય અન્ય બીજું બધું આત્મા માટે અપ્રયોજન ભૂત છે. ચતુર્દશી, આઠમ, અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે તે પરિપૂર્ણ પૌષધનું સારી રીતે પાલન કરે છે. શ્રમણ નિગ્રંથોને પ્રાસુક(અચિત્ત), એષણીય નિર્દોષ) અશન પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન, ઔષધ, ભેષજ અને પાઢીયારી(પાછી આપી શકાય તેવી) વસ્તુઓ, જેમ કેપાટ, બાજોઠ, મકાન શય્યા, પથારી માટે ઘાસ વગેરે વહોરાવતા પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે.
વિશેષતા એ છે કે તેના ઘરના દરવાજાનો ભોગળિયો હંમેશાં ઊંચો રહેતો. ઘરના દ્વાર ભિક્ષકો માટે હંમેશાં ખુલ્લા રહેતા અને રાજાના અંતઃપુરમાં અથવા બીજાના ઘરમાં પ્રવેશનો તેને ત્યાગ હતો; આ ત્રણ વિશેષણ તેના માટે ન કહેવા કારણ કે આ ત્રણ વિશેષણ ગૃહસ્થ શ્રાવક માટે ઉપયુક્ત થાય છે પરંતુ તે ગૃહસ્થ ન હતા, પરિવ્રાજક પર્યાયમાં જ તેમણે શ્રાવક વ્રત ધારણ કર્યા હતા. | २९ अम्मडस्सणं परिव्वायगस्स थूलए पाणाइवाए पच्चक्खाए जावज्जीवाए, थूलए मुसावाए पच्चक्खाए जावज्जीवाए, थूलए अदिण्णादाणे पच्चक्खाए जावज्जीवाए, सव्वे मेहुणे पच्चक्खाए जावज्जीवाए, थूलए परिग्गहे पच्चक्खाए जावज्जीवाए । ભાવાર્થ - અંબડ પરિવ્રાજકને જીવન પર્યત સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ પરિગ્રહ અને સર્વ પ્રકારે અબ્રહ્મચર્યના પચ્ચખ્ખાણ છે. | ३० अम्मडस्स णं परिव्वायगस्स णो कप्पइ अक्खसोयप्पमाणमेत्तंपि जलं सयराह उत्तरित्तए, णण्णत्थ अद्धाणगमणेणं । अम्मडस्स णं णो कप्पइ सगडं वा एवं तं चेव भाणियव्वं जावणण्णत्थ एगाए गंगामट्टियाए ।
अम्मडस्स णं परिव्वायगस्स णो कप्पइ आहाकम्मिए वा उद्देसिए वा मीसजाए इ वा अज्झोयरए इ वा पूइकम्मे इ वा कीयगडे इ वा पामिच्चे इ वा अणिसिटे इ वा अभिहडे इ वा ठाविए वा रइए वा कंतारभत्ते इ वा दुब्भिक्खभत्ते इ वा गिलाणभत्ते इ वा वद्दलियाभत्ते इ वा पाहुणगभत्ते इ वा भोत्तए वा पाइत्तए वा ।
Page #185
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૨: ઉપપાત
[ ૧૩૩ ]
अम्मडस्स णं परिव्वायगस्स णो कप्पइ मूलभोयणे वा कंदभोयणे, फलभोयणे, हरियभोयणे, बीयभोयणे वा भोत्तए वा पाइत्तए वा । ભાવાર્થ – અંબડ પરિવ્રાજકોને પોતાના ગમન માર્ગ સિવાય ક્યાંય પણ ગાડાના ધોંસર પ્રમાણ પાણીમાં ઉતરવું કલ્પતું નથી. અંબડ પરિવ્રાજક કોઈ દિવસ બળદ કે બીજા પ્રાણીઓ જોડેલા હોય તેવી ગાડીમાં સવારી કરતા નથી. યાવત્ તેને એક ગંગાની માટીને છોડીને શેષ ચંદન આદિ સર્વ વિલેપનનો ત્યાગ હોય છે. ત્યાં સુધીનું સમગ્ર વર્ણન પૂર્વવત્ સમજી લેવું.
અંબડ પરિવ્રાજકને સાધુના નિમિત્તે બનાવેલું આધાકર્મી ભોજન, સાધુના ઉદ્દેશથી બનાવેલું ઔદેશિક ભોજન, સાધુ તથા ગૃહસ્થ બંનેના ઉદ્દેશથી બનાવેલું મિશ્રજાત ભોજન, સાધુને માટે વધારે તૈયાર કરેલું અધ્યવરત ભોજન, આધાકર્મી આહારના અંશથી મિશ્રિત પૂતિકર્મ ભોજન, વેચાતું લાવેલું ક્રિતિકૃત ભોજન, ઉધાર લાવેલું પ્રામીત્ય ભોજન, ઘરના મુખ્ય વ્યક્તિને પૂછ્યા વગર કે અપાયા વગર કરેલું અનિસૃષ્ટ ભોજન, સાધુની સન્મુખ લાવીને આપવામાં આવેલું અભ્યાહન ભોજન, સાધુ માટે અલગ રખાયેલું સ્થાપિત ભોજન, સાધુ માટે ખાંડીને, ભાંગીને, પીસીને કે સુધારીને બનાવેલું રચિત ભોજન, સાધુને માટે જંગલ પાર કરવા બનાવેલું કાન્તાર ભક્ત ભોજન, દુષ્કાળ પીડિત લોકો માટે બનાવેલું દુર્મિક્ષભક્ત ભોજન, બીમાર માટે બનાવેલું ગ્લાનભક્ત ભોજન, વરસાદથી પીડિત લોકો માટે બનાવેલું વાઈલિકભક્ત ભોજન તેમજ દુઃખી અને દરિદ્રો માટે બનાવેલું ભોજન, અતિથિઓ તેમજ મહેમાનો માટે તૈયાર કરેલું પ્રાધૂર્ણકભક્ત ભોજન વગેરે દોષયુક્ત ભોજન અંબડ પરિવ્રાજકને ખાવું કે પીવું કલ્પતું નથી. તે જ રીતે અંબડ પરિવ્રાજકને મૂળ, કંદ, ફળ અને લીલા શાકભાજી, પાંદડા કે બીજવાળા શાકભાજીનું ભોજન કરવું કે પીવું કલ્પતું નથી. |३१ अम्मडस्स णं परिव्वायगस्स चउव्विहे अणट्ठादंडे पच्चक्खाए जावज्जीवाए, तं जहा- अवज्झाणाचरिए, पमायाचरिए, हिंसप्पयाणे, पावकम्मोवएसे । ભાવાર્થ :- અંબડ પરિવ્રાજકને ચાર પ્રકારના અનર્થદંડનો પાવજીવન ત્યાગ છે. તે આ પ્રમાણે છે(૧) અપધ્યાનચરિત– આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સહિતનું આચરણ (૨) પ્રમાદાચરિત– પ્રમાદાચરણ (૩) હિંસા પ્રદાન– હિંસક શસ્ત્રો અન્યને આપવા (૪) પાપકર્મ ઉપદેશ, પ્રેરણા. | ३२ अम्मडस्सणंपरिख्वायगस्स कप्पइ मागहए अद्धाढए जलस्स पडिग्गाहित्तए, सेविय वहमाणए, णो चेव णं अवहमाणए जाव से वि य परिपूए, णो चेव णं अपरिपूए, से वि य सावज्जे त्ति काउंणो चेवणं अणवज्जे, से वि यजीवा ति काउं, णो चेवणं अजीवा, से वि यदिण्णे, णो चेवणं अदिण्णे,सेविय हत्थपाक्चरुचमसपक्खालणट्ठयाए पिबित्तए वा, णो चेवणं सिणाइत्तए।
अम्मडस्सणं परिव्वायगस्स कप्पइ मागहए य आढए जलस्स पडिग्गाहित्तए, से वि य वहमाणए जावणो चेव णं अदिण्णे, से वि य सिणाइत्तए णो चेवणं हत्थपायचरुचमसपक्खालणट्ठयाए, पिबित्तए वा । ભાવાર્થ :- અંબડ પરિવ્રાજકને મગધ દેશમાં પ્રચલિત તોલ માપ અનુસાર અર્ધ આઢક(બે પ્રસ્થ)
Page #186
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી વિવાઈસૂત્ર
પ્રમાણ જળ કલ્પનીય છે અને તે પણ વહેતું, સ્વચ્છ, અત્યંત નિર્મળ અને ગાળેલું, હોય તો જ કહ્યું છે. બંધિયાર, મલિન, અલ્પ નિર્મળ અને ગાળ્યા વિનાનું હોય તો તે જલ કલ્પતું નથી. તે પણ સાવધ-પાપસહિત સમજીને ગ્રહણ કરાય છે. પાપરહિત સમજીને ગ્રહણ કરાતું નથી. તેને પણ જીવ સહિત સમજીને ગ્રહણ કરાય છે પરંતુ નિર્જીવ માનીને ગ્રહણ કરાતું નથી. તે જલ પણ બીજા દ્વારા અપાયેલું હોય, તો કહ્યું છે. બીજા દ્વારા અપાયેલું ન હોય તો કલ્પતું નથી. તે પણ હાથ-પગ, ભોજનના પાત્ર, લાકડાંની કડછી વગેરે ધોવા માટે અને પીવા માટે કહ્યું છે. પરંતુ સ્નાન માટે કલ્પતું નથી..
અંબડ પરિવ્રાજકને આઢક પ્રમાણ જલ ગ્રહણ કરવું કહ્યું છે. તે પણ વહેતું હોય યાવતું બીજા દ્વારા અપાયેલું હોય તો કહ્યું છે. તે પણ સ્નાન માટે જ કહ્યું છે. હાથ, પગ, ભોજનના પાત્રો કે લાકડાંની કડછી વગેરે ધોવા માટે કે પીવા માટે કલ્પતું નથી. |३३ अम्मडस्स णं परिव्वायगस्स णो कप्पइ अण्णउत्थिया वा अण्णउत्थियदेवयाणि वा अण्णउत्थिय परिग्गहियाणि वा चेइयाई वंदित्तए वा णमंसित्तए वा जावपज्जुवासित्तए वा णण्णत्थ अरिहंते वा अरिहंतचेइयाइं वा । ભાવાર્થ:- અંબડ પરિવ્રાજકને અન્ય મતાવલંબીઓને, તેઓના ધર્મદેવને અને ધર્મ ગુરુઓને વંદન નમસ્કાર કરવા યાવતુ પર્યાપાસના કરવી કલ્પતી નથી પરંતુ અરિહંત ભગવાનને અને તેમના શ્રમણોને વંદન નમસ્કાર કરવા કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અંબડ સંન્યાસીની વ્રત-મર્યાદાનું નિરૂપણ છે. અંબડ સંન્યાસીએ પરિવ્રાજકપણામાં રહીને જ શ્રાવકવ્રતનો સ્વીકાર કર્યો હતો. તેમ છતાં પૂર્વોક્ત પરિવ્રાજકોની અને અંબડ પરિવ્રાજકની જલમર્યાદાના પાઠમાં ભિન્નતા જણાય છે. તે પાઠ અનુસાર પરિવાજકોને એક પ્રસ્થ = લગભગ બે લીટર જેટલું પાણી પીવા માટે અને એક આઢક = લગભગ આઠ લીટર જેટલું પાણી વાપરવા માટે કલ્પત હતું અને અંબઇ સંન્યાસીને અદ્ધ આઢક = લગભગ ચાર લીટર પાણી પીવા કે વાપરવા માટે તથા એક આઢક = લગભગ આઠ લીટર પાણી સ્નાન માટે વાપરવું કલ્પતું હતું. આ પ્રકારની ભિન્નતાનું કારણ એ છે કે શ્રાવકના વ્રત ધારણ કરનાર પોતાની ઇચ્છા અને અનુકૂળતા અનુસાર મર્યાદાઓ રાખી શકે છે. તેથી અંબડ સંન્યાસીએ શ્રાવકના વ્રત ધારણ કરતી સમયે પોતાની ઇચ્છાથી પરિવ્રાજક પર્યાયની જલ મર્યાદાથી ભિન્ન રીતે મર્યાદા કરી હોય. અરિહંત રેફાડું:- ચૈત્ય શબ્દ અનેક અર્થોમાં પ્રયુક્ત થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં ચૈત્ય શબ્દ શ્રમણ અર્થમાં પ્રયુક્ત છે. તેથી સમકિત શુદ્ધિ સંબંધી આ પાઠમાં વેડ્ય શબ્દનો અન્ય તીર્થિકના સન્યાસી કે જૈનશ્રમણ અર્થ છે. તે વાતની પુષ્ટી ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકના સમકિત શુદ્ધિના પાઠથી પણ થાય છે. ત્યાં અન્યતીર્થિક ચેત્ય(પરિવ્રાજક) સાથે આલાપ-સંતાપનો નિષેધ છે. અંબડ પરિવ્રાજકની દેવ ગતિઃ|३४ अम्मडे णं भंते ! परिव्वायए कालमासे कालं किच्चा कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ?
Page #187
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-રઃ ઉપપાત
| १३५
गोयमा ! अम्मडे णं परिव्वायए उच्चावएहिं सीलव्वयगुण-वेरमण-पच्चक्खाणपोसहोववासेहिं अप्पाणं भावेमाणे बहूई वासाई समणोवासगपरियायं पाउणिहिइ, पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सढि भत्ताई अणसणाए छेदित्ता, आलोइयपडिक्कंते, समाहिपत्ते कालमासे कालं किच्चा बंभलोए कप्पे देवत्ताए उववज्जिहिइ । तत्थ णं अत्थेगइयाणं देवाणं दस सागरोवमाई ठिई पण्णत्ता। तत्थ णं अम्मडस्स वि देवस्स दस सागरोवमाई ठिई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અંબડ પરિવ્રાજક મૃત્યુના સમયે મૃત્યુ પામીને ક્યાં જશે? અને કઈ યોનિમાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ ! અંબડ પરિવ્રાજક વિવિધ પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધ ઉપવાસ દ્વારા આત્માને ભાવિત કરતાં ઘણા વર્ષો સુધી શ્રાવક ધર્મનું પાલન કરીને અંતે એક માસની સંખના અને સાઠ ભક્તનો અનશન દ્વારા ત્યાગ કરીને આલોચના, પ્રતિક્રમણ સહિત સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને પાંચમા દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાં અનેક દેવોની સ્થિતિ ૧૦ સાગરોપમની છે. તે રીતે અંબડ દેવની સ્થિતિ પણ દશ સાગરોપમની થશે. દઢ પ્રતિજ્ઞઃ અંબડ પરિવાજકનો ત્રીજો ભવઃ३५ सेणं भंते ! अम्मडे देवे ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं, अणंतरं चयं चइत्ता कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा !महाविदेहे वासे जाइंकुलाई भवंति- अड्डाई, दित्ताई, वित्ताई वित्थिण्ण विउल भवणसयणासण-जाण-वाहणाई, बहुधणजायरूक्रययाई, आओग-पओग-संपउत्ताई विच्छड्डिय-पउर-भत्तपाणाई, बहुदासी-दास-गो-महिस-गवेलगप्पभूयाई, बहुजणस्स अपरिभूयाई, तहप्पगारेसु कुलेसु पुमत्ताए पच्चायाहिइ । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવંત! અંબડ દેવ પોતાના દેવ ભવ સંબંધી આયુષ્યકર્મ દલિકોનો, દેવભવના કારણભૂત દેવગતિ નામ આદિકર્મ દલિકોનો અને ત્યાંની દશ સાગરોપમની સ્થિતિનો ક્ષય થતાં દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં, સમૃદ્ધ, ઉજ્જવળ, પ્રસિદ્ધ, વિશાળ અને વિપુલ સંખ્યામાં ભવનો, શયન, આસન, વાહનાદિ હોય, જ્યાં પ્રચુર માત્રામાં ધન, સુવર્ણ અને ચાંદી હોય તથા ધનસંપત્તિની લેવડ-દેવડનો મોટો વહીવટ થઈ રહ્યો હોય, યાચકોને વિપુલ પ્રમાણમાં ભોજન-પાણી દાનમાં અપાઈ રહ્યા હોય, ઘણા દાસ-દાસીઓ જેની સેવામાં હોય; ગાય, ભેંસ, ઘેટા આદિ પશુધન ઘણું હોય; અન્ય અનેક જનોને માટે આદર્શભૂત હોય તેવા વિશિષ્ટ કુળોમાંથી કોઈ પણ એક વિશિષ્ટ કુળમાં તેનો જન્મ થશે. |३६ तए णं तस्स दारगस्स गब्भत्थस्स चेव समाणस्स अम्मापिईणं धम्मे दढा पइण्णा भविस्सइ । सेणंतत्थणवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं वीइक्कंताणं सुकुमालपाणिपाए, अहीणपडिपुण्णपंचिंदियसरीरे, लक्खणवंजणगुणोववेए, माणुम्माण
Page #188
--------------------------------------------------------------------------
________________
| १३१
શ્રી ઉવવાઈ સૂત્ર
प्पमाण-पडिपुण्ण-सुजायसव्वंगसुंदरंगे ससिसोमाकारे, कंते, पियदसणे, सुरूवे दारए पयाहिइ। ભાવાર્થઃ- આ બાળક ગર્ભમાં આવશે ત્યારે તેના પુણ્ય પ્રભાવે માતાપિતાની ધર્મશ્રદ્ધા દઢ થશે. નવ મહિના અને સાડા સાત દિવસ પૂરા થતાં તે બાળકનો જન્મ થશે. સુકોમળ હાથ પગ; માન, ઉન્માન પ્રમાણથી પરિપૂર્ણ અર્થાત્ પ્રમાણોપેત શરીરવાળો, પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ, ઉત્તમ લક્ષણો, તલ, મસા આદિ વ્યંજન વગેરે શ્રેષ્ઠ ગુણયુક્ત, સર્વાગ સુંદર થશે. તે ચંદ્રની સમાન સૌમ્ય, કમનીય, પ્રિયદર્શનીય અને સુંદર રૂપવાળો થશે. | ३७ तए णं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं काहिंति, बिइयदिवसे चंदसूरदंसणियं काहिति, छठे दिवसे जागरियं काहिंति, एक्कारसमे दिवसे वीइक्कंते णिव्वत्ते असुइजायकम्मकरणे संपत्ते बारसाहे दिवसे अम्मापियरो इमं एयारूवं गोण्णं, गुणणिप्फण्णं णामधेज्जं काहिति- जम्हा णं अम्हं इमंसि दारगंसि गब्भत्थंसि चेव समाणंसि धम्मे दढपइण्णा तं होउ णं अम्हं दारए दढपइण्णे णामेणं । तए णं तस्स दारगस्स अम्मापियरो णामधेज करेहिंति 'दढपइण्ण' त्ति ।। ભાવાર્થ - ત્યારપછી તે અંબાના માતા-પિતા પ્રથમ દિવસે કુળ પરંપરાનુસાર પુત્રજન્મ મહોત્સવ કરશે. બીજા દિવસે ચંદ્ર-સૂર્યનું દર્શન કરાવશે. છ દિવસે રાત્રિજાગરણ કરશે. અગિયારમે દિવસે શરીરથી શુદ્ધ થઈ, જન્મ સંબંધી સૂતકથી નિવૃત્ત થઈ ગયા પછી બારમા દિવસે તેના માતા-પિતા આ પ્રમાણે ગુણનિષ્પન નામકરણ વિધિ કરશે કે જ્યારથી આ બાળક ગર્ભમાં આવ્યો, ત્યારથી જ અમારી ધર્મશ્રદ્ધા દઢ બની હતી. તેથી અમારા આ બાળકનું નામ દઢપ્રતિજ્ઞ રહેશે. આ પ્રમાણે કહીને માતા-પિતા તે બાળકનું દઢપ્રતિજ્ઞ નામ પાડશે. |३८ तंदढपइण्णं दारगं अम्मापियरो साइरेगट्ठवासजायं जाणित्ता सोभणंसि तिहिकरण दिवसणक्खत्तमुहुत्तंसि कलायरियस्स उवणेहिंति । ભાવાર્થ – દઢ પ્રતિજ્ઞ બાળક આઠ વર્ષથી વધારે ઉંમરવાળો થઈ ગયો છે, તેમ જાણીને માતા-પિતા તેને શુભ તિથિ, શુભ કરણ, શુભ દિવસ, શુભ નક્ષત્ર અને શુભ મુહૂર્તે ભણવા માટે કલાચાર્યની પાસે લઈ જશે. | ३९ तए णं से कलायरिए तं दढपइण्णं दारगं लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुयपज्जवसाणाओ बावत्तरिं कलाओ सुत्तओ य अत्थओ य करणओ यसेहावेहिइ, सिक्खावेहिइ । तं जहा
लेह, गणिय, रूवं, णटुं, गीय, वाइयं, सरगयं, पोक्खरगय, समतालं, जूयं, जणवायं, पासयं, अट्ठावयं, पोरेकच्चं, दगमट्टियं, अण्णविहि, पाणविहिं, वत्थविहि, विलेवणविहि, सयणविहि, अज्जं, पहेलियं, मागहियं, गाहं, गीइयं, सिलोय, हिरण्णजुत्ति, सुवण्णजुत्ति, चुण्णजुत्तं, आभरणविहि, तरुणीपडिकम्म, ईथिलक्खणं, पुरिस लक्खणं, हयलक्खणं, गयलक्खणं, गोणलक्खणं, कुक्कुडलक्खणं, छत्तलक्खणं, दंडलक्खणं, असिलक्खणं, मणिलक्खणं, कागणिलक्खणं, वत्थुविज्ज, खंधारमाणं, णगरमाणं, वूह, पडिवूह, चार,
Page #189
--------------------------------------------------------------------------
________________
વિભાગ—૨ : ઉપપાત
૧૩૭
પરિવાર, ચવપૂર્ણ, માપૂર્ણ, સનડવૂદ્ધ, સુદ્ધ, બિનુ ં, ગુજ્ઞાતિગુદ્ધ, અટ્વિનુ ં, મુદિત્તુ,, બાહુબુદ્ધ, લયાળુદ્ધ, સપ્ત્ય, છપ્પવાય, ધનુદ્ધેય, હિરાપામાં, સુવળપાન, સુત્તલેડ, વટહેડ, પાળિયાલેલું, પત્તછેÄ, ડાન્ઝેન્દ્ર, સનીવ, બિન્નીવં, મળતમિતિ ।
तणं से कलायरिए दढपइण्णं दारगं लेहाइयाओ गणियप्पहाणाओ सउणिरुय-पज्जवसाणाओ बावत्तरिं कलाओ सुत्तओ य अत्थओ य करणओ य सेहावेहि, सिक्खावेहिइ, सेहावेत्ता सिक्खावेत्ता अम्मापिऊणं उवणेहिइ ।
ભાવાર્થ :- ત્યાર તે કલાચાર્ય દઢ પ્રતિજ્ઞ બાળકને ગણિત જેમાં પ્રધાન છે, તેવી લેખનકલા આદિ શકુનિરુત સુધીની બોંતેર કળાઓ સૂત્રથી, અર્થથી અને પ્રયોગથી સિદ્ધ કરાવશે તથા શીખવાડશે. તે આ પ્રમાણે છે—
(૧) લેખન (૨) ગણિત (૩) મણિ, વસ્ત્ર વગેરેમાં ચિત્ર કોતરવાની કળા અથવા રૂપ પરિવર્તન કળા (૪) નાટય કળા (૫) ગીત કળા (૬) વાજિંત્રો વગાડવાની કળા (૭) ગીતમાં ષડ્જ, ઋષભ આદિ સ્વરોનું જ્ઞાન થવું (૮) મૃદંગ આદિ વાજિંત્રો બનાવવાની કળા (૯) ગીત વગરેનો પ્રમાણકાલ સમ છે કે વિષમ તેનું જ્ઞાન (૧૦) જુગાર રમવાની કળા (૧૧) વાદ-વિવાદમાં કુશળતા (૧૨) પાસા નાંખીને રમવામાં નિપુણતા (૧૩) ચોપાટ રમવી (૧૪) નગરની રક્ષા કરવી (૧૫) પાણી અને માટીના સંયોગથી વસ્તુના નિર્માણની કળા અર્થાત્ કુંભકારની કળા (૧૬) ધાન્ય નિષ્પન્ન કરવાની કળા (૧૭) પાનવિધિ– પાણી આદિ પેય પદાર્થોને બનાવવા, પાણીને સંસ્કારિત કરવું અર્થાત્ શુદ્ધ કરવું કે ગરમ કરવું વગેરે પાણી સંબંધી જ્ઞાન (૧૮) વસ્ત્રો બનાવવા, સીવવા, પહેરવાની વિધિ (૧૯) વિલેપન– ચંદન આદિ વિલેપન યોગ્ય દ્રવ્યો બનાવવા તથા તેને લગાડવાની વિધિ (૨૦) શયન વિધિ– પથારી પાથરવી તથા શયન વિધિ જાણવી (૨૧) આર્યા છંદને જાણવો તથા આર્યા છંદમાં રચના કરવી (૨૨) પ્રહેલિકા– ઉખાણા બનાવવા (૨૩) માગધી ભાષામાં ગાથાઓની રચના કરવી (૨૪) પ્રાકૃત ભાષામાં ગાથા બનાવવી (૨૫) ગીતિકા છંદને જાણવો તથા ગીતિકા છંદમાં રચના કરવી (૨૬) અનુષ્ટુપ છંદ જાણવો તથા અનુષ્ટુપ છંદમાં રચના કરવી (૨૭) ચાંદી બનાવવાની વિધિ (૨૮) સુવર્ણ બનાવવાની વિધિ (૨૯) સુવર્ણ આદિનું ચૂર્ણ કરી તેમાં જુદા જુદા પદાર્થોનું મિશ્રણ કરવાની વિધિ (૩૦) આભૂષણો બનાવવાની તથા પહેરવાની વિધિ (૩૧) સ્ત્રીઓના સૌંદર્ય પ્રસાધનોનું જ્ઞાન (૩ર) સ્ત્રીના લક્ષણો જાણવા (૩૩) પુરુષોના લક્ષણો જાણવા (૩૪) ઘોડાના લક્ષણો જાણવા (૩૫) હાથીના લક્ષણો જાણવા (૩૬) ગાય-બળદના લક્ષણો જાણવા (૩૭) કૂકડાના લક્ષણો જાણવા (૩૮) છત્રના લક્ષણો જાણવા (૩૯) દંડના લક્ષણો જાણવા (૪૦) ખડ્ગના લક્ષણો જાણવા (૪૧) મણિના લક્ષણો જાણવા (૪૨) કાંગણી રત્નના લક્ષણો જાણવા (૪૩) મકાન, દુકાન, ઇમારતો આદિના સ્થાન, આકાર વગેરના શુભાશુભ સંબંધી જ્ઞાન (૪૪) સેનાની છાવણીઓનું પ્રમાણ આદિ જાણવું (૪૫) નવા નગરનું પ્રમાણ આદિ જાણવું (૪૬) વ્યૂહરચના (૪૭) શત્રુની વ્યૂહ રચના સામે પ્રતિવ્યૂહની રચના કરવી (૪૮) ચાર– સૈન્ય સંચાલન કરવું તેમજ ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી વિમાનોની ગતિ વિષયક જાણકારી (૪૯) પ્રતિચાર– શત્રુસેનાની સામે પોતાની સેનાને ચલાવવી તેમજ સૂર્ય-ચંદ્રની ગતિના આધારે ઇષ્ટ-અનિષ્ટ ફળ વિષયક જાણકારી. (૫૦) ચક્રના આકારમાં વ્યૂહ–મોરચાની રચના કરવી (૫૧) ગરુડના આકારમાં વ્યૂહ–મોરચાની રચના કરવી (પર) શકટના આકારમાં વ્યૂહ– મોરચાની રચના કરવી (૫૩) સામાન્ય યુદ્ધ કરવું (૫૪) વિશેષ યુદ્ધ કરવું (૫૫) અત્યંત ભયાનક યુદ્ધ કરવું (પ૬)
Page #190
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮]
શ્રી વિવાઈસૂત્ર
લાકડીથી યુદ્ધ કરવું (૫૭) મુષ્ટિ યુદ્ધ (૫૮) બાહુ યુદ્ધ (૫૯) લતાઓ દ્વારા યુદ્ધ કરવું (so) ઈસત્યથોડાનું ઘણું અને ઘણાનું થોડું લશ્કર બનાવવાની કળા (૧) ખગની મૂઠ બનાવવાની કળા (૨) ધનુર્વિદ્યામાં નિપુણતા (૩) ચાંદી દ્વારા રસાયણો બનાવવાની કળા (૪) સુવર્ણ દ્વારા રસાયણો બનાવવાની કળા (૫) સૂત્ર ખેડ- સૂતર બનાવવાની કળા તેમજ સૂતર-દોરી આદિથી રમવાની કળા (૬) ખેતર ખેડવું તેમજ ગોળ-ગોળ પરિભ્રમણ કરવાની કળા (૭) નાલિકા ખેડ- કમળની નાળનું છેદન કરવું તેમજ ઇષ્ટ સિદ્ધિના અભાવમાં વિપરીત રૂપે પાસા ફેંકવા (૮) પાંદડા વિંધવાની કળા (૯) કડા-કુંડલ આદિનું છેદન કરવું (૭૦) મૃત–મૂચ્છિત થયેલાને સજીવન કરવા (૭૧) જીવિતને મૃત તુલ્ય કરવા અથવા સુવર્ણ આદિ ભસ્મને ફરીથી સુવર્ણનું રૂપ આપવું (૭૨) શકુનિત- કાગડા–ઘુવડ આદિ પક્ષીઓની ભાષા જાણવી અને તેઓના અવાજ પરથી શુભાશુભ ફળ જાણવું.
