________________
વિભાગ-૧: સમવસરણ
ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીના જીવોમાં ધર્મધ્યાન હોય છે. સાધક આને રૌદ્રધ્યાનથી ઉપરત થઇ, કષાયોની મંદતાપૂર્વક શુભ અધ્યવસાય સાથે પુણ્યના કાર્યો કરે; વ્રત, શીલ, સંયમનું પાલન કરે; તેના માટે ચિંતન કરે, ઇત્યાદિ વિવિધ અનુષ્ઠાન, પ્રવૃત્તિની અપેક્ષાએ ધર્મધ્યાન છે. તે અનુષ્ઠાનોમાં જેટલો સમય ચિત્ત એકાગ્ર રહે તેટલો સમય ધ્યાન રૂપ થાય છે. શેષ સમય ધર્મધ્યાન માટેની ક્રિયા છે, આલંબન રૂપ છે. શલધ્યાન ઃ–
૭૧
શુક્લધ્યાનના સ્વરૂપની સ્પષ્ટતા માટે તેની ભિન્ન ભિન્ન પ્રકારે વ્યાખ્યા કરવામાં આવે છે– (૧) જે શોકને નષ્ટ કરે તે શુક્લ ઘ્યાન. (૨) પરાવલંબન રહિત શુક્લ અર્થાત્ નિર્મલ આત્મ સ્વરૂપનું તન્મયતાપૂર્વક ચિંતન કરવું, તે શુક્લ ધ્યાન, (૩) જે ધ્યાન કર્મમળને દૂર કરીને આત્માને શુક્લ-ઉજ્જવળ બનાવે, તે શુક્લ ધ્યાન, (૪) જે ધ્યાનમાં આત્માને પદાર્થોનો સંબંધ હોવા છતાં પણ, વૈરાગ્ય બળથી ચિત્ત અંતરમુખી બની જાય, શરીરનું છેદન-ભેદન થવા છતાં પણ ચિત્તની સ્થિરતા અખંડ રહે, તે શુક્લ ધ્યાન, (૫) પૂર્વગત શ્રુતના આધારે મનની અત્યંત સ્થિરતા અથવા યોગનો નિરોધ, તે શુક્લ ધ્યાન. તેના ચાર પ્રકાર છે
ધર્મધ્યાનની એકાગ્રતા અને શુદ્ધિની વૃદ્ધિ થતાં સાધક સાતમા અપ્રમત્ત ગુણસ્થાનની પરિણામ દશાને પાર કરી આઠમા ગુન્નસ્થાનમાં પ્રવેશ કરતાં શુક્લ ધ્યાનને પામે છે અર્થાત્ ધર્મધ્યાનના પરિણામ વૃહિંગત થતાં શુક્લ ધ્યાનરૂપે પરિણત થાય છે.
અપ્રમત સંયત જીવ મોહનીય કર્મનું ઉપશમન અથવા ક્ષય કરવા ઉદ્યત થાય અને પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધિથી પ્રવર્ધમાન પરિણામવાળો બને, ત્યારે તે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. શુક્લ ધ્યાનનું સ્વરૂપ તેના ચાર ભેદોના(ચાર પાયાના) માધ્યમથી સમજી શકાય છે.
(૧) પૃર્ત્ય વિતર્ક સવિચાર શુક્લધ્યાન ઃ– વિતર્ક - ભાવદ્યુતના આધારે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન કરવું. સવિચાર = અર્થ, વ્યંજન અને યોગનું પરિવર્તન.
ધ્યાનસ્થ સાધુ કોઈ એક દ્રવ્યનું ચિંતન કરતાં-કરતાં કોઈ એક ગુણનું ચિંતન કરે અને તે ચિંતન કરતાં કરતાં જ તેની કોઈ એક પર્યાયનું ચિંતન કરવા લાગે; આ રીતે એક દ્રવ્યના પૃથક પૃથક્ ચિંતનને ‘ પૃથવિતર્ક કહે છે. તે સાધક શબ્દથી અર્થમાં અને અર્થથી શબ્દના ચિંતનમાં સંક્રમણ કરે અને મનોયોગથી વચનયોગનું, વચનયોગથી કાયયોગનું આલંબન લે છે, તેથી તે ધ્યાન ‘સવિચાર’ કહેવાય છે. આ રીતે વિતર્ક અને વિચારના પરિવર્તન અને સંક્રમણની વિભિન્નતાના કારણે આ ધ્યાનને પૃથ વિતર્ક સવિચાર કહે છે. આ પ્રકારનું ધ્યાન આઠમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી રહે છે. ઉપશમ શ્રેણી અને ક્ષેપક શ્રેણી બંને શ્રેણીમાં આ પ્રકારનું શુક્લ ધ્યાન રહે છે.
(૨) એકત્વ વિતર્ક અવિચાર શુક્લધ્યાન :- ક્ષેપક શ્રેણીસ્થ સાધક મોહનીયકર્મનો ક્ષય કરી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં સાધકની મનોવૃત્તિ એટલી સ્થિર થઈ જાય છે કે તેના દ્રવ્ય, ગુણ, પર્યાયના ચિંતનમાં પરિવર્તન થતું નથી કે અર્થ, વ્યંજન અને યોગોનું સંક્રમણ પણ થતું નથી. તે સાધક દ્રવ્ય, ગુણ અને પર્યાયમાંથી કોઈ પણ એકના ગંભીર અને સૂક્ષ્મ ચિંતનમાં સંલગ્ન રહે છે. તેનું ચિંતન કોઈ એક અર્થમાં કે શબ્દમાં અથવા એક યોગના આલંબને થતું હોય છે, ત્યારે તે એકાગ્રતાની ચરમ સીમાએ પહોંચી જાય છે અને બારમા ગુણસ્થાનના અંતે શુક્લધ્યાનના બીજા પાયામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય