________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. અરિહંત શ્રુતદેવતાને ભાવભર્યો વંદન કરું, જેના પ્રસાદથી જ્ઞાન-શિક્ષા યોગ પામી વર્તન કરું, પ્રવચન માતાના ઉસંગે જ્ઞાન–ધ્યાનમાં કેલી કરું,
જેથી પરમ પ્રાણ પ્રગટે તેવી ભાવના ભાવ્યા કરું.
દેવાધિદેવની ‘અત્યાગમ' રૂપે નીકળેલી દેશના સહારે દ્વાદશાંગી સૂત્રની રચના કરનાર ગણધર ભગવંતો અને ત્યાર પછી ક્રમશઃ આગમભાવોને વ્યક્ત કરનારા નિર્યુક્તિકારો, ભાષ્યકારો, ટીકાકારો, વિવેચનકારો, યુગની સાથે સમયાનુસાર તાલ મિલાવતા ભાષાવિદો, જન જનતાની પોષક વૃત્તિ જ્ઞાનામૃત સંસ્કારનું સંવર્ધન કરવા કાળ પ્રમાણે અર્ધમાગધીમાંથી પ્રાકૃત સંસ્કૃત-હિન્દી- ગુજરાતીના અનુવાદ કરનારા સમયજ્ઞો, જ્ઞાની આચાર્યાદિ ભગવંતરૂપ મુનિ પુંગવોને શત કોટિ પ્રણામ કરું છું. ત્યાર પછી જેઓએ અમોને આ શાસનમાં લાવી દિવ્યચક્ષુ ખોલ્યા છે તેવા શ્રી સૌરાષ્ટ્ર કેસરી ૫. ગુફ્ટવ પ્રાણલાલજી મહારાજ સાહેબશ્રીની જન્મ શતાબ્દીનું નિમિત્ત પામી તેમના જ પ્રસાદ પ્રતાપે, પૂ. રતિગુરુદેવના આશીષ અનુગ્રહે, પરમદાર્શનિક પૂ.જયંત ગુરુદેવના નેશ્રા બળે, પ.પૂ.વા.ભૂ. ગિરીશ ગુરુવર્યોના માર્ગ દર્શન બળ, પૂ. ત્રિલોકગુરુદેવના સિદ્ધાંતના શુદ્ધ પાઠના અવલોકન સહયોગે, આજે અમે, સતીવૃંદ ગુજરાતી અનુવાદ કરી તેનું સંપાદન કરી રહ્યા છીએ. અમ પામર પર પરમેષ્ઠી પરમાત્માઓનું કુપાબળ નિરંતર પાંગરતું પ્રસરતું અને પ્રવતતું રહે તેવી પ્રવૃષ્ટ ભાવનાના પ્રભાવથી જ આગમ અનુવાદ પૂર્ણ થવા પામે અને સર્વ જીવોને કલ્યાણકારક બની રહે, તેવા ઉત્સાહ સાથે શ્રી ઔપપાતિક સૂત્ર સમાજ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ સૂત્રમાં સારા-નરસા કર્મ કરનાર તથા આરાધક વિરાધક વ્યક્તિના કયાં, ક્યારે, કેટલા કાળની સ્થિતિએ જન્મ-મરણનો ઉપપાત(ઉત્પત્તિ) થાય છે. તેનું વિધાન છે. જેમ કે– નરસા કાર્યનું ફળ નરસું મળે, સારા કાર્યનું ફળ સારું મળે, તે વાત તો બરાબર છે પરંતુ ત્રીજો ભંગ આપ્યો છે કે ક્યારેક નરસા કાર્યનું સારું ફળ મળે, ચોથો ભંગ બતાવે છે કે ક્યારેક સારા કાર્યનું નરસું ફળ પણ મળે.
28