________________
| ૨૬ ]
શ્રી વિવાઈસૂત્ર
વિશેષ - યુવતિનેના સ્થાને યવનોને શબ્દ હોય તો પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ-જેણે શરીર માટે બલવર્ધક કર્મ કર્યું છે તેવો થાય છે અને તેમાં સ્નાનવિધિની પૂર્વે થતી માલિશ-ઉબટન વગેરે પ્રક્રિયાનો અને ત્યાર પછીની સમગ્ર સ્નાનવિધિનો સમાવેશ થઈ જાય છે. આ રીતે સમગ્ર સ્નાનવિધિ માટે રાહતને તેવો સંક્ષિપ્ત પાઠ સ્વીકારવો પણ ઉપયુક્ત પ્રતીત થાય છે. કોણિક દ્વારા ભગવાનને પરોક્ષ વંદન - | १८ णमोत्थुणं अरिहंताणं, भगवंताणं जावसिद्धिगइणामधेज्जंठाणं संपत्ताणं । णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स, आइगरस्स, तित्थगरस्स जाव संपाविउकामस्स, मम धम्मायरियस्स धम्मोवदेसगस्स । वंदामि णं भगवंतं तत्थगयं इहगए, पासउ मे भगवं तत्थगए इहगयं ति कटु वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता सीहासणवरगए, पुरत्थाभिमुहे णिसीयइ, णिसीईत्ता तस्स पवित्तिवाउयस्स अठुत्तरं सयसहस्सं पीइदाणं दलयइ, दलइत्ता सक्कारेइ, सम्माणेइ, सक्कारित्ता, सम्माणित्ता एवं वयासी
जया णं देवाणुप्पिया ! समणे भगवं महावीरे इहमागच्छेज्जा, इह समोसरिज्जा, इहेव चंपाए णयरीए बहिया पुणभद्दे चेइए अहापडिरूवं ओग्गहं ओगिणिहत्ता संजमेणं तवसा अप्पाणंभावमाणे विहरेज्जा, तया णंममएयमटुंणिवेदिज्जासित्तिकट्टविसज्जिए। ભાવાર્થ - કર્મશત્રુઓનો નાશ કરનાર યાવતુ સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાનને નમસ્કાર હો.
ધર્મની આદિ કરનાર યાવસિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની કામનાવાળા, મારા ધર્મગુરુ, ધર્મોપદેશક તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો. ત્યાં બિરાજમાન ભગવાનને અહીં બેઠેલો હું નમસ્કાર કરું છું. ત્યાં બિરાજમાન ભગવાન અહીં બેઠેલા મને જુએ. આ પ્રમાણે ભાવપૂર્વક વંદન-નમસ્કાર કરીને કોણિક રાજા સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા. ત્યાં બેસીને ભગવાનના આગમનના સમાચાર આપનાર તે પુરુષને એક લાખ આઠ(૧,૦૦,૦0૮) સોનામહોરો પ્રીતિદાનરૂપે આપી, સત્કાર સન્માનાદિ કરીને તેને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં પધારે, અહીં સમવસૃત થાય અર્થાત્ બિરાજમાન થાય, અહીં ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર નામના ઉધાનમાં સાધુને યોગ્ય સ્થાનની આજ્ઞા ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે, ત્યારે તમે એ સમાચારનું મને નિવેદન કરજો. એમ કહીને સંદેશાવાહકને વિદાય કર્યો. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં કોણિક રાજાએ ભગવાનને કરેલા પરોક્ષ વંદનનું નિરૂપણ છે. તે સૂત્રપાઠ દ્વારા પરોક્ષ વંદન વિધિનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે.
ભગવાન પ્રત્યક્ષ હોય કે પરોક્ષ પરંતુ તેમને વંદન કરતી વખતે સિંહાસન પરથી ઊભા થવું, પાદુકાઓ ઉતારવી, રાજ ચિહ્નોનો ત્યાગ કરવો, યતના માટે મુખ પર ઉત્તરીય વસ્ત્ર ધારણ કરવું વગેરે શિષ્ટાચારનું પાલન અનિવાર્ય છે.