________________
| વિભાગ-૧: સમવસરણ
[૬૧] [५३ से किं तं दसणविणए ? दंसणविणए दुविहे पण्णत्ते, तं जहा- सुस्सूसणाविणए, अणच्चासायणाविणए । ભાવાર્થ-પ્રશ્ન- દર્શનવિનય એટલે શું? ઉત્તર- દર્શન વિનયના બે પ્રકાર છે- (૧) શુશ્રુષા વિનય (૨) અનન્યાશાતના વિનય. [५४ से किं तं सुस्सूसणाविणए ? सुस्सूसणाविणए अणेगविहे पण्णत्ते, तं जहाअब्भुट्ठाणे इ वा, आसणाभिग्गहे इ वा, आसणप्पदाणे इ वा, सक्कारे इ वा, सम्माणे इवा, किइकम्मेइवा, अंजलिप्पग्गहे इ वा, एतस्स अणुगच्छणया, ठियस्सपज्जुवासणया, गच्छंतस्स पडिसंसाहणया। से तं सुस्सूसणाविणए । ભાવાર્થ -પ્રશ્ન- શુશ્રુષા વિનય એટલે શું?
ઉત્તર- શુશ્રષા વિનયના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અભ્યત્થાન- ગુર્નાદિકો કે ગુણીજનો પધારે ત્યારે તેનો આદર કરવા ઊભા થવું. (૨) આસનાભિગ્રહ ગુર્નાદિકો જ્યાં બેસવા ઇચ્છે ત્યાં આસન લઈને હાજર રહેવું. (૩) આસનપ્રદાન- ગુરુજનોને આસન અર્પણ કરવું, (૪) સત્કારગુર્નાદિકોનો સત્કાર કરવો (૫) સન્માન- ગુર્નાદિકોનું સન્માન કરવું, (૬) કૃતિકર્મ- તેમને યથાવિધિ વંદન નમસ્કાર કરવા, (૭) અંજલિપ્રગ્રહ– તેમની કોઈપણ વાતનો સ્વીકાર કરતા સમયે બંને હાથ જોડવા. (૮) ગુર્નાદિકો પધારે ત્યારે સામા જવું, (૯) ગુરુજનો બેઠાં હોય ત્યારે તેમની પાસે જઈને બેસવું, તેમની સેવા કરવી. (૧૦) ગુરુ ભગવંતો જાય ત્યારે તેમને મૂકવા જવું. આ શુશ્રુષા વિનય છે. | ५५ से किं तं अणच्चासायणाविणए? अणच्चासायणाविणए पणयालीसविहे पण्णत्ते, तं जहा- अरहंताणं अणच्चासायणया, अरहंतपण्णत्तस्स धम्मस्स अणच्चासायणया, आयरियाणं अणच्चासायणया एवं, उवज्झायणं, थेराणं, कुलस्स, गणस्स, संघस्स, किरियाणं, संभोइयस्स, आभिणिबोहियणाणस्स, सुयणाणस्स, ओहिणाणस्स, मणपज्जवणाणस्स, केवलणाणस्स, एएसिं चेव भत्तिबहुमाणे, एएसिं चेव वण्णसंजलणया । से तं अणच्चासायणाविणए । ભાવાર્થ - પ્રશ્ન- અનન્યાશાતના વિનય એટલે શું?
ઉત્તર- અનત્યાશાતના વિનયના ૪૫ ભેદ છે. તે આ પ્રમાણે છે– (૧) અરિહંત ભગવાનના અવર્ણવાદ બોલી તેની આશાતના ન કરવી, (૨) અરિહંત ભગવંતે પ્રરૂપેલા ધર્મની આશાતના ન કરવી, (૩) આચાર્યોની આશાતના ન કરવી, (૪) ઉપાધ્યાયોની આશાતના ન કરવી, (૫) સ્થવિરો–જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, વયોવૃદ્ધ શ્રમણોની આશાતના ન કરવી, (૬) કુલની આશાતના ન કરવી, (૭) ગણની આશાતના ન કરવી, (૮) સંઘની આશાતના ન કરવી, (૯) ક્રિયાવાનની આશાતના ન કરવી, (૧૦) સાંભોગિક–જેમની સાથે વંદન વ્યવહાર, ગોચરી પાણીનો વ્યવહાર હોય તેવા ગચ્છના શ્રમણોની અથવા સમાન આચારવાળા અન્ય શ્રમણોની આશાતના ન કરવી, (૧૧) મતિજ્ઞાનની આશાતના ન કરવી, (૧૨) શ્રુતજ્ઞાનની આશાતના ન કરવી, (૧૩) અવધિજ્ઞાનની આશાતના ન કરવી, (૧૪) મન:પર્યવજ્ઞાનની આશાતના ન કરવી, (૧૫) કેવલજ્ઞાનની આશાતના ન કરવી. (૧થી ૩૦) ઉપરોકત પંદરની ભક્તિ અને બહુમાન કરવું. (૩૧થી ૪૫) તે પંદરના ગુણકીર્તન કરવા. આ અનન્યાશાતના વિનય છે.