________________
વિષયવસ્તુની અપેક્ષાએ તેના બે વિભાગ છે– (૧) સમવસરણ (૨) ઉપપાત. (૧) સમવસરણ– પ્રથમ વિભાગમાં ચંપાનગરી, પૂર્વભદ્ર ચૈત્ય, વનખંડ, પૃથ્વીશિલા પટ્ટક, કોણિકરાજા, ધારિણી રાણી, ભગવાન મહાવીર સ્વામીનું દેહસ્વરૂપ અને ગુણસ્વરૂપ, ભગવાનના અંતેવાસી શ્રમણો, ભગવાનના દર્શન માટે ભવનપતિ, વ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિક જાતિના દેવોનું આગમન, કોણિકરાજા અને ધારિણીરાણીનું રાજપરિવાર સહિત દર્શનાર્થે ગમન અને સમવસરણમાં વિશાળ પરિષદ મધ્યે ભગવાને આપેલા ધર્મોપદેશનું વિસ્તૃત વર્ણન છે. શ્રી ઔપપાતિક સૂત્રમાં દરેક વર્ણનો અત્યંત વિસ્તારપૂર્વક છે તેથી જ તેનો અતિદેશ વાળો નહીં ૩વવા આ શબ્દો સાથે ભગવતીસૂત્ર આદિ અનેક આગમોમાં જોવા મળે છે.
આ સૂત્રમાં અનેક સ્થળે અલંકાર અને તાદશ્ય ઉપમા આપીને સાહિત્યિક ભાષામાં વર્ણન કરેલું છે. નગરી આદિના વર્ણનથી તત્કાલીન સમાજવ્યવસ્થા અને નગરજનોનો જીવન વ્યવહાર સ્પષ્ટ થાય છે.
કોણિકરાજાના વર્ણનથી તત્કાલીન રાજ્યવ્યવસ્થા જણાય છે. તે ઉપરાંત ભગવાનના સમાચાર મેળવવા માટે સંદેશવાહકની કરેલી નિમણુક, પ્રતિદિન ભગવાનના સમાચાર જાણીને તે દિશામાં સાત-આઠ કદમ ચાલીને ભગવાનની સન્મુખ બની ભાવવંદન કરવા અને ભગવાન જ્યારે પોતાની નગરીમાં પધાર્યા હોય, ત્યારે રાજસી ઠાઠ-માઠ સહિત ચતુરંગી સેના સાથે પ્રત્યક્ષદર્શનનો લાભ લેવો વગેરે પ્રસંગો કોણિકરાજાની ભગવાન પ્રતિ અનુપમ ભક્તિને પ્રગટ કરે છે અને ભગવાનના પદાર્પણ સમયે લોકોને અવર જવર માટે નગરીની સાફસફાઈ, મહોત્સવ જેવો આનંદ અને ઉત્સાહપૂર્વક પ્રજાજનોનું પણ ગમન વગેરે વિષયો તત્કાલીન લોકોની ધાર્મિક ભાવનાનો બોધ કરાવે છે. તે ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીના દૈહિક સ્વરૂપનું સાંગોપાંગ વર્ણન, આ આગમમાં જ પ્રાપ્ત થાય છે. તેના પરથી દરેક તીર્થકરોનું બાહ્ય વ્યક્તિત્વ કેવું આકર્ષક અને પ્રભાવક હોય છે, તેનો ખ્યાલ આવે છે નમોત્થણના પાઠથી કરેલા ભગવાનના ગુણોના વર્ણનથી તીર્થકરોના અનંત ગુણોમાંથી કેટલાક ગુણોની ઝાંખી થઈ જાય છે.
ભગવાનના શિષ્ય પરિવારના વિસ્તૃત વર્ણનના માધ્યમથી જૈન શ્રમણોની જીવનચર્યા, તેમની ઉત્કૃષ્ટ તપ સાધના, તેનાથી પ્રગટ થતી અનેકવિધ લબ્ધિઓનો બોધ થાય છે અને વિવિધ પ્રકારની તપસાધના, બાહ્ય-આત્યંતર તપ અને તેના ભેદ-પ્રભેદથી જૈન પરંપરામાં તપસાધનાનું મહત્ત્વ અને તપનો વિશાળ અર્થ પ્રગટ
387