________________
[ ૪૮ ]
શ્રી વિવાઈસૂત્ર
(૮) નિક્ષિત ઉત્સિત ચરક:- વાસણમાં નાંખી રાખેલા આહારને બહાર કાઢી રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૯) વર્ધમાન ચરક - કોઈ માટે પીરસાયેલા ભોજનને જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૦) સહીયમાન ચરક - ભોજનને અન્યત્ર લઈ જઈ રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૧) ઉપનીત ચરક - આહારની પ્રશંસા કરીને આહાર આપનારી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૨) અપની ચરક :- આહારની નિંદા કરીને આહાર આપનારી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૩) ઉપનીત અપની ચરક - આહારની પહેલાં પ્રશંસા અને પછી નિંદા કરીને આહાર આપનારી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૪) અપનીત–ઉપનીત ચરકઃ- આહારની પહેલા નિંદા અને પછી પ્રશંસા કરીને આહાર આપનારી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૫) સંસ્કૃષ્ટ ચરક:- દાળ, શાકાદિ આહારથી લેપાયેલા હાથ, પાત્ર, ચમચાથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનાર મુનિ. (૧) અસંસ્કૃષ્ટ ચરક :- દાળ, શાકાદિ આહારથી નહીં લેવાયેલા હાથ, પાત્ર, ચમચાથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ.(આ પ્રકારના અભિગ્રહધારી મુનિ પશ્ચાતકર્મદોષ ન લાગે તેના વિવેકી હોય છે.) (૧) તજજાત સંસષ્ટ ચરક :- દેય પદાર્થથી જ લેપાયેલા હાથ, પાત્ર કે ચમચાથી જ તે આહાર ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૮) અજ્ઞાત ચરક - તેના બે અર્થ છે– (૧) ભિક્ષાર્થે સાધુના આગમનની પ્રતિક્ષા કે આશા રખાતી ન હોય તેવા ઘરે(અજ્ઞાત સ્થાને) થી (૨) પોતાના જાતિ, કુળાદિની ઓળખાણ ન હોય તેવા અજ્ઞાત-અપરિચિત વ્યક્તિના ઘેરથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૧૯) મૌન ચરક - અયાચકભાવે, મૌનભાવે ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (૨૦) દષ્ટલાભિક - સામે રાખેલો જ આહાર ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (ર૧) અદwલાભિક - પેટી, કબાટ આદિમાં હોવાથી દેખાતો ન હોય તેવો આહાર ગ્રહણ કરીશ, આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (રર) પૃષ્ઠલાભિક – ‘તમને શું જોઈએ છે? એ પ્રમાણે પૂછીને આહાર આપશે તો જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (ર૩) અપૃષ્ઠલાભિક – કાંઈ પણ પૂછયા વિના આહાર આપશે તો જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ.