________________
| વિભાગ-૧: સમવસરણ
(૨૪) ભિક્ષાલાભિક – ‘મને ભિક્ષા આપો. આ રીતે યાચના કર્યા પછી, ભિક્ષા આપનાર પાસેથી આહાર ગ્રહણ કરનારા મુનિ. (૨૫) અભિક્ષાલાભિક – ભિક્ષા આપો” આદિ કંઈપણ કહ્યા વિના જાતે જ આહાર આપનાર પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ. (ર) અન્નગ્લાયક:- અમોનજ્ઞ, ઉચ્છિષ્ટ, વાસી પદાર્થો ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહણ ધારણ કરનારા મુનિ. (ર) ઉપનિહિત :- શતાની સમીપે પડેલો આહાર જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહણ ધારણ કરનારા મુનિ. (૨૮) પરિમિતપિંડપાતિકાઃ–પરિમિત દ્રવ્યો જ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહણ ધારણ કરનારા મુનિ. (૨૯) શુઢષણિક-એષણામાં કોઈ પણ અપવાદનું સેવન કરીશ નહીં, તેવો અભિગ્રહણ ધારણ કરનારા મુનિ. (૩૦) સંખ્યાદતિક - આહારની અમુક નિશ્ચિત સંખ્યામાં જ દત્તિ ગ્રહણ કરીશ, તેવો અભિગ્રહ ધારણ કરનારા મુનિ.
આ વિવિધ પ્રકારના અભિગ્રહોથી સાધુઓને વૃત્તિસંક્ષેપ તપ થાય છે. તેથી શ્રી સમવાયાંગસૂત્રમાં ભિક્ષાચર્યા નામના તપના સ્થાને વૃત્તિસંક્ષેપ નામનો ઉલ્લેખ છે.
| શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભિક્ષાચર્યા તપના ભેદમાં ક્ષેત્ર સંબંધિત આઠ પ્રકારના અભિગ્રહથી યુક્ત આઠ પ્રકારની ગોચરી અને સંસ્કૃણ, અસંસૂ આદિ સાત પ્રકારની પિંડેષણા–પડિમાનો સમાવેશ કર્યો છે. (જૂઓ- શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૨, અધ્ય.-૩૦ ગાથા-૨૪, ૨૫)
સંક્ષેપમાં સંયમી જીવનના નિર્વાહાર્થે કરાતી ગોચરીવિધિમાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી કે ભાવથી કોઈ પણ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને આહારવૃત્તિને સંક્ષિપ્ત કરવી, તે ભિક્ષાચર્યા અથવા વૃત્તિસંક્ષેપ તપ છે. અભિગ્રહ વિના સંયમ નિર્વાહાથે ગોચરી કરવી, તે એષણા સમિતિના પાલનરૂપ સંયમવિધિ છે. (૪) બાહ્યતપ: રસપરિત્યાગ - | ३९ से किं तं रसपरिच्चाए ? रसपरिच्चाए अणेगविहे पण्णत्ते, तं जहा-णिव्वीइए, पणीयरसपरिच्चाए, आयंबिलिए, आयामसित्थभोई, अरसाहारे, विरसाहारे, अंताहारे, पंताहारे, लूहाहारे, तुच्छाहारे । से तं रसपरिच्चाए । ભાવાર્થ:- પ્રશ્ન- રસપરિત્યાગ તપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- રસપરિત્યાગ તપના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) નિર્વિકૃતિક (૨) પ્રણીતરસ પરિત્યાગ (૩) આયંબિલ (૪) આયામસિક્વભોજી (૫) અરસાહાર (૬) વિરસાહાર (૭) અન્નાહાર (૮) પ્રાન્તાહાર (૯) રુક્ષાહાર (૧૦) તુરછાહાર. આ રસપરિત્યાગતપ છે. વિવેચન :
રસવંતા આહારના ત્યાગને રસપરિત્યાગ તપ કહે છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ વગેરે વિગયો, માખણ અને મધ આદિ મહાવિગયોનો તેમજ રસવંતા આહારનો ત્યાગ કરવો, તે રસપરિત્યાગ તપ છે. પ્રસ્તુત સૂત્રમાં તેના અનેક પ્રકાર હોવાનું કથન કરીને જે નામ દર્શાવ્યા છે તેની સંખ્યા દશ છે. તે પ્રમાણે અન્ય પણ અનેક સમજી લેવા.