________________
અભયદેવસૂરિએ પણ તે પાઠને ‘વર્તતે’ અર્થાત્ અમુક પ્રતમાં આ પાઠ પ્રાપ્ત થાય છે તેમ કહ્યું છે. તેથી તે પાઠને કૌંસમાં આપ્યો છે.
ચાર પ્રકારના દેવના આગમનના વર્ણન પછી કેટલીક પ્રતોમાં દેવીનો વર્ણનત્માક પાઠ છે. ટીકાકારે પણ તે પાઠને મૂળપાઠની સાથે સ્વીકાર્યો નથી, તેથી તે પાઠને વિવેચનમાં રાખ્યો છે.
શાસ્ત્રમાં અનેક સ્થાને સ્નાનવિધિના વર્ણન સાથે યલમ્મા (સૂત્ર–૧૫) શબ્દનો પ્રયોગ જોવા મળે છે. વૃત્તિકા૨ે તેનો અર્થ 'કુળદેવતા માટે લિકર્મ કરવું' તે પ્રમાણે કર્યો છે પરંતુ સ્નાનવિધિના વિસ્તૃત વર્ણનમાં આ શબ્દનો પ્રયોગ કયાંય પણ જોવા મળતો નથી. તવિષયક વિચારણા કરતાં જણાયું કે કૃતબલિકર્મ તે સ્નાનવિધિ પછીનું કોઈ સ્વતંત્ર કૃત્ય નથી પરંતુ સમગ્ર સ્નાનવિધિને સૂચિત કરવા માટેનો સંક્ષિપ્ત શબ્દ પ્રયોગ છે. વિવેચનમાં તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
સૂત્રકારે સૂત્ર–૭૯માં સિદ્ધ થનારા જીવોની મનુષ્યભવની અવગાહનાનું કથન કર્યું છે. તેમાં જઘન્ય સાત હાથની અવગાહનાવાળા સિદ્ધ થાય તે પ્રમાણે કથન છે. સૂત્ર-૯૦ ગાથા-૭માં સિદ્ધોની જઘન્ય અવગાહના એક હાથ આઠ અંગુલની કહી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે જઘન્ય બે હાથની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. આ રીતે એક જ આગમના બંને કથનો પરસ્પર ભિન્ન જણાય છે. પરંતુ વિચાર કરતા જણાયું કે જઘન્ય સત્ત રયળીદ્... સૂત્રકારનું કથન સામાન્ય અપેક્ષાએ છે. ચોથા આરાના જન્મેલા મનુષ્યો પાંચમા આરામાં મોક્ષે જાય છે. જંબુઢીપપ્રજ્ઞાપ્તિ સૂત્રાનુસાર ચોથા આરાના અંતે મનુષ્યોની અવગાહના સામાન્ય રીતે સાત હાથની હોય છે તેથી સૂત્રકારે જઘન્ય સાત હાથની અવગાહનાવાળા સિદ્ધ થાય છે તેવું સામાન્ય કથન કર્યું છે. પરંતુ કયારેક કોઈક નવ વર્ષના આયુષ્યવાળા, વામન સંસ્થાનવાળા મનુષ્યોની અવગાહના બે હાથની હોય અને તે મનુષ્યો સિદ્ધ થાય તો સિદ્ધની એક હાથ આઠ અંગુલની જઘન્ય અવગાહના ઘટિત થાય છે. આ રીતે સૂત્રકારના બંને કથનોની સાપેક્ષતા સમજી શકાય છે. આ જ રીતે એક આગમના સંપાદનમાં અન્ય આગમોના સંદર્ભથી વિષયોની સ્પષ્ટતા થઈ શકે છે.
અનંત ઉપકારી અમ શ્રદ્ધાભાજન તપોધની ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના આશીર્વાદ અને પરોક્ષ પ્રેરણાએ જ અમોને આ શ્રુતસેવાનો મહત્તમ લાભ મળ્યો છે. તેવી ક્ષણે ક્ષણે પ્રતીતિ થઈ રહી છે. આગમકાર્યમાં અપ્રમત્તપણે કાર્યનિષ્ઠ આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.નું વિશાળ જ્ઞાન અને તીવ્ર ક્ષયોપશમ અમોને સચોટ રીતે માર્ગદર્શક બને છે. મુખ્ય સંપાદિકા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈમ.ની તીવ્ર
35