________________
| વિભાગ-૧: સમવસરણ
કલ્યાણ સ્વરૂપ હે રાજનું! આપનો સદા વિજયી હો, આપનું કલ્યાણ હો. આપે જેને જીત્યા નથી તે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરો, જેઓને જીતી લીધા છે તેનું પાલન કરો, તેમની વચ્ચે નિવાસ કરો અર્થાત્ જીતેલાઓને સાથે રાખો. દેવોમાં ઇન્દ્ર, અસુરોમાં ચમરેન્દ્ર, નાગોમાં ધરણેન્દ્ર, તારાઓમાં ચંદ્ર અને મનુષ્યોમાં ચક્રવર્તી ભરતની જેમ અનેક વર્ષો સુધી, સેંકડો, હજારો, લાખો વર્ષો સુધી સર્વપ્રકારના દોષ કે વિહ્નો રહિત, સંપત્તિ-પરિવાર આદિ સહિત હર્ષિત અને સંતુષ્ટ રહો અને દીર્ધાયુષ્યને પ્રાપ્ત કરો. આપ પોતાના ઇષ્ટ–પ્રિયજનો સહિત ચંપાનગરીના અન્ય ઘણા ગામો-જનપદો; આકર- લવણાદિના ઉત્પત્તિ સ્થાનો, ખાણ આદિ નગરો- જેમાં રાજ્ય તરફથી કરવેરા ન લેવાતા હોય તેવા સ્થાનો, ખેટો- ધૂળના પ્રાકારયુક્ત ગામો, કબૂટો- અત્યંત સાધારણ કસબાઓ, દ્રોણમુખોજલમાર્ગ અને સ્થલમાર્ગથી જઈ શકાય તેવા સ્થાનો, મંડબ– જેની આસપાસ અન્ય ગામો ન હોય તેવા સ્થાનો, પત્તનો- બંદરો અથવા સમસ્ત વસ્તુની પ્રાપ્તિ થાય તેવા મોટા નગરો; આશ્રમો– તાપસ આદિ સંન્યાસીઓના આવાસો, નિગમો- વ્યાપાર યોગ્ય ક્ષેત્રો, સંબાહ– પર્વતની તળેટીમાં વસેલા ગામો, સંન્નિવેશો- સાર્થવાહ અને સૈન્યને ઉતરવાના સ્થાનોનું આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામીત્વ, ભર્તૃત્વ- પોષકત્વ, મહત્તર–– મહા નાયકપણું પ્રાપ્ત કરો. તે લોકો પર આક્ષેશ્વર્યત્વ- સર્વ પ્રકારની આજ્ઞાના સંપૂર્ણ અધિકારને, સેનાપત્ય- સર્વનું સર્વાધિકૃત રૂપે પાલન કરો અને કરાવો. - નિરંતર અવિચ્છિન્ન રૂપે નૃત્ય, ગીત, વાધ, વિણા, કરતાલ-તાળીઓ, મૃદંગો આદિ વાજિંત્રોનો નિપુણતાપૂર્વક પ્રયોગ કરવાથી ઉત્પન્ન થતા સુંદર ધ્વનિઓથી આનંદિત થતાં, વિપુલ ભોગોપભોગને ભોગવતા સમય વ્યતીત કરો. આ પ્રમાણે જય-જય શબ્દો બોલતા હતા. વિવેચન : -
- પ્રસ્તુત સૂત્રમાં ભગવાનના દર્શન માટેની કોણિકરાજાની પૂર્વ તૈયારી તથા દર્શનયાત્રાનું વિસ્તૃત વર્ણન છે.
રાજા ચતરંગિણી સેનાથી સુસજિત થઈને, સમગ્ર સમૃદ્ધિ સહિત સંપૂર્ણ ઠાઠમાઠથી પારિવારિકજનો સહિત પ્રભુના દર્શન માટે ગયા. પ્રભુના આગમનના શુભ સમાચાર સાંભળીને નગરીને સુશોભિત કરાવી.
- ભગવાન મહાવીર સ્વામી સંપૂર્ણ નિષ્પરિગ્રહી, સર્વ પાપથી સર્વથા મુક્ત, વીતરાગી, આત્મ સ્વરૂપમાં સ્થિત હતા. તેમની સમક્ષ ભૌતિક સામગ્રીનું કોઈ મૂલ્ય ન હતું. આવા ત્યાગી, વૈરાગી, વીતરાગી મહાન પુરુષોના દર્શન માટે આવો ઠાઠ માઠ શા માટે? જગજજીવો જે ભૌતિક સામગ્રીને સર્વશ્રેષ્ઠ સમજે છે, ભૌતિક સામગ્રી મેળવવા જ પોતાના મહામૂલા જીવનને વેડફી નાખે છે. તેવા લોકોને માટે આ પ્રસંગ બોધ રૂપ બની જાય છે. ભૌતિક જગતમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન ચક્રવર્તીઓ, રાજા, મહારાજાઓ પણ વીતરાગીઓના ચરણોમાં ઝૂકી જાય છે. તેથી એક સનાતન સિદ્ધાંત સ્પષ્ટ થઈ જાય છે કે ભોગ કરતા ત્યાગ મહત્તા છે.
તે ઉપરાંત રાજાની સાથે આવેલા રાજાના પારિવારિકજનો, ચતુરંગી સેનાના સૈનિકો, સેનાપતિઓ, નગરજનો વગેરે સમસ્ત લોકો પણ પ્રભુના દર્શન અને ઉપદેશશ્રવણનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે તેવી ઉમદા ભાવનાથી કોણિક રાજા બધાને સાથે લઈને ગયા હતા. નન્દીઘોષ- (૧) ભેરી (૨) મુકુંદ નામનું વાદ્ય (૩) મૃદંગ (૪) કડબ નામનું વાદ્ય (૫) ઝાલર (૬) હૂહૂકક વાધ વિશેષ (૭) કંસાલ નામનું વાધ (૮) કાહલ નામનું વાધ (૯) તલિમા નામનું વાધ (૧૦)