________________
૨૦ |
શ્રી ઉવવાઈ સત્ર
ધર્મદેશક- આત્મધર્મના ઉપદેશક, ધર્મનાયક- ધર્મના પ્રભવસ્થાનરૂપ હોવાથી ધર્મના નેતા, ધર્મસારથિભવ્યજીવોને મોક્ષરૂપ ઇષ્ટસ્થાને પહોંચાડનાર ધર્મરૂપ રથના સારથિ, ધર્મવરચાતુરન્ત ચક્રવર્તી– દાન, શીલ, તપ, ભાવ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તે ચાર પ્રકારના ધર્મ વડે ચાર ગતિનો અથવા ચાર કષાયનો અંત કરવામાં શ્રેષ્ઠ ચક્રવર્તી, દ્વીપ– સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને માટે દ્વીપ સમાન, ત્રાણ– સંસારના દુઃખોથી પીડાતા પ્રાણીઓના રક્ષક, શરણગતિ- ભવ્ય જીવોને માટે શરણભૂત, પ્રતિષ્ઠાનરૂપ- આધારભૂત, અપ્રતિહત જ્ઞાનદર્શન ધારક- અપ્રતિહત–નિરાવરણ, શ્રેષ્ઠ કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારક, વ્યાવૃત્ત છદ્મછદ્મસ્થપણાથી રહિત, ઘાતિકર્મોથી રહિત, જિન–જાપક–સ્વયં રાગ-દ્વેષને જીતેલા, અન્યને તે માર્ગની પ્રેરણા આપનારા, તીર્ણ-તારક- સંસાર સાગરને તરી ગયેલા, બીજાને તારનારા, બુદ્ધ-બોધક– સ્વયં બોધ પામેલા, બીજાને બોધ પમાડનારા, મુક્ત-મોચક– સ્વયં કર્મોથી મુક્ત અને બીજાને મુક્ત કરાવનારા, સર્વજ્ઞ– ત્રિલોક અને ત્રિકાલવર્તી સર્વ પદાર્થોને વિશેષરૂપે જાણનારા, સર્વદર્શી-ત્રિલોક અને ત્રિકાલવર્તી સર્વ પદાર્થોને સામાન્યરૂપે જાણનારા, શિવ- સર્વ પ્રકારના ઉપદ્રવોથી રહિત હોવાથી કલ્યાણકારી અચલસ્વાભાવિક અને પ્રાયોગિક ચલનક્રિયાથી શૂન્ય હોવાથી અચલ, અરુજ- આધિ, વ્યાધિ આદિ ઉપદ્રવોથી રહિત, અનંત-અનંત જોયને વિષય કરનાર, અક્ષય-નાશ રહિત અથવા પરિપૂર્ણ, અવ્યાબાધ-દ્રવ્યપીડા અને ભાવપીડા રહિત, અપુનરાવૃત્તિ- જ્યાં પહોંચ્યા પછી પાછું આવવાનું ન હોય તેવા, સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની કામનાવાળા, અહંત- ચારે જાતિના દેવો વડે પૂજનીય, આઠ પ્રાતિહાર્યયુક્ત અથવા જેને કોઈ રહસ્ય છૂપું નથી તેવા સર્વજ્ઞ, જિનેશ્વર, કેવળજ્ઞાન, કેવળદર્શના ધારક કેવળી ભગવાન હતા.
તે પ્રભુ મહાવીર સાત હાથની ઊંચાઈ, સમચતુરસ સંસ્થાન અને વજઋષભનારાચ સંઘયણના ધારક હતા. તેમને શરીરની અંદરનો વાયુ અનુકૂળ હતો અર્થાત્ તેઓ વાયુપ્રકોપથી રહિત દેહવાળા હતા, ગુદાશય કંકપક્ષી જેવું નિર્લેપ હતું; જઠરાગ્નિ કબૂતર જેવી આંત-પ્રાંત આહારને પચાવી શકે તેવી હતી; ગુદાશય અને ગુપ્તાંગની આસપાસનો ભાગ પોષ-પૃષ્ઠત અને જંઘા પક્ષીની જેમ નિર્લેપ રહેતા હતા; મુખ પાકમલ અને પદ્મનાભ નામના સુગંધિત દ્રવ્ય જેવા ઉચ્છવાસ વાયુથી સુગંધિત હતું, ત્વચા કાંતિયુક્ત હતી, માંસ રોગમુક્ત, શરીરગત, સર્વોત્તમ ગુણયુક્ત, પ્રશસ્ત, અત્યંત સફેદ અને અનુપમ હતું, શરીર પરસેવા સાથે જામેલા ભીના મેલરૂપ જલ્લ અને સૂકા, કઠણ થઈ ગયેલા મેલરૂપ મલ્લ, દુષ્ટ મસા, તલ આદિ કલંક, રજ, ધૂળ આદિ દોષથી મુક્ત અને લેપ રહિત હતું; અંગોપાંગ કાંતિયુક્ત સુંદર; મસ્તક અતિ નિબિડ અર્થાત્ તોલદાર, પ્રગટ શુભ લક્ષણ સંપન્ન, પર્વતના શિખરની જેમ ઉન્નત અને નિર્માણનામ કર્મના ઉદયે સુરચિત અને સુંદર હતું, કેશ સેમર વૃક્ષના ફૂલની અંદરના રૂ જેવા કોમળ, નિર્મળ, પ્રશસ્ત, અત્યંત પાતળા, સુલક્ષણા, સુગંધી, સુંદર, ભુજમોચક નામના રત્નવિશેષ, ભ્રમર, નીલગુલિકા અને કાજળ જેવા કાળા, ભ્રમરપંક્તિ જેવા કાંતિયુક્ત, પરસ્પર સંશ્લિષ્ટ, સઘન, વાંકા કુંડલ જેવા ગોળાકારે વળેલા, દક્ષિણાવર્ત ઘુઘરાળા હતા; મસ્તકની ત્વચા દાડમના પુષ્પ જેવી લાલ, તપાવેલા સુવર્ણ જેવી નિર્મળ અને સ્નિગ્ધ હતી; મસ્તક છત્ર જેવું ગોળાકાર હતું, લલાટ ત્રણના ચિહ્નથી રહિત, વિષમતા રહિત સમ, સુંદર, શુદ્ધ અષ્ટમીના ચન્દ્ર જેવું હતું, મુખ પૂર્ણ ચંદ્ર જેવું સૌમ્ય, કાન સમુચિત પ્રમાણોપેત ગાલ માંસલ અને ભરાવદાર હતા, ભ્રમરો નમાવેલા ધનુષ જેવી મનોહર, કાળા વાદળ જેવી કાળી, પાતળી અને સ્નિગ્ધ હતી, નયનો ખીલેલા શ્વેત કમળ જેવા વિકસિત–વિશાળ અને પાંપણો વિકસિત, સ્વચ્છ તેમજ સુંદર હતા, નાક ગરુડ પક્ષીની ચાંચ જેવું લાંબુ, સરળ અને ઉન્નત હતું, અધરોષ્ઠ સંસ્કાર સંપન પરવાળા તથા બિંબફળ -ચણોઠી જેવા લાલ હતા; દંતશ્રેણી શ્વેત ચંદ્રખંડ જેવી વિમલ, નિર્મળ, શંખ, ગાયનું દૂધ, ફીણ, કુંદપુષ્પ,