________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા ઉપાંગસૂત્રોમાં પ્રથમ સ્થાન ધરાવતું શ્રી ઔપપાતિક સૂત્ર આગમ સાહિત્યમાં એક સંદર્ભ સૂત્ર સમાન છે. અંગસૂત્રો અને ઉપાંગસૂત્રોમાં વર્ણનાત્મક વિષયોમાં અનેક સ્થાને શ્રી ઔપપાતિકસૂત્રના સંદર્ભો જોવા મળે છે. શ્રી ઔપપાતિકસૂત્ર કદમાં નાનું હોવા છતાં મહત્તમ સામગ્રીઓથી ભરેલું છે. આ આગમના અમુક વિષયો એવા છે કે જેનો ઉલ્લેખ અન્યત્ર કયાંય પ્રાપ્ત થતો નથી. જેમ કે તીર્થકરના દેહનું નખશીખ વર્ણન આદિ.
પ્રસ્તુત સૂત્રમાં અનેક વર્ણનાત્મક પાઠો છે તેમાં પ્રત્યેક શબ્દોનો અર્થ યથાર્થ રીતે જળવાઈ રહે તે માટે ભાવાર્થમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જે વિષયોનું વર્ણન અન્ય આગમોમાં પ્રાપ્ત થતું હોય, તેવા વિષયોનું તુલનાત્મક અધ્યયન કરીને તેના તફાવતો રજૂ કરવામાં આવ્યા છે જેથી વાચકોને આ આગમના અધ્યયન સાથે અન્ય આગમોના વિષયો પણ સહજ રીતે સ્પષ્ટ થઈ જાય છે. જેમ કે- તપનું વિસ્તૃત વિવેચન શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અધ્ય.-૩૦માં અને ભગવતીસૂત્ર શતક-રપમાં પણ છે. કનકાવલી, રત્નાવલી આદિ તપનું વર્ણન શ્રી અંતગડ સૂત્રમાં પણ છે. તે વિષયને કોષ્ટકો દ્વારા સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. તેજ રીતે કાયક્લેશ તપમાં વિવિધ પ્રકારના આસનો આકૃતિ દ્વારા સમજાવ્યા છે.
કયારેક સૂત્રકારે અલ્પ શબ્દોમાં ગંભીર ભાવોનું કથન કર્યું હોય છે. તે સૂત્રોના ભાવોને શોધપૂર્વક પ્રગટ કરવા આવશ્યક થઈ જાય છે. જેમ કે- સાધુઓના ગુણોને પ્રગટ કરતા સૂત્રકારે સૂ. ૨૫ માં જણાવ્યું છે કે સાધુઓ ગામે ISI TIR પત્તરફથ... નાના ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહે છે. આ રીતે આ સૂત્રનો શબ્દાર્થ થાય છે પરંતુ સાધુ સાધ્વીની કલ્પમર્યાદાને પ્રગટ કરતા શ્રી બૃહકલ્પ સૂત્રમાં પ્રત્યેક ગ્રામાદિકમાં સાધુ-સાધ્વીના માસકલ્પ એટલે ૨૯ દિવસ રહેવાનું કથન છે. તેમ છતાં અન્ય સંપાદકોના સંપાદનોનું અન્વેષણ અને વિચારણા કરીને પારડ્યા = એક અઠવાડિયું અને પવરથા = ૨૯ દિવસ તેમ અર્થ અને વિવેચન કર્યું છે.
સૂત્ર રપમાં સાધુને અપ્રતિબંધ વિહારી કહીને ચાર પ્રકારના પ્રતિબંધનું વિસ્તૃત વર્ણન છે. સામાન્ય રીતે કોઈ પણ વિષયનું વર્ણન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કરવું તે આગમ પદ્ધતિ છે. તે જ રીતે અહીં પણ તથા પ્રકારનો પાઠ જોવા મળે છે. કાળના એકમ સમય, આવલિકા વગેરેમાં પ્રતિબંધ(આસક્તિ)ની સંભાવના નથી. વૃત્તિકાર શ્રી
(9)