________________
૧૧૨
વિભાગ-ર
ઉપપાત(પરલોકમાં ઉત્પત્તિ)
શ્રી ઉવવાઈ સૂત્ર
ગણધર ગૌતમની જિજ્ઞાસા ઃ
१ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी इंदभूई णामं अणगारे गोयमगोत्तेणं सत्तुस्सेहे, समचउरंससंठाणसंठिए, वइररिसहणारायसंघयणे, कणપુખિયલપમ્હોરે, ૩ખ્યતવે, વિત્તતવે, તત્તતવે, મહાતવે, ઘોરતવે, રાતે, થોરે, કોનુ, घोरतवस्सी, घोरबंभचेरवासी, उच्छूढसरीरे, संखित्तविउलतेउलेस्से चोदसपुव्वी, चउणाणोवगए, सव्वक्खरसण्णिवाइ समणस्स भगवओ महावीरस्स अदूरसामंते उडुंजाणू, अहोसिरे, झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणं विहरइ ।
ભાવાર્થ :- તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમગોત્રીય ઇન્દ્રભૂતિ નામના અણગાર હતા. તેમની ઊંચાઈ સાત હાથની હતી. તે સમચતુરસ સંસ્થાન અને વજૠષભ નારાચ સંઘયણના ધારક હતા. તેમના શરીરનો વર્ણ કસોટીના પથ્થર પર ઘસેલી સુવર્ણ રેખા જેવો કાંતિમાન અને પદ્મપરાગ જેવો ગૌર હતો. તેઓ જીવન પર્યંત અસાધારણ તપનું આચરણ કરતા હોવાથી ઉગ્રતપસ્વી, દીર્ઘકાલીન તપ કરવા છતાં શારીરિક અને માનસિક બળ તથા તેજ વધી રહ્યું હોવાથી દીપ્ત તપસ્વી, તેમનું તપ કર્મોને સંતપ્ત કરનાર હોવાથી તપ્ત તપસ્વી, આશંસા રહિતપણે મહાન તપ કરતા હોવાથી મહાતપસ્વી, અલ્પ સામર્થ્યવાન માટે અશક્ય હોય તેવા ઉરાલ–પ્રધાન તપ કરતા હોવાથી ઉદાર, પરીષહ વિજેતા અને ઇન્દ્રિય વિજેતા હોવાથી ઘોર, અસાધારણ મૌલિક ગુણોનો વિકાસ કર્યો હોવાથી ઘોરગુણ, ગમે તેવા ઉપદ્રવમાં પણ ઘોર તપ કરતા હોવાથી ઘોર તપસ્વી, અખંડપણે પૂર્ણ નિષ્ઠાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરતા હોવાથી ઘોર બ્રહ્મચર્યવાસી, શરી૨ સેવા-સંસ્કાર અને દેહાસક્તિથી રહિત હોવાથી ઉછૂઢ શરીર, વિપુલ તેજોલેશ્યાને શરીરમાં અન્તર્હિત કરેલી હોવાથી સંક્ષિપ્તવિપુલ તેજોલેશી, ચૌદ પૂર્વ અને ચાર જ્ઞાનના ધારક તથા સર્વાક્ષર સંન્નિપાતિલબ્ધિ સંપન્ન તેવા ગૌતમ ગણધર, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીથી ન અતિ દૂર, ન અતિ નજીક યોગ્ય સ્થાન પર ઘૂંટણ ઊંચા રાખી મસ્તક નમાવી ધ્યાનની મુદ્રામાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા બેઠા હતા.
२ त णं से भगवं गोयमे जायसड्ढे जायसंसए जायकोऊहल्ले, उप्पण्णसड्ढे उप्पण्णसंस उप्पण्णकोऊहल्ले, संजायसड्डे संजायसंसए संजायकोऊहल्ले, समुप्पण्णसड्ढे समुप्पणसंसए समुप्पण्णको ऊहल्ले उट्ठाए उट्ठेइ, उट्ठित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छर, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे, णमंसमाणे अभिमुहे विणणं पंजलिउडे पज्जुवासमाणे एवं वयासी -