આ પ્રમાણે બાળકને બોંતેર કળાઓ સિદ્ધ કરાવીને, તેનું શિક્ષણ આપીને કલાચાર્ય તેના માતા-પિતાને સુપ્રત કરશે. |४० तए णं तस्स दढपइण्णस्स दारगस्स अम्मापियरो तं कलायरियं विउलेणं असणपाणखाइमसाइमेणं वत्थगंधमल्लालंकारेण यसक्कारेहिति, सम्माणेहिति, सक्कारेत्ता सम्माणेत्ता विउलं जीवियारिहं पीइदाणं दलइस्संति, दलइत्ता पडिविसज्जेहिंति । ભાવાર્થ - ત્યારે દઢપ્રતિજ્ઞા બાળકના માતા-પિતા કલાચાર્યને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, સુગંધી પદાર્થો, માળાઓ અને અલંકારો આપીને તેનો સત્કાર સન્માન કરી, તેની આજીવિકા માટે વિપુલ ભેટ આપીને વિદાય કરશે. |४१ तए णं से दढपइण्णे दारए बावत्तरिकलापंडिए, णवंगसुत्तपडिबोहिए, अट्ठारसदेसी भासाविसारए, गीयरई, गंधव्वणट्टकुसले, हयजोही, गयजोही, रहजोही, बाहुजोही, बाहुप्पमद्दी, वियालचारी, साहसिए, अलंभोगसमत्थे यावि भविस्सइ । ભાવાર્થ - ત્યાર પછી બોતેર કળાઓમાં પારંગત થયેલા દઢપ્રતિજ્ઞ બાળકના સુષુપ્ત બે કાન, બે આંખ, બે નાસિકા એક જીભ, એક સ્પેશેન્દ્રિય, તે નવે અંગો જાગૃત થઈ જશે અર્થાતુ યૌવનાવસ્થાને પ્રાપ્ત થશે, તે અઢાર દેશની ભાષાઓમાં વિશારદ; ગીતપ્રિય, ગાંધર્વવિદ્યા અને નૃત્યકળામાં કુશળ; અશ્વપર બેસીને યુદ્ધ કરવામાં કુશળ અશ્વયોધી થશે; તે જ રીતે ગજોધી, રથયોધી અને બાહ્યોધી થશે; બાહુપ્રમર્દી, વિકાલચારી– નિર્ભયતાપૂર્વક રાત્રે ફરનાર; સાહસિક અને ભોગ ભોગવવામાં સમર્થ થઈ જશે.
४२ तए णं दढपडण्णं दारगं अम्मापियरो बावत्तरिकलापंडियं जाव अलंभोगसमत्थं वियाणित्ता विउलेहि अण्णभोगेहिं, पाणभोगेहिं, लेणभोगेहिं, वत्थभोगेहिं, सयणभोगेहिं, उवणिमंतेहिति । ભાવાર્થ :- ત્યાર પછી માતા-પિતા દઢપ્રતિજ્ઞને બોતેર કળાઓમાં પારંગત થાવભોગ ભોગવવામાં સમર્થ થયેલો જાણીને ઉત્તમ પ્રકારના ખાવા-પીવાના પદાર્થો, સુંદર ભવન આદિમાં નિવાસ, ઉત્તમ વસ્ત્ર, ઉત્તમ પ્રકારની શય્યા આદિ સુખપ્રદ સામગ્રીનો ઉપભોગ કરવાનો આગ્રહ કરશે.
४३ तए णं से दढपइण्णे दारए तेहिं विउलेहिं अण्णभोगेहिं जाव सयणभोगेहिं णो सज्जिहिइ, णो रज्जिहिइ, णो गिज्झिहिइ, णो मुज्झिहिइ, णो अज्झोववज्जिहिइ ।
Page #191
--------------------------------------------------------------------------
________________
| વિભાગ–૨: ઉપપાત
૧૩૯
से जहाणामए उप्पले इ वा पउमे इ वा कुमुदे इ वा णलिणे इ वा सुभगे इ वा सुगंधे इ वा पोंडरीए इ वा महापोंडरीए इ वा सयपत्ते इ वा सहस्सपत्ते इ वा सयसहस्सपत्ते इ वा पंके जाए, जले संवुड्डे णोवलिप्पइ पंकरएणं णोवलिप्पइ जलरएणं, एवामेव दढपइण्णे वि दारए कामेहिं जाए भोगेहिं संवुड्ढे णोवलिप्पिहिइ कामरएणं, णोवलिप्पिहिइ भोगरएणं, णोवलिप्पिहिइ मित्तणाइणियग-सयण-संबंधि-परिजणेणं। ભાવાર્થ - ત્યારે તે દઢપ્રતિજ્ઞકુમાર તે વિપુલ ભોજન, પાણી, શય્યા આદિ કામભોગોમાં આસક્ત થશે નહીં, તેમાં અનુરક્ત, વૃદ્ધ, મોહિત કે અત્યંત તલ્લીન થશે નહીં.
જેવી રીતે રક્તકમળ, પદ્મકમળ, ચંદ્ર વિકાસી કમળ, નલિનકમળ, સુભગકમળ, સુગધીકમળ, શ્વેતકમળ, વિશાળ શ્વેતકમળ, સો પાંખડીવાળા કમળ, હજાર પાંખડીવાળા કમળ, લાખ પાંખડીવાળા કમળ કીચડમાં ઉત્પન્ન થાય છે, પાણીમાં મોટા થાય છે પણ તે કીચડથી કે જળ રૂપરજથી લિપ્ત થતાં નથી. તેવી રીતે આ દઢપ્રતિશ કુમાર કામ સેવનથી ઉત્પન્ન થયેલો અને ભોગમય જગતમાં મોટો થવા છતાં તે કામ(શબ્દ, રૂ૫) અને ભોગ(ગંધ, રસ, સ્પર્શ)ની કામાસકિત કે ભોગાસકિતથી લેવાશે નહીં. મિત્ર, જ્ઞાતિ, ભાઈ, બહેનો આદિ, પારિવારિક સ્વજનો, તથા બીજા અન્ય સંબંધીઓમાં પણ આસક્ત બનશે નહીં. |४४ से णं तहारूवाणं थेराणं अंतिए केवलं बोहिं बुज्झिहिइ, बुज्झित्ता अगाराओ अणगारियं पव्वइहिइ। ભાવાર્થ - તે તથારૂપના સ્થવિર ભગવંતો પાસે ધર્મબોધ પામશે અને ગૃહસ્થવાસનો ત્યાગ કરી અણગાર ધર્મમાં દીક્ષા લઈ શ્રમણ જીવનનો સ્વીકાર કરશે. |४५ से णं भविस्सइ अणगारे भगवंते ईरियासमिए भासासमिए, एसणासमिए, आयाणभंडमत्तणिक्खेवणासमिए, उच्चारपासवणखेलसिंघाणजल्लपरिट्ठावणियासमिए, मणगुत्ते, वयगुत्ते, कायगुत्ते, गुत्ते, गुत्तिदिए गुत्तबंभयारी । ભાવાર્થ :- દઢપ્રતિજ્ઞ અણગાર ઉપયોગપૂર્વક ગમનાગમનરૂપ ઈર્યાસમિતિ, ભાષાશુદ્ધિરૂપ ભાષાસમિતિ, નિર્દોષ રીતે આહારાદિની ગવેષણારૂપ એષણાસમિતિ, યતનાપૂર્વક ભંડોપકરણ લેવા મૂકવારૂપ આદાનનિક્ષેપ સમિતિ, શરીરના મલાદિનો નિર્દોષ ભૂમિમાં ત્યાગ કરવારૂપ ઉચ્ચાર પ્રશ્રવણ ખેલજલ્લ સિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ, આ પાંચે સમિતિઓના પાલનમાં પુરુષાર્થશીલ; મનગુપ્ત, વચન ગુપ્ત, કાયગુપ્ત– મન, વચન અને કાયની પ્રવૃત્તિઓમાં સંયમી; ગુપ્ત-અંતર્મુખ અને ગુપ્ત બ્રહ્મચારી થશે. |४६ तस्स णं भगवंतस्स एएणं विहारेणं विहरमाणस्स अणंते, अणुत्तरे, णिव्वाघाए, णिरावरणे, कसिणे, पडिपुण्णे केवलवरणाणदंसणे समुप्पज्जहिइ ।। ભાવાર્થ:- આ પ્રકારની સંયમી જીવનચર્યામાં વિચરણ કરતા દઢપ્રતિજ્ઞ અણગારને અનંત (અનંત પદાર્થોના વિષયભૂત), સર્વોત્તમ, ભીંત આદિના વ્યાઘાતરહિત, ક્ષાયિક ભાવથી પ્રગટ થયેલું હોવાથી નિરાવરણ, સમસ્ત પદાર્થોને જાણનારું, પદાર્થોને પૂર્ણપણે જાણનારું એવું શ્રેષ્ઠ કેવલજ્ઞાન, કેવલ દર્શન પ્રગટ થશે. |४७ तए णं से दढपइण्णे केवली बहूई वासाई केवलिपरियागं पाउणिहिइ, पाउणित्ता
Page #192
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ |
શ્રી વિવાઈ સૂત્ર
मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सर्टि भत्ताई अणसणाए छेदित्ता जस्सट्ठाए कीरइ णग्गभावे, मुंडभावे, अण्हाणए, अदंतवणए, केसलोए, बंभचेरवासे, अच्छत्तगं अणोवाहणगं, भूमिसेज्जा, फलगसेज्जा, कट्ठसेज्जा, परघरपवेसो लद्धावलद्धं, परेहिं हीलणाओ, खिसणाओ,णिदणाओ, गरहणाओ, तालणाओ, तज्जणाओ, परिभवणाओ, पव्वहणाओ, उच्चावया गामकंटगा, बावीसं परीसहोवसग्गा अहियासिज्जंति, तमट्ठमाराहित्ता चरिमेहिं उस्सासणिस्सासेहिं सिज्झिहिइ, बुज्झिहिइ, मुच्चिहिइ परिणिव्वाहिइ, सव्वदुक्खाणमंतं करेहिइ । ભાવાર્થ :- ત્યાર પછી તે દઢપ્રતિજ્ઞ કેવળી ઘણા વર્ષો સુધી કેવલી પર્યાયનું પાલન કરીને અંતે એક માસની સંલેખના અને એક માસનું અનશનપૂર્ણ કરી, જે લક્ષ્યને માટે નગ્નભાવ–શરીર સંસ્કારનો ત્યાગ, મુંડભાવ–સાંસારિક સંબંધોનો ત્યાગ, સ્નાનનો પરિત્યાગ, દંતપ્રક્ષાલનનો ત્યાગ, કેશલુંચન, બ્રહ્મચર્યનું પાલન, છત્ર ત્યાગ, પગરખા ત્યાગ, વાહનનો ત્યાગ, ભૂમિ પર, લાકડાના પાટિયા પર, કાષ્ટ પર શયન કરવું ભિક્ષા માટે બીજાના ઘરમાં પ્રવેશ આદિ કરાય છે અને ભિક્ષામાં થતાં લાભ-અલાભ તેમજ બીજાએ કરેલી અવહેલના, ચીડવણી, પરોક્ષમાં થતી નિંદા, પ્રત્યક્ષ કરાયેલી ગહ, તાડના–થપ્પડાદિથી લાગેલો માર, તર્જના, અપમાન, વિવિધ કો, અનેક પ્રકારના પ્રતિકૂળ ઇન્દ્રિય વિષયો, બાવીસ પરીષહો તથા અનેક ઉપસર્ગોઆદિ સહન કરાય છે; તે લક્ષ્યની આરાધના કરીને અંતિમ શ્વાસોચ્છવાસથી સિદ્ધ(કૃતકૃત્ય) થશે, બુદ્ધ-કેવળજ્ઞાન સ્વરૂપ થશે, સમસ્ત કર્મોથી મુક્ત થશે, કર્મજન્ય સંતાપથી પરિનિવૃત્ત થઈને શીતલીભૂત થશે, શારીરિક, માનસિક સમસ્ત દુઃખોનો અંત કરશે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં અંબડ પરિવ્રાજકની જીવનચર્યા સહિત તેની સિદ્ધિ પર્યતનું વર્ણન છે.
અંબડ પરિવ્રાજક હતો. તેને જૈનધર્મની શ્રદ્ધા થતાં ભગવાન મહાવીર પાસે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો હતો, નિરંતર છઠ્ઠ-છઠ્ઠની તપસ્યા અને સૂર્યની સન્મુખ આતાપના લેતાં તેને વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન પ્રગટ થયું. શ્રાવક ધર્મનું સમ્યક પાલન કરી અંત સમયે આલોચના-પ્રતિક્રમણ સહિત સમાધિપૂર્વક કાળધર્મ પામી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા.
અબડને સમ્યગુદર્શન સહિત દેવભવની પ્રાપ્તિ થઈ હોવાથી તે પરલોકના આરાધક થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ નામે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી સિદ્ધ થશે.
આગમ સાહિત્યમાં શ્રી રાજપ્રશ્રીય સૂત્રમાં વર્ણિત પ્રદેશ રાજા વર્તમાનમાં દેવભવમાં છે અને આગામી ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિષ નામે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી સિદ્ધ થશે. શ્રી ભગવતીસૂત્ર શતક પંદરમાં વર્ણિત ગોશાલક પણ વર્તમાનમાં દેવભવમાં છે. તે પણ સુદીર્ઘ ભવ પરંપરામાં પરિભ્રમણ કરી અંતે મહાવિદેહક્ષેત્રમાં દઢપ્રતિશ નામે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી સિદ્ધ થશે.
આ ત્રણે દઢપ્રતિજ્ઞ નામની વ્યક્તિઓ ભિન્ન-ભિન્ન સમયે, મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરશે. અર્થાત પ્રદેશી રાજાનો જીવ ચાર પલ્યોપમ પછી, અંબાનો જીવ દસ સાગરોપમ પછી અને ગૌશાલકનો જીવ અસંખ્ય ભવો પછી મોક્ષ પ્રાપ્ત કરશે. આ ત્રણે ય દઢપ્રતિજ્ઞ સમાન નામવાળી ભિન્ન-ભિન્ન વ્યક્તિ થશે, તેમ સમજવું.
Page #193
--------------------------------------------------------------------------
________________
વિભાગ ૨: ઉપપાત
સુમેળ પરિણામેળ પસહિં અાવસાળેહિં, વિમુામાળીર્દિ તેસાહિઁ :– શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને વિશુદ્ધ લેશ્યાથી તદાવરણીય કર્મનો ક્ષયોપશમ થયો.
૧૪૧
વૃત્તિકારે પરિણામ, અધ્યવસાય અને લેશ્યા તે ત્રણે શબ્દોનું સ્પષ્ટીકરણ આપ્યું છે. પરિણામેળ ति जीव परिणत्या, अज्झवसाणेहिं ति मनोविशेषैः, लेसाहिं तेजोलेश्यादि ।
પરિણામ, અધ્યવસાય અને લેશ્યા તે ત્રણે ય આત્મદ્રવ્યના પરિણામોની જ ક્રમિક અવસ્થા છે. ચૈતન્ય સ્વરૂપ જીવ દ્રવ્યમાં નિરંતર પરિણામોની ધારા ચાલ્યા જ કરે છે. શુદ્ધ સ્વરૂપી સિદ્ધોમાં હંમેશાં પરિણામોની ધારા શુદ્ધ જ હોય છે પરંતુ સંસારી જીવોમાં કર્મના ઉદય અનુસાર શુભ અને અશુભ બંને પ્રકારના પરિણામો હોય છે. અંબડ સંન્યાસીની પરિણામની ધારા શુભ હતી.
તે આત્મપરિણામો જ્યારે સ્થૂલ સ્વરૂપ ધારણ કરે, માનસિક સ્તર પર વિચારરૂપે પ્રગટ થાય ત્યારે તે અધ્યવસાય કહેવાય છે. પરિણામ અનુસાર અધ્યવસાય પણ શુભ-અશુભ બંને પ્રકારના હોય છે. અંબડ સંન્યાસીના પરિણામો શુભ હોવાથી તેના અધ્યવસાયો પણ શુભ-પ્રશસ્ત હતા.
જીવના અધ્યવસાયો તથાપ્રકારના યોગ્ય પુદ્ગલ દ્રવ્યો ગ્રહણ કરીને બહાર પ્રગટ થાય ત્યારે તે લેશ્યા(દ્રવ્ય લેશ્યા) કહેવાય છે. લેશ્યાના છ પ્રકારમાં કૃષ્ણ, નીલ, કાપોત તે ત્રણ અશુભ અને તેજો, પદ્મ અને શુક્લ, તે ત્રણ શુભ લેશ્યા છે. અધ્યવસાય અનુસાર લેશ્માનું પરિણમન થાય છે. અંબડ સંન્યાસીને પ્રશસ્ત અધ્યવસાય હોવાથી તેજોલેશ્યાદિ શુભ લેશ્યાના પરિણામો હતા.
શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને વિશુદ્ધ લેશ્યાથી જ અશુભકર્મોનો નાશ થાય છે. અંબડ સંન્યાસીને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમ થયો અને વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ તથા અવધિજ્ઞાન પ્રગટ થયું. वीरियलद्धिए वेडव्वियसिद्धिए -- વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતી વિશિષ્ટ શક્તિને વીર્યલબ્ધિ કહે છે અને વિવિધ ક્રિયાઓ અને વિવિધરૂપો બનાવવાની વિશિષ્ટ શક્તિને વૈક્રિયલબ્ધિ કહે છે, નારકી અને દેવોને જન્મથી જ વૈક્રિયલબ્ધિ હોય છે, કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો અને સંશી તિર્યંચને સંયમ-તપના પાલનથી વૈક્રિયલબ્ધિ પ્રગટ થાય છે. વૈક્રિયલબ્ધિના પ્રયોગમાં વીર્યલબ્ધિ સહાયક બને છે તેથી વીર્યલબ્ધિ અને વૈક્રિયલબ્ધિ બંનેનું સાથે કથન છે.
સૌનવ્યયમુળ વેમળ પન્નવúાળઃ– જેના દ્વારા આત્માને ચિંતનરૂપ સમાધિ પ્રાપ્ત થાય તેને શીલવ્રત કહે છે. તેમાં સામાયિકવ્રત, દેશાવગાસિકવ્રત, પૌષધવ્રત અને અતિથિ સંવિભાગવ્રત, તે ચાર શિક્ષાવ્રતનો સમાવેશ થાય છે. જે વ્રતના પાલનથી પાંચ અણુવ્રતોમાં ગુણ વૃદ્ધિ થાય તે ગુણવ્રત છે. દિશાપરિમાણ, ઉવભોગ-પરિભોગ પરિમાણ અને અનર્થદંડ વિરમણવ્રત, તે ત્રણ ગુણવ્રત છે. મિથ્યાત્વાદિથી અને હિંસાદિથી નિવૃત્ત થવું, તેને વિરમણવ્રત કહે છે. પર્વના દિવસોમાં અમુક વસ્તુનો ત્યાગ અને તપ સ્વીકાર કરવો, તે પચ્ચક્ખાણ છે.
ગુરુ પ્રત્યેનીક શ્રમણોની ઉત્પત્તિ ઃ
४८ से जे इमे गामागर जाव सण्णिवेसेसु पव्वइया समणा भवंति, तं जहा - आयरिय पडिणीया, उवज्झायपडिणीया, तदुभय पडिणीया, कुलपडिणीया, गणपडिणीया, आयरिय उवज्झायाणं अयसकारगा, अवण्णकारगा, अकित्तिकारगा, बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहि य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणा, वुप्पाएमाणा विहरिता
Page #194
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ |
શ્રી વિવાઈસૂત્ર
बाई वासाइं सामण्णपरियागं पाउणंति, पाउणित्ता तस्स ठाणस्स अणालोइयअप्पडिक्कंता कालमासे कालं किच्चा उक्कोसेणं लंतए कप्पे देवकिव्विसिएसु देवकिव्विसियत्ताए उववत्तारो भवंति । तहि तेसिं गई जाव तेरस सागरोवमाई ठिई, अणाराहगा, सेसं तं चेव । ભાવાર્થ :- ગ્રામ આકર યાવત સન્નિવેશ આદિમાં પ્રવર્જિત જે શ્રમણો હોય છે, તેમાંથી જે શ્રમણો આચાર્યના વિરોધી, ઉપાધ્યાયના વિરોધી, કુલના(એક આચાર્યના શિષ્યોના) વિરોધી, ગણના(અનેક આચાર્યોના શિષ્યોના) વિરોધી, આચાર્ય-ઉપાધ્યાયની નિંદા અને અપયશ કરનારા, અવર્ણવાદ-અપકીર્તિ કરનારા, ખોટા દોષો પ્રગટ કરનારા, આશાતના જનિત મિથ્યાગ્રહોથી પોતાને તથા બીજાને, સ્વ-પર ઉભયને આશાતનાના પાપમાં નિયોજિત કરતા આ રીતે આશાતનાનું પાપ કરતા હોય છે તે અનેક વર્ષોની શ્રમણ પર્યાયનું પાલન કરીને તે પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ છઠ્ઠા લાંતક દેવલોકમાં કિલ્વીષી જાતિના દેવોમાં કિલ્વીષી દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે સ્થાનાનુસાર તેની ગતિ આદિ થાય છે યાવત તેની સ્થિતિ તેર સાગરોપમની છે. તે પરલોકના આરાધક થતાં નથી. શેષ કથન પૂર્વવત્ જાણવું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ગુરુથી વિપરીત પણે પ્રવર્તનારા શ્રમણોની ઉત્પત્તિનું નિરૂપણ છે.
પ્રત્યનીક- શત્રની જેમ પ્રતિકુળ-વિરુદ્ધ વર્તન કરનાર. આચાર્ય, ઉપાધ્યાય કે અન્ય કોઈ પણ સાધુથી વિરુદ્ધ આચરણ કરવું તે પ્રત્યનીકપણું છે. પ્રત્યેનીક પોતાનો વિરોધભાવ નિંદા આદિ વચનોથી તેમ જ તથા પ્રકારના આચરણથી કાયા દ્વારા પ્રગટ કરે છે.
તેવા જીવો નિગ્રંથ શ્રમણ પર્યાયનું પાલન કરે, પરંતુ કોઈક તત્ત્વના વિષયમાં વિપરીત શ્રદ્ધા પ્રરૂપણા કરે છે. તેઓ તપ-સંયમ આદિના પ્રભાવે વૈમાનિક જાતિમાં છઠ્ઠા દેવલોકના દેવ થાય છે અને પોતાના પ્રત્યેનીક આચરણથી તેમજ ખોટી પ્રરૂપણાથી કિલ્વીષી જાતિના મિથ્યાત્વી દેવ થાય છે.
દિલ્લીષીદેવ– જે દેવ ચાંડાલની સમાન તુચ્છ અને નિમ્નકોટિના હોય તેને કિલ્વીષી દેવ કહે છે. તે દેવો એકાંત મિથ્યાત્વી હોય છે.
પ્રત્યેનીકો તેના પાપની આલોચનાદિ કર્યા વિના જ કાળધર્મ પામ્યા હોવાથી પરલોકના આરાધક થતા નથી. તે જીવ દીર્ઘકાલીન સંસારમાં પરિભ્રમણ કરે છે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની દેવોમાં ઉત્પત્તિ - | ४९ से जे इमे सण्णि-पंचिंदियतिरिक्खजोणिया पज्जत्तया भवंति, तं जहा- जलयरा, थलयरा, खहयरा, तेसि णं अत्थेगइयाणं सुभेणं परिणामेणं, पसत्थेहिं अज्झवसाणेहिं, लेस्साहिं विसुज्झमाणीहिं तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहावूहमग्गणगवेसणं करेमाणाणं सण्णीपुव्व जाईसरणे समुप्पज्जइ ।।
तए णं ते समुप्पण्णजाईसरणा समाणा सयमेव पंचाणुव्वयाई पडिवज्जति, पडिवज्जित्ता बहूहिंसीलव्वयगुण वेरमणपच्चक्खाणपोसहोववासेहि अप्पाणं भावमाणा
Page #195
--------------------------------------------------------------------------
________________
| વિભાગ–૨: ઉપપાત
[ ૧૪૩ |
बहूई वासाई आउयं पालेति, पालित्ता भत्तं पच्चक्खंति पच्चक्खित्ता बहुई भत्ताई अणसणाए छेदेति छेदित्ता आलोइयपडिक्कंता, समाहिपत्ता कालमासे कालं किच्चा उक्कोसेणं सहस्सारे कप्पे देवत्ताए उववत्तारो भवंति । तहिं तेसिं गई जाव अट्ठारस सागरोवमाइं ठिई पण्णत्ता, परलोगस्स आराहगा, सेसं तं चेव । ભાવાર્થ :- જે પાણીમાં ચાલનારા, પૃથ્વી પર ચાલનારા અને આકાશમાં ઊડનારા, પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય હોય છે, તેમાંથી જેને શુભ આત્મપરિણામો, પ્રશસ્ત અધ્યવસાય- માનસિક વિચારધારા તથા વિશુદ્ધ વેશ્યા દ્રવ્યોના સંયોગે તદાવરણીય એટલે જ્ઞાનાવરણીય અને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતા પોતાના પૂર્વના સંજ્ઞીભવોને જાણનારું જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેઓ જાતિસ્મરણજ્ઞાનના આધારે સ્વયં પાંચ અણુવ્રત, અનેકવિધ શીલવ્રત, ગુણવ્રત, વિરમણવિરતિ, પ્રત્યાખ્યાન–ત્યાગતપ, પૌષધોપવાસ આદિ દ્વારા આત્માને ભાવિત કરતા ઘણા વર્ષો સુધી પોતાના આયુષ્યને ભોગવીને અંત સમયે ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. અનશનથી અનેક ભક્તોનું છેદન કરે છે, છેદન કરીને પોતે કરેલા પાપોની આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને, ઉત્કૃષ્ટ સહસાર દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. પોતાના સ્થાન પ્રમાણે તેની ગતિ આદિ થાય છે. ત્યાં તેની સ્થિતિ અઢાર સાગરોપમ પ્રમાણ હોય છે. તે પરલોકના આરાધક હોય છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના ઉપપાતનું પ્રતિપાદન છે.
પૂર્વના ભવમાં જેણે દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મનું આચરણ કર્યું હોય તેવા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને અહીં જાતિસ્મરણજ્ઞાન થવાનું નિરૂપણ છે. ના સ:- જાતિસ્મરણજ્ઞાન. તે ધારણા મતિજ્ઞાનનો એક પ્રકાર છે. તેના દ્વારા પોતાના પૂર્વે કરેલા સંજ્ઞી ભવોનો બોધ થાય છે.
તિર્યંચના ભવમાં તે જીવને પૂર્વે મનુષ્યભવમાં આચરેલા વ્રત-નિયમનું સ્મરણ થાય અને તેના આધારે તે વર્તમાન તિર્યંચ ભવમાં સ્વયં વ્રત-નિયમનો સ્વીકાર કરે છે. ત્યારે તેને દેશવિરતિ-શ્રાવકપણું અને પાંચમું ગુણસ્થાન હોય છે. પૌષધ :- સંજ્ઞી તિર્યંચો ચારે ય આહારનો તથા મૈથુનનો ત્યાગ કરી, સાવધ-પાપકારી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી, જાતિસ્મરણજ્ઞાનથી મૃત પૂર્વભવના અનુભવ દ્વારા ધર્મધ્યાનમાં અહોરાત્ર વ્યતીત કરી પૌષધ વ્રતની આરાધના કરે છે.
વ્રતધારક સંજ્ઞી તિર્યંચો વ્રત-નિયમના પરિણામે તેમજ અંત સમયની આરાધનાના પ્રભાવે વૈમાનિક જાતિના દેવમાં ઉત્કૃષ્ટ આઠમા સહસાર દેવલોક સુધી જઈ શકે છે અને પરલોકના આરાધક પણ થઈ શકે છે. સામાન્યપણે શુભ પરિણામોના આધારે અંતર્મુહુર્તની સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય આઠમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આજીવિક ગોશાલક મતાવલંબી શ્રમણોની ઉત્પત્તિ :|५० से जे इमे गामागर जाव सण्णिवेसेसु आजीविया भवंति, तं जहा- दुघरंतरिया,
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
તિયાંતરિયા, સત્તયાંતરિયા, ૩પ્પલવેંટિયા, ધરસનુવાળિયા, વિષ્ણુયંતરિયા ૩ટ્ટિયા સમળા, ते णं एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाइं परियायं पाउणंति, पाउणत्ता कालमासे कालं किच्चा उक्कोसेणं अच्चुए कप्पे देवत्ताए उववत्तारो भवति, तहिं सिं गई जाव बावीसं सागरोवमाइं ठिई, अणाराहगा, सेसं तं चेव ।
૧૪૪
ભાવાર્થ ઃ- ગામ, આકર યાવત્ સન્નિવેશ આદિમાં જે આજીવક—ગોશાલકના અનુયાયી હોય છે તેમાંથી જે બે ઘરોના આંતરે એટલે બે ઘર છોડીને ત્રીજા ઘેરથી ભિક્ષા લેનારા, તે જ રીતે ત્રણ ઘર છોડી ભિક્ષા લેનારા, સાત ઘર છોડીને ભિક્ષા લેનારા, ભિક્ષામાં ફક્ત કમલનાલ લેનારા, દરેક ઘરની સામુદાનિક ભિક્ષા લેનારા, જ્યારે વિજળીનો ચમકારો થાય ત્યારે ભિક્ષા ન લેનારા, માટીથી બનેલી નાંદ જેવા મોટા વાસણમાં પ્રવિષ્ટ થઈ તપ કરનારા, આ પ્રકારની જીવનચર્યા સ્વીકારીને વિચરનારા, ઘણા વર્ષો સુધી આજીવક મતાનુસાર તપ કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ બારમા અચ્યુત દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ થાય છે. ત્યાં તેની સ્થિતિ ૨૨ સાગરોપમ હોય છે. તેઓ (સમ્યગ્દર્શનના અભાવે) આરાધક હોતા નથી. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું.
ભૂતિકર્મ-ચમત્કાર કરનાર શ્રમણોની ગતિ -
५१ से जेइमे गामागर जावसण्णिवेसेसु पव्वइया समणा भवंति, तं जहा - अत्तुकोसिया, परपरिवाइया, भूइकम्मिया, भुज्जो - भुज्जो कोउयकारगा, ते णं एयारूवेणं विहारेणं विहरमाणा बहूइं वासाइं सामण्णपरियागं पाउणंति, पाउणित्ता तस्स ठाणस्स अणालोइय अपडिक्कंता कालमासे कालं किच्चा उक्कोसेणं अच्चुए कप्पे आभिओगिएसु देवेसु देवत्ताए उववत्तारो भवंति । तर्हि तेसिं गई जाव बावीसं सागरोवमाइं ठिई, परलोगस्स अणाराहगा, सेसं तं चेव ।
ભાવાર્થ :- ગામ, આકર યાવત્ સન્નિવેશ આદિમાં પ્રવ્રુજિત શ્રમણો હોય છે. તેમાંથી જે પોતાના ઉત્કર્ષને(મોટાઈને) દેખાડનારા, બીજાની નિંદા કરનારા, તાવ આદિ ઉપદ્રવને શાંત કરવા માટે મંત્રસિદ્ધ ભસ્મ વગેરે દેનારા, વારંવાર વિવિધ પ્રકારે કૌતુક-ચમત્કાર દેખાડનારા હોય છે; તેવા શ્રમણો આ પ્રકારની ચર્ચાનું અનેક વર્ષો સુધી પાલન કરીને તે દોષસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ બારમા અચ્યુત દેવલોકમાં આભિયોગિક દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ થાય છે. ત્યાં તેની સ્થિતિ બાવીસ સાગરોપમ હોય છે. તેઓ પરલોકના આરાધક બનતા નથી. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું.
વિવેચનઃ
આભિયોગિક શ્રમણ :– શ્રમણપણામાં રહીને ભૂતિકર્મ, કૌતુકકર્મ આદિ પ્રવૃત્તિ કરનારા શ્રમણો. તે શ્રમણો સાધુ સમાચારી અનુસાર પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરે છે. જૈન શ્રમણોનું લક્ષ ભગવદાશાનુસાર આત્મસાધનાનું જ હોય છે. તે લક્ષ્યમાંથી સ્ખલિત થઈને જે શ્રમણો પોતાને પ્રાપ્ત થયેલી શક્તિ, લબ્ધિ કે ઉપલબ્ધિનો પ્રયોગ કરી પોતાની મોટાઈ વધારે; બીજા અનેક ચમત્કારોથી લોકોને આકર્ષિત કરે; દોરા, ધાગા આદિ પ્રવૃત્તિ કરે અને આવી વિવિધ પ્રવૃત્તિઓથી તે પોતાના અભિમાનનું
Page #197
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
૧૪૫
પોષણ કરે છે; તે પણ સંયમ-તપના પાલનથી ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે પરંતુ શ્રમણપણામાં થતી અયોગ્ય પ્રવૃત્તિના કારણે તે આભિયોગિક(નોકર) દેવ થાય છે.
દોષસ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના કાળધર્મ પામ્યા હોવાથી તે પરલોકના આરાધક થતા નથી. આભિયોગિક દેવ- ઇન્દ્રના દાસ, નોકર, ચાકર સમાન દેવને આભિયોગિક દેવ કહે છે. નિહવોની દેવોમાં ઉત્પત્તિ :
५२ से जे इमे गामागर णयरणिगमरायहाणि जाव सण्णिवेसेसु णिण्हगा भवंति, तं जहा- बहुरया, जीवपएसिया, अव्वत्तिया, सामुच्छेइया, दोकिरिया, तेरासिया, अबद्धिया इच्चेते सत्त पवयणणिण्हगा, केवलचरियालिंगसामण्णा, मिच्छद्दिट्ठी बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहि य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणा, वुप्पाएमाणा विहरित्ता बहूई वासाई सामण्णपरियागं पाउणंति, पाउणित्ता कालमासे कालं किच्चा उक्कोसेणं उवरिमेसु गेवेज्जेसु देवत्ताए उववत्तारो भवंति । तहिं तेसिं गई जाव एक्कतीसं सागरोवमाई ठिई, परलोगस्स अणाराहगा, सेसं तं चेव । ભાવાર્થ :- ગામ, આકર યાવત સન્નિવેશ આદિમાં નિધવ હોય છે, જેમ કે- (૧) બહુત (૨) જીવ પ્રાદેશિક (૩) અવ્યક્તિક (૪) સામુચ્છેદિક (૫) ક્રિક્રિય (૬) ઐરાશિક તથા (૭) અબદ્ધિક, આ સાતે પ્રવચન નિતવ છે. તેઓ કેવળ સાધુચર્યા અને સાધુવેશની અપેક્ષાએ જ શ્રમણોની સમાન છે. પરંતુ તેઓ મિથ્યાત્વી છે, અનેક પ્રકારના અવિધમાન પદાર્થોની કલ્પનાથી, મિથ્યાભિનિવેશથી પોતાને, બીજાને અને ઉભયને પોતાના મિથ્યામત સ્વીકારનો આગ્રહ કરતાં, મિથ્યામતમાં સ્થાપિત કરતાં વિચરે છે. ઘણા વર્ષો સુધી આ પ્રકારની શ્રમણ પર્યાયનું પાલન કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ ઉપરિમ નવમા ગ્રેવેયકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે સ્થાનને અનુરૂપ તેની ગતિ થાય છે યાવત ત્યાં તેને એકત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેઓ મિથ્યાદષ્ટિ હોવાથી પરલોકના આરાધક હોતા નથી. શેષ વર્ણન પૂર્વવતુ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાત પ્રકારના પ્રવચન નિતવોનો ઉલ્લેખ કરી તેઓની ગતિ અને સ્થિતિનું નિરૂપણ કર્યું છે. સ્થાનાંગ સૂત્રની વ્યાખ્યામાં આચાર્ય અભયદેવસૂરીએ તે નિહ્નવોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. પ્રસ્તુત પ્રકાશનના સ્થાનાંગ સૂત્ર ભાગ-૨માં પૃષ્ટ-૨૦૯ પર તે કથાનકો આપ્યા છે. પવન નિ :- પ્રવચન નિતવ. જિનપ્રવચનના કોઈ એક વિષયનો નિષેધ કરી તેનાથી વિપરીત પ્રરૂપણા કરનાર. પ્રસ્તુતમાં સાત નિદ્વવોના મતના નામનો ઉલ્લેખ છે. તે નિદ્વવોના નામોનો ઉલ્લેખ શ્રી સ્થાનાંગ સૂત્રમાં છે. આ સર્વ પ્રકારના નિહ્નવો ચારિત્રાચારના પાલનથી ઉત્કૃષ્ટ નવગ્રેવેયક સુધી દેવપણે ઉત્પન્ન થાય છે તથા મિથ્યા પ્રરૂપણાના કારણે પરભવના વિરાધક થાય છે. શ્રાવકોની ઉત્પત્તિ :|५३ सेजेइमेगामागर जावसण्णिवेसेसुमणुया भवंति, तंजहा- अप्पारंभा, अप्पपरिग्गहा, धम्मिया, धम्माणुया, धम्मिट्ठा, धम्मक्खाई, धम्मप्पलोई, धम्मपलज्जणा, धम्मसमुदायारा,
Page #198
--------------------------------------------------------------------------
________________
| १४६
શ્રી વિવાઈસૂત્ર धम्मेणं चेव वित्तिं कप्पेमाणा, सुसीला, सुव्वया, सुप्पडियाणंदा, साहू;
एगच्चाओ पाणाइवायाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया । एगच्चाओ मुसावायाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया, एगच्चाओ अदिण्णादाणाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया । एगच्चाओ मेहुणाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया, एगच्चाओ परिग्गहाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया । एगच्चाओ कोहाओ, माणाओ, मायाओ, लोहाओ, पेज्जाओ, दोसाओ, कलहाओ, अब्भक्खाणाओ, पेसुण्णाओ, परपरिवायाओ, अरइरईओ, मायामोसाओ, मिच्छादसणसल्लाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया।
एगच्चाओ आरंभसमारंभाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया। एगच्चाओ करण-कारावणाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया । एगच्चाओ पयणपयावणाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया । एगच्चाओ कोट्टण- पिट्टण-तज्जण-तालण-वह-बंध-परिकिलेसाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया ।
एगच्चाओ ण्हाण मद्दण-वण्णगविलेवण-सद्दफरिसरसरूवगंध-मल्लालंकाराओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया । जेयावण्णे तहप्पगारा सावज्जजोगोवहिया कम्मंता परपाणपरियावणकरा कज्जति तओ विएगच्चाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया ।।
से जहाणामए समणोवासगा भवंति- अभिगयजीवाजीवा, उवलद्धपुण्णपावा, आसक्संवरणिज्जरकिरिया-अहिगरणबंधमोक्खकुसला, असहेज्जा, देवासुस्णागजक्खरक्खसकिण्णरकिंपुरिसगरुलगंधव्य महोरगाइएहिं देवगणेहिं णिग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जा, णिग्गंथे पावयणे णिस्संकिया, णिक्कंखिया, णिव्वितिगिच्छा, लट्ठा, गहियट्ठा, पुच्छियट्ठा, अभिगयट्ठा, विणिच्छियट्ठा अद्विमिंजपेमाणुरागरत्ता;
__ अयमाउसो ! णिग्गंथे पावयणे अटे, अयं परमटे, सेसे अणटे, ऊसियफलिहा, अवंगुयदुवारा, चियत्तंतेउरयघरप्पवेसा बहूहिं सीलव्वयगुणवेरमणपच्चक्खाणपोसहोववासा चाउद्दसटुमुद्धिपुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेत्ता समणे णिग्गंथे फासुए सणिज्जेण असणपाणखाइमसाइमेणं वत्थपडिग्गह कंबलपायपुच्छणेणं ओसहभेसज्जेणं पाडिहारिएण य पीढफलगसेज्जा-संथारएणं पडिला माणा विहरंति,
विहरित्ता भत्तं पच्चक्खंति, ते बहूई भत्ताई अणसणाए छेदेति, छेदित्ता आलोइय पडिक्कंता समाहिपत्ता कालमासे कालं किच्चा उक्कोसेणं अच्चुए कप्पे देवत्ताए उववत्तारो भवंति । तहिं तेसिं गई जाव बावीसं सागरोवमाइं ठिई, आराहगा, सेसं तहेव।
Page #199
--------------------------------------------------------------------------
________________
| વિભાગ–૨: ઉપપાત
૧૪૭.
ભાવાર્થ:- ગામ, આકર યાવત સન્નિવેશમાં જે મનુષ્યો હોય છે, તેમાંથી કેટલાક શ્રમણોપાસક હોય છે જે અલ્પારંભી–અલ્પ હિંસાથી જીવન ચલાવનારા, અલ્પ પરિગ્રહી- થોડા ધન ધાન્ય આદિમાં સંતોષ રાખનારા, ધાર્મિક-શ્રુત ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરનારા, ધર્માનુગ–ધર્મનું અનુસરણ કરનારા, ધર્મિષ્ઠધર્મમાં પ્રીતિ રાખનારા, ધર્માખ્યાયી–ધર્મનું કથન કરનારા, ધર્મ પ્રલોકી–ધર્મને ઉપાદેયરૂપે જોનારા, ધર્મપ્રરંજન- ધર્મમાં વિશેષ રૂપથી અનુરક્ત રહેનારા, ધર્મ સમુદાચાર–ધર્મમાં આનંદ સાથે તેનું સમ્યક આચરણ કરનારા, ધર્મ દ્વારા પોતાની આજીવિકા ચલાવનારા, સુશીલ–ઉત્તમ શીલાચારયુક્ત, સુવતીશ્રેષ્ઠવ્રતયુક્ત, સુપ્રત્યાનંદ– પ્રસન્ન ચિત્તવાન અથવા આત્મપરિતુષ્ટ અને શ્રેષ્ઠ જીવન જીવનારા હોય છે, તે એક દેશથી એટલે સ્થૂલ પ્રાણાતિપાતથી થાવજીવન પર્યત નિવૃત્ત થાય છે અને એક દેશથી એટલે સૂક્ષ્મ પ્રાણાતિપાતથી નિવૃત્ત થતા નથી. તે જ રીતે સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન અને સ્થૂલ પરિગ્રહથી નિવૃત્ત થાય છે અને સૂક્ષ્મ મૃષાવાદ, સૂક્ષ્મ અદત્તાદાન, સૂક્ષ્મ મૈથુન, સૂક્ષ્મ પરિગ્રહથી નિવૃત્ત થતા નથી. તે જ રીતે સ્થૂલ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, રતિ-અરતિ, મિથ્યાદર્શનશલ્યથી નિવૃત્ત થાય છે, સૂક્ષ્મરૂપે તે સર્વ પાપસ્થાનોથી નિવૃત્ત થતા નથી.
તેઓ સ્કૂલરૂપે જીવન પર્યત આરંભ-સમારંભથી વિરત થાય છે, સૂક્ષ્મરૂપે વિરત થતા નથી. કેટલાક જીવન પર્યત કરવા, કરાવવા રૂપ પાપ પ્રવૃત્તિથી વિરત થાય છે અને કેટલાક વિરત થતા નથી; કેટલાક પચન-પાચન આદિ ક્રિયાથી વિરક્ત થાય છે, કેટલાક વિરત થતા નથી; કેટલાક કુટ્ટન–છેદનક્રિયા; પિટ્ટન- પીટવું–વસ્ત્રાદિને ધોકા મારવા વગેરે પ્રવૃત્તિ, તર્જન-ખરાબ વચનોથી ભર્જના; તાડન–મારવું, વધ-જીવહિંસા બંધ-દોરડાદિથી બાંધવું; પરિકલેશ-દુઃખિત કરવા વગેરે પ્રવૃત્તિથી વિરત થાય છે અને કેટલાક વિરત થતા નથી;
કેટલાક સ્નાન, મર્દન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, માલા તથા અલંકારથી વિરત થાય છે, કેટલાક વિરત થતા નથી, આ રીતે બીજી પણ પાપમય પ્રવૃતિથી, બીજાના પ્રાણોને કષ્ટ પહોંચાડનારી પ્રવૃત્તિથી જીવન પર્યંત વિરત થાય છે અને કેટલાક વિરત થતા નથી.
