________________
[ ૬૦ |
શ્રી વિવાઈસૂત્ર
ન્યુન કરીને જ તેની દીક્ષા પર્યાયની ગણના થાય છે અને તે પ્રમાણે જ રત્નાધિકોને વંદન વ્યવહાર આદિ થાય છે. જ્યારે મૂલાઈ પ્રાયશ્ચિતમાં તેના સંપૂર્ણ સંયમ પર્યાયનો છેદ કરીને પુનઃદીક્ષા આપવામાં આવે છે. ત્યારથી પૂર્વદીક્ષિત સર્વ સાધુઓને વંદન વ્યવહાર કરવો તેને આવશ્યક હોય છે. (૯) અનવસ્થાપ્યાહજે દોષની શુદ્ધિ માટે વિશિષ્ટ તપાચરણ કરાવ્યા પછી એક વાર ગૃહસ્થનો વેશ પરિધાન કરાવીને ફરી વાર દીક્ષા આપવામાં આવે, તેને અનવસ્થાપ્યાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. આ નવમા પ્રાયશ્ચિત્તવાળાને જઘન્ય છે મહિના, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ સુધી સંઘથી અલગ રાખવામાં આવે અર્થાત્ સાથે રહેવા છતાં તેની સાથે આહાર, વંદન આદિ વ્યવહાર હોતો નથી. પ્રાયશ્ચિત્તકાળ પૂર્ણ થયા પછી ઉપસ્થાપના સમયે સંઘ સામે ગૃહસ્થ વેશ પરિધાન કરાવે ત્યાર પછી તે પુનઃ શ્રમણ વેશ ધારણ કરે અને ત્યારે તેને છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રદાન કરવામાં આવે, તેની સંપૂર્ણ દીક્ષાનો છેદ કરી નવી દીક્ષા દેવામાં આવે છે. (૧૦) પારાંચિતાર્ય– દસ પ્રાયશ્ચિત્તમાં આ અંતિમ ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે. આ પ્રાયશ્ચિત્તની વિધિ અને તેનો તપ સમય નવમા પ્રાયશ્ચિત્તની સમાન છે પરંતુ આ દસમા પ્રાયશ્ચિત્તમાં દોષ સેવન કરનાર સાધુ સાથે શય્યા(એક સ્થાન)નો વ્યવહાર પણ રહેતો નથી. તે સાધુને બીજા ગામમાં કે બીજા મકાનમાં એકલા રહેવાનું હોય છે. તે સાધુને પોતાના સંઘાડાના સાધુઓથી ઉત્કૃષ્ટ અઢી ગાઉ દૂર રાખવામાં આવે છે. અંતિમ બંને પ્રાયશ્ચિત્તનું વહન કરનાર સાધુ આચાર્યની સાથે યોગ્ય વિનય વ્યવહાર કરે છે. આચાર્ય પણ યોગ્ય રીતે તેનું ધ્યાન રાખે છે તેમજ તે પ્રાયશ્ચિત્તના વહન-કાળમાં કોઈ બીમારી આદિ આવે તો આચાર્ય તેની સેવા માટે અન્ય શ્રમણની વ્યવસ્થા કરે છે.
આ બંને પ્રાયશ્ચિત્તનું કારણ જો ગુરુની અશાતના હોય તો તેને જઘન્ય છ માસ, ઉત્કૃષ્ટ એક વર્ષની તપસ્યા અને અન્ય મુળગુણની વિરાધના આદિ દોષસેવન કર્યું હોય તો જઘન્ય એક વર્ષ, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની તપસ્યા કરવાની હોય છે. તેમની તપસ્યામાં ઊનાળામાં એક ઉપવાસ, શિયાળામાં છઠ, ચોમાસામાં અટ્ટમ અને પારણામાં આયંબિલ કરવાની હોય છે. અન્ય અનેક નિયમો જિનકલ્પીની સમાન છે.
પ્રાયશ્ચિત્તનો ઉદ્દેશ્ય પાપવિશુદ્ધિનો છે. તેથી દોષનો પ્રકાર, દોષની તીવ્રતા-મંદતા, તેમજ પ્રાયશ્ચિત્ત વહન કરનારની યોગ્યતાના આધારે પ્રાયશ્ચિત્ત અપાય છે; તેથી જ આચાર્યને કે આચાર્ય તુલ્ય પૂર્વધર
સ્થવિર આદિને દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત અને સામાન્ય સાધુને આઠ પ્રકારના પ્રાયશ્ચિત્ત અપાય છે. (ર) આત્યંતર તપ: વિનય:
५१ से किं तं विणए ? विणए सत्तविहे पण्णत्ते, तं जहा- णाणविणए, दंसणविणए, चरित्तविणए, मणविणए, वइविणए, कायविणए, लोगोवयारविणए। ભાવાર્થ - પ્રશ્ન- વિનયનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- વિનયના સાત પ્રકાર છે– (૧) જ્ઞાન વિનય, (૨) દર્શન વિનય, (૩) ચારિત્ર વિનય, (૪) મનોવિનય, (૫) વચન વિનય, () કાય વિનય, (૭) લોકોપચાર વિનય.
५२ से किं तंणाणविणए?णाणविणएपंचविहे पण्णत्ते, तंजहा- आभिणिबोहियणाणविणए, सुयणाणविणए, ओहिणाणविणए, मणपज्जवणाणविणए, केवलणाणविणए । ભાવાર્થ - પ્રશ્ર– જ્ઞાન વિનય એટલે શું? ઉત્તર– જ્ઞાન વિનયના પાંચ ભેદ છે– (૧) આભિનિબોધિક જ્ઞાન- મતિજ્ઞાન વિનય, (૨) શ્રતજ્ઞાન વિનય, (૩) અવધિજ્ઞાન વિનય (૪) મન:પર્યવ જ્ઞાન વિનય (૫) કેવળજ્ઞાન વિનય.