________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૨૧]
જલકણ, મૃણાલિકા-કમલતંતુ જેવી ધવલ, અખંડિત, તૂટ્યા વિનાની, અવિરલ– પોલાણરહિત, સ્નિગ્ધ, સુંદર, જુદા-જુદા દાંત હોવા છતાં પરસ્પર સંબંધિત હોવાથી એક પંકિત જેવી દેખાતી હતી; તાલ અને જીહા અગ્નિમાં તપાવેલા અને પાણીમાં ધોયેલા સુવર્ણ જેવા અત્યંત લાલ હતા. દાઢી અને મૂછના વાળ અવસ્થિત–વધે નહીં તેવા, સુવિભક્ત, અતિરમ્ય હતા; દાઢી માંસલ, સુંદર, પ્રશસ્ત સિંહ જેવી સુંદર હતી; ગ્રીવા(ગરદન) ચાર અંગુલ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખની જેમ ત્રિવલીયુક્ત હતી; સ્કંધ શ્રેષ્ઠ મહિષ, વરાહ, સિંહ, શાર્દૂલ-વાઘ, વૃષભ અને શ્રેષ્ઠ હાથીના સ્કંધ જેવા વિશાળ હતા; ભુજાઓ ગાડાના ધૂસર જેવી પુષ્ટ, મનોહર, પીવર–શૂલ, પુષ્ટ કાંડા યુક્ત, સુંદર આકૃતિવાળી, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ભરાવદાર, સ્થિર-મજબૂત સ્નાયુઓથી સુસંબદ્ધ સંધિઓવાળી તથા નગરની ભોગળ જેવી ગોળાકાર હતી; બાહુ ઇચ્છિત વસ્તુ લેવા માટે ફેલાવેલા સર્પરાજના શરીર જેવા દીર્ઘ હતા; હાથ લાલ હથેળીવાળા, પાછળના ભાગમાં ઉન્નત, કોમળ, માંસલ, શુભ અને પ્રશસ્ત લક્ષણયુક્ત, છિદ્ર રહિત હતા; આંગળીઓ પુષ્ટ, કોમળ અને સુંદર હતી, નખો કંઈક લાલ, પાતળા, શુદ્ધ, સુંદર તેમજ સ્નિગ્ધ હતા; હાથ ચંદ્રરેખા, સૂર્યરેખા, શંખરેખા, ચક્રરેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિકરેખા આ રીતે ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર અને સ્વસ્તિકની રેખાઓથી ચિહ્નિત તથા સુશોભિત હતા; વક્ષ:સ્થળ કનક શિલા સમાન દેદિપ્યમાન, શુભ લક્ષણયુક્ત, સમ, પુષ્ટ અત્યંત વિશાળ તેમજ પહોળું, શ્રી વત્સના ચિહ્નયુક્ત હતું; શરીર અદશ્યમાન-કરોડ રજુના મણકાઓ ન દેખાય તેવું, સુવર્ણ જેવું નિર્મળ, રોગાદિની પીડા રહિત હતું. ભગવાન ઉત્તમ પુરુષોને યોગ્ય પરિપૂર્ણ એક હજાર આઠ(૧૦૦૮) ઉત્તમ લક્ષણોના ધારક હતા, તેમનો પાર્થભાગ–પડખાના ભાગ ક્રમથી નમેલા, પ્રમાણોપેત, સુંદર, શોભનીય, મર્યાદિત, પુષ્ટ, રમ્ય હતા; રોમરાજિ એક સમાન, પરસ્પર મળેલી, ઉત્તમ, પાતળી, કાળી, સ્નિગ્ધ, મનભાવની, સુવાળી, રમણીય હતી; કશી મત્સ્ય તથા પક્ષી જેવી સુંદર હતી; પેટ પુષ્ટ, મત્સ્યના જેવું હતું; ઇન્દ્રિયો નિર્લેપ અને પવિત્ર હતી. (સામાન્ય રીતે નાક, કાન આદિ ઇન્દ્રિયોમાંથી અશુચિ પદાર્થો નીકળતા રહે છે. પરંતુ ભગવાનના અતિશયના પ્રભાવે ઇન્દ્રિયો નિર્લેપ અને પવિત્ર હતી.) નાભિ પાકોશ જેવી ગંભીર, ગંગાવર્તના દક્ષિણાવર્ત તરંગની જેમ ચક્રાકાર, ગોળ, પ્રાતઃકાળના સૂર્ય કિરણોથી વિકસિત પાની જેમ ગંભીર અને વિશાળ હતી; કટિપ્રદેશ ત્રિકાષ્ઠિકાત્રિપાઈના મધ્યભાગ, મૂશળનો મધ્યભાગ, દર્પણદંડના મધ્યભાગ જેવો તથા ચળકતા સોનાના ખડગ, મુઠ્ઠીના મધ્યભાગ અને વજના મધ્યભાગ જેવો પાતળો હતો અને રોગાદિથી રહિત હોવાથી પ્રશસ્ત, શ્રેષ્ઠ ઘોડા અને સિંહ જેવો ગોળ હતો. ગુહ્યપ્રદેશ જાતિવાન ઘોડાની જેમ નિરૂપલેપ હતો. ભગવાનનું પરાક્રમ ઉત્તમ હાથી જેવું અને ગતિ હાથી જેવી મનોહર હતી; સાથળ હાથીની સૂંઢ જેવા હતા, ઘૂંટણ ગુપ્ત ઢાંકણવાળા ડબ્બા જેવા તથા ગૂઢ –અંતર રહિત સુંદર હતા; બંને જેઘાઓ હરણીની જંઘા, કુરુવિંદ નામનું સુણ વિશેષ, દોરીના વળ સમાન ગોળ, પાતળી, ઉપરથી જાડી અને નીચેની તરફ ક્રમશઃ પાતળી હતી; ઘંટીઓ શોભાયમાન, માંસલ, પુષ્ટ, ગૂઢ હતી; ચરણો સંકોચાઈને બેઠેલા કાચબા જેવા સુંદર હતા; પગની આંગળીઓ અનુક્રમથી નાની મોટી, ઉચિત આકારની, જુદી-જુદી હોવા છતાં પરસ્પર જોડાયેલી હતી, પગની આંગળીઓના નખ ઉન્નત, પાતળા, લાલ અને સ્નિગ્ધ હતા; ચરણોના તળિયા રક્ત કમળના પાન જેવા અત્યંત કોમળ અને સુંદર હતા; બંને ચરણો પર્વત, નગર, મગર, સાગર, ચક્ર વગેરે શુભ ચિહ્નો,
સ્વસ્તિક વગેરે મંગલ ચિહ્નોથી સુશોભિત હતા. પ્રભુનું તેજ વિશિષ્ટ હતું અને રૂ૫ અસાધારણ હતું તેમજ નિધૂમ પ્રજ્વલિત અગ્નિ, વારંવાર ચમકતી વીજળી તથા મધ્યાહ્નકાલીન સૂર્યના કિરણો જેવું તેજસ્વી હતું; પ્રભુ મહાવીર નવા કર્મોના આશ્રવથી રહિત, મમત્વ રહિત અને નિષ્પરિગ્રહી હતા, તેમણે ભવપરંપરાનો નાશ કર્યો હતો, દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના મલિન લેપથી રહિત હતા. ભગવાન સ્નેહ, રાગ, દ્વેષ અને મોહ