તે શ્રમણોપાસક- જીવ, અજીવ આદિ પદાર્થોના જ્ઞાતા હોય છે; પુણ્ય અને પાપના ભેદોને સારી રીતે જાણે છે; આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષ તત્ત્વમાં હેય–ઉપાદેયનો વિવેક કરવામાં કુશળ હોય છે; બીજાની સહાયતા ઇચ્છતા નથી. જે દેવ, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગન્ધર્વ, મહોરગ આદિ દેવો દ્વારા નિગ્રંથ પ્રવચનથી ચલાયમાન થતાં નથી; નિગ્રંથ પ્રવચનમાં નિઃશંક છે; નિષ્કાંક્ષ- આત્મોત્થાન સિવાય અન્ય આકાંક્ષાથી રહિત હોય છે; નિવિચિકિત્સ-ધર્મકરણીના ફળ વિશે સંદેહ રહિત હોય છે. તેઓ ધર્મના યથાર્થ તત્ત્વને પ્રાપ્ત કરેલા; તત્ત્વને ગ્રહણ કરેલા, પ્રશ્ન પૂછીને તેને સ્થિર કરેલા, સારી રીતે સમજેલા, આત્મસાત્ કરેલા, અસ્થિ મજ્જા ધર્મના અનુરાગથી ભરેલા હોય છે.
તેને વિશ્વાસ હોય કે નિગ્રંથ પ્રવચન જ અર્થભૂત અર્થાતું પ્રયોજનભૂત છે, તે જ પરમ અર્થ(મોક્ષ) દાયક છે, તેના સિવાય બીજા સર્વ પદાર્થો આત્મકલ્યાણમાં અપ્રયોજનભૂત છે. તેના ઘરના બારણાને આગળિયો દેવામાં આવતો નથી. તેના ઘરના બારણા ભિક્ષુકો, યાચકો, અતિથિઓને માટે સદા ખુલ્લા રહે છે. રાજાના અંતઃપુર રાણીઓના આવાસમાં અથવા બીજાના ઘરમાં તેનો પ્રવેશ અપ્રીતિકર નથી(અથવા ત્યત સંતાપુર ગ્રહ પ્રવેશ = તે સ્થાનોમાં જેણે પ્રવેશનો ત્યાગ કરી દીધો છે), તેઓ અનેક શીલવ્રત (શિક્ષાવ્રત), ગુણવ્રત અને વિરમણવ્રત(અણુવ્રત, તપ, ત્યાગ, નિયમ અને પૌષધોપવાસ ધારણ કરેલા હોય છે. તેઓ ચૌદશ, અષ્ટમી,
Page #200
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮]
શ્રી વિવાઈસૂત્ર
અમાસ અને પૂર્ણિમાનાદિવસે પરિપૂર્ણ પૌષધનું અનુપાલન કરે છે, શ્રમણ-નિગ્રંથોને પ્રાસુક, એષણીય નિર્દોષ અશન, પાન, ખાધ, સ્વાધ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પગ લૂછણિયું, ઔષધ, ભેષજ, પાટ, બાજોઠ, રહેવાનું સ્થાન, પાથરવા માટેના ઘાસ આદિ દ્વારા પ્રતિલાભિત કરતાં પોતાનું જીવન વ્યતીત કરે છે.
આ પ્રકારે શ્રાવક જીવન જીવતાં આયુષ્યના અંતે ભક્તપ્રત્યાખ્યાન પંડિત મરણ સ્વીકાર કરે છે. તેમાં ઘણા દિવસો સુધી ભોજનનો ત્યાગ કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ અમ્રુત કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ થાય છે. ત્યાં તેની સ્થિતિ બાવીસ સાગરોપમની છે. તે પરલોકના આરાધક છે, શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકોની જીવનચર્યાના વિસ્તૃત વર્ણનપૂર્વક તેની ઉત્પત્તિનું નિરૂપણ કર્યું છે. પન્નાલો પાવાવાળો પવિયા:- શ્રાવકોને ગૃહસ્થ જીવનનો વ્યવહાર નિભાવવાનો હોય છે. તેથી તે પાપ પ્રવૃત્તિથી સર્વથા નિવૃત્ત થઈ શકતા નથી તેથી તે પોતાની શક્તિ અને તેના ગૃહસ્થ જીવનની પરિસ્થિતિનો વિચાર કરીને વ્રતોને ધારણ કરે છે. શ્રાવકવ્રતના અનેક વિકલ્પો હોય છે. તેના વ્રતો મહાવ્રતોની અપેક્ષાએ સ્થલ હોય છે. જેમ પ્રથમ અહિંસા વ્રતમાં શ્રાવક ત્રસ જીવની હિંસાનો ત્યાગ કરે છે, સ્થાવર જીવોની હિંસાનો સર્વથા ત્યાગ કરી શકતા નથી. તેથી તેમાં અમુક મર્યાદા કરે છે. ત્રસ જીવોની હિંસાના ત્યાગમાં પણ સાપરાધી જીવોની હિંસાનો ત્યાગ કરતા નથી. આ રીતે શ્રાવકોના દરેક વ્રતમાં અનેક પ્રકારની છૂટછાટ હોય છે. તેથી જ સૂત્રકારે પ્રખ્યામો = એક દેશથી અથવા એક પ્રકારે નિવૃત્ત થાય છે અને એક દેશથી (એક પ્રકારે) નિવૃત્ત થતા નથી, તે પ્રકારનું કથન કર્યું છે. તે જ રીતે મિથ્યાદર્શનશલ્ય પાપના પણ તે દેશ ત્યાગી હોય છે કારણ કે તેમને સમકિતમાં રાજા આદિના છ આગાર હોય છે.
તે શ્રમણોપાસકો પોતાના વ્રતોનું પાલન કરીને અંત સમયે આરાધનાપૂર્વક મૃત્યુ પામે છે તેથી ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને તે પરભવના આરાધક થાય છે. શ્રમણોની ઉત્પત્તિ :५४ से जे इमे गामागर जावसण्णिवेसेसु मणुया भवंति, तं जहा- अणारंभा, अपरिग्गहा धम्मिया धम्माणुया, धम्मिट्ठा, धम्मक्खाई, धम्मपलोई, धम्मपलज्जणा, धम्मसमुदायारा, धम्मेणं चेववित्तिकप्पेमाणा ससीला.सव्वया.सपडियाणंदा,साह: सव्वाओपाणाइवायाओपडिविरया जाव सव्वाओ मिच्छादसणसल्लाओ पडिविरया, सव्वाओ आरंभसमारंभाओ पडिविरया, सव्वाओ करणकारावणाओ पडिविरिया, सव्वाओ पयणपयावणाओ पडिविरया, सव्वाओ कोट्टणपिट्टणतज्जणतालणवहबंधपरिकिलेसाओ पडिविरया, सव्वाओ ण्हाणमद्दण-वण्णगविलेवणसद्दफरिसरसरूवगंधमल्लालंकाराओपडिविरया, जेयावण्णेतहपगारा सावज्जजोगोवहिया कम्मंता परपाणपरियावणकरा कज्जति तओ विपडिविरया जावज्जीवाए। ભાવાર્થ - ગામ, આકર સન્નિવેશ આદિમાં જે મનુષ્યો હોય છે તેમાંથી કેટલાક મનુષ્યો અનારંભી અને અપરિગ્રહી હોય છે. તે ધાર્મિક, ધર્મનું અનુસરણ કરનારા, ધર્મપ્રિય, ધર્મનું કથન કરનારા, ધર્મને જ ઉપાદેય રૂપે જોનારા, ધર્મમાં વિશેષરૂપે તલ્લીન રહેનારા, ધર્મમાં આનંદ સાથે તેનું સમ્યક આચરણ
Page #201
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
૧૪૯
કરનારા, ધર્મ દ્વારા પોતાની આજીવિકા ચલાવનારા, સુશીલ, સુવતી, આત્મપરિતુષ્ટ અને શ્રેષ્ઠ જીવન જીવનારા હોય છે. તે જીવન પર્યત પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપોથી સર્વથા નિવૃત્ત થાય છે, સર્વ પ્રકારના આરંભ સમારંભથી દૂર રહે છે. પાપ પ્રવૃત્તિ સ્વયં કરવા કે બીજા પાસે કરાવવાથી દૂર રહે છે, ભોજનની પચન-પાચન ક્રિયાથી તદ્દન દૂર રહે છે; કૂટવું, પીટવું, તર્જના, તાડના, વધ, બંધન, પરિતાપ આદિ ક્રિયાથી તે સર્વથા દૂર રહે છે; સ્નાન, મર્દન, અંગોપાંગ રંગવા, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, માળા અને અલંકારથી સંપૂર્ણ રૂપે વિરત હોય છે. આ રીતે અન્ય પણ બીજાના પ્રાણોને કષ્ટ પહોંચાડનારી પાપ પ્રવૃત્તિઓથી તે જીવન પર્યત સંપૂર્ણરૂપે વિરત હોય છે. ५५ से जहाणामए अणगारा भवंति- इरियासमिया, भासासमिया. एसणासमिया आयाणभंडमक्तणिक्खेवणासमिया, उच्चारपासवणखेलसिंघाणजल्लपरिद्धावणियासमिया, મળમુત્તા, વયત્તા, વાયપુરા, ગુના, મુત્તવિવા, ગુત્તમચારી, અમમાં, વિંદ્રવળા, छिण्णगंथा, छिण्णसोया, णिरुवलेवा, कंसपाईव मुक्कतोया, संख इव णिरंगणा, जीवो इव अप्पडिहयगई, जच्चकणगं पिव जायरूवा, आदरिस फलगा इव पागडभावा, कुम्मो इव गुतिंदिया, पुक्खरपत्तं इव णिरुवलेवा, गगणमिव णिरालंबणा, अणिलो इव णिरालया, चंदो इव सोमलेसा, सूरो इव दित्ततेया, सागरो इव गंभीरा, विहग इव सव्वओ विप्पमुक्का, मंदरा इव अप्पकंपा, सारयसलिलं इव सुद्धहियया, खग्गिविसाणं इव एगजाया, भारंडपक्खी इव अप्पमत्ता, कुंजरो इव सोंडीरा, वसभो इव जायत्थामा, सीहो इव दुद्धरिसा, वसुंधरा इव सव्वफासविसहा, सुहुयहुयासणो इव तेयसा जलंता इणमेव णिग्गंथं पावयणं पुरओकाउं विहरंति ।। ભાવાર્થ:- તે અણગાર–શ્રમણો ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન નિક્ષેપ સમિતિ, ઉચ્ચારપાસવણ ખેલ જલ્લસિંઘાણ પારિઠાવણિયા સમિતિનું તથા મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયાગુપ્તિનું પાલન કરે છે. ગુખ–શબ્દો આદિ વિષયોમાં રાગરહિત, ગુખેન્દ્રિય-વિષયો તરફ જતી ઇન્દ્રિયોનું ગોપન કરનાર, ગુપ્ત બ્રહ્મચારી-નિયમ–ઉપનિયમપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરનારા, મમત્વ રહિત, પરિગ્રહ રહિત, છિન્નગ્રંથ-સંસારના સંબંધોરૂપી ગ્રંથીને છેદનાર, છિનસોત-લોકપ્રવાહમાં ન વહેનારા તેમજ આશ્રવોના પ્રવાહને રોકી દેનારા, નિરૂપલેપ-કર્મબંધના લેપથી રહિત, કાંસ્યપાત્રની જેમ કોઈ પણ પ્રકારના લગાવ રહિત, શંખની જેમ રાગાદિભાવોથી અપ્રભાવિત, જીવની અપ્રતિહત ગતિની જેમ સર્વ પ્રકારના પ્રતિઘાત કે પ્રતિબંધ રહિત, શુદ્ધ કરેલા સુવર્ણની જેમ વિશુદ્ધ ચારિત્રભાવમાં સંસ્થિત, દર્પણના પ્રગટ ભાવની જેમ માયા-કપટ રહિત શુદ્ધ પરિણામી, કાચબાની જેમ ગુખેન્દ્રિય, કમળપત્રની જેમ વિષયોથી નિર્લેપ, ગગનની જેમ નિરાલંબી–નિરપેક્ષ, પવનની જેમ નિરાલય–ઘર રહિત, ચંદ્રની જેમ સૌમ્ય લેશ્યાયુક્ત, સૂર્યની જેમ દૈહિક અને આત્મિક તેજ સંપન્ન, સાગરની જેમ ગંભીર, પક્ષીની જેમ સર્વથા વિપ્રમક્ત-અપ્રતિબદ્ધ વિહારી, મેરુપર્વતની જેમ નિષ્કપ, શરદકાલીન જલની જેમ શુદ્ધ હૃદયી, ગેંડાના શિંગની જેમ એક માત્ર આત્મનિષ્ઠ, ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની જેમ શૂરવીર, વૃષભની જેમ ધૈર્યવાન, સિંહની જેમ પરીષહ વિજયમાં પરાક્રમી, પૃથ્વીની જેમ શીત-ઉષ્ણ આદિ સર્વ સ્પર્શીને સમભાવથી સહન કરવામાં સહનશીલ, ઘીથી સિંચિત અગ્નિની જેમ જ્ઞાન અને તપના તેજથી જાજ્વલ્યમાન હોય છે. તેઓ નિગ્રંથ પ્રવચનને આગળ રાખીને વિચરણ કરે છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
| १५०
શ્રી વિવાઈ સૂત્ર
५६ तेसि णं भगवंताणं एएणं विहारेणं विहरमाणाणं अत्थेगइयाणं अणंते अणुत्तरे, णिव्वाघाए, णिरावरणे, कसिणे, पडिपुण्णे केवलवरणाणदंसणे समुप्पज्जइ। ते बहूई वासाई केवलिपरियागं पाउणंति, पाउणित्ता भत्तं पच्चक्खंति, भत्तं पच्चक्खित्ता बहूई भत्ताई अणसणाए छेदेति, छेदित्ता जस्सट्टाए कीरइ णग्गभावे, मुंडभावे, अण्हाणए, अदंतवणए, केसलोए, बंभचेरवासे, अच्छत्तगं, अणोवाहणगं, भूमिसेज्जा, फलहसेज्जा, कट्ठसेज्जा, परघरपवेसो लद्धावलद्धं, परेहिं हीलणाओ,खिसणाओ,णिंदणाओ, गरहणाओ तालणाओ, तज्जणाओ, परिभवणाओ, पव्वहणाओ. उच्चावया गामकंटगा, बावीसंपरीसहोवसग्गा अहियासिज्जंति, तमट्ठमाराहित्ता चरिमेहिं उस्सासणिस्सासेहिं सिझंति, बुझंति, मुच्चंति, परिणिव्वायंति सव्वदुक्खाणं अंतं करेति ।। ભાવાર્થ :- આ પ્રકારની જીવનચર્યાનો સ્વીકાર કરીને વિચરનારા શ્રમણ ભગવંતોને અનંત, અનુત્તર, निव्याघात, निश१२५, कृत्स्न(अ-विमा २डित), परिपू वान, राशन प्रगट थाय छे. તે ઘણા વર્ષો સુધી કેવળી પર્યાયનું પાલન કરીને અંતે આહારનો પરિત્યાગ કરે છે અર્થાત્ આજીવન અનશન સ્વીકાર કરીને અનેક દિવસોનું અનશન પૂર્ણ કરીને જે લક્ષ્યને માટે નગ્નભાવ-શરીર સંસ્કારનો ત્યાગ, મુંડભાવ-સાંસારિક સંબંધોનો ત્યાગ, સ્નાનનો પરિત્યાગ, દંતપ્રક્ષાલનનો ત્યાગ, કેશલુંચન, બ્રહ્મચર્યનું પાલન, છત્ર ત્યાગ, પગરખા ત્યાગ, વાહનનો ત્યાગ, ભૂમિ પર, લાકડાના પાટિયા પર, કાષ્ટ પર શયન કરવું ભિક્ષા માટે બીજાના ઘરમાં પ્રવેશ આદિ કરાય છે અને ભિક્ષાના લાભ-અલાભ, બીજાએ કરેલી અવહેલના, ચીડવણી, પરોક્ષમાં થતી નિંદા, પ્રત્યક્ષ કરાયેલી ગહ, તાડના–થપ્પડાદિનો માર, તર્જના, અપમાન વિવિધ કષ્ટો અનેક પ્રકારના પ્રતિકૂળ ઇન્દ્રિય વિષયો, બાવીસ પરીષહો તથા અનેક ઉપસર્ગો આદિ સહન કરાય છે; તે લક્ષ્યની આરાધના કરીને અંતિમ શ્વાસોચ્છવાસથી સિદ્ધ(કૃતકૃત્ય) થાય છે, કેવળજ્ઞાન સ્વરૂપ થાય છે, સમસ્ત કર્મોથી મુક્ત થાય છે, કર્મજન્ય સંતાપથી પરિનિવૃત્ત થઈને શીતલીભૂત થાય છે, શારીરિક, માનસિક સમસ્ત દુઃખોનો અંત કરે છે. [५७ जेसि पि यणं एगइयाणं णो केवलवरणाणदंसणे समुप्पज्जइ, ते णं बहूई वासाई छउमत्थपरियागंपाउणंति, पाउणित्ता आबाहे उप्पण्णे वा अणुप्पण्णे वा भत्तं पच्चक्खंति। ते बहूई भत्ताइ अणसणाए छेदंति, जस्सट्ठाए कीरइ णग्गभावे जाव तमट्ठमाराहित्ता चरिमेहिं ऊसासणीसासेहिं अणंतं अणुत्तरं, णिव्वाघायं, णिरावरणं, कसिणं, पडिपुण्णं केवलवरणाणदंसणं उप्पार्डेति, तओ पच्छा सिझंति जाव अंतं करेंति ।
एगच्चा पुण एगे भयंतारो पुव्वकम्मावसेसेणं कालमासे कालं किच्चा उक्कोसेणं सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववत्तारो भवंति । तहिं तेसिं गई जावतेतीसंसागरोवमाई ठिई, आराहगा, सेसं तं चेव । ભાવાર્થ:- જે અણગારોને સંયમચર્યાનું પાલન કરતાં કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રાપ્ત થતું નથી, તે ઘણા વર્ષો સુધી છદ્મસ્થ પર્યાયમાં રહીને સંયમનું પાલન કરે છે. ત્યાર પછી ક્યારેક રોગ આદિ વિપ્ન ઉત્પન્ન
Page #203
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
[ ૧૫૧]
થવાથી અથવા ન થવાથી પણ તે ભોજનનો પરિત્યાગ કરી આજીવન અનશન વ્રતનો સ્વીકાર કરે છે. તે ઘણા દિવસો સુધી અનશનની આરાધના કરીને, જે લક્ષ્યથી નગ્નભાવ આદિ કષ્ટપૂર્ણ સંયમપથનો સ્વીકાર કર્યો હતો, તેની આરાધના કરીને છેલ્લા શ્વાસે અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, કૃત્ન, પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન, કેવલદર્શનને પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, નિર્વાણ પામે છે, સર્વ દુઃખોનો અંત કરે છે.
- એક ભવ કરીને મોક્ષ જનારા અણગાર પૂર્વકર્મો શેષ રહી ગયા હોવાથી મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ થાય છે. તેની સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે. તે પરલોકના આરાધક બને છે અને શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં શ્રમણોની જીવનચર્યા, શ્રમણોના વિશિષ્ટ ગુણો પ્રદર્શિત કરતી ૨૧ ઉપમાઓ અને તેઓની ગતિનું પ્રતિપાદન કર્યું છે.
શ્રમણો પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું જીવનપર્યત સંપૂર્ણપણે પાલન કરે છે. શ્રમણોના વ્રતોમાં કોઈ પણ પ્રકારની છૂટ નથી. આ રીતે સાધના કરતાં અંત સમયે આરાધનાપૂર્વક કાળધર્મ પામે છે.
તેમાં જેના સર્વ કર્મો ક્ષય થાય તે કેવળજ્ઞાન-કેવળદર્શનને પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. તેવા જીવો બે પ્રકારના હોય છે– (૧) અનેક વર્ષો સુધી કેવળી પર્યાયમાં વિચરણ કરીને અંતે અનશન કરી સિદ્ધ થાય. (૨) કેટલાક શ્રમણો અનેક વર્ષો સુધી છાસ્થ પર્યાયમાં રહીને સાધના કરતાં અંતે અનશન આરાધના કરી અંતિમ શ્વાસોચ્છવાસે કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરે છે અને સિદ્ધ થાય છે.
કેટલાક શ્રમણોના કર્મો શેષ રહી ગયા હોય, તે એક મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. તેવા જીવો વૈમાનિક દેવગતિમાં જાય છે અને ઉત્કૃષ્ટ આરાધનાએ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. પડ્યા (પા ) – અ = શરીર. એક જ મનુષ્યનું શરીર પ્રાપ્ત કરીને મોક્ષે જનારા જીવો. મયંતારો - આ શબ્દના બે અર્થ થાય છે– (૧) અવતાર: સંયમજીવન- સંયમનું સેવન–આરાધન કરનાર. (૨) ભયત્રાતા– સંયમ સાધના દ્વારા સંસારના ભયથી પોતાનું રક્ષણ કરનારા. સર્વ કામાદિથી વિરત મનુષ્યોની ઉત્પત્તિ - ५८ से जे इमे गामागर जाव सण्णिवेसेसु मणुया भवंति, तं जहा- सव्वकामविरया, सव्वरागविरया, सव्वसंगातीता, सव्वसिणेहाइक्कंता, अक्कोहा, णिक्कोहा, खीणक्कोहा एवं माणमायलोहा, अणुपुव्वेणं अट्ठ कम्मपयडीओ खवेत्ता उपि लोयग्गपइट्ठाणा हवंति । ભાવાર્થ :- ગ્રામ, આકર યાવત સન્નિવેશ આદિમાં જે આ પ્રકારના સાધક મનુષ્યો હોય છે, જેવા કે–સર્વ કામવિરત–શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, આદિ સર્વવિષયોથી નિવૃત્ત, સર્વ રાગથી રહિત, સર્વ પ્રકારના સંગથી અને અનુરાગથી રહિત, અક્રોધ-ક્રોધના ઉદયને નિષ્ફળ કરનાર, નિષ્ક્રોધ- ક્રોધના ઉદય રહિત,
Page #204
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૨ ]
શ્રી વિવાઈસૂત્ર
ક્ષીણક્રોધ- ક્રોધ મોહનીય કર્મનો ક્ષય કર્યો હોય તેવા, તે જ રીતે જેના માન, માયા, લોભ ક્ષીણ થઈ ગયા હોય તેવા જીવો અનુક્રમે આઠ કર્મોનો ક્ષય કરીને લોકાગ્રે પ્રતિષ્ઠિત થાય છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ઉત્કૃષ્ટ અપ્રમત્ત સાધક અને ક્ષેપક શ્રેણીગત જીવોનું અર્થાત્ સાતમાથી દસમા ગુણસ્થાનવર્તી સાધકોનું નિરૂપણ છે. તે સાધક શીઘ મોહકર્મ ક્ષય કરી ક્રમશઃ આઠેય કર્મ ક્ષય કરીને સિદ્ધ બની લોકાગ્રે બિરાજમાન થઈ જાય છે.
આ રીતે આ બીજા વિભાગમાં કુલ ૨૦ પ્રશ્નો દ્વારા જીવોની અને વિરાધક-આરાધક સાધકોની ગતિ–ઉત્પત્તિનું નિરૂપણ છે. તેઓનું સંક્ષિપ્ત વિવરણ કોષ્ટકમાં જુઓ. વિવિધ જીવોની ઉત્પત્તિ તથા આરાધકવિરાધકપણું – જીવો ઉત્પત્તિ સ્થિતિ આરાધક
કે વિરાધક (૧) ત્રસ જીવોના વારંવાર ઘાતક
નરક
સ્થાન પ્રમાણે | વિરાધક | (૨) અનિચ્છાએ ભૂખ-તરસાદિ સહન કરનારા |
વ્યંતરદેવ
૧૦,૦૦૦વર્ષ | વિરાધક (૩) અન્ય દ્વારા થતાં વધ-બંધનાદિ સહન કરનારા વ્યંતરદેવ ૧૨,000વર્ષ | વિરાધક (૪) કામનાપૂર્તિના અભાવે નિરાશ થઈને બાલમરણથી મરનારા
વ્યંતરદેવ ૧૨,૦૦૦વર્ષ
વિરાધક (૫) પ્રકૃતિથી ભદ્ર, વિનીત, અલ્પારંભી મનુષ્યો |. વ્યંતરદેવ ૧૪,000વર્ષ વિરાધક (૬) અનિચ્છાએ બ્રહ્મચર્ય પાળનાર સ્ત્રીઓ
વ્યંતરદેવ ૪,૦૦૦વર્ષ | વિરાધક (૭) ઉદક દ્વિતીયાદિ અજ્ઞાન તપ કરનારા
વ્યંતરદેવ | ૮૪,000વર્ષ | વિરાધક (૮) ગંગાતટ નિવાસી વાનપ્રસ્થ તાપસો
જ્યોતિષીદેવ એક લાખ વર્ષ વિરાધક
અધિક એક પલ્ય. (૯) કાંદર્ષિક શ્રમણો
વૈમાનિકદેવ | એક લાખ વર્ષ |
પ્રથમ દેવલોક અધિક એક પલ્ય. (૧૦) પરિવ્રાજક શ્રમણો
બ્રહ્મદેવલોક | ૧૦ સાગરો. વિરાધક | (૧૧) અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યો
બ્રહ્મદેવલોક | ૧૦ સાગરો. આરાધક (૧૨) અંબડ પરિવ્રાજક
બ્રહ્મદેવલોક | ૧૦ સાગરો. આરાધક (૧૩) ગુરુ આદિના પ્રત્યેનીક શ્રમણો
ત્રીજા િિલ્વષી | ૧૩ સાગરો. વિરાધક | (૧૪) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય
સહસાર દેવલોક | ૧૮ સાગરો. | આરાધક (૧૬) યંત્ર-મંત્ર-તંત્ર કરનાર આભિયોગિક શ્રમણો | અમ્રુત દેવલોક | રર સાગરો. | વિરાધક
વિરાધક
Page #205
--------------------------------------------------------------------------
________________
વિભાગ—૨ : ઉપપાત
જીવો
(૧૬) ગોશાલકના અનુયાયી આજીવિક શ્રમણો
(૧૭) પ્રવચન નિહ્નવ શ્રમણો
(૧૮) શ્રાવક
(૧૯) સંયમ આરાધક શ્રમણો
ઉત્પત્તિ
અચ્યુત દેવલોક
નવમી ત્રૈવેયક
અચ્યુત દેવલોક
મોક્ષ/સર્વાર્થસિદ્ધ
વિમાન
મોક્ષ
સ્થિતિ
૨૨ સાગરો.
૩૧ સાગરો.
૨૨ સાગરો.
સાદિ અનંત
૩૩ સાગરો.
સાદિ અનંત
૧૫૩
આરાધક
કે વિરાધક
વિરાધક
વિરાધક
આરાધક
આરાધક
(૨૦) પ્રમાદાતીત–અપ્રમત્ત શ્રમણો
નોંધ – પ્રસ્તુત પ્રકરણમાં તે તે જીવોની ઉત્કૃષ્ટતમ ગતિ અને સ્થિતિનું નિરૂપણ છે, તેથી જઘન્યમાં યથાયોગ્ય ગતિ અને સ્થિતિ સમજી લેવી જોઈએ અર્થાત્ પરલોકના વિરાધક જઘન્ય ભવનપતિ અને દસ હજારવર્ષની સ્થિતિ તથા પરલોકના આરાધક જઘન્ય પ્રથમ દેવલોક અને બે પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. શ્રી ભગવતી સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં દેવત્ત્પત્તિના ૧૪ બોલો સંક્ષિપ્તમાં છે. તેનો જ અહીં ૨૦ બોલોમાં વિસ્તાર છે.
કેવલી સમુદ્ઘાત વિષયક પ્રશ્નોઃ
५९ अणगारे णं भंते ! भावियप्पा केवलिसमुग्धाएणं समोहणित्ता, केवलकप्पं लोयं फुसित्ता णं चिट्ठइ ? हंता चिट्ठा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવિતાત્મા અણગાર કેવલી સમુદ્દાત દ્વારા આત્મપ્રદેશોને દેહથી બહાર કાઢીને શું સમગ્ર લોકને સ્પર્શ કરીને સ્થિત રહે છે ? ઉત્તર- હા, ગૌતમ ! સ્થિત રહે છે.
६० से णू भंते! केवलकप्पे लोए तेहिं णिज्जरापोग्गलेहिं फुडे ? हंता फुडे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! શું તેમના નિર્જરાના પુદ્ગલોથી સમગ્રલોક સ્પષ્ટ(વ્યાપ્ત) થાય છે ? ઉત્તર– હા, ગૌતમ ! સ્પષ્ટ થાય છે.
६१ छउमत्थे णं भंते ! मणुस्से तेसिं णिज्जरापोग्गलाणं किंचि वण्णेणं वण्णं, गंधेणं નષ, લેખ રસ, લેખ ાસ ગાળફ પાસફ ? ગોયમા ! ખો ફળકે સમઢે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! છદ્મસ્થ– વિશિષ્ટ જ્ઞાનથી રહિત સામાન્યજ્ઞાની મનુષ્યો શું તે નિર્જરા પુદ્ગલોમાં વર્ણને વર્ણરૂપે, ગંધને ગંધરૂપે, રસને રસરૂપે અને સ્પર્શને સ્પર્શરૂપે જાણે છે, દેખે છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી.
६२ सेकेट्टे भंते! एवं वुच्चइ - छउमत्थे णं मणुस्से तेसिं णिज्जरापोग्गलाणं णो િિન વળેળ વળ, યેળ થં, રસેળ રસ, હાસેનું ાસ નાળફ, પાસરૂં ?
गोयमा ! अयं णं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्धंतराए, सव्वखुड्डाए,
Page #206
--------------------------------------------------------------------------
________________
| १५४ ।
શ્રી વિવાઈસૂત્ર
वट्टे, तेलापूयसंठाणसंठिए वट्टे, रहचक्कवालसंठाणसंठिए वट्टे, पुक्खरकण्णिया संठाण संठिए वट्टे,पडिपुण्णचंदसंठाणसंठिए एक्कं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं सोलससहस्साइं दोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलियं च किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ते ।
देवेणं महिड्डीए, महजुईए, महब्बले, महाजसे, महासोक्खे, महाणुभावे सविलेवणं गंधसमुग्गयं गिण्हइ, गिण्हित्ता तं अवदालेइ, अवदालित्ता जाव इणामेव त्ति कटु केवलकप्पं जंबुद्दीवं दीवं तिहिं अच्छराणिवाएहिं तिसत्तखुत्तो अणुपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा।
सेणूणं गोयमा ! से केवलकप्पेजंबुद्दीवेदीवे तेहिं घाणपोग्गलेहि फुडे ? हंता फुडे।
छउमत्थे णं गोयमा ! मणुस्से तेसिं घाणपोग्गलाणं किंचि वण्णेणं वण्णं जाव जाणइ, पासइ ? भगवं ! णो इणढे समढे ।
से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- छउमत्थे णं मणुस्से तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि वण्णेणं वणं जाव जाणइ, पासइ । सुहुमा णं ते पोग्गला पण्णत्ता, समणाउसो ! सव्वलोयं पि यणं ते फुसित्ता णं चिटुंति । ભાવાર્થ - પ્રશ્ન- હે, ભગવન્! તેનું શું કારણ છે કે છેવસ્થ મનુષ્યો તે નિર્જરાના પુદ્ગલોના વર્ણને વર્ણરૂપે, ગંધને ગંધરૂપે, રસને રસરૂપે તથા સ્પર્શને સ્પર્શરૂપે, જાણતા નથી કે દેખતા નથી?
ઉત્તર- હે ગૌતમ! આ જંબૂદ્વીપ નામનો દ્વીપ બધા દ્વીપો તથા સમુદ્રોની બરાબર મધ્યમાં રહેલો છે. તે સર્વ દ્વીપ સમુદ્રથી નાનો અને ગોળ છે. તેનો આકાર તેલમાં બનાવેલા પુડલા, રથના પૈડા, કમળ કર્ણિકા, પૂર્ણ ચંદ્ર જેવો ગોળાકાર છે, એક લાખ યોજન લાંબો અને એક લાખ યોજન પહોળો છે. તેની परिधि त्रयाण, सोण २, ५सो सत्तावीस (3, १७, २२७) योन, २९, सो महावीस (१२८) धनुष तथा साते२ (१७॥) अंशुलथी माथि छे.
એક મહાઋદ્ધિમાન, યુતિમાન, બલવાન, મહાયશસ્વી, પરમ સુખી ઘણાજ પ્રભાવશાળી દેવ, ચંદન, કેશર આદિના વિલેપન અને સુગંધિત દ્રવ્યથી ભરેલી પરિપૂર્ણ પેટીને ગ્રહણ કરીને, તેને ખોલીને તેના સુગંધિત દ્રવ્યને ચારે બાજુ વિખેરતા ત્રણ ચપટી વગાડતા જેટલો સમય લાગે તેટલા સમયમાં સમસ્ત જંબૂદ્વીપની એકવીસવાર પરિકમ્મા કરીને તુરત પાછા આવી જાય છે ત્યારે
प्रश्र- गौतम! शुं समस्त बूद्वीपते सुगंधित ५२मामोथी व्याप्त पानी यछ ? उत्तरडा, भगवन् ! पनी लय .
પ્રશ્ન- હે ગૌતમ! શું વિશિષ્ટ જ્ઞાન રહિત છદ્મસ્થ મનુષ્યો ઘ્રાણેન્દ્રિયને યોગ્ય પુલોના વર્ણને વર્ણરૂપે વાવત્ સ્પર્શને સ્પર્શરૂપે જાણી શકે છે કે જોઈ શકે છે? ઉત્તર- હે ભગવન્! તેમ શક્ય નથી.
તેથી હે ગૌતમ ! આ રીતે કહ્યું છે કે છઘસ્થ મનુષ્યો નિર્જરાના પુલોના વર્ણને વર્ણરૂપે થાવત્
Page #207
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
૧૫૫]
સ્પર્શને સ્પર્શરૂપે કંઈપણ જાણતા નથી અને દેખતા નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોય છે અને સમગ્ર લોકનો સ્પર્શ કરી રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કેવળી સમુદ્યાત વિષયક પ્રશ્નોનું નિરૂપણ છે.
મૂળ શરીરને છોડ્યા વિના આત્મપ્રદેશોને શરીરથી બહાર ફેલાવવા, તેને સમુદ્દાત કહે છે. નિમિત્તની અપેક્ષાએ તેના સાત પ્રકાર છે– (૧) વેદના સમુદ્રઘાત, (૨) કષાય સમુઘાત (૩) મારણાંતિક સમુદ્યાત (૪) વૈક્રિય સમુદ્યાત (૫) તૈજસ સમુદ્યાત (૬) આહારક સમુદ્યાત (૭) કેવળી સમુદ્યાત. આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં કોઈક કેવળી ભગવાન આઠ સમયની વિશિષ્ટ પ્રક્રિયાથી આત્મપ્રદેશોને સમગ્ર લોકવ્યાપી બનાવે છે. તે પ્રક્રિયાને કેવળી સમુદ્દઘાત કહે છે.
કેવળી સમુઘાત સમયે કેવળી ભગવાન અનંત કર્મોની નિર્જરા કરે છે. તે નિર્જરાના પુલો પણ સમગ્ર લોકવ્યાપી બને છે, તે પુગલો રૂપી હોવા છતાં અત્યંત સૂક્ષ્મ હોવાથી વિશિષ્ટ જ્ઞાન રહિત છદ્મસ્થ મનુષ્યો તેને જાણી કે જોઈ શકતા નથી. કેવળી સમુદ્યાત:६३ कम्हा णं भंते ! केवली समोहणंति ? कम्हा णं केवली समुग्घायं गच्छंति ?
गोयमा ! केवली णं चत्तारि कम्मंसा अपलिक्खीणा भवंति, तं जहा- वेयणिज्जं, आउयं, णाम, गोत्तं । सव्वबहुए से वेयणिज्जे कम्मे भवइ । सव्वोत्थोए से आउए कम्मे भवइ । विसमं समं करेइ बंधणेहिं ठिईहि य, विसमसमकरणयाए बंधणेहिं ठिईहि य । एवं खलु केवली समोहणति, एवं खलु केवली समुग्घायं गच्छति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કેવળી ભગવાન આત્મપ્રદેશોને શા માટે ફેલાવે છે? કેવળી ભગવાન સમુદ્યાત શા માટે કરે છે?
ઉત્તરહે ગૌતમ ! કેવળી ભગવાનને વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર આ ચાર કર્મો ક્ષીણ થયા નથી. તેમાં (કેટલાક કેવળીને) વેદનીય કર્મની સ્થિતિ સર્વથી અધિક હોય અને આયુષ્ય કર્મની સ્થિતિ સર્વથી ઓછી હોય છે. કર્મોની સ્થિતિ અને બંધની વિષમતાને સમ કરે છે.(ચારે ય) કર્મોના સ્થિતિ અને બંધને સમાન કરવા માટે કેવળી ભગવાન આત્મપ્રદેશોને વિસ્તીર્ણ કરે છે અને સમુદ્યાત કરે છે. |६४ सव्वे विणं भंते ! केवली समुग्घायं गच्छंति? णो इणढे समढे;
अकित्ता णं समुग्घायं, अणंता केवली जिणा ।
जरामरणविप्पमुक्का, सिद्धिं वरगई गया ॥ ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્!શું બધા કેવળી ભગવાન સમુદ્યાત કરે છે? ઉત્તર-હે ગૌતમ!તેમ હોતું નથી.
ગાથાર્થ- સમદુઘાત કર્યા વિના પણ અનંત કેવળી જિનેશ્વરો જન્મ, જરા મરણથી સર્વથા મુક્ત થઈને શ્રેષ્ઠ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયા છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
६५ कइसमए णं भंते ! आउज्जीकरणे पण्णत्ते ? गोयमा ! असंखेज्जसमइए अंतोमुहुत्तिए પળત્ત |
૧૫૬
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આવર્જીકરણની(મોક્ષની સન્મુખ થવાની ક્રિયાની) કાલ મર્યાદા કેટલા સમયની છે ? ઉત્તર– હે ગૌતમ ! અસંખ્યેય સમયવર્તી અંતર્મુહૂર્તની છે.
६६ केवलिसमुग्घा णं भंते ! कइसमइए पण्णत्ते ?
गोमा ! अट्ठसमइ पण्णत्ते । तं जहा- पढमे समए दंड करेइ, बिईए समए कवाडं करेइ, तइए समए मंथं करेइ, चउत्थे समये लोयं पूरेइ, पंचमे समए लोयं पडिसाहरइ, छट्ठे समए मंथं पडिसाहरइ, सत्तमे समए कवाडं पडिसाहरइ, अट्ठमे सम दंडं पडिसाहरइ । तओ पच्छा सरीरत्थे भवइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેવળી સમુદ્દાતની કાલ મર્યાદા કેટલા સમયની છે ?
ઉત્તર– હે ગૌતમ ! કેવળી સમુદ્દાતની કાલમર્યાદા આઠ સમયની હોય છે. જેમ કે– પહેલા સમયે આત્મપ્રદેશોનો વિસ્તાર કરીને દંડના આકારમાં પરિણત કરે છે.
બીજા સમયે આત્મપ્રદેશો પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ફેલાવીને કપાટનો આકાર ધારણ કરી લે છે. ત્રીજા સમયે આત્મપ્રદેશો દક્ષિણ તથા ઉત્તર દિશામાં ફેલાવીને મંથાન– છાશ ફેરવવાની ૨વાઈ જેવો આકાર ધારણ કરે છે. ચોથા સમયે આત્મપ્રદેશો વિસ્તીર્ણ થઈ વચ્ચેના અંતરાલની પૂર્તિ કરી લોકવ્યાપી બને છે. પાંચમા સમયે અંતરાલમાં રહેલા આત્મપ્રદેશોને પ્રતિસંહત કરે છે એટલે કે પાછા સંકોચી લે છે. છઠ્ઠા સમયે મંથાનના આકારમાં સ્થિત રહેલા આત્મપ્રદેશોને સંકોચે છે. સાતમા સમયે કપાટ આકારમાં સ્થિત રહેલા આત્મપ્રદેશોનો સંકોચ કરે છે. આઠમા સમયમાં દંડના આકારમાં સ્થિત આત્મપ્રદેશોને સંકોચીને તે શરીરસ્થ બની જાય છે.
६७ से णं भंते ! तहा समुग्धायं गए किं मणजोगं जुंजइ ? वयजोगं जुंजइ ? कायजोगं ગુંગ? ગોયમા ! ખો મળનોનું ગુંગર, ખો વયનોય ગુંગર, જાયનોન ગુંગર |
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સમુદ્દાતમાં પ્રવર્તમાન કેવળી ભગવાન શું મનયોગનો પ્રયોગ કરે છે, વચનયોગનો પ્રયોગ કરે છે કે કાયયોગનો પ્રયોગ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે મનોયોગનો પ્રયોગ કરતા નથી, વચનયોગનો પ્રયોગ કરતા નથી પરંતુ તે કાયયોગનો પ્રયોગ કરે છે.
६८ कायजोगं जुंजमाणे किं ओरालिय- सरीर- कायजोगं जुंजइ ? ओरालिय- मिस्स - सरीर- कायजोगं जुंजइ ? वेडव्विय - सरीरकायजोगं जुंजइ ? वेडव्वियमिस्स - सरीरकायजोगं जुंजइ? आहारग- सरीरकायजोगं जुंजइ ? आहारगमिस्स - सरीरकायजोगं जुंजइ ? कम्मसरीरकायजोगं जुंजइ ?
गोयमा ! ओरालियसरीरकायजोगं जुंजइ, ओरालियमिस्ससरीरकायजोगं पि जुंजइ, णो वेडव्वियसरीरकायजोगं जुंजइ, णो वेउव्वियमिस्ससरीरकायजोगं जुंजइ, णो
Page #209
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૨: ઉપપાત
[ ૧૫૭]
आहारगसरीरकायजोगं जुजइ, णो आहारगमिस्ससरीरकायजोगंगँजइ, कम्मसरीर-कायजोगं पि जुंजइ, पढमट्ठमेसु समएसु ओरालियसरीरकायजोगं जुंजइ, बिइयछट्ठ-सत्तमेसु समएसु ओरालियमिस्ससरीरकायजोगं जुंजइ, तइयचउत्थपंचमेहिं कम्मसरीर-कायजोगं जुंजइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! કેવળી સમુદ્દઘાતમાં કાયયોગનો પ્રયોગ કરતા કેવળી ભગવાન શું ઔદારિક કાયયોગનો પ્રયોગ કરે છે અર્થાત્ ઔદારિક શરીરથી ક્રિયા કરે છે, ઔદારિક મિશ્રકાયયોગનો પ્રયોગ કરે છે, વૈક્રિયકાય યોગનો પ્રયોગ કરે છે, વૈક્રિયમિશ્ર કાયયોગનો પ્રયોગ કરે છે, આહારક કાયયોગનો પ્રયોગ કરે છે, આહાર-મિશ્ર કાયયોગનો પ્રયોગ કરે છે કે કાર્પણ કાયયોગનો પ્રયોગ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ઔદારિક શરીર કાય યોગનો પ્રયોગ કરે છે, ઔદારિક મિશ્ર કાયયોગનો પ્રયોગ પણ કરે છે. વૈક્રિય શરીર કાયયોગનો પ્રયોગ કરતા નથી, વૈક્રિય મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ પણ કરતા નથી. આહારક શરીર કાયયોગનો પ્રયોગ કરતા નથી. આહરક મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ પણ કરતા નથી. કાર્પણ શરીર કાયયોગનો પ્રયોગ કરે છે. પહેલા અને આઠમા સમયે તે ઔદારિક કાયયોગનો પ્રયોગ કરે છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયે તે ઔદારિક મિશ્ર કાયયોગનો પ્રયોગ કરે છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયે તે કાર્પણ કાયયોગનો પ્રયોગ કરે છે. |६९ सेणं भंते ! तहा समुग्घायगए सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिणिव्वाइ, सव्वदुक्खाणमंतं करेइ ? णो इणढे समढे? से णं तओ पडिणियत्तइ, पडिणियत्तित्ता इहमागच्छइ, आगच्छित्ता तओ पच्छा मणजोगं पिझुंजइ, वयजोग पिगँजइ, कायजोगं पिझुंजइ । ભાવાર્થઃ-પ્રશ્ન- હે ભગવન્! શું કેવળી ભગવાન સમુઘાત અવસ્થામાં જ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત થાય છે કે સર્વ દુઃખોનો અંત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ થતું નથી. કેવળી ભગવાન સમુઘાતથી પાછા ફરીને શરીરમાં અવસ્થિત થાય છે. ત્યારપછી મનોયોગ, વચનયોગ અને કાયયોગનો પ્રયોગ કરે છે. માનસિક, વાચિક, કાયિક, ક્રિયા પણ કરે છે.
७० से णं भंते ! मणजोगं जुजमाणे किं सच्च-मणजोगं जुजइ, मोसमणजोगं जुजइ, सच्चामोस-मणजोगं जुजइ, असच्चामोस-मणजोगं जुंजइ ? गोयमा ! सच्च-मणजोगं जुजइ, णो मोसमणजोगं जुंजइ, णो सच्चामोस-मणजोगं जुंजइ, असच्चामोस-मणजोगं पि जुंजइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનોયોગનો ઉપયોગ કરતા કેવળી ભગવાન શું સત્ય મનોયોગનો ઉપયોગ કરે છે, અસત્ય મનોયોગનો ઉપયોગ કરે છે, સત્યમૃષા–મિશ્ર મનોયોગનો ઉપયોગ કરે છે કે અસત્યામૃષા(વ્યવહાર) મનોયોગનો ઉપયોગ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તેઓ સત્ય મનોયોગનો ઉપયોગ કરે છે. અસત્ય મનોયોગનો ઉપયોગ કરતા નથી. મિશ્ર મનોયોગનો પણ ઉપયોગ કરતા નથી, પરંતુ વ્યવહાર મનોયોગનો તે ઉપયોગ કરે છે.
७१ से णं भंते ! वयजोगं जुंजमाणे किं सच्च-वइजोगं जुंजइ, मोस-वइजोगं जुंजइ, सच्चामोस-वइजोगं जुजइ, असच्चामोस-वइजोगं जुजइ ? गोयमा ! सच्च-वइजोगं जुजइ, णो मोस-वइजोगं जुंजइ, णो सच्चामोस-वइजोगं जुंजइ, असच्चामोस-वइजोगं पिजुंजइ ।
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વચનયોગનો પ્રયોગ કરતા કેવળી ભગવાન શું સત્ય વચનયોગનો પ્રયોગ કરે છે, અસત્ય વચનયોગનો પ્રયોગ કરે છે, સત્યમૃષા(મિશ્ર)વચનયોગનો પ્રયોગ કરે છે કે અસત્યમૃષા(વ્યવહાર) વચનયોગનો પ્રયોગ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તેઓ સત્ય વચનયોગનો પ્રયોગ કરે છે, અસત્ય વચનયોગનો પ્રયોગ કરતા નથી, મિશ્ર વચનયોગનો પ્રયોગ કરતા નથી. વ્યવહાર વચનયોગનો પ્રયોગ કરે છે.
૧૫૮
७२ से णं भंते ! कायजोगं जुंजमाणे किं करेइ ? गोयमा ! कायजोगं जुंजमाणे आगच्छेज्ज वा चिट्ठेज्ज वा णीसीएज्ज वा तुयट्टेज्ज वा उल्लंघेज्ज वा पलंघेज्ज वा उक्खेवणं वा अवक्खेवणं वा तिरियक्खेवणं वा करेज्जा पाडिहारियं वा पीढ फलगसेज्जासंथारगं पच्चप्पिणेज्जा ।
ભાવાર્થ:- કેવળી ભગવાન કાયયોગનો પ્રયોગ કરતાં આગમન કરે(આવે) છે, ઊભા થાય છે, બેસે છે, સૂવે છે, ઉલ્લંઘન કરે છે, વિશેષ રૂપથી ઉલ્લંઘન કરે છે, ઉત્સેપણ કરે છે અર્થાત્ હાથ આદિને ઉપર કરે છે, અવક્ષેપણ– નીચે કરે છે તથા તિર્યક ક્ષેપણ— તિરછા અથવા આગળ, પાછળ કરે છે અથવા ઊંચી-નીચી અને તિરછી ગતિ કરે છે. પાઢિયારા–પાછા આપી દેવા યોગ્ય ઉપકરણ-પાટ, શય્યા, સંસ્તારક આદિ પાછા આપવા જાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે કેવળી સમુદ્દાતની પૂર્વ તૈયારી રૂપ આવકરણ, કેવળી સમુદ્દાતનું પ્રયોજન, તેનું સ્વરૂપ અને સમુદ્દાત પછી યોગની પ્રવૃત્તિ વગેરે વિષયોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આવર્જીકરણ :- આવર્પતમિમુલી તેિ મોલોનેન કૃતિ આવર્ષ: તસ્ય વાળ આવીવાન્ । કેવળી સમુદ્દાત પહેલાં અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત કાલ દરમયાન જીવ મોક્ષની સન્મુખ થાય છે. તેને આવર્જીકરણ કહે છે. તે કાલ દરમ્યાન ત— વવાવશિવાયામ્ ર્મપુત્ાત પ્રક્ષેપવ્યાપારપ વીરાવિશેષ:। કર્મ પુદ્ગલોનો પ્રક્ષેપ ઉદયાવલિકામાં થાય છે. તેથી તે પ્રક્રિયામાં વિશેષ પ્રકારની ઉદીરણા હોય છે.
પ્રત્યેક મોક્ષગામી જીવો આવર્જીકરણ અવશ્ય કરે છે.
કેવલી સમુદ્દાતનું પ્રયોજન :– કેવળી ભગવાનને વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર, તે ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે. તેમાં આયુષ્ય કર્મની સ્થિતિ કરતાં શેષ ત્રણ કર્મોની સ્થિતિ આદિ વધુ હોય, તો આયુષ્ય પૂર્ણ થઈ જાય અને શેષ ત્રણ કર્મોનો ભોગ રહી જાય છે. કેવળી ભગવાનને સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષે જવાનું હોય છે, તેથી આયુષ્યની પૂર્ણતા થતાં જ સર્વ કર્મોનો ક્ષય થાય તે પ્રકારની સ્થિતિનું સર્જન કરવા, માટે કેવળી ભગવાન સમુદ્દાત કરે છે.
તેમાં જે કેવળી ભગવાનને છ મહિનાથી અધિક આયુષ્ય બાકી રહ્યું હોય, ત્યારે જેને કેવળજ્ઞાન થાય તે કેવળી ભગવાનને પોતાના આયુષ્યકાલ દરમ્યાન સર્વ કર્મોની સ્થિતિ સહજતાથી સમાન થઈ જાય છે તેથી તેમને કેવળી સમુદ્દાતની આવશ્યકતા રહેતી નથી.
પરંતુ જેને પોતાના આયુષ્યના જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ છ મહિના બાકી રહ્યા હોય, ત્યારે કેવળજ્ઞાન થાય અને તેના અઘાતીકર્મોની સ્થિતિમાં જો અતિ વિષમતા હોય, તો તે કેવળી ભગવાન
Page #211
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
[ ૧૫૯]
આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં કેવળી સમુઘાત કરીને ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમાન કરે છે. કેવળી સમુદ્યાતની કાલમર્યાદા માત્ર આઠ સમયની જ છે. કેવળી સમુદ્યતનું સ્વરૂપ –
-
પ્રથમ સમય
–
બીજો સમય
ને ત્રીજો સમય
-
-ચોથો
સમય
આઠમોé સાતમો ( સમય સમય
-
છઠ્ઠો સમય
પાંચમો - સમય
* *
,.
*
| **,***— - --- --* *
r
.
:
vi૪
.1-. surti kalakી
zબનરૂજ
સર્જ
1 tોક+LM '* * *
E3
•
* *
I
!
...
'* * * *
શરીરાકાર
--- - કનurav
જ
- ૨- રાત
+-
1
we wer:
ક
RA
vil )
-
કે એ
દંડાકાર પૂર્વ-પશ્ચિમ કપાટાકાર
ઉત્તર-દક્ષિણ કપાટ બનતો મંથનાકાર
સંપૂર્ણ લોકપૂરણ
અવસ્થા
પ્રથમ સમયમાં કેવળી ભગવાન આત્મપ્રદેશોને દંડના આકારમાં ફેલાવે છે. તે દંડની પહોળાઈ અને જાડાઈ શરીર પ્રમાણ અને લંબાઈમાં ઊર્ધ્વલોકાંતથી અધોલોકાંત પર્યત એટલે ચૌદ રજું પ્રમાણ હોય છે. બીજે સમયે તે દંડને પૂર્વ-પશ્ચિમ (અથવા ઉત્તર-દક્ષિણ) ફેલાવે છે. તેથી તે દંડ લોક પર્યત ફેલાયેલા બે કપાટનો આકાર ધારણ કરે છે. ત્રીજા સમયે પૂર્વ-પશ્ચિમ દિશામાં લોકાંત પર્યત ફેલાયેલા આત્મપ્રદેશોને ઉત્તર-દક્ષિણ(અથવા પૂર્વ-પશ્ચિમ) દિશામાં લોકાંત પર્યત ફેલાવીને તે જગ્યાને પૂરિત કરે છે. ત્યારે તે જ કપાટ મંથાનનો આકાર ધારણ કરે છે. આમ કરવાથી લોકનો અધિકાંશ ભાગ આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઈ જાય છે. માત્ર લોકાંતના ખૂણાના પ્રદેશો ખાલી રહે છે. ચોથા સમયે તેને પણ પૂર્ણ કરીને સમસ્ત લોકાકાશના પ્રદેશોને આત્મપ્રદેશોથી વ્યાપ્ત કરે છે. કારણ કે આત્માના અસંખ્યાત પ્રદેશો
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
લોકાકાશના પ્રદેશોની સમાન છે. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે વિપરીત ક્રમથી આત્મપ્રદેશોનો સંકોચ કરીને શરીરસ્થ થઈ જાય છે.
૧૬૦
જેમ ઘડી કરેલું ભીનું કપડું સૂકાતા કલાકો વ્યતીત થઈ જાય છે પરંતુ તે જ કપડાંને પહોળું કરતાં તે તુરંત સૂકાઈ જાય છે. તે જ રીતે આત્મપ્રદેશો આખા લોકમાં વિસ્તૃત થતાં કર્મો શીઘ્ર ક્ષય પામે છે. આઠ સમયની આ પ્રક્રિયા દ્વારા વેદનીયાદિ ચારે અઘાતી કર્મોની વિષમતા દૂર થઈ જાય છે. તે ઉપરાંત અનંત કર્મોની નિર્જરા થાય છે.
કેવળી સમુદ્દાતમાં યોગ :– આઠ સમયમાં મનોયોગ કે વચનયોગનો પ્રયોગ થતો નથી. કાયયોગના સાત પ્રકારમાંથી ત્રણ પ્રકારના કાયયોગ હોય છે. તેમાં પ્રથમ અને આઠમા સમયે ઔદારિક કાયયોગ, બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિક મિશ્રકાયયોગ અને ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્પણ કાયયોગ હોય છે.
સમુદ્દાત પછી યોગની પ્રવૃત્તિ :– આઠ સમયના સમુદ્દાત પછી કેવળી ભગવાનને અંતર્મુહૂર્તનું આયુષ્ય શેષ હોય છે. તે કાલમાં તે સયોગી અવસ્થામાં ત્રણે યોગનો પ્રયોગ કરે છે. સત્ય અને વ્યવહાર મનોયોગ દ્વારા મનઃપર્યવજ્ઞાની કે અનુત્તર વિમાનવાસી દેવોએ મનથી પૂછેલા પ્રશ્નોના મનથી ઉત્તર આપી શકે છે. સત્ય અને વ્યવહાર વચનયોગ દ્વારા ઉપદેશ અથવા પ્રશ્નોના ઉત્તર આપે છે અને ઔદારિક કાયયોગ દ્વારા ગમનાગમન આદિ સંયમ સમાચારી સંબંધી કાયિક પ્રવૃત્તિ કરે છે.
યોગ નિરોધ અને સિદ્ધાવસ્થા ઃ
७३ से णं भंते! तहा सजोगी सिज्झइ जाव सव्वदुक्खाणं अंत करेइ ? णो इणट्ठे समट्ठे ।
से णं पुव्वामेव सण्णिस्स पंचिदियस्स पज्जत्तगस्स जहण्णजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं पढमं मणजोगं णिरुंभइ, तयाणंतरं च णं बेइंदियस्स पज्जत्तस्स जहण्णजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं बिइयं वइजोगं णिरुंभइ, तयाणंतरं च णं सुहुमस्स पणगजीवस्स अपज्जत्तगस्स जहण्णजोगस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं तइयं कायजोगं णिरुंभइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું સયોગી–મન, વચન તથા કાયયોગ યુક્ત તે કેવળી ભગવાન સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી.
તે કેવળી ભગવાન સર્વ પ્રથમ પર્યાપ્ત પંચેન્દ્રિય જીવના જઘન્ય મનયોગથી નીચેના સ્તરથી અસંખ્યાત ગુણ હીન(સ્થૂલ) મનોયોગનો નિરોધ કરે છે. ત્યારપછી પર્યાપ્ત બેઇન્દ્રિય જીવના જઘન્ય વચનયોગથી નીચેના સ્તરથી અસંખ્યાત ગુણહીન(સ્કૂલ) વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી અપર્યાપ્ત સૂક્ષ્મ પનક જીવના જઘન્ય યોગથી નીચેના સ્તરથી અસંખ્યાત ગુણહીન(સ્કૂલ) કાયયોગનો નિરોધ કરે છે.
७४ से णं एएणं उवाएणं पढमं मणजोगं णिरुंभइ, मणजोगं णिरुंभित्ता वयजोगं णिरुंभइ, वयजोगं णिरुंभित्ता कायजोगं णिरुंभइ, कायजोगं णिरुंभित्ता आणपाणणिरोहं करेइ, आणपाणणिरोहं करेत्ता अजोगत्तं पाउणइ, अजोगत्तणं पाउणित्ता ईसिं
Page #213
--------------------------------------------------------------------------
________________
| વિભાગ–૨: ઉપપાત
[ ૧૬૧ |
हस्सपंचक्खरुच्चारणद्धाए असंखेज्जसमइयं अंतोमुहुत्तियं सेलेसिं पडिवज्जइ, पुव्वरइयगुणसेढियं च णं कम्मं तीसे सेलेसिमद्धाए असंखेज्जेहिं गुणसेढीहिं अणंते कम्मंसे खवयंते वेयणिज्जाउयणामगोए इच्चेते चत्तारि कम्मसे जुगवं खवेइ, खवित्ता ओरालियतेयकम्माई सव्वाहिं विप्पजहणाहिं विप्पजहइ, विप्पजहित्ता उज्जुसेढीपडिवण्णे अफुसमाणगईए उर्ल्ड एक्कसमएणं अविग्गहेण गंता सागारोवउत्ते सिज्झइ । ભાવાર્થ:- આ ઉપાય કે ઉપક્રમ દ્વારા તે કેવળી ભગવાન પહેલા મનોયોગનો વિરોધ કરે છે. મનયોગનો નિરોધ કરીને વચનયોગનો વિરોધ કરે છે. વચનયોગનો વિરોધ કરીને કાયયોગનો વિરોધ કરે છે. કાયયોગનો નિરોધ કરીને સર્વથા યોગનો વિરોધ કરે છે. યોગ નિરોધ કરીને તે અયોગ અવસ્થા પ્રાપ્ત કરે છે. અયોગાવસ્થા પ્રાપ્ત કરીને ઈષત્ સ્પષ્ટ પાંચ હૃસ્વ અક્ષરો અ, ઇ, ઉં, ઋ અને વૃના ઉચ્ચારણ કાલ પ્રમાણ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તમાં શેલેશી અવસ્થા(મેરુસમ અકંપદશા) પ્રાપ્ત કરે છે. તે શેલેશી કાળમાં પૂર્વ રચિત અસંખ્યાતગુણશ્રેણીઓના અનંત કર્માશોનો ક્ષય કરતા વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર આ ચાર કર્મોનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી ઔદારિક, તૈજસ, કાર્મણ શરીરનો પૂર્ણરૂપથી પરિત્યાગ કરી દે છે, એ પ્રમાણે કરીને અજુ શ્રેણીને પ્રાપ્ત કરીને, અન્ય આકાશ પ્રદેશને ન સ્પર્શતી એવી અસ્પૃશ્યમાન ગતિ દ્વારા, એક સમયમાં, ઊર્ધ્વદિશામાં ગમન કરી સાકારોપયોગ-જ્ઞાનના ઉપયોગમાં સિદ્ધ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યોગનિરોધ ક્રમ અને સિદ્ધ થવાની પ્રક્રિયાનું નિરૂપણ છે. યોગનિરોધ - આયુષ્યના અંતિમ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તકાલ દરમ્યાન કેવળી ભગવાન યોગનિરોધ કરે છે. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનના ત્રીજા ચરણમાં પ્રવર્તમાન સાધક સર્વ પ્રથમ સ્થૂલ કાયયોગનો આશ્રય લઈને સ્કૂલ વચનયોગ અને મનોયોગને સૂક્ષ્મ બનાવે છે પછી સૂક્ષ્મ મનોયોગનું આલંબન લઈને સ્થૂલ કાયયોગને સૂક્ષ્મ બનાવે છે, ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી સૂક્ષ્મ મનોયોગ અને વચનયોગનો વિરોધ કરે અને ત્યાર પછી સૂક્ષ્મકાયયોગનો વિરોધ કરે છે. અંતે અસંખ્યાત સમયમાં શ્વાસોચ્છવાસનો નિરોધ થઈ જાય છે. શૈલેશી અવસ્થા :- યોગનો નિરોધ થતાં જ કેવળી ભગવાન અયોગી તેમજ શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે. તેમાં આત્મપ્રદેશો સંપૂર્ણતઃ નિષ્ઠપ થઈ જાય છે. તેની સ્થિતિ “અ, ઇ, ૩, , ” પાંચ હૃસ્વ અક્ષરના ઉચ્ચારણ કાલ પ્રમાણ છે. તે કાલ દરમ્યાન પૂર્વ રચિત ગુણશ્રેણી પ્રમાણે અનંત કર્મોનો નાશ કરે છે. આ રીતે આ ચારે અઘાતી કર્મો નાશ પામે છે, ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીર છૂટી જાય છે, દેહમુક્ત થયેલો તે આત્મા સિદ્ધ થાય છે. ગણશ્રેણી - કાલાન્તરમાં વેદન કરવા યોગ્ય વેદનીયાદિ કર્મદલિકોનો ક્ષય કરવા માટે તેની વિશેષ પ્રકારે ગોઠવણી કરવી તેને ગુણશ્રેણી કહે છે. તેમાં પ્રથમ સમયથી બીજા સમયે અસંખ્યાતગુણ અધિક કર્મદલિકો હોય છે. આ રીતે તેમાં પ્રતિસમય ઉત્તરોત્તર અસંખ્યાતગુણ અધિક કર્મદલિકોની રચના-ગોઠવણી હોય છે. આ જ ક્રમથી અસંખ્યાત સમય સુધી કર્મોનો નાશ થતાં અનંત કર્માશોનો નાશ થઈ જાય છે. ૩_દીપ - જશ્રેણીને પ્રાપ્ત થઈને- કર્મમુક્ત થયેલો જીવ ત્ર&જુશ્રેણી અર્થાતુ વળાંક રહિત
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
સીધી શ્રેણીથી જ ગમન કરે છે. મુક્ત થયેલો જીવ એક સમયમાં જ લોકાગ્રે પહોંચી જાય છે. જો સીધી ગતિથી જાય, તો જ એક સમયમાં પહોંચી શકે; વળાંકવાળી ગતિમાં બે, ત્રણ સમય લાગે છે. આત્મા જે ક્ષેત્રથી સિદ્ધ થાય, તેની જ બરાબર ઉપર સિદ્ધ ક્ષેત્રમાં લોકાગ્રે પહોંચી જાય છે. આ રીતે મુક્ત થયેલા જીવનું ગંતવ્ય સ્થાન એકદમ સીધાઈમાં જ હોવાથી તેને વળાંક લેવાની જરૂર હોતી નથી, તેથી જ તે જીવ એક સમયની ઋજુગતિથી ત્યાં પહોંચી જાય છે.
૧૬૨
असमा ઃ– અસ્પૃશ્યમાનગતિ (૧) સ્વાવગાઢ આકાશ પ્રદેશો સિવાયના બાકીના આકાશ પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જે ગતિ થાય, તે અસ્પૃશ્યમાનગતિ છે. (૨) મનુષ્ય ક્ષેત્રમાંથી સિદ્ધ ક્ષેત્ર સુધી પહોંચવામાં અંતરાલવર્તી આકાશ પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જે ગતિ થાય, તે અસ્પૃશ્યમાન ગતિ છે. મુક્ત થયેલો જીવ એક સમયમાં લોકાગ્રે પહોંચી જાય છે. જો તે વચ્ચેના આકાશપ્રદેશોને સ્પર્શ કરતો જાય, તો એક સમયમાં પહોંચી શકે નહીં, ખરેખર સિદ્ધ થયેલો જીવ જે સમયે કર્મોથી મુક્ત થાય છે, તે જ સમયે લોકાગ્રે સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાય છે, તેમાં તેને અન્ય સમય વ્યતીત થતો નથી. માર્ગમાં અન્ય સમય ન લાગવાની અપેક્ષાએ જ તે આકાશ પ્રદેશ અસ્પૃષ્ટ કહેવાય છે. તેથી મુક્ત । જીવની અસ્પૃશ્યમાન
ગતિ કહી છે.
સારોવત્તે સિાફ ઃ– સાકારોપયોગે સિદ્ધ થાય છે. મુક્ત થયેલા જીવને કેવળજ્ઞાન અને કેવળદર્શન તે બે ઉપયોગ હોય છે. તેમાં સિદ્ધ થવાના સમયે અવશ્ય સાકારોપયોગ– કેવળજ્ઞાનનો ઉપયોગ હોય છે. કારણ કે કોઈ પણ લબ્ધિ કે ઉપલબ્ધિ સાકારોપયોગમાં જ પ્રાપ્ત થાય છે.
સિદ્ધોનું સ્વરૂપ ઃ
७५
णं तत्थ सिद्धा हवंति साईया, अपज्जवसिया, असरीरा, जीवघणा, વંસળળાળોવત્તા, િિનાયકા, ગિરેયળા, ખીરયા, પિમ્મતા, વિતિમિરા, વિસુદ્ધા सासयमणागयद्धं कालं चिट्ठति ।
ભાવાર્થ :- તે સિદ્ધો સાદિ—મોક્ષ પ્રાપ્તિના કાળની અપેક્ષાથી આદિ સહિત, અપર્યવસિત-અંતરહિત, અશરીરી–શરીરરહિત, જીવઘન–પોલાણ રહિત સઘન આત્મપ્રદેશયુક્ત, જ્ઞાનરૂપ સાકાર તથા દર્શનરૂપ અનાકાર ઉપયોગસહિત, નિષ્ઠિતાર્થ– કૃત કૃત્ય, જેના સર્વ કાર્યો સમાપ્ત થયા છે તેવા, નિરંજન—નિશ્ચલ, સ્થિર, નીરજ–બધ્યમાન કર્મરૂપી રજથી રહિત, નિર્મલ–મલરહિત, પૂર્વબદ્ધ કર્મોથી મુક્ત, વિતિમિર– અજ્ઞાનરૂપી અંધકારથી રહિત, વિશુદ્ધ—પરમશુદ્ધ સિદ્ધ ભગવાન ભવિષ્યમાં શાશ્વત કાલપર્યંત રહે છે. ७६ सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ - ते णं तत्थ सिद्धा भवंति साईया, अपज्जवसिया जाव चिट्ठति ।
गोया ! से जहाणामाए बीयाणं अग्गिदड्डाणं पुणरवि अंकुरुप्पत्ती ण भवइ, ए वामेव सिद्धाणं कम्मबीए दड्ढे पुणरवि जम्मुप्पत्ती ण भवइ । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ- ते णं तत्थ सिद्धा भवंति सादीया, अपज्जवसिया जाव चिट्ठति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે સિદ્ધ ભગવાન સાદિ અનંત છે યાવત્ શાશ્વતકાળ પર્યંત સ્થિત રહે છે ?
Page #215
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
[ ૧૬૩]
ઉત્તર- હે ગૌતમ! જેવી રીતે અગ્નિથી બળેલા બીજ ફરી અંકુરિત થતા નથી તેવી રીતે કર્મરૂપી બીજનો ક્ષય થવાથી સિદ્ધોની પણ ફરીથી જન્મોત્પત્તિ થતી નથી. હે ગૌતમ ! તેથી એમ કહ્યું છે કે સિદ્ધો સાદિ અનંત છે યાવતું શાશ્વત કાલ પર્યત ત્યાં સ્થિત રહે છે. સિદ્ધ થનારા જીવોની યોગ્યતા:
७७ जीवा णं भंते ! सिज्झमाणा कयरम्मि संघयणे सिझंति ? गोयमा ! वइरोसभणारायसंघयणे सिज्झति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ થતા જીવો કયા સહનનમાં હોય તો સિદ્ધ થાય છે? ઉત્તર– હે ગૌતમ! વજઋષભનારા સંઘયણવાળા હોય, તે સિદ્ધ થાય છે.
७८ जीवा णं भंते ! सिज्झमाणा कयरम्मि संठाणे सिझंति ? गोयमा ! छण्हं संठाणाणं अण्णयरे संठाणे सिझंति । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! સિદ્ધ થતા જીવો કયા સંસ્થાનવાળા હોય તો સિદ્ધ થાય છે? ઉત્તર-હે ગૌતમ! છ સંસ્થાનોમાંથી કોઈપણ સંસ્થાનમાં સિદ્ધ થાય છે. ७९ जीवा णं भंते ! सिज्झमाणा कयरम्मि उच्चत्ते सिझंति ? गोयमा ! जहण्णेणं सत्तरयणीए, उक्कोसेणं पंचधणुसइए सिझंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ થતા જીવો કેટલી ઊંચાઈવાળા હોય તો સિદ્ધ થાય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય સાત હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો(૫૦૦) ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. | ८० जीवा णं भंते ! सिज्झमाणा कयरम्मि आउए सिझंति ? गोयमा ! जहण्णेणं साइरेगट्ठवासाउए, उक्कोसेणं पुव्वकोडियाउए सिझंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ થતા જીવો કેટલા આયુષ્યવાળા હોય તો સિદ્ધ થાય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય આઠ વર્ષથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ કોડપૂર્વના આયુષ્યવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સિદ્ધ થનારા જીવોના મનુષ્ય અવસ્થાના સંઘયણ આદિ ચાર તત્ત્વોનું નિરૂપણ છે. (૧) સંઘયણ :- મોક્ષ પ્રાપ્તિની સાધના માટે શરીરની મજબૂતાઈ જરૂરી છે. તેથી જ એક વજઋષભનારાચ સંઘયણવાળા જીવો જ મોક્ષે જઈ શકે છે. શેષ પાંચ સંઘયણવાળા સાધક-આરાધક દેવગતિમાં જાય છે. (૨) સંસ્થાનઃ-મોક્ષ પ્રાપ્તિની સાધનામાં દેહાકૃતિનું કોઈ મહત્ત્વ નથી. તેથી છ સંસ્થાનમાંથી કોઈ પણ સંસ્થાનવાળા જીવો મોક્ષે જઈ શકે છે. (૩) અવગાહના :- જઘન્ય સાત હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા જીવો મોક્ષે જઈ શકે છે. તેનાથી અધિક અવગાહના યુગલિક મનુષ્યોમાં જ હોય છે અને યુગલિકો રત્નત્રયની સાધના કરી મોક્ષે જઈ શકતા નથી.
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
નફોળ સત્તરયળી:– જઘન્ય સાત હાથની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. ત્રીજા અને ચોથા આરામાં જન્મેલા મનુષ્યો જ સિદ્ધ થઈ શકે છે. ચોથા આરાના અંતે મુનષ્યોની અવગાહના સાત હાથની હોય છે. તેથી સૂત્રકારે જઘન્ય સાત હાથની અવગાહનાવાળા સિદ્ઘ થાય, તે પ્રમાણે સામાન્ય કથન કર્યું છે.
૧૬૪
સૂત્ર ૯૦ ગાથા-૭માં સિદ્ધોની જઘન્ય અવગાહના એક હાથ આઠ અંગુલની કહી છે. તેથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધ થનારા મનુષ્યોની અવગાહના બે હાથની પણ હોય શકે છે પરંતુ આ કથન વિશેષ અપેક્ષાએ છે.
ચોથા આરાના અંતે સામાન્ય રીતે મનુષ્યોની અવગાહના સાત હાથની જ હોય છે પરંતુ કોઈ વામન સંસ્થાનવાળા નવ વર્ષના મનુષ્યોની અવગાહના બે હાથની હોય તો પણ તે સિદ્ધ થઈ શકે છે. આ રીતે સૂત્રકારના બંને સ્થાનના કથનો સાપેક્ષ છે.
વૃત્તિકારના અભિપ્રાય અનુસાર જઘન્ય સાત હાથની અવગાહના તીર્થંકરોની અપેક્ષાએ છે. ફ્લ નયન્ય તીર્થસાપેક્ષવા થિતમ્ । તો હિલ્લ પ્રમાણેન જૂમાંપૂર્ણળ ન વિશેષઃ । અર્થાત્ સિદ્ધ
થનારા જીવોની જઘન્ય અવગાહના તીર્થંકરોની અપેક્ષાએ સાત હાથની છે. તેથી બે હાથના વામન સંસ્થાનવાળા કૂર્માપૂત્રના મોક્ષ જવામાં વિરોધ થતો નથી.
(૪) આયુષ્ય :– જઘન્ય સાધિક આઠ વર્ષની ઉંમરવાળા સિદ્ધ થાય છે. આ સ્થિતિ જન્મની અપેક્ષાએ કહી છે. ગર્ભકાલ સહિત ગણતા નવ વર્ષની ઉંમરવાળા સિદ્ધ થાય છે, તેમ કહી શકાય. ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા જીવો મોક્ષે જઈ શકે છે. તે પણ ગર્ભકાલ સહિત પૂર્ણ ઉંમર સમજવી. ક્રોડપૂર્વથી અધિક આયુષ્યવાળા યુગલિકો હોય છે, તે મોક્ષે જતા નથી, તેથી ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વના આયુષ્યનું કથન કર્યું છે.
આ રીતે કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો ઉપરોક્ત ચાર પ્રકારની યોગ્યતાવાળા હોય, તે જ મોક્ષે જઈ શકે છે.
સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર :
८१ अत्थि णं भंते ! इमीसे रयणप्पहार पुढवीए अहे सिद्धा परिवसंति ? णो इणट्ठे समट्ठे, एवं जाव अहे सत्तमाए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ પહેલી રત્નપ્રભા નરક પૃથ્વીની નીચે સિદ્ધો નિવાસ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ નથી. તે જ રીતે શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, શંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમઃપ્રભા, આ સાતે નરક પૃથ્વીની નીચે સિદ્ધ નિવાસ કરતા નથી.
८२ अथणं भंते! सोहम्मस्स कप्पस्स अहे सिद्धा परिवसंति ? णो इणट्ठे समट्ठे ।
एवं सव्वेसिं पुच्छा - ईसाणस्स, सणकुमारस्स माहिंदस्स, बंभस्स, लंतगस्स, महासुक्कस्स, सहस्सारस्स, आणयस्स, पाणयस्स, आरणस्स अच्चुयस्स गेवेज्जविमाणाणं अणुत्तरविमाणाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું સિદ્ધો સૌધર્મ દેવલોકની નીચે નિવાસ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ નથી. તે જ રીતે ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આણત, પ્રાણત, આરણ અને અચ્યુત દેવલોક, ત્રૈવેયક વિમાનો તથા અનુત્તર વિમાનોના સંબંધમાં પણ સમજવું કે તેની
Page #217
--------------------------------------------------------------------------
________________
| વિભાગ–૨: ઉપપાત
| १६५
નીચે પણ સિદ્ધો નિવાસ કરતા નથી. ८३ अस्थि णं भंते ! ईसीपब्भाराए पुढवीए अहे सिद्धा परिवसंति? णो इणढे समढे । भावार्थ :- प्रश्र- हे भगवन् ! शुं सिद्धोऽषत् प्रामा२। पृथ्वीनी नीय निवास ४३ छ ? उत्तर- 3 गौतम! तेभ नथी. ८४ से कहिं खाइ णं भंते ! सिद्धा परिवसंति?
गोयमा ! इमीसे रयणप्पहाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डे चंदिमसूरियगहगणणक्खक्तताराविमाणाओ बहूई जोयणाई, बहूई जोयणसयाई, बहूई जोयणसहस्साइं, बहूइं जोयणसयसहस्साइं, बहूओ जोयणकोडीओ, बहूओ जोयणकोडाकोडीओ उड्डतरं उप्पइत्ता सोहम्मीसाणसणंकुमारमाहिंदबंभलंतगमहासुक्क सहस्सार-आणयपाणयआरणअच्चुए तिण्णि य अट्ठारे गेविज्जविमाणावाससए वीईवइत्ता विजय-वेजयंत-जयंत-अपराजिय-सव्वट्ठसिद्धस्स य महाविमाणस्स सव्वउवरिल्लाओ थूभियग्गाओ दुवालसजोयणाई अबाहाए एत्थ णं ईसीपब्भारा णामं पुढवी पण्णत्ता, पणयालीसंजोयणसयसहस्साई आयामविक्खंभेणं,एगा जोयणकोडी, बयालीसंचसयसहस्साई, तीसं च सहस्साइं, दोण्णि य अउणापण्णे जोयणसए किंचि विसेसाहिए परिरएणं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! तो पछी सिद्धयां निवास ४३ छ ?
6त्तर- गौतम ! रत्नप्रमाना(पृथ्वीना) बसभ२भएसीय भूभिमागथी6५२ यंद्र, सूर्य, ગ્રહ, નક્ષત્ર તથા તારાઓના ભવનોથી ઘણા યોજન, ઘણા સેંકડો યોજન, ઘણા હજારો યોજન, ઘણા લાખો યોજન તથા ઘણા કરોડ યોજન તથા ક્રોડાકોડ યોજનથી ઊર્ધ્વતર તથા બહુજ ઉપરના ભાગમાં ગયા પછી सौधर्म, शान, सनडुमार, भान्द्र, ब्रह्मलो, सान्त, महाशु, ससार, सात, प्रात, सार, અશ્રુતકલ્પ તથા ત્રણસો અઢાર રૈવેયક વિમાનના આવાસથી પણ ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ મહાવિમાનના સર્વોચ્ચ શિખરના અગ્રભાગથી બાર યોજના અંતરે ઈષ~ાભારા પૃથ્વી છે.
ते पृथ्वी पीस्तालीस साम(४५,00,000) योन खांबी मने पडोजी छ. तनी परिधि में रोड, ताणीसाप, त्रीस २, सो मोगापयास(१, ४२, 30, २४८) योनथी ५ए। थो31 धारे छे. ८५ ईसीपब्भाराए णं पुढवीए बहुमज्झदेसभाए अट्ठजोयणिए खेत्ते अट्ठ जोयणाई बाहल्लेणं, तयाणंतरं च णं मायाए-मायाए परिहायमाणी परिहायमाणी सव्वेसु चरिमपेरंतेसु मच्छियपत्ताओ तणुयतरा अंगुलस्स असंखेज्जइभागं बाहल्लेणं पण्णत्ता । ભાવાર્થ - ઈષ~ામ્ભારા પૃથ્વી પોતાના બરાબર મધ્યભાગમાં આઠ યોજના ક્ષેત્રમાં આઠ યોજન જાડી છે. ત્યારપછી જાડાઈમાં ક્રમથી થોડી થોડી ઓછી થતા અંતિમ કિનારા પર માખીની પાંખથી પણ પાતળી એટલે અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
શ્રી વિવાઈસૂત્ર
८६ ईसीपब्भाराए णं पुढवीए दुवालस णामधेज्जा पण्णत्ता, तं जहा- ईसी इ वा, ईसीपब्भारा इ वा, तणू इ वा, तणुतणू इ वा, सिद्धी इ वा, सिद्धालए इ वा, मुत्ती इवा, मुत्तालए इ वा, लोयग्गे इ वा, लोयग्गथूभिया इ वा, लोयग्गपडिबुज्झणा इ वा, सव्वापाण- भूयजीवसत्तसुहावहा इ वा । ભાવાર્થ – ઈષ~ાશ્મારા પૃથ્વીના બાર નામ છે. જેમ કે– (૧) ઈષત્ (૨) ઈષ~ાભારા, (૩) તનુ, (૪) તનુતનુ, (૫) સિદ્ધિ, (૬) સિદ્ધાલય, (૭) મુક્તિ, (૮) મુક્તાલય, (૯) લોકાગ્ર, (૧૦) લોકાગ્ર સુપિકા, (૧૧) લોકાગ્ર પ્રતિબોધના, (૧૨) સર્વ પ્રાણ, ભૂત, જીવ, સર્વ સુખાવહા. | ८७ ईसीपब्भारा णं पुढवी सेया आयंसतलविमलसोल्लिय मुणालदगरय- तुसार गोक्खीर- हारवण्णा, उत्ताणयछत्तसंठाणसंठिया, सव्वज्जुण-सुवण्णमई, अच्छा, सण्हा, लण्हा, घट्ठा, मट्ठा, णीरया,णिम्मला,णिप्पंका,णिक्कंकडच्छाया, समरीचिया, सप्पभा, पासादीया, दरिसणिज्जा, अभिरूवा, पडिरूवा । ભાવાર્થ :- ઈષ~ાભારા પૃથ્વી અરીસા જેવી નિર્મળ તથા શ્વેત પુષ્પ, કમળનાલ, જલકણ, બરફ, ગાયનું દૂધ અને મોતીના હારની સમાન શ્વેત વર્ણયુક્ત છે તે ઉંધી છત્રીના આકારમાં અવસ્થિત છે. તે શ્વેત સુવર્ણથી અત્યંત અધિક કાંતિમાન છે, સ્ફટિક જેવી સ્વચ્છ, ફ્લક્ષણ-કોમળ પરમાણુ સ્કંધોથી બનેલી હોવાથી મુલાયમ, સુંદર લાલિત્યયુક્ત, વૃષ્ટ–સરાણ ઉપર ઘસેલા પથ્થરની જેમ સજાવેલી, મૃષ્ટ– ઘસીને લીસી સુંદર બનાવેલી, રજરહિત, મલરહિત કીચડરહિત, આવરણરહિત-શોભાયુક્ત, સુંદર કિરણો અને પ્રભાયુક્ત, ચિત્તને પ્રસન્ન કરનારી, જોવા યોગ્ય, મનોજ્ઞ તથા મનમાં વસી જાય તેવી મનોહર છે.
८८ ईसीपब्भाराए णं पुढवीए सेयाए जोयणमि लोगंते । तस्स जोयणस्स जे से उवरिल्ले गाउए, तस्स णं गाउयस्स जे से उवरिल्ले छब्भागे, तत्थ णं सिद्धा भगवंतो सादीया, अपज्जवसिया अणेगजाइजरामरणजणियवेयणं संसारकलंकलीभावपुणब्भवगब्भवा-सवसहीपवंचमइक्कंता सासयमणागयद्धं चिट्ठति ।
ભાવાર્થ :- ઈષતુ પ્રાસ્મારા પૃથ્વીના તલથી સિત-યોજન- લઘુ એક યોજન એટલે ઉત્સધાંગુલના માપથી એક યોજન ઉપર લોકાત્ત છે. તે એક યોજનના ઉપરના અંતિમ ગાઉના છઠ્ઠા ભાગમાં અર્થાતુ ૩૩૩ ધનુષ, ૩ર અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. તે સાદિ અનંત કાલપર્યત સ્થિત રહે છે. જન્મ, જરા, મૃત્યુ જનિત વેદના, સંસારના ભીષણ દુઃખ, વારંવાર ગર્ભમાં આવવારૂપ પ્રપંચનું અતિક્રમણ કરી ગયા છે અર્થાત્ તે દુઃખોથી દૂર થઈ ગયા છે, તે શાશ્વત ભવિષ્યના અનંતકાલ પર્યત સિદ્ધ સ્વરૂપમાં સ્થિત રહે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રનું તેમજ સિદ્ધોની અવગાહનાનું કથન છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
[ ૧૭ ]
સિદ્ધશિલા, સિદ્ધ ક્ષેત્ર અને સિદ્ધાત્માઓ
J
UNIOR
', 'મ
', કરી
T
his
' નો
ને
is '
. . . Th૩૩૭ધનુષ, ૩ર અંગુલ 1 ૧ગાઉનો છઠ્ઠો ભાગ [૩૩૩ધનુષ, ૩ર અંગુલ] 1 લગાઉનો છઠ્ઠો ભાગ [૩૩૭ધનુષ, ૩ર અંગુલ - ૧ગાઉનો છઠ્ઠો ભાગ[૩૩૩ધનુષ, ૩ર અંગુલ]
૧ગાઉનો છઠ્ઠો ભાગ[૩૩૭ધનુષ, ૩ર અંગુલ]. ૧ ૧ગાઉનો છઠ્ઠો ભાગ[૩૩૩ધનુષ, ૩ર અંગુલી
-
-
8
કે
1
E
[,
પહોળાઈ અને લંબાઈ–૪૫લાખ યોજનઃ વચ્ચમાં જાડાઈ યોજન: બંને કિનારે માખીની પાંખથી પાતળી.
સિદ્ધશિલાની વચ્ચેનું આઠ યોજન લાંબુ, પહોળું અને ગોળ ક્ષેત્ર આઠ યોજન જાડાઈવાળુ છે.
ત્યારપછી ચારે ય દિશામાં છેલ્લે સુધી જાડાઈ ક્રમશઃ ઘટતી જાય છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૬૮
બૃહત્સંગ્રહણી ગ્રંથમાં દર્શાવેલી સિદ્ધશિલાની ત્રણ આકૃત્તિઓ
૧
(3)
ઉપર અને નીચેથી દેખાતી સિદ્ધાશિલાનો આકાર
પરિધિ : ચોમેર માખીની પાંખથી પણ વધુ પાતળી છે.
(પરિધિ(ગોળાદી–૧,૪૨,૩,૨૪૯ ૫ોજન છે.
પરિધિ : ચોમેર માખીની પાંખથી પણ વધુ પાતળી છે.
સિદ્ધશિલા ૪૫ લાખ યોજન લાંબી-પહોળી અને ગોળ આકૃતિવાળી છે.
મધ્યમાં ૮ યોજન જાડી છે.
પરિધિ(ગોળાઈ)–૧,૪૨,૩૦,૨૪૯ યોજન છે.
શ્રી ઉવવાઈ સૂત્ર
૪૫
૪૫ લાખ યોજન
યો.
છેલ્લે માખીની પાંખ કરતાંય અધિક પાતળી
Page #221
--------------------------------------------------------------------------
________________
| વિભાગ-૨: ઉપપાત
| ૧૬૯ |
આ લોકમાં આઠ પૃથ્વી છે. સાત નરક પૃથ્વી અધોલોકમાં છે અને આઠમી ઈષ~ાશ્મારા પૃથ્વી ઊર્ધ્વલોકમાં છે. તે સિદ્ધશિલા નામથી પ્રસિદ્ધ છે. તે સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઊંચે છે. તેની લંબાઈ પહોળાઈ વગેરે ભાવાર્થથી સ્પષ્ટ છે. સત્તાવાચ્છત્તાપ - ઉત્તાન એટલે પ્રસરાવેલું અર્થાત્ ખોલેલું છત્ર. દંડ રહિત ખોલેલા અને ઊંધા રાખેલા છત્ર જેવો સિદ્ધશિલાનો આકાર છે. સિદ્ધ શિલાથી સિદ્ધોની અને અલોકની દૂરી સર્વત્ર સમાન છે. તેથી તેનો આકાર ઉપરના ભાગમાં સીધો સપાટ છે અને નીચે ક્રમશઃ કિનારા સુધી ઘટતી ગોળાઈવાળો
સિદ્ધશિલાનો વર્ણ - સિદ્ધશિલા પૃથ્વીરૂપ છે. તેનો વર્ણ– સફેદ સોનું, શંખ, અંતરત્ન અને સફેદ કુંદ પુષ્પની સમાન અત્યંત શ્વેત, સુંદર, કાંતિમય, સ્વાભાવિક નિર્મળ અને સુખદાયક છે. સિદ્ધશિલાના નામ:- સિદ્ધશિલા એ શાશ્વત પૃથ્વી છે. પ્રસ્તુત સૂત્રમાં અને શ્રી સમવાયાંગ સૂત્રમાં તેના બાર પર્યાયવાચી શાશ્વત નામ કહ્યા છે. બંને સૂત્રોમાં કથિત તે બાર નામોમાંથી ચાર-પાંચ નામમાં કંઈક ભિન્નતા જણાય છે. જેમ કેસિદ્ધ શિલાના નામોની તુલના :ક્રમ ઔપપાતિસૂત્રમાં
સમવાયાંગસૂત્રમાં ૧ ઈષત્
ઈષત્ ઈષ~ાભારા
ઈષત્નાભારા તનું તનુતનું
તનુતરા સિદ્ધિ
સિદ્ધિ સિદ્ધાલય
સિદ્ધાલય મુક્તિ
મુક્તિ મુક્તાલય
મુક્તાલય લોકાગ્ર
બ્રહ્મા ૧૦ લોકાગ્ર રૃપિકા
બ્રહ્માવતંસક ૧૧ લોકાગ્ર પ્રતિબોધના
લોક પ્રતિપૂર્ણ ૧૨ સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ સુખાવહા લોકાગ્ર- ચૂલિકા. સિદ્ધક્ષેત્ર :- ઈષ~ાશ્મારા પૃથ્વીથી ઉપર દેશોન એક યોજનના આંતરે લોકાત્ત છે. ચાર ગાઉનો એક યોજન થાય છે. તેથી ઈષ~ાશ્મારા પૃથ્વીથી ઉપરના એક યોજનના અંતિમ છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સ્થિત થાય છે. નો િતો? :- ઈષ~ાભારા પૃથ્વી (સિદ્ધશિલા)ના ઉપર તલથી એક યોજન દૂર લોકાત્ત છે. બધી શાશ્વત વસ્તુઓનું પરિમાણ પ્રમાણાંગુલથી મપાય છે પરંતુ અહીં ઈષત્નાભારા પૃથ્વીથી ઉપરના
Page #222
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૦]
શ્રી વિવાઈસૂત્ર
એક યોજનનું પરિમાણ ઉત્સધાંગુલથી છે, તેમ સમજવું જોઈએ. ચાર ગતિના જીવોની અવગાહના ઉત્સઘાંગુલથી મપાય છે. ઉત્સધાંગુલની અપેક્ષાએ ૫૦૦ ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તે ૫૦૦ ધનુષ્યવાળા મનુષ્યની સિદ્ધ અવસ્થામાં અવગાહના બે તૃતીયાંશ અર્થાત્ ૩૩૩ ધનુષ્ય અને ઉર અંગુલ હોય છે. સૂત્રોક્ત કથનાનુસાર તે સિદ્ધક્ષેત્ર એક ગાઉના છઠ્ઠા ભાગ પ્રમાણ છે. તેથી તે ગાઉ અને યોજન પણ ઉલ્લેધાંગુલથી છે, તેમ સ્પષ્ટ થાય છે. તે ગાઉ અને તેના છઠ્ઠા ભાગનું ગણિત આ પ્રમાણે છે– ૨૪ અંગુલ = એક હાથ, ચાર હાથ એટલે ૯૬ અંગુલ = એક ધનુષ અને બે હજાર ધનુષનો એક ગાઉ થાય છે. એક ગાઉનો છઠ્ઠો ભાગ અર્થાત્ ૨૦૦૦ ધનુષનો છઠ્ઠો ભાગ કરતાં ૨000 + ૬ = ૩૩૩ ધનુષ અને ૩ર અંગુલ થાય છે. આ રીતે સિદ્ધ ક્ષેત્રનું અને સિદ્ધ આત્માની અવગાહનાનું માપ ઉત્સધાંગુલથી છે, તેમ સ્પષ્ટ થઈ જાય છે. સિદ્ધોની ગતિઃ८९ कहिं पडिहया सिद्धा, कहिं सिद्धा पइट्ठिया ।
कहिं बोंदि चइत्ताणं, कत्थ गंतूण सिज्झइ ॥१॥ अलोगे पडिहया सिद्धा, लोयग्गे य पइट्रिया ।
इह बोदि चइत्ताणं, तत्थ गंतूण सिज्झइ ॥२॥ ભાવાર્થ:- સિદ્ધ પુરુષો કયા સ્થાન ઉપર પ્રતિહત થાય છે, અટકે છે? તે ક્યાં પ્રતિષ્ઠિત- સ્થિત થાય છે? દેહનો ત્યાગ કરીને કયા ક્ષેત્રમાં ક્યાં જઈને સિદ્ધ થાય છે?
સિદ્ધપુરુષો અલોકમાં પ્રતિહત થાય છે એટલે અલોકમાં જતાં અટકે છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત થાય છે. આ મર્યલોકમાં જ દેહત્યાગ કરીને સિદ્ધ ક્ષેત્રમાં જઈને સિદ્ધ થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં સિદ્ધ થયેલા જીવોની ગતિ આદિ સંબંધિત ચાર પ્રશ્નોત્તર છે–(૧) સિદ્ધના જીવોની ગતિ ક્યાં સુધી થાય છે? તેમની ગતિ ક્યાં અટકે છે? (૨) સિદ્ધના જીવો ક્યાં સ્થિર થાય છે ? (૩) ક્યાં શરીરને છોડે છે? (૪) ક્યાં જઈને સિદ્ધ થાય છે? અનોપડિયા સિદ્ધા:- જીવની ગતિ ધર્માસ્તિકાય દ્રવ્યની સહાયતાથી જ થાય છે. સિદ્ધ થયેલા જીવ સ્વાભાવિક રીતે ઊર્ધ્વગમન કરીને લોકાંત સુધી પહોંચી જાય છે. ત્યાર પછી અલોકમાં ધર્માસ્તિકાય દ્રવ્યનો અભાવ હોવાથી ત્યાં જીવની ગતિ થતી નથી. તેથી અલોકથી સિદ્ધની ગતિ પ્રતિહત થાય છે. તે જીવ લોકાંતે જ અટકી જાય છે. તોયને પકિલા - લોકના અગ્રભાગ પર સિદ્ધક્ષેત્રમાં જ સિદ્ધ જીવો શાશ્વતકાલ પર્યત સ્થિત થઈ જાય છે. તે સ્થાન પરથી જીવની અધોગતિ કે તિર્યગુગતિ કદાપિ થતી નથી. કારણ કે અધોગમન કે તિર્યગ્નમન કર્મજન્ય છે. સર્વ કર્મોનો આત્યંતિક નાશ થયા પછી જ જીવ સિદ્ધ થાય છે. ત્યાર પછી કર્મજન્ય કોઈ પણ પ્રકારની ગતિની સંભાવના નથી. કુદ ૯ નકાળ :- જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે સર્વ કર્મો અને કર્મજન્ય સર્વ ભાવોને અહીં જ છોડી
Page #223
--------------------------------------------------------------------------
________________
વિભાગ–૨: ઉપપાત
દે છે. તેથી આ મનુષ્યલોકમાં જ સ્થૂલ ઔદારિક શરીર અને સૂક્ષ્મ તૈજસ-કાર્પણ શરીરનો ત્યાગ કરીને અશરીરી બનીને સિદ્ધ જીવની ગતિ થાય છે.
૧૭૧
તત્ત્વ યંતૂળ સિા :- જે સમયે કર્મ અને કર્મજન્ય ભાવો છૂટે છે, તે જ સમયે તે જીવ સિદ્ધક્ષેત્રમાં જાય, છે, ત્યાં જ તે સિદ્ધ થાય છે. તે જ અશરીરી કે કર્મ રહિત અવસ્થાનો પ્રથમ સમય છે. અહીં કર્મ સહિત અને શરીર સહિત અવસ્થાનો અંતિમ સમય હોય છે.
આ રીતે ચારે પ્રશ્નોના ઉત્તરો પરસ્પર સાપેક્ષ છે. સર્વ કર્મોનો ક્ષય થવો, શરીરનું છૂટવું, લોકાગ્રે પહોંચવું અને ત્યાં સ્થિત થવું તે ચારે ક્રિયા સમસમયવર્તી જ છે.
સિદ્ધોનું સંસ્થાન અને અવગાહના :
९० जं संठाणं तु इहं भवं, चयंतस्स चरिमसमयम्मि । आसी य पएसघणं, तं संठाणं तहिं तस्स ॥ ३ ॥ दीहं वा हस्सं वा, जं चरिम भवे हवेज्ज संठाणं । तत्तो तिभागहीणं, सिद्धाणोगाहणा भणिया ॥४॥ तिण्णि सया तेत्तीसा, धणुत्तिभागो य होइ बोद्धव्वो । एसा खलु सिद्धाणं, उक्कोसोगाहणा भणिया ॥५॥ चत्तारि य रयणीओ, रयणितिभागूणिया बोद्धव्वा । एसा खलु सिद्धाणं, मज्झिमओगाहणा भणिया ॥ ६ ॥ एक्का य होइ रयणी, साहिया अंगुलाइ अट्ठ भवे । एसा खलु सिद्धाणं, जहण्णओगाहणा भणिया ॥७॥
जा ओगाहणाए सिद्धा, भवत्तिभागेण होंति परिहीणा । संठाणमणित्थत्थं, जरामरणविप्पमुक्काणं ॥८॥
ભાવાર્થ:- દેહનો ત્યાગ કરતી વખતે અંતિમ સમયમાં જે સંસ્થાન હોય છે, તે જ આકાર સિદ્ધ સ્થાનમાં રહે છે પરંતુ તેમાં નાક, કાન, ઉદર, આદિમાં રહેલું પોલાણ રહેતું નથી. ત્યાં આત્મપ્રદેશો ઘનીભૂત થઈ જાય છે.ગ્રા
અંતિમ ભવમાં દીર્ઘ કે હૃસ્વ, લાંબો કે ટૂંકો, મોટો-નાનો જે આકાર હોય છે, તેનો ત્રીજો ભાગ ન્યૂન સિદ્ધોની અવગાહના કહી છે.||૪||
ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. તે સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ્ય, ૩ર આંગુલ હોય છે, તે પ્રમાણે સર્વજ્ઞનું કથન છે.પા
મધ્યમ સાત હાથની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તે સિદ્ધોની મધ્યમ અવગાહના ચાર હાથ અને ત્રીજો ભાગ ન્યૂન એક હાથ અર્થાત્ ૧૬ આંગુલ હોય છે; તેવું સર્વજ્ઞોનું કથન છે.III
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
જઘન્ય બે હાથની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. તે સિદ્ધોની જઘન્ય અવગાહના એક હાથ અને સાધિક આઠ અંગુલની હોય છે, તેવું સર્વજ્ઞોનું કથન છે.ાણા
સિદ્ધ, અંતિમ ભવની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહનાથી યુક્ત હોય છે. સિદ્ધ ભગવાન જરા અને મૃત્યુથી મુક્ત હોવાથી તેનું અનિત્યંઘ સંસ્થાન હોય છે અર્થાત્ તેમનું સંસ્થાન પરિમંડલાદિ લૌકિક સંસ્થાનની સમાન નથી.II)
૧૭૩
વિવેચન :
સિદ્ધોની અવગાહના– સિદ્ધ ભગવાન અશરીરી છે, તેથી તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત અરૂપી હોય છે પરંતુ તેના આત્મપ્રદેશો અસંખ્યાત આકાશ પ્રદેશમાં સ્થિત થાય છે, તે અપેક્ષાએ તેઓની અવગાહનાનું કથન છે. જીવ જે અંતિમ શરીર છોડીને સિદ્ધ થાય, તે શરીરનો ત્રીજો ભાગ ન્યૂન તેઓની અવગાહના રહે છે.
શૈલેશીકરણના સમયે આત્મપ્રદેશો ઘનીભૂત થાય, ત્યારે શરીરનો પોલાણનો ભાગ ઘટી જાય છે. શરીરમાં પોલાણ ભાગ લગભગ શરીરના ત્રીજા ભાગ પ્રમાણ હોય છે. તેથી સિદ્ધોની અવગાહના અંતિમ શરીરની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન હોય છે. જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તેનો ત્રીજો ભાગ ચૂન કરતાં સિદ્ધોની અવગાહના જઘન્ય એક હાથ આઠ અંગુલ અને ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ ૩ર અંગુલ હોય છે. તેની વચ્ચેની મધ્યમ અવગાહના વિવિધ પ્રકારની થાય છે. અંતિમ ચોવીસમા તીર્થંકરની અપેક્ષાએ સિદ્ધોની મધ્યમ અવગાહના આગમમાં ચાર હાથ સોળ અંગુલની પણ કહેવામાં આવે છે, તે મધ્યમ અવગાહના એકાંતિક નથી પણ સાપેક્ષ(અપેક્ષાથી) છે, તેમ સમજવું. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું બધું મધ્યમ કહેવાય છે. મધ્યમમાં કોઈ એક નિશ્ચિત સંખ્યા સંભવિત નથી.
સિદ્ધોનું સંસ્થાન – સમચતુરસ્ર આદિ છ એ સંસ્થાન, જીવને સંસ્થાન નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. સિદ્ધ ભગવાન સર્વ કર્મોથી મુક્ત છે. તેથી તેમના આત્મપ્રદેશોનું કોઈ ચોક્કસ સંસ્થાન હોતું નથી. પ્રાસંગિક સંસ્થાનોમાંથી એક પણ સંસ્થાન ન હોય તેના માટે સૂત્રકારે અનિત્થસ્થ સંસ્થાનનું કથન કર્યું છે. જીવ જે શરીરમાંથી સિદ્ધ થાય છે તે અંતિમ શરીરમાંથી ત્રીજો ભાગ ન્યૂન થઈને તે જ આકારમાં આત્મપ્રદેશો અનંતકાલ પર્યંત સ્મિત રહે છે.
સિદ્ધોની સ્પર્શના ઃ
९१
जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का । अणोणसमोगाढा, पुट्ठा सव्वे य लोगंते ॥ ९ ॥
फुसइ अणंते सिद्धे, सव्वपएसेहिं णियमसो सिद्धो । ते वि असंखेज्जगुणा, देसपएसेहिं जे पुट्ठा ॥ १०॥
ભાવાર્થ:- જે ક્ષેત્રમાં એક સિદ્ધ બિરાજમાન છે, ત્યાં જન્મ મરણરૂપ ભવભ્રમણથી મુક્ત થયેલા અનંત સિદ્ધો છે તે (ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની જેમ) પરસ્પર અવગાઢ છે. તેઓ લોકના અગ્ર ભાગનો સ્પર્શ કરે છે અર્થાત્ લોકાગ્રે રહે છે.હા
Page #225
--------------------------------------------------------------------------
________________
| વિભાગ–૨: ઉપપાત
[ ૧૭૩ ]
પ્રત્યેક સિદ્ધ પોતાના સમસ્ત આત્મ પ્રદેશો દ્વારા અનંત સિદ્ધોને પૂર્ણરૂપે સ્પર્શ કરીને રહ્યા છે. અર્થાતુ એક સિદ્ધની અવગાહનામાં અનંત સિદ્ધોની અવગાહના છે. એકમાં અનંત અવગાઢ થઈ જાય છે અને તેનાથી પણ અસંખ્યાતગુણા સિદ્ધો એવા હોય છે કે જે દેશ અને પ્રદેશથી એક બીજામાં અગવાઢ હોય છે./૧oll વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સિદ્ધોની સ્પર્શનાનું કથન છે.
એક સિદ્ધ ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અરૂપી એકજીવ દ્રવ્ય છે. તે જ રીતે અનંત સિદ્ધો શુદ્ધ અરૂપી અનંત જીવ દ્રવ્ય છે. તે અરૂપી હોવાથી પરસ્પર બાધક બનતા નથી. જે રીતે એક જ આકાશપ્રદેશ પર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનો એક પ્રદેશ હોય છે જીવાસ્તિકાયના અનંત પ્રદેશો હોય છે. તે અરૂપી હોવાથી પરસ્પરાવગાઢ હોય છે પરંતુ બાધક બનતા નથી. તે જ રીતે એક સિદ્ધ હોય, ત્યાં અનંત સિદ્ધો રહી શકે છે.
તેમાંથી અનંત સિદ્ધ તો એવા હોય છે કે જે સંપૂર્ણ રીતે એક બીજામાં સમાયેલા છે અને તેનાથી પણ અસંખ્યાતગુણા એવા સિદ્ધ છે જે દેશ, પ્રદેશથી– કેટલાક અંશોમાં એક બીજામાં સમાયેલા હોય છે. આ રીતે રહેવામાં અમૂર્ત હોવાને કારણે કોઈ પ્રકારની બાધા ઉત્પન્ન થતી નથી. સિદ્ધાવસ્થા: લક્ષણ-ગુણ:| ९२ असरीरा जीवघणा, उवउत्ता दंसणे य णाणे य ।
सागारमणागारं, लक्खणमेयं तु सिद्धाणं ॥११॥ केवलणाणुवउत्ता, जाणंती सव्वभावगुणभावे ।
पासंति सव्वओ खलु, केवलदिट्ठीहिणंताहिं ॥१२॥ ભાવાર્થ – સિદ્ધ ભગવંત શરીર રહિત સઘન આત્મપ્રદેશોથી યુક્ત હોય છે કેવળજ્ઞાન અને કેવળ દર્શનમાં ઉપયુક્ત હોય છે. તે કેવળજ્ઞાનની અપેક્ષાએ સાકારોપયોગી અને કેવળદર્શનની અપેક્ષાએ અનાકારોપયોગી છે; આ સિદ્ધોનું લક્ષણ છે./૧૧/l.
સિદ્ધ ભગવાન કેવળ જ્ઞાનોપયોગ દ્વારા બધા પદાર્થોના ગુણ અને પર્યાયોને જાણે છે તથા અનંત કેવળ દર્શન દ્વારા સમસ્ત ભાવોને દેખે છે.૧રો વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સિદ્ધોના સ્વરૂપનું નિરૂપણ છે. સિલોન સ્વરૂ૫ - કર્મોથી સર્વથા મુક્ત, શુદ્ધ ચૈતન્યઘન(અંતિમ શરીર અવગાહનાની અપેક્ષા ઘનીભૂત), કેવળજ્ઞાન-દર્શનયુક્ત, અનંત સુખ સંપન્ન, શાશ્વતકાલ પર્યત સિદ્ધક્ષેત્રમાં પ્રતિષ્ઠિત થયેલા આત્માને સિદ્ધ કહે છે. ગાથામાં પ્રદર્શિત સિદ્ધોના સ્વરૂપદર્શક વિશેષણો દ્વારા સિદ્ધોનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે અને સિદ્ધો સંબંધી અન્ય દાર્શનિકોની કેટલીક માન્યતાઓનું ખંડન થઈ જાય છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
| १७४ ।
શ્રી વિવાઈસૂત્ર
असरीरा:- सिद्ध भगवान भन्य स्थूल मोहरि शरीर भने सूक्ष्म ते४स-आभए शरीरथी सर्वथा મુક્ત હોવાથી અશરીરી હોય છે. जीवघणा:- सिद्ध थत पडेल ४ शैलेशी४२५॥ समये यात्मप्रदेशो धनीभूत-ॐ२ थाय छ तथा સિદ્ધોને જીવઘન કહ્યા છે. उवउत्ता दंसणे य णाणे य:- सिद्धात्मा वणशान भने अर्शन ३५ मशः सा२ अने અનાકારોપયોગ યુક્ત હોય છે. જીવ જ્યારે મુક્ત થાય ત્યારે કર્મોનો, મિથ્યાજ્ઞાનનો, સમસ્ત વૈભાવિક ભાવોનો નાશ થાય અને અનંત આત્મગુણો પ્રગટ થાય છે. તેમ છતાં સિદ્ધોમાં જ્ઞાન અને દર્શન, આ બે ગુણની મુખ્યતા છે. અપેક્ષાએ તેઓ જ્ઞાન-દર્શન સહિત તેમજ સાકાર-અનાકાર ઉપયોગ સહિત હોય છે, તે પ્રમાણે કથન કર્યું છે.
કેવળજ્ઞાન દ્વારા ત્રણે લોકના ત્રણે કાલના સર્વ પદાર્થોને સંપૂર્ણ રીતે જાણે છે અને કેવળ દર્શન દ્વારા તે પદાર્થોને સંપૂર્ણ રીતે દેખે છે. सिद्धसुण:९३ ण वि अस्थि माणुसाणं, तं सोक्खं ण वि य सव्वदेवाणं ।
जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ॥१३॥ जं देवाणं सोक्खं, सव्वद्धा पिंडियं अणंतगुणं । ण य पावइ मुत्तिसुहं, णंताहिं वग्गवग्गूहि ॥१४॥ सिद्धस्स सुहो रासी, सव्वद्धा पिंडिओ जइ हवेज्जा । सोणंतवग्गभइओ, सव्वागासे ण माएज्जा ॥१५॥ जह णाम कोइ मिच्छो, णगरगुणे बहुविहे वियाणंतो । ण चएइ परिकहेउं, उवमाए तहिं असंतीए ॥१६॥ इय सिद्धाणं सोक्खं, अणोवमं णत्थि तस्स ओवम्मं । किंचि विसेसेणेत्तो, ओवम्ममिणं सुणह वोच्छं ॥१७॥ जह सव्वकामगुणियं, पुरिसो भोत्तूण भोयणं कोई। तण्हाछुहाविमुक्को, अच्छेज्ज जहा अमियतित्तो ॥१८॥ इय सव्वकालतित्ता, अतुलं णिव्वाणमुवगया सिद्धा । सासयमव्वाबाहं, चिट्ठति सुही सुहं पत्ता ॥१९॥ सिद्धत्ति य बुद्धत्ति य, पारगयत्ति य परंपरगयत्ति । उम्मुक्ककम्मकवया, अजरा अमरा असंगा य ॥२०॥ णित्थिण्णसव्वदुक्खा, जाइजरामरणबंधणविमुक्का ।
Page #227
--------------------------------------------------------------------------
________________
| વિભાગ–૨: ઉપપાત
[ ૧૭૫]
अव्वाबाहं सुक्खं, अणुहोति सासयं सिद्धा ॥२१॥ अतुलसुहसागरगया, अव्वाबाहं अणोवमं पत्ता ।
सव्वमणागयमद्धं, चिट्ठति सुही सुहं पत्ता ॥२२॥ ભાવાર્થ:- બાધાઓથી રહિત શાશ્વત સુખને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાનને જે સુખ છે, તે મનુષ્યોને પ્રાપ્ત નથી અને સમગ્ર દેવતાઓને પણ તે સુખ પ્રાપ્ત નથી./૧૭ll
સર્વ દેવોના ત્રણે કાળના સુખનો અનંતવાર વર્ગ કરવામાં આવે તો પણ મોક્ષ સુખની સમાન થતું નથી./૧૪ો.
એક સિદ્ધના સુખને ત્રણ કાળના સમયથી ગુણિત કરવાથી જે સુખ રાશિ ઉત્પન્ન થાય છે, તેને કદાચ અનંત વર્ગથી વિભાજિત કરવામાં આવે, તોપણ તે રાશિ એટલી અધિક હોય છે કે સંપૂર્ણ આકાશમાં સમાહિત થઈ શકતી નથી../૧પી.
જેવી રીતે કોઈ પ્લેચ્છ પુરુષ નગરના અનેક વિધ ગુણોને જાણતો હોવા છતાં પણ વનમાં ઉપમા આપી શકાય તેવા કોઈ પદાર્થો ન હોવાથી તે નગરના ગુણોનું વર્ણન કરી શકતો નથી../૧
તે જ રીતે સિદ્ધોનું સુખ અનુપમ છે, તેની કોઈ ઉપમા નથી. તો પણ સામાન્યજનોને બોધ માટે વિશેષરૂપથી ઉપમા દ્વારા તેને સમજાવવામાં આવે છે, તે સાંભળો../૧
જેવી રીતે કોઈ પુરુષ સર્વરસ સંપન્ન ભોજન કરીને, ભૂખ અને તૃષાથી મુક્ત થઈ અપરિમિત તૃપ્તિનો અનુભવ કરે છે. તે જ રીતે સર્વકાલ પરમ તૃપ્તિ યુક્ત, શારીરિક અને માનસિક દુઃખોથી નિવૃત્ત સિદ્ધ ભગવાન શાશ્વત અને અવ્યાબાધ સુખમાં નિમગ્ન રહે છે./૧૮–૧લા
તે સિદ્ધ ભગવંતોએ સર્વ પ્રયોજનો સિદ્ધ કર્યા હોવાથી સિદ્ધ છે. કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોનો બોધ પ્રાપ્ત કર્યો હોવાથી બુદ્ધ છે. સંસાર સાગરને પાર કરી ગયા હોવાથી પારગત છે. મોક્ષ સાધનાના આલંબનભૂત મનુષ્યગતિ આદિની પરંપરાથી ભવસાગરને પાર કર્યો હોવાથી પરંપરાગત છે. કર્મરૂપ કવચનું ભેદન કર્યું હોવાથી સર્વથા મુક્ત છે, આયુષ્યકર્મનો આત્યંતિક નાશ કર્યો હોવાથી અજર-અમર છે. સર્વ પ્રકારના પૌગલિક ભાવોથી મુક્ત હોવાથી અસંગ છે.llolી.
સિદ્ધ ભગવાન સર્વ દુઃખોને પાર કરી ગયા છે. જન્મ, જરા તથા મૃત્યુના બંધનથી મુક્ત છે. નિબંધ, શાશ્વત સુખનો અનુભવ કરે છે.ll૧ll
જેની તુલના ન કરી શકાય તેવા અતુલ સુખ સાગરમાં લીન, નિબંધ, અનુપમ, મુક્તાવસ્થાને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાન શાશ્વત અનાગત કાળ સુધી સુખી જ રહે છે.llરરો વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં સિદ્ધોના અનુપમ સુખને હૃદયંગમ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. સિદ્ધોનું સુખ - સિદ્ધોનું સુખ તુલના કે ઉપમા રહિત અતુલ અને અનુપમ છે. સંસારી જીવોનું સુખ વેદનીય કર્મજન્ય છે. તેથી તે નાશવંત છે, તરતમતાવાળું છે, બાધા-પીડા સહિત છે, પૌલિક અને પદાર્થ સાપેક્ષ છે. પરંતુ સિદ્ધોનું સુખ આત્મિક છે, સ્વાભાવિક છે, હંમેશાં એક સમાન રહે છે. સર્વ પદાર્થોથી
Page #228
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી વિવાઈ સૂત્ર
નિરપેક્ષ છે અને અનંત કાલ પર્યત રહેવાનું છે.
સંસારી જીવો દેવલોકના સુખને શ્રેષ્ઠ માને છે પરંતુ દેવલોકનું સુખ પણ કર્મજન્ય હોવાથી નાશવંત છે. સિદ્ધોનું સુખ અનંતકાલ પર્યત તે જ સ્વરૂપે રહેતું હોવાથી અનંતગુણ અધિક છે.
કેટલાક દાર્શનિકો મોક્ષને દુઃખના અભાવરૂપ માને છે. જૈન સિદ્ધાંત અનુસાર સિદ્ધોનું સ્વરૂપ દુઃખના નાશરૂપ તો છે જ પરંતુ તેની સાથે અનંત સુખની ઉપલબ્ધિરૂપ છે.
શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
ને બીજો વિભાગ સંપૂર્ણ | ઉવવાઈ (ઔપપાતિક) સૂત્ર સંપૂર્ણ
Page #229
--------------------------------------------------------------------------
________________
(પરિશિષ્ટ-૧:વિચિત વિષયોની અકારાદિ વિ
૧૭૭
પરિશિષ્ટ–૧:
'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
વિષય અધ્ય. સૂત્રાંક
વિષય
અધ્ય.સૂત્રાંક અનશન ગ્રહણ વિધિ
a णिव्वाधाइमे અન્નગ્લાયક ચર્યા
૧ | ૩૮ | ત] | ત્યક્તોપકરણ સ્વદનતા अफुसमाणगइ
દશદશમિકાભિક્ષુ પડિયા अरिहंत चेइयाई
દંડાયતિક અષ્ટઅષ્ટમિકા ભિક્ષુપડિમા
दिव्वेण संघाएणं અજ્ઞાત ચર્યા
धम्मवरचाउरंत चक्कवट्टीणं आइगराणं
નવ નવમિકા ભિક્ષુ પડિયા આયંબિલ વર્ધમાન
નંદી ઘોષ આયામસિકથભોજી
पत्थए जलस्स आढए जलस्स આરાધક વિરાધક
પરમહંસ આવર્જીકરણ
પરિમિતપિંડ પાતિકા इसिसिलिंधपुप्फप्पगासाई
पव्वयण णिण्हगा उज्जुसेढीपत्ते
પાંચ અભિગમ उत्ताणगच्छत्तसंठाण
पुरिसवरगंधहत्थीणं ઉત્કટાસનિક
બહૂદક એકાવલી તપ
| भगवंताणं एगच्चा
भयंतारो एगच्चाओ पाणाइवायाओ पडिविरया
महाकाय कयबलिकम्मे
મહાભદ્ર પડિમાં કાંદપિંક દેવો
મહામોક પડિયા કિલ્વીષી દેવો
મહાસર્વતોભદ્રતાપ કુટિચર
माणुम्माणप्पमाण पडिपुण्णं | गामे एगराइया णयरे पंचराइया
યવમધ્યચંદ્ર પડિમા ગુણશ્રેણી
लक्खणवंजणगुणोववेया गोव्वइय
લકુટાશથી चउत्थभत्ते
લઘુમોક પડિયા चरिम मोहणिज्जं
લઘુ સર્વતોભદ્રતા ચારણ લબ્ધિ
વ્યંતર દેવોના ચિહ્ન चेइयं
વજ મધ્યચંદ્ર પડિમા જંઘા ચરણ
वद्धमाण जीवघणा
वाधाइमे વિધાચરણ
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૭૮
વિષય
वीरिय लडिए वेठब्वियलएि
શ| શતપાક–સહસ્રપાક
શુઢશિક
શૈલેશી અવસ્થા
સ| સપ્તસપ્તમિકા મિશ પડિમા सागावते सिज्झइ
અઘ્ય. સત્રાંક
૨
૧
૧
૨
૧
૨
* * * ૦
સાંખ્ય
વિષય
હ| હંસ
શ્રી ઉવવાઈ સૂત્ર
સ્થાન સ્થિતક
૧
सीलव्यय गुणवेरमण पच्चकखाण २
सुभेण परिणामेणं संभिन्नसोया
અધ્ય. સૂત્રા
૨
' જ
૧
૨
8 8 * * * 8
Page #231
--------------------------------------------------------------------------
________________
એ 3
ને એ
ગર પ્રાણ આગમ બત્રીસીના
ત સહધ્યોગી દાતાઓ
: પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે
સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી
સુતાધાર
મુંબઈ
U.S.A.
આકોલા
U.S.A.
મુંબઈ
• માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર
શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા
શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી
હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના
U.S.A.
રાજકોટ
રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ
રાજકોટ
Page #232
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
.
•
.
.
•
•
·
.
•
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે – શ્રીમતી હેતલ સંજય શેડ, રૂ. ઉપાસના, કુ. કીંજલ
માનુશ્રી જશવંતીબેન શાંતીલાલ સુખીયા, શ્રીમતી ભાવના દિલીપ સુખીયા
હસ્તે – દિલીપ એસ. તુરખીયા, સપુત્ર - શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા
માતૃશ્રી કિરણબેન પ્રવીણચંદ્ર દોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ – તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ
માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ડગર
હરને – પુત્ર શ્રી કેતન – આરતી ચૂડગર, કુ. ધ્રુવી
શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર
શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ
કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી
હસ્તે – શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ અમતી ભાઈ શાહ
શ્રી કિશોરભાઈ શાહ
શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર
માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી,
સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી
માતુશ્રી તારાબેન મોદી
માતૃશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી
હસ્તે – શ્રી રાજેશભાઈ ભીમાણી
માતૃશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી કૌલેશભાઈ-મીનાબેન દેસાઈ
શ્રી અંજાભાઈ ઢાંકી
ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પુંજાણી
માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેના, હસ્તે – સત્રી શ્રી કિરીટ-અરૂણા,
-
શ્રી અજય – નીતા, શ્રી કમલેશ – દિવ્યા, સુપુત્રી – નિરૂપમા – નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી
શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માનુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે – શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી શ્રી વજીભાઈ શાહ પરિવાર
રાજકોટ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
રાજકોટ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
ચેમ્બુર
કલકત્તા
કલકત્તા
કલકત્તા
મુંબઈ
મુંબઈ
રાજકોટ
મુંબઈ
કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
પ
Page #233
--------------------------------------------------------------------------
________________
U.S.A. U.S.A.
આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ
મુંબઈ
કલકત્તા
કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #234
--------------------------------------------------------------------------
Page #235
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #236
--------------------------------------------------------------------------
________________
Трепа
2ncl2 22112 211
2112
ile 201212
2
112 212 212 12lea
..KAME TRIM
72 Picle 27E dhe ne
22 10 12712 h 2
211212 212 dcl 2277212 2 h
22
Page #237
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232. www.parasdham.org www.jainaagam